Coffee House - 42 books and stories free download online pdf in Gujarati

કોફી હાઉસ , પાર્ટ-૪૨

કોફી હાઉસ પાર્ટ – ૪૨

વિષય – લવ સ્ટોરી

રૂપેશ ગોકાણી

(આપણે આગળના ભાગમાં વાંચ્યુ કે માન્યતા અને શ્યામા બન્ને વહેલી સવારે દ્વારકા જવા નીકળી જાય છે, પાછળથી પ્રેય અને બધા પાછળથી માન્યતાને મળવા હોટેલ પહોંચે છે પણ તેઓને ખબર પડે છે કે તે બન્ને દ્વારકા જવા નીકળી ગયા હોય છે. પ્રેય અને તેની ટોળકી પણ પાછળ પાછળ દ્વારકા જવા નીકળી જાય છે. માન્યતા ભગવાન દ્વારીકાધીશ સમક્ષ પોતાના મનની વાંચા લઇને જાય છે, હવે વાંચીએ આગળ..........)

“એ ડોબા સવારના અગિયાર વાગ્યાથી પાગલની જેમ તુ માન્યતાને શોધતો ફરે છે, મે પહેલા જ કહ્યુ હતુ કે માન્યતા આમ ગલી ચૌરાહા વચ્ચે તને નહી મળી જાય. હવે એક કામ કર, પહેલા જરાક ટાઢો થા અને થોડી વાર આરામ કરી લે, પછી આપણે બધા ફરીથી માન્યતાને ગોતવા નીકળી જશું.” ઓઝાસાહેબે સલાહ આપતા કહ્યુ પણ પ્રવીણ કાંઇ સાંભળતો ન હોય તેમ તેની નજર ચોતરફ માન્યતાને શોધતી ફરતી હતી.

“કાંઇ સુઝતુ નથી શું કરુ? જીવનને આગળ વધારુ કે હવે મારા જીવનને સમાપ્ત કરી દઉ? જીવન જીવવામાં હવે કોઇ રસ પણ નથી અને ઉમંગ પણ રહ્યો નથી તો બહેતર છે હવે જીવનને પ્રભુમાં લીન્ન કરી દઉ.” રૂમમાં આમથી તેમ ચક્કર લગાવતી માન્યતા ઊંડા વિચારોમાં ખોવાયેલી હતી.

વિચારોની ભુલભુલામણીમાં અટવાયેલી માન્યતા રૂમની ચાર દિવાલો વચ્ચે ઘુંટન મહેસુસ કરવા લાગી. શ્યામા તો ઘસઘસાટ ઊંઘમાં હતી તેથી માન્યતા કાગળ અને કલમ લઇ શ્યામાના નામે શંદેશો છોડી ત્યાંથી નીકળી ગઇ. “કુંજન........!!!” કોઇ બહુ ખરાબ સ્વપ્ન જોયુ હોય તેમ પ્રેય ઊંઘમાંથી સફાળો બેઠો થઇ ગયો.

“શું થયુ બેટા ??? કેમ શું થયુ તે આ રીતે પરસેવાથી રેબઝેબ છે?” દાસભાઇએ તેની નજીક જઇ પુછ્યુ. “કાકા, કુંજન મુસિબતમાં છે, મારે તેને બચાવવી છે.” “બેટા, આપણે અહી માન્યતાને શોધવા આવ્યા છીએ અને વચ્ચે તને કેમ કુંજન યાદ આવી ગઇ?” “કાકા, મને એ જ સમજાતુ નથી કે હું શું કરું? સોરી મને માફ કરજો કે હું કુંજનને યાદ કરી બેઠો. ચાલો હું ફ્રેશ થઇ જાંઉ પછી આપણે માન્યતાને શોધીએ.” કહેતો પ્રેય બાથરૂમમાં જતો રહ્યો. “ચાલ પ્રવીણ્યા, આપણે મંદિરથી જ શરૂઆત કરીએ, કદ્દાચ ભગવાનના સાન્નિધ્યમાં જ તમારા બન્નેનું મિલન થઇ જાય.” “હા ચાલો કાકા. ભગવાનના આશિષ મેળવવા જરૂરી જ છે. ચહેરા પર ગહન વિચારોના ભાવ સાથે પ્રેય નીચે જવા નીકળ્યો ત્યાં જ હાંફળી ફાંફળી માન્યતાને શોધતી શ્યામા પ્રેય સાથે અથડાઇ પડી. “ઓહ, આઇ એમ રીઅલી સોરી મેડમ.” હજુ પ્રેય આગળ કાંઇ બોલે ત્યાં તેની નજર શ્યામા પર પડી.

“તમે અહી???” પ્રેય શ્યામાને જોઇ પુછી બેઠો. “હા એક્ચ્યુઅલી હું અને મારી બેસ્ટ ફ્રેન્ડ માન્યતા અહી દર્શન માટે આવ્યા હતા પરંતુ ન જાણે એ ક્યાં નીકળી ગઇ? તેનો કાંઇ અત્તોપત્તો જ નથી મળતો નથી, ક્યાં હશે તે? ક્યારની કોલ કરુ છું પણ ફોન પણ સ્વિચ્ડ ઓફ બતાવે છે. મને તેની બહુ ચિંતા થાય છે. “બેટા, તુ ચિંતા ન કર. અમે તારી મદદ કરીશું માન્યતાને શોધવામાં. ચાલ સૌથી પહેલા આપણે મંદિરે જઇએ. કદાચ માન્યતા આપણને ત્યાં મળી જાય.” ઓઝાસાહેબે કહ્યુ અને બધા સાથે માન્યતાને શોધવા નીકળી ગયા. આખુ મંદિર ખુંદી વળ્યા પણ માન્યતાનો કાંઇ અત્તોપત્તો ન લાગ્યો તેથી બધા ગોમતીઘાટે તેને શોધવા પહોંચ્યા. ગોમતીઘાટે શ્રધ્ધાળુઓની બહુ ભીડ હતી. તે ભીડ વચ્ચે રસ્તો શોધી માન્યતાના નામની બૂમો પાડતા તેને શોધવા લાગ્યા પણ માન્યતા ક્યાંય મળી નહી. “આપણે આ રીતે બધા સાથે જ માન્યતાને શોધતા ફરીશું તો કાંઇ નહી વળે. એક કામ કરીએ બધા અલગ અલગ દિશામાં જઇ માન્યતાને શોધીએ.” પ્રતાપભાઇએ સુઝાવ આપ્યો. “હા યુ આર રાઇટ અંકલ.” શ્યામાએ કહ્યુ અને બધા અલગ અલગ ગલીઓમાં માન્યતાના નામની બૂમો પાડતા તેને શોધવા લાગ્યા. “હે ભગવાન, આપે આ દુનિયા આપની લીલાઓને રચવા માટે બનાવી હતી. તમારા કહ્યા પ્રમાણે માણસ ચાલ્યો ત્યાં સુધી તો ઠીક રહ્યુ પણ જ્યારથી માણસે પોતાની ચાલ પોતાના વિચારો પ્રમાણે ફેરવી તોડી ત્યારથી તે દુઃખની ખાઇમાં ફસાતો જ ગયો. કહેવાય છે કે ચોર્યાસી લાખ યોનીઓમાંથી ફેરો પુરો કર્યા બાદ આ મનુષ્યરૂપી અમુલ્ય દેહ પ્રાપ્ત થાય છે અને મનુષ્યરૂપી દેહ મળ્યેથી પ્રભુના નામનું ભજન અને તેણે ચીંધેલા સત્યના માર્ગે ચાલી આપના શુક્રગુઝાર થવાનુ હોય છે. ગમ તેવી મુશ્કેલી આવી પડે પણ આત્મહત્યા જેવુ પાપ તો ક્યારેય વહોરવુ જોઇએ નહી પણ હે ભગવાન મને માફ કરજો. એકલતા હવે મારાથી સહન થાય તેમ નથી. તારા શરણે આવી રહી છું પ્રભુ મને આપનામાં સમાવી લેજો કૃપાનાથ.” સુમુદ્ર કિનારે બેઠેલી માન્યતા મક્કમ મન કરતી ઉભી થઇ. ચાર વાગવા આવ્યા હતા. સમુદ્ર પુરજોશથી ઘુઘવી રહ્યો હતો. સહેલાણીઓ પણ સાગરના ઉછળતા મોજાઓનો દૂર બેસી આનંદ લઇ રહ્યા હતા.

“જરૂર આજે આ દરિયો કોઇનો જીવ લેશે. આજ દરિયાનો ઘુઘવાટ કાંઇક અલગ જ છે. છેલ્લા પાંચ વર્ષથી અહી ઊંટસવારીનો ધંધો કરું છું પણ આવો ઘુઘવાટ અને ઉછળતા મોજા મે ક્યારેય જોયા નથી.”

“હા સાચી વાત છે મેરૂ તારી. મારા આખા જીવનમાં મે પણ આવો ઘુઘવાટ ક્યારેય જોયો નથી.” બે ઊંટસવારો વાતો કરી રહ્યા હતા પણ માન્યતાના પગ થંભ્યા નહી, તે તો બસ એકચિત થઇ દરિયાની નજીક જવા લાગી હતી. થોડી થોડી વારે ઉછળતા દરિયાના મોજા માન્યતાના પગને ભીના કરી રહ્યા હતા. “માન્યતા....... માન્યતા...... માન્યતા.....” બૂમો પાડતો પ્રેય દરિયાકિનારા તરફ દોડતો આવી રહ્યો હતો. “હે ભગવાન, માન્યતા ક્યાં નીકળી ગઇ હશે? પ્લીઝ તેને શોધવામાં મારી મદદ કર ભગવાન.” કાળીયા ઠાકોરની ધજા સામે માથુ ઝુકાવતો તે ફરીથી દોડતો માન્યતાને શોધવા તરફ ધ્યાન કેન્દ્રિત કરતો આમ થી તેમ નજરો દોડાવવા લાગ્યો.

“ધક...... ધક...... ધક.......” દિલ જોરથી ધબકારા લેવા માંડ્યુ. આંખમાંથી અશ્રૃધારાઓ વહેવા લાગી અને જુની યાદો જાણે ફિલ્મની જેમ તેની સામે તરવરવા લાગી. દુઃખી યાદોને કારણે એક આંખમાંથી દર્દના આંસુઓ વહેતા હતા જ્યારે મીઠી મધુરી યાદોને કારણે હરખની સરવાણી બીજી આંખોમાથી ફુટી રહી હતી. દરિયાના મોજા હવે તેના પુરા શરીરને ભીંજવી રહ્યા હતા. ખારા દરિયાના પાણીમાં તેની આંખમાંથી નીકળતા ખારા આંસુઓ એકમેકમાં ભળી રહ્યા હતા. આજે દરિયાને પણ તેનુ પાણી મીઠુ લાગી રહ્યુ હશે. ધૃસકે ધૃસકે રડતી તે એક એક ડગ આગળ માંડી રહી હતી. પગ ધૃજવા લાગ્યા, હાથ કાંપવા લાગ્યા પણ બંધ આંખે તે પોતાના મનને અડગ રાખવા માટે અને કુદરતમાં વિલિન થઇ જવા માટે મથી રહી હતી. અચાનક જ ભરતીનું એક મોટુ મોજુ માન્યતાને અથડાતા તે અથડાતી કિનારે ફેંકાઇ ગઇ, જાણે કુદરત પણ તેના આ નિર્ણયની વિરૂધ્ધ હોય પણ કુદરત સાથે બાથ ભીડતી તે ફરી ઉભી થઇ અને વળી ચાલવાની સરૂઆત કરવા લાગી. “એ છોકરી...... એય....., પાગલ છે કે શું??? કોઇ રોકો આ છોકરીને....... મેડમજી...... પાગલપન ન કરો..... દરિયો આજે માજા મુકીને ઘુઘવે છે અને તમે...........?????” એક ખલાસી તેને જોઇને દૂરથી બૂમો પાડવા લાગ્યો પણ માન્યતા તો પોતાના વિચારોમાં જ ખોવાયેલી હતી. “કુંજન..... કુંજન...... કુંજ..... માન્યતા....” હે ભગવાન હું કોને શોધુ છું???? કુંજ ને કે માન્યતાને??? મારુ લક્ષ્ય કોણ છે??? મને રાહ બતાવો મારા નાથ..... મને કાંઇક રાહ બતાવો.....” ઘુંટણીયાભેર થતો પ્રેય પણ રોઇ પડ્યો ત્યાં તેને કિનારે એકઠા થઇ ગયેલા લોકોની રોક્કળ સંભળાઇ..... “પ્લીઝ હેલ્પ સમવન પ્લીઝ....... કોઇ છે જે આ છોકરીને બચાવે??? પ્લીઝ સ્ટોપ ધીસ નોન-સેન્સ.....” અમુક લેડીઝ માન્યતાને દૂરથી જોઇ તેને બહાર આવવા માટે બોલાવી રહી હતી.

“બે ચાર લોકો થોડે અંદર માન્યતાને બચાવવા ગયા પણ કોઇ છત્રીસની છાતીવાળા પડછંદ માણસ પણ ગભરાઇ જાય તેવુ રૂપ હતુ દરિયાનુ.. ત્યારે આવા વિકરાળ રૂપ સામે માન્યતા જેવી કોમલહ્રદયી સ્ત્રી બાથ ભીડવા ઉતરી આવી હતી. પાણીમાં ધીમે ધીમે આગળ વધતી અને લથડીયા ખાતી માન્યતા બસ “જય દ્વારીકાધીશ.... જય દ્વારીકાધીશ” બોલતી એકએક કદમ આગળ વધારી રહી હતી. પ્રેયનું ધ્યાન આ ભીડ તરફ ગયુ. તેને બરોબર કાંઇ સંભળાતુ ન હતુ પણ કાંઇક અમંગળ થતુ હોવાનો ભાસ તેને જરૂર થઇ આવ્યો. ભગવાન પણ જાણે તેને કાંઇક છુપો ઇશારો કરી રહ્યા હોય તેમ પ્રેયના પગ એ તરફ ઉપડ્યા. તેણે દોડતા જઇને જોયુ તો કોઇ સ્ત્રી દરિયામાં ગરકાવ થવા તરફ જઇ રહેલી તેને દેખાઇ.

એકવાર માટે તો તેનુ દિલ પણ થંભી ગયુ તે સ્ત્રીની હિમ્મત જોઇને પણ આજુબાજુ ઉભેલા લોકોનો દેક્કારો સાંભળી તે સચેત થયો અને તે પણ બધાની સાથે કિનારે ઉભી બૂમો પાડવા લાગ્યો.અચાનક જ માન્યતા મોજા સાથે અથડાઇ. સામે ઉભેલા લોકોને તેની સાથે કોઇ સબંધ ન હતો છતા પણ અમુક સ્ત્રીઓ તો રડી જ પડી. બધાને એવુ લાગ્યુ કે તે હવે દરિયામાં ગરકાવ થઇ ચુકી, અમુક સ્ત્રીઓ તો તે દ્રશ્ય જોઇ ત્યાંથી દૂર જતી રહી ત્યાં વળી માન્યતા ઉભી થતી લોકોને દેખાઇ.ગોઠણ સુધી આવેલા પાણીમાં વળી તે પડતી, તો વળી ઉભી થતી. જીવન અને મરણ વચ્ચે હવે બસ થોડા જ કદમની દૂરી હતી. “માન્યતા....... માન્યતા..... પ્લીઝ થોભી જાઓ માન્યતા.... આઇ એમ યોર વેલ-વીશર માન્યતા....... પ્લીઝ ડોન્ટ ગો અહેડ, સ્ટોપ ધીસ માન્યતા સ્ટોપ......” પ્રવીણે દૂરથી જ બૂમ પાડી પણ માન્યતા સાંભળવાથી ખુબ દૂર નીકળી ગઇ હતી. એકઠી થયેલી ભીડમાંથી અચાનક જ પાછળથી કોઇનો ધક્કો લાગતા પ્રવીણને અથડાતા તે નીચે ફસડાઇ પડ્યો અને ભીની રેતીથી તેના હાથ ખરડાઇ ગયા. ભીની રેતીવાળા પોતાના હાથને સાફ કરતા તેના હાથમાં રેતીની સાથે કાંઇક હાથ લાગ્યુ. રેતીથી ખરડાયેલી તે વસ્તુને નીચે ઝુકી તેણે પાણીમાં જેવુ તે સાફ કર્યુ તો તેની આંખો ફાટી પડી. ઊંચે જોઇને માન્યતા સામે જોયુ તો આખુ આકાશ ફરવા લાગ્યુ હતુ. દૂર દૂર ક્ષીતીજે પાણીમાં સમાતા સુર્યના આછા કિરણો પ્રેયના હાથમાં રહેલા બ્રેસલેટ પર પડતા બ્રેસલેટ આછા પ્રકાશે ચમક્યુ. ત્રણેય લોક ડોલી ઉઠ્યા, મગજ ફાટફાટ થવા લાગ્યુ. દરિયાના ઘુઘવાટ સામે પ્રેયના હ્રદયના ધબકારનો અવાજ વધી ગયો. દિલ ધક......ધક......ધક....... થવા લાગ્યુ.

વધુ આવતા અંકે.........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED