Menka - Ek Paheli book and story is written by Sujal B. Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Menka - Ek Paheli is also popular in મહિલા વિશેષ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મેનકા - એક પહેલી - નવલકથા
Sujal B. Patel
દ્વારા
ગુજરાતી મહિલા વિશેષ
અમદાવાદની રહેવાસી મેનકા સિંઘાનિયા... આજનાં સમયની મેનકા....ખુબસુરતીનો ખજાનો... આંખો જાણે કટાર.... નજર તેજ ધાર તલવાર... હોઠ ગુલાબની પાંખડી, તો બોલવાની અદા જાણે ઝરતાં અંગારા, એક નજરથી જ અનેકો ઘાયલ થઈ જાય, ને એનાં મખમલી સ્પર્શથી તો જાણે સામેનો વ્યક્તિ દુનિયામાંથી ઉઠી જ જાય. એનું રૂપ ગમે તેની તપસ્યા ભંગ કરવા પૂરતું હતું.
મેનકા- એક પહેલીખુદની સાથે જ ન્યાય માટે લડતી સુપરસ્ટાર મેનકાની કહાની.જેની આખરે જીત થઈ. અમદાવાદની રહેવાસી મેનકા સિંઘાનિયા... આજનાં સમયની મેનકા....ખુબસુરતીનો ખજાનો... આંખો જાણે કટાર.... નજર તેજ ધાર તલવાર... હોઠ ગુલાબની પાંખડી, તો બોલવાની અદા જાણે ઝરતાં અંગારા, એક ...વધુ વાંચોજ અનેકો ઘાયલ થઈ જાય, ને એનાં મખમલી સ્પર્શથી તો જાણે સામેનો વ્યક્તિ દુનિયામાંથી ઉઠી જ જાય. એનું રૂપ ગમે તેની તપસ્યા ભંગ કરવા પૂરતું હતું. એક છોકરીનું આવું વર્ણન સાંભળીને કોઈ પણ તેનાં પ્રત્યે પાગલ બની જાય. એમાં કંઈ ખોટું નથી. સુંદરતા સાથે કોઈ વ્યક્તિનો જીવ લઈ શકવા સક્ષમ એવી છોકરી માટે તો કોઈ પણ વ્યક્તિ પોતાનો જીવ સામે
મેનકા સવારે ઉઠીને શૂટિંગ પર જવાં તૈયાર થતી હતી. એ સમયે જ તેનાં ઘરનાં દરવાજે કોઈએ દસ્તક દીધી. મેનકાએ ઉભાં થઈને દરવાજો ખોલ્યો. "એય, આ જો તું જે માનવ મહેતાની ફિલ્મની હિરોઈન હતી ને...એ માનવ મહેતાનું કાલ રાતે મર્ડર ...વધુ વાંચોગયું." મેનકાના ઘરની સામે રહેતી અંજલીએ આવીને કહ્યું. અંજલી મેનકાથી ત્રણ વર્ષ મોટી હતી. તેની પાસે દુનિયાભરની ખબરો રહેતી. મેનકા તેની ઘરે ન્યૂઝ પેપર નાં મંગાવતી. તેનું એકમાત્ર કારણ અંજલી જ હતી. કેમ કે, અંજલી રોજ સવારે જે સનસનીખેજ ખબરો હોય. એ મેનકાને આવીને સંભળાવતી. મેનકાએ અંજલીની વાતનો કોઈ જવાબ નાં આપ્યો. અંજલી પેપર સાથે જ મેનકાના ઘરની અંદર ઘુસી
મેનકાનો હતાશ ચહેરો જોઈને કાર્તિક તેની પાસે બેસી ગયો. તેણે મેનકાને પોતાની છાતી સરસી ચાંપી લીધી. મેનકાની આંખમાંથી એક આંસુ સરકી પડ્યું. જેણે કાર્તિકના શર્ટ પર એક નિશાન છોડી દીધું. "ગરમાગરમ ચા તૈયાર છે. પહેલાં ચા પી લઈએ. પછી ...વધુ વાંચોકરીશું." કેતને ચાનો કપ મેનકાના હાથમાં આપીને કહ્યું. મેનકાએ કેતનના હાથમાંથી ચાનો કપ લઈને એમાંથી એક ઘૂંટ ચા પીધી. કેતન બે કપ જ ચા લઈને આવ્યો હતો. એક પોતાનાં માટે અને એક મેનકા માટે... કાર્તિક માટે ચા ન હતી બની. એ જોઈને મેનકાને નવાઈ લાગી. મેનકા કેતન તરફ જોવાં લાગી. કેતન કાર્તિક તરફ જોવાં લાગ્યો. કાર્તિક કાંઈ પણ બોલ્યાં વગર
મેનકાએ બીજાં લોકોને પણ બોલાવ્યાં હતાં. એ સાંભળીને હિમાંશુને થોડી નવાઈ લાગી. પણ તે મેનકા સાથે કામ કરવાનો હાથમાં આવેલો મોકો હાથમાંથી જવા દેવા માંગતો ન હતો. હિમાંશુ પરાણે ચહેરા પર સ્માઈલ લાવીને, મેનકા જે તરફ ઉભી હતી. એ ...વધુ વાંચોગયો. "બહું સારું કામ કર્યું. બધાંને એકસાથે જ બોલાવીને." હિમાંશુએ અચાનક જ ચહેરા પરનાં હાવભાવ બદલીને કહ્યું. "તો જે ચર્ચા કરવાની છે. એ કરી લઈએ. પછી મારે કામ છે." મેનકાએ ઉતાવળ દર્શાવતાં કહ્યું. મેનકા બધાં લોકો સાથે સેટ પર રહેલી એક ઓફિસની અંદર જતી રહી. હિમાંશુ પણ પોતાની કિસ્મતને કોસતો બધાં લોકોની પાછળ ગયો. હિમાંશુ બધાંને તેનાં રોલ વિશે સમજાવવા
બારીનો પડદો ઉડતાં જ પવનની એક લહેરખી મેનકાના રૂમની અંદર પ્રવેશી. એ સાથે જ મેનકાની ઉંઘ ખુલી ગઈ. મેનકા આળસ મરડીને પથારીમાં બેઠી થઈ. આલ્બમને ફરી કબાટમાં મૂકીને, બેડ પરની ચાદર સરખી કરીને તે નહાવા જતી રહી. ભીનાં વાળમાં ...વધુ વાંચોલપેટીને મેનકા બાથરૂમની બહાર નીકળી. એ સાથે જ ઘરનાં દરવાજે કોઈએ બેલ વગાડી. સવાર સવારમાં કોણ આવ્યું હશે. એમ વિચારી મેનકા દરવાજો ખોલવા ગઈ. દરવાજો ખુલતાં જ સામે મેનકાની ઘરે કામ કરવાં આવતી. એ કામવાળી બાઈ ઉભી હતી. "અરે, માલતિ તું આવી ગઈ!? તું તો બે દિવસ પછી આવવાની હતી ને??" મેનકાએ માલતિને જોઈને ખુશ થતાં પૂછ્યું. "હાં, આવવાની તો