Mahek - 15 books and stories free download online pdf in Gujarati

મહેક - ભાગ-૧૫

મહેક ભાગ:-૧૫


મહેક અને મનોજ દેખાતા બંધ થાયા એટલે કારમાં બેસતા પ્રભાતે કાજલ સામે જોતા પુછ્યું. "તે દિવ્યા વિશે જાણવામા મહેકની મદદ કરી છે તો મને કહે આ બલા છે કોણ.? એ શું કરે છે.? શું કરવાની છે.?"
"દિવ્યા શું કરે છે, શું કરવાની છે, એ મને ખબર નથી. એ વિશે તો તમારા સર જ કહી શકે. મહેકને મે જેટલી માહિતી હેક કરીને મેળવી આપી હતી એના પરથી એ દિવ્યાનું કેરેક્ટર સમજી ગઇ છે...મને એક વાત સમજાય છે. દિવ્યાને ડ્રગ્સની આડમાં પકડવા પાછળ કોઈ મોટું કારણ તો છે જ..! નહિતર આના પર પહેલેથી શંકા હતી તો અત્યાર સુધી તમારા સરે રાહ કેમ જોઈ.? દિવ્યાની વધું જાણકારી માટે અમે ત્રણ વર્ષ પહેલા દુબઇમાં કરેલ તેના દરેક કાર્યક્રમને જોઇ નાખ્યા હતા. એમાં અમને બે વ્યક્તિ પર શંકા થઈ હતી, તે સતત દિવ્યા આસપાસ જોવા મળતા હતા. એ કોણ હતા એ જાણવા ન મળ્યું પણ એક વાત જાણવા મળી હતી. એ લોકોની મિટિંગ મોટા ભાગે ઇન્ડિયાના મોટા પોલીટીશ્યન અને ઓફિસર સાથે થતી હતી. આથી વધું હું કંઈ જાણતી નથી.."
★★★★★★
આ બાજુ મહેક અને મનોજ મકાનમાં કેમ જવું એ જોઇ રહ્યા હતા...
"મહેક, અહીં તો ચારો તરફ કેમેરા લાગેલા છે. આપણે એક મિનિટમાં પકડાઈ જઇશું.!" મકાનની દિવાલની આડમાં છુપાયને મનોજ આખા મકાન ફરતે નજર કરતાં બોલ્યો..
"ચાલ પાછળની તરફ જોઇએ, ત્યાં કેમેરા છે કે નહી." મહેક મકાનની પાછળના ભાગ તરફ ચાલતા મનોજને પાછળ આવવાનો ઇશારો કર્યો... પછળની તરફ પણ કેમેરા હતા, હવે શું કરવું એવા વિચાર સાથે બન્ને ત્યાં થોડીવાર એમ જ બેસી રહ્યા... "આટલા કેમેરા છે, પણ કોઇ માણસ દેખાતો નથી. એ લોકો માટે આ જગ્યા ખાસ છે એવું મને સમજાય છે. પણ શામાટે..? મનોજ, આપણે એક કામ કરીએ, હું અંદર જઉં છું, તું અહીં જ રહીને મારી રાહ જો. બન્નેને સાથે જવામાં ખતરો છે.! વધું જાણવા માટે થોડું રિસ્ક તો લેવું જ પડશે. મને પાછા આવતા વાર લાગે તો પ્રભાતને જાણ કરી દેજે.." મનોજ, કોઈ દલીલ કરે એ પહેલા મહેક પોતાના મોઢાને સ્કાર્પમાં છુપાવી દિવાલ કુદી ગઈ હતી. અંદર વૃક્ષની આડમાં મકાનની દિવાલ પાસે પહોચી કેમેરાથી પોતાને છુપાવતી મહેક મકાનના મુખ્ય દરવાજા તરફ આગળ વધતી રહી. દરવાજા પાસે પહોચી, દરવાજાને ધીમેથી ધક્કો મારતા ખુલ્લી ગયો. મહેક સતર્ક થઇને વિચરતી હતી 'આટલા કેમેરાથી સજ્જ મકાનમાં કોઈ માણસ કેમ દેખાતો નથી.? આ દરવાજો પણ ખુલ્લો છે.! કંઈક તો ગરબડ લાગે છે.' પરંતું અહીં સુધી આવ્યા પછી, પાછા જવાનું યોગ્ય ન લાગતા મહેક હિમંત કરી મકાનમાં દાખલ થઈ. તે એક વિશાળ હોલ હતો, જે બીલકુલ ખાલી હતો. કોઇ પ્રકારનું ફનીચર ન હતું. હોલમાં પણ કેમેરા હતા.
હવે મહેકને લાગ્યું કે, હું કેમેરામાં તો આવી જ ગઇ છું, જે કોઇ આ મકાનમાં હશે એણે મને જોઇ લીધી હશે એટલે હવે છુપાવાનો કોઇ ફાયદો નથી.
એ લોકોના વારનો સામનો કરવા પુરી રીતે પોતાને તૈયાર કરી મહેક, સામેના દાદર તરફ આગળ વધી. ધીરે-ધીરે દાદર ચડતા ચૌતરફ જોતી મહેક ઉપર પહોચી હતી પણ હજી સુધી માણસ જેવી જાત દેખાઇ ન હતી. ઉપર આવતા મહેકે જોયું, સામે એક લાંબી લોબી હતી. જમણી બાજુમાં બે મોટા દરવાજા હતા. દાબી બાજુમાં પાંચ નાના બારણા હતા.. લોબી જ્યાં પુરી થતી હતી ત્યાં એક કાચનો દરવાજો હતો. મહેક, આગળ-પાછળ જોતી એ કાચના દરવાજા તરફ આગળ વધી... દરવાજા પાસે આવી હેન્ડલ પર હાથ લગાવ્યો તો એ ખુલ્લી ગયો.! હવે મહેકને આશ્ચર્ય થયું હતું. સાવધાનીથી અંદર નજર કરી. અંદર પણ કોઈ ન હતું. સામેની દિવાલ પર ચાર મોટા ટીવી હતા, એની સ્ક્રીન પર આખા મકાનના અંદર-બાહરના દ્રશ્યો દેખાઇ રહ્યા હતા. મહેકને કંઈ સમજાતું નહોતું. આ મકાનમાં કોઇ માણસ કેમ નથી.? આ કોઇ દુશ્મનની ચાલ તો નહી હોયને ? પણ જે હોય તે, અંદર તો આવી જ ગઈ છું તો જે કરવાનું છે એ લોકોને કરવાનું છે હુ શુકામ ચિંતા કરું.!' આવો વિચાર કરી મહેકે અંદરથી દરવાજો લોક કરી સી.સી. ટી.વીનું રેકોર્ડીંગ જોવા બેસી ગઈ. પંદર મિનિટ સુધી જોયા પછી સમજાયુ કે, આ મકાનમાં અત્યારે કોઈ વ્યક્તિ હાજર કેમ નથી. આ આખા મકાનની દેખરેખ કોઇ દુર બેસી કરી રહ્યો હશે. એક ગાર્ડ અહી રહેતો હતો એ અત્યારે પેલા લોકો સાથે ગયો હતો. ટેબલના ખાના તપાસતા મહેકને એક ડાયરી મળી, એ ડાયરીના પન્ના પલટતા-પલટતા મહેકના ચહેરા પર પહેલાં આશ્ચર્ય છવાયું.! પછી હોઠો પર સ્મિત ઉભરી આવ્યું. ડાયરી હતી ત્યાં પાછી મુકી મહેક, ઝડપથી મકાનની બાહર નીકળી, મકાનની દિવાલ કુદી મનોજ પાસે આવી. પ્રભાતને ફોન કર્યો... પ્રભાતનો આવાજ સંભળાતા મહેકે કહ્યું..."જે રસ્તે આવ્યા હતા એ બાજું કાર લઈ ને આવો. અમે બન્ને ચાલતા આગળ જઇએ છીએ." એટલું કહી મહેકે કોલ કટ કર્યો અને મનોજ સાથે રસ્તા તરફ આગળ વધી.
★★★★★
કાર મનાલી તરફ ગતિથી આગળ વધી રહી હતી... મહેકે મોબાઈલ લઇ કેપ્ટન અશોકને કોલ કર્યો... "હલ્લો...!" થોડીવાર પછી અશોકનો આવાજ સંભળાતા મહેક બોલી. "કેપ્ટન તમે મનાલી ક્યારે પહોચશો.?"
"મેડમ, અમે અત્યારે મનાલીમાં જ છીએ. તમારા ફોનની રાહ જોતો હતો."
"ઓ.કે...! હું એક હોટલનું એડ્રેસ sms કરું છું, કલાક પછી ત્યાં આવી જાવ. આપણે અર્જન્ટ એક મિટીંગ કરવાની છે."
"ઓ.કે. મેડમ, હું આવું છું.." 
મહેકે કોલ કટ કરતા મનોજ સામે જોઈને બોલી. "જનક અને પંકજને પણ તમારી હોટલ પર બોલાવી લો.."
"તું એવું તે શું જાણીને આવી છે.? કેમ બધાં ને બોલાવે છે.?" પ્રભાતે ગાડી ચલવતા મિરરમાથી મહેક સામે જોતા પ્રશ્ન કર્યો... પણ મહેકે કોઇ જવાબ ન આપ્યો...
★★★★★★
5:00pm
પ્રભાતના રૂમમાં બધાની નજર મહેક પર હતી...
"ફ્રેન્ડસ આપણો દુશ્મન આપણાથી એક ડગલું આગળ ચાલે છે. આપણી પાસે વધું સમય નથી. એ લોકોની મિટિંગ આજ રાત બાર વાગ્યે થવાની છે.." મહેકે બધાને જાણકારી આપી.
"આપણી જાણકારી પ્રમાણે તો એની મિટિંગ કાલે થવાની હતી તો અચાનક કેમ આજે જ.?
"આપણે એટલે જ પાછળ રહી ગયા છીએ. આપણે વિચારતા હતા કે આપણા પ્લાન પ્રમાણે જ બધું ચાલે છે.  પણ આપણે એના બતાવેલ રસ્તે ચાલતા રહ્યા. આપણે ક્યારેય વિચાર્યું જ નહી કે એ પણ વિચારી શકે છે. આપણી ત્યા જ ભૂલ થઇ ગઈ છે. આપણે અહીં આવ્યા નથી.! આપણને લાવવામાં આવ્યા છે. આપણે બધા એના નીશાના પર છીએ." મહેકે પ્રભાતના સવાલનો જવાબ આપ્યો..
"તને કેમ એવું લાગે છે કે આપણે એના નીશાના પર છીએ ?"
"ખરેખર તમને હજી  સમજાયું નથી કે ન સમજવાનું નાટક કરો છો.?  પહેલું કારણ એના ઘરનો નોકર ગાયબ થયો,  બીજું કારણ એની ફેક્ટ્રીમાં તમારી ફાઇટ, મારું ઓફિસ સળગાવવાનું. ત્રીજું કારણ, એના ખાસ માણસ યાકુબ સાથે ત્રણ દિવસથી સંપર્ક ન થવો. ચોથું કારણ, તમે એની પાછળ છો છતા હજી એનો ફોન ચાલું છે. ના તો નંબર બદલ્યો, ના તો ફોન ઓફ કર્યો છે. આટલું બન્યા પછી પણ કંઈ ન બન્યું હોય તેમ અહી આવી છે. એનો મતલબ સાફ છે કે, મિટિંગ સાથે આપણું કામ તમામ કરી નાખવાની પુરી તૈયારી કરીને આવી છે. કદાચ હજી આપણે એક વાતમાં લક્કી હોય શક્યે.! એને એ ખબર ન હોય કે આર્મી આપણી મદદ કરે છે...! અશોક તમે તમારી ટીમ સાથે પોઝિશન લો અને તમારો જે બેકપ પ્લાન હોય તેને એલર્ટ કરો. જનક, પંકજ તમે બન્ને પેલા મકાન આસપાસ ગોઠવાઈ જાવ. કાજલ બધાને એ મકાનનું લોકેશન sms કરી દે. પ્રભાત-મનોજ તમારે કાજલ સાથે રહેવાનું છે. હું હોટલ, રોયલગાર્ડન જઉં છું. પ્રભાત મે તને પહેલા પણ કહ્યું હતું અને અત્યારે ફરી એકવાર કહ્યું છું. હું સાથે રહું કે ના રહું, આજ મિશનનો ધી.એન્ડ તારે કેપ્ટન અશોક સાથે મળીને કરવાનો છે. હવે કોઈને કંઈ કહેવું હોય તો કહી શકે છે.." મહેકે એક જ શ્વાસમાં બધાને પ્લાન સમજાવતા કહ્યું...
બધા મહેકને તાકતા ચુપ રહ્યા...
"ઓ.કે. તો કોઈના મનમા કોઈ સવાલ નથી એવું હું સમજી લવ છું. તો ચાલો બધા તૈયારી કરો, જરૂરી સામાન સાથે પોઝિશન લઇલો, બેસ્ટ ઓફ લક ફ્રેન્ડસ.." કહી મહેકે બધાને મિટિંગ પુરી કરી જવાની રજા આપી..
★★★★★★
7:pm
કેપ્ટન અશોક પોતાની ટીમને મહેકની વ્યુહ રચના સમજાવી રહ્યો હતો.
"સર.. તમને એવું નથી લાગતું કે મેડમ ઉતાવળમાં કંઈક ભૂલી રહ્યા છે.?" અશોકનો ખાસ સાથી 'અભય રાવતે' પ્રશ્ન કર્યો.
"રાઇટ.. અભય..! મિટિંગમાં મરા મનમાં પણ આવો જ પ્રશ્ન થયો હતો. ઓ.કે. પહેલા તું કહે કે મેડમ શું ભૂલ કરી રહ્યા છે.? જોઈએ આપણે બન્ને એક સરખું વિચારીએ છીએ કે નહીં.."
"સર, મેડમના કહેવા પ્રમાણે એ બધા દુશ્મનની નજરમાં છે તો બધા પર જાનનું જોખમ છે. કદાચ દુશ્મનનો પ્લાન એવો હોય કે બધાને અલગ કરી ખત્મ કરી નાખવા જેથી એ લોકો મિટિગના સ્થળ સુધી પહોંચી શકે નહીં.."
"એકઝેટલી... અભય.. હું પણ આવું જ માની રહ્યો છું. એટલે મે એક પ્લાન બનાવ્યો છે. તું અને સુખવિન્દર એ હોટલ પર નજર રાખો જ્યા પ્રભાત, મનોજ અને કાજલ છે. આપણે જેવું ધારીએ છીએ એવું હશે તો જરૂર કોઈ તેનો પીછો કરશે, જો એવું હોય તો તમારે એને ઠેકાણે પાડવાના છે, પણ સાવધાનીથી. હું મેડમ પાછળ જઈશ બાકી બધા લોકેશન પર પહોચીને પોઝિશન લઈલે.." અશોકે બધાને પ્લાન સમજાવતા કહ્યું.. 
★★★★★★
7:15pm હોટલ રોયલગાર્ડન... 

જ્યારે અશોક પોતાના સાથીઓને પ્લાન સમજાવી રહ્યો હતો ત્યારે મહેક હોટલના ગાર્ડનમાં બેન્ચ પર બેસી વ્યાસ નદીના સૌંદર્યને માણી રહી હતી. મહેક પોતાની રીતે પુરી તૈયારી કરી લીધી હતી ... ટેક્સી ડાઇવર રણવીરને સ્ટેન્ડ પર રહેવાનું કહ્યું હતુ.
અચાનક મોબાઈલની ધ્રુજારીથી મહેકની નજર મોબાઈલ સ્ક્રીન પર પડી. પહેલા જે નંબર પરથી મેસેજ આવતા હતા એજ પ્રાઇવેટ નંબર પરથી આજ પહેલીવાર કોલ આવી રહ્યો હતો.... "હેલ્લો સર." કોલ  રિસિવ કરતા મહેક બોલી... 
"મહેક મુજે અભી પ્રભાત કા મેસેજ મીલા, ક્યાં તુમ આજ રાત કો એટેક કરને વાલે હો..? લેકીન ડ્રગ્સ તો અભી આયા નહી હૈ.."
"સર..! અબ ઉસકી કોઇ જરૂરત નહી હૈ. વેસે ભી ડ્રગ્સ યહી પર નહી આને વાલી. આપ ઉસે બોર્ડર પર હી પકડને કા આદેશ દે દો.."
"ઓ.કે...! જોભી કરો સોચ સમજકર કરના, મેને ઇસ પલ કા બહોત ઇન્તઝાર કીયા હૈ. કોઇ ગલતી મત કરના. મે વહા આ રહા હુ, સુબહ તક પહોચ જાઉંગા... બેસ્ટ ઓફ લક..."
"થેંકયું સર. જય હિન્દ સર.. કહી મહેકે કોલ કટ કર્યો.. થોડીવાર પછી કેપ્ટન અશોકને કોલ કર્યો... બે રિંગ વાગ્યા પછી અશોકનો અવાજ સંભળાયો. " હેલ્લો મડમ, હું તમને જ કોલ કરવાનો હતો. બોલો કંઈ ખાસ છે..?"
"હા, કેપ્ટન, ખાસ છે એટલે જ કોલ કર્યો છે. મને ખબર હતી કે તમે મને કોલ કરશો.! મિટિંગમાં મે તમારા ચહેરા પર મુંજવણના ભાવ જોયા હતા. તમે કંઈક પુછવા માંગતા હતા પણ ચુપ રહ્યા હતા. બોલો શું પુછવું હતું.?"
"મેડમ, તમને એવું નથી લાગતું કે તમે કંઈક ભૂલી રહ્યા હોવ..?"
""ના.. કેપ્ટન, હું કશું ભૂલી નથી. હું તમારા કહેવાનો મતલબ સમજી ગઈ છું. હા.. અમે બધા પુરી રીતે દુશ્મનની જાળમાં ફસાઈ ગયા છીએ એ વાત મે બિલકુલ નજરઅંદાજ નથી કરી પણ મિટિંગમાં મે એ વાત ન કરી મારે ફક્ત તમને એકને જ કહેવું હતું. હવે આગળ શું કરવું એ તમે નક્કી કરો.."
"આપ ચિંતા નકરો, ઓલ રેડી અમે પ્લાન બનાવી લીધો છે. મારા બે ખાસ જવાન પ્રભાતની હોટલ પર નજર રાખશે, હું તમારી પાછળ આવીશ અને મારી બાકીની ટીમ લોકેશન પર જાશે.."
"નહિ કેપ્ટન, તમે તમારી ટીમ સાથે લોકેશન પર જાવ, ત્યાં પંકજ અને જનકને તમારી જરૂર છે. હું દુશ્મનનું ધ્યાન ભટકાવવાનું કામ કરીશ જેથી એમની નજર તમારા પર નપડે. તમે મારી ચિંતા ન કરો હું મારું ધ્યાન રાખી શકું છું.."
"ઓ.કે. મેડમ, બાય.."
"બાય કેપ્ટન.." મહેકે કોલ કટ કરી પાછી વ્યાસ નદીના અનુપમ સોંદર્યને માણતી રહી..
★★★★★★★
આ બાજુ પંકજ અને જનક પેલા મકાન પર નજર રાખવા ગોઠવાઈ ગયા હતા.... કેપ્ટન અશોક પોતાની ટીમને તૈયાર કરી લોકેશન તરફ આગળ વધી રહ્યો હતો.. પ્રભાત, મનોજ અને કાજલ બધાના લોકેશન પર નજર રાખી રહ્યા હતા. અભય અને સુખવિન્દર પ્રભાતની હોટલ પર નજર રાખવા ગોઠવાઈ ગયા હતા. બધું બરાબર ગોઠવાઈ ગયું હતું. શિકાર હાથવા છેટો છે આશાનીથી પકડી શકાશે એવું બધાએ ધારી લીધું હતું પણ કહેવત છે કે 'ધાર્યું ધણીનું થાય' એમજ કંઈક અણધાર્યું થવાનું હતું એની કોઈને કલ્પના પણ ન હતી.!!

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED