Operation Chakravyuh 2 book and story is written by Jatin.R.patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Operation Chakravyuh 2 is also popular in રોમાંચક in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - નવલકથા
Jatin.R.patel
દ્વારા
ગુજરાતી રોમાંચક
રૉ ચીફ રાજવીર શેખાવતને પાકિસ્તાનમાં મોજુદ બલવિંદર નામક એક જાસૂસ જોડેથી ગુજરાતમાં થનારા આતંકવાદી હુમલા અંગે જાણકારી મળે છે. આ હુમલાને રોકવા શેખાવત એક સિક્રેટ મિશન તૈયાર કરે છે જેમાં સામેલ થવા તેઓ એસીપી અર્જુન અને માધવ દેસાઈને અમદાવાદ બોલાવે છે, એ મિશનનું નામ રાખવામાં આવે છે ઑપરેશન ચક્રવ્યૂહ.
બલવિંદર સાથે શું થયું હતું અને બલવિંદર ગુજરાતમાં થનારા આતંકવાદી હુમલા અંગે બીજું શું જાણતો હતો એ અંગે માહિતી મેળવવા શેખાવત નગમા નામની રૉ એજન્ટ અને માધવને પાકિસ્તાન જવાનું જણાવે છે. આ હુમલાના તાર ચીનના જિયોન્ગ લોન્ગ ઉર્ફ ડ્રેગન કિંગ નામનાં ડ્રગ ડીલર સાથે જોડાયેલા હોવાની જાણકારી મળી હોવાથી શેખાવત અર્જુન અને નાયકને ચીન મોકલે છે.
સિઝન 1 સંક્ષિપ્તમાં.... રૉ ચીફ રાજવીર શેખાવતને પાકિસ્તાનમાં મોજુદ બલવિંદર નામક એક જાસૂસ જોડેથી ગુજરાતમાં થનારા આતંકવાદી હુમલા અંગે જાણકારી મળે છે. આ હુમલાને રોકવા શેખાવત એક સિક્રેટ મિશન તૈયાર કરે છે જેમાં સામેલ થવા તેઓ એસીપી અર્જુન અને ...વધુ વાંચોદેસાઈને અમદાવાદ બોલાવે છે, એ મિશનનું નામ રાખવામાં આવે છે ઑપરેશન ચક્રવ્યૂહ. બલવિંદર સાથે શું થયું હતું અને બલવિંદર ગુજરાતમાં થનારા આતંકવાદી હુમલા અંગે બીજું શું જાણતો હતો એ અંગે માહિતી મેળવવા શેખાવત નગમા નામની રૉ એજન્ટ અને માધવને પાકિસ્તાન જવાનું જણાવે છે. આ હુમલાના તાર ચીનના જિયોન્ગ લોન્ગ ઉર્ફ ડ્રેગન કિંગ નામનાં ડ્રગ ડીલર સાથે જોડાયેલા હોવાની જાણકારી મળી
ભાગ 2 કવેટાથી દસ કિમી દૂર, ઇન્ડસ હાઇવે, પાકિસ્તાન એજન્ટ નગમા, માધવ દેસાઈ, દિલાવર ખાન અને મુસ્તફા રાવલપિંડીમાંથી સહી-સલામત બહાર નીકળીને કવેટા તરફ અગ્રેસર થઈ ચૂક્યા હતા. કવેટાથી એ લોકો પાકિસ્તાનમાંથી નીકળી ભારત પાછા જવાની યોજના અમલમાં મૂકવાના હતા. ...વધુ વાંચોએ માટે એમનું કવેટા પહોંચવું અત્યંત આવશ્યક હતું. પોતે હવે સુરક્ષિત છે એમ માનતા એ લોકોને અંતરિયાળ રસ્તેથી લઈને મુસ્તફા કવેટાથી નજીક આવી પહોંચ્યો હતો. હવે માત્ર પંદરેક કિલોમીટર જેટલું અંતર બાકી હતું. આ દોડાદોડીમાં નગમા અને માધવ બલવિંદરની ડાયરીમાંથી મળેલા મેઈલ આઈડી અંગે વધુ જાણકારી નહોતા મેળવી શક્યા. વહેલી તકે આ અંગે રૉ ચીફ રાજવીર શેખાવતને જણાવવું જરૂરી હતું
ભાગ 3 હેંગસા આઈલેન્ડ, શાંઘાઈ, ચીન દુબઈના બે માલેતુજાર શેખના વેશમાં અર્જુન અને નાયક આબાદ અભિનય થકી પહેલા ગોંગ, પછી યાંગ લી અને છેલ્લે લોન્ગને છેતરીને પોતાને સોંપવામાં આવેલા મિશનને પૂર્ણ કરી ચૂક્યા હતા. લોન્ગની ડ્રગ્સ ફેક્ટરીથી જેવા એ ...વધુ વાંચોપોતાની હોટલ તરફ જવા અગ્રેસર થયા એ સાથે જ લોન્ગને જાણકારી મળી કે રહેમાની અને હુસેની નામનાં બંને શેખ પોતાને આબાદ રીતે છેતરી ગયા છે. આજસુધી ક્યારેય નહીં છેતરાયેલો લોન્ગ આ વાતથી ભારે ઉશ્કેરાઈ ગયો. એનો ચહેરો તંગ બની ગયો, જેમાં પેદા થયેલા ભાવમાં ગુસ્સો હતો, અકળામણ હતી અને આછેરો ડર પણ હતો; ઈન્ટરપોલ દ્વારા પોતાની ફેક્ટરી સુધી પહોંચી જવાનો
ભાગ 4 કવેટાથી દસ કિલોમીટર દૂર, ઇન્ડસ હાઇવે, પાકિસ્તાન નગમા, માધવ અને દિલાવરને લઈને મુસ્તફા ઈન્ડ્સ હાઈવે તરફ આગળ વધી રહ્યો હતો. પોતે વીસ મિનિટમાં એ લોકોને લઈને કવેટામાં આવેલા એમના ગુપ્ત સ્થાનકે અને ત્યાંથી યોગ્ય સમયે ડૉક્ટર અસદ ...વધુ વાંચોત્યાં પહોંચવાનું હતું. BLAના ગઢ ગણાતા કવેટામાં પોતે અતિ સુરક્ષિત હોવાનું મુસ્તફા અને દિલાવરનું અંગતપણે માનવું હતું. એ લોકો જે સિંગલપટ્ટી રોડ પર આગળ વધતા હતા, એ રસ્તો ઈન્ડ્સ હાઈવેને જ્યાં મળતો ત્યાં ઈકબાલ મસૂદ પોતાના છ આતંકવાદીઓ સાથે હથિયાર સાથે મોજુદ હતો. હમીદના ઘરે શોધખોળ કરનારા અને ક્રિસ્ટ ચર્ચ જોડે પોતાના સાગરીતોને મોતને ઘાટ ઉતારનાર લોકો જોડે બદલો લેવા
ભાગ 5 ચુવાંગજિયાંક્ષુ આઈલેન્ડ, શાંઘાઈ, ચીન શેખના વેશમાં આવેલા અર્જુન અને નાયક પોતાની ફેક્ટરી અંગે બીજા કોઈને માહિતગાર ના કરે એ હેતુથી યાંગ લી પોતાના ત્રણ સાગરીતો લ્યુકી, બોથા અને ટીમ સાથે સ્પીડબોટમાં બેસી હેંગસાથી ચુવાંગજિયાંક્ષુ આઈલેન્ડ ભણી નીકળી ...વધુ વાંચોહતો. જેક નામનો એમનો માણસ અર્જુન અને નાયકને લઈને દરિયાના જે રસ્તે ચુવાંગજિયાંક્ષુ તરફ ગયો હતો એ જ રસ્તે લી આગળ વધી રહ્યો હતો. લી માટે કામ કરતો ડ્યુક નામનો મવાલી ચુવાંગજિયાંક્ષુના પોર્ટ નજીક પોતાના પાંચ હથિયારધારી માણસોને લઈને ગોઠવાઈ ચૂક્યો હતો. લગભગ દસેક મિનિટ બાદ ડ્યુકે હેંગસા તરફથી આવી રહેલી સ્પીડબોટનો અવાજ સાંભળ્યો. દરિયાના પાણીને ચીરીને આગળ વધતી સ્પીડબોટની