Shayar - 19 books and stories free download online pdf in Gujarati

શાયર - પ્રકરણ ૧૯.

શાયર

શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું

પ્રકરણ ૧૯.

ઘાસ ખાવાને દાંત ન જોઈએ

ત્યારે આશા મુંબઈ તો આવી. ને પાંજરાપોળની બેવડી ઓરડીમાં એનાં ઉતારાયે થયા. એના અંતરમાં ભાર વલોપાત હતો ! ગૌતમ - એનો ગૌતમ એના દિદાર કેમ ફરી ગયા હતા ?

આશાને હતું કે ગૌતમને નોકરી કરવાનું મન થયું છે, ભલે એ નોકરી કરી લે. એનું મન જ્યારે કરાર વળશે, ત્યારે એનામાં પોતાપણું તો જાગશે જ. હૈયામાં કવિતા ભરી છે. એ ક્યાં સુધી

પોતાપણું તો જાગશે જ. હૈયામાં કવિતા ભરી છે, એ ક્યાં સુધી દબાઈ રહેશે ? મુંબઈ એ ઉમંગથી આવી હતી. સૂરતની અવહેલનાથી એ હવે ધરાઈ ચૂકી હતી. એનો બાપ જરાયે નમતું આપે એમ ન હતો. ગવરીશંકર પણ હવે આવતો જતો બંધ થયો હતો. ગૌતમ ભાગી ગયો એમ ગામમાં વાતો થતી હતી. ને ભાગેડુ માણસની

જુવાન ઔરત સાથે સંસર્ગ રાખવામાં તો મૂળભારથી જેવાનેય નવાણું ટકાનું જોખમ દેખાતું હતું. સૂરતથી તો એ છૂટી હતી.

મુંબઈ તો વિશાળ નગરી હતી. એમાં હારેલાં માણસને દટાઈ રહેવાની ને જીવતાં માણસને ફાળ ભરવાની બધી સગવડ છે. એટલે મુંબઈનો વાસ ખોટો નહોતો. ગૌતમમાં જીવ છે તો એ ત્યાં ફાળ ભરી શકશે. હજી પણ - પહેલા પરાજય પછી પણ વિજય મેળવી લેવાની જોગવાઈ નથી એમ નથી. ગ્રાંટરોડના સ્ટેશન ઉપર એણે કેવા ગૌતમને જોવાની અભિલાષા રાખી હતી એનો એને પાકો ખ્યાલ ન હતો, પણ જે ગૌતમને એણે જોયો એવા ગૌતમને તો જોવાની એણે જરા સરખીયે તૈયારી પણ નહોતી રાખી. આ અકાળવૄધ્ધ, એક પગે લંગડાતો, દુર્બળ દેહવાળો, મરેલી આંખવાળો માણસ- શું એજ ગૌતમ એજ એનો ગૌતમ. જેની જુવાનીની જ્યોત ઉપર પતંગની જેમ ઝંપલાવવા માટે એણે એના શ્રીમંત બાપનું લાડભર્યું ઘર સદાને માટે તજી દીધું હતું ! એના કપાળમાં નૂર નહોતું. એના વાળમાં સફેદ દોરા પડી ગયા હતા. એનો ચહેરો મૂઠીમાં સમાઈ જાય એવો કરમાઈ ગયો હતો ને એના ઉપર સ્થળે સ્થળે કરચલીઓ પડી હતી. ભર્યુંભાદર્યું ફળ જાણે કરમાઈને સાવ સુકાઈ ગયું હતું. આ તે માણસ હતો કે માણસની કાચરી હતો ? એક શબ્દ બોલ્યા વગર આશા પોતાની ઓરડીએ આવી. ને ગૌતમ પણ એક શબ્દ બોલ્યો નહિ. એ અરધી અંધારી ઓરડીમાં આશા ઊભી રહી. ખૂણામાં એક ચટાઈ જેવું પાથર્યું હતું. એના ઉપર ગૌતમ ભીંતને અઢેલીને બેઠો. એના પગ લાંબા થયા ને એક પગના તળિયામાં બાંધેલા પાટા ઉપર લોહીના ટસિયા ફૂટ્યા હતા. આશા દોડી. ગૌતમના પગ પાસે બેસી ગઈ. તમામ અકળામણો એકસાથે માગ માગતી હોય એમ એનો અવાજ અરધો ચીસ જેવો , અરધો રડવા જેવો થઈ ગયો.

' તમને આ શું થયું છે ? '

ગૌતમે પોતાનો પગ જરા દૂર થઈ લીધો.' અમસ્તું એ તો. મુંબઈની મોજ છે એ તો. '

' શું છે ?'

' પછી વાત કરશું. હમણાં તું જરા નહાઈ ધોઈ લે. તારા માટે મેં જમવાનું તૈયાર કર્યું છે એ પતાવી લે. પછી વાત કરશું. ત્યાં હું ય આટલું લખવાનું પતાવી લઉં. '

' લખવાનું ? ' આશાના અવાજમાં, આંખમાં ચમક આવી ગઈ. 'શુમ લખો છો ? મને વાંચવા દ્યો.'

ગૌતમનું મ્લાન હાસ્ય આશાને તમાચા જેવું લાગ્યું.

' આ લખવામાં મને મજા નહિ આવે. માત્ર દાનેસરી શેઠિયાઓ વાંચીને રાજી થાય એવું છે. '

' શું છે ? જોવા તો દ્યો. '

' લે. જો. પાંજરાપોળનો હિસાબ છે, ને હેવાલ છે.'

' પાંજરાપોળનો ? '

' હાસ્તો. ખોડાઢોર ને ખોડાં માણસને માટે એ આશરો છે. લે તું હવે તારું પતાવી લે. '

ગૌતમના અવાજમાં, ગૌતમના મોઢામાં આશાને કાંઇ ઘણું અપરિચિત લાગતું હતું ઃ શું હતું એ એને તરત સમજાયું પણ નહિ. એના દિદારમાં પણ ભારે ફરક પડી ગયો હતો. એકાએક એનેકપરા સત્યનો ભાસ થયો ને ચીસ જેવા અવાજે એણે પૂછ્યું ઃ ' તમારા દાંત ક્યાં ? '

આશા દોડી. ગૌતમના પગ પાસે બેસી ગઈ. તમામ અકળામણો એકસાથે માગ માગતી હોય એમ એનો અવાજ અરધો ચીસ જેવો , અરધો રડવા જેવો થઈ ગયો.

' તમને આ શું થયું છે ? '

ગૌતમે પોતાનો પગ જરા દૂર થઈ લીધો.' અમસ્તું એ તો. મુંબઈની મોજ છે એ તો. '

' શું છે ?'

' પછી વાત કરશું. હમણાં તું જરા નહાઈ ધોઈ લે. તારા માટે મેં જમવાનું તૈયાર કર્યું છે એ પતાવી લે. પછી વાત કરશું. ત્યાં હું ય આટલું લખવાનું પતાવી લઉં. '

' લખવાનું ? ' આશાના અવાજમાં, આંખમાં ચમક આવી ગઈ. 'શુમ લખો છો ? મને વાંચવા દ્યો.'

ગૌતમનું મ્લાન હાસ્ય આશાને તમાચા જેવું લાગ્યું.

' આ લખવામાં મને મજા નહિ આવે. માત્ર દાનેસરી શેઠિયાઓ વાંચીને રાજી થાય એવું છે. '

' શું છે ? જોવા તો દ્યો. '

' લે. જો. પાંજરાપોળનો હિસાબ છે, ને હેવાલ છે.'

' પાંજરાપોળનો ? '

' હાસ્તો. ખોડાઢોર ને ખોડાં માણસને માટે એ આશરો છે. લે તું હવે તારું પતાવી લે. '

ગૌતમના અવાજમાં, ગૌતમના મોઢામાં આશાને કાંઇ ઘણું અપરિચિત લાગતું હતું ઃ શું હતું એ એને તરત સમજાયું પણ નહિ. એના દિદારમાં પણ ભારે ફરક

પડી ગયો હતો. એકાએક એને કપરા સત્યનો ભાસ થયો ને ચીસ જેવા અવાજે એણે પૂછ્યું ઃ ' તમારા દાંત ક્યાં ? '

' ઘાસ ખાવું એને વળી દાંતની જરૂર શી ?'

' ક્યાં ગયા તમારા દાંત ?'

' તું તારું પતાવી લે ને. વાતો કરવાનો વખત ક્યાં ઓછો છે?'

' ના મારે કાંઈ પતાવવું નથી. તમારા દાંત ક્યાં?'

' મેં પાડી નાખ્યા.'

' પાડી નાખ્યા ? દાંત પાડી નાખ્યા ? શું કામ ? તમારા દાંતમાં તો રોગ નહોતો ? '

' દાંતમાં નહિ પન માથામાં રોગ હતો. ગયો હવે. '

' તમે શું આત કરો છો ? મને કહો તો ખરા કે શું થઈ ગયું ?

'એમાં કહેવા જેવું કાંઇ નથી. કહું છું ને મારા દાંત મેં મારા હાથે પાડી નાખ્યા. બે દિવસ ચોવીસે કલાક દાંતમાં પોથી ભરી રાખી ત્રીજે દિવસે એક સાથે ઢગલો. '

' પણ એમ કરવાનું કાંઈ કારણ ?'

' ઘાસ ખાવું એને દાંતનું કામ શું ? ધાન ખાય એને દાંત જોઈએ. મારે દાંતનું કામ શું ? '

વિકળ ચહેરે આશા ગૌતમ સામે જોઈ રહી. આ શી વાત હતી ? આ શો તરંગ હતો ?

'એમાં તને નવાઈ કેમ લાગે છે ? મારી પાસે પૈસા ન હતા તે હું મુંબઈ ચાલીને આવ્યો. હજી આ પગમાં એનાં એંધાણ છે. એમાં શું ? મુંબઈ આવવું જ હોય ને ટિકિટના પૈસા ન હોય તો ચાલીને

આવવું પડે. બહુ ચાલીએ એટલે પગ તળવાઈ જાય એટલે ચામડી ઊતરી જાય. ચામડી ઊતરી જાય એટલે પાકે પાકે એટલે એમાંથી લોહી નીકળે. કુદરતનો એ કાનૂન છે. એમાં તને નવાઈ કેમ લાગે છે?

' પણ દાંત ? તમારા દાંત?'

'દાંતની વાત પણ એમ. આપ્ણે મોઢામાં પોથી ભરી રાખીએ બે દિવસ. તો ત્રીજે દિવસે દાંત પડી જ જાય. '

' પણ પોથી શું કામ ભરી ?'

' દાંતનું કામ શું ? જેટલી નકામી ચીજ એનો બોજો રાખવો શું કામ ? સૂરદાસે આંખો કેમ ફોડી? એ કાંઇ ગાંડો નહોતો. બહુ ડાહ્યો હતો. એને આંખોનો ખપ ન હતો. મારે દાંતનો ખપ ન હતો.

મેં પાડી નાંખ્યા, બલા ગઈ.'

' કાં તો તમારું ફટકી ગયું છે, ને કાં તો મારું ફટકી ગયું છે. તમે બોલો છો એમાંથી એક વેણ પણ હું સમજતી હોઉં તો મને મારા જ સમ છે !'

' કોઈનું ફટકિ નથી ગયું, ને કોઈનું ફટકવાનું નથી. હું મુંબઈ પહોંચ્યો ને પહોંચતા વેંત મને આ નોકરી જાણે સામે ચાલીને આવી મળી. ત્યાર પછી મેં શહેરમાં સારી નોકરીની ખૂબ તપાસ કરી. ઘણાને મારા જેવો કંગાળ દેખાતો માણસ ભણેલો હોય એ ન સમજાયું, ને ઘણાને ભણેલો માણસ મારા જેવો કંગાળ હોય એ ન સમજાયું. જેને હું કંગાળ લાગ્યો એને ઉઠાઉગીર જેવો લાગ્યો. ને જેને હું ભણેલો લાગ્યો એન કાંઈ ગુનો કરીને નાસભાગ કરનારો લાગ્યો. એટલે નસીબે પાંજરાપોળની નોકરી જ રહી. પછી થયું કે દુનિયા આજકાલ દેખાવથી જ ચાલે છે. ભલામણને લાગવગથી જ ચાલે છે; એટલે પાંજરાપોળની નોકરી પણ ન જાય એટલા માટે મારે દેખાવ પણ પાંજરાપોળ જેવો રાખવો પડે ને ! સારો દુઝણી ગાય કે તંદુરસ્ત બળદ હોય તો એને કોઈ પાંજરાપોળમાં રાખે જ નહિ. પાંજરાપોળમાં રહેવું હોય તો ખોડાં ઢોર જ બનવું પડે, હું ખોડું ઢોર બની ગયો. સમજી એમાં લાંબી વાત જ કાંઈ નથી. તું તારું કામ પતાવી લે ! '

ગૌતમ પોતાના કામ ઉપર બેઠો. પાંજરાપોળમાં હજારના, સોનાં, પચ્ચીસનાં, દશનાં દાન આપનારા દાનવીર શેઠોની તારીફની શ્રેણી નક્કી કરવાના કામમાં પરોવાયો. ને જાન જાણે નીકળીને હમણાં બહાર આવશે એવી ગભરામણ અનુભવતી આશા ગૌતમ સાથે વાતો કરવામાં તરત કાંઇ અર્થ સરવાનો નથી એમ સમજી પોતાના કામમાં પરોવાઈ.

જેમ જેમ ગભરામણ ચળાતી ગઈ તેમ તેમ આશાને સૂઝવા માંડયું. આ હાદ અને માંસના પિંડમાં જીવ સદંતર નવેસરથી જ પૂરવાનો રહેશે એમ એને લાગ્યું. ગૌતમને ધીમે ધીમે બીજી વાતોમાં રસ લેતો કરવો જોઈએ એમ એને લાગ્યું. આખો દિવસ એણે ઓરડી સાફ કરી, સ્વચ્છ કરી.

સાંજે આશાએ કહ્યું ઃ ' ચાલોને, આપણે આજ ચોપાટી ફરવા જઈએ. '

' ચોપાટી ને આ ઘરમાં ફેર શો છે ? માની લે કે આ ઓરડી મોટી છે. માની લે એને છાપરું નથી. માની લે એના એક ખૂણે દરિયો છે. ને માની લે કેટલાય નવરા માણસો પોતાનુ રોજનું કામ

પૂરું કરવાને બદલે સમય ગાળવાને રખડવા આવ્યા છે. માની લે કે એવા બેવકૂફોના ગજવામાંથી નાણાં પડાવવાને કંઈક જાતનું ખાવાનું વેચનારા ધુતારાઓ આંટા મારે છે. આ થઈ ચોપાટી

. ચોપાટીમાં જોવાનું શું છે ?'

' પાંચ માણસનાં મોઢાં તો જોવાયને !'

' તે માણસનાં મોઢાં જોયા વગર તારે શું અખિયાતું રહી ગયું છે ? બેસને હવે. તારું કામ કર. ને કામ ન હોય તો ઊંધ લે. આ દુનિયામાં જેટલું કામ કર્યું એટલી કાયા હક્ક કરીને જેટલી ઊંઘ

લીધી એટલી આપણી બચત. વેઠ કરવી ને ઊંઘ ખેચવી એ સિવાય બીજી વાતો સાર વગરની છે !' ધીમે ધીમે આશાને જણાઇ આવ્યું કે ગૌતમની હાલત ભૂતથી ભડકેલા તેજી ઘોડા જેવી

થઈ ગઈ છે. એના મનમાં આજે કવિતા નથી. એના મનમાં આજે જૂની અભિલાષા નથી. એને માણસનું મોઢું સરખું પણ જોવું ગમતું નથી. એક અપાર શરમ, એના મનમાં ભરાઈ ગઈ છે.

એનું મન જ ભાંગી ગયું છે. થોડાક દિવસ પછી ગૌતમે આશાએન કહ્યું ઃ ' તું બહાર ફરવા જતી નથી ? '

' ના, મારે નથી જવું. '

' ગૌતમે કહ્યું ઃ ' શા માટે મારે પૂછડે બંધાઈ રહે છે, આશા ? તું શા માટે તારા પિતા સાથે મનમેળ સાધવા પ્રયાસ નથી કરતી ? '

' મારે નથી કરવો'

' શા માટે?'

' જ્યાં તમારા માટે સ્થાન ના હોય ત્યાં મારે જઈને શું કરવું છે ? '

' આશા, હું ભાંગેલો માણસ છું. બેવકૂફ માણસ છું. દુનિયા આખી મને બેવકૂફ કહેતી હશે. મેં મારી મૂર્ખતામાં મારા બાપ જેવા બાપનો જાન લીધો છે. માર ઉપર પિતૄહત્યાનું ઘોર પાપ છે.

મારા ઉપર સ્ત્રીહત્યાનું પાપ પણ તારે ચડાવવું નથી ને ? હું તો આજાર માણસ છું. કદી તેં વિચાર કર્યો છે કે મારા મૂઆ પછી તારું શું થશે ? '

' મારે કાંઇ વિચાર કરવો નથી. મારે કોઈ વાત નથી સાંભળવી.'

' આશા ! એક દિવસ હતો કે હું પણ કોઈની વાત નહોતો સાંભળતો. આજ મારી હાલાત સામે જો. એના ઉપરથી દાખતો લે. તારા પિતાને તું પત્ર લખ, માફી માગ. હું તો આ ઘરબહાર પગ

મૂકતો નથી. બહાર પગ મૂકું છું ને મને બીક લાગે છે કે આ બધાં મકાનો હમણાં મારા ઉપર તૂટી પડશે. માણસ માત્રને જોઉં છું ને મને શરમ લાગે છે કે આજ હું મોટો અમલદાર થઈને ફરતો

હોત તો બધા મને સલામ ભરત. હવે બધા પીઠ પાછળ મારી મશ્કરી કરે છે. ને કરે જ ને, શા માટે ન કરે? એની જગ્યાએ હું હોઉં તો હું પણ એમ જ કરું. '

' મારી તમારી વાત નથી સાંભળવી.'

' તારી મરજી !'

' તમને આજ થોડી ફુરસદ મળી છે તે એક સવાલ પૂછું?'

' પૂછ ને ?'

' તમારી કવિતાઓ બધી ક્યાં ગઈ ? '

' જ્યાં એ જવાને સરજાઈ હતી ત્યાં પસ્તીમાં .'

' પસ્તીમાં ? '

'હાસ્તો.'

આશાએ દીર્ધ નિશ્વાસ મૂક્યો. એની ઊંડી અભિલાષાનો જાણે સાવ તાગ આવી ગયો. આજ સુધી લખેલી કવિતાઓ પણ જો પસ્તીમાં જ ગઈ હોય તો કવિરાજનું પ્રકરણ સાચેસાચ પૂરું થયું.

એને પણ હૈયામાં વસી ગયું કે રાતના ઉજાગરા અને લોહીનાં પાણી કરીને, પેટે પાટા બાંધીને લખેલી કવિતાઓ પસ્તીમાં ચાલી ગઈ હોય તો એનો ગૌતમ સાચેસાચ મરી ચૂક્યો હતો. આ

સામે બેઠો હતો તે તો પાંજરાપોળનો બુઢ્ઢો મહેતાજી હતો. ને એની પાસેથી ઘાસના હિસાબ ને દાનેસરીઓની પ્રશસ્તિ સિવાય બીજી કોઈ આશા રાખવીએ નકામી છે. ગૌતમની આ ખેપ તો નકામી ગઈ પણ પોતાનીયે ખેપ નકામી ગઈ ! પોતે શું બાપની સાથે કાગળવ્યવહાર ચલાવે ? બાપને એ હવે શું મોઢું બતાવે ? ને બાપને ત્યાં જઈને ય એને તો પોતાની દયા ખાતાં માણસોનો આત્મસંતોષ જ સાંભળવાનો રહ્યો ને ? ને ગૌતમ કવિતા ન જ લખે તો પોતાના જીવતરમાંયે શેષ રહ્યું હતું શું ? ગૌતમ નોકરી કરી શકે તો પોતે ના કરી શકે ?આશાએ બહાર ફરવા માંડ્યું. થોડા દિવસમાં એને જણાયું કે પોતાને જ્યાં કામ મળતું હતું ત્યાં એને કોઈ કામ આપવાને તૈયાર ન હતું. ને એને જ્યાં કામ મળતું હતું ત્યાં એનાથી કામ કરવા જવાય એમ ન હતું, મુંબઈ જેવડા વિશાળ શહેરમાં એને માટે કરવાજોગ કામ ન હતું. અને આખરે એ પણ પોતાની બોડમાં લપાઈ ગઈ. ને એની બોડમાં એના જોગ કામ પણ નીકળ્યું.ગૌતમની તબિયત ભાંગી ગઈ હતી. ને એમાંથી ગડથાગડ કરવાનું કામ આખો દિવસ પહોંચતું થયું હતું. એણે કોઈ વૈદને બતાવવાની વાત કરી. ગૌતમે એ હસી કાઢી. નકારી કાઢી. ને એમ ને એમ પાંજરાપોળની ઓરડીમાં પાંજરાપોળના મહેતાજીના જીવનના છેલ્લા દિવસો પસાર થતા

ગયા.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED