Shayar - 10 books and stories free download online pdf in Gujarati

શાયર - 10

શાયર

શ્રી ગુણવંતરાય આચાર્ય ની "શાયર" પુસ્તિકાનું

પ્રકરણ ૧૦.

શોભારામ ગયા

' આશા ! ' ગૌતમે ખાટ ઉપર હીંચતા હીંચતા કહ્યું ઃ ' આજ મેં પિંગળપ્રેવેશ પૂરો કર્યો. '

આશાએ કહ્યું " ' કવિતા બનાવવામાં આટલું સુતારી ને લુહારી કામ જોઈતું હશે, એની તો મને તમે પિંગળનો અભ્યાસ કર્યો ને પિંગળ લખ્યું ત્યારે જ ખબર પડી હો. મને તો એમ કે બસ કવિ

આંખો મીંચે ને નદીકાંઠે ફરવા જાય ને મૂળભારથી બાવાજી સાથે ગપ્પા લગાવે એમાં કવિતા આપમેળે રચાતી હશે. કવિ બનાતું નથી. કવિ તો જન્મવું પડે છે. '

' જન્મે છે તો માત્ર ધૂનીઓ, દુનિયાની નજરમાં બેવકૂફો, કવિ તો થવું પડે છે. એમાં તો તું કહે છે તેમ માત્રાઓ ઉપર સુતારી કામ કરવું પડે, શબ્દો ઉપર લુહારી કામ કરવું પડે---ને બેય કરતાં

શીખવું પડે. કવિતાનું જો કારખાનું કરવું હોય તો એમાં કેવા ઢાળા જોઈએ. કેવા બીબાં જોઇએ, એની પાઠમાળા મેં લખી નાંખી. હવે ઉપેક્ષાઓ ને અલંકારો વિષેનુ પુસ્તક તૈયાર કરું છું. સાથે

સાથે શબ્દોનો પણ કોષ તૈયાર કરું છું. પણ હવે મને વિચાર થાય છે. '

' શો ? '

' આગળ બુધ્ધિ વાણિયો ને પાછળ બુધ્ધિ બ્રહ્મ ' જેવું મારે થયું છે. આ બધુંય લખું છું પણ છપાવશે કોણ ? દરેક પુસ્તક છપાવવાના પૈસા થાય, એને માટે છાપખાનું જોઈએ બીબાં જોઈએ.

આપણાથી થોડું જ રાવણહથ્થાની જેમ ગામેગામ ગાતું જવાશે ? '

' વળી કોઈક નીકળી આવશે છપાવવાવાળો. '

' છપાવવાં પહેલાં બીબાં તો જોઈએ ને ? અંગ્રેજીની જેમ ગુજરાતીમાં બીબાં હોય તો મજા આવે. પણ તારી વાત ' મિયાં કે પાંવમેં જુતિયાં' જેવી છે. ' ગામમાં પેસવાના સાસાં ને પટેલ ને ઘેર

ઊનાં પાણી. '

ત્યાં બારણામાંથી અવાજ આવ્યો. ' અરે, ગૌતમ ઘેર છે કે ? '

' અરે ! ' આશાએ ચમકીને કહ્યું ઃ ' આ તો મારા બાપુ ! '

' તમારા બાપુ ! કોણ પ્રભુરામભાઈ ? પણ એમનો અવાજ આ નથી .'

' મારા બાપુ એટલે કે મયારામકાકા, પ્રભુરામના ભાઈ, મુંબઈ રહે છે તે ! '

બોલનાર માણસ ડેલીમાં દાખલ થયો ઃ ' અરે ગૌતમ ! ગૌતમ ! આશા ! '

' પધારો ! ' ગૌતમે બહાર આવીને આદર આપ્યો. ' પધારો મયારામકાકા. '

દક્ષિણી પૂનાની પેઠણ પાઘડી તથા તાતિયાશાહી ચાંચવાળા ચંપલ પહેરેલો, એક ગોરો ને ભરેલા શરીરનો માનવી જાડી અને સોનાની મૂઠવાળી લાકડીને ટેકે ઓટલામાં પગથિયાં ચડવા

લાગ્યો.

' આશા ! ' ઓટલે ચડતાં ચડતાં એણે સાદ દીધોઃ 'તરસ લાગી છે. કાકાને પાણી તો પા. '

પ્રભુરામે આ ઘરનું અન્નજળ હરામ કર્યું હતું. એની અપેક્ષાએ મયારામે આવતાંવેંત પાણી માગ્યું. એ આશાને પ્રિયકર કૌતુક લાગ્યું. આશાએ પાણી આપ્યું પાણી પીને મયારામે પૂછ્યું ઃ

' કેમ બેટા, છો તો મજામાં ને? '

' હા. બાપુ !'

' તું મજામાં હોય એટલે બસ. કેમ ગૌતમ ખરું ને ?'

' જી !'

'મને તો પ્રભુરામનો કાગળ મળ્યો કે તરત આવ્યો. મને એમ કે આશાએ આ વળી શું કરી નાંખ્યું ? આંહીં આવીને જોયું તો આશાએ તો બસ પ્રેમલગ્ન કર્યું હતું. પ્રભુરામ હજી જૂના

જમાનાનો માણસ એને હજી ખબર નથી કે અંગ્રેજોમાં તો રોજ બધી જ છોકરીઓ પ્રેમલગ્ન કરે છે. છોકરો ખોટો ન હોય તો બસ. '

' બાપુ ! એમને અમલદારી મળવાની હતી તે ન મળી, એમાં કાકા ખિજાયા. વેવિશાળ તો એમણે જ જાહેર કર્યું હતું.'

' હશે. પ્રભુરામ સમજશે વખત આવ્યે. હજી નાતજાતમાં એનો જીવ છે. એણે બહારની દુનિયા ક્યાં જોઈ છે ? માનીશ. એ તો મારું ય પાણી હરામ કરીને બેઠો છે. '

' તમારું ?'

' હા, મેં આવીને વાત સાંભળીને કહ્યું કે ઃ થયું તે થયું. છોકરી તો આપણી છે ને ? છોકરાં તો છોકરાં થઈને છૂટી જશે. આપણે તો માબાપ છીએ. મેં કહ્યુ કે હું તને મળવા આવવાનો છું. એમાં

મારા ઉપર પણ રિસાઇ બેઠો. એને બસ, સાહેબની મિજાજપૂચ્છીની લાગી છે. ભલા માણસ, આપણે વેપારી. સાહેબ બાહેબ તો જાણે સમજ્યા. એ ય આખરે વેપાર કરવા આવ્યા છે ને ? એ

વાણિયો છે અંગ્રેજ. વેપારી સાથે કદિ નહિ બગાડે. પણ મારી વાત એને ગળે ન ઉતરી. મને કહે કે આશાને ધેર જશો તો તમારું યે પાણી મારે હરામ. આવું છે પ્રભુરામનું તો. '

'બાપુ !' પોતે બે ભાઈઓ વચ્ચે કજિયાનું કારણ બની છે એ જોઈને આશાને ખેદ થયો.

' તું મુંઝાઈશ મા. એ તો આવી જશે. સરખું બે ચાર દિવસ બહાર રહેશો એટલે આપમેળે સહુ ભૂલી જશે. મોટો સાહેબ છે કે જશે ને એની જગ્યાએ બીજો આવશે. એટલે પ્રભુરામ પણ પછી

ભૂલી જશે. ડાંગે માર્યાં પાણી છૂટા પડે છે ? તમે એમ કરો. બેય મળી જણા મારી સાથે મુંબઈ આવો. ત્યાં વેપારીમાં સારી નોકરી જશે. સુરતમાં કોઇને કદર ન હોય. મુંબઈમાં તો માથાં ફરેલાં

ની કિંમત વધારે સમજી !'

આશાએ કહ્યું ઃ ' બાપુ ! નોકરી તો એમને કરવી નથી. '

' નોકરી નથી કરઈ ? તો શું શોભારામ પાસે ગરથ છે ?'

' ગરથમાં એમની વિદ્યા ને એમની કવિતા. એ કવિતાઓ લખશે.'

' એ મને ના સમજાયું. કવિતા લખવાથી તમારા બેયનું ગુજરાન કેમ થશે ? '

કવિતાઓ લખશે, લોકો વાંચશે. લોકોમાં હિંમત આવશે. કૌવત આવશે. સમાજમાં સુધારાઓ થશે. લોકોમાં જાગ્રતિ આવશે. લોકોમાં સ્વદેશાભિમાન જાગશે. પ્રેમશૌર્યની ભાવના પેદા

થશે. લોક માત્ર કસુંબલ રંગે રંગાશે.'' સમજ્યો. પણ એમાં તમારાં બેનું દાળિદર કેમ ફીટશે ?'

' ભગવાન જેવડો ધણી છે ! ' આશાએ કહ્યું. વરસના મહિના બાર. મહિનાનાં અઠવાડિયાં ચાર. અઠવાડિયાના દિવસ સાત. દિવસના ટંક બે, એ બધો જ વખત ખાવાનું. એની ફિકર શી ?

ને કોઈક દિવસ ખાવાનું ના મળ્યું તો ય એની ફિકર શી ?'

' સમજ્યો. હવે ભાઈ ગૌતમ ! તમે શું કહો છો ? આશા તો જાણે તમારી કવિતાઓ ઉપર જીવશે, પણ તમે ? '

' જી. મેં ઝાઝો વિચાર નથી કર્યો. પણ એટલો દ્ર્ઢ નિરધાર કર્યો છે કે હું જીવીશ મારી કલમથી ને મરીશ પણ મારી કલમથી. પણ એમ ધારણા છે કે કવિતાઓ લખીશ, એને છપાવીશ,

એમાંથી પેટગુજારો નીકળી રહેશે. '

' ભજનો ગાઈને ભીખ માંગીને પેટ ભરતા રામલીલાવાળા મેં જોયા છે. આખ્યાનો ગાઈને સીધાં ઉપર નભતાં માણભટ્ટ પણ મેં જોયા છે. પણ કવિતાઓ લખી, એને છપાવી, એને વેચીને

ગુજારો કરનાર કવિ મેં જોયો ય નથી ને સાંભળ્યો યે નથી. ને કવિતાઓ એમ ને એમ છપાતી કે છપાવાતી નથી. એમાં કાગળ જોઈએ. કાગળવાળા કાંઇ કવિતાથી રિઝાય એવા હોતા નથી.

એમને રોકડા પૈસા જોઈએ. ને છાપખાના....પણ ગુજરાતી છાપખાનાં છે ખરાં ? '

' આપ કહો છો એ તકલીફ તો છે, પણ એમાંથી રસ્તો નીકળી આવશે.'

' ને રસ્તો નીકળી આવે ત્યાં સુધી-- ?'

ગૌતમ ચૂપ રહ્યો. કાંઈક થઈ રહેશે એવી એને શ્રધ્ધા હતી. શું થશે. કેમ થશે એનો હિસાબ એની પાસે ન હતો.

' આપણે એકબીજાને કાગળથી સમજી જ ના શકત. હું જાતે આવ્યો એ જ ઠીક થયું. હવે આપણે એમ કરો. તમે જાણે કવિતાઓ લખવા મંડી પડો. છપાવવા વગેરેની તજવીજ હું કરીશ. '

' બાપુ ! તમે કેવા ભલા માણસ છો ?'

' હું ભલો છું કે તમે બન્ને ભોળાં છો, એ તો આગે આગે ગોરખ જાગે જેવી વાત છે.'

ત્યાં ગવરીશંકર હાંફતો હાંફતો આવ્યો. મયારામને એણે નમસ્કાર કર્યા. ને ગૌતમને જોઈને એણે કહ્યું ઃ ' ગૌતમભાઈ ! શોભારામની તબિયત એકદમ નરમ થવાના સમાચાર આવ્યા છે. તમે

સદર અદાલતમાં જાઓ તો ખરા. '

' તે તું ભેગો જાને ?' મયારામે કહ્યું

' મારું તો ગૌતમભાઈ સમજે છે. પ્રભુરામભાઈને નારાજ કરવાનું મારું ગરીબનું ગજું શું ? આ તો એક પટાવાળો તમારું ઘર શોધતો આવ્યો એટલે હું પ્રભુરામભાઈથી છાનો છાનો કહેવા આવ્યો.

ગૌતમભાઈ જાઓ છો ને ?'

' હા.' ગૌતમે ઉતાળે કપડાં પહેરતાં કહ્યું.

' ચાલો હું ય આવું.' મયારામે સાથ પુરાવવાની તત્પરતા બતાવી.

ભાડુતી ગાડી કરીને ગૌતમ મયારામ સાથે સદર અદાલતમાં પહોંચ્યો. ત્યાં એમને એક સ્થળે એક નાનું ટોળું સ્તબ્ધ બનીને ઉભેલું જોયું.

બન્નેએ ટોળાની વચમાં થઈને જોયું તો લહિયાના મેજ ઉપર નકલ કરવાના કાગળો પડ્યા હતા. એક કાગળ ઉપર થોડી લીટીઓ લખાઈ હતી; ને હાથમાં અધૂરા રહેલા શબ્દના અધૂરા રહેલા

અક્ષર ઉપર કલમ ઠેરવીને શોભારામ ઢાળિયા ઉપર બેઠેલા જ ઢળ્યા હતા.

ટોળામાંથી કોઈ કાંઈ બોલ્યું નહિ. ચાલ્યું નહિ. ગૌતમે શોભારામ પાસે જઈને અવાજ દીધો ઃ ' બાપુ ! બાપુ !'

વધારે અનુભવી મયારામે શોભારામના હાથ ઉપર હાથ મૂક્યો. કપાળ ઉપર હાથ મૂક્યો. આંખો ખોલી જોઈ. હ્રદય ઉપર હાથ મૂક્યો.

' ગૌતમ ! ' મયારામે ગંભીર અવાજે કહ્યું ઃ ' બૂમો પાડો નહિ. હવે એ કોઈ બૂમ સાંભળે એમ નથી. '

' બાપુ------'

મયારામે કહ્યું ઃ ' શોભારામભાઈનો દેહ છૂટી ગયો છે ગૌતમ !'

' બાપુ ! બાપુ ! ' ગૌતમ જોરથી રડી પડ્યો.

' ગૌતમ. ધીરજ ધરો. ' મયારામે કહ્યું. ટોળા તરફ જોઈએન કહ્યું ઃ ' આંહી કોઈ ખાટલાની વ્યવસ્થા થાય તો એમને ધેર લઈ જઈએ. '

સંતરીની ઓરડીમાં ખાટલો આવ્યો. શોભારામના દેહને ખાટલા ઉપર નાંખ્યો. મયારામે પોતાની પછેડી ઓઢાડી.

' મંજૂરોને બોલાવીએ.' મયારામે ટોળાં તરફ જોઈને કહ્યું.

બે પટાવાળાઓ ને બે લહિયાઓએ વગર બોલ્યે ખાટલો ઉપાડયો. ને વીસ વરસની ઉંમરે સદર અદાલતમાં દાખલ થયેલો લહેયો એમ છેલ્લી વાર સદર અદાલત છોડી ગયો.

શબને પરસાળમાં સુવાડીને છેલ્લી ખાતરી કરવા માટે વૈદને બોલાવવામાં આવ્યા. પણ એમાં તો વૈદ પણ બીજો અભિપ્રાય આપી શકે એવું ન હતું. આશા ને ગૌતમ જોરથી રડવા લાગ્યાં.

શોભારામને ખાટલામાં નાંખીને ઘેર લાવ્યાનું સાંભળીને પાડોશીઓ તો એકઠાં જ થયા હતા. તેમને મયારામે કહ્યું ઃ ' હવે તો આપણે પતાવવાનું રહ્યું. શોભારામભાઈ તો ગયા.

' તમે બેસો.' પાડોશમાં રહેતા એક અધઘરડા માણસે કહ્યું ઃ' હું નનામી ને લાકડાંથી તજવીજ કરું છું. આંહી દેવતા પડાવજો. ' ને એ માણસે એક બીજા ભાઈને ઉધ્ધેશીને કહ્યું ઃ ' નાનાભાઈ !

તમે નાતમાં ખબર કરો. '

ચાર શ્વાસના પરણેતર પછીના આ પહેલા જ ગંભીર અવસરને ગૌતમ ને આશા હ્તચેતન જોઈ રહ્યાં. મયારામ પોતાના કપડાં ઉતારીને ડાધુના વેશમાં બેઠો હતો.

પાડોશીઓએ અને આવી પહોંચેલાં નાતીલાઓએ જે કાંઇ કરવા જોગ હતું તે બધું જ કરવા માંડ્યું- -- કરી નાખ્યું ને એકાદ કલાક પછી તો ગૌતમ અને મયારામની ખાંધે ચડીને, બીજા બે

નાતીલાઓની ખાંધે ચડીને શોભારામે પોતાના ભાંગી ગયેલા સ્વપ્નાના સ્મશાનમાં મકાનમાંથી ગામના સ્મશાન તરફ છેલ્લી વિદાય લીધી.

ઘર બહાર નીકળેલી નનામી પાછળ આશાએ કાળજું ભેદે તેવી ચીસ પાડી ઃ ' બાપુ ! બાપુ ! '

મોં વાળવા આવેલી બે બૈરીઓએ મોટા અવાજે છાતી કૂટવા માંડી ને મોટે અવાજે ' હાય ! હાય ! ' નો પુકાર કરવા લાગી.

ચારેક ક્લાક પછી ડાઘો પાછા આવ્યા.

અરધાએક કલાક પછી જે કોઈ આવ્યા હતા તે બધા પાછા ગયા. ગૌતમને આશા એકલા પડયાં. આશાએ કહ્યું ઃ ' મને લાગે છે કે બાપુનો જીવ મેં લીધો...મેં... '' ચૂપ કર ગાંડી. નિર્માળ કોઈ ટાળી શકે એમ નથી. બાપુ છૂટ્યા કે એમને દીકરાની પ્રતિગ્નાનો બોજો વેઠવો ટળ્યો. હવે તો બાપુએ મારગ મોકળો કર્યો, ને તારા કાકાએ રાહદારી બનાવ્યો.

હવે બાપુને સાંસારિક જાળ નહિ નડે. દુનિયાદારીની ઉલ્ઝન નહિ નડે. સ્વર્ગમાંથી જગતની વેપારી વહેવારિકતાથી પર એમનો આત્મા મારા આત્માને, મારા ઉધ્યોગને જોશે ને એમને થશે

કે ગૌતમ ભલે પાર ઉતારી ન શકે તો ય એક સુંદર સત્કાર્ય આચરે છે, આશા ?'

' હવે શી ફિકર છે ? તમે કવિતા લખો. કાકા છપાવશે ને લોકો વાંચશે. આજ સુધી કવિઓએ લોકોને કેવળ રાજાઓનાં ને અંગ્રેજોના વખાણ કરનારી કવિતા જ આપી છે. એમણે તો ખાલી

કાગળો જ સળગાવ્યાં છે, પરંતુ તમે લોકોનાં હૈયાં સળગાવજો. તમે લોકોના ચિત્ત ચળાવજો. એમનું આળસ દૂર કરજો. લોકો આજકાલ પારકે ઘરે પોતાનાં ક્લાકસબ, વિચાર, આચાર

ઘરાણે મૂકતા થયા છે. આપણા દેશમાં આપણું રાજ્ય સ્થાપવાના, ૫૭ ના બળવા પછી, લોકો આ પાટલાથી ઊઠીને સાવ સામે પાટલે બેસવા માંડ્યા છે. તમે એ સંદેશ જીવતો રાખજો.

લોકો અંદર અંદર પ્રેમ રાખે. શોર્ય બતાવે, પોતાની ખરાબ રીતભાતો સુધારે અને રિવાજ્ના આચારના, અગ્નાનના બધા - ત્રિવિધ બોજાને પરહરીને સ્વદેશાભિમાન જ દાખવે.... ગૌતમ,

તમારુમ તો આ ધરણી ઉપર એ જ કર્તવ્ય છે આ દેશમાં સરકારને અનેક અમલદારો મળશે. પરદેશી આચારો, વિચારો ને રાજ્યની ભાટાઈ કરનારા ભાટો પણ મળશે. લોકોને કવિ નહિ

મળે. તું લોકનો કવિ છે. ગૌતમ, લોકૈષ્ણાની પાછળ તારી લોક ઉપાસના એળે ન જાય હો ?'

' કાં બેઠા છો કે ? ' કહેતો ગવરીશંકર અંદર આવ્યો. ' ભાઈ ! હું બહુ રોકાઈશ નહિ હો. મયારામભાઈ મુંબઈ જાય છે. એની તૈયારી કરવાની છે મારે. પણ શોભારામભાઈની વાત ભૂંડી

થઈ હો. ભારે અશરાફ માણસ. એનું મૂલ નહિ થાય. પ્રભુરામભાઈને અંટસ પડી ગયો તે તો જિંદગીભર જશે નહિ. પણ મયારામભાઈ સમજુ માણસ.'

' ત્યારે કાકા જાય છે ?'

' હા. એમનાં ને પ્રભુરામભાઈનાં મન થયાં ઊંચા. પછી એ કહે કે હવે અહીં રહેવામાં સાર નહિ. એમને લાગ્યું કે પોતે કાંઈક બોલી બેસે ને નાહકનો ઝગડો વધી જાય એના કરતા મુંબઈમાં સારા. ' ' ત્યારે મારા બાપુ હજી ગુસ્સામાં છે ?'

'એની ફિકર હવે ના કરો. બેન, વાજતું ગાજતું ઠેકાણે આવશે. મયારામભાઇ છે તમારા, પછી વહેલા કે મોડા બાપુ ઠેકાણે આવશે જ . મને થયું કે ગૌતમ એકલો બેઠો હશે તો જરા મોઢે જઈ આવું ! '' તમારી મહેરબાની ! '

' મહેરબાની મારી ? ગાંડા શું કાઢો છો ? હું તો શોભારામભાઈનો ૠણી છું. એ તો વળી હમણાં તમ આશાબેનને પરતાપે ઠરીને બેસવાપણું આવ્યું. બાકી ભાઈ, મારી જિંદગીય ધસડબોરામાં

ગઈ છે. ને એ કાળમાં મને શોભારામભાઈએ ભાઈ જેવો ગણીને મારાં કામ કર્યાં છે હો. મારુમ તો તમે જાણો છો ને ભાઈ. કુટુંબનો હું પૂરો દુઃખી હો ભાઈ ! ઘરમાં મારી વહુ માંદી-સાજી રહે.

બે વિધવા ને તેય જુવાન--એક દીકરીને બીજી દીકરા વહુ એક સધવા કહેવાય એવી બાકી બધી વાતે વિધવા વહુ--દીકરાની, બચ્ચરવાળ માણસ. માંદુ સાજું ઘરમાં કાંઇક ને કાંઇક ચાલ્યા

જ કરતું હોય. એ વખતે શોભારામભાઈ મનનો રાજા ભોજ, એનું મૂલ નહિ થાય. ભલે પ્રભુરામભાઈ તંતે ચડ્યા, પણ શોભારામભાઈના છોકરા જોડેના સંબંધમાં તો સમજુ માણસ રાજી થાય.

ઠીક ત્યારે હું રજા લઉં ? '

ગવરીશંકર ડેલી બહાર નીકળ્યો. ત્યાંથી પાછો વળ્યો. ' અરે ભાઈ, હું ભૂલકણો તે સાવ ભૂલકણો જ. વાતોએ એવો ચડી ગયો કે કામ જ ભૂલી ગયો--જે માટે આવ્યો હતો. મયારામભાઈએ

આશા બહેનને આ બસો રૂપિયા મોકલાવ્યા છે. '

આશાએ ગૌતમ સામે જોયું. ગૌતમે કહ્યું ઃ' મયારામભાઈનો એ ઉપકાર. પણ એમને મારા વતી કહેજો કે આપની મદદ હુ લઈ શકતો હોત તો હું નોકરી છોડીને લખનનો વ્યવસાય શા

માટે લેત ? મારે હવે તો લોકો મારાં કાવ્યોની જેટલી કદર કરે ને એની નવાજેશમાં મને જે કાંઈ આપે એના ઉપર જ જીવવું છે. એમને કહેજો કે મારો કાવ્યસંગ્રહ, પિંગળ વગેરે છપાવવા

માં એમની સહાય અવશ્ય લઈશ. પણ મારા જીવનનિર્વાહ માટે તો મારી કલમ મને આપશે તે જ લઈશ. '

' આશાબેન ! ' ગવરીશંકરે કહ્યું, ' આ તો કવિ છે. કાકા રૂપિયા આપે છે કાકા ક્યાં પારકાં છે ? લઈ લ્યોને કામ લાગશે. '

' જ્યાં ગૌતમ ત્યાં હું. ' આશાએ જવાબ આપ્યો ઃ ' મને જો પૈસાની જ ભૂખ હોત તો હું મારા બાપનું ઘર જ શું કામ છોડત ? '

' ત્યારે હુ જઉં છું. આવતો રહીશ, પણ વખત છે ન અવાય તો કામકાજ કહેવરાવજો. '

( ક્રમશ ઃ )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED