કોફી હાઉસ , પાર્ટ-૩૯ Rupesh Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોફી હાઉસ , પાર્ટ-૩૯

કોફી હાઉસ પાર્ટ – 3૯

રૂપેશ ગોકાણી

(આપણે આગળના પ્રકરણમાં વાંચ્યુ કે માન્યતા અને શ્યામા બન્ને કોફીહાઉસમાં આવે છે અને માન્યતા કોફીહાઉસની સજાવટ અને કોફીના ટેસ્ટને માણીને ચકિત થઇ જાય છે. બન્ને કોફીહાઉસના માલિકને મળવાનુ નક્કી કરે છે પણ પ્રેય ત્યાં હોતો નથી માટે તે બન્ને ત્યાંથી નીકળી જાય છે જ્યારે આ બાજુથી પ્રેય ઉપરથી નીચે આવે છે, મહેતાભાઇ તેને બધી વાત કહે છે ત્યાં પ્રેય દોડતો બહારની તરફ દોડે છે અને ત્યાં તેને ઓઝાસાહેબ અને હરદાસભાઇ બન્ને મળી જાય છે, હવે વાંચીએ આગળ.....)

“બોલ શું કામથી અમને બન્નેને તાત્કાલિક અહી તેડાવ્યા? અને હા, પહેલા જ કહી દઉ છું કે ગઇકાલની જેમ કુંજ જીવતી છે એવી અર્થહિન વાતો કરવી હોય તો રહેવા દે, અમારે બન્નેને ઘણા કામ છે.” ઓઝાસાહેબે ચોખ્ખી ભાષામાં પ્રેયને સંભળાવી દીધુ.

“કાકા પહેલા તમે અંદર તો આવો. નિરાંતે બેસો પછી આપણે વાત કરીએ.” “કાકા તમે ગુસ્સો ન કરજો પણ સો વાતની એક વાત કે ગઇકાલે તે કુંજન જ હતી. ધારો કે તે કુંજન નહી પણ માન્યતા હોય તો એક કામ કરીએ કે આપણે માન્યતાને જ મળીએ એટલે નક્કી થઇ જશે કે માન્યતા છે એ જ મારી કુંજ છે કે પછી ???”

“દાહળા તે મને કહ્યુ ત્યારથી જ મને ખબર હતી કે આ પ્રવીણ્યો ગાંડા કાઢવા આપણે બોલાવે છે, તારે અહી બેસવુ હોય તો બેસ, હું જાંઉ છું.” કહેતા ઓઝાસાહેબ ઉભા થવા ગયા કે હરદાસભાઇએ તેને રોકી લીધા. “બેસ અહી ચુપચાપ. એકવાર આ બિચાળાની વાત પર ધ્યાન તો આપ. એ કહે છે કે તે ગઇકાલે જેણે ડાન્સ કર્યો હતો તે છોકરીને મળવા ઇચ્છે છે. એકવાર તેને ખાત્રી કરી લેવા દેવામાં તને શું વાંધો છે? ગાંડા એ કાઢે છે કે પછી તુ?”

“હા કાકા, બની શકે કે હું ખોટો હોઉ કે એ મારી કુંજ છે પણ એ માન્યતા છે એ તો સાચુ છે ને? મારે તેને મળવુ છે એ વાતનો તો તમને કોઇ એતરાઝ નથી ને? પ્લીઝ એકવાર મારી વાત માની લો પછી તમને હેરાન નહી કરું. તમે જ કહ્યુ હતુ કે દુનિયાના કોઇપણ ખુણેથી મારી કુંજને શોધી આપશો તો થોડી વાર સમજી લો કે એ જ કુંજ છે અને મને લઇ ચાલો મારી કુંજ પાસે. પ્લીઝ કાકા પ્લીઝ..” “ઠીક છે, પણ આપણે તેને શોધવી ક્યાં? આપણને તો એનુ નામ જ ખબર છે, બીજી તો કાંઇ માહિતી નથી તો કેમ શોધવી એ માન્યતાને?” ઓઝાસાહેબે ઢીલા પડતા પુછ્યુ. “હા એ વાત સાચી તમારી એટલે જ મે એવુ વિચાર્યુ છે કે આજે પણ આપણે મહોત્સવમાં જઇશું, કદ્દાચ આજે પણ તેનો કાંઇ પ્રોગ્રામ હોય તો આપણે ત્યાં મળી શકીએ તેને.” “ઠીક છે પણ આજે કાલ જેવા ધતીંગ ન કરતો હો.? એ દેખાય તો કહેજે આપણે આરામથી અને કળથી તેને મળવાનું ગોઠવી લેશું પણ કાલની જેમ બહાવરો બની ચાલુ પ્રોગ્રામે દોડતો નહી.” હરદાસભાઇએ કહ્યુ. “ઓ.કે. કાકા, એ મારુ વચન રહેશે તમને, કાલની જેમ મારી સુધ્બુધ્ધ ખોઇશ નહી.” પ્રવીણે કહ્યુ ત્યાં એ લોકો માટે કોફી આવી ચુકી હતી. કોફી પીતા પીતા તેઓ બીજી વાતોએ ચડી ગયા.

આજે પ્રેય કોઇ પણ ચાન્સ લેવા માંગતો ન હતો. તે ફટાફટ કુર્તા પાયજામો પહેરી બરોબર આઠ વાગ્યે રેડ્ડી જ હતો. બીજા બધા લોકો પણ આઠ વાગ્યે આવી ગયા હતા અને બસ તેઓ જરા પણ સમય બગાડ્યા વિના મહોત્સવની દિશામાં ગાડી દોડાવી નીકળી ગયા.

“વ્હોટ ઇઝ ધીસ માન્યતા? મે પહેલા જ તને કહ્યુ હતુ કે અહી આવીને પ્લીઝ તુ સેડ ન થતી અને મારો મુડ પણ ખરાબ ન કરતી. સો પ્લીઝ બી રેડ્ડી ફાસ્ટ.” શ્યામાએ ચિડાઇને કહ્યુ. “શ્યામા, પ્લીઝ ડોન્ટ ઇન્સિસ્સ્ટ હર, આઇ થીન્ક શી ઇઝ ઇલ. પ્લીઝ લેટ હર ટેઇક રેસ્ટ.” રોઝીએ શ્યામાને શાંત પાડતા કહ્યુ. “શી ઇઝ ૧૦૦% ઓલરાઇટ. શી ડોન્ટ વોન્ટ ટુ એન્જોય ધીસ લાઇફ એન્ડ ડોન્ટ વોન્ટ ટુ ફરગેટ હર પાસ્ટ. લેટ’સ ગો.” “આઇ એમ સોરી શ્યામા, પ્લીઝ ડોન્ટ બી એન્ગ્રી.” શ્યામા ગુસ્સો કરતી બહાર નીકળવા ગઇ ત્યાં માન્યતાએ પાછળથી તેનો હાથ પકડી તેને રોકતા કહ્યુ. “પ્લીઝ માન્યતા, યુ જસ્ટ ટેઇક રેસ્ટ હીઅર એન્ડ લેટ મી ગો.” પોતાના એકએક શબ્દ પર ભાર દેતી શ્યામા બોલી અને તેનો હાથ છોડાવતી ત્યાંથી નીકળી ગઇ.

“નીચે રેડ્ડી પડેલી કારમાં શ્યામા અને તેની ફ્રેન્ડસ બેસી કલા મહોત્સવ તરફ જવા નીકળી ગયા. “આઇ એમ સોરી યાર, આજે ન કહેવાનુ મે તને કહી દીધુ. હું માનુ છું કે આજે મારા શબ્દોનું તને પણ ખોટુ લાગ્યુ હશે પણ તને આ દુઃખ અને હતાશામાંથી બહાર કાઢવી મારા માટે ખુબ જરૂરી છે અને તુ બહાર નીકળવાનું નામ લેવા રાજી નથી, એટલે મારે આજે તને આવા કટુ વચનો કહેવા પડ્યા. બની શકે તો મને માફ કરી દેજે.”

“ઓ હેલ્લો, શ્યામા વ્હોટ હેપ્પન્ડ વ્હોટ આર યુ થીન્કીંગ?” મનોમન વિચારે ચડેલી શ્યામાને રોઝીએ પુછ્યુ. “નથીંગ, જસ્ટ થીંકીંગ અબાઉટ માન્યતા, નથીંગ એલ્સ.” “યા, વી ઓલ આર મીસીંગ માન્યતા.”

***

“સાલા ઓઝા તું મને ભૂલી કેમ ગયો? તને ખબર જ હતી કે હું આજે બપોરે જ ગામડેથી આવી ગયો છું છતા મને ખ્યુ નહી અને આમ એકલા જ કલા મહોત્સવમાં નીકળી ગયા??? તારી ખેર નથી હવે તુ જો.” પ્રતાપભાઇ ગુસ્સાથી લાલઘુમ થતા ઓઝાસાહેબ પર વરસી પડ્યા. “એ બસ કર બસ, ગુસ્સે ન થા. મારા મગજમાંથી જ નીકળી ગયુ હતુ. તુ તારે કોફીહાઉસ આવી જા, અમે કોઇ તને લઇ જઇએ છીએ.” ઓઝાસાહેબે તેને ઠંડો પાડતા કહ્યુ. “સાલા, હું અહી કોફીહાઉસ પાસે જ ઉભો છું. ફટાફટ પાંચ મિનિટમાં આવી જા નહી તો તારી ખેર નથી.” કહેતા પ્રતાપભાઇએ ફોન કટ કરી નાખ્યો. “હરદાસ, તુ પ્રતાપને લેતો આવજે ગાડી લઇને, પ્રેયને હું અને ગુરૂ સંભાળી લેશું.” “ઠીક છે.” પાંચ જ મિનિટમાં તેઓ પહોંચી ગયા અને હરદાસભાઇ કાર લઇને પ્રતાપભાઇને તેડવા નીકળી ગયા.

“શું પ્રતાપ તુ પણ??? તારે મને ફોન કરી દેવો હતો ને? ઓઝાને તો ભૂલવાની બિમારી છે, તને ખબર છે ને?”

“હા, એ મારી ભૂલ પણ હવે જલ્દી કર નહી તો આપણે મહોત્સવ ચુકી જશું અને ખાસ તો જે કામને અંજામ આપવાનો છે તે ચુકી ન જઇએ.” પ્રતાપભાઇએ ગાડીમાં બેસતા કહ્યુ અને દાસભાઇએ ગાડી હંકારી કાઢી. “હેલ્લો.......હેલ્લો.......હેલ્લો........” માન્યતા દાસભાઇની કારની સામે આવી તેમને રોકતા બોલી. “એ દાસ, ધ્યાન રાખજે. “ પ્રતાપભાઇએ કહ્યુ અને દાસભાઇએ કારને બ્રેક મારી દીધી. “અરે બેટા, આ રીતે રસ્તામાં કેમ આવે છે? કાંઇ અનહોની થઇ જાય તો?” “અંકલ તમે જો લ;આ મહોત્સવ બાજુ જતા હોવ તો પ્લીઝ મને લિફ્ટ આપશો પ્લીઝ??? મારે ત્યાં બની શકે તેટલુ ઝડપી પહોંચવુ છે.” માન્યતાએ આજીજી કરતા કહ્યુ. “હાસ્તો બેટા, અમે ત્યાં જ જઇએ છીએ. આવ બેસી જા.” પ્રતાપભાઇએ કહ્યુ અને માન્યતા તેમનો આભાર માનતી કારમાં બેસી ગઇ અને કાર મહોત્સવ સ્થળ તરફ પુરપાટ દોડવા લાગી. “થેન્ક્સ અંકલ તમે મને લિફ્ટ આપી નહી તો આજે કોઇ રિક્ષાવાળો આવવા તૈયાર જ નથી મહોત્સવ બાજુ. છેલ્લી અડધી કલાકથી હું હેરાન થતી હતી.”

“અરે થેન્ક્સની કોઇ જરૂર જ નથી બેટા. એકબીજાને મદદ કરવી એ જ તો ભારતિયોની ખુબી છે, કેમ સાચુ ને?”

“હાસ્તો કાકા. બહુ સુંદર વાત કરી તમે.”

વાતો વાતોમાં બધા મહોત્સવ સ્થળે આવી પહોંચ્યા અને બધા સાથે અંદર જવા લાગ્યા કે એન્ટ્રી સ્થળે ઉભેલા પોલીસે તેમને રોક્યા અને એન્ટ્રી પાસની માંગણી કરી. “અરે મારા ભગવાન, પ્રતાપ તને લેવાની ઉત્તાવળમાં હું ઓઝા પાસેથી પાસ લેવાનુ ભૂલી જ ગયો.” દાસભાઇએ માથે હાથ દેતા કહ્યુ. “સાહેબ, અમારા પાસ અંદર અમારા સાથીદાર પાસે છે, મહેરબાની કરીને અમને જવા દ્યો.” “સોરી કાકા, એ રીતે હું તમને એન્ટ્રી નહી આપી શકીએ, એ નિયમથી વિરૂધ્ધ થશે.” “તો હવે શું કરીએ??? એક કામ કર, ઓઝાને ફોન કર.” પ્રતાપભાઇએ કહ્યુ અને દાસભાઇએ ઓઝાસાહેબ અને પ્રેયને ફોન કર્યા પણ બન્નેના ફોન આઉટ ઓફ કવરેજ આવી રહ્યા હતા. “હે ભગવાન, પ્રતાપ કોઇના ફોન લાગતા જ નથી, હવે શું કરીએ? આપણે તો આજે બહાર જ રહી જશું.”

“કાકા તમે બન્ને કેમ અહી ઉભા છો? ચાલો અંદર નહી આવવું?” માન્યતાએ ત્યાં આવીને પુછ્યુ. “બેટા અમારા એન્ટ્રી પાસ અમારા સાથીદાર પાસે રહી ગયા છે અને કોઇના ફોન લાગતા નથી અને પેલો પોલીસ અમને પાસ વિના અંદર જવા દેતો નથી.” “અરે કોઇ વાંધો નહી કાકા, હું છું ને? તમે ચાલો મારી જોડે.” કહેતી માન્યતા આગળ ચાલતી થઇ અને પોતાની પાસે રહેલા એન્ટ્રી પાસની મદદથી પોતે પ્રતાપભાઇ અને હરદાસભાઇ બધા અંદર પ્રવેશ્યા. “ખુબ ખુબ આભાર બેટા તારો. આજે તે અમારી મદદ કરી છે. તારો ખુબ આભાર.” “અરે કાકા, તમે જ કહ્યુ હતુ ને કે એકબીજાને મદદ કરવી એ તો ભારતિયની લાક્ષણીકતા છે. ભલે હું અમેરિકા રહું છું પણ જન્મથી તો ભારતિય જ છું અને તમને મદદ કર્યાનો મને ખુબ આનંદ છે. નાઉ એન્જોય યોરસેલ્ફ.” કહેતી માન્યતા ત્યાંથી નીકળી ગઇ અને હરદાસભાઇ અને પ્રતાપભાઇ પણ તેમની ટોળકીને શોધવા લાગ્યા.

To be continued……