(મિસ્ટર વિલ્સન નોકર પોલનુ ખૂન કરી નાખે છે તેવા સમાચાર ઓફિસર શેલ્ડન અને તેમની ટીમને મળે છે હવે કેસમા વધુ આગળ શું થશે તે હવે જોઇએ..)
ત્રણેય ઓફિસર પોલીસવાહનમાં બેસીને ઘટના સ્થળે પહોંચે છે.. ત્યાં પહેલેથી ટોળુ જમા હતુ .એમ લાગી રહ્યું હતું કે ડાર્વિનની મોતની શોકસભા આજે આયોજીત કરવામાં આવી હતી અને તેના કારણે ત્યાં આટલા લોકો હાજર હતા.
ટોળાને હટાવી ત્રણેય ઓફિસર આગળ વધે છે. મિસ્ટર વિલ્સન ત્યાં માથે હાથ દઈને બેઠા હતા. સામે કિચનમાં નોકર જમીન ઉપર ઢળેલી અવસ્થામાં પડ્યો હતો. ઓફિસર શેલ્ડનને જોતા જ એડવોકેટ જયોર્જ તેમની પાસે આવે છે .
જયોર્જ : ઓફિસર મેં જ તમને ફોન કર્યો હતો. નોકર જીવતો હોય એવું મને લાગતું નથી છતા તમે તમારી રીતે જોઈ શકો છો.
શેલ્ડન : હેનરી જો નોકર જીવતો છે કે મરી ગયો છે ?
હેનરી બોડીને વ્યવસ્થિત તપાસે છે. તેના ધબકારા પણ બંધ થઈ ગયા હતા અને શ્વાસોશ્વાસ પણ બંધ હતા.
હેનરી : સર આનુ મોત થઈ ગયું છે.
શેલ્ડન : એડવોકેટ જયોર્જ ઘટના સ્થળે સૌથી પહેલા તમે પહોંચ્યા હતા ?
જયોર્જ : હા સર. આજે ડાર્વિનના મોતના સંદર્ભમાં અમે શોકસભા રાખી હતી.અમે ઘરના બધા જ બહાર બેઠા હતા. અચાનક મને કિચનના ભાગ તરફથી કોઈના લડવાનો અવાજ આવ્યો. તેથી હું અંદર ભાગી આવ્યો અને મેં જ્યારે જોયું ત્યારે આ વિલ્સન અને પોલ એકબીજા સાથે ઝપાઝપી કરી રહ્યા હતા. બંને વચ્ચે કશેક બાબતે ઉગ્ર ચર્ચા થઈ રહી હતી.એટલામાં નોકરને ધક્કો વાગે છે અને તે ત્યાં પછડાય છે. ત્યાર બાદ તે ફરી ઊભો થયો નહિ. શરૂઆતમાં મને એમ લાગ્યું કે એ માત્ર બેભાન થયો છે. પરંતુ ઘણા પ્રયત્નો પછી પણ એ ઊભો ન થતા અમને ફાડ પડી. અને પછી અમે તમને બોલાવ્યા.
શેલ્ડન : બાકીના ઘરના સભ્યો ત્યારે ક્યાં હતા ?
જયોર્જ : આ બંનેને ઝપાઝપી કરતા જોયા એટલે ચીસ પાડીને મેં સૌને પણ અંદર બોલાવી દીધા. આ બધાની સામે જ નોકર પછડાઈ અને જમીન પર ઢળી પડ્યો.
ઓફિસર શેલ્ડને ઘરના અન્ય સભ્યોની પણ પૂછપરછ કરી .લગભગ બધાએ એકસુરમાં સંમતિ પૂરાવી.
શેલ્ડન : મિસ્ટર વિલ્સન.. તમે અમને જણાવી શકશો તમે કેમ આવું કર્યું ?
વિલ્સન થોડીવાર ચૂપચાપ બેસી રહે છે.જાણે શબ્દો એના ગળામાં અટવાઈ ગયા હતા. ઘણુ બધુ કહેવા માંગતો હતો પરંતુ કહી નહોતો શકતો.
હેનરી : ઓ મિસ્ટર. એક તો તમે ખૂન કરીને બેઠા છો. હવે સર જ્યારે પૂછી રહ્યા છે ત્યારે જ ચૂપચાપ બેસી રહેવાથી કંઇ નહીં થાય .ચલો બોલો કેમ એનુ ખૂન કર્યું ?
વિલ્સન : મેં એનુ ખૂન કર્યું નથી. હા માનું છું કે મારી એના સાથે ઝપાઝપી થઇ હતી પરંતુ એને મેં માર્યો નથી.
હેનરી : તમારા સિવાય અહીં બીજું કોઈ હાજર ન હતું. કૃપા કરીને ખોટું બોલીને વાતને ગોળ ગોળ ના ફેરવો.
વિલ્સન : હું ખરેખર સાચું કહું છું.મેં આને માર્યો નથી.
શેલ્ડન : તમે શા માટે કિચનમાં આવ્યા હતા ? અને તમારી આના સાથે કયા બાબતે ઝપાઝપી થઇ હતી ?
વિલ્સન : સર હું તો માત્ર પાણી પીવા માટે કિચનમાં આવ્યો હતો. ત્યાં મને આ મળી ગયો અને આ કોઈપણ પ્રકારના પુરાવા વગર મારા ઉપર તદ્દન ખોટા આરોપો લગાવી રહ્યો હતો.
શેલ્ડન : કેવા આરોપ લગાવ્યા ?
વિલ્સન : એજ જેના વિશે એને તમારા પણ કાન ભંભેર્યા હતા. કે મેં માત્રને માત્ર પૈસા માટે મારા ભાઈની હત્યા કરી દીધી.
માર્ટીન : તો એટલુ કહેવા બદલ તમે એની હત્યા કરી દીધી ? અને એમાં એણે ખોટુ શું કીધું ?
વિલ્સન : મેં મારા ભાઈની હત્યા કરી નથી.ના મેં આની હત્યા કરી છે. હું માનુ છુ કે તેના શબ્દો સાંભળીને હું આવેશમાં આવી ગયો હતો અને અમારી વચ્ચે ઝપાઝપી થઇ હતી. પરંતુ એ અચાનક ઢળી પડ્યો. મેં એના ઉપર એવો કોઈ જાનલેવા હુમલો કર્યો નથી.
હેનરી : સર આ તદ્દન ખોટું બોલી રહ્યો છે. અહીં ઊભેલા બધા જ લોકો એ વાતના સાક્ષી છે કે આને જ નોકરનુ ખૂન કર્યું છે. અને હવે બહાના બનાવી રહયો છે. આની હવે આપણે તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ.
ઓફિસર શેલ્ડન મિસ્ટર વિલ્સનની ધરપકડનો આદેશ બંને જુનિયર ઓફિસરોને આપે છે. મિસ્ટર વિલ્સન સતત બૂમો પાડતો રહે છે કે તેને નોકરની હત્યા કરી નથી. બંને જુનીયર ઓફિસર મિસ્ટર વિલ્સનને પકડીને ત્યાંથી લઈ જાય છે.
( આમ અચાનક મિસ્ટર વિલ્સને નોકરનુ ખૂન કેમ કર્યુ હશે ? શું એ ડાર્વિનના મોતને લગતા કોઈ ભેદ જાણતો હતો !! વધુ આવતા અંકે... )