તફાવત BHAVESHSINH દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તફાવત

તફાવત

અંગ્રેજોનું શાસન આખા ભારતને હલબલાવી રહ્યુ હતુ ત્યારની વાત છે

કાઠીયાવડની ધરતી ગિરનારના ઓથમા ઊભી હતી અને નદિયૂ બેયને સેતુની જેમ જોડતી હતી.

અંધારી ઘનગઘોર રાત્રિનાં સમયે ગીરમાં ઍક ઘરનો દીવો હજી ઠર્યો ન હતો , ઘરમાંથી આવતો અવાજ ગીર ને અને ધરમ બેય ને ધ્રુજાવી રહ્યો હતો.આ અવાજ ધરમની બીજી મા નો હતો

"અરે તારી માં ઈ ની હારે તનેય લેતી ગઇ હોત તો મારે આ રોજ ની માથાકૂટ મટેત"

"દાયડી હવારે નીહારે જાવું ને કામ તો કઈ કરવું નઈ કિમ રૂપીયો થાઈ ઇ ખબર સે? નિહારે કઈ દેજે ભણાવો હોય તો ભણાવો આયાથી ઍક પાનીએ નઈ મલે"

આ શબ્દો બાર વર્ષનો ધરમ ખૂણામાં ઉભો ઉભો હૃદય પર પથ્થર મુકી સાંભળતો હતો.

ત્યાં વાંચે ધરમનાં બાપુ બોલ્યા

"બસ કર હવે

છોકરો સે જરુર હોઇ તો આપણી પાહેથી જ માગે ને "

"ઓ હો હો દિકરો બોવ વાલો હતો તો ઈ ની મા ગઈ પસી મને હુ કરવા લઇ આવા મને કે મારા દિકરાને કોઈદી હામેથી પાસીયું આપુ સે કોઈ દી"

મા ના સવાદો હવે ધરમ સહન નહતો સહન કરી શક્તો .

મન મક્કમ કરી પેલી વાર સામું બોલી ગયો

"હવેથી હુ બોજ નઈ બનું હુ મારી ફી ના પૈસા જાતે કમાઈ લઈશ"

આટલું કહી ધરમ ઘરમાંથી બહાર જતો રહ્યો

હા તો હવે તુ તારા રોટલા યે હાથે ઘડી લેજે

આવા ઘણાં વાક્યો તેને કાને અથડાયા

ધરમ નદી કાંઠે જઇ બેઠો બેઠો રડતો હતો અને વિચાર કરતો હતો કે મારી મા જીવતી હોત તો આ નવી મા જેટલો નાના ભાઈને વ્હાલ કરે તેનાં કરતા પણ મને વધારે વ્હાલ કરે

ધરમ સાવ નાની ઉંમરમા આવુ બધુ સહન કરી કરી દુનિયાનું ભાન વધારે હતુ.તે રોજ ને રોજ કઠોર બનતો જતો હતો.પણ કહે ને કે માણસ માં નાં પેટમા શીખે એટલૂ આખી જિંદગીમા નથી શીખતો , ધરમએ માના પેટ માથી સચ્ચાઈ અને વીરતા શીખીતો હતી પણ સાથે મર્યાદા પણ શીખી એટલે તેં ક્યારેય નવી મા સામે બહુ બોલતો નઈ.

ભણવામા પણ બહુ હોશિયાર પણ હવે તો તે કામે પણ જાતો અને ત્યાં પણ મલિકનો કટકટાટ.

ધરમ 18 વરસનો થયો હતો તેં 5 વરસથી કરસન શેઠને ત્યાં દુકાને કામ કરતો. ગીરના આ ગામમા કારિયાણાની આ જ દુકાન તેથી ધંધો પણ ખૂબ ચાલે. ધરમ સવારે વહેલો અને સાંજે દુકાને જતો

દુકાનના બહાને તે ઘરે મોડો જતો.

ખળખળ વહેતી નદી અને સાથે હાવજની ડકારો આખો દાડો દોડધામ કરી થાકેલા હરણીયા ને સહલા પાણી માટે આજ નદી પાહે આવતાં હતાં અને ત્યાં ભેખડ પર બેઠો બેઠો ધરમ આ નીરક્ષણ કરી રહ્યો હતો

અચાનક કોકના સ્પર્શનો અનુભવ થયો.પાછળ ફરી જોયું

પાછળ ખુલા લાંબા કાળા વાળ સાથે ચંદ્ર જોવું ઉજ્જવળ મુખ ભવરદાર આંખો સ્મિત કરતા હોઠો અને સ્મિત સાથે ગાલ પર બન્ને બાજુ પડતાં નાના ખાડા સાથે આ સોલ સત્તર વર્ષની છોકરી ચંદ્રના પ્રકાશ મા ચંદ્રને ફિક્કો પાળે તેમ ઊભી હતી.

અરે સંસ્કૃતિ તુ અહિયાં?

સંસ્કૃતિ એ ધરમ જયાં કામ કરતો તે શેઠની પુત્રીની સાથે તેના વર્ગમાં ભણતી વિદ્યાર્થીની પણ હતી

હા હુ કેમ હુ અહી ના આવી શકુ?

અરે ના એવું નઇ બેસ અહિ,મે તો તને અહિયાં પેલી વાર જોય એટલે પૂછયું

હુ ઘેર નવરી હતી એટ્લે વિચાર્યું ચાલ તારા એકાંત ને દુર કરૂ

ચાલ સારુ કોક તો મને થોડો સમજે છે

અરે તને ખબર ધરમ હુ ક્યારેક વિચાર કરું કે કોઈ માણસ આટલા દુઃખો કેમ સહન કરી શકે?

ધરમ તેની આખોમા સહાનુભૂતિ જોઇ રહ્યો હતો

સવારે દુકાને પછી વર્ગમાં અને પાછો દુકાને અને અંતે રાત્રે ઘરમા પારકી માઁ નો કકળાટ મને ક્યારેક ભગવાન ને પ્રશ્ન પૂછવાનું મન થાઈ કે ઍક જ માણસને એટલું દુખ કેમ?

અરે તુ આ બધુ છોડ ચાલ આપણે પેલી ભેખડ પર જઇયે ચંદ્ર સારો દેખાશે.

જિંદગીમાં પ્રેમ ખાલી શબ્દ જ હોય એવા માણસને ખ્યાલ ન હતો કે આ સહાનુભૂતિ એ બન્ને માટે પ્રથમ પગથિયૂ હતુ પણ બન્ને અજાણ

આ જ સમયે ત્યાંથી ચાર પાંચ ગાવ દુર ગોરા સાહેબો અને એની સાથે અમુક આપણાં માણસો ખાખી કપડા અને બંદુક નાં ધડાકા સાથે જંગલમા શોર મચાવી રહ્યાં હતાં આ બાધામા ઍક અફસરનો અવાજ વારે ઘડીએ વાર કરતો હતો તેં ગોરા અફસર સાથેનો ઍક આપણો અફસર હતો.

આજ નઈ મુકુ તને તે મારા ગામ ને લુંટુ

આ તારી પેલી ને સેલી ભુલ

તારી માએ દૂધ પાયું હોય તો બારો નીકર

દાનસંગ બારો નીકર

તારી ફોજ ને તને શરમ નો આવી સતીઓની આબરુ લુંટતા બાયલા , નામરદ બાર નીકળ

આજ હુધી તે ગામ લુંટા ત્યાં કદાસ મારો જીવો મરદ નઈ હોય બાકી તુ જીવતો નહોત

તારા વેણ યાદ રાખી બાદૂર આજ મારી પાહે વખત નથી આવા અવાજ સંગાથે ઘોડાઓના ડાબલા તેજ થયાં અને ધૂળની ડમરી સાથે બાધા આવાજો શાંત થયા.

આ વેળે નીકળી ગ્યો આ વેળાએ ઈજ્જત લૂંટીને બધી હદ પાર કરી નાખી

આ ભવરદાર આવાજ પોલીસ અફસર બહાદુરસંગનો હતો

ડાકુ દાનસંગ ઘણા વર્ષથી ગીરને ધ્રુજાવી રહ્યો હતો અને તેને પકડવા બાહોશ અફસર બાદૂર ઘણાં પ્રયત્નોમા નિષ્ફળતા મેળવી હતી અને આ વખતે પણ નિષ્ફળતા નો સામનો કરવો પડ્યો

"હમકો ટુમપે પુલા ભરોશા હે ટુમ ઍક ડિન જરુર ઈસ કો અંગ્રેજ સરકારકે હવાલે ટરોગે"

આમ કહી ગોરા અફસરે બહાદુર ને હિમત આપી.

બીજી બાજુ ધરમ અને સંસ્કૃતિ ઍક બીજાની નજીક આવી રહ્યાં હતાં

અચાનક ઍક વહેલી સવારે શેઠની દુકાને ભીડ જામી હતી.

હરામખૉર મારુ નમક ખાઈ મને જ લુંટીયૉ

સનનન કરતી ઍક ઝાપટ ધરમના ગાલ પર આવી

બતાવ કોની પાસે તેં મારી દુકાન લૂટાવી

મારી જ ભુલ કે મે તને દુકાનની ચાવી આપી

ના શેઠ મે કઈ નથી કર્યું સવારે ઉઠ્યો તો ચાવી નહતી અને દુકાને આવ્યો ત્યાં.....

અરે પાસો ભોળો તો જો બને

નીકળીજા મારી નજર હામેથી

ટોળામાં વાતો થતી હતી

મા વગરના છોકરાં છેલ્લે આડા રસ્તે જ ચડે

આને ગામમાંથી હાંકી કાઢવો જોઇએ

અંદરથી ભાંગી ગયેલો ધરમ આ બધુ સાંભળી સકતો ન હૉય તેમ ડોળ કરી આગળ ચાલવા મંડ્યો અને આંસુને નદીને સહભાગી બનાવતો હતો બીજુ તો એકલા માનસનો કોણ સાથ આપે.

પાછળથી સંસ્કૃતિ આવતી જોય થોડો કડક બન્યો તેને આશા હતી કે આ મને જરુર સમજશે

મે તને આવો નહતો વિચાર્યો

મારા પિતાએ સાચું કીધું હતુ

ત્યારથી જ દુર થઈ ગઇ હોતતો આજે આટલું દિલ ના તૂટેત

તુ પણ મને........

હા , તેં જ ચોરી કરી છે તારા સિવાય ખબર કોને હતી કે દુકાનમા કમાયેલા પૈસા દીવાલમા રહેલા ગુપ્ત દરવાજા પાછળ છે

કુદરત સિવાય ધરમનું સાક્ષી કોઈ નહતુ કોણે ખબર હતી કે ધરમથી સંસ્કૃતિને દુર કરવાનું આ કવેત્રુ સંસ્કૃતિના બાપે જ કરેલું.

જંગલમા પેહલા સીધા વૃક્ષ જ કપાય છે એમ દુનિયામાં સારા માણસોને જ પેહલા દોશી માનવામાં આવે . ઘર તરફ જતા જ ઘરનાં બાર તેનાં બાપાએ ભીડી દીધાં

હવે તો સાવ એકલો માણસ અંદરથી ભાંગીને સાવ ખાલી થઈ ગયો હતો અને ખાલી વસ્તુની અંદર નવી વસ્તુ તરત દાખલ થઈ જાય

ધરમ જંગલમા કાઈ ધ્યેય વગર ચાલીએ જ રાખતો હતો

અચાનક સનનન અવાજ સાથે ડાબા હાથમાં કાંઇક સળવળાટ થયો અને જોયું તો સામે ઘણાં બંદુક ધારી માણસો ઉભા હતાં અને તેનાં હાથમાંથી લોહી વહી જતું હતુ

કોણ સે બહાદુરનો માણસ ને

કોણ બહાદુર?

મને હાથમાં કેમ માર્યું છાતીમા ગોળી મારો હવે આયા રહીને કરીશ શુ

મારી નાંખો મને મારા પર દયા કરો

આંખોમાં આંસુ જાણે તેનાં નિખાલસ દિલને સાબીત કરી રહ્યુ તેમ લાગ્યું

ત્યાં ઍક માણસે બંદુક તાકી ત્યાં દાનસંગ બોલ્યો

ઉભો રે

સરદાર આ અફસર નો માણસ જ લાગે છે જીવતો નઈ મુકતા

એય ખબરદાર મને શિખામણ આપી તો તારા કરતા મે વધારે માણસો જોયા છે

આની સારવાર કરો

દસ બાર દી સારવાર થઈ પછી ઍક દિવસ દાનસંગે તેને બૉલાવ્યો

મને કેમ આયા રાખ્યો છે?

તારું નામ શુ છે

ધરમ,તમે મારા પ્રશ્નનો જવાબ ના આપ્યો

ઍક વાત કહુ તને જોય મને મારો જૂનો ચહેરો યાદ આવી ગયો આવો જ માસુમ હતો

પણ આ લોકોએ મારી માસુમતા નો ફાયદો ઉઠાવ્યો વીસ વર્ષની ઉંમરે જેલ મોકલ્યો આ લોકો અત્યારે તેની જ સજા ભોગવી રહ્યાં છે. આ ક્રૂર ચહેરો બનાવવા વાલા આ જ લોકો છે

તમે હજી મારા પ્રશ્નનો જવાબ ના આપ્યો

કામ કરીશ મારી સાથે?

શુ?

લોકોને તેની ભૂલોની સજા દેવાની

બદલામા મને શુ મળશે?

પ્રતિશોધ

ધરમ વિચારમાં પડયો

પણ વિચારે કોના માટે હવે સાવ એકલું જીવવા કરતા આમ મરવું સારુ અને લોકો ને આ સજા હુ જ આપીશ

આ વિચાર એકલા માણસના ખાલી થઈ ગયેલાં દિલમાં બેસી ગયો

મંજુર છે મને

કાલે રાત્રે તૈયાર રહેજો ટીંબાવાવના શેઠને લૂંટવા

ધરમ હવે પોતાનો બદલો લેવા પુરેપુરો ડાકુ બની ગયો હતો

ઘોર રાત જામી હતી ઘોડાના ડાબલા ધરમનાં શેઠનાં ઘરે ધીમા પડ્યા ધરમ દુકાનનો માલ લુંટતો હતો ત્યાં બાર નજર કરી તો ટુકડીના અમુક માણસો આજુબાજુનાં લોકો ને મારી લૂંટી ને બધુ પડાવતા હતાં

અમૂક વૃદ્ધને લાત મારીને ઘરમાંથી પોટલાં લઇ નીકળતા હતાં અમુક લોકો પુરુષને પકડી ને બંદુક વળે મારતા હતાં વૃદ્ધ ને ધક્કો મારતા નીચે અથડાતા નબળા દાંતો તુટી ગયાને લોહી વહેવા લાગ્યું છતા પણ તેં કરગરી રહ્યો હતો ભાઈ મારી જિંદગીની જમા પુજી છે ભાયા મારા છોકરાનાં ટાબરયા ભૂખે મરશે. અને પેલા ટુકડીના લોકો નિર્દયતાથી હસતાં હતાં. એકેતો સ્ત્રીના ગળામા રહેલું મંગલસૂત્ર ખેંચ્યું અને સ્ત્રી દરવાજા સાથે અથડાય અને મંગલસૂત્ર પેલાંનાં હાથમાં અને સ્ત્રીના માથા માંથી રુધિર નીકળવા લાગ્યું.માથે હાથ દઇ બોલી અરે મંગલસૂત્રને તો મુકો, ભગવાન કરે તમારા દેહને બારવા આ જગતમા જગા નો મળે ત્યાંતો નાના ટાબરિયા બહારનું દૃશ્ય જોય હેબતાય ગયા.શુ થાય તેનુ ભાન તો નહોતું પણ માતાને જોય તે પણ રડતા હતા

ધરમ દુકાન લૂંટતા લૂંટતા અટકીને આજ દ્રશ્યો જોઇ રહ્યો હતો એનું શરીર આ જોય ઘૃજતૂ હતુ અને તેં અંદરો અંદર વિચારી રહ્યો હતો આમારી આ દુરદશા પાછળ આ બાળકો હશે આ વૃદ્ધ?

ત્યાં અંદરથી ઓચિંતની બૂમો સંભળાય તે સાંભળી ધરમ અંદર તરફ ચાલ્યો અને મનમાં આ બધા વિચારો ચાલુ હતાં ત્યાં ફરી બમ સમભળાય અવાજ કાંઇક જાણીતો લાગ્યો અંદર જોયું તો દાનસંગ સંસ્કૃતિની ઇજ્જત લૂંટવા બળજબરી કરી રહ્યો હતો ધરમને સંસ્કૃતિની આંખોમાં રહેમની ભીખ જોય અને ઓચિંતો ઍક ધડાકો થયો ને દાનસગ જમીનભેર તરફડીયા લેતો થઈ ગયો.ધર્મના હાથમાં બંદુક ધ્રૂજતી હતી. માત્ર ફોટોમાં દેખેલી બંદુક કેમ ચલાવી તેં તેણે પન ભાન ન હોતું રહ્યુ . ટોળકીના બાધા લોકો ભેગા થઈ ગયા તેણે સરદારને નીચે પાળેલો જોય ઉઠાવવા ગયા ત્યાં ભવરદાર આવાજ આવયો ખબરદાર જો તેને બચવ્યો તો આ અવાજ ધરમનો હતો આનું પરિણામ આજ હતુ

અરે માનું છું કે આપણે અહિયાં છે તેની પાછળનું કરણ આ લોકો જ છે પણ તેમાં ઘણા નિર્દોષ લોકોનો શુ વાંક ધરમે બોલતાં બોલતાં સંસ્કૃતિ પર નજર નાખી બાળકોંનો શુ વાંક શુ આપડા આજનું કૃત્ય કોઈ બાળક આ ભૂલી શકશે અંતે તેં શુ કરશે આ જ માર્ગે આવશે

આજથી આપણી ટુંકળી માંથી કોઈ સ્ત્રીની ઈજ્જત પર હાથ નઈ નાંખે કોઈ નિર્દોષને રંજાળશે નહીં નિર્દોષ ને લુંટ્શે નઈ. બધાને પોતાનો સામાન આપીદ્યો

નવા સરદારની આજ્ઞાનું સૌએ પાલન કર્યું.

આજથી આપણે લુંટશુ પણ નિર્દોષને લૂટનારાને આપણો પ્રતિશોધ લેશું પણ નિર્દોષ પર નહી અત્યાચારી પર.

ત્યાં બંદૂકોંનાં ધળાકા સાંભળ્યાં અને બાધા લોકો ઘોડા પર જલ્દી નીકળી ગયા

નીચે દાનસંગને પડેલો જોય તાપસ કરી હસ્યો

બોલ્યો એકે બદલો લેવા નીર્દોષોનો ભોગ લઇ ડાકુ બન્યો અને આ બીજો આ દોષીનો વધ કરી ને બહારવટિયો બનવા નીકળ્યો આ તફાવત સમજણ નો છે કે સમાજનો? ચાલો હવે ડાકુને મુકી બહારવટીયા પાછળ દોડવાનું .