Saahas - 4 books and stories free download online pdf in Gujarati

સાહસ - 4

સાહસ (અંક 4)

રાકેશે એનો ફોન (અને સચિનની દિલ્લગી) ઝૂંટવીને ચાલતાં થયેલાં પ્રોફેસર પ્રતાપ ડામોરની પાછળ ચાલવાનું શરૂ કર્યું હતું. રાકેશ પ્રતાપ ડામોરથી પાંચેક ડગલાં પાછળ ચાલી રહ્યો હતો, જેથી તેને કોઈ શક ન પડે કે કોઈક મારો પીછો કરી રહ્યું છે. રાકેશ તેની પાછળ ચાલતો રહ્યો. પ્રોફેસર સીડીઓ ઊતર્યો અને જમણી બાજુ વળ્યો. રાકેશ તેની પાછળ થોડે દૂર ચાલતો રહ્યો. સચિન દોડતો રાકેશની બાજુમાં આવ્યો અને તેની સાથે ચાલવા લાગ્યો. બોલ્યો-

“અલ્યા એય રાકલા, શું કર હ તું?”

“તું અત્યારે શાંતિ રાખ.”

“અલા પણ કે’તો ખરો ભૂડા.” તેણે કહ્યું- “હાવ આવું કરવાનું? કે’વાનુંય નઈ?”

“હું આનો પીછો કરું છું.” રાકેશે જવાબ આપ્યો.

હવે તેઓ પાણીની પરબથી કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ તરફ વળ્યા હતા. રાકેશ એમની પાછળ જ હતો.

“ઈ તો મન દેખાય હે ચંબુ!” સચિન ચીડાયો- “પીછો શું કામ કરે હે એ બોલ!”

“હું કમ સે કમ એ તો જાણી લઉં કે આ ડોબો ક્યાં બેસે છે અને મારો ફોન ક્યાં મૂકે છે.” રાકેશે કહ્યું.

“હા, એ તેં બરાબર કીધું ભઈબંધ.” કહીને સચિન પ્રતાપ ડામોર પર નજર ટેકવીને ચાલતો રહ્યો- "હું ય જોઈ લઉં ન ક મારી પડીકી ખઈ તો નહીં જતો ન આ!"

એ પ્રોફેસર કેમિસ્ટ્રી ડીપાર્ટમન્ટમાં પ્રવેશ્યો. રાકેશ અને સચિન પણ અંદર ગયા. એ બંને એ પ્રોફેસરથી ઘણાં દૂર રહ્યા.

સામેથી બહાર આવતાં બીજાં એક પ્રોફેસરે આ બંનેની સામે જોયું. ઘડીક બંને ગભરાયા પણ એ પ્રોફેસર કોઈ માથાકૂટ કર્યા વિના એમના રસ્તે ચાલતાં થયાં. હવે પ્રતાપ ડામોર જ્યાં બેઠાં અને જે ટેબલના ડ્રૉઅરમાં રાકેશનો ફોન અને સચિનની દિલ્લગી મૂકી એ આ બંનેએ જોઈ લીધું. એ જોવાઈ ગયું એટલે બને તેટલી ઝડપથી બંને ત્યાંથી બહાર નીકળી આવ્યા. એક આછી ગભરામણ બંનેના મનમાંથી બહાર નીકળી ગઈ હતી.

બહુ મોટો પ્રશ્ન એ હતો કે આ ચોકીદારનું ખૂન કર્યું કોણે? કેમ કર્યું? બહુ વધારે લોજિક લગાડતાં વધારે મૂંઝવણ થાય એમ હતું. તર્કવિતર્કમાં અટવાઈ જવાય એવી એ વાત કંઈક આમ હતી -

કાલે સાંજે આખીય કોલેજ બંધ કરીને સહુ કોઈ રવાના થઈ ગયા હતાં. આ ચોકીદાર એકલો કોલેજની બહાર બેઠો હશે. કોલેજ સવારે ખૂલી. નવ નંબરનું થીએટર તો સેજલે જ ખોલ્યું હતું. અંદરથી ચોકીદારની લાશ મળી. આ ભાઈ તો એકલો જ હતો અને કોલેજ આખી રાત બંધ હતી. આને માર્યો કોણે અને ‘બંધ’ કોલેજના નવ નંબરના ‘બંધ’ થીએટરમાં તેની લાશ કેવી રીતે પહોંચી? ચોકીદારને મારી નાંખવાનું કારણ શું? ‘કોણ કરે આવું’, ‘કેમ કરે’ અને ‘કેવી રીતે કરે’ એ પ્રશ્નો ફક્ત પોલીસને જ નહિ, સેજલને, ધવલને, કૃશાલને અને કૌશલને પણ મૂંઝવતાં હતાં.

જોકે, આ પ્રોફેસરનું આવું વિચિત્ર વર્તન હજી પોલીસના ધ્યાનમાં નહોતું આવ્યું. એટલે પ્રોફેસરનો પ્રશ્ન આ છ વિદ્યાર્થીઓ માટે સમસ્યારૂપ હતો. ને અતિશય વિચિત્ર પ્રશ્નતો એ હતો એ પ્રોફેસરે રાકેશનો ફોન કેમ માંગી લીધો હતો?

પણ આ લોકો આ પ્રશ્નોના જવાબ કેવી રીતે મેળવશે? આ લોકો કોઈ ‘વેલ ટ્રેઈન્ડ ડિટેક્ટિવ્સ’ નહોતાં. તેઓ સામાન્ય વિદ્યાર્થીઓ હતાં. વાત એ ખૂનની હતી. કોઈ સામાન્ય રમત રમવાનું સાહસ નહોતું આ. પણ એ યુવાનોમાં સાહસિકતા હતી. એમને તાલાવેલી હતી આ પ્રશ્નોના મૂળ સુધી જવાની. આ રહસ્યને જડમૂળથી ઉખેડી નાખવાની પ્રબળ ઝંખના તરવરાટ કરતી હતી તેમનામાં. તેઓ ગમે તે ભોગે ગમે તેવું ‘સાહસ’ ખેડવા સજ્જ હતાં....
શું કરશે તેઓ હવે? જોખમ બહુ વધારે હતું... છ યુવાનોનો સંકલ્પ દ્રઢ હતો.

શું થશે??

(વધુ આવતા અંકે)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED