કોફી હાઉસ, પાર્ટ-૪૧ Rupesh Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોફી હાઉસ, પાર્ટ-૪૧

કોફી હાઉસ પાર્ટ – ૪૧

વિષય – લવ સ્ટોરી

રૂપેશ ગોકાણી

(આપણે આગળના પ્રકરણમાં વાંચ્યુ કે પ્રતાપભાઇને સાથે લઇ જવાનુ ભૂલી જતા દાસભાઇ એકલા તેને તેડવા કોફીહાઉસ પરત આવે છે ત્યાં રસ્તામાં જ તેને માન્યતા મળે છે, એકબીજાને ઓળખતા ન હતા પણ માનવતા ખાતર દાસભાઇ તેને મહોત્સવ સુધી સાથે લઇ જાય છે. તે દિવસે માન્યતાનું કોઇ પરફોર્મન્સ ન હોવાની વાત જાણી બધા દુઃખી થઇ બહાર નીકળી જાય છે. એક અન્ય ગૃપ પાસેથી ઓઝાસાહેબ માહિતી મેળવી લે છે કે માન્યતા અને તેનુ ગૃપ પ્રેસિડેન્ટ હોટેલમાં રોકાયા છે અને બધા ત્યાં દોડી જાય છે. શ્યામા અને માન્યતા પણ પાછળ જ હોટેલ આવે છે પણ સંજોગાવશાત પ્રવીણ કે કોઇ માન્યતાને મળી શકતુ નથી. રાત્રે કોફીહાઉસના દ્વારે ઉભો પ્રેય અને હોટેલના રવેશમાં ઉભી માન્યતા ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. હવે વાંચીએ આગળ........)

“ચલ શ્યામા, વી આર ગોઇંગ વેરી લેટ.” પાંચ વાગ્યાના ટકોરે બન્ને તૈયાર થઇ દ્વારકા જવા માટે નીકળતી હતી ત્યાં માન્યતા બોલી. “યાર, સેન્ડલ તો પહેરવા દે અને આ શું? તારા પગ કેમ ખુલ્લા?” “યાર, બે દિવસ મારે એ ભૂમિમાં ખુલ્લા પગે ભમવુ છે બસ એ જ કારણથી સેન્ડલ નહી પહેર્યા મે.” “આર યુ મેડ માન્યતા? આમ શરિરને કષ્ટ આપવાથી આપણા દુઃખમાં ઓછાપો નહી આવે. કાંઇ પણ ચર્ચા કર્યા વિના ફટાફટ સેન્ડલ પહેરીને નીચે આવ. હું ત્યાં તારી રાહ જોઉ છું.” “પણ......” હજુ તો માન્યતા આગળ કાંઇ બોલવા જાય એ પહેલા શ્યામા બન્નેના બેગ લેતી નીચે જવા નીકળી જાય છે.

નીચે જઇ રિશેપ્સનીસ્ટ સાથે બધી વાતચીત કરી બે દિવસ માટે ચેકઆઉટની ફોર્માલીટી પુરી કરે છે અને ત્રીજા દિવસ માટે ફરી રૂમ બુક કરાવી દે છે ત્યાં માન્યતા આવી જાય છે. “લેટ્સ ગો. બહાર જ કાર ઉભી છે. ચલો ફટાફટ આપણે નીકળી જઇએ.”

“યાર, તારા કહ્યા મુજબ જ બધુ થાય છે છતા પણ કેમ આમ ગુમશુમ છે? પ્લીઝ યાર તારુ આવુ વર્તન મને નહી ગમે.”

“અરે યાર, નથીંગ લાઇક ધેટ. આઇ એમ ઓ.કે. આઇ એમ હેપ્પી યાર.” “શ્યામા, દ્વારકામાં હોટેલ બુક કરાવી લીધી કે?” “હા, આઇ હેવ બુક્ડ ધ રૂમ ફોર યુ માન્યતા મેડમ. નાઉ જસ્ટ એન્જોય ધ ટ્રીપ ટુ દ્વારીકા.” બન્ને સખીઓ જુની વાતોને વાગોળતી દ્વારકા બુક્ડ કરેલી હોટેલ પહોંચી ગઇ. શ્યામા તો જતાવેંત જ ઢળી પડી. માન્યતા પણ ફ્રેશ થઇ આડી પડી કે તે પણ મીઠી નીંદ્રામાં સરી પડી.

***

“એક્સક્યુઝ મી મેડમ, વી વોન્ટ ટુ મીટ માન્યતા મુખર્જી.” પ્રેસિડેન્ટ હોટેલમાં સવારે નવેક વાગ્યે પહોંચેલી આખી ટીમમાંથી લીડર પ્રવીણ બોલી ઉઠ્યો. “વેઇટ, લેટ મી ચેક.” “શી ઇઝ ઇન રૂમ નં ૨૫.”

“સોરી સર, આઇ થીંક યુ હેવ રોન્ગ ઇન્ફોર્મેશન. માન્યતા મુખર્જી ઇઝ નોટ ઇન રૂમ નં ૨૫. શી હેડ ચેક્ડ આઉટ ટુડે અર્લી મોર્નીંગ.”

“વ્હોટ????? ચેક્ડ આઉટ????” “યસ સર. આજે સવારે સાત વાગ્યે તે ચેક આઉટ કરી ચુક્યા છે.” “આ પ્રવીણ્યાના જન્માક્ષર જોવા પડશે. સાલાના જીવનમાં લગ્નયોગ છે કે છે જ નહી??? જ્યારે કાંઇક આશા જાગે ત્યારે કાંઇક તો પાણો પડે જ વચ્ચે.” ઓઝાસાહેબ ગંભીર સ્વરે બોલ્યા. “વન મિનીટ, આફ્ટર ટુ ડેઇઝ ધ સેઇમ રૂમ ઇઝ બુક્ડ ફોર માન્યતા મુખર્જી, સો યુ કેન મીટ હર આફ્ટર ટુ ડેઇઝ.” રિશેપ્સનીસ્ટ કહ્યુ. “મે’મ, તો આ બે દિવસ તો માન્યતા આજુબાજુમાં ફરવા ગયા હશે?” “હમમમ યા, દ્વારીકા ગયા છે બન્ને. બે દિવસ બાદ ફરી એક દિવસ માટે તેનો રૂમ બુક્ડ છે. ઓ.કે. થેન્ક્સ અ લોટ મેડમ.” કહેતા બધા ત્યાંથી નીકળી ગયા.

“તારા ચહેરા પર બાર કેમ વાગી ગયા? આજે હું હિમ્મત હાર્યો નથી તો તું કેમ નાસીપાસ થઇ ગયો? પેલી છોકરીએ કહ્યુ ને કે માન્યતા બે દિવસ પછી આવવાની છે તો ત્યારે મળી લેશું આપણે તેને.” “કાકા, તમે ભલે મને હિમ્મત આપો પણ આ વખતે બે દિવસ મારાથી રાહ નહી જોઇ શકાય. હું માન્યતાને શોધવા દ્વારકા જાંઉ છું, એ મારો આખરી નિર્ણય છે.” મક્કમ સ્વરે પ્રવીણે તેનો ઇરાદો બતાવી દીધો. “પણ ત્યાં દ્વારકામાં માન્યતાનું કાંઇ ઠેકાણું તને ખબર છે? એ કાંઇ ચાર રસ્તે તારા નામનું સાઇન બોર્ડ લઇને ઉભી નહી હોય તે તને ચપટી વગાડતા જ તે મળી જશે.”

“હું જાણું છું કે એ ચાર રસ્તે મારા નામનું સાઇન બોર્ડ લઇને નહી ઉભી હોય, પણ જે થાય તે, આ વખતે મારે બે દિવસ તો શું બે મિનિટ પણ તેની રાહ અહી જોવી નથી. તે જ્યાં છે ત્યાં જઇ તેને શોધી મારા મનમા ઉદભવેલા પ્રશ્નોનું સમાધાન મેળવવું છે.” “હા તો એકલા જવાની કાંઇ જરૂર નથી, અમે આવીએ છીએ તારી સાથે. બેસી જા ગાડીમાં. માન્યતા મળે તો ઠીક છે નહી તો દ્વારીકાધીશના દર્શન તો થશે.”

બધા ગાડીમા બેઠા કે પ્રવીણે કારને દ્વારકાના રસ્તે હંકારી કાઢી. રસ્તામાં એકપણ જગ્યાએ બ્રેક વિના બધા દ્વારકા પહોંચી ગયા. હોટેલમાં બે રૂમ બુક કરાવી તેઓ પણ આડા પડ્યા.

*** “એ કુંભકર્ણ, ઉઠ હવે. ચાર વાગ્યા. આપણે ભગવાનના મંદીરે જવાનુ છે, નહી કે ભગવાનને અહી આવવાનુ.” માન્યતાએ શ્યામાને જગાવી કે તે સફાળી બેઠી થઇ ગઇ.

“હા..... હા..... ચાલો.” શ્યામાને આ રીતે હાંફળી ફાંફળી થતી જોઇ માન્યતા ખડખડાટ હસી પડી અને શ્યામા તો તેને બસ જોતી જ રહી ગઇ.

“તારુ આ નિર્દોષ હાસ્ય એ જ તારા મુખની શોભા છે, આ શોભાને ક્યારેય તારા ચહેરા પરથી દૂર થવા નહી દેતી.” “હા મારી બહેન, આઇ એમ ટ્રાઇંગ એન્ડ આઇ એમ ડુઇંગ માય બેસ્ટ. ચલો હવે મંદિર જવામાં મોડુ થશે ડિઅર.” છપ્પન સીડી પગથીયે પહોંચી માન્યતાએ ભગવાન દ્વારીકાધીશની ધ્વજાજીને આંખ બંધ કરી વંદન કર્યા અને મનોમન ભગવાનની આજ્ઞા લેતી તેણે અને શ્યામાએ પગથીયા ચડવાનુ શરૂ કર્યુ.

“હે કાળીયા ઠાકોર, આજે બેસહારા બનેલી હું તારા દ્વારે મારા મનમાં ચકરાવા લઇ રહેલા પ્રશ્નોના જવાબ માંગવા આવી છું. મને વિશ્વાસ છે કે તારા દ્વારેથી મને નિરાશ નહી જવા દે. જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતી મારી નૌકાને તારે જ કિનારો આપવાનો જ છે ભગવાન. આજે તારા દ્વારેથી મારે આંખમાં હરખના આંસુ લઇને જઇશ નહી તો જેમ સોનાની દ્વારીકા આ દરિયામાં ડુબી હતી તેમ આજે હું પણ આ હાડમાંસના દેહને દરિયામાં સમાવી લઇશ. એકએક પગથીયા ચડતી તે પોતાના મનને મક્કમ બનાવતી અને પોતાની આજીજી ભગવાનને રજુ કરતી મંદિર સુધી માન્યતા આવી પહોંચી. ગર્ભગૃહમાં વિરાજીત ભગવાન દ્વારીકાધીશને દૂરથી નિહાળતી માન્યતા લાબી લાઇનમાં ઉભી રહી ગઇ. ભગવાનના દ્વારે ગરીબ હોય કે અમીર, તેણે લાઇનમાં જ દર્શનાર્થે ઉભુ રહેવુ પડે છે. ધીમે ધીમે જેમ માન્યતા ભગવાનની નજીક આવી રહી હતી તેમ તેનુ રોમ રોમ પુલકીત થઇ રહ્યુ હતુ. સોળે શ્રીંગાર સજેલા ભગવાન દ્વારીકાધીશની આભામાં માન્યતા જાણે ખોવાઇ જ ગઇ હતી. ભીંષણ ધક્કામુક્કી વચ્ચે પણ માન્યતા અથડાતી ભટકાતી ભગવાન સુધી આવી પહોંચી. આંખ બંધ કરી પોતાના સંપુર્ણ જીવનની કિતાબને ભગવાન સામે રજુ કરી પોતાના મનની વ્યથા અને પ્રશ્નો ભગવાન સમક્ષ વર્ણૅવી રહી હતી. પુજારીએ જ્યારે તેને પ્રસાદી થાળી પરત કરી ત્યારે તેની અને ભગવાન વચ્ચેના મુક સંવાદનો અંત આવ્યો અને તેણે ભગવાનના મુખ સામે જોયુ તો જાણે ભગવાન મંદ મંદ મુસ્કાઇ રહ્યા હોય તેમ તેને જણાયુ. ભગવાન દ્વારીકાધીશને માથુ ઝુંકાવી તે ત્યાંથી નીકળી અને દ્વારે બેઠેલા ગરીબોને ફુડ પેકેટ આપી તે અને શ્યામા બન્ને મંદિરના પવિત્ર વાતાવરણમાં બેસી જુની વાતોને વાગોળતી રહી.

“મેડમજી આજે તો વાતોથી જ પેટ ભરવાનો વિચાર છે કે શું? ચાલ હવે પેટપુજા કરવી નથી?” શ્યામાએ વાતને વિરામ આપતા કહ્યુ. “હાસ્તો ચલ આપણે મસ્ત હોટેલમાં લન્ચ કરીએ.” કહેતી બન્ને સખીઓએ હોટેલ જઇ પોતાના રૂમમાં લન્ચ લીધુ. શ્યામાના તો લન્ચ બાદ આંખો ઘેરાવા લાગી અને તે થોડી જ વારમાં ઊંઘમાં સરી પડી પણ માન્યતાની આંખોની ઊંઘ ઉડી ચુકી હતી.

To be continued…….

શું માન્યતા હંમેશાને માટે નિંદ્રાધીન થઇ જશે કે પછી ભગવાન દ્વારીકાશીશ પ્રેયને માન્યતાના મનમાં ઉઠેલા તમામ પ્રશ્નોના જવાબ સ્વરૂપે તેની સમક્ષ લાવી દેશે??? જાણવા માટે સાથે વાંચીશું આગળનો ભાગ આવતા અઠવાડીયે, ત્યાં સુધી આપ સૌને મારા જય દ્વારીકાધીશ.......