Menka - Ek Paheli - 8 books and stories free download online pdf in Gujarati

મેનકા - એક પહેલી - 8






સવારે આઠ વાગ્યે મેનકા શૂટિંગ પર જવાં માટે તૈયાર થતી હતી. વ્હાઈટ કલરનો શોર્ટ કુર્તો, નીચે બ્લૂ ફંકી જીન્સ અને મરૂન બાંધણીનો દુપટ્ટો નાંખીને મેનકા પોતાનું પર્સ લઈને રૂમની બહાર નીકળી.

માલતિએ તેનાં માટે નાસ્તો તૈયાર રાખ્યો હતો. પણ મેનકાએ માત્ર કોફીનો કપ જ લીધો. નાસ્તાની પ્લેટ તેણે કિચનમાં જ રાખી દીધી

"મેડમ, નાસ્તો??" માલતિએ બહાર ડાઇનિંગ ટેબલ પર બેઠેલી મેનકા સામે કિચનમાંથી જ નાસ્તાની પ્લેટ ઉંચી કરીને પૂછ્યું.

"નાસ્તો નહીં. મોડું થઈ ગયું છે." કહેતાં મેનકા કોફીનો ખાલી કપ ટેબલ પર મૂકીને દરવાજો ચીરીને બહાર નીકળી ગઈ.

મેનકા સેટ પર પહોંચી. ત્યારે બધાં આવી ગયાં હતાં. પણ હિમાંશુએ શુટિંગ શરૂ ન હતી કરી. પહેલાં લીડ રોલનુ શૂટ જ હતું. છતાંય હિમાંશુ મેનકાની રાહ જોઈને બેઠો હતો. બધાં લોકોનો મૂડ ખરાબ જણાતો હતો.

"શું થયું?? શુટિંગ શરૂ કેમ નથી થયું?? તમે લોકો આમ ચાર દિવસથી સૂતાં નાં હોય. એમ કેમ ઉભાં છો??" મેનકાએ બધાં ઉભાં હતાં. એ તરફ જઈને પૂછ્યું.

"બસ તમારી જ રાહ હતી. આ લોકોને સ્ક્રીપ્ટમા ફેરફારો કર્યા. એ મંજૂર નથી. તો તમારો જવાબ જાણવાં માટે તમારી રાહ જોવાતી હતી." હિમાંશુએ હાથમાં સ્ક્રીપ્ટ સાથે મેનકાની તરફ આગળ વધતાં કહ્યું.

"એમાં મારાં એકનાં જવાબથી કોઈ ફરક નહીં પડે. બધાંને જે મંજૂર હોય. એ રીતે જ શુટિંગ આગળ વધારવાનું રહેશે." મેનકાએ બધાં લોકોની સાથે ઉભા રહીને કહ્યું.

મેનકાએ હિમાંશુનો સાથ નાં આપ્યો. એ જોઈને હિમાંશુ થોડો ગુસ્સે થયો. કેમ કે, હિમાંશુએ સ્ક્રીપ્ટમા પોતાનો રોલ પણ ઉમેર્યો હતો. જે મેનકાના સાઈડ લવરનો હતો.

હિમાંશુએ પોતાની જાત પર કાબૂ મેળવીને શુટિંગ શરૂ કરી. મેનકાનો રોલ આવતાં જ હિમાંશુ વારે વારે કટ...કટ...કહીને એક ને એક સીન ત્રણથી ચાર વખત રિપીટ કરાવતો હતો. જે વાતથી હિતેશ ખૂબ જ ગુસ્સે થયો.

"અમારામાં સૌથી વધુ સારું કામ મેનકાનુ જ છે. તો તમે તેનું શૂટ આવતાં જ કટ...કટ...કટ...એમ શાં માટે કરો છો??" હિતેશ કાંઈ બોલે. એ પહેલાં જ મેનકાની મિત્રનો રોલ કરતી મધુરિમાએ હિમાંશુ આગળ સવાલનુ તીર છોડ્યું.

"જો તમે આ રીતે જ મારો વિરોધ કરતાં રહેશો. તો મારાથી શુટિંગ નહીં થાય. તમે બીજે ક્યાંક કોશિશ કરો." હિમાંશુ ગુસ્સે થઈને ખુરશી પરથી ઉભો થઈ ગયો.

"અરે સર, આ બધાં તરફથી હું સોરી કહુ છું. તમે સારું જ કામ કરો છો. હું તમારી સાથે છું." મેનકાએ અચાનક જ હિમાંશુનો હાથ પકડીને કહ્યું. એ સાથે જ હિમાંશુનો બધો ગુસ્સો હવામાં ઓગળી ગયો. તેણે ફરીથી શુટિંગ શરૂ કર્યું. એક દિવસનું કામ પૂરું થતાં હિમાંશુએ પેક અપ કરી દીધું.

મેનકા પોતાનું પર્સ લઈને નીકળવાની તૈયારી કરતી હતી. ત્યારે હિમાંશુ તેની પાસે ગયો. હિતેશ દૂર ઉભો બંને ઉપર નજર રાખી રહ્યો હતો.

"રાતે પાર્ટીમાં જરૂર આવજો. મેં બધાં લોકોને ઇન્વિટેશન આપ્યું છે." હિમાંશુએ ખુશ થઈને કહ્યું.

મેનકા માત્ર આંખો ઝુકાવીને જતી રહી. જ્યાં સુધી મેનકા હિમાંશુને દેખાતી રહી. ત્યાં સુધી હિમાંશુ તેને જતી જોઈ રહ્યો.

હિમાંશુએ પાર્ટી તેની ઘરે રાખી હતી. જેની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી. હિમાંશુ બધી તૈયારીઓ જોઈને તેનાં રૂમમાં ગયો. જ્યાં તેણે પોતાનો રૂમ પણ એક દુલ્હનની માફક સજાવ્યો હતો.

લાલ દિલ આકારની મીણબત્તીઓ, ગુલાબનાં ફૂલ અને નાની નાની લાઈટોથી તેણે રૂમને અલગ જ લૂક આપી દીધો હતો. જે જોઈને હિમાંશુ મનોમન હરખાતો હતો.

બરાબર રાતે આઠના ટકોરે બધાં આવવાં લાગ્યાં. હિમાંશુ બધાંનાં સ્વાગતમાં લાગી ગયો. પણ તેની નજર તો કોઈક બીજાંને જ શોધી રહી હતી. એ સાથે જ એકદમ શરીર સાથે ચોંટેલા લાલ કલરનાં ઢીંચણ સુધીનાં પાર્ટીવેર ડ્રેસ પહેરીને એક પરી જાદવ મેન્શનમા એન્ટર થઈ. જેને જોઈને હિમાંશુની નજર એની ઉપર જ ચોંટી ગઈ. હિમાંશુ દોડીને તેની પાસે ગયો.

"વેલકમ...વેલકમ...મેનકાજી, તમે આવ્યાં તો જાણે મારી પાર્ટીની શાન આવી ગઈ." હિમાંશુએ મેનકાને પોતાની પાર્ટી અને ઘરમાં આવકારતાં કહ્યું.

હાં, એ પરી બીજી કોઈ નહીં. પણ મેનકા જ હતી. જેને હિમાંશુ શોધી રહ્યો હતો. મેનકાના આવતાં જ હિમાંશુ તેની આગળ પાછળ ફરવા લાગ્યો.

"અરે યાર, આમ આગળ પાછળ ફરવાથી કાંઈ નહીં થાય. તેને કાંઈ પણ કરીને બાર વાગ્યા પહેલાં તારાં રૂમ સુધી લઈ જા." હિમાંશુના એક મિત્ર સોહિલે હિમાંશુને મેનકાની પાછળ જતાં અટકાવીને કહ્યું.

"કામ જેટલું સરળ દેખાય છે. એટલું સરળ છે નહીં. એ કોઈ વસ્તુ તો નથી, કે ઉઠાવીને લઈ જાવ. એ મેનકા સિંઘાનિયા છે. જેને સરળતાથી મારાં રૂમ સુધી નાં લઈ જઈ શકાય." હિમાંશુએ દારૂનો ગ્લાસ પ્લેટફોર્મ પર પછાડીને કહ્યું.

"મારી પાસે એક સોલિડ પ્લાન છે." સોહિલે મેનકા તરફ નજર કરીને કહ્યું.

હિમાંશુ સોહિલનો ઈશારો મળતાં જ મેનકા પાસે ગયો. સોહિલે તરત જ એક વેઈટરને કોલ્ડ ડ્રિન્કસથી ભરેલ ટ્રે લઇને મેનકા પાસે મોકલ્યો. વેઈટરે મેનકાની એકદમ નજીક ચાલીને એક કોલ્ડ ડ્રિન્કનો ગ્લાસ મેનકાના ગાઉન પર ઊંધો વાળી દીધો.

"સોરી...સોરી... મેડમ" નોકર એટલું કહીને ઝડપથી જતો રહ્યો.

બાર વાગવામા બસ ત્રીસ જ મિનિટની વાર હતી. હિમાંશુ મેનકા પાછળ બેબાકળો બની ગયો હતો. તે જલ્દી મેનકાને પોતાનાં રૂમમાં લઈ જવાં માંગતો હતો.

"ચાલો હું તમને મારાં રૂમમાં લઈ જાવ. ત્યાં તમે તમારો ડ્રેસ સાફ કરી લેજો." હિમાંશુએ ધીમેથી કહ્યું. મેનકા હિમાંશુ સામે જોઈ રહી. પણ તેણે કોઈ જવાબ નાં આપ્યો. એ સમયે જ હિતેશ મેનકા પાસે આવી પહોંચ્યો.

"આ શું થયું??" હિતેશે મેનકાના ડ્રેસ તરફ જોઈને પૂછયું.

"એક વેઇટરે કોલ્ડ ડ્રિન્કનો ગ્લાસ ભૂલથી મારાં ડ્રેસ પર ઢોળી દીધો." મેનકાએ પોતાનાં રૂમાલ વડે ડ્રેસ સાફ કરતાં કહ્યું.

હિતેશ એક વેઈટરને વોશરૂમનો રસ્તો પૂછીને મેનકાને લઈને જતો રહ્યો. હિમાંશુ એ બંનેને જતાં જોઈ રહ્યો. હિતેશે હિમાંશુના બધાં અરમાનો ઉપર કોલ્ડ ડ્રિન્ક ઢોળી દીધી હતી. જે તેની આંખોમાં દેખાતું હતું. એની આંખો ગુસ્સાથી લાલઘૂમ થઈ ગઈ હતી.

બાર વાગવામા પંદર મિનિટ જ બાકી હતી. એ સાથે જ હિમાંશુને હિતેશ આવતો દેખાયો. તે એકલો જ હતો. જેનો મતલબ સાફ હતો, કે મેનકા એકલી જ ઉપર હતી. હિતેશ બીજાં લોકો સાથે વાત કરવામાં વ્યસ્ત થઈ ગયો. એ સાથે જ હિમાંશુ ઉપર જવાં સીડીઓ તરફ ભાગ્યો. ઉપર બધાં રૂમનાં દરવાજા બહારથી બંધ હતાં. માત્ર અનંત જાદવના રૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો. હિમાંશુ તરત જ એ રૂમમાં ઘુસી ગયો. એ સાથે જ બારના ટકોરા પડ્યા.

જાદવ મેન્શનમા નીચે હોલની અંદર બધાં લોકો રાડારાડી કરીને, દારૂનાં ગ્લાસ ટકરાવીને નવું વર્ષ શરૂ થયાનું સેલિબ્રેશન કરી રહ્યાં હતાં. ત્યાં બીજી તરફ હિમાંશુ જાદવ તેનાં ભાઈ અનંત જાદવના રૂમમાં લોહીલુહાણ હાલતમાં નીચે ફર્શ પર પડ્યો હતો.

મેનકા તેનો ડ્રેસ સાફ કરીને હિતેશ પાસે ઉભી હતી. મેનકાને દારૂ પસંદ ન હતો. જેનાં લીધે હિતેશ પણ દારૂ નાં પીતો. બંને બધાંથી અલગ ઉભાં રહીને બીજાં લોકોને સેલિબ્રેશન કરતાં જોઈ રહ્યાં હતાં.

(ક્રમશઃ)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED