Coffee House - 1 books and stories free download online pdf in Gujarati

કોફી હાઉસ - પાર્ટ ૧

રૂપેશ ગોકાણી

Contact no. – 80000 21640

કોફી હાઉસ પાર્ટ – ૧

જામનગર શહેરના ટાઉન હોલ પાસે આવેલુ કોફી હાઉસ. કોફી હાઉસમાં આખો દિવસ ખુબ જ ભીડ રહે અને પ્રેમી પંખીડા સાથે નવપરિણત યુગલો અને મોટી ઉંમરના વડીલ મિત્રો બધી જ જાતના લોકો ત્યાં આવતા રહેતા. કોફી હાઉસના માલિક પ્રવિણભાઇનો સ્વભાવ ખુબ જ સાલસ અને મિલનસાર હતો. વળી તે સ્વછતાના પણ ખુબ જ આગ્રહી હતા. તેની કોફીનો સ્વાદ પણ અજોડ હતો. તેઓ કોફી સાથે મિલ્કસેક આઇસ્ક્રીમ જેવી વેરાઇટી પણ રાખતા હતા. પ્રવિણભાઇએ કોફી હાઉસ એટલી કાળજીપુર્વક બનાવ્યુ હતુ કે ત્યાં એક વખત આવનારને બીજી વખત આવવાનું મન થઇ જ જાય. ઘણી વખત તો એવી પરિસ્થિતિ સર્જાઇ જતી કે લોકોને કોફી હાઉસમાં બેસવાના ટેબલ માટે લાઇનમાં ઉભુ રહેવુ પડતુ હતુ. પ્રવિણભાઇના મોટા ભાગના ગ્રાહકો તેના રેગ્યુલર કસ્ટમર હતા તેથી તે ગ્રાહકોને નામથી ઓળખી ગયા હતા અને ઘણા તેમના અંગત મિત્રો પણ બની ગયા હતા. અમુક ગ્રાહકોને તો રૂટીન બની ગયુ હતુ આ કોફી હાઉસ.તેઓને ત્યાં આવ્યા વિના ચેન જ ન પડે.

પ્રવિણભાઇ એટલે ખુબ જ લહેરી માણસ. તેને પૈસા કરતા સંબંધમાં વધારે રસ હતો. તેના ઘરમાં કોઇ હતુ નહી. તેના માતા પિતા થોડા સમય પહેલા જ અવસાન પામ્યા હતા અને હજુ સુધી તેણે લગ્ન પણ કર્યા ન હતા તેથી તે કોફી હાઉસ પાસે જ એક નાનકડા મકાનમાં રહેતા હતા અને નજીકના માટલી ગામમાં તેણે પોતાનુ ફાર્મ હાઉસ બનાવ્યુ હતુ જયારે તે શહેરી જીવનના ઘોંઘાટથી કંટાળી જાય ત્યારે બે ત્રણ દિવસ કોફી હાઉસ બંધ કરીને માટલી ગામે જતા રહે અને આરામથી ખેતર વચ્ચે રહેલા તેના નાનકડાં ગાર માટીના મકાનમાં રહે અને શાંતિથી થાક ઉતારી લે અને ફરી તાજા માજા થઇને તે પાછા કોફી હાઉસ પર પહોંચી જાય. તે ફાર્મ હાઉસ પણ અહીં કોફી હાઉસ ના સંબંધના હિસાબે બનાવ્યુ હતુ. ચાર વર્ષ પહેલા માટલી ગામમાં રહેતા. અહીં કોલેજમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી શની પટેલ રોજ તેના કોફી હાઉસ પર કોફી પીવા માટે આવતો. તેમાં જ પ્રવિણભાઇ સાથે દોસ્તી થઇ ગઇ અને પ્રવિણભાઇ ઘણી વખત માટલી ગામે તેની પાસે જતા. તેને ગામડાનુ કુદરતી વાતાવરણ ખુબ જ ગમતુ આથી શનીએ પોતાના ખેતરની બાજુમાં નાનકડુ મકાન બંધાવી દીધુ. જેમાં પ્રવિણભાઇ આરામથી રહી શકે. હવે તો શનીના લગ્ન થઇ જતા તે રાજકોટ જતો રહ્યો હતો પરંતુ તેનો પરિવાર હજુ ગામડે રહેતો અને જ્યારે પણ પ્રવિણભાઇ માટલી જતા ત્યારે શનીના પરિવારજનો તેની ખુબ જ દેખરેખ રાખતા હતા. નિવૃત્ત શિક્ષકોનુ એક ગૃપ રોજ અહીં કોફી પીવા માટે આવતુ હતુ. જેમા પ્રતાપભાઇ રાવલ, દિવ્યાગ ભાઇ ઓઝા , હરદાસભાઇ રાયચુરા અને હેમરાજભાઇ રાજ્યગુરુ ચારેયની ટોળકી હતી. તેઓ બધાની ઉંમર 60 પ્લસ હતી છતાંય તેઓ શરીર અને મનથી નવયુવાન જેવા જ હતા. તેઓ દરરોજ સાંજે વૉક પરથી આવ્યા બાદ આ કોફી હાઉસમા આવી ઢળતી સાંજે કોફીનો રસાસ્વાદ માણતા.

6૦ પ્લસ લોકોની સાથે સાથે આ કોફી હાઉસમાં અમુક કોલેજીયન પણ રેગ્યુલર મુલાકાતે આવતા. સાંજના કોચીંગ ક્લાસ પુરુ કર્યા બાદ તેઓ પણ ત્યાં પહોચી જતા. આ કોલેજીયનમાં પાર્થ, શિલ્પા, જીતેશ અને વ્રજેશ હતા. આથી કોલેજિયન વિદ્યાર્થીઓ અને નિવૃત શિક્ષકો બધાને સાથે મનમેળ સારો થઇ ગયો હતો. નિવૃત શિક્ષકો અને કોલેજના વિદ્યાર્થીઓની આ અનોખી ટોળકી બની ગઇ હતી. અને તેમની ટોળકીમાં પ્રવિણભાઇ પણ એક ભાગ બની ગયા હતા. આથી પ્રવીણભાઇ તે બધા લોકો માટે એક ટેબલ હંમેશા રીઝર્વ રાખતા. સાંજે ગમે તેવી ગ્રાહકોની ભીડ હોય પણ ખુણાનું એક ટેબલ ખાલી જ જોવા મળે અને તે ટેબલ એટલે જાણે ગુજરાતની વિધાનસભા જ્યાં જાતજાતના ટોપીક પર ચર્ચાઓ થાય. ક્યારેક તો એવી ચર્ચા જામે કે સાંજમાંથી રાતના નવ વાગે જાય તો પણ ચર્ચા પુરી ન થાય પછી કોઇના ઘરેથી ફોન આવે ત્યારે આ સભા વીખેરાય. આ ચર્ચાઓમાં વડીલો તેના અનુભવમાંથી જ્ઞાનનુ ભાથુ આપતા તો યુવાનો ટેકનોલોજી અને જોશ દ્રારા ચર્ચાને રોચક બનાવતા.

આમ તેઓ ખુબ જ આનંદપુર્વક તેમનો સમય પસાર કરતા અને ક્યારેક તેઓ લાખોટા તળાવ અને પિરોટન ટાપુ પર નાનકડી પિકનિક પણ ગોઠવતા હતા. ટીનએઇજના કોલેજીયન અને ૬૦ પ્લસ નિવૃત શિક્ષકો વચ્ચે પણ આટલી બધી ગાઢ મિત્રતા હોય એ જાણી ઘણા લોકો નવાઇ પામતા. બધાને એકબીજાની આદત પડી ગઇ હતી. રોજ મળ્યા વિના ચેન જ ન પડતુ હતુ. બધાને પોતપોતાના પરિવાર અને ઘરબાર હતા. છતાય મિત્રો સાથે એક અનેરી જ મજા રહેતી. એક પ્રવિણભાઇનુ કોઇ ન હતુ. એકવાર ચોમાસાની સાંજે ધોધમાર વરસાદ પડતો હતો. વરસાદ એના પુરા રંગમાં ખીલ્યો હતો. આજે રસ્તાઓ પણ સુમસામ બની ગયા હતા. સામે રહેલી વસ્તુ પણ જોવી અશ્ક્ય હતી તેવામાં કોફી હાઉસમાં કોઇ ન હતુ. સાંજના પાંચ વાગ્યે પણ રાત જેવુ અંધારુ થઇ ચુકયુ હતુ. હવે કોઇ કોફી હાઉસમાં આવે તેવા અણસાર દેખાતા ન હતા. તેથી પ્રવિણભાઇએ પોતાના મોટાભાગના સ્ટાફને રજા આપી દીધી. તેના સ્ટાફમાં પાંચ વેઇટર, એક કોફી અને આઇસ્ક્રીમ બનાવવાવાળો અને એક મેનેજર અને એક પોતે એમ આઠ લોકો હતા. અને સફાઇ માટે બે લોકો હતા. વરસાદના કારણે તેને એક વેઇટર અને મેનેજર સિવાય બધાને રજા આપી દીધી.

છ એક વાગ્યે વરસાદ થોડો ધીમો પડ્યો એટલે તેમની ટોળકીના એક પછી એક લોકો આવવા લાગ્યા. પ્રવિણભાઇનો કયાર નો સમય જતો ન હતો તે કમ્યુટર પર ગેઇમ રમી રમીને પણ થાકી ગયા હતા. બધાને આવતા જોઇ તેના ચહેરા પર રોનક આવી ગઇ. આજે બધા ફ્રી હતા. તેથી તેઓ ફુલ ચર્ચાના મુડમાં હતા. વરસાદને કારણે તેઓને ઘરે બેસવુ પડયુ હતુ તેથી બધા બોર થઇ ચુક્યા હતા. આથી જેવો વરસાદ ઓછો પડ્યો એટલે તેઓ બધા કોફી હાઉસમાં પહોંચી ગયા.

આજે વાતો વાતોમાં પ્રવિણભાઇની વાત નીકળી એટલે પાર્થે પુછી લીધુ, “ અંકલ તમે કેમ લગ્ન નથી કર્યા? કોઇ મળી નહી કે ગમી નહી? “ પાર્થ બેટા એ બધુ ના પુછ તો સારુ” પ્રવિણ સિહે કહ્યુ. “ કેમ પ્રવિણ ના પુછવાનુ કહે છે? તુ અમને તારો મિત્ર નથી ગણતો?” નિવૃત્ત શિક્ષક હરદાસભાઇ રાયચુરાએ પુછ્યુ. “એવુ નથી દોસ્તો તમે મારા મિત્રો નહી પરંતુ પરિવાર જનોથી પણ વિશેષ છો. હુ મારી જીંદગીના દર્દોને હવે યાદ કરવા માંગતો નથી. બહું ડાર્ક છે મારો ભુતકાળ અને એ અતિતના પાના ઉલ્ટાવી હું દુઃખી થવા માંગતો નથી.”

“ જો તુ અમને અંગત મિત્ર ગણતો હોય તો તારે ખાસ અમને કહેવુ જોઇએ. તારી એકલાવયી જીંદગીનુ કારણ જાણીને અમે કદાચ તને મદદ કરી શકીએ.” પ્રતાપભાઇ રાવલે કહ્યુ. “ દોસ્તો મે આજ સુધી મારા ભુતકાળને એક પેટીમાં પુરી હ્રદયના ખુણે દફનાવી દીધો હતો. જીવન પર્યંત એ પેટી ખોલવાનો વિચાર ન હતો. પરંતુ આજે તમારી જીદના હિસાબે એ પેટી હુ ખોલવા જઇ રહ્યો છુ.”

ઘણી વખત જ્યારે મને એકલતામાં મારા અતિતના આ પાના ઉલટાવું છું ત્યારે દુઃખ સિવાય બીજુ કાંઇ હાથ આવતુ નથી.તેથી હવે મે પણ મારા અતિતને મારા હ્રદયના એક ખુણામાં દફન કરી દીધો છે. “અરે પ્રવીણ્યા આમ હવે દુઃખી થવાનુ બંધ કરી દે. મોજમા આવી જા અને તારી જુવાનીની વાત કે અમને કે જુવાનીમા કેટલી છોકરીઓને ફેરવી છે તે? હા....હા....હા....” બોલતા બોલતા હેમરાજભાઇ હસી પડ્યા અને કોફીહાઉસમાં હાસ્યનું મોજ ફરી વળ્યુ.

To be continued………………………..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED