Menka - Ek Paheli - 11 books and stories free download online pdf in Gujarati

મેનકા - એક પહેલી - 11




પંદર દિવસ પછી....

આજે ફિલ્મ રિલીઝ થવાની હતી. મેનકા ત્યાં જવા માટે તૈયાર થઈ રહી હતી. બ્લેક કલરનુ ફ્રોક, બ્લેક નેકલેસ, બ્લેક હિલ્સ અને બ્લેક ઘડિયાળ પહેરીને મેનકાએ તેમાં સમય ચેક કર્યો. આઠ વાગી ગયાં હતાં. મેનકા તરત જ પોતાનું પર્સ લઈને ઘરની બહાર ભાગી.

આજે મેનકા માટે સૌથી મોટી ખુશીનો દિવસ હતો. જે તેનાં ચહેરા પર નજર આવતું હતું. આજે તેની ખુબસુરતીમા ચાર ચાંદ લાગી ગયાં હતાં. જેનું તેનાં રૂપની સાથે એક બીજું કારણ તેનાં ચહેરા પરની મોટી સ્માઈલ હતી.

મેનકાએ સી.જી. રોડ પર આવેલાં ટાઈમ સિનેમા થિયેટરની સામે કાર ઉભી રાખી. કારનો દરવાજો ખોલીને મેનકા જેવી બહાર નીકળી. એવી જ તેને રિપોર્ટરો અને તેનાં ચાહકવર્ગે ઘેરી લીધી. જે જોતાં જ સિક્યોરિટી ગાર્ડસ્ મેનકાની પાસે આવી પહોંચ્યા. તે બધાંને મેનકાની નજીક જતાં રોકવા લાગ્યાં.

"એક મિનિટ...આજે તેને નાં રોકો. તેમને તેમનાં સવાલના જવાબ જાણવાં દો." મેનકાએ સિક્યોરિટી ગાર્ડને રોકતાં કહ્યું.

મેનકાની વાત સાંભળીને સિક્યોરિટી ગાર્ડ દૂર જતાં રહ્યાં. મેનકાએ ખૂબ જ પ્રેમ અને શાંતિથી રિપોર્ટરો અને તેનાં ચાહકવર્ગને સંભાળી લીધો. પછી તે થિયેટરની અંદર ગઈ. બધાં લોકોનાં મોંઢે બસ મેનકાના જ વખાણ થતાં હતાં. તેનાં રૂપ અને એક્ટિંગના કરોડો લોકો દિવાના હતાં.

મેનકા થિયેટરની અંદર પહોંચી. એવી જ ફિલ્મ શરૂ થઈ ગઈ. મેનકા પોતાની જ ફિલ્મ જોવામાં સંપૂર્ણપણે મશગુલ થઈ ગઈ હતી.

"ઘરે એક નાની એવી પાર્ટી રાખી છે. માત્ર ફિલ્મમાં કામ કરતાં કિરદારો માટે...તો હવે ત્યાં જઈએ??" તુષાર ચૌધરીએ મેનકા પાસે જઈને પૂછ્યું.

"સ્યોર...તમે કંઈક વિચાર્યું હોય. તો એ મુજબ કરવું જ પડે." મેનકાએ એક સ્માઈલ સાથે ઉભાં થઈને કહ્યું. એ સાથે જ બધાં લોકો થિયેટરની બહાર નીકળી તુષાર ચૌધરીના ઘર તરફ રવાનાં થયાં.

તુષાર ચૌધરીએ પોતાનું આખું ઘર લાઈટોથી સજાવ્યું હતું. એક ફિલ્મ રિલીઝ થવાની એટલી બધી ખુશી જોઈને બધાંને થોડી નવાઈ લાગી. છતાં બધાં કોઈ પણ પ્રકારનાં સવાલ વગર અંદર ગયાં. અંદર જમવાનું, બિયર, સોફ્ટ ડ્રિન્કસ્ બધી વસ્તુઓનું અરેન્જમેન્ટ હતું.

મેનકા મધુરિમા સાથે અંદર ગઈ. બધાં પોતપોતાની રીતે પાર્ટી એન્જોય કરવા લાગ્યાં. મેનકા મધુરિમા સાથે એક તરફ ઉભી રહીને બધું જોવાં લાગી. એ સમયે હિતેશ પણ એ બંને પાસે પહોંચી ગયો. ત્યારે મધુરિમા બધાં સાથે ડાન્સ કરવા જતી રહી.

"તને અનંત સર બોલાવે છે." અચાનક જ તુષારે આવીને હિતેશને કહ્યું. હિતેશ એક મિનિટમાં આવું એવો ઈશારો કરીને જતો રહ્યો. તુષાર મેનકાની બાજુમાં ઉભો રહી ગયો.

"તારાં માટે એક સરપ્રાઈઝ છે. મારી સાથે મારાં રૂમમાં આવીશ??" તુષારે જમણો હાથ લંબાવીને ફોર્માલીટી કરતાં મેનકાને પૂછ્યું.

મેનકાએ કોઈ પણ સવાલ વગર પોતાનો હાથ તુષારના હાથમાં મૂકી દીધો. એ તુષારના રૂમમાં જવાં માટે તુષારનો હાથ પકડી સીડીઓ ચડવા લાગી.

"સર, તમે મને બોલાવ્યો??" હિતેશે અનંત જાદવ પાસે જઈને પૂછ્યું.

"નાં, મેં તો નથી બોલાવ્યો." અનંત જાદવે સોફ્ટ ડ્રિન્કનો એક ઘૂંટ પીને કહ્યું.

અનંત જાદવની વાત સાંભળી હિતેશ વિચારમાં પડી ગયો. પછી તેને થયું કદાચ તુષારને સમજવામાં કોઈ ભૂલ થઈ હશે. એ તરત જ મેનકા જે તરફ ઉભી હતી. એ તરફ જવા લાગ્યો. પણ મેનકા કે તુષાર કોઈ ત્યાં ન હતું.

"મેનકા મેડમ ક્યાં ગયાં, ખબર છે??" હિતેશે એક વેઈટરને પૂછ્યું.

"એ તુષાર સર સાથે તેનાં રૂમમાં ગયાં." વેઈટરે જવાબ આપ્યો. એ સાથે જ હિતેશ કંઈક વિચારીને તુષારના રૂમ તરફ જવા લાગ્યો.

તુષારના રૂમનો દરવાજો બંધ હતો. હિતેશે દરવાજો નોક કર્યો. દરવાજા પર હાથ મૂકતાં જ દરવાજો ખુલી ગયો. એટલે હિતેશ તરત જ અંદર ગયો. પણ રૂમમાં કોઈ ન હતું. ત્યાં અચાનક જ પાણીનાં નળમાંથી પાણી પડવાનો અવાજ હિતેશના કાને પડ્યો.

"મેનકા, તું અંદર છે??" હિતેશે વોશરૂમના દરવાજાની નજીક જઈને પૂછ્યું. પણ અંદરથી કોઈ અવાજ નાં આવ્યો. હિતેશ દરવાજા પાસે ઉભાં રહીને મેનકાના બહાર આવવાની રાહ જોવા લાગ્યો. પણ અંદરથી નાં તો પાણીનો અવાજ બંધ થયો. નાં તો મેનકા બહાર આવી. હિતેશે કંટાળીને દરવાજે હાથ વડે ટકોરા માર્યા. એ સાથે જ એ દરવાજો પણ ખુલી ગયો. દરવાજો ખુલતાં જ હિતેશ એક કદમ પણ આગળ ચાલી નાં શક્યો. એ દરવાજાનાં ટેકે જ ઉભો રહી ગયો.

"શું થયું?? તું ત્યાં કેમ ઉભો છે??" અચાનક જ રૂમનાં દરવાજે ઉભી રહેલી મેનકાએ હિતેશને પૂછ્યું.

હિતેશ જાણે કાંઈ સાંભળ્યો જ નાં હોય. એમ ભૂત બનીને ઉભો રહ્યો. મેનકા હિતેશ પાસે જવાં આગળ વધી. તેણે હિતેશ પાસે પહોંચીને હિતેશના ખંભે હાથ મૂક્યો. એ સાથે જ હિતેશ ડરી ગયો. તે આંખો ફાડીને મેનકા સામે જોવાં લાગ્યો. તેણે ધ્રુજતાં હાથે આંગળી વડે સામેની તરફ ઈશારો કર્યો. મેનકાએ એ તરફ જોયું. સામેનું દ્રશ્ય જોતાં મેનકાની ચીસ નીકળી ગઈ.

(ક્રમશઃ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED