શાયર - 5 Rekha Shukla દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શાયર - 5

શાયર

શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું પ્રકરણ- પ.

ફુલાંગાર

ગૌતમ કપડાં પહેરીને નીચે ઉતર્યો ને શોભારામે પોતાનેઆ પુત્રને અમલદારી લેબાસમાં જોયો. એને કહ્યું ઃ ' જરા બેસો. સારા શુકન જોઈને જજો.'

ગૌતામ ખાટ ઉ[પર બેઠો- નાટકનો રાજા સિંહાસન ઉપર બેઠો હોય તેમ. શોભારામ ડેલીએ જઈને ઊભો રહ્યો. સારા શુકન થાય એ માટે કોઈ ગાય, કુંવારકા કે માથે બેડું લઈ આવતી બાઈ પોતાની ડેલી

તરફ આવતી હોય તો એની રાહ જોતો ઊભો રહ્યો.

થોડીવાર થઈને પાડોશમાંથી એક છોકરી બહાર નીકળી. શોભારામે કહ્યું ઃ' જરા ઊભી રહેજે હો, બેટા.'

ગૌતમ તરફ જોઈને એમણે સાદ દીધો. ' હવે તમે બહાર આવો. કુંવારકાના સારાં શુકન થાય છે. જાઓ ફત્તેહ કરો. '

ગૌતમ બહાર નીકળ્યો. નવા અમલદારા જતો જોવાને પાડોશના ઘરોમાંથી ચારપાંચ વૄધ્ધો ને અર્ધ વૄધ્ધો નીકળ્યા.

' આવજો ભાઈ, કરો ફત્તેહ !'

ગૌતમ ચાલ્યો જતો હતો. શોભારામ એની પીઠ પાછળ ક્યાંય સુધી જોઈ રહ્યો. ધીમે ધીમે એ ઘરમાં આવ્યો. ખાટ ઉપર બેઠો. એના મનમાં ઘોડા ઊડવા લાગ્યા.

' હવે ગૌતમ સરિયામ રસ્તા ઉપર આવ્યો હશે.

'હવે એ અદાલતમાં પહોંચ્યો હશે. હવે સંત્રીઓ એને સલામો ભરતા હશે. રાવસાહેબ એને સલામ ભરતા હશે.

'હવે એણે સાહેબને વરધી કહેવરાવી હશે.

'હવે સાહેબે એને અંદર બોલાવ્યો હશે. હવે સાહેબ સાથે એની મુલાકાત થતી હશે. '

'સાહેબની મુલાકાત પૂરી થયા પછી ગૌતમ પોતાની ઓફિસ તપાસતો હશે......... ' શોભારામની આંખો મળી ગઈ. વર્ષોનો થાક એના ઉપર જાણે સવાર થયો. ખાટ ઉપર જ એ ઊંઘી ગયો.

ઊંઘમાં એને સુંદર સ્વપનાં આવતા હશે, કેમકે એનો ચહેરો પ્રફુલ્લ બન્યો

હતો. કેટલો કાળ ગયો એની ગણતરી સ્વપ્નાં કરતાં નથી, ને ઊંધમાં એવી ગણતરી થઈ શકતી નથી. એના કાનમાં કોઈએ મોટેથી બૂમ પાડી ઃ' શોભારામ ! શોભારામ. '

ઝબકીને શોભારામ આંખો ચોળતો જાગ્યો ઃ 'હો ... હો... કોણ ...કોણ... અરે પ્રભુરામભાઈ ? '

'શું ધૂળ પ્રભુરામભાઈ ? તમે ને તમારા છોકરાએ મારું નાક કપાવ્યું . '

પ્રભુરામના અવાજમાં ચીડ ને રોષનો રણકાર સાંભળીને શોભારામની ઊંઘ ખરેખર ઊડી ગઈ.

' જી... જી... જી. '

'શું જી જી કરો છો ? તમે બાપ ને દીકરાએ મળીને મને શહેરમાં કે નાતમાં કે પેઢીમાં મોઢું દેખાડવા જેવું ન રહેવા દીધું. તમને દીકરી દીધી હતી તે મારું નાક કપાવવા દીધી ? મારી હાંસી કરાવવા દીધી

હતી ? ' ' જો મારો વાંક થયો હોય તો આપ ફરમાવો, ને હું માફી માંગુ. મારા પુત્રનો અપરાધ હશે તો એ આપની માફી માગશે. '

'ધૂળ માફી માગે ? તમારા દીકરાએ તો ઉકાળ્યું મોટા સાહેબનું અપમાન કર્યું. '

' મારો દીકરો સાહેબનું અપમાન કરે ?'

' કરે શું કર્યું ઃ ને સાહેબે એને નોકરી ઉપર ચડવાનીએ ના પાડી દીધી. સાહેબે કહ્યું તમ તમારે કવિતા ગાયા કરો, ને લખ્યા કરો, તમારા જેવા ઉધ્ધત માણસથી સરકારી નોકરી નહિ થાય. '

માથા ઉપર ડાંગનો કોઈએ ફટકો માર્યો હોય એમ શોભારામને મગજમાં, હૈયામાં , હાડેહાડમાં કળ વળી ગઈ. પરંતુ પોતાની સંભાવ્ય નાલેશીને પંપાળવામાં પ્રભુરામને શોભારામની વેદના નજરે

દેખાઇ નહિ. એમણે એમનું આખ્યાન ચાલુ રાખ્યું.

'સાહેબને કાને કાલ રાતની વાત ગઈ હશે. ને મૂળ મૂળુ માણેકને સાત વરસની સજા કરનાર એ પોતે. મૂળુ ચરોડા જેલ તોડીને ભાગ્યો ત્યારે સાહેબ ત્યાં પૂનામાં. એટલે સાહેબને તો એ બહારવટિયાનાં કાળાં કામાંની બધી ખબર. એટલે સાહેબ મૂળુમાણેક સંબધી સરકારી દફતરે સાચી હકીકત શી છે એ એને

સમજાવવા બેઠા. સાહેબ મોટા માણસ કહેવાય. એ વાત કરે. આપણે સાંભળી લઈએ ને માથું ધુણાવીએ તો ક્યાં નીચા બાપના થઈ જવાના હતા ? પણ તમારા સપૂત તો મોટા પંડિત ખરાને,તે સાહેબ સાથે ચર્ચા કરવા બેસી ગયા.

ચર્ચા તો કરી તો કરી પણ મૂળુ માણેક સંબંધેના પ્રચલિત દુહાનું ભાષાંતર

પણ સંભળાવ્યું. ભાષાંતર તો સંભળાવ્યું તે સંભળાવ્યું પણ વધારામાં મોટા

સાહેબ ઉપર આળ પણ મૂક્યું કેમૂળ માણેકની મંગેતરને પકડીને એના ઉપર બહારવટિયાઓને મદદ કરવાનો આરોપ મૂકી એને ફાંસીએ ચડાવવાની ધમકી આપી. વળી જે મૂળુ હથિયાર મૂકીને તાબે થાય તો મૂળુ ને એની મંગેતર બેયને છોડી મૂકવાનુમ મૂળુને ખુદ સાહેબે જ વચન આપ્યું હતું, ને સાહેબે મૂળુ તાબે થયા પછી સીધો વચનભંગ કરીને મૂળુને ચરોડામાં દેશનિકાલની સજાકરી હતી.

સિંહને કોઈ કહે કે તારું મોઢું ગંધાય છે તો પછી એના પરિણામ પણ ભોગવવાં પડે. સાહેબે કહી દીધું કે તમારા મનમાં સંસ્કાર સામે આટલી નાફરમાની ને બેઈમાની રહી છે, એ જોતાં તમારે સરકારી નોકરી ઉપર હાજર થવાનું નથી.'

' આપને આ બધુ કોણે કહ્યું ?'

' સાહેબે જાતે, મને એમ કે સાહેબ સાથે મુલાકાતમાં હું ઉપયોગી થઈ પડું એમ સમજીને હું પણ અત્યારે અદાલતમાં ગયો હતો ને સાહેબ પાસેથી પાછો આવું છું સીધૉ તમારા પાસે, તમારા સપૂતની

તમને તારીફ સંભળાવવા ! ''

શોભારામનો અવાજ જરા તરડો થયો ઃ ' તે સંભળાવી. હવે શું છે ? '

' શું છે શું ? કાંઈ નથી.' પ્રભુરામે જવાબ આપ્યો ઃ ' મારી આશાની હવે આશા મૂકી દેજો. મારે કાગડાને કોટે દહીથરું નથી બાંધવું સમજ્યા. '

મૂઢ જેવા શોભારામને સામી દીવાલ્ને મૂક તાકી રહેલો મૂકીને પ્રભુરામ ગુસ્સામાં બહાર ચાલ્યો ગયો. ક્યાંય સુધી શોભારામ એમ ને એમ બેઠો રહ્યો. એનાં ખુશ નસીબ સ્વપ્નાંના મેઘધનુષ રંગી

ભંગાર જાણે એ ચૂંથી રહ્યો હતો.

'બાપુ ! બાપુ ! ' કોઈકે સાદ દીધો.

' એ કુલાંગાર.... '

' બાપુ ! ' શોભારામ ચૂપ રહ્યો. થોડીવાર રહીને એણે કહ્યું ઃ ' આશા ! તું હવેથી અહીં ના આવીશ તારે ઘેર જા. '

' હું જવાની નથી . બાપુ ! હું તો અહીં જ રહેવાની છું. મારા બાપને તમારી સાથે સંબંધ રાખવો હોય તો રાખે, નહિ તો ભલે તોડે. મારો ને ગૌતમનો સંબંધ તો કોઈ પણ તોડી શકશે નહિ. '

' આશા ! '

' હા બાપુ ! તમને બધાને અમલદાર જોઈતો હતો. એ ન મળ્યો. તમને સહુને ઠીક પડે તેમ કરજો મારે ક્યાં અમલદાર જોઈતો હતો ? મને તો માયા કવિની હતી ને મારો કવિ જીવતો જાગતો છે એ તો

મારો આનંદ છે. '

'આશા !'

'મારી ચિન્તા ન કરો, બાપુ. મારા બાપ્ને હું નહિ ઓળખતી હોઉં તો ક્યાં મારે એમની સાથે ભેદની રાખવી છે ? તમે એમને શોધી લાવોને ? એ હજી ઘેર

કેમ નથી આવ્યા ? '

( ક્રમશ )