Saahas - 11 (Last part) books and stories free download online pdf in Gujarati

સાહસ - 11 (સંપૂર્ણ)


એ માણસ જેવો ચપ્પુ લઈને ઊભો થયો કે તરત જ તેના માથામાં મોટો પથરો ઘણા જોરથી ઝીંકાયો.

સચિને બરાબર મોટો પથ્થર શોધ્યો હતો અને બરાબર મોકો જોઈને જોરદાર બળથી માથામાં માર્યો હતો. આ માણસને જબ્બર તમ્મર ચઢ્યાં અને તે લથડ્યો. એ જ સમયે રાકેશે એક મોટો તાર તેના પર નાંખ્યો. હવે કૌશલ અને કૃશાલ પણ ઊભા થયાં. ચારેયે થઈને આને બાંધી દીધો.

બહારથી સેજલ અને ધવલ પણ આવી પહોંચ્યા. સેજલ આ માણસની બાજુમાં બેઠી અને બાકીના પાંચ મિત્રો બેભાન પ્રતાપ ડામોરને અંદર ઊંચકી લાવ્યા. છ મિત્રો ખૂબ ખુશ હતાં. વૃંદાની સૂચનાનું તેમણે બરાબર પાલન કરી જાણ્યું હતું.

*****

સવાર પડી. સોનેરી સૂર્ય ઊગ્યો હતો. આ છ મિત્રો આખી રાત કોલેજમાં જ સૂઈ રહ્યા હતા. છમાંથી કોઈ એક પેલાં બે જણાંની બાજુમાં બેસી રહેતું. કલાક પછી તે મિત્ર બીજાને જગાડીને પોતે સુઈ જતો. આરીતે તેમણે આખી રાત એ બંનેને કેદ કરી રાખ્યા. તેમને ગૌરવપૂર્ણ ઊંઘ આવી હતી.

પોલીસ આવીને તરત ચોંકી ગઈ હતી. કાલે સવારે કેસ આવ્યો હતો અને આજે સવારે ગુનેગારો તેમની સમક્ષ હાજર કરી દીધાં હતાં આ છ મિત્રોએ. પોલીસે એ બંનેની પૂછપરછ કરી ત્યારે છ મિત્રોને વૃંદા પ્રત્યે માન થઈ આવ્યું. વાત આમ હતી-

પ્રતાપ ડામોરને ઘણાં બધાં રૂપિયાની લાલચ આપીને એક નાનકડાં આતંકવાદી સંગઠને ફોડી લીધા હતા. પ્રતાપ ડામોરે થોડા રૂપિયાની લાલચ આપીને ચોકીદારને રાત્રે કોલેજ ખોલી આપવા અને વાત ગુપ્ત રાખવા મનાવી લીધો હતો. પ્રતાપ ડામોર અને પેલો આતંકવાદી રાત્રે બોમ્બ બનાવતાં હતા. ભોળા ચોકીદારને એમ હતું કે સાહેબ એમનું કામ કરતાં હશે. એક વખત તે એમની વાતો સાંભળી ગયો અને તેને ખબર પડી કે કોલેજમાં જ બહુ મોટા બોમ્બ-વિસ્ફોટની યોજના બની રહી હતી. એ ચોકીદારે ધીરજ રાખીને સવારે પોલીસ-સ્ટેશનમાં જઈને વાત કરી હોત તો ઘણું સારું થાત. પણ તે સીધો બાખડી પડ્યો પ્રતાપ ડામોર સાથે. આતંકવાદીએ તેને મોતને ઘાટ ઊતારી દીધો હતો.

વાત રહી રાકેશના મોબાઈલની. એમાં થયું હતું એવું કે અમુક દિવસો પહેલાં રાકેશ અને એના અમુક મિત્રો કોલેજમાં એકબીજાના ફોટા પાડતા હતા. એ જ વખતે બૅકગ્રાઉન્ડમાં પ્રોફેસર પ્રતાપ ડામોર કોલેજના ફોટા પાડતા હતા એ પણ આવી ગયું હતું. આ મિત્રોને ફોટા પાડતાં પ્રોફેસર પ્રતાપ ડામોર જોઈ ગયો હતો અને એના સાયન્ટિફીક ભેજામાં એ વાત આવી ગઈ હતી કે આ એંગલથી પાડેલા ફોટામાં હું પણ આવી જ ગયો હોઈશ. એટલે આ ચોકીદારનું ખૂન થતાં પોલીસથી ગભરાઈ રહેલાં પ્રતાપ ડામોરે રાકેશનો ફોન લઈ લીધો હતો.

તો, આ છ મિત્રોએ સાહસ કર્યું અને કોલેજ એક આતંકવાદી હુમલાથી બચી ગઈ અને આતંકવાદી તથા પ્રોફેસર જેલ ભેગા થયાં હતાં. આ છ મિત્રોનું ‘વીરતા પુરસ્કાર’થી સન્માન કરવામાં આવ્યું ત્યારે ઓડિયન્સમાં વૃંદા પણ બેઠી હતી... ખુશીથી તાડીઓ પાડતી હતી...

(સંપૂર્ણ)
- વંદન રાવલ

નોંધ -

આ કથા વાંચવાની મજા આવી હશે પણ એમાંથી કોઈ સાર્થક વાત મળી નહીં હોય. કેમ કે આ કથા તો મારા મિત્રોની વિનંતીથી એમને પાત્ર તરીકે લઈને લખી હતી - બસ એમ જ! સેજલ, ધવલ, કૌશલ, કૃશાલ, રાકેશ એ સચિન મારા મિત્રોના નામ છે! હા, ઘટના તદ્દન કાલ્પનિક છે!! એટલે, આ કથા બહુ ગંભીરતાથીનથી લખાઈ. મારો લખવાનો હેતુ તો એ જ હોય છે કે સાર્થક સાહિત્યનું સર્જન કરી શકાય. આ કથા એ કેટેગરીમાં નહીં આવે. આ તો એમ જ લખી છે.

'વૃંદા' મારી નવલકથા 'વૈદેહીમાં વૈદેહી'નું પાત્ર છે જેની એક સામાન્ય ઝલક અહીંયા આપે જોઈ. વૈદેહીમાં વૈદેહી નવલકથા માતૃભારતી પર ઉપલબ્ધ છે. પુસ્તકરૂપે વાંચવી હોય તો નવભારત દ્વારા પ્રકાશિત પુસ્તક પણ મળી રહેશે.

આભાર!


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED