કોફી હાઉસ - પાર્ટ-૬ Rupesh Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોફી હાઉસ - પાર્ટ-૬

રૂપેશ ગોકાણી

Contact no. – 80000 21640

કોફી હાઉસ પાર્ટ – 6

લવ સ્ટોરી

બીજે દિવસે સવારે વહેલો ઉઠી રેડી થઇને કોલેજ જતો રહ્યો ત્યાં કેન્ટિનમા કે બીજે ક્યાંય ટાઇમ બગાડ્યા વિના ડાઇરેક્ટ હું વર્ગમા જતો હતો ત્યાં ધ્વનીએ મને રોક્યો.

“હાઇ હેન્ડસમ, કેમ આટલે ઉતાવળે પગલે ક્લાસ તરફ ભાગે જાય છે? અમે પણ અહી બેઠા છીએ.” ધ્વનીએ કહ્યુ. “વાંચન માટે ઓફ કૉર્સ.” મે તેને હસ્તા હસતા ટુંકો જવાબ આપી દીધો. “શું વાંચવા જઇ રહ્યો છે તુ? પુસ્તક કે પછી કોઇના મનના ભાવ?” “શું ધ્વની, યાર તું અત્યારમા મજાક કરે જાય છે. પ્લીઝ મને વાંચવા જવા દે અને કોઇને કહેતી નહી કે હું ક્લાસમા છું. સમજી ગઇ ને કોઇને નહી મતલબ કોઇને પણ નહી.” મે જરા ગુસ્સાથી કહ્યુ એટલે ધ્વની સમજી ગઇ હતી કે આજે મારો મુડ જરા પણ સારો નથી.

હું જતો રહ્યો. હજુ મારી માતાના એ રડતા રડતા બોલેલા શબ્દો મારા કાનમાં ગુંજી રહ્યા હતા. હું આજે મારી રેગ્યુલર બેસવાની જગ્યાને બદલે બીજે બેસી ગયો. થોડી વારમા કુંજ ક્લાસમા આવી અને તેણે જોયુ કે હું આજે વૈભવ સાથે બેઠો હતો. મે તેને અનદેખી કરી મારુ ધ્યાન રીડીંગમા લગાવવા પ્રયત્ન કર્યો. “વૈભવ પ્લીઝ મે આઇ ટેઇક યોર શીટ ટુડે?” આમ વૈભવને દૂર કરી કુંજ મારી બાજુમા આવી બેસી ગઇ. “હેય પ્રેય, આજે કેમ દૂર બેસી ગયો? વોટ હેપ્પન્ડ?” નથીંગ જસ્ટ આઇ એમ કમીંગ હીઅર ફોર રીડીંગ નથીંગ એલ્સ કુંજ.” “હમમમ.... પણ એક વાત કહેવી........”

“પ્લીઝ કુંજ ડોન્ટ ડીસ્ટર્બ મી. મને વાંચવા દે પ્લીઝ.” ત્તેના મીઠા મધુરા શબ્દો પર મે અંગારા ચાંપી દીધા જેવુ કામ કર્યુ. તેને થોડુ હર્ટ ફીલ થતુ મને લાગ્યુ અને તે પોતાની રેગ્યુલર જગ્યા પર જતી રહી અને વૈભવને મારી બાજુમા મોકલી દીધો. “સોરી કુંજ. હું મજબુર છું કે હવે મારે તને આજથી થોડી ઇગ્નોર કરવી પડશે.” આવા વિચારે હું ખોવાઇ ગયો ત્યાં સિંઘલ સર આવી ગયા. તેમનું લેક્ચર પુર્ણ થયા બાદ કુંજ ફરી મારી પાસે આવી ગઇ. “પ્રેય ચલ હવે બહાર. આ શર્માજીના બોરીંગ લેક્ચરમા બેસવું નથી. ચલ ફાસ્ટ.”

“યા આઇ એમ કમીંગ બટ નોટ એટ કેન્ટિન બટ આઇ એમ ગોઇંગ ટુ લાઇબ્રેરી ફોર રીડીંગ.” “અરે યાર પણ એક કોફી પીને જતો રહેજે. મારી સાથે એક કોફી પીવાનો કે મારી એક વાત સાંભળવાનો પણ ટાઇમ નથી તારી પાસે???” મારી કુંજ ચિડાઇ ગઇ અને સ્વાભાવિક છે તેનું ગુસ્સે થવું પણ મારા માટે પણ વાંચન જરૂરી હતુ. “નહી કુંજ આજે મુડ નથી કોફી પીવાનો, પ્લીઝ લેટ મી ગો.” એમ કહેતો હું લાઇબ્રેરી જવા નીકળી ગયો. લાઇબ્રેરીની નિરવ શાંતિ મને ખાઇ જવા દોડતી હતી. મનને સુકુન ન હતુ. આટલી શાંતિમા પણ મન વાંચનમા કેન્દ્રિત થતુ ન હતુ. બસ એક ખ્યાલ આવી જતો કે કુંજ કેટલુ હર્ટ ફીલ કરતી હશે. વળી મનને વાંચન તરફ લઇ આવું આ રીતે વાંચન અને કુંજના વિચારો વચ્ચે મનની મુસાફરી એક ક્લાક સુધી ચાલુ જ રહી. લગભગ સવારથી ત્રણેક કલાકના વાંચન બાદ હું થોડૉ ફ્રેશ થવા કેન્ટિન ગયો.

ત્યાં અમારુ આખુ ગૃપ બેઠુ હતુ. હું પણ ત્યાં સામેલ થયો. કોફીનો બધા લોકો માટે ઓર્ડર આપી ચુપચાપ બેઠો હતો. કોફી આવતા જ હું ફટાફટ કોફી પીને ફરી લાઇબ્રેરી જવા નીકળી ગયો. હવે હું સતત વાંચનમાં બીઝી રહેવા લગ્યો. એવું ન હતુ કે ખાલી કુંજને જ હું ઇગ્નોર કરતો હતો. મારા ગૃપના બધા મેમ્બર્સ સાથે પણ વિના કારણે ગપ્પા મારવાનુ બંધ કરી દીધુ હતુ. આખુ ગૃપ મારા આવા વર્તનથી હેરાન હતુ અને ખાસ કરીને કુંજ. બે-ત્રણ દિવસથી અમે બન્ને એકલા મળ્યા ન હતા કે વાતચીત પણ કરી ન હતી. મને એ દિવસ ખાસ યાદ છે જ્યારે બે દિવસ બાદ હું કોલેજ વહેલો પહોંચી ગયો હતો અને વર્ગમા બેસી વાંચતો હતો કે થોડી જ વારમા એક અપ્સરા જાણે ક્લાસમા પ્રવેશી. શ્વેત સલવાર, શ્વેત ટોપ જાણે વાદળોની વચ્ચેથી એક પરી ઉતરી આવી હોય અને તેના પર મેઘધનુષી સાત રંગનો દુપટ્ટો લહેરાતો હતો, ખુલ્લા વાળ, હાથમા એક્ટિવાની કી અને એક નવીન ચીજ આજે મે મેહ્સુસ કર્યુ કે તેના પગમા તેણે ઝાંઝર પહેર્યા હતા. અને ઘુઘરીઓના એ છમ છમ અવાજે મારા મનને તેના તરફ ખેંચી લીધુ. તે વર્ગમા પ્રવેશી ત્યારથી તેને જોઇ રહ્યો હતો પણ પછી યાદ આવ્યુ કે ટાઇમ બરબાદ કરવો નથી એટલે મે તેની સાથે હાઇ-હેલ્લો કરી ફરી વાંચવા લાગી ગયો. “હેય પ્રેય, આજે તો તારે મારી સાથે કોફીહાઉસ આવવુ જ પડશે અને મારી સાથે કોફી પીવી જ પડશે. આજે તારી ના સાંભળવામા નહી આવે.” ચાલ એમ કહેતી તેણે મારો હાથ પકડ્યો

“કાંઇ જબરદસ્તી છે તે હું આવું??? પ્લીઝ કુંજન ફોર ગોડ શેઇક લીવ મી અલોન. તને કદાચ ખબર નથી પણ હમણા જ લેવાયેલી મીડ ટેસ્ટમા મને જસ્ટ ૫૦% માર્કસ આવ્યા છે. સતત બે વર્ષ યુનિવર્સિટિમા ટોપ કરનાર પ્રેયને આ વખતે મીડ ટર્મમા ૫૦% આવ્યા છે. ઇઝ ઇટ ગુડ ફોર મી??? હવે લાસ્ટ એક જ મહીનો બાકી છે ફાઇનલ એક્ઝામને. જો આમ જ કોફી પીતો રહ્યો તારી સાથે તો આ ફાઇનલ યર પછી ત્યાં વેઇટર બનવાનો વારો આવશે મારે. સો પ્લીઝ લેટ યુ ગો એન્ડ લીવ મી અલોન.” મને અચાનક શું થયુ કે ઉગ્રતાથી વાત કરી ગયો તેની સાથે. આ બાજુ મારા ઉકળતા શબ્દો પુરા થયા અને સામે કુંજની આંખમાંથી આંસુ શરૂ થઇ ગયા. મે માર્ક કર્યુ કે તેનું શરીર કાંપવા લાગ્યુ હતુ. હું તેને ચુપ કરાવવા જઉ ત્યાં તેણે મને રોકી દીધો અને તે બે કદમ પાછળ જતી રહી. “તને એમ લાગે છે કે મારા આવ્યા બાદ તું સ્ટડી પર ધ્યાન આપી શકતો નથી તો ઠીક છે હું તને હવે ક્યારેય ડીસ્ટર્બ કરવા નહી આવું. તારી સાથે કોફી પીવા પણ નહી આવું. આજથી તારી સાથે વાત કરવા પણ નહી આવુ બસ. હેપ્પી? છેલ્લા બે દિવસથી તારુ આવુ નેચર જોઇ આપણું આખુ ગૃપ ટેન્શનમા હતુ અને ખાસ કરીને હું કે તને શું થયુ છે? એટલે અવારનવાર કોઇના કોઇ બહાને તારી સાથે વાત કરવાની કોશીષ કરવા આવી જતી પણ મને શું ખબર કે મારી પ્રેઝન્સ પણ તને ખુંચે છે. સોરી ફોર વેસ્ટીંગ યોર ટાઇમ પ્રેય. આઇ એમ ગોઇંગ.” રડતી તે દોડીને નીકળી ગઇ ક્લાસ બહાર. હું મારી જાતને કોશવા લાગ્યો કે કેમ આવુ ઉધ્ધત વર્તન મે કુંજ સાથે કરી નાખ્યુ.? મને એટલો ગુસ્સો આવ્યો પણ હવે શું? તિર કમાનમાંથી છુટી ગયુ હતુ, કોઇ નિર્દોષ એ તિરનો શીકાર બની ચુક્યુ હતુ. હવે અફસોસ કરવા સિવાય કોઇ ઉપાય હાથમા ન હતો. હું ત્યાં જ બેસી ગયો અને મારી બુકના પેઇજ પંખાને કારણે ઉડતા રહ્યા બસ ઉડતા જ રહ્યા. “હાય પ્રેય, તે કુંજને વીશ કર્યુ? આજે તેનો બર્થ ડે છે.” ધ્વની દોડતી આવી અને મને પુછ્યુ. “ઓહ માય ગોડ...............”

“કેમ શું થયુ પ્રેય?” ધ્વનીએ પુછ્યુ. “કાંઇ નહી. હું પછી વાત કરું” કહેતો કુંજને શોધવા દોડતો ભાગ્યો. આખી કોલેજ, કેમ્પસ, લાઇબ્રેરી, કેન્ટિન બધે ફરી વળ્યો પણ કુંજ ન મળી. મારી અંતિમ આશા કોફીહાઉસ હતુ કે એ ત્યાં હશે જ. હું દોડતો ભાગ્યો કોફીહાઉસ તરફ જેવો ત્યાં પહોંચ્યો કે તે એ જ કોર્નર શીટ પર એકલી બેઠી હતી જ્યાં અમે બન્ને અવારનવાર બેસતા. મને જોઇને તે ઉભી થઇ ચાલી જવા નીકળી ગઇ. મારી બાજુમાંથી નીકળી પણ આજે હું તેને રોકી ન શક્યો કે ન તેને બર્થે ડે વીશ કરી શક્યો.

એ ત્યાંથી નીકળી અને હું પણ તેની પાછળ ચાલતો થયો. એમ થતુ હતુ કે તેને રોકી લઉ અને તેને બધી હકિકત કહી માફી માંગી લઉ પણ શબ્દો ખુંટતા હતા.

તે ક્લાસમા જઇ ધ્વની પાસે બેસી ગઇ. હું પણ તેની પાછળ ક્લાસમા દોડી ગયો. ધ્વનીને ઇશારો કર્યો તો તેણે પોતાની જગ્યા ખાલી કરી દીધી અને હું કુંજની બાજુમા બેસવા આવી ગયો. એ ઉભી થઇ પાછળ જવા નીકળતી જ હતી કે ફરી લાસ્ટ લેક્ચરમાં સિંઘલ સર આવી ગયા અને તેને ફરી મારી બાજુમા બેસી રહેવુ પડ્યુ.

કોલેજ પુરી થતા તે કોઇ પણ જાતના રીએક્શન વિના ઉતાવળે જ પોતાની ગાડી લઇ નીકળી ગઇ. હું ન તો તેને બર્થ ડે વીશ કરી શક્યો કે ન તેની માંફી માંગી શક્યો. હવે મનમાં નક્કી કરી જ લીધુ હતુ કે કોઇ પણ સંજોગમા તેની માંફી માંગવી જ છે અને બધી સાચી હકિકત કહેવી જ છે. મનમાં મક્કમ નિર્ણય તો કરી લીધો પણ બીજી જ ક્ષણે તેના પપ્પાના સ્વભાવ વિષે યાદ આવી જતા હું થોડો ઢીલો પડી ગયો પણ આખરે નિર્ણય કરી જ લીધો કે જે થાય તે આજે સાંજે તેના ઘરે જઇ માંફી માંગવી જ છે. ઘરે જઇ કુંજને ફોન ટ્રાય કર્યો પણ મારો ફોન તેણે રીસીવ જ ન કર્યો કે ન મે કરેલા મેસેજના તેણે જવાબ આપ્યા. જેમ તેમે કરીને સાંજના પાંચ વગાડ્યા અને સાંજે પાંચ વાગ્યે ફ્રેશ થઇ તેના ઘરે જવા નીકળ્યો પણ મનમા ડર હતો તેના ફાધરનો છતા પણ હનુમાન ચાલીસા બોલતો બોલતો તેના ઘરે પહોંચી તો ગયો. કુંજના ઘરે પહોચ્યો તો ઘરે કુંજ કે તેના ફાધર બન્નેમાંથી કોઇ હાજર ન હતુ. સરવન્ટે કહ્યુ કે મેડમ જરા બહાર ગયા છે, હમણા પાંચથી દસ મિનિટમા આવી જશે. હું ત્યાં હોલમા કુંજની રાહ જોતો બેઠો હતો ત્યાં અચાનક કારને મેઇન ગેટમા આવતા જોઇ સરવન્ટ દોડતો કાર તરફ દોડ્યો અને કારનો દરવાજો ખોલ્યો. મને એમ થયુ કે કુંજ આવી પણ જેવો સરવન્ટે કારનો દરવાજો ખોલ્યો હું જોતો જ રહી ગયો. “ભરાવદાર શરીર, લાંબી મુછો, છ ફુટ હાઇટ, લગભગ ૬૫ થી ૭૦ કીલો આસપાસ વજન, લાંબો ઝભ્ભો, છટાદાર ચાલ સાથે તેઓ અંદર આવ્યા. તેમને જોતા જ હું ઉભો થઇ ગયો અને સમજી પણ ગયો કે આ એ જ કુંજનો ખડુશ પિતા છે. ચહેરા પર ભારોભાર અભિમાન છલકી રહ્યુ હતુ. જાણે મને જોયો જ નથી તેમ મને ઇગ્નોર કરતા તે ઉપરના રૂમ તરફ નીકળી ગયા. “હા’જી આપ કોણ? હું તમારી શું મદદ કરી શકુ?” અચાનક પાછળથી અવાજ આવતા હું જરા ચોંકી ગયો. “હેલ્લો સર આઇ એમ પ્રેય સોરી પ્રવીણ, કુંજનો ફ્રેન્ડ. તેને મળવા આવ્યો છું પ્રોજેક્ટની બાબતમાં.”

“શ્રીમાન પ્રવીણ પહેલા તો મને આ ખોટાસાચા નામ જરા પણ પસંદ નથી અને અહી મારા ઘરમા કોઇ કુંજ નામની છોકરી રહેતી નથી.” તેમનો આવો રિપ્લાય સાંભળી હું સમસમી ગયો. “સોરી સર ફોર ધેટ નીકનેઇમ. આઇ એમ કમીંગ હીયર ટુ મીટ કુંજન, યોર ડોટર.” મે જરા ઇમ્પ્રેશન જમાવવા અંગ્રેજીમા રિપ્લાય આપ્યો. “હું મારી માતૃભાષા અને રાષ્ટ્રભાષા પ્રત્યે સંપુર્ણ વફાદાર છું અને મારા ઘરમાં આ બે જ ભાષા સાંભળવા હું રાજી છું.” “તેમના ગર્ભિત ઇશારાને હું સમજી ગયો. “હું દિલગીર છું સાહેબ. હું અહી તમારી પુત્રી કુંજનને મળવા આવ્યો છું.” “એવું પણ નથી કે મને અંગ્રેજી આવડતુ નથી. બહુ સરળતાથી હું અંગ્રેજી બોલી સમજી શકુ છું.” કોઇ વાતનો સીધો જવાબ જ આપવામા તે સમજતા ન હતા એમ મને લાગ્યુ. “અરે પણ આ ખડુશને કેમ બરદાસ્ત કરવો મારે? પોતાના ઘરે આ બાઘડ બીલ્લાને છુટ્ટો મુકી કુંજ ક્યાં એકલી બહાર નીકળી ગઇ? હવે આ ખડુશનો શું ઇલાજ કરું” આવા વિચારમા હતો ત્યાં મને કુંજ આવતી દેખાઇ. “હાશ....... આવી ગઇ રીંગ માસ્ટર. હવે એ જ આ બાઘડ બીલ્લાને પીંજરામા પુરશે.” મનમા શાંતિના સ્વર રેલાયા. “કેમ છો મીસ્ટર પ્રવીણ.”

“ઓહોહોહો.... આ પણ ૧૦૦% નખરાળી છે હો. મીસ્ટર પ્રવીણ!!! જાણે મને તો પહેલી વખત ન મળતી હોય? કહેવું પડે હો! બહુ ટેલેન્ટેડ માઇન્ડ છે આ શ્વેત કોયલી કુંજનું. પણ પછી મારી ભુલનો એહસાસ થતા સમજાઇ ગયુ કે તે શા માટે આમ વાત કરે છે.” હું દિગ્મુઢ અવસ્થામા ઉભા ઉભા કુંજના પિતાજીને જોતો હતો.

“કુંજન હું કોલેજમાં આપવામા આવેલા પ્રોજેક્ટ બાબતે ચર્ચા કરવા આવ્યો છું.”

“ક્યા પ્રોજેક્ટની બાબતમા પ્રવીણ?” “એ ગયો આજે તો હું. આ મને હલાલ કરવા ઉપર જ ઉતરી આવી લાગે છે.” મારી આંખોમાં ડરના ભાવ અંકિત થવા લાગ્યા.

“એ......એ........હા......પેલા મનોવિજ્ઞાનના પ્રોજેક્ટ બાબતે ચર્ચા કરવી હતી મારે.” જીભ ધૃજવા લાગી મારી આટલુ બોલતા તો અને તેના પપ્પા મારી સામે એકનજરે નીહાળી રહેલા મે જોયા જાણે કોઇ ખુંખાર સિંહ એક હરણ સામે જોઇ ન રહ્યો હોય? ત્યાં તેના પપ્પાનો ફોન રણકી ઉઠ્યો અને તે વાત કરવા બહાર નીકળી ગયા. હાશ...... મારા જીવમા જીવ આવ્યો હવે. “કુંજ આઇ એમ રીઅલી વેરી સોરી. પ્લીઝ મને માફ કરી દે. મારે તારી સાથે આવુ વર્તન ન કરવું જોઇએ પણ ત્યારે મને શું થઇ ગયુ કે હું બહુ વધુ તને કહી બેઠો. પ્લીઝ ડીઅર મને માફ કરી દે. તારી બધી સજા મને મંજુર છે.” તેના પપ્પા ક્યારે આવી જશે એ બીકે હું ફટાફટ બોલી ગયો. “હું નહી તું મને માફ કરી દે પ્રેય. મે તારો સમય બગાડ્યો એ બદલ હું તારી માંફી માંગુ છું. તું મને માફ કરી દે પ્રેય.” તેણે વેધક કટાક્ષ કરી મને કહ્યુ. “પ્લીઝ યાર, તું આમ ન બોલ. તારા આ શબ્દો મને ખુંચે છે. પ્લીઝ યાર પ્લીઝ. હું માફી માંગુ છું તારી.” કહેતો હું ઘુંટણીયે તેની સામે બેસી ગયો અને બે હાથ જોડી તેની માંફી માંગવા લાગ્યો. “બરખુરદાર શું થયુ કે આમ મારી દીકરી સામે હાથ જોડવાનો વારો આવી ગયો?” કુંજના પપ્પાએ અંદર આવતા પુછ્યુ કે હું સફાળો ઉભો થઇ ગયો. “પપ્પા તે આજે મને બર્થ ડે વીશ કરતા ભુલી ગયો હતો એટલે મે તેને પ્રોજેક્ટની હેલ્પ કરવાની ના કહી તો એ માંફી માગતો હતો.” કુંજને મને બચાવી લીધો ત્યારે હ્રદયમા એક શાંતિ તો થઇ કે હજુ કુંજ મારી ફેવર તો કરે છે એ સારૂ છે. “ઠીક છે બેટા. પણ એ ખોટુ કહેવાય. આપણે બીજાને મદદ કરવી જ જોઇએ. તું તેને યોગ્ય માર્ગદર્શન આપ. હું જમવા જાંઉ છું.” કહેતા તે ડાઇનીંગ હોલ તરફ નીકળી ગયા. “અરે પ્રેય અંકલ, તમારા સસરા તો બહુ ગુસ્સાવાળા હો!!!” પાર્થ બોલી તો ગયો પણ પછી તેને ખબર પડી કે સસરા શબ્દ બોલીને તેણે ભુલ કરી નાખી. “અરે બેટા, સારુ થયુ એ મારો સસરો ન થયો નહી તો અમારા બન્નેની જોડી તો ક્યારેય જામવાની જ ન હતી. હા......હા......હા......” કહેતા પ્રવીણભાઇ ખડખડાટ હસી પડ્યા.

નિવૃતો અને કોલેજીયન સ્ટુડન્ટ્સ બધા આજે પ્રવીણભાઇને આ રીતે ખડખડાટ હસતા જોઇ રહ્યા પણ ખરેખર તેના હાસ્યમાં પણ દર્દ હતુ.એ હાસ્ય જાણે કુંજનને વનવગડામા શોધવા મથતુ હોય તેવો આભાસ થતો બધા જોઇ રહ્યા.

To be continued……………………