Officer Sheldon book and story is written by Ishan shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Officer Sheldon is also popular in જાસૂસી વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઓફિસર શેલ્ડન - નવલકથા
Ishan shah
દ્વારા
ગુજરાતી જાસૂસી વાર્તા
ઓફિસર શેલ્ડન જેકોબ મિલનેર્ટનની સડક ઉપર પોલીસ વેન હંકારી રહ્યા હતા.આજે વાતાવરણ ખૂબ મજાનું હતું હમણાં જ સાધારણ વરસાદના છાંટા પણ આવ્યા હતા. વાતાવરણમાં ઠંડક હતી સાથે જ સાધારણ ધુમ્મસ પણ જણાઈ રહ્યું હતું.ઓફિસર શેલ્ડન વાયરલેસ પર કોઈ સંદેશો આવે તેની રાહ જોઈ રહ્યા હતા. આ તેમની રોજિંદી પ્રક્રિયા હતી જેમાં તેઓ રોજ એકાદ વખત શહેરનું રાઉન્ડ લઈ આવતા. મિલનેર્ટન શહેર એ કેપ ટાઉનની ઉત્તરમાં લગભગ મુખ્ય સીટીથી 11 કિલોમીટરના અંતર પર આવેલું હતું. ખુબ જ સુંદર આ સબ-અર્બ એ કેપ ટાઉનના વિવિધ સબ અર્બમાનું એક હતું. ઓફિસર શેલ્ડન મિલનેર્ટન શહેરના મુખ્ય પોલીસ મથકમાં સિનિયર ઇન્સ્પેક્ટર હતા. ઓફિસર શેલ્ડન લગભગ છેલ્લા 15 વર્ષથી કેપટાઉનમાં કાર્યરત હતા.એક બાહોશ અને ચપળ પોલીસ ઓફિસર તરીકેની તેમની છાપ હતી.
ઓફિસર શેલ્ડન જેકોબ એમની સામે આવનાર એક રહસ્યમયી કેસને ઉકેલવા અથાગ પરિશ્રમ કરે છે ..સત્યની કળીઓ ધીમે ધીમે ખુલતી જાય છે અને એ કેસને વધુને વધુ પેચીદો બનાવતા જાય છે .. અંતિમ સત્ય સુધી ઓફીસર શેલ્ડન કેવી રીતે પહોંચે ...વધુ વાંચોએ આપણે જોઈ ..
માર્ટીન ફોન મૂકે છે..માર્ટીન : સર લિંક રોડ સ્ટ્રીટ, હાઉસ નંબર 12 માંથી ફોન આવ્યો હતો. પોલ નામના વ્યક્તિએ જે કદાચ ઘરનો નોકર હતો તેને ફોન કર્યો હતો. એના મુજબ એનો માલિક ડાર્વિન સ્ટોક્સ મૃત્યુ પામ્યો છે.જે બેડરૂમમા એ ...વધુ વાંચોહતો ત્યાં આગ લાગી હતી અને બધું બળીને ખાખ થઇ ગયું હતુ.અગ્નિશામક કેન્દ્રને ફોન કર્યો હતો તેઓ અત્યારે આગ શાંત કરવાના પ્રયત્નો કરી રહ્યા હતા. પરંતુ કારણકે કોઇકનું અકસ્માતે મૃત્યુ થયું હોવાથી તેમણે પોલીસને જાણ કરવાનું જણાવ્યુ.શેલ્ડન : ચાલો આપણે તપાસ કરીએ કે શું ઘટના થઈ છે.ત્રણેય ઓફિસર પોલીસવાનમાં લિંક રોડ સ્ટ્રીટ પર જવા નીકળ્યા. તેઓ ઝડપથી ત્યાં પહોંચે છે.ઘણા
( આપણે અત્યાર સુધી જોયુ કે ડાર્વિનના બેડરૂમમાં આગ લાગી હતી અને તેમા કદાચ તેનુ મોત થયુ હતુ. ઓફિસર શેલ્ડન અને તેમની ટીમ વધુ તપાસ કરી રહી છે ) હવે આગળ...માર્ટીન : સર ડોક્ટર ફ્રાન્સિસ અહીં જાતે આવી રહ્યા ...વધુ વાંચોતેઓ સ્થળનું અવલોકન કરવા ઈચ્છે છે ત્યારબાદ બોડીને ફોરેન્સિક લેબ લઈ જશે.શેલ્ડન : ઠીક છે ડૉક્ટર આવે એટલે મને જાણ કર ત્યાં સુધી હું ડાર્વિનના ભાઈ સાથે વાત કરુ છુ. હેનરી નોકરને બોલાવ ... ( હેનરી નોકરને લઈ આવે છે .)શેલ્ડન : તું અહીં સૌથી પહેલા કેટલા વાગે આવ્યો હતો ? અને કયા સ્ટોરમાંથી ખરીદી કરવા ગયો હતો ? છેલ્લા થોડા
( ઓફીસર શેલ્ડન અને તેમની ટીમ ડાર્વિનના બેડરૂમમાં લાગેલી આગ અને તેમાં તેના મૃત્યુની તપાસ કરી રહી છે.. હવે વધુ આગળ.. )હેનરી : સર તમને કઈ અજુગતું નથી લાગતું ?શેલ્ડન : કેમ તમને શું અજુગતું લાગ્યું !!! ( ખુરશી ...વધુ વાંચોબેસતા ઓફિસર શેલ્ડન બંને જુનિયર ઓફિસરોને પૂછે છે. બંને જુનીયર ઓફિસર તેમની સામે ખુરશીમાં ગોઠવાઈ જાય છે.)હેનરી : આમ અચાનક કોઈના બેડરૂમમાં આગ લાગે અને તેમાં તેનું મૃત્યુ થાય એ વાત મારા માનવામાં આવતી નથી. જ્યારે આગ લાગી ત્યારે તેને બચવાના કોઇ પ્રયાસ ન કર્યા હોય !! ન એની મદદે કોઈ આવ્યુ. અને વળી ઘરનો નોકર પણ એ જ સમયે
( ડૉક્ટર ફ્રાન્સિસ ડાર્વિન કદાચ આગ લાગતા પહેલા જ મૃત્યુ પામ્યો હોઇ શકે એવુ મંતવ્ય રજૂ કરે છે... હવે વધુ આગળ જોઈએ )શેલ્ડન : ડોકટર આના મૃત્યુ પામ્યાને કેટલો સમય થયો એ ચોક્કસાઈથી કહી શકાશે ? ફ્રાન્સિસ : આ ...વધુ વાંચોએ શક્ય બને નહિ શેલ્ડન. સામાન્યતઃ આપણે Algor mortis ( અલ્ગર મોર્ટીસ ) ઉપરથી અંદાજ લગાવીએ છીએ. તે મુજબ વ્યક્તિ મૃત્યુ પામે પછી દરેક કલાકે શરીર ઠડું પડતુ જાય છે અને તે ઉપરથી એ કેટલા કલાક પહેલા મૃત્યુ પમ્યો હશે એ જાણી શકાય છે . પણ આ કેસમાં બર્ન્સના કારણે એ જાણી શકાયુ નથી.ઓફીસર શેલ્ડન કંઈક વિચારે છે. પછી ડોક્ટરને કહે