Menka - Ek Paheli - 7 books and stories free download online pdf in Gujarati

મેનકા - એક પહેલી - 7






વહેલી સવારે મેનકા કેતનની ઘરે પહોંચી ગઈ હતી. કાર્તિક રોજ વહેલી સવારે મોર્નિંગ વોક માટે જતો. જેનાં લીધે તે ઘરે ન હતો. સ્વીટીએ મેના આવી દઈ....મેના આવી દઈ ની બૂમો પાડીને આખું ઘર માથે લીધું હતું.

"સ્વીટી, હવે ચૂપ થઈ જા મારી માઁ...આપણે કાર્તિક આવે એ પહેલાં ઘણી બધી તૈયારી કરવાની છે." કેતને સ્વીટી સામે હાથ જોડીને કહ્યું.

"કેમ?? આજે શું છે??"

"આજે કાર્તિકનો જન્મદિવસ છે. એટલે જ મેનકા તેને સરપ્રાઈઝ આપવા માટે આવી છે."

કાર્તિકનો જન્મદિવસ છે. એ સાંભળી સ્વીટી વધારે ઉછલકૂદ કરવાં લાગી. કેતન તેને શાંત કરાવતો હતો. અને સાથે સાથે મેનકાની તૈયારી કરવામાં પણ મદદ કરતો હતો. મેનકાએ કેતનની મદદથી સાત વાગ્યા સુધીમાં બધી તૈયારી કરી લીધી. મેનકાએ કેકના બદલે ખીર બનાવી હતી.

મેનકાની બધી તૈયારી ખતમ થઈ. એ સાથે જ ઘરનાં દરવાજે કોઈએ બેલ વગાડી. મેનકા દોડીને કાર્તિકના રૂમમાં જતી રહી. કેતને જઈને દરવાજો ખોલ્યો. દરવાજે કાર્તિક હતો. કાર્તિકે દરવાજેથી જ બધી તૈયારી જોઈ લીધી. બધું જોતાંની સાથે જ તેનાં ચહેરા પર સ્માઈલ આવી ગઈ.

"મેનકા આવી છે??" કાર્તિકે તરત જ કેતનને પૂછ્યું. કેતને હાં માં ડોકું ધુણાવ્યું. કાર્તિક સીધો દોડીને તેનાં રૂમમાં ગયો. જ્યાં મેનકા લાલ સાડી પહેરીને ઉભી હતી.

"ઓહ મેના, તે કોલેજનો સમય યાદ અપાવી દીધો." કહેતાં કાર્તિક મેનકાને ગળે વળગી ગયો.

"હવે જલ્દી તૈયાર થઈ જા." મેનકાએ એક શોપિંગ બેગ કાર્તિકના હાથમાં આપીને કહ્યું. કાર્તિક એ બેગ લઈને બાથરૂમમાં ઘુસી ગયો.

મેનકા બહાર જતી રહી. કાર્તિક થોડી વારમાં જ મેનકાએ લાવેલ વ્હાઈટ શર્ટ ઉપર બ્લેક બ્લેઝર પહેરીને બહાર આવ્યો. પછી મેનકાએ કાર્તિકના બ્લેઝરના ખિસ્સામાં લાલ ગુલાબ રાખી દીધું. જે મેનકા તેનાં રૂમની બારી પાસે રહેલાં ગુલાબનાં છોડમાંથી લાવી હતી.

મેનકાએ કાર્તિકને પોતાનાં હાથે ખીર ખવડાવી. કાર્તિકના ચહેરા પર એટલી ખુશી છલકતી હતી, કે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ હતો.

"આ તે બનાવી??" ખીર ખાતાં ખાતાં કાર્તિકે પૂછ્યું. મેનકાએ ડોકું ધુણાવીને હાં પાડી. એ સાથે જ કાર્તિકે બીજી ચમચી ખીર પોતાનાં મોઢામાં મૂકી, ને આહ... શું સ્વાદ છે..!? કરતો કરતો ખીર ખાવાં લાગ્યો.

મેનકા કાર્તિકની બાજુમાં બેસીને કાર્તિકની નાનાં બાળક જેવી હરકતો જોઈને, હસી રહી હતી. કેતન પણ બંનેને એક સાથે જોઈને ખૂબ જ ખુશ હતો.

કાર્તિકે ખીર ખાઈ લીધાં પછી મેનકા કેતનના રૂમમાં ગઈ. જ્યાં તેણે કાર્તિક માટે લાવેલ ગિફ્ટ મૂક્યું હતું. મેનકા એ ગિફ્ટ બોક્ષને નિહાળતી નિહાળતી, ચહેરા પર સ્માઈલ સાથે બહાર આવી. મેનકા બોક્ષ લઈને કાર્તિક સામે ઉભી રહી ગઈ.

"આમાં શું છે??" કાર્તિકે સોફા પરથી ઉભાં થઈને, બોક્ષ તરફ ઈશારો કરીને પૂછ્યું.

મેનકાએ જવાબ આપવાને બદલે સીધું બોક્ષ જ ખોલ્યું. જેની અંદર એક પ્લેટિનમની રિંગ હતી. મેનકાએ એ રીંગ પોતાનાં હાથે કાર્તિકને પહેરાવી. એ ક્ષણ કાર્તિક માટે સૌથી યાદગાર ક્ષણ બની ગઈ.

મેનકાએ રીંગ પહેરાવ્યાં પછી કાર્તિક પોતાનાં રૂમમાં જતો રહ્યો. એ પણ તેનાં રૂમમાંથી એક બોક્ષ લઈને આવ્યો. જેમાં એક ડાયમંડ રિંગ હતી.

"આ મેં તારાં જન્મદિવસ પર લીધી હતી. પણ ત્યારે હું તને નાં મળી શક્યો. કેમ કે, તે મને મળવાં આવવાની નાં પાડી હતી. પછી જ્યારે મેં તારી સામે એક દિવસ સગાઈની વાત કરી. ત્યારે તે હજું વાર છે, એમ કહી દીધું. એટલે મેં આ રિંગ સાચવીને મૂકી દીધી હતી. પણ કદાચ આજે આ તને પહેરાવવાનો સમય આવી ગયો છે." કાર્તિક ભાવુક થઈને કહ્યું.

કાર્તિકની વાત સાંભળીને મેનકાએ પોતાનો ડાબો હાથ કાર્તિક સામે લંબાવ્યો. એ સાથે જ કાર્તિકના ચહેરા પર ખુશીની એક લહેરખી દોડી ગઈ. કાર્તિકે એ બોક્ષમાંથી રિંગ કાઢીને મેનકાને પહેરાવી દીધી.

કાર્તિકનો જન્મદિવસ ખૂબ જ યાદગાર બની ગયો હતો. મેનકાએ એક વર્ષ પહેલાનું કાર્તિકનુ સપનું તેનાં જન્મદિવસના દિવસે પૂરૂં કર્યું હતું. જે વાતથી કાર્તિક ખૂબ જ ખુશ હતો.

મેનકા આખો દિવસ કાર્તિક સાથે જ રહી. કાર્તિકની સાથે સાથે સ્વીટી અને કેતન પણ ખૂબ જ ખુશ હતાં. આખો દિવસ ઘરમાં સ્વીટી અને મેનકાના હસવાના અવાજો જ સંભળાતાં રહ્યાં. પણ રાતે જ્યારે મેનકાનો જવાનો સમય થયો. ત્યારે બધાં ફરી ઉદાસ થઈ ગયાં.

"આ વખતે જવાં માટે નથી જતી. ફરી આવવાં માટે જાવ છું. હવે આપણાં મિલનમાં બહું ઓછો સમય રહ્યો છે." મેનકાએ કાર્તિકના ગાલ પર હાથ રાખીને કહ્યું.

મેનકા જતાં જતાં એક પહેલી છોડતી ગઈ હતી. કેમ કે, તે ફરી ક્યારે આવશે?? ક્યારે શું કરશે?? એ કોઈને જાણ નાં રહેતી.

મેનકાના ગયાં પછી ઘરમાં ફરી સુનકાર વ્યાપી ગયો. કાર્તિક પોતાનાં રૂમમાં જઈને રિંગ જોવાં લાગ્યો. એ જોતાં જ તેની આંખમાંથી એક આંસુ સરકી પડ્યું.

મેનકા પોતાની ઘરે પહોંચી. ત્યારે માલતિ ઘરની સફાઈ કરતી હતી. મેનકાને આવેલી જોઈ તે તેનાં માટે પાણીનો ગ્લાસ લઈને આવી. મેનકાએ એક ઘૂંટ પાણી પીને ગ્લાસ ફરી માલતિને આપી દીધો.

"તું હજું સુધી ઘરે નથી ગઈ??" મેનકાએ માલતિને પૂછ્યું.

"નહીં, થોડું કામ હતું. તો થયું કરીને જ જાવ." માલતિએ કિચનમાં બધો સામાન ગોઠવતાં ગોઠવતાં મેનકાના સવાલનો જવાબ આપ્યો.

મેનકાએ કિચનમાં જઈને માલતિના હાથમાંથી બરણી લઈ લીધી. અને જાતે જ બધી વસ્તુઓ ગોઠવવાં લાગી. માલતિ એક તરફ ઉભી રહી ગઈ.

"તું હવે ઘરે જા. હું બધું કરી લઈશ." મેનકાએ માલતિને હૂકમ કરતાં કહ્યું.

મેનકાના હૂકમ આગળ માલતિનુ કાંઈ ચાલતું નહીં. આથી માલતિ આગળ ચર્ચા કર્યા વગર જ જતી રહી. મેનકાએ માલતિના ગયાં પછી કિચનનો બધો સામાન ગોઠવી દીધો.

મેનકાને ઘર શણગારવું અને સાફ સફાઈ કરવી ખૂબ જ પસંદ હતી. પણ સમયનાં અભાવે તે ક્યારેય એકલાં હાથે કાંઈ કરી નાં શકતી. પણ તે અવારનવાર માલતિની મદદ જરૂર કરતી. આવતીકાલે ૩૧ ડિસેમ્બર હતી. એ સાથે જ સવારેથી મેનકાનુ શુટિંગ પણ શરૂ થવાનું હતું.

મેનકા બધો સામાન ગોઠવીને પોતાનાં રૂમમાં ગઈ. રૂમમાં જઈને ચેન્જ કરી નેટનું પારદર્શક વ્હાઈટ કલરનુ નાઈટ ગાઉન પહેરીને મેનકા બેડ પર સૂતી. એ ગાઉનમાંથી મેનકાના અંગો બહારની તરફ ડોકિયાં કરી રહ્યાં હતાં. માખણ જેવી મુલાયમ ત્વચાને નેટનું ગાઉન છુપાવવા મથતું હતું. પણ એ તેમાં નાકામયાબ જતું હતું.

મેનકા સૂવા માટે લાઈટ બંધ કરવાં જતી હતી. એ સમયે જ તેનાં મોબાઈલમાં રિંગ વાગી. મેનકાએ મોબાઈલ લઈને સ્ક્રીન પર જોયું. તો અનંત જાદવનો કોલ હતો. મેનકાએ તરત જ કોલ રિસીવ કર્યો.

"કાલેથી શુટિંગ શરૂ થવાનું છે. સાથે જ રાતે ૩૧ ડિસેમ્બરની પાર્ટી પણ રાખી છે. તો સવારે શુટિંગ પર વહેલાં પહોંચી જાજો." અનંત જાદવે સીધું જ પોતાની વાતનું તીર છોડ્યું. ખરેખર એ શબ્દો અનંત જાદવના ન હતાં. એ બધું હિમાંશુના કહેવાથી અનંત જાદવ બોલી રહ્યાં હતાં.

"ઓકે, હું સવારે શુટિંગ પર સમયસર પહોંચી જઈશ." મેનકાએ ટૂંકમાં જ વાત પતાવીને કોલ કટ કરી નાખ્યો.

મેનકા સાથે વાત કર્યા પછી અનંત જાદવે હિમાંશુને એક મેસેજ મોકલી દીધો. હિમાંશુ એ મેસેજ વાંચીને હરખાતો રહ્યો. પાર્ટી પણ તેણે જ પ્લાન કરી હતી. પણ મેનકાએ તેનો કોલ રિસીવ કર્યો ન હતો. એટલે પાર્ટીની વાત મેનકા સુધી પહોંચાડવા તેણે અનંત જાદવનો સહારો‌ લીધો હતો.

"કાલ રાતે આપણું કામ થઈ જાશે." હિમાંશુએ તેનાં મિત્રોને ખુશ થતાં થતાં કહ્યું. હિમાંશુની વાત સાંભળીને બધાં મિત્રો રાડારાડી કરવાં લાગ્યાં.


(ક્રમશઃ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED