Shayar - 3 books and stories free download online pdf in Gujarati

શાયર - 3

શાયર- શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું પ્રકરણ –

૩. બાપ ના બોલ

ગૌતમ અને આશા હાથામાં હાથ ઝાલીને ધસમસતાં આવ્યા ને શાભારામને જોઈને છોભીલાં પડ્યાં.

આશા તો ગૌતમનો હાથ છોડીને, ભરત પાસેથી ભગવાન અદ્ર્શ્ય થાય એના કરતાં પણ વધારે

ઝડપથી અદ્રશ્ય થઈ ગઈ.

ગૌતમને અસ્વસ્થ જેવો, શરમાયેલા જેવો ઊભેલો જોઈને શોભારામ પીઠ ફેરવીને પાણીના કોગળા

કરવા માંડ્યો. ગૌતમને સ્વસ્થ થવા દઈને શોભારામ આવીને ખાટ ઉપર બેઠો. 'કેમ ભાઈ, બેસ ને?'

ગૌતમ નીચે ચટાઈ ઉપર બેઠો.

'હવે આવી ચટાઈ નહિ ચાલે હો. આ અમલદારનું મકાન થશે.' શોભારામે કહ્યુંઃ' આ નીચે અમારી

બેઠક, ને હમણાં તો ઉપર તમારી, ચાર-છ ખુરશીઓ મંગાવી રાખીશું.. મોટી લાલ શેતરંજી

શીવડાવી લેશું. કેમ બોલ્યો નહિ, ભાઈ ?' ' એ તો બાપુજી, બધું તમારે કરવાનું છે, હું તો નોકરી કરીશ એકચિત્તે.'

' હાસ્તો એમ જ હોય નોકરી કરવી તે એક ચિત્તે જ કરવી.'

' પણ બાપુ ! મને તો મૂળે ખ્યાલ જ નથી, કે મારે કામ શું કરવાનું ? દફ્તરદાર એટલે શું કરે ?'

'દફ્તરદાર એટલે દફ્તર રાખે. અદાલતનું જૂનું તમામ દફ્તર તમારે સંભાળવાનું. જેમ જેમ કામ પૂરાં થતાં જાય તેમ તેમ તમારી પાસે આવે. એ કાગળો તમારે સાચવવાના. પછી જયારે

જોઈતા હોય ત્યારે જોવા આપવાના. જેને જોવા આપ્યા હોય એની પાસેથી પાછા મંગાવવા ને પાછા ઠેકાણે મૂકવા. એની તારીજ હોય, કક્કાવારી હોય, ફેરીસ્ત હોય, સાલવારી હોય, એ બધું

ટંચન રાખવું.'

' કામ તો કાંઈ મુશ્કેલ લાગતું નથી !'

' કામ કોઈ મુશ્કેલ નથી- જો ચિત્ત લગાડીએ તો, સાત દિવસમાં તમને સમજાઈ જશે એની ગત. ને પાછો હું છું ને. મને છેલ્લા ચાલીસ વરસનું દફ્તર મોઢે છે. હવે એ તો ઠીક. કાલ પ્રભુરામ

ને ત્યાં પાર્ટી આપે છે તમને.'

'હા. આ.... આ....' આશા કહેતી હતી એમ ગૌતમ ને કહેવું હતું પણ હવે આશાનું નામ બાપ સામે લેતાં ગૌતમને શરમ આવી. શોભારામ એ સમજ્યો, છોકરાછોકરીનાં મન એકબીજાથી ભરેલાં

જોઈને મનમાં પ્રસન્ન થયો. ઉપરથી જાણે કાંઇ જ જાણતો નથી એવો વડીલભાવ મોઢા ઉપર રાખીને એણે ગૌતમને કહ્યું ઃ' તમે એમ કરશો ? અત્યારે શંકર મેરાઈને ત્યાં જાઓ. સાહેબલોકનાં

કપડાં શીવે છે. એને તમે કહો કે કાલે તમને એક કોટ ને એક પાટલૂન તો શીવી જ દ્યે. ભલે પૈસા વધારે લ્યે. ને બીજાં કોટ-પાટલૂન ભલે બે ત્રણ દિવસ પછી આપે. પણ એક જોડ તો કાલે

આપે.'

ગૌતમે પૂછ્યુંઃ' એટલી બધી કાંઈ ઉતાવળ છે, બાપુ ? એ કદાચ કરી ન આપે.' 'ઉતાવળ તો ખરી જ ને ભાઈ ! કાલે પ્રભુરામની પાર્ટીમાં અમલદારો આવશે. ને તમે પણ અમલદાર છો. તમારે મોભામાં હવે રહેવું જોઈશે ને ? તમે અમલદાર છો. સિલાઈના માગે એ પૈસા

ખરચી શકો છો. પછી એક જોડ ન આપે એ કાંઈ વાત છે ? શંકર મેરાઈ ભલેને સાહેબ લોકનાં કપડાં શીવતો હોય. પણ કાંઈ બે વાંસા લઈને તો નથી અવતર્યોને ? એને એ પેટ છે. શું કામ

શીવી નહિ દ્યે?'

' તો હું જાઉ.'

'હા, જાઓ ! કાપડ હું લાવ્યો છું. પણ તમે જરાક થોભો. તમે પાછા આવશો ત્યારે હું બહાર ગયો હોઈશ ને મારે તમારી સાથે થોડી વાત કરવી છે.'

'જી'

ને શોભારામ મૌન ધરી રહ્યો. ખાટ ઉપર હીંચતો રહ્યો. ગૌતમે થોડીવાર રાહ જોઈને પૂછયું ઃ' શું બાપુ? શું કહેતા હતા મને ?'

શોભારામ તંદ્રામાંથી જાણે જાગતો હોય એમ ચમક્યોઃ 'તમને ને ? તમને આજ જુઓ તો મારે ઘણું કહેવું છે, આમ જુઓ તો કાંઈ નથી કહેવાનું.'

'એમ કેમ બાપુ ?'

'આમ તમે મારા કરતાં વધારે ભણેલા છો.'

' છતાંય તમે મારા પિતા છો.'

' ભાઇ ! હું તમારો બાપ છું ને તમે મારા દીકરા છો, એટલે જે વાત સાચી છે એ કાંઈ થોડી જ ટ્ળી જવાની છે. હું કાંઈ ભણ્યો નથી. સંસ્કૄત શ્લોકો ઉકેલી શકવાથી આગળ મારો અભ્યાસ નથી.

ને તમે તો જે કાંઇ વાંચો છો એનો અર્થ પણ કરી શકો છો. દેશ પરદેશની અનેક નવી વાતો તમે જાણો છો, ને હું તો કાંઇ જાણતો નથી. તેમ હું વૄધ્ધ છું ને મેં તમારા કરતાં વધારે વખત

દુનિયા જોઈ છે એમ પણ હું કહી શકું એમ નથી. મેં સુરત શહેરની બહાર પગ મૂક્યો નથી. સુરતની સફર અદાલતમાં લહિયાગીરી સિવાય મને બીજો કોઈ અનુભવ નથી. એટલે હું એ પણ

દાવો કરી શકતો. નથી. પણ મને સાઠ વરસ થયાં છે. તમને વીસ વર્ષ થયાં છે એટલો મારી ને તમારી વચ્ચે ઉમરનો ફેર છે. હું તમારો બાપ છું એટલે હું મુરબ્બી છું. તમે મારા પુત્ર છો,

એટલે તમે બાળક છો. આ દાવે તમને કહું છું. તમારા પિતાની ગરીબી સામે એક અમલદારે નિગાહ નાંખી એમાં તમે અમલદાર થયા છો. તમે કોઈ બીજાની ગરીબી ઉપર નિગાહ નાંખજો.

કોઈનું સારું થતું હોય તો બે બોલ સારા જરૂર ઉચરજો. તો ભગવાન તમારા ઉપર દયા રાખશે. લોકો તમને ભલા કહેશે. એક મારી વાત નિશ્ચયે માનજો. જે આજે લોકોની જીભ ઉપર વસે છે

તે આવતી કાલ ભગવાનના મનમાં વસે છે. ઇશ્વર પોતે અશરીર છે. પંચની જીભ એની છે. ગરીબોનો અવાજ એ એનો અવાજ છે જે પોતાની સેવા કરે છે, એ ભગવાનની કુસેવા કરે છે.

પોતાના બાંધવોની સેવા કરે છે, એ ભગવાનની સેવા કરે છે.'

ગૌતમ ચૂપચાપ સાંભળી રહ્યો. શોભારામના કેટલાક વિચારો સાથે એ સંમત નહોતો, છતાં એ એની સાથે વાદવિવાદમાં ઊતરવા નહોતો માંગતો. શોભારામ ગૌતમના વિચારોથી વાકેફ ન જ હતો.

શોભારામને ખબર નહોતી. પરંતુ એ ગૌતમને ખરી રીતે ઓળખતો ન હતો. એ કેવળ ગૌતમના કલેવરને જ પિછાનતો હતો. એમાં. એ કલેવરમાં કોણ અને શું વસી રહ્યું છે એનો એ ડોસાને

સ્વપ્નેય ખ્યાલ ન હતો--ને ન હતો એ સારું હતું.

અલબત્ત કોલેજ ચલાવવાવાળા દરેક ભણનાર વિદ્યાર્થી સાથે કાંઇ એવી શરત નથી કરતા કે જેને ભણવું હોય એણે ભગવાનને બહાર મૂકી આવવા. છતાં દરેક વિધ્યાર્થી ભગવાનને બહાર મૂકીને

જ કોલેજમાં જાય છે અને અંતરમાં ભગવાને સૂના કરેલા ધામમાં કંઈ કંઈ બીજી મૂર્તિ બેસારે છે. ગૌતમે ભગવાનને કોલેજના દરવાજા બહારથી વિદાય આપી, ને એને સ્થાને કવિતાને સ્થાપી.

ભગવાન વગરની કવિતા કાંતો કવિના જીવનમાં કીર્તિ કમાવાનું સાધન બને છે, ને કાંતો માનવજીવનમાં ભયંકર તુફાન બને છે.

પરંતુ શોભારામ ગૌતમને ખરી રીતે પિછાનતો જ ન હતો. ને આશાને ઊંચે સાદે વાત કરતાં પોતે જો આડકતરી રીતે સાંભળી ન હોત તો શોભારામને ખબર પણ ન પડત કે ગૌતમ કવિતા લખે

છે.

શોભારામ થોડી વાર ચૂપ રહ્યા. ' મારે તમને શિખામણ આપવી જોઈએ, માટે મેં આપી છે. બાકી તમે તો મારા કરતાં વધારે સમજો છો. તમનેય સંતોષ થશે કે બાપુએ શિખામણ આપી. મને

પણ સંતોષ થશે કે મેં શિખામણ આપી. હવે તમે જાઓ મેરાઈને ત્યાં. પછી અંધારું થઈ જશે !'

ગૌતમ પિતાની વિદાય લઈને બહાર નીકળ્યો. ( ક્રમશ ઃ )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED