મહેક ભાગ ૧૮
હોસ્પિટલના રૂમમાં મહેક હોશમાં આવી. ધીરે ધીરે આંખો ખોલી ચારોતરફ જોયું, સામે કાજલ અને પ્રભાત ઉભા હતા.
"થેંકયુ ગોડ.! મને એમ કે તું ગઈ." કાજલ હસતા-હસતા બોલી રહી હતી. "હું બાહર બધાને જાણ કરી દવ." કાજલ હરખાતી બાહર ચાલી ગઇ એટલે પ્રભાત સામે જોતા મહેકે પુછ્યું. "આપણા મિશનનું શું થયું.?"
"એ બધી વાત પછી નીરાતે કરશું, અત્યારે તું આરામ કર. તને કંઈક થયું હોત તો હું આન્ટીને શું જવાબ આપેત..!" મહેકનો હાથ પકડતા પ્રભાત બોલ્યો.
"કેમ મારી આટલી ચિંતા થાય છે.?" મહેકે સ્માઇલ કરતા પુછ્યું.
પ્રભાત કોઇ જવાબ આપે એ પહેલાં મહેકના બધા ફ્રેન્ડસ રૂમમાં આવ્યા..
મહેકે બધા સામે આશ્ચર્યથી જોતા પુછ્યું "તમે બધા અહી..?"
"અમે ચાર કલાકથી બાહર બેઠા છીએ, સવારમાં જ કાજલનો ફોન આવ્યો હતો એટલે ત્યારે જ અહી આવવા નીકળી ગયા હતા.. કેમ છે હવે તને..? યોગેશે ખબર પુછતા જવાબ આપ્યો..
"સવાર..! ચાર કલાક.! હું કેટલો સમય બેહોશ રહી..? અત્યારે કેટલા વાગ્યા..?"
"તું સોળ કલાક બેહોશ રહી. ગઇ રાતના બે વાગ્યે તું બેહોશ થઇ હતી, અત્યારે સાંજના છ, થયા છે." કાજલે કહ્યું.
"પહેલા મને કહે આપણા મિશનનું શું થયું.? એ જાણ્યા વીના મને નીરાત નહી થાય."
"આપણું મિશન સફળ રહ્યું છે. આખા દેશમાં એની જ ચર્ચા થઇ રહી છે. અશોકે બધું સારીરીતે સંભાળી લીધું હતું. અમારા સર તારાથી થોડા નારાજ છે. તે દિવ્યાને મારી નાખી એટલે બાકીના બધા જીવતા પકડાઈ ગયા છે." પ્રભાતે બધી વાત કરતા કહ્યું...
"ચિંતા ના કર, તારા સર સાથે મુલાકાત થશે ત્યારે તેની નારાજગી હું દુર કરી દઇશ."
"અમારા સર અત્યારે મનાલીમાં જ છે, તને મળવા જરૂર આવશે. હવે તું આરામ કર." મહેકના લાંબા મુલાયમ વાળને હાથથી સહેલાવતા પ્રભાત બોલી રહ્યો હતો.
"તમે બધા પણ હવે આરામ કરો હું મહેક પાસે છું." કાજલે બધાને જવાનું કહેતા બોલી...
મહેક...! કાલ રાતના તારા મમ્મી ફોન કરે છે. અને આજ બોપરે પણ ફોન આવ્યો હતો... મે ત્યારે કોઇ જવાબ નહોતો આપ્યો પણ કહ્યું હતું હું મનાલી જઇને મહેક સાથે વાત કરાવીશ.. લે મે કોલ જોડી આપ્યો છે હવે તારી રીતે જવાબ આપીદે." કાજલે મહેકને મોબાઈલ આપ્યો.. સામેથી મમ્મીનું "હેલ્લો" સંભળાયું..
"હાય..... મમ્મી.."
"મહેક, તું ઠીક તો છેને.? તારો ફોન કેમ ઓફ આવે છે.?"
મમ્મી હુ બીલ કુલ ઠીક છુ મારી ચિંતા ના કરો ! મારો ફોન ખોવાઇ ગયો છે."
"તારા ફ્રેન્ડસ સાથે કેમ નથી.? તું એકલી મનાલીમાં શું કરે છે.?"
"મમ્મી, પ્રભાત એના કામ માટે મનાલી આવ્યો છે.. કાલે એનો ફોન આવ્યો હતો એટલે એક દિવસ અગાઉ પ્રભાતને મળવા મનાલી આવી ગઇ હતી.."
"એક વાતનો સાચે-સાચો જવાબ આપીશ મને.? તને પ્રભાત ગમે છે.?"
"હા, મમ્મી, મને પ્રભાત ગમે છે! પણ જે રીતે તમે પુછોશો એ રીતે મે હજી વિચાર્યું નથી, જે દિવસ વિચારીશ ત્યારે પહેલાં તમને કહીશ, પછી પ્રભાત સાથે વાત કરાવીશ. બાય... મમ્મી." મહેકે કોલ કટ કર્યો...
"મહેક, અમારા સર તને મળવા આવ્યા છે... પ્રભાતે રૂમમાં આવતા કહ્યું...
મહેક, પ્રભાત સાથે આવેલ વ્યક્તિ તરફ જોતી બેડ પરથી ઉભા થવાની કોશિશ કરતી હતી ત્યારે આવનાર વ્યક્તિએ હાથના ઇશારે તેને બેસી રહેવાનું કહ્યું. બેડ પાસેની ચેર પર બેસતા એ બોલ્યો... "મે તુમ દોનો લડકીયો કો થેંક્સ કહેને આયા હું. આપ દોનો કે દિમાગ કે કારણ એ મિશન પુરા હુવા હૈ. તુમ દોનો ક્યાં શોચતી હો, ક્યા કરતી હો, ઇસકી પલ-પલ કી રિપોર્ટ પ્રભાત મુજે દેતા થા. લેકીન મહેક, તુમસે મે થોડા નારાજ હુ! હમારે મિશન મે દિવ્યા કો મારના નહી થા. મેરે તીન સાલ કી મહેનત કો તુમને વેસ્ટ કર દિયા.."
"સર,અબ તો હમે બતાદો, યે દિવ્યા કોન થી ઓર ઇસકો જિંદા પકડના ઇતના જરૂરી ક્યો થા.?" પ્રભાત સર સામે જોતા બોલ્યો...
"મહેકને તુમે કુછ નહી બતાયા..?"
"નહિ સર, મેને જબ ભી દિવ્યા કે બારેમે મહેક કો પુછા તો કહેતી થી, વોતો તુમારે સર હી બતાયેંગે.."
"સર, અબ આપ હી બતાઓ, મેભી જાનના ચાહતી હુ કી ક્યો જરૂરી થા દિવ્યા કા જિંદા રહેના.?" મહેકે પુછ્યું...
"સ્માર્ટ ગર્લ, તુમ જાસુસી કે પહેલે ચરણ મે પાસ હોગઇ. સબ કુછ જાનતે હુવે ભી અપને બેસ્ટ ફ્રેન્ડ કો ભી નહી બતાયા.. ઓ.કે....! મે હી બતા દેતા હુ. તીન સાલ પહેલે દુબઇમે એક મિટિંગ હુઇ થી, તબ હમારી નજર દિવ્યા પર પડી થી. વો મિટિંગ હમારે કુછ ભ્રષ્ટ નેતા ઔર isi કે બીચ હુઇ થી. યે મિટિંગ દિવ્યાને કરવાઇ થી... હમને દિવ્યા કી કુંડલી નીકાલી તો ઉસકા અસલી ચહેરા હમારે સામને આયા થા. ઉસ કે બાદ રક્ષામંત્રી કે P.A કી પત્ની કો રોડ એક્સીડેન્ટ મે મરવા ડાલા ઔર ઉસી કે સાથ શાદી કર કે ઇન્ડિયા આગઇ. ડ્રગ્સ કી હેરાફેરી કરને વાલે યાકુબ કો અપને સાથ લેકે ડ્રગ્સ કા બહોત બડા કારોબાર ખડા કીયા, લેકીન ઉસકા મક્સદ કુછ ઔર થા. વો કયા હૈ એ જાનને કે લીયે મેને અપને સ્ટુડન્ટ કો પીછે લગાયા, લેકીન વો બહોત ચાલાક થી. ઉસકો પતા ચલ ગયા થા ફીર ભી કોઇ એક્શન નહી લી તભી મુજે પુરા યકીન હો ગયા કે ડ્રગ કી આડ મે કુછ બડા હોને વાલા હૈ! લેકિન ક્યા.? મુજે વો જાનના થા. પ્રભાત ઔર ઉન કે સાથી કો યે કામ નહી સોપ શકતા થા .... હમારી એજન્સી કે પ્રોફેસન્લ વ્યક્તિ કો એ કામ નહી સોપના ચહતા થા, ક્યોકી હમારે દેશ કે ભ્રષ્ટ ઓફિસર ઔર ભ્રષ્ટ નેતા ઉનકે સાથ મિલે હુવે થે, ઉસકો પતા ચલ જાતા. તભી તુમારે અમદાવાદ કે કારનામે સે ઔર પ્રભાત કે રિપોર્ટ સે મેરી નજર તુજ પર પડી ઔર એક નયા પ્લાન બનાયા, તુમે દિલ્લી બુલાકે એક મકાન ઔર ઉસ મે રહેને વાલે લોગો કી તસ્વીર દે કે મેદાનમે ઉતારી થી. મે દેખના ચાહતા થા તુજમે જાસુસ બનને કા કોઇ હુનર હે કે નહી. અપને દિમાગ કા ઇસ્તમાલ કરકે તુમ આગે બઢતી ગઇ. દિવ્યા કે બારે મે તુમ સબ જાનતી થી ફિરભી એન્ડ તક કિસીકો બતાયા નહી ઔર અપનેઆપ આગે બઢતી રહી. લેકીન એન્ડ મે તુમને અપને દિમાગ કા સંતુલન ખો દીયા ઔર દિવ્યા કો માર કે સફળ મિશન કો નિશફળ બના દિયા .. તુજ સે મુજે યે ઉમીદ નહી થી, તુને એસા ક્યુ કીયા..? ઉસે મારના હોતા તો યે કામ મે બહોત પહેલે કર શક્તા થા લેકીન મે ઉસે જીંદા પકડ કર સાબિત કરના ચહતા થા કે યે કોન હૈ... લેકીન તુમને મેરી તીન સાલ કી મહેનત પર પાની ફેર દીયા. મે ઇસ બાત પે તુજસે બહોત ખફા હુ.!" સરે વાત પુરી કરી મહેક સામે જોતા રહ્યા હતા.
"સર, આપ ક્યા સાબિત કરના ચાહતે થે..? યહી કે વો દિવ્યા નહી થી, વો પેસાવર, પાકિસ્તાન કી હિના મલીક થી. યા યે સાબિત કરના ચાહતે થે કી વો કોઇ મોડલ નહી એક isi કી એજન્ટ થી. યા સબકો યે દીખાના ચાહતે થે કી વો ડ્રગ કી આડ મે હમારે દેશ કે સભી રાજ્ય મે બોમ બલાસ્ટ કા સડીયંત્ર કર રહી થી... યે સબ કર કે ક્યા હાસીલ હોતા.? સિર્ફ દેશ કી સંપત્તિ કા નુકસાન ઔર સમય કી બરબાદી.! સાબિત હો ભી જાતા ફિર ભી ઇસે ઉમ્ર કેદ હોતી ફાસી નહી, એસે લોગ અંદર રહે યા બાહર કોઇ ફરક નહી પડતા ઉસકા કામ તો ફિર ભી હોતા રહેતા. હમારે દેશને એકબાર ગલતી કી થી "કશાબ" કો જિંદા પકડ કે, નતીજા સબને દેખા થા. મે વો ગલતી દુબારા દોહરાના નહી ચાહતી થી ઇસ લીયે પુરે હોશમે રહેકે મેને ઉસે મારા થા. વો દેશ દ્રોહી થી યે સાબિત કરને કે લીયે હમારે પાસ પુખ્તા સબુત હૈ... ફીર ભી આપકો મેરી ગલતી લગતી હો તો આપ જો સજા કરોગે વો મુજે મંજુર હોગી સર." મહેકે એક શ્વાસે પોતાનો બચાવ કરતા કહ્યું...
"બસ મુજે યહી જાનના થા, અબ સબ કિલીયર હોગયા, મેને તુમે ચુન કે કોઇ ગલતી નહી કી હૈ.. લેકીન સજા તો મિલેગી, એક દો મહિને અપની લાઇફ જેસે જીના હૈ જીલો, ક્યોકી હમારી એજન્સી જાદા દેર તુમારા ઇન્તજાર નહી કર શક્તી, અપની ટ્રેનિંગ કે લેયે તૈયાર રહેના." સર, હસતા-હસતા બોલી રહ્યા હતા. પ્રભાત, તુમ સબ કો ભી એક સપ્તાહ કી છુટ્ટી મીલતી હૈ, મનાલી કી શરદી કો એન્જોઇ કર કે વાપસ ટ્રેનિંગ સેન્ટર આજાના.. ઓ.કે. અબ મેં ચલતા હું, તુમ સબ છુટ્ટીયા એન્જોઇ કરો..!"
"થેંક યુ સર...!" પ્રભાતે સેલ્યુટ કરતા કહ્યુ...
"સર, જાને સે પહેલે ઇતના તો બતાતે જાઇએ કે મે આપ કો કીસ નામ સે યાદ રખુ..?" મહેકે મુશ્કુરાતા પુછ્યું..
દરવાજા તરફ જાતી એ વ્યક્તિ ઉભી રહી પાછળ ફરી મહેક સામે જોઇ સ્માઇલ કરતા બોલ્યો. "હમારી એજન્સી મે નામ સે નહિ કામ સે લોગો કો યાદ રખા જાતા, ફીર ભી તુમ મુજે અમનવર્મા નામ સે યાદ રખ શકતી હો." આટલું બોલી એ રૂમની બાહર નીકળી ગયો.
"એય...! હવે તો કોઇ મને ન્યૂઝ બતાવો, મારે જાણવું છે અશોકે આપણા ગયા પછી શું ધમાલ કરી." મહેકે પ્રભાત અને કાજલ સામે જોતા બોલી..
"કાજલ, આને ન્યૂઝ બતાવ નહિતર આ આપણી જાન નહી છોડે." પ્રભાતે સ્માઇલ સાથે કહ્યું..
કાજલે લેપટોપ લાવી મહેકને આપી કહ્યું, "બધી ન્યૂઝ ચેનલ પર અશોક છવાઈ ગયો છે." મહેક એ જોઇ મુશ્કુરાઇ રહી હતી.
"એલી, તમારા મહેનતનું ક્રેડિટ અશોક લઇ રહ્યો છે અને તું મુશ્કુરાઇ રહી છે."
"કાજલ, મારા મુશ્કુરાવાનુ કારણ તું નહી સમજે, મે ક્યાંક વાંચ્યું હતું કે જે સામે દેખાય છે લોકો એને સેલ્યુટ કરે છે. હું પણ આર્મીની ફેન છું. એ બોર્ડર પર પોતાની જિંદગી દે છે એ બધાને દેખાઇ છે. લોકો એની બાહાદુરીની ચર્ચા ફેસબુક / ટિવીટર / વોસ્ટએપ / પર કરે છે. જો કોઇ જવાન શહીદ થસે તો શ્રદ્ધાંજલી આપતી પોસ્ટ મુકશે પણ જાસુસની જીંદગી ગુમનામ હોય છે ! અને મોત પણ ગુમનામ હોય છે.. એક જાસુસ પોતાની જિંદગી દાવ પર લગાવી હજારોની જિંદગી બચાવે છે! પણ એને કોઇ નથી ઓળખતું, એની બહાદુરીને કોઇ નહી બીરદાવે, એની મોત પર કોઇ શ્રદ્ધાંજલી નહી આપે, અરે ક્યારેક તો બીજા દેશમાં જો પકડાઈ જાય તો એના જ લોકો એને ઓળખતા નથી, છતા આ મરજીવા કોઇ પણ અપેક્ષા વગર દેશની સેવા કરે છે.. આ વાત મને યાદ આવી એટલે હું મુશ્કુરાઇ રહી હતી.."
"મહેક, અશોક તારી સાથે વાત કરવા માંગે છે." પ્રભાતે મહેકને ફોન આપતાં કહ્યું....
"હેલ્લો....!" મહેક કોલ રિસિવ કરતા બોલી.
"હાય મેડમ, ન્યૂઝ જોયા.? તમે તો મને હીરો બનાવી દીધો. પણ મને ખબર છે આ ક્રેડિટનો હક્કદાર હું નથી. તમારી ગુપ્તતાનું ધ્યાન મારે રાખવું પડે છે એટલે આજ દુનિયા ભલે મને હિરો સમજે પણ મારી નજરમાં તો તમે બધા હીરો છો.."
"બસ કર ફ્રેન્ડ, ખોટા વખાણ ના કર નહિતર હું ખુશીના મારી પાછી કોમામાં ચાલી જઇશ.!"મહેકે હસતા હસતા કહ્યું...
"હું ખોટા વખાણ નથી કરતો, મેડમ દિલથી કહું છુ. ઓ.કે ફ્રેન્ડ આપણે બધા એક રાહ ના મુશાફીર છીએ કોઇના કોઇ મોળ પર ફરી મળીશું, ગુડ બાય ફ્રેન્ડ" કહી અશોકે કોલ કટ કર્યો.
"ઓ.કે. ફ્રેન્ડસ.! ચાલો કાલથી આઠ દિવસ સુધી બધું ભુલી, મનાલીની મજા લુટીયે.!" મહેકે બધા ફ્રેન્ડસ સામે જોતા કહ્યું..
"કાલની વાત કાલ, અત્યારે તો મને બોવ ભુખ લાગી છે કાલનું કંઇ ખાધું નથી. હવે જો થોડીવાર લગાડી તો મહેકની પાસે મારો પણ બેડ લગાવવો પડશે... પ્રભાતે હસતાં હસતાં કહ્યું...
★★★★★★★★
મહેકે ફ્રેન્ડસ સાથે સાત દિવસ મનાલીમાં એન્જોઇ કર્યા પછી પોતાના ઘરે આવી..
મમ્મી પપ્પાને બધી વાત કરી પોતાના સ્વપ્નને હકીકતમાં બદલવાની રજા માંગી, મમ્મી-પપ્પાએ રજા આપી. બે મહિના પછી મહેક પોતાના સ્વપ્નને હકીકતનું રૂપ આપવા દિલ્લી ટ્રેનિંગ માટે રવાના થઇ.....!!
!!સમાપ્ત!!
મિત્રો મારી આ મહેકની સ્ટોરીને હવે અહીં વિરામ આપું છું. બધા વાંચકોનો દિલથી આભાર ....!!! આપણે જલ્દી પાછા મળીશું એક નવી સ્ટોરી સાથે..
"ભૂમિ"