Nabadi book and story is written by Mittal Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Nabadi is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
નબળી: રાજવીની સંઘર્ષ કથા - નવલકથા
Mittal Shah
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
હજી તો સૂર્ય ઊગ્યાને બહુ વાર થઈ પણ નહોતી એટલે આકાશે કેસરી રંગ ધારણ કર્યો હોય તેવું લાગતું હતું. વાદળછાયું આકાશ, ઠંડો ઠંડો પવન વાતો હતો એવું વાતાવરણ. જાણે એવું લાગે કે પનિહારી કેસરી રંગની ચૂંદડી પહેરીને પાણીના ઘડો લઈને છલકાવતી છલકાવતી આવી રહી ના હોય. અને પાછી એ પનિહારી શરમાઈ ને સંકોચાઈ જાય તેમ સૂરજ પણ વાદળ જોડે સંતાકૂકડી રમી રહ્યો હતો. વાદળમાં છૂપાઈને સૂરજ સંકોચાઈ જતો. ઘડીકમાં બહાર નીકળીને ખીલી ઊઠતો. ટૂંકમાં કહીએ તો સવારનું વાતાવરણ ખુશનુમા હતું.
પ્રસ્તાવના આપણા પ્રાચીન ગ્રંથોમાં સ્ત્રીઓ વિશે એક જાણીતો શ્લોક છે, 'કર્મેષુ મંત્રી, કાર્યેષુ દાસી, ભોજનેષુ માતા, શયનેષુ રંભા ધર્માનુકૂલા, ક્ષમયા ધારિત્રી' આ શ્લોક મુજબ સ્ત્રીના છ રૂપની કલ્પના કરી છે. મંત્રી, દાસી, માતા, રંભા જેવી કે પતિને રીઝવે એવી, ...વધુ વાંચોઅનુકૂળ અને ક્ષમામાં ધરતી જેવી. પહેલાની સ્ત્રીઓ મંત્રી જેવી ચતુર અને કાર્ય દક્ષ, નિર્ણય લેવામાં સક્ષમ અને તટસ્થ રીતે લઈ શકતી એવી. કામ એટલે કે સેવા કરવામાં દાસી એટલે કે કંઈપણ ક્ષોભ વગર કરે એવી. કોઈપણ ને ભોજન કરાવતી વખતે તે માતાની જેમ વહાલ થી કરાવે એવી. રંભા એટલે કે પતિને રિઝવવા માટે રતિ જેવી બનતી. ધર્મકાર્ય માં હંમેશા આગળ
(2) નયનાબહેને કહ્યું કે, "મેં તો ના જ પાડી હતી, પણ આના ભાઈને ઉપાડો આવ્યો અને પોતાનું બાઈક આપી દીધું. બાકી આવી કરમજલી ને તો હાથ-પગ મળ્યા એ જ ઘણું છે." રમેશભાઈએ અણગમો દર્શાવતા બોલ્યા કે, "બકબક કરવાનું રહેવા ...વધુ વાંચોજમી લે મારી જોડે,' રાજવીને કહ્યું કે, "એય કાળમુખી, થાળી પીરસ પહેલાં. ચાલ હવે રોવા ધોવાના નાટક પછી કરજે." રાજવીએ ચૂપચાપ આંખમાં આસું લઈને રસોડામાં જઈને તેમની થાળીઓ પીરસી. એમનું જમવાનું પત્યા પછી રોતી રાજવી જમ્યા વગર પોતાના રૂમમાં જતી રહી. આમ કહી શકાય કે, બહાર કોલેજમાં લેડી ડોન તરીકે ફરતી છોકરી જેવી ઘરના ઝાંપામાં પ્રવેશે એટલે કે પોતાનું બાઈક
(3) લાવણીએ જવાબ આપતાં બોલી કે, "કેમ નહીં, તમારા માતા પિતા મારા માટે માતા પિતા સમાન જ છે." અભિષેક રૂડ અને મક્કમભર્યા અવાજે કહ્યું કે, "સમાન નહીં, પણ માતા પિતા જ છે. એવું માનવું જોઈએ." લાવણીને થોડું અજીબ લાગ્યું ...વધુ વાંચોબોલી કે, "હા, એ તો છે જ. પણ તમને કેવી જીવનસાથી જોઈએ?" તો તેણે જવાબ આપ્યો કે, "જે મારા માતા પિતાની વાત માને, તેમનો આદર કરે, માન રાખે, કાળજી કરે એવી છોકરી જીવનસાથી તરીકે જોઈએ." લાવણીએ ફોડ પાડતાં કહ્યું કે, "આ તો બરાબર છે, પણ તમારી પત્નીમાં તમારે કેવા ગુણો જોઈએ એ વિશે તો વિચાર્યું હશે ને. તે પૂછું છું."
(4) રાજવી અગાસીમાં લાવણીના લગ્નમાં લીધેલા ફોટો જોઈ રહી હતી. ખાસ કરીને તો વનિતા અને નિહાલને એકબીજા સાથે ખુશ જોઈને તે કંઈક વિચારી પણ રહી હતી. એવામાં જ નિહાલ આવ્યો અને ચૂપચાપ પાળી પર બેસીને તેને જોઈ રહ્યો. થોડી ...વધુ વાંચોચૂપકીદી તોડતાં બોલ્યો કે, "રાજુ કયાં ખોવાઈ છે તું? અને શું વિચારે છે?" રાજવી પોતાની જાતને સંભાળીને બોલી કે, "કાંઈ નહીં ભાઈ, બસ એમ જ. મારી વાત છોડ અને આ ફોટો જોઈને કહો કે વનિતા આ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગે છે." કહીને તેનો ફોટો નિહાલ સામે ધરી દીધો. નિહાલે તે ફોટો જોઈને એક મિનિટ માટે મુખ પર ચમક આવી
(5) પપ્પા બોલ્યા કે, "હમણાં જ વેવાઈનો ફોન હતો કે કાલે તમારે કુળદેવી એ જવાનું છે તો અભિષેકકુમાર લેવા આવે છે. અને સાંભળો રમીલા, તમે લાવણીના જવાની તૈયારી કરો અને દીકરી પ્રેમમાં જમાઈની આવભગતની તૈયારી કરવાનું ના ભૂલી જતાં ...વધુ વાંચોઆમ બોલીને તે નીકળી ગયા. અને આ બાજુ લાવણીનું મન ખિન્ન થઈ ગયું." રાજવી પોતાની રૂમમાં લાઈટ ચાલુ બંધ કરે જતી હતી અને એકબાજુ વિચારમાં ખોવાઈ ગયેલી જોઈને નિહાલ તેની જોડે આવ્યો. તેને હલાવીને કહ્યું કે, "શું વાત છે રાજવી? તું તો લાવણીના ઘરે ગઈ હતી તો પછી ત્યાં કાંઈ વાત બની કે શું?" તે બોલી કે, "ના ભાઈ, લાવણી