કોફી હાઉસ - પાર્ટ-૫ Rupesh Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • ભીતરમન - 1

  એક સુંદર આલીશાન હવેલીના સુંદર બગીચામાં એક સરસ સાગના લાકડામાં...

 • મારા અનુભવો - ભાગ 3

  ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 3 શિર્ષક:- અતિથિ દેવો ભવ લેખક:...

 • ચુની

  "અરે, હાભળો સો?" "શ્યો મરી જ્યાં?" રસોડામાંથી ડોકિયું કરીને...

 • આત્મા નો પ્રેમ️ - 8

  નિયતિએ કહ્યું કે તું તો ભારે ડરપોક હેતુ આવી રીતે ડરી ડરીને આ...

 • નિસ્વાર્થ પ્રેમ

  તારો ને મારો એ નિસ્વાર્થ પ્રેમ ની ભાવનાયાદ આવે છે મને હરેક પ...

શ્રેણી
શેયર કરો

કોફી હાઉસ - પાર્ટ-૫

રૂપેશ ગોકાણી

Contact no. – 80000 21640

કોફી હાઉસ પાર્ટ – 5

“અરે પ્રવીણ ક્યાં ખોવાઇ ગયો? જલ્દી નાસ્તાને ન્યાય આપ પછી તારા હાથની કોફી હજુ પીવી છે મારે પછી જ અમે બધા ઘરે જવાના છીએ.” ઓઝા સાહેબે હસતા હસતા કહ્યુ. પ્રવીણભાઇએ થોડો હળવો નાસ્તો કર્યો અને પછી બધા કોફીહાઉસ તરફ ગયા ત્યાં ખુદ પ્રવીણભાઇએ બધા લોકો માટે કોફી બનાવી અને પીવડાવી. “વાહ.... વાહ.... તારા હાથની કોફી પર તો મારુ પેન્શન ઓવારી દઉ પ્રવીણ્યા.” હેમરાજભાઇ બોલ્યા અને બધા ખડખડાટ હસી પડ્યા. “અંકલ પ્રવીણ્યા નહી પ્રેય કહો પ્રેય.” જીતેશ બોલી ઉઠ્યો. બધાએ કોફીને ન્યાય આપી આવતીકાલના મળવાનો સમય ફીક્ષ કરી નીકળ્યા. આજે કોફીહાઉસમાં માણસોની ભીડ ન હતી આથી પ્રવીણભાઇએ પણ બધા સ્ટાફને રજા આપી દીધી અને પોતે એકલા કોફીહાઉસના કોર્નરના ટેબલ પર કોફીના બે મગ ભરી બેઠા રહ્યા અને તેની કુંજને યાદ કરતા રહ્યા.

*******

“પ્રેય અંકલ અમે આવી ગયા. આજે આપણા અનુભવી શિક્ષકો કેમ મોડા થયા પ્રેય અંકલ? અમને તો એમ કે અમે આજે લેઇટ છીએ.” પાર્થે કહ્યુ. બેસો બેસો છોકરાઓ. એ બધા લોકો આજે પ્રાર્થનાસભામા ગયા છે તે આવતા થોડી વાર લાગશે. તમે લોકો આરામથી બેસો, હું કોફી મોકલાઉ છું તમારા માટે.” પ્રવીણભાઇએ મલકાઇને કહ્યુ. થોડી જ વખતમાં હેમરાજભાઇ, હરદાસભાઇ, ઓઝાસાહેબ, પ્રતાપભાઇ એ બધા આવી ગયા. કોફી પી બધા નીકળી ગયા લાખોટા તળાવે. ગઇ કાલની જગ્યા શોધી બધા ગોઠવાઇ ગયા. “ચાલો આજનો અધ્યાય શરૂ કરો પ્રવીણબાપુ.” પ્રતાપભાઇએ કહ્યુ અને પ્રવીણભાઇએ આંખો બંધ કરી જાણે સાચે જ કોઇ સંત સમાધી અવસ્થામા ઉતરી જાય તેમ તે ગહન મુદ્રામા બેસી ગયા. “તે દિવસે અમને બન્નેને સમયનું ભાન ન રહ્યુ. લગભગ ત્યાં હાઇ વે પર હોટેલમા જ સાંજના ૮.૦૦ વાગી ચુક્યા હતા. વરસાદી વાતાવરણને કારણે કુંજના મોબાઇલમા નેટવર્ક મળતુ ન હતુ. થોડી વાર બાદ સમયનું ભાન થતા તે ગભરાઇ ઉઠી અને મને કહેવા લાગી, “પ્રેય લેટ્સ ગો ફાસ્ટ. ઇટ્સ સો લેઇટ. પપ્પા ટેન્શનમાં આવી જશે મને આટલો ખાસ્સો સમય ઘરે ન જોઇને.” અમે બન્ને રેડી થઇ ગયા અને મે બાઇક સ્ટાર્ટ કરી. લગભગ ૧૫ થી ૨૦ મિનિટમા તો અમે બન્ને ફરી તે કોફીહાઉસ પહોંચી ગયા જ્યાં કુંજની બાઇક પાર્ક કરી હતી. તે ફટાફટ મને ગુડ બાય કહી નીકળી ગઇ અને હું પણ ઘરે પહોંચી ગયો. તે દિવસ મારા માટે ખુબ લકી દિવસ હતો. કુંજ સાથેની લોંગ ડ્રાઇવ અને તેના ફોન નંબર પણ મને મળી ગયા તે હું મને ખુશનસિબ માનતો હતો. સાચુ કહ્યુ તો તે દિવસે મને ખુશીમા ને ખુશીમા રાત્રીના બે વાગ્યા સુધી ઉંઘ ન આવી. બુક ખોલી વાંચવા બેસુ તો પણ મને કુંજનો ચહેરો દેખાય. આંખ બંધ કરુ તો પણ કુંજ દેખાય. ચારે તરફ મને કુંજ જ દેખાતી હતી.

બીજે દિવસે સવારે રેડી થઇને હું કોલેજ પહોંચી ગયો. અમે બધા ગૃપ મેમ્બર્સ કેન્ટિનમા બેઠા હતા ત્યાં કુંજ આવી. આજે તેણે વ્હાઇટ સલવાર અને પીન્ક ટૉપ પહેર્યુ હતુ અને લહેરીયાનો દુપટ્ટો હવામા લહેરાતો હતો. તેના વાળ આજે બાંધેલા હતા. આજે તેને આ રીતે ઇન્ડિયન લુકમા જોઇને મને બહુ આનંદ થયો. સાચે જ મોર્ડન લુક કરતા ઇન્ડિયન લુકમા તે ખરેખર વધુ સુંદર દેખાતી હતી. આવીને તે મારી બાજુમા બેસી ગઇ. “ક્ંજ લુકીંગ સો બ્યુટીફુલ ટુડે.” મે તેને હળવેકથી કહ્યુ. “થેન્ક્સ પ્રેય.” તેના અવાજમા ભય અને બીકના છાટણા દેખાયા મને. મે હળવેકથી ફોન કાઢી તેને મેસેજ કર્યો કે “આજે કોલેજ બંક મારવાની છે આપણે. આઇ હેવ આ સરપ્રાઇઝ ફોર યુ.” મેસેજ વાંચતા તે થોડુ હસી અને તેણે તેના નયનોથી જ મને હકારાત્મક પ્રતિભાવ આપી દીધો. એક લેક્ચર અટેન્ડ કરી અમે બન્ને નીકળી ગયા. મારી બાઇકમા અમે બન્ને નીકળી ગયા. પહેલા તો હું તેને કોફીહાઉસ જ લઇ ગયો કેમ કે મારે તેની ચુપ્પીનો રાઝ જાણવો હતો. “શુ થયુ તને કુંજ? કેમ આજે ચુપચાપ છે?”

“ગઇ કાલે રાત્રે ૯.૦૦ વાગ્યે ઘરે પહોંચી કે પાપા બહુ ગુસ્સામા હતા. આ રીતે કહ્યા વિના નીકળી ગઇ હતી તે થોડુ વઢ્યા મને. અધુરામા પુરુ હોય તેમ મારો ફોન પણ આઉટ ઓફ નેટવર્ક આવતો હતો. પાપા ટેન્શનમા આવી ગયા હતા કે આ રીતે હું કોઇને કહ્યા વિના ક્યાં નીકળી ગઇ. તેમનું દુઃખી થવુ પણ વાજબી હતુ કેમ કે તેમને મારી ચિંતા હતી પણ તેમનો કડક સ્વભાવ જોઇ કાલે હું ખુબ ડરી ગઇ હતી. મને લાગે છે કે કદાચ તે તારી અને મારી ફ્રેન્ડશીપ વીશે જાણી જશે તો તને અને મને બન્નેને...........” તેના શબ્દો થંભી ગયા પણ તેની આંખોમા રહેલો ડર મને બધી વાત સમજાવી ગયો. “ડોન્ટ વરી ડીઅર. હું સમજુ છું તારી વાત. ચિંતા ન કર. પિતાનું હ્રદય છે તો દીકરીની ચિંતા તો થાય જ ને? થોડુ ખીજાય તો સાંભળી લેવાનુ એ આપણા વડિલ છે.” “તને પાપાના સ્વભાવની ખબર નથી પ્રેય. એક રીતે કહુ તો ઘરમા તેની જોહુકમી ચાલે છે તો ખોટુ ન કહેવાય. તેમના ત્રાસથી કંટાળીને જ મમ્મીએ પોતાનુ જીવન ટુંકાવી લીધુ હતુ ત્યારે મારી ઉંમર માત્ર સાત વર્ષની હતી. મમ્મીના મૃત્યુ બાદ દાદીએ મને ઉછેરી. દાદીએ મને હંમેશા બહુ પ્રેમ કર્યો અને મને મમ્મીની ખોટ પડવા ન દીધી પણ મમ્મીના મૃત્યુ બાદ પણ પાપાના સ્વભાવમા ચેન્જ ન આવ્યો. ઉલ્ટાનો તેનો સ્વભાવ એકલતાને કારણે વધુ બગડી ગયો. ઘણીવાર તો તે દાદીને પણ નાની નાની વાતમાં કઠોર શબ્દો બોલી દેતા. નાનપણથી જ મને તેમનાથી એક અલગ પ્રકારનો ડર મારા મનમાં ઘર કરી ગયો છે અને કાલે જ્યારે તે મારા પર ગુસ્સે થયા તે હું જ જાણું છું.” “ઇટ્સ ઓ.કે. કાલ્મ ડાઉન બેબી. “ મે તેનો હાથ પંપાળતા તેને કહ્યુ. તેણે સ્માઇલ તો આપી પણ હજુ દરરોજ ખુલ્લા આસમાનમાં વિહાર કરતી કોયલની જેમ ચહેકતી કુંજ જાણે આજે તેના પિતાના ગુસ્સારૂપી પાંજરામા પુરાઇ ગઇ હોય તેવા તેના ચહેરા પર ભાવ ઉપસતા હતા.

“તે કહ્યુ હતુ કે મારા માટે સરપ્રાઇઝ છે, શું છે તારુ સરપ્રાઇઝ એ તો કે મને. વિના કારણ મે તને પણ ટેન્શનમાં મુકી દીધો.” તેણે હળવાશથી કહ્યુ. “કાંઇ સરપ્રાઇઝ પ્લાન નથી કર્યુ બેબી. તુ આવી ત્યારથી તને ઉદાસ જોઇ હતી તો એમ થયુ કે તને કંપની આપુ જેથી તારો મુડ કઇક સારો થાય એટલે આજે કોલેજ બંક મારવાનુ કહ્યુ હતુ તને.” હું જુઠ્ઠુ બોલ્યો તેની સામે પણ જાણે તેને મારા મનની વાત ખબર જ હોય તેમ તેણે કહ્યુ , “ચલ આજે કોલેજ બંક કરી જ છે તો આપણે ફિલ્મ જોવા જઇએ. અહીના મલ્ટીપ્લેક્સ થીએટરમાં મસ્ત રોમેંટીક ફિલ્મ આવી છે તે જોવા જઇએ.” હું મનોમન આનંદથી ઝુમી ઉઠ્યો. મારા મનની વાત કુંજ બોલી ગઇ. તેના પિતાના સ્વભાવની બધી વાત સાંભળી હું થોડો નર્વસ બની ગયો હતો પણ કુંજના ફિલ્મ જોવાના પ્રપોઝલથી મારા શરીરમાં નવી ચેતના ઉભરાઇ ગઇ. “ઓ.કે. હીઅર ઇઝ અ ટીકીટ ફોર અસ ડીઅર.” મે તેને નવી જ રીલીઝ થયેલી ફિલ્મ “જબ વી મેટ” ની કોર્નર શીટની બે ટીકીટ બતાવતા કહ્યુ. આમ તો મે મારા ફ્રેન્ડસ સાથે એ મુવી જોઇ હતી પણ કુંજ સાથે બેસી એ લવ સ્ટોરી જોવાની મને અંતરથી ઇચ્છા હતી અને આજે એ પુરી થવા જઇ રહી હતી. “બદમાશ. બોલતો પણ નથી કે તું ટીકીટ લઇને જ આવ્યો છે. યુ નોટી બોય. એક થપ્પડ મારીશ તને.” તેનો નાટકીય ગુસ્સો મને બહુ ગમી ગયો અને મે મારો ગાલ આગળ કરીને કહ્યુ , “બેબી એક નહી બે થપ્પડ માર ને.” “ચલ ચલ હવે. ફિલ્મમા લેઇટ થઇ જશે.” હળવેથી તેના હાથનો સ્પર્શ. આહાહા.......... અમે બન્ને તે દિવસે હાથમા હાથ મીલાવી ફિલ્મ જોવા ગયા. ફિલ્મ કરતા મારુ ધ્યાન કુંજમાં હતુ. તેના ચહેરાના હાવભાવને હું એકીટશે જોઇ રહ્યો હતો. “હેય..., ફિલ્મમા ધ્યાન આપને. કેટલુ મસ્ત ફિલ્મ છે.“ કહેતી તે ફરી ફિલ્મમાં ખોવાઇ ગઇ અને હું મારી કુંજમાં ખોવાઇ ગયો અને આ રીતે ક્યારે ત્રણ કલાક પુરા થઇ ગયા તેની ખબર જ ન પડી.

તે દિવસે કુંજ પોતાનુ એક્ટિવા લાવી ન હતી એટલે તેણે મને ઘર સુધી મુકી જવા કહ્યુ. પહેલા તો હું થોડો ગભરાયો એટલે તે બોલી, “કોલેજમાં તો બહુ મર્દ બની ફરતો હોય છે અને ઘર સુધી મુકવા આવવાનુ કહ્યુ તો બકરી બની ગયો?” “અરે ના ડીઅર. હું તો એ વિચારમાં હતો કે મારા કારણે તને કોઇ પ્રોબ્લેમ ન થાય.” “ડોન્ટ વરી, આજે પાપા આઉટ ઓફ સ્ટેશન છે મારી માસુમ બકરી.” તે હસી પડી. “ચલ ચલ બેસી જા ફટાફટ. મજાક ન કર.”

અમે બન્ને નીકળી ગયા તેના ઘર તરફ. તેના ઘર પાસે તેને ઉતારી હું નીકળતો જ હતો કે તેણે મને રોક્યો , “કેમ બકરી, ઘરમાં નહી આવે?” “યુ નોટી ગર્લ..................... કહેતા મે બાઇક પાર્ક કરી અને તેનો હાથ પકડી લીધો અને કહ્યુ ચલ આજે તો તારા ઘરની મુલાકાત હવે લેવી જ છે અને તારા હાથની કોફી મારે પીવી છે.” કહેતા અમે બન્ને હાથમાં હાથ મીલાવી અંદર ગયા. તેનુ ઘર વેલ ડેકોરેટીવ હતુ અને ઘરની આભા જોઇ હું અંજાઇ ગયો. તેણે મને બેસવા કહ્યુ અને પોતે મારા માટે કોફી બનાવવા જતી રહી અને હું બસ બેઠો બેઠો તેની રાહ જોતો હતો. “આહહહહ.......આઉચ......” અચાનક તેની બુમ સાંભળી હુ કીચન તરફ દોડ્યો અને જોયુ તો તેનો હાથ દાજી ગયો હતો. મે કાંઇ પણ વિચાર્યા વિના તેની આંગળીને ચુસી લીધી. તેને મારો સ્પર્શ ગમ્યો હોય તેમ તેના મુખમાંથી આહ...... પ્રેય એમ ઉન્માદભર્યો સ્વર મે સાંભળ્યો. હું તેને હોલમાં લઇ આવ્યો અને તેને સોફા પર બેસાડી આંગળીને હળવે હળવે સ્પર્શ કરવા લાગ્યો. હજુ તેને બળતરા થતી હતી. તેની આંખમા દર્દના માર્યા આંસુ આવી ગયા હતા. “ડફ્ફર જો કોફી બનાવતા આવડતુ ન હોય તો મને કહેવાય ને. આ રીતે કરાય??? કાંઇક વધુ પડતી ઇજા થઇ જાત તો? સીલી ગર્લ.” મે ગુસ્સાથી તેને કહી દીધુ. “અરે એક તો દર્દ થાય છે અને ઉપરથી મને વઢે છે તુ. મે તારા ખાતર આજે પહેલી વખત કોફી બનાવવા જેવુ કામ કર્યુ અને જરા દાજી ગઇ. હવે ગુસ્સો તો ન કર મારા પર પ્લીઝ.” તે મારા ખભે તેનુ માથુ રાખી રડવા લાગી.મે પણ તેને સહારો આપવા મારી બાહોમા ભરી.

તેને હળવેથી મારી બાહોમા લઇ મે કહ્યુ , “બેબી સોરી ફોર મીસબીહેવ વીથ યુ. નાઉ ડોન્ટ ક્રાય પ્લીઝ. આઇ એમ સોરી, રીઅલી વેરી સોરી કુંજ.” તેણે હળવેથી મારી સામે જોયુ અને તેંના આંસુ જોઇ મને શું તે થયુ કે મે તેના કોમલ ગાલ પરથી વહેતા આંસુને મારા હોંઠથી રોકી દીધુ. “ઓહ યુ મીન તમે કુંજ આન્ટીને કીસ કરી અંકલ?” પાર્થ ઉતેજીત થઇ બોલી ઉઠ્યો. “હા મે એ કોમલાંગીની કુંજને પ્રથમ વખત એટલી નજીકથી મેહ્સુસ કરી અને તેને કીસ પણ કરી. તેના એ ગુલાબની પંખુડી સમાન ગાલ પર તેની આંખમાંથી વહેતુ આંસુ જાણે શિયાળાની વહેલી સવારે બાજેલા ઝાકળના બીંદુને મે મારા હોંઠ વડે ઝીલી લીધુ. અમે બન્ને એકાકાર થઇ ગયા. તેણે મારી આ હરકતનો જરા પણ પ્રતિકાર ન કર્યો જાણે તે પણ મારા સ્પર્શને મન ભરીને માણવા ઇચ્છતી ન હોય!!! પણ બીજી જ ક્ષણે મને એહસાસ થઇ આવ્યો કે કદાચ તેને આ નહી ગમે અને તે પ્રતિકાર કરશે એ બીકે હું દૂર ખસી ગયો. પણ તે હળવા સ્મિત સાથે પોતાનુ મુખ તેની બન્ને હથેળીઓમાં છુપાવી ગઇ. “બેબી, તારા આ આંસુઓને પ્લીઝ ક્યારેય આંખમાં આવવા ન દે’જે. મને નહી ગમે કે તું કોઇ પણ કારણે દુઃખી થા અને તારી આંખોમાંથી આંસુ નીકળે.એ હું નહી જોઇ શકુ કુંજ.”

ત્યાર બાદ થોડી વાર અમે બન્નેએ વાતો કરી પછી હું ઘર જવા નીકળી ગયો. રસ્તામા મારો ફોન રણકી ઉઠ્યો. હું એ જ વિચારમા હતો કે કુંજનો ફોન હશે એટલે એમ વિચાર્યુ કે ઘરે જઇ આરામથી તેની સાથે વાત કરીશ. ઘરે જઇ જોયુ તો મારા ઘરેથી મમ્મીનો ફોન હતો. કુંજને મળીને હું ખુશ હતો અને મમ્મીનો ફોન હતો એ જાણી મને વધુ આનંદ થયો. મે તરત જ મમ્મીને ફોન કર્યો થોડી જ વારમા મમ્મીનો રડમશ અવાજ મને સંભળાયો. મને સમજાઇ ગયુ કે આજે વળી કાઇક મોટો પ્રોબ્લેમ થયો હશે પપ્પા સાથે, નહી તો મમ્મી આમ રડે નહી. “મા, શું થયુ? કેમ આટલી રડે છે? કાઇક બોલ ને. મને ચિંતા થાય છે તારી બહુ જ. કહે તો હું નડિયાદ આવી જાઉ.” “ના દીકરા ના, તુ તારુ ભણતર છોડીને અહી ન આવતો. ખુબ મન લગાવીને ભણજે દીકરા. આ તો તારી સાથે વાત કર્યાને ઘણો સમય થઇ ગયો હતો તે આજે ફોન કર્યો અને મારી ચિંતા ન કરતો બસ એક જ લક્ષ્ય “તારા ભણતર” તરફ ધ્યાન આપજે.” “હા મા. હું અભ્યાસ પ્રત્યે ધ્યાન આપી જ રહ્યો છું. પણ મને એ તો કે આમ કેમ રડે છે તું આજે. શું પપ્પાએ વળી ઝઘડો કર્યો તારી સાથે? “દીકરા એ બધુ તને ખબર જ છે તેના સ્વભાવ વિષે. એ બધી ઉપાધી ન કર બસ મારે તો તારો અવાજ સાંભળવો હતો અને થોડી વાત કરવી હતી એ થઇ ગઇ. હવે મારા જીવને શાંતિ થઇ ગઇ. દીકરા ધ્યાન રાખજે તારુ. તારા મામાને મારી યાદી આપજે.” ફોન કટ થઇ ગયો પણ મને હજુ મારી મા નો એ રડતો અવાજ સંભળાઇ રહ્યો હતો. મને ખબર હતી કે જ્યારે જ્યારે પપ્પા મમ્મી પર નકામો ગુસ્સો કરે અને વાત બહુ વધી જાય ત્યારે મમ્મી પોતાનુ મન હલકુ કરવા મારી સાથે વાત કરતી પણ તેણે કોઇ દિવસ મને એમ ન હતુ કહ્યુ કે આજે પપ્પા તેને વઢ્યા છે પણ એક દીકરા તરીકે મને બધુ સમજાઇ જતુ. મમ્મીના એ અવાજે મને એક શબક શીખવી દીધો કે મારે તો અભ્યાસ પર ધ્યાન આપવાનુ છે અને છેલ્લા ૩ મહિનાથી તો સતત મારુ ધ્યાન કુંજનમા જ છે. તેની સાથે ટાઇમ સ્પેન્ડ કરવા ઘણા લેક્ચર બંક માર્યા અને ઘરે પણ બહુ અભ્યાસમા ધ્યાન પડતુ નથી. જો આમ ને આમ રહ્યુ તો મારો જે ગોલ છે ત્યાં સુધી હું પહોંચી નહી શકુ. મે મારા દિલ પર પથ્થર રાખીને એક નિર્ણય લીધો કે હવે ફાઇનલ એક્ઝામને માત્ર પાંચ મહિના જ બાકી છે ત્યાં સુધી હું કુંજથી દૂર અને અભ્યાસની નજીક રહેવાનો પુરતો પ્રયત્ન કરીશ. ભલે કુંજને જે ફીલ થવુ હોય તે થાય પણ મારા જીવનમા સ્ટડી પહેલા અને કુંજ બીજા સ્થાને રહેશે.

શું પ્રેય ઉર્ફ પ્રવીણ પોતાના જીવનમાં અભ્યાસને મહત્વ આપી નિશ્ચિત ધ્યેયને પાર પાડી શકશે કે કુંજના પ્રેમને મહત્વ આપી પ્રેમમાં પાગલ બની જશે???

To be continued…………………..