( મિસ્ટર ડાર્વિન સ્ટોક્સ જીવતો મળી આવે છે પછી આખો કેસ પલટાઈ જાય છે. બંને જુનિયર ઓફીસર એણે પકડીને પોલીસ મથકે લાવે છે )
હેનરી હાંફતો ઓફિસર શેલ્ડન પાસે આવે છે : સર આ જુઓ તો અમે કોણે લઈ આવ્યા ?
શેલ્ડન : લઈ આવ્યા ડાર્વિનને... ( આટલુ કહીને ઓફિસર શેલ્ડન એક વિજયી સ્મિત આપે છે )
માર્ટીન : એટલે સર તમને પહેલાથી જ આની જાણ હતી ને..
શેલ્ડન : ચાલો એની ચર્ચા પછી કરીશુ પહેલા આ મિસ્ટર ડાર્વિનને તો મળી લઈએ .
( ત્રણેય ઓફિસરો લોકઅપમાં પહોંચે છે . કાચની બારીમાંથી તેઓ મિસ્ટર ડાર્વિનને બેઠેલો જોવે છે. માથુ ઝુકાવીને તે બેઠો હતો )
શેલ્ડન : મિસ્ટર ડાર્વિન સ્ટોક્સ.. સ્વાગત છે આપણુ.. મૃત્યુ પામ્યા પછી વળી પાછા જીવતા થઈને કેવુ લાગી રહ્યુ છે !! આપ સારી રીતે જાણો છો કે અહીંથી બચીને જવાનો હવે કોઈ રસ્તો નથી.મને તો જાણ છે જ તમે શું કર્યુ છે છતાંય હવે બધી ઘટનાઓ તમારા પોતાના મોંથી જણાવો.
ડાર્વિન : મને હજુ પણ વિશ્વાસ નથી થતો કે તમે મારા સુધી પહોંચવામાં સફળ થયા કેવી રીતે ? મેં સંપૂર્ણ ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો હતો !!
શેલ્ડન : દરેક આરોપી તમારા જેવુ જ વિચારે છે અને એજ આત્મવિશ્વાસમાં નાની મોટી ભૂલ કરી જાય છે અને પકડાઈ જાય છે ..
ડાર્વિન : પણ મેં ભૂલ કયાં કરી ? બધુ જ તો સરસ રીતે ગોઠવાઈ ગયુ હતુ !!
માર્ટીન : સર આતો અમને પણ સમજાતુ નથી કે એવો તે કયો પુરાવો આપણાથી છૂટી ગયો હતો !! જેને તમે પાછળથી પકડી શક્યા અને આ મિસ્ટર ડાર્વિન પકડાઈ ગયો ?
શેલ્ડન : તને યાદ છે આના નોકર પોલે તને એક વાર કહ્યુ હતુ કે આ મિસ્ટર ડાર્વિનનો થોડાક મહિના પહેલા અક્સ્માત થયો હતો અને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે એણે લઈ જવામાં આવ્યો હતો.
માર્ટીન : હા સર ત્યાંના ડોકટર સાથે મેં ખુદ વાત કરી હતી અને આનો અક્સ્માત સાચે થયો હતો , તેણે મને આના મેડિકલ રિપોર્ટ પણ આપ્યા હતા. જેનો આપણે પહેલા અભ્યાસ કરી ચૂક્યા હતા અને આપણે કંઇ પણ મળ્યુ ન હતુ !!
શેલ્ડન : એમાં જ આપણે કંઇક ચૂકી ગયા હતા. માર્ટીન એના રીપોર્ટ ઘ્યાનથી જો.આને જ્યારે અક્સ્માત થયો ત્યારે એના ડાબા પગમાં હાડકુ તૂટી ગયુ હતુ અને તેણે જોડવા માટે સાંધાના ડોક્ટરે પ્લેટ નાખી હતી.હવે જે ડેડબોડી આપણે આના ઘરમાંથી મળી એનો ડોકટર ફ્રાન્સિસ સાહેબે પોસ્ટમોર્ટમ સીટી સ્કેન કર્યો હતો. જેમાં કંઇ જ મળ્યુ ન હતુ. જો આના ડાબા પગમાં હાડકુ તૂટી જવાથી પ્લેટ નાખી હોય તો એ આપણે સીટી સ્કેનમાં સ્પષ્ટ જોઈ શકતા હોવા જૉઈએ.પણ એમ થયુ નહિ અને ત્યાં જ મને શક ગયો હતો કે મરનાર વ્યક્તિ મિસ્ટર ડાર્વિન હતો જ નહિ.
હેનરી : ઓહ સર આવુ તો અમે કયારેય જોયુ પણ નહોતુ અને એક સીટી સ્કેનથી આટલો ફાયદો થઈ શકે એ આજે જ સમજાયુ.
શેલ્ડન : મેં તને પહેલા પણ કહ્યુ હતુ એમ હેનરી , સત્ય એ હંમેશા ગાઢ ધુમ્મસની પાછળ સંતાયેલુ હોય છે , જેટલુ જલ્દી એ ધુમ્મસ ખસે એટલુ સ્પષ્ટ બધુ દેખાવા લાગે છે .
ડાર્વિન : એક નાનકડો અક્સ્માત મને આટલો નડશે એની મને આશા ન હતી.
માર્ટીન : સર તો મરનાર વ્યક્તિ હતુ કોણ ?
શેલ્ડન : યાદ છે જ્યારે આપણે આસપાસ પૂછપરછ કરી હતી ત્યારે એક ગેરેજનો મિકેનિક ગાયબ હતો. એ મરનાર વ્યક્તિ એ જ હતી. આજે જ એના ડીએનએ રિપોર્ટ આવ્યા છે જે એની પુષ્ટિ કરે છે.
ડાર્વિન : હા એણે મેં મારા ત્યાં કામ કરવાના બહાને બોલાવ્યો હતો અને પછી એનુ ખૂન કરી મારા બેડરૂમમાં સળગવા માટે મૂકી દીધો. જેથી તમને જયારે લાશ મળે તો એમ જ લાગે કે હું મરી ગયો.
માર્ટીન : તો આ બધુ જ કાવતરુ આનુ જ છે .
શેલ્ડન : ના હજૂ કોઇક છે જેણે આણી મદદ કરી હતી.
હેનરી : સર હવે કોણ બાકી રહયુ ?....
( મિસ્ટર ડાર્વિનના આ કાવતરામાં કોણે એનો સાથ આપ્યો હશે ? એ આપણે જોઇશુ આવતા અંકે....)
વાચકમિત્રો આવનારો ભાગ આ ક્રાઇમ સ્ટોરીનો અંતિમ અધ્યાય રહેશે ..