( મિસ્ટર વિલ્સન સ્ટોક્સ દ્વારા નોકર પોલનુ ખૂન થાય છે. તેથી વિલ્સનની ધરપકડ કરવામાં આવે છે .. હવે વધુ આગળ .... )
પોલીસ મિસ્ટર વિલ્સન સ્ટોક્સને પકડીને પોલીસ મથકે લાવે છે. તેણે હાલમાં કામચલાઉ ધોરણે પોલીસ મથકે બનેલી જેલમાં રાખવામાં આવે છે . તેથી એની વધુ પૂછપછ થઈ શકે.
શેલ્ડન : મિસ્ટર વિલ્સન સ્ટોક્સ.. આપણી આગળ પણ વાત થઈ હતી. જમીન વેચવાના મુદ્દે તમારા પોતાના ભાઇ સાથેના વિવાદ અહીં સૌ જાણે છે. અને એમાં તમારા દ્વારા નોકરની હત્યા થાય પછી અમારે તમારા ઉપર કેસ કેમ ન ચલાવો જોઈએ એનુ કોઈ કારણ બચતુ નથી !!
વિલ્સન : સર... હું સાચે કહુ છુ , મેં એ નોકરની હત્યા કરી નથી. ન મારો એવો કોઈ ઈરાદો હતો . હું માનુ છુ કે ઉશ્કેરાટમાં આવીને અમારા વચ્ચે ઝપાઝપી થઈ પણ મેં એણે નથી માર્યો.
હેનરી : તો ત્યાં ઊભેલા બધા જ સાક્ષીઓ એક સાથે ખોટુ બોલે છે !!! એમ કહેવા માંગો છો તમે ?
વિલ્સન : એ હું નથી જાણતો. પણ ઝપાઝપી દરમ્યાન એ અચાનક જ ફસડાઈ પડ્યો... બની શકે કે એણે કોઈ સ્વાસ્થ્ય સમસ્યા હોય અને એટલે આવુ અચાનક થયુ હોય..
હેનરી : તમારી જાતને બચાવવા માટે હવે તમે બહાના બનાવી રહ્યા છો. સર ત્યાં ઊભેલા દરેક વ્યકિતએ હકીકત જોઇ છે.
શેલ્ડન : ઠીક છે હમણા તો તમે અમારા મહેમાન બનીને અહીં જ રહેશો.
આટલુ કહીને ઓફિસર શેલ્ડન અને તેમની ટીમ બહાર નીકળે છે.શેલ્ડન એમની સિગારેટ સળગાવે છે અને એના કસ લેતા લેતા તેમની ખુરશી ઉપર બેસે છે.
માર્ટિન : સર તમે શું વિચારી રહ્યા છો ?
શેલ્ડન : ખબર નહી માર્ટિન પરંતુ આનુ મોત અચાનક આવી રીતે થઈ ગયુ એ વાત હજી મારા માન્યામાં આવતી નથી.
હેનરી : સર પણ ત્યાં ઊભા રહેલા દરેક વ્યકિતએ આપણે લગભગ આ જ કહ્યુ છે. અને ત્યારે આ બે સિવાય આમની આપસાસ બીજુ કોઈ હતુ નહિ. તો પછી આમાં શંકાને કયાં સ્થાન છે !!?
શેલ્ડન : હેનરી મારુ મન કહી રહ્યુ છે કે આપણે કંઈક તો ચૂકી રહ્યા છે. એક કામ કર આની બોડીને ફોરેન્સિક લેબમાં મોકલી આપ. જોઈએ ડોકટર ફ્રાન્સિસનુ શું કહેવુ છે ? મોતનુ કારણ તો આપણે જાણવુ જ પડશે !!.... અને હા માર્ટિન તુ ઘટના સ્થળે જઈને ફરીથી વ્યવસ્થિત અવલોકન કર. હેનરી એડવોકેટ જયોર્જને પોલીસ મથકે બોલાવી લે. હું એની સાથે વાત કરુ છુ...
યસ સર કહીને બંને જુનિયર ઓફીસર પોતપોતાના કામ માટે નીકળી જાય છે. ઓફિસર શેલ્ડન ઘટનાઓને પોતાના મનમાં ફરી ફરી વાગોળી રહ્યા છે.
એટલામાં એડવોકેટ જયોર્જ ત્યાં આવી પહોંચ્યા. તેઓ ઘણા દુઃખમાં જણાઈ રહ્યા છે. ગંભીર ચેહેરે એ શેલ્ડનની સામે બેસે છે.
શેલ્ડન : તમે જયારે અંદર પ્રવેશ્યા ત્યારે તમે ત્યાં બરાબર શું જોયુ હતુ ? તમે વિલ્સનને એના હાથે કોઈ હથિયાર વડે નોકરને મારતા જોયો હતો ?
જયોર્જ : સર મેં કહ્યુ એમ મેં ઊંચા અવાજે કઈક ઉગ્ર ચર્ચા થઈ રહી હતી એને સાંભળીને હું અંદર ભાગી આવ્યો અને જોયુ તો ત્યાં આ બંને ઝપાઝપી કરી રહ્યા હતા. પણ કોઈ હથિયાર વડે નોકરને માર્યો હોય એમ મેં જોયુ નથી.. પણ કદાચ વિલ્સને ઝપાઝપીમાં આ નોકરને ધક્કો માર્યો હોય અને એમાં એ પડી ગયો હોય અને એ દરમ્યાન એણે વાગ્યુ હોય એમ બની શકે ..
શેલ્ડન : હમમ... તમે એમને રોકવાનો પ્રયત્ન ન કર્યો ?
જયોર્જ : સર મેં બૂમો પાડીને બધાને બોલાવ્યા , અને અમે એમને અલગ કરીએ એ પહેલા જ આવી ઘટના બની ગઈ ... મને અફસોસ છે કે હું હાજર હોવા છતા કંઇ કરી શક્યો નહિ.
શેલ્ડન : હમમ...
જયોર્જ : આ પરિવાર આ કેવી આફત આવી પડી. માંડ એક ભાઈના મોતનો શોક પૂરો નહોતો થયો ત્યાં હવે બીજા ભાઈને પણ સજા થશે..
શેલ્ડન : અને પેલી પોલીસી ....?
જ્યોર્જ : સર એ હવે ચેરીટેબલ ટ્રસ્ટને જશે બધા જ રુપિયા.કારણ કે એમના પિતાના વિલમાં સ્પષ્ટપણે લખેલ છે કે જો એવી કોઈ આકસ્મિક ઘટના થાય જેમાં બંને ભાઈમાંથી કોઈ હાજર ન રહે તો એ રૂપિયા ચેરીટેબલ ટ્રસ્ટને હવાલે કરી દેવા..
શેલ્ડન : એમ છે. ઠીક છે હાલ આપ જઇ શકો છો. જરૂર પડશે તો ફરી બોલાવીશું..
જ્યોર્જ: જી સર...
( તો શું હવે મિસ્ટર વિલ્સને જ નોકરની હત્યા કરી અને એનો જ એના ભાઈના મૃત્યુમાં હાથ હશે એ સાબિત થઈ જશે ? કે આ કેસમાં હજુ કંઇ રોમાંચક વળાંક આવશે !!? વધુ આવતા અંકે...)