Saahas book and story is written by Vandan Raval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Saahas is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
સાહસ - નવલકથા
Vandan Raval
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
સાહસ (અંક 1) સેજલ કોલેજનાના કમ્પાઉંડના ચોકીદારની નાની કેબિન પાસેથી પસાર થઈ ત્યારે પોણા દસમાં પણ હજી બે મિનિટની વાર હતી. આજે તે કૉલેજ ઘણી વહેલી જઈ રહી હતી. હવે તે કૉલેજ તરફ, એટલે કે જમણી તરફ વળી. ચાલવાના કારણે લયબદ્ધ રીતે ડામરના રૉડ પર પડતાં તેના પગલાંનો અવાજ તેને જ સંભળાતો નહોતો કેમ કે તેનાં કાનમાં ઈઅરફોન હતાં. ઈઅરફોનનો સફેદ વાયર સેજલના લાલ ટોપથી જરા છેટો રહીને લસરતો જતો જીન્સ પેન્ટના એક ખીસામાં મૂકેલા મોબાઈલની ટોચ પરના ગોળ સોકેટમાં ઘૂસતો હતો, જે મોબાઈલના અવાજને છાનોમાનો સેજલના કાન સુધી લઈ જતો હતો અને કાનમાં એ સંગીતને વહેતું મૂકી દેતો
સાહસ (અંક 1) સેજલ કોલેજનાના કમ્પાઉંડના ચોકીદારની નાની કેબિન પાસેથી પસાર થઈ ત્યારે પોણા દસમાં પણ હજી બે મિનિટની વાર હતી. આજે તે કૉલેજ ઘણી વહેલી ...વધુ વાંચોરહી હતી. હવે તે કૉલેજ તરફ, એટલે કે જમણી તરફ વળી. ચાલવાના કારણે લયબદ્ધ રીતે ડામરના રૉડ પર પડતાં તેના પગલાંનો અવાજ તેને જ સંભળાતો નહોતો કેમ કે તેનાં કાનમાં ઈઅરફોન હતાં. ઈઅરફોનનો સફેદ વાયર સેજલના લાલ ટોપથી જરા છેટો રહીને લસરતો જતો જીન્સ પેન્ટના એક ખીસામાં મૂકેલા મોબાઈલની ટોચ પરના ગોળ સોકેટમાં ઘૂસતો હતો, જે મોબાઈલના અવાજને છાનોમાનો સેજલના કાન સુધી લઈ જતો હતો અને કાનમાં એ સંગીતને વહેતું મૂકી દેતો
સાહસ (અંક 3) કોલેજમાં પ્રવેશતાવેંત જ સેજલે એક મૃતદેહ જોયો હતો. એ બેભાન થઈ ગઈ હતી. ધવલે એને જગાડી હતી. કલાસની બહાર એક પ્રોફેસર ...વધુ વાંચોશકમંદ રીતે વર્તતા હતા. એમણે રાકેશ અને સચિન સાથે જરા વિચિત્ર વર્તન કર્યું હતું. રાકેશે અને સચિને દોડીને એ પ્રોફેસરને ઓવરટેક કરીને અટકાવ્યા. “ફોન ક્યાં લઈ જાઓ છો, સર?” રાકેશે પૂછ્યું. “અન દિલ્લગી તો આલો!” સચિને કહ્યું- "ઇના વગર માર નઈ ચાલ, સાહેબ." “આ બધી ધમાલ પૂરી થાય પછી લઈ જજે તારો ફોન.” પ્રોફેસરે વ્યગ્રતાથી રાકેશને કહી દીધું. "એવું કેમ,
સાહસ (અંક 4) રાકેશે એનો ફોન (અને સચિનની દિલ્લગી) ઝૂંટવીને ચાલતાં થયેલાં પ્રોફેસર પ્રતાપ ડામોરની પાછળ ચાલવાનું શરૂ કર્યું હતું. રાકેશ પ્રતાપ ડામોરથી પાંચેક ડગલાં પાછળ ચાલી રહ્યો હતો, જેથી તેને કોઈ શક ...વધુ વાંચોપડે કે કોઈક મારો પીછો કરી રહ્યું છે. રાકેશ તેની પાછળ ચાલતો રહ્યો. પ્રોફેસર સીડીઓ ઊતર્યો અને જમણી બાજુ વળ્યો. રાકેશ તેની પાછળ થોડે દૂર ચાલતો રહ્યો. સચિન દોડતો રાકેશની બાજુમાં આવ્યો અને તેની સાથે ચાલવા લાગ્યો. બોલ્યો- “અલ્યા એય રાકલા, શું કર હ તું?” “તું અત્યારે શાંતિ રાખ.” “અલા પણ કે’તો ખરો ભૂડા.” તેણે કહ્યું- “હાવ આવું કરવાનું? કે’વાનુંય નઈ?”
સાહસ (અંક 5) સેજલે અને ધવલે જોયું કે સ્ટ્રેચરમાં મૂકીને લાશને હવે અહીંથી ખસેડાઈ રહી હતી. હવે એ બંનેએ ખૂબ જ સાવચેતીથી કામ લેવાનું હતું. નાનકડી અમથી ભૂલ પણ તેમને માટે મોટી ...વધુ વાંચોઊભી કરી શકે તેમ હતી. પોલીસે હવે અહીંથી પોતાનો જાપ્તો હટાવી લેવાનું શરૂ કર્યું હતું. આ રહસ્ય ઉકેલવા માટે ક્યાંથી શરૂઆત કરવી એ વિશે તે બંને જાતજાતનાં તર્ક લગાડી રહ્યાં હતા. અચાનક કંઈક યાદ આવ્યું હોય તેમ ધવલ બોલ્યો- “આવા કોઈ કેસને ઉકેલવા માટે બનેલી ઘટનાઓ વિશે વધુમાં વધુ ઈન્ફર્મેશન હોવી જોઈએ.” સેજલે તેની બૅગ ખોલીને પેન અને ચોપડો કાઢ્યાં. એ બંને પાસે આ
પૂછપરછ પૂરી થઈ ગઈ હતી અને વૃંદા તેનો ફોન પાછો લઈ આવી હતી. હવે તે આ ચારેયને લઈને કોલેજની બહાર એક નિર્જન જગ્યા પર આવી હતી. એક લીમડા નીચે બેસી શકાય તેવા અલગ અલગ પથ્થરો પર પાંચેય જણાં ગોઠવાયા. ...વધુ વાંચોપંખીઓ પણ તેમની વાત સાંભળવા માટે ચીં-ચીં બંધ કરીને શાંતિથી ડાળીઓની વચ્ચે લપાઈ ગયાં હતાં. સેજલે વૃંદાને પૂછ્યું- “તું આ કોલેજમાં ભણે છે?” “નથી ભણતી.” “એટલે...” કૌશલે ચોખવટ કરવા પૂછ્યું- “ભણતી જ નથી?” “ભણું છું.” વૃંદાએ કહ્યું- “મારી રીતે.” “કોઈ કોલેજ કે સ્કૂલમાં વધુ વ્યવસ્થિત રીતે ભણી શકાય.” કૌશલે કહ્યું.