કોફી હાઉસ - પાર્ટ-૯ Rupesh Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોફી હાઉસ - પાર્ટ-૯

રૂપેશ ગોકાણી

Contact no. – 80000 21640

કોફી હાઉસ પાર્ટ – 9

લવ સ્ટોરી

શું ખુશનુમા સવાર હતી તે દિવસે. વહેલી સવારે પ્રવીણભાઇ ઉઠ્યા. નાહી ધોઇ ફ્રેશ થઇ ભગવાનની પુજા કરી અને નિયમાનુસાર કોફીહાઉસ જવા નીકળ્યા. ગઇ કાલે ખુબ થાક લાગ્યો હતો તે રાત્રે ક્યારે ઉંઘ આવી ગઇ અને સવાર ક્યારે પડી ગયુ તેની તેમને ખબર જ ન પડી. આજે તેમના ચહેરા પર એક ગજબની મુશ્કાન હતી. તેમનો ચહેરો તાજા ફુલની માફક ખીલી ઉઠ્યો હતો. કોફી હાઉસ પહોંચી ત્યાં પણ નિયમપુર્વક ભગવાનને દીવો અગરબતી કરી તેમની આદત મુજબ ન્યુઝપેપર લઇ વાંચવા બેઠા ત્યાં વેઇટર સામુ તેમના માટે કોફી લઇ આવ્યો. “થેન્ક્સ સામુ. તારી આ આદત મને ખુબ જ ગમે છે. સવારે આવતાવેત જ તારા હાથની કોફી પી લઉ એટલે મારો આખો દિવસ સુધરી જાય.”

સામુ આમ તો ખુબ બોલકણો. આખો દિવસ તેનુ મોઢુ બંધ જ ન હોય પણ આજે તે થોડો ગુમશુમ હોય તેમ કાંઇ પણ બોલ્યા વિના કામે વળગી ગયો. તેની ચુપ્પી પ્રવીણભાઇની નજરે ચડ્યા વિના રહી નહી. તેમણે કેશિયર મહેતાભાઇને પુછ્યુ પણ તેમનુ પણ કહેવુ એ જ હતુ કે આજે સવારે આવ્યો ત્યારથી ચુપચુપ જ રહે છે. એટલે પ્રવીણભાઇએ સામુને બોલાવ્યો. “સામુ શું થયુ? કાંઇ પ્રોબ્લેમ છે? આજે કેમ આમ ચુપચુપ છે? તને તો ખબર જ છે કે તારુ બકબક સાંભળ્યા વિના અમને તો શું અમુક ગ્રાહકોને પણ ગમશે નહી.” પ્રવીણભાઇએ હસતા હસતા તેને કહ્યુ. “સાહેબ બસ કાંઇ નહી. થોડુ ટેન્શન છે બસ બીજુ કાંઇ નહી.” સામુએ કહ્યુ. “અરે તો મને બતાવ શું છે તારુ ટેન્શન? મારી બનતી મહેનત કરીશ તારુ ટેન્શન દૂર કરવાની. બોલ શું તકલિફ છે?” પ્રવીણભાઇએ તેને કહ્યુ. “સાહેબ મારી મા, મારી મા,.....” કહેતા તે રડી પડ્યો. “અરે અરે અરે રડે છે શું કામ? શું થયુ તારા મમ્મીને? જરા વિગતે કહે મને.” પ્રવીણભાઇએ પુછ્યુ. “સાહેબ મારા મા ની ઉંમર ૭૫ વર્ષ છે. છેલ્લા બે વર્ષથી થોડી બિમારી તો રહે છે. પણ હમણા છેલ્લા છ માસથી તો બિમારી વધી ગઇ. છેલ્લે પ્રાઇવેટ હોસ્પિટલમાં બતાવ્યુ અને રિપોર્ટ કરાવ્યા તો આંતરડાનું કેન્સર છે એવુ તેમણે કહ્યુ. ડોક્ટરે કહ્યુ છે કે હજુ કેન્સર ફર્સ્ટ સ્ટેજમાં છે. સારવાર કરે મારા મા બચી શકે તેમ છે, પણ.....” સામુ પુરૂ વાક્ય બોલી ન શક્યો. પ્રવીણભાઇએ તેને પાણી આપ્યુ અને પુછ્યુ , “સામુ પણ શું.......? બોલતા બોલતા કેમ અટકી ગયો. કે મને શું કહ્યુ ડૉક્ટરે.?”

“સાહેબ ડૉક્ટરે કહ્યુ છે કે મા બચી તો જશે પણ ઓપરેશન અને બીજી બધી સારવારનો ખર્ચ બે થી ત્રણ લાખ થશે. તમને તો ખબર છે મારા પરિવારમાં હું, મારી પત્ની, મારા ચાર સંતાનો અને મારા મા આટલા પરિવાર વચ્ચે કમાવવાવાળૉ હું એક જ છું. રોજબરોજના ખર્ચ કાઢતા માંડ દસ થી પંદર હજાર બચત હશે મારી પાસે તેમા હું ક્યાંથી બે-ત્રણ લાખ લાવું?” કહેતો સામુ રડવા જેવો થઇ ગયો. “સામુ, આટલી ગંભીર વાત તે મને ન કરી? ભલે તુ વેઇટર અને હું માલીક છું પણ મે ક્યારેય તમારા કોઇ સાથે માલીક જેવો ક્યારેય વ્યવહાર કર્યો છે? તમે બધા મારા પોતાના જ છો, સમજ્યો બુધ્ધુ??? અને હા મેઇન વાત કહું તને કે તારા માતુશ્રીના ઇલાજની જવાબદારી મારી... તુ કોઇ બાબતે ચિંતા ન કરજે. જા અત્યારે જ ઘરે નીકળી જા અને સામાન પેક કરવાની તૈયારી કરવાનું શરૂ કરી દે. હું તારી અને તારા મા ની .............ની ટિકિટ બુક કરાવી રાખુ છું. ...................ની પ્રખ્યાત હોસ્પિટલમાં તારા માતુશ્રીનો ઇલાજ ચાલુ કરી દે અને અહીની જરા પણ ચિંતા ન કરજે. તારો પગાર ચાલુ જ રહેશે. બદ તું તારા મા નો ઇલાજ કરાવ.”

સામુને જાણે અત્યારે પ્રવીણભાઇ તેના જીવનમાં ભગવાન બની આવ્યા હોય તેમ લાગ્યુ. તે પ્રવીણભાઇને પગે પડી ગયો , “સાહેબ મારા ભગવાન છો તમે. આ ઉપકાર તમારો હું આજીવન નહી ભુલી શકું. હું શું કહું? મારી પાસે શબ્દો નથી તમારો આભાર માનવા માટેના.”

“સામુ હું કોઇ ભગવાન નથી. બસ ભગવાને બતાવેલા સત્યના અને સત્માર્ગના રસ્તા પર ચાલવાનો બસ નાનોસુનો પ્રયત્ન કરું છું. સામુ, મને ખબર છે કે જીવનમાં મા-બાપનું કેટલુ મહત્વ છે. મારા જીવનમાં તો માતા-પિતાની છત્રછાંયા રહી નથી પણ તારા માતાજીનો ઇલાજ કરાવવા હું કોઇ કસર બાકી નહી રાખુ.” પ્રવીણભાઇએ સામુને કહ્યુ. “હવે જલ્દી કર સામુ, જલ્દી નીકળ અને પેકીંગ ચાલુ કરી દે. તારા બેન્ક ખાતા નંબર મને આપતો જા તેમા હું તેમા રકમ જમા કરાવી આપીશ ત્યાં જઇ એ.ટી.એમ. થી જરૂરિયાત મુજબ પૈસા ઉપાડી લેજે અને હા, અજાણ્યા શહેરમાં જઇ રહ્યો છે તો બહુ વધુ રકમ ખિસ્સામાં ન રાખજે..જા હવે જલ્દી નીકળ.” કહેતા પ્રવીણભાઇએ તેને ઘરે જવા રવાના કરી દીધો અને મહેતાસાહેબને કહી સામુના ખાતા નંબરમાં ૫૦૦૦૦ રૂપિયા જમા કરાવવાની સુચના આપી રૂટિન વર્કમાં લાગી ગયા.

*****************

સાંજે છ ના ટકોરે નિવૃત પ્લસ કોલેજીયન ગૃપ કોફીહાઉસ પહોંચી ગયા.

“ઍ આવો આવો ઓલ મેમ્બર્સ. બેસો આપણે બધા આજે ન્યુ ફ્લેવર્ડ કોલ્ડ કોફીનો આસ્વાદ માણીએ પછી લાખોટા જવા નીકળીએ.” પ્રવીણભાઇએ બધાને બેસાડ્યા અને કોલ્ડ કોફીનો ઓર્ડર આપી દીધો.

“વાહ ભાઇ વાહ! ન્યુ ફ્લેવર્ડ કોલ્ડ કોફી, મજા આવી જશે આજે તો. એક કામ કર પ્રવીણ્યા, સાથે કાંઇક સ્નેક્સ લઇ લે તો મજા આવી જાય.” હરદાસભાઇએ કહ્યુ. “કાકા, તમને ફાસ્ટ ફુડની મનાઇ છે, યાદ છે ને??? સ્નેક્સ નહી મળે. કહો તો સલાડ મંગાવું.” પ્રવીણભાઇએ કહ્યુ. “રે’વા દે રે’વા હવે. તારી કાકી મને સવાર સાંજ એ જ ખવડાવે છે. કંટાળી જાઉ છું એ કાચી ઘાસથી. ચલ હવે સ્નેક્સ નહી તો ખાલી કોલ્ડ કોફી જ આવવા દે.” હરદાસભાઇએ મોઢુ વકાસી કહ્યુ. બધાએ કોલ્ડ કોફીનો આનંદ માણ્યો અને સાથે ચાલતા ચાલતા જ લાખોટા જવા નીકળ્યા. ઢળતી સાંજે બધા લાખોટા પહોંચી ગયા અને રેગ્યુલર નિયમ મુજબ ગોળમેજી સભા ભરી બેસી ગયા. પ્રવીણભાઇએ આંખો બંધ કરી દીધી, જાણે પાસ્ટ લાઇફમાં ખોવાઇ જવા તત્પર હોય તેમ બેસી ગયા. બધા મંત્રમુગ્ધ બની તેમની સામે જોઇ રહ્યા કે ક્યારે પ્રણયકથાના આગળના અધ્યાયના શબ્દો તેમના કાને પડે...

“તેણે કેક કટ કરી અને કેકનો એક મોટો પીસ મને ખવડાવવા માટે તેનો હાથ આગળ ધર્યો. હું પણ તેના હાથેથી કેક ખાવા માટે અને તેને કેક ખવડાવવા માટે ખુબ આતુર હતો. હું જેવો કેક ખાવા ગયો કે તેણે કેક મારા આખા ચહેરાને ખવડાવી દીધી, મતલબ મારા નાક, અને બન્ને ગાલ પર કેક લગાવી દીધી અને પીંજરાનું પક્ષી જ્યારે પીંજરામાંથી છુટી ખુશ થતુ ચહેકવા લાગે તેમ મન મુકીને ખડખડાટ હસવા લાગી. હું બસ તેને જોઇ રહ્યો અને તેણે લગાવેલ કેક મારી આંગળીઓ પર લઇ તેને ચાટવા લાગ્યો. “શું કરે છે પ્રેય આ? અરે યાર વેઇટ હું બીજુ બાઇટ તને ખવડાવુ છું કહેતી તેણે બીજો કેકનો પીસ લીશો અને મને ખવડાવવા આવી અને બીજી વખત પણ મારા ફોરહેડ અને દાઢી પર કેક લગાવી દીધી.

“થોડો મેક-અપ બાકી રહી ગયો હતો તે હવે પરફેક્ટ પુરો કરી દીધો પ્રેય. લુકીંગ સો ગુડ..” કહેતી તેણે ફોન કાઢ્યો અને મારો એવો કેક વાળૉ ફન્ની ફોટો પાડી લીધો. “યુયુયુ......કુંજુળી...... વેઇટૅ હવે જો હું શું કરુ છું કહેતો હું ઉભો થઇ અને કેકનો એક મોટો પીસ હાથમાં લીધો અને તેની તરફ હાથ આગળ કર્યો કે તે દોડીને વાંસની ઝુંપડીની બહાર દોડી નીકળી અને ઉપર ચારે બાજુથી વરસતા ફુવારાના ઠંડા પાણીથી તે ભીંજાવા લાગી. ઠંડુ પાણી તેના શરીર પર પડ્તા તે આનંદથી ઝુમી ઉઠી. તે પોતાની બાહો ફેલાવી પાણીની બુંદો સાથે રમત રમવા લાગી. હું ત્યાં ચેર પર બેસી ગયો અને તેની એ બાળસહજ ચેષ્ટાઓને નીહાળવા લાગ્યો. તેનુ સર્વાંગ પાણીથી ભીંજાઇ ગયુ હતુ અને તે નાના બાળકોની જેમ પાણી સાથે રમતી હતી. ક્યારેક પાણીને તેની હથેળીઓમાં ભરી તેના ચહેરા પર ઉડાવે, ક્યારેક નીચે હરિયાળી પર રહેલા પાણીને તેના હાથેથી ઉડાવે તો ક્યારેક વરસતા વરસાદમાં તે પોતાની બાહો ફેલાવી ઉડતા પક્ષીની માફક દોડે. વાહ......”

“થોડી વાર બાદ તેનુ ધ્યાન મારા તરફ પડ્યુ. તે મારી નજીક આવી પહોંચી , “હેય પ્રેય, કમ એન્ડ લેટ્સ જોઇન મી. મને બહુ મજા આવે છે. પણ એકલા એકલા મજા કરવી એ કરતા પ્લીઝ તુ મને જોઇન કર.” કુંજે કહ્યુ. “નો યાર , આઇ ડોન્ટ લાઇક રેઇન. યુ જસ્ટ ગો એન્ડ એન્જોય યોરસેલ્ફ.”

“આજે તારી એક પણ વાત હું માનવાની નથી” કહેતી કુંજ આવી અને મારો હાથ પકડી મને વરસદમાં ખેંચી ગઇ. અમે બન્ને વરસાદમાં ભીંજાવા લાગ્યા. હું વરસાદથી ભીંજાયેલી મારી અપ્સરાને જોતો રહી ગયો. તેનું અંગ અંગ જાણે ખીલી ઉઠ્યુ હતુ. કોઇ અપ્સરા ઋષીમુનીની તપશ્ચર્યા ભંગ કરવા આવી હોય તેમ તેનુ માંસલ બદન મારુ ધ્યાન ભંગ કરી રહ્યુ હતુ. વરસાદી માહોલમાં અમારા બન્નેની નજર એક થતા અમે બન્ને એકબીજાને જોઇ રહ્યા. નજરથી નજર મળેલી હતી. શબ્દો પર મનના ભાવો હેવી થઇ ગયા હતા. અમારા બન્ને વચ્ચે શબ્દો ન હતા પણ અમે બન્ને એકબીજા સાથે નજરથી મનના ભાવની આપ-લે કરી રહ્યા હતા. હું તેની નજીક ગયો અને તેનો હાથ પકડી લીધો. તે કાંઇ પ્રતિકાર કરી શકી નહી બસ મને જોતી રહી. તેને મારી કોઇ પણ હરકત પર કોઇપણ પ્રકારનો એતરાઝ નથી તેવુ તેના નયનોના કટાક્ષ મને જણાવી રહ્યા હતા. હું તેની ખુબ નજીક ગયો. તેના શ્વાચ્છોશ્વાસ અને હાર્ટબીટ મને સંભળાઇ રહી હતી. મારા ચહેરા પર હજુ સુધી રહેલી કેકને તેના ગાલ પર લગાવી દીધી. તે પણ જાણે મારો સ્પર્શ પામવા માટે જ ઉત્સુક હોય તેમ તેની એક ઠંડી આહહહહ મારા કર્ણ પટલ પર અથડાઇ. અમે બન્ને એકબીજાની બાહોમાં સમાવવા લાગ્યા. પાણીની બુંદોનો સ્પર્શ મને અને કુંજને મદહોશ બનાવે જઇ રહ્યો હતો.હું અને તે એટલા એકમેકમાં ખોવાઇ ગયા હતા કે એ પણ ભુલી ગયા કે અમે બન્ને ઘરની ચાર દિવાલ વચ્ચે નહી પણ ફાર્મહાઉસમાં છીએ.

‘હળવેકથી તેણે મને ધક્કો મારી તેનાથી દૂર ફંગોળી દીધો. મને એવુ લાગ્યુ કે તેને મારી એ હરકત પસંદ નહી આવી હોય. તે મને દૂર કરી ફરી વાંસની ઝુપડી કે જ્યાં ટેબલ-ચેર ગોઠવ્યા હતા ત્યાં પહોંચી ગઇ. મને ન સમજાયુ કે હવે કુંજને શું કહેવુ એટલે હું બસ મૂક બની તેની પાસે પહોંચી ગયો. હું જેવો પહોચ્યો કે તેણે મને ચેર પર બેસાડી દીધો અને મારા હોઠ અને ગાલ પર કેક મસળી દીધી.

“કુંજ વ્હોટ ઇઝ ધીસ બેબી?”

“સસસસસસ..... જસ્ટ બી સાઇલન્ટ ફોર અ મોમેન્ટ પ્રેય.’ હું ચેર પર મંત્રમુગ્ધ અવસ્થામાં બેસી રહ્યો. તે મારી ચેરની ખુબ નજીક આવી પહોંચી અને મારા ખોળામાં બેસી ગઇ.

“કુંજ....... પ્લીઝ કન્ટ્રોલ યોર...........” હજુ તો વાક્ય પુરૂ થાય એ પહેલા તો કુંજના હોઠ મારા હોઠ સાથે લોક થઇ ગયા. તે મને લીપ કીસ કરવા લાગી અને મારા ગાલ અને હોઠ પર રહેલી કેકનો સ્વાદ તે માણવા લાગી. મે તેને મારી બાહોમાં જકડી લીધી અને એક તસતસતુ ચુંબન તેના ગાલ પર કરી દીધુ. ફાર્મહાઉસમા વરસતો એ વરસાદ , રંગબેરંગી ફુલો, ઘટાદાર વૃક્ષો, અને પક્ષીઓ અમારા આ મિલનના સાક્ષી બન્યા હતા. થોડીવાર બાદ મે તેને કાનમાં કહ્યુ , “ડીઅર ધીસ ઇઝ અ ફાર્મહાઉસ , નોટ અ બેડરૂમ. ઇફ યુ વોન્ટ, વી કેન ડુ એવરીથીંગ એટ યોર બેડરૂમ.”

તેની આંખો નીચે ઢળી ગઇ હતી. શરમથી તેના ગાલ ગુલાબી થવા લાગ્યા હતા અને તેના ગાલ પરથી સરતા પાણીના ટીંપા જાણે ગુલાબી ગુલાબના ફુલ પર શિયાળાની વહેલી સવારે બાઝેલા ઝાંકળના ટીંપા સમાન હતા. સમયનુ અનુસંધાન જાળવી તે મારી બાજુની ચેર પર બેસી ગઇ. બન્નેના શરીર અને કપડા ભીના થઇ ગયા હતા. “આર યુ ઓ.કે. કુંજ? કેમ મારી કોયલ ટહુંકતી બંધ થઇ ગઇ.” “યા પ્રેય આઇ એમ ઓ.કે.” ઢળતી પાંપણે તેણે મને જવાબ આપ્યો. ઝુકેલી નજર મારી નજર સાથે ન મળી નહી તો નજરથી જ નજરનો મિલાપ થઇ પ્યારનો ઇઝહાર થઇ જાત તે દિવસે. હું શરમાતી કુંજને જોઇ રહ્યો અને તે પાંપણ ઝુંકાવી મારી સામે બેસી રહી. “મેડમ ઇફ યુ વોન્ટ ટુ બી ફ્રેશ, યુ કેન ગો ટુ ધ ફાર્મહાઉસ રૂમ.” રાજીવ આવતા બોલ્યો. “હમ્મ્મ્મ્મ ઓ.કે. વ્હેર ઇઝ ધ રૂમ?”

“ઓન ફર્સ્ટ ફ્લોર મેડમ.” “પ્રેય હું જરા ફ્રેશ થઇ આવું. ત્યાં સુધીમાં તુ પણ જરા ફ્રેશ થઇ જા.” “ઓ.કે. ડીઅર. તુ ફ્રેશ થઇ આવી જા પછી આપણે બ્રેકફાસ્ટ સાથે લઇએ.”

લગભગ ૩૦ મિનિટ બાદ કુંજ નીચે આવતી મે જોઇ. હવામાં તેના વાળને લહેરાવતી અને વાળની લટ સાથે રમત કરતી તે આવી રહી હતી. ખરેખર જ્યારે તે ખુલ્લા વાળને હાથમાં રમાડતી આવતી હોય ત્યારે કોઇ તપસ્વી પણ બે ઘડી તેનુ તપ ભુલી જાય તેવી તેની અદ્દા હતી.

“હેય પ્રેય, ક્યાં ખોવાઇ ગયો?” કુંજ નજીક આવી ચપટી વગાડતા બોલી ત્યારે હું જરા ચમકી ગયો. “તારી ઉડતી ઝુલ્ફોમાં ખોવાઇ ગયો કુંજ.” કહેતા તેના ઉડતા વાળને હું સહેલાવવા લાગ્યો.

“ઓહ સો સ્વીટ ઓફ યુ પ્રેય.”

“ઓહ માય ગોડ! આટલી બધી ડીશીસ બ્રેકફાસ્ટમાં???” “યા જાનુ તારી ફેવરીટ આઇટમ જ છે બધી, દહીવડા, ઇડલી-સાંભાર, બાસ્કેટ ચાટ, સ્પાઇસી મન્ચુરીયન વીથ ગ્રેવી, ધીસ ઇઝ યોર મોસ્ટ ફેવરીટ જલેબી અને સાથે આપણા બન્નેની ફેવરીટ કોફી.” કહેતો હું તેને સર્વ કરવા લાગ્યો. જલેબી લઇ મે તેને મારા હાથેથી ખવડાવતા કહ્યુ , “સ્વીટ ફોર માય સ્વીટુ” અને તેને જલેબી ખવડાવી. તેની આંખમાં આંસુ આવી ગયા. “અરે અરે સ્વીટુ, શું થયુ? કેમ આંસુ આવી ગયા બેબી?” મે મારા હાથેથી તેના આંસુ પોંછતા કહ્યુ. “નથીંગ ડીઅર, આ તો ખુશીના આંસુ છે. આ રીતે મારો બર્થ ડે તે સેલીબ્રેટ કર્યો અને મને આટલી સરસ પાર્ટી આપી એ જોઇ જરા આંખ ભરાઇ આવી. યુ આર સો સ્વીટ પ્રેય. આટલી બધી ગ્રાન્ડ પાર્ટી અને એ પણ આવી રીતે આ જગ્યાએ મે ક્યારેય કલ્પના પણ કરી ન હતી. આઇ નેવર ફરગેટ ધીસ ડે ઇન માય લાઇફ. યુ આર સો સ્વીટ પ્રેય.” કહેતી તેણે મારા હાથને ચુમી લીધો. “આ જ રીતે દરેક બર્થ ડે પર તને સરપ્રાઇઝીસ મળતી રહેશે સ્વીટુ.આ પ્રેયનું વચન છે તને.હવે બહુ આંસુડા પાડ્યા. મને જોરથી ભુખ લાગી છે તો ચલ બ્રેકફાસ્ટ સ્ટાર્ટ કરીએ?” “યા ડીઅર. ચલ.” કહેતી તેણે મને બાસ્કેટ ચાટ ખવડાવી અને મે તેને દહીવડા ખવડાવ્યા. તે મને ખવડાવતી રહી અને હું તેને ખવડાવતો રહ્યો. સ્પીચલેસ ભાવનું આદાન-પ્રદાન થઇ રહ્યુ હતુ અને બ્રેકફાસ્ટની લિજ્જત અમે બન્ને માણતા રહ્યા....... “હવે બસ કર પ્રવીણ્યા. મારા મોઢામાં પાણી આવવા લાગ્યા. હવે મારાથી રહેવાતુ નથી. એક કામ કર તે જે રીતે તારી કુંજુળીને ટ્રીટ આપી એમ જ અમને બધાને પણ આજે નાસ્તો કરાવ.” હરદાસભાઇએ કહ્યુ. “શું દાદા તમે રંગમાં ભંગ પાડી દીધો? કેટલી રસપ્રદ લવસ્ટોરી ચાલી રહી હતી ત્યાં તમને ભુખ લાગી ગઇ.” શિલ્પાએ કહ્યુ. “હા દીકરી મને તો સાચે જ ભુખ લાગી ગઇ અને જરા ઘડિયાલમાં તો જો આઠ વાગવા આવ્યા છે તો હવે આજના દિવસની કથાને વિરામ આપવો જોઇશે ને???” “ઓહ હા દાદા, આઠ વાગી ગયા. આ પ્રેય અંકલની કથા સાંભળવામાં તો સમય ક્યાં જતો રહે છે એ ખબર જ નથી રહેતી.” શિલ્પાએ પ્રત્યુતર વાળ્યો. હમ્મ્મ્મ એટલે જ તો મે કહ્યુ કે હવે કથાને વિરામ આપીએ અને આજનો પ્રસાદ લઇ આપણે આપણા ઘર તરફ પ્રસ્થાન કરીએ. કેમ સાચી વાત ને મિત્રો?” હરદાસભાઇ બોલ્યા. “હા હરદાસ સાચી વાત છે તારી. જા વ્રજેશ બધા માટે પાણીપુરીનો ઓર્ડર આપતો આવ દીકરા.” ઓઝાસાહેબે કહ્યુ. “કાકા, તમને બન્નેને મનાઇ છે ને ડોક્ટરની આવુ બધુ ખાવાની?” પ્રવીણભાઇએ કહ્યુ. “હવે રે’વા દે ને પ્રવીણ્યા. યું પણ ક્યાં મારી ઘરવાળીની જેમ મારા પર ટોક ટોક કરવા લાગ્યો?”

બધા હસી પડ્યા. વ્રજેશ પાણીપુરીં સાથે લઇને જ આવ્યો. બધા લોકો પાણીપુરીને ન્યાય આપી ઘર તરફ રવાના થવા લાગ્યા.

To be continued……..