આંતર મનનો ઉજાસ BHAVESHSINH દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંતર મનનો ઉજાસ

*મેગી હાઉસ*

આ જમાનામાં ભારતમાં અમુક લોકો સિવાય બધાને ભાવતી સામાન્ય વસ્તુ એટલે મેગી. એમાં પણ કોલેજીયનની પહેલી પસંદ. અમારી કોલેજની આજુબાજુ મેગીવાળાની લાઈનો અને જેવી રીસેસ પડે એટલે એવી ભીડ જામી હોય જાણે દુનિયામાંથી લુપ્ત થતી વસ્તુનો છેલ્લી વાર લ્હાવો લેતા હોય.

આ લોકોની જેમ મારો મિત્ર મિલન પણ મેગી પાછળ પાગલ શિયાળામાં અને ચોમાસામાં તો મેગી પ્રત્યે પ્રેમ સમજ્યા પણ ઉનાળામાં ભર બપોરે પણ મિલન અને મેગી વચ્ચેનું બંધન અતૂટ રહેતું. જેવી રીતે મિલનને મેગી નો ચુસ્કો તે રીતે મને ચા પ્રત્યે પ્રેમ કંટાળો દૂર કરવા હું રોજ ચા પીતો અને મિલન મેગી લેતો. અમારી કોલેજની બહાર ઉભેલી મેગીની દુકાનોમાંથી એક એટલે મેગી હાઉસ. આ જગ્યા એટલે પસંદ કરેલી કારણ કે તેની બાજુમાં જ ચા મળી રહેતી અને બન્નેનો સ્વાદ પણ મસ્ત.

રોજ બપોરે રીસેસ પડે એટલે મિલન અને હું કોલેજની બાર જતા અને મિલન મેગીનો ઓર્ડર આપે અને હું ચા નો, આવુ લગભગ બે વર્ષથી ચાલતું હતું,હવે તો મેગી હાઉસનો મલિક પણ આમારો મિત્ર બની ગયો હતો. તે પોતાની કોલેજ લાઇફનું વર્ણન કરતો અને સાથે સાથે તેની ગર્લફ્રેન્ડની પણ વાતો કરતો અને ગિર્લફ્રેન્ડની વાત પછી એક જ જગ્યા પર અટકતો કે ભાઈ આ પ્રેમ વેમ ના લફડામાં ક્યારેય પડવું નહિ. હું ચા ની ચૂસકી લેતો લેતો ધ્યાન પૂર્વક તેની આંખોમાં જોઈ અને વાત સાંભળતો મને તેના દર્દનો આખો દ્વારા ભાસ થતો હતો.

મેગી હાઉસનો મલિક બધા ગ્રાહકો સાથે આરામથી હળી મળી જતો આને લીધે ગ્રાહકો તેની પાસે આવાનું વધુ પસંદ કરતાં. હવે તો આ ઉનાળામાં નવા વર્ષના લોકો પણ અડમિશન લઈ ચુક્યા હતા અને પોતાની જિંદગીનું કોલેજ નામના પેજ પર પહોંચી ગયા હતા. શિયાળો કે ચોમાસામાં તો મેગી હાઉસ પર ભીડ રહેતી પણ ઉનાળામાં સાવ સુમસાન.

રોજની જેમ અમે જેવા બેઠા એટલે મેગી તૈયાર થવાનું શરૂ થઈ ગઈ અને હું બાજુમાંથી મારી ચા લઈ મિલનની સામેની ખુરશી પર આરામથી ચા પીતો હતો. ત્યાં પાછળથી અવાજ સંભળાયો 'ભૈયા એક ડીશ મેગી' આ જગ્યા પર આ આવાજ આવતો જ હોય માટે મારુ ધ્યાન તે તરફ પહોંચ્યું નહિ પણ મિલન બરોબર મેગીવાળાની સામે જ બેઠેલો માટે તે સ્તબ્ધ બની જોવા લાગ્યો, મેં કહ્યું ભાઈ મેગી આવી જશે આમ જોઈશ તો મેગી વહેલી નહિ આવે, આ વાત સાંભળી મિલને તેની નજર મારી સામે કરી બોલ્યો આજે તો ભુખ એવી લાગી યાર, આટલામાં મેગીવાળો મિલનને મેગી આપી બોલ્યો યાર લે આવી ગઈ તારી મેગી. આટલું બોલી તે બીજા ઓર્ડરની મેગી બનાવવા ચાલ્યો ગયો.

બીજે દિવસે ગયા અને રોજની જેમ હું બાજુની સડક પર નિરીક્ષણ કરતા કરતા ચા પીતો હતો અને મિલન મેગીનો ઓર્ડર આપી ચુક્યો હતો ત્યાં પાછળથી અવાજ આવ્યો'ભૈયા જલ્દી એક મેગી બનાવો લેક્ચર માટે લેટ થાઈ છે' હું આ સાંભળતો હતો ત્યાં મારી પાછળથી મેગીવાળાએ ટેબલ પર મેગી મુકવા જતો હતો ત્યાં મેં કીધું એક કામ કરો અમારે રીસેસ પછીનો લેક્ચર નથી માટે આ મેગી જેને લેટ થાઈ છે તેને આપો. મિલને નિરાશ થઈ ચમચી ટેબલ પર રાખી દિધી ત્યાં પાછળથી આવાજ આવ્યો ભૈયા આ મેગી છે તેને પછી આપીદો મારા માટે મારી સ્પેશ્યલ તીખી જ બનાવી આપો ત્યાં મારી સામે બેઠેલા મિલન બોલ્યો આ સ્પેશ્યલ તીખી જ છે. મેં મારી પીઠ પાછળ જોયું તો નહીં કે કોણ છે પણ અવાજ પરથી કોઈ છોકરી હતી અને ક્લાસમાં કોમેન્ટ મારવાની આદતથી ટેવાલેય હોવાથી અહીં પણ મેં કોમેન્ટ ચિપકાવી એક કામ કરો રોજ લેટ થતું હોય અને સ્પેશ્યલ તીખી મેગી જ ખાવી હોય તો ઘરેથી ચટણીનો ડબ્બો સાથે રાખો કાઈ તકલીફ જ નહીં. આટલું બોલતાની સાથેજ મિલને ટેબલ નીચેથી પગ માર્યો ને બોલ્યો અલ્યા જો તો ખરા ગમે ત્યાં ચાલુ થઈ જા. મને પછી ભાસ થયું કે તે કોઈ અજાણ્યું છે મેં પછી પાછળ જોવાનું ટાળી દીધું અને ચા માં મશગુલ થઈ ગયો ત્યાં મિલનની મેગી પણ આવી ગઈ અને ત્યાં પાછળથી આવાજ આવ્યો 'ભૈયા આ લો પૈસા' અને ત્યાં ફરી મારી કોમેન્ટ નીકળી ભલાયનો તો જમાનો જ નથી કોઈ આભાર પણ નથી માનતું અમારું તો ઠીક પણ આ મેગીનું બલિદાન વ્યર્થ ગયું. ત્યાં પાછળથી પેલી બોલી જો આટલું સેવાભાવિ થવાનું અને ખુદના વખાણ જ સાંભળવા જ હોય તો કાલથી તું ચટણી લેતો આવજે પછી થેન્ક્સ કેવાનું વિચારી. હું પાછળ ફરતો જ હતો ત્યાં પેલી છોકરી પાછળ ફરી ચાલતી થઈ અને નીકળી ગઈ. મિલન પણ મારી સાથે સાથે પેલી છોકરી જતી હતી તે તરફ જોતો હતો. હું મિલન પર મજાકમાં ભભૂક્યો અલ્યા કોઈ તારા ભાઈની ઈજ્જત નીકળે ને તું આમ જ બેઠો રહે? મારાથી મોટો તો તું કોમેન્ટબાજ છો તો પછી આજ કેમ શબ્દના નીકળ્યા રોજ ક્લાસમાં હું તને કોમેન્ટ કરતા રોકતો અને આજ શુ થયું. અલ્યા ક્યાંક તું પ્રેમ વેમમાં તો નહતો પડ્યો ને જો ભૂલથી પણ વિચાર આવે તો આ મેગીવાળા ભાઈ જેવો હાલ થશે. આ સાંભળી મેગીવાળો ભાઈ અમારી સામે જૉઈ હસ્યો. મિલને બોલ્યો ચાલ હવે ગાર્ડનમાં બેઠા. અમે બન્ને વાતો કરતા કરતા ફરી કોલેજમાં પ્રવેશ્યા અને ત્યાર બાદ લેક્ચર ભર્યા પણ મગજમાં એક જ વાત ઘૂમતી હતી કે જો થોડીવાર પેલી છોકરી ઉભી રહેત તો જવાબ શુ આપેત.

ભૂતકાળને વિચારીને ભવિષ્યમાં આવી વસ્તુ બીજી વખત થાય તો શું કરવું તેમાં હું મશગુલ થઈ ગયો.

બધા લેક્ચર પુરા થયા બાદ રૂમ તરફ અમે ચાલીને જતા, અમે બન્ને સાથે ન રહેતા પણ મારા રૂમે જતા મિલન રહેતો એ જગ્યા વચ્ચે આવતી માટે અમે બન્ને રોજ સાથે ચાલીને જતા અમે ક્યારેક જ અલગ અલગ રસ્તે જવાનું પસંદ કરતાં લગભગ અમે અઠવાડિયામાં ચાર પાંચ દિવસ તો સાથે જ જતા. 3 - 4 કિલોમીટરનો રસ્તો કેમ નીકળી જતો એનો અમને ખ્યાલ જ ન રહેતો. જ્યારે બન્ને અલગ અલગ નીકળવાના હોય ત્યારે હું લેક્ચર પૂરો થાય એટલે તરત જ નીકળી જતો અને મિલન થોડો લેટ નીકળતો. વરસાદ હોય કે તડકો કે પછી હોય ઠંડી અમે બધી ઋતુનો લ્હાવો લેતા લેતા એકબીજાની મજાક કરતા કરતા અમારી જ વાતોમાં મશગુલ થઈ ને ચાલતા.

હવે તો ઉનાળો ચાલુ થઈ ગયો હતો માટે આ ગરમીમાં લેક્ચરો ખૂબ જ કંટાળા જનક લાગતા હતા. અમે લેક્ચરો પુરા થાય બસ એની વાટ જોઈ ને જ બેઠા હોય, જેવા લેક્ચર પુરા થાય તેવા બન્ને તરત બાર નીકળી સીધા પેટનો ખાડો બુરવા પહોંચી જતા . હવે તો અમને આ જગ્યાનું બંધાણ થઈ ગયું હતું, રોજની જેમ અમે બેઠા ત્યાં મિલનની મેગી બનવા માંડી અને હું ચા લઈ મારી રોજની જગ્યા પર બેસી ગયો અને મિલન આતુરતાથી મારી ચા ની પ્યાલીને નિહાળતો હોય તેમ લાગ્યું,હું પણ ચા ની ચૂસકી લેતો લેતો તેની આંખોમાં જોવા લાગ્યો હું મિલનની આંખો સ્પષ્ટ જોઈ શકતો ન હતો કારણ કે તેને પહેરેલા ચશ્માં મને તેની આંખો સાથે મારી પાછળ નું દ્રશ્ય પણ દેખાડતા હતા, આ છતાં પણ મારી આંખો ફક્ત મિલનની આંખોને જ નિહાળતી હતી કારણ કે અમારા બન્ને વચ્ચેની દોસ્તી એટલી ઊંડી હતી કે હવે અમે બન્ને એકબીજાના ભાવો ઓળખી શકતા અને નજરથી જ છેવટ હૃદય સુધી પહોચી શકતા, પણ અહીં તો ઓચિંતો ઝબકારો થયો મારી નજર મિલનની આખો પરથી હટી અને ચશ્માંના કાચ પર રાચતા પ્રતિબિંબ પર પડી. જાણે કોઈ પરી સફેદ પોશાક પહેરીને ઊભી હોય એવું લાગ્યું. એનું પ્રતિબિંબ જોતા જ હું મોહિત થઈ ગયો . એના મુખ પરનું તેજ આ ગરમ ઉનાળાને પણ ફિક્કું પાડતું હતું. એના મુખ પર જાણે કુદરતે પહેલેથી જ થોડી ખુશી વધારે મૂકી હોય તેમ મલકાતું હતું. હું તેને જોવા પાછળ ફરું તે પહેલાં તે ચિત્ર ભૂંસાય ગયું, મેં પાછળ ફરી જોયું તો તે મારી પાછળના ટેબલ પર જ બેઠી હતી. ત્યાં મિલનની મેગી તૈયાર થઈને આવી. મિલન અચાનક મારી. સામે હાથમાં મેગી લઈ ઉભો થયો, મેં તરત જ પૂછ્યું કઈ બાજુ?મિલન મને ઈશારામાં કહ્યું બસ તું મને જો. મિલન મેગીની ડિશ હાથમાં લઈ અને પહેલા મેગીવાળાને કહ્યું પેલો મસાલો આપ. મેગીવાળા એ કહ્યું અલ્યા લુખ્ખો મસાલો કેમ?મિલને કહ્યું તું ખાલી મસાલો આપ. મેગીવાળાએ બીજા કોઈ પણ પ્રશ્ન વગર મસાલો આપ્યો. હું પાછળ ફરી આ બધું જોતો હતો,મિલન ડીશ લઈને મારી તરફ આવતા આવતા અટકી અને મારી પાછળના ટેબલ પર બેઠેલી છોકરીના ટેબલ પર જઈ અને તેની પાસેની ખુરશી પર બેઠો. આ જોઈ પેલી છોકરીને અને મને બહુ નવાઈ લાગી હું પાછળ ફરીને ચા પીતો પીતો જોઈ રહ્યો હતો.

મિલને તેના ટેબલ પર મેગી મૂકી અને માસલાનું પેકેટ તોડી ઉપરથી મસાલો નાખ્યો અને પેલી છોકરીને મેગીની ડીશ આપી અને બોલ્યો મેગી વિથ એક્સ્ટ્રા મસાલા. પેલા તો પેલી ને નવું લાગ્યું પછી તેણે અચકાતા અચકાતા મેગી તેની નજીક લીધી અને બોલી થેન્કસ. તે જેવી થેન્ક્સ બોલી એટલે મિલને તેને આપેલી મેગી ફરી લઈ લીધી અને મારી સામે આવી બેસી ગયો અને પેલી છોકરીના હાથમાં ચમચી રહી ગઈ, આ બધું જોય હું અચંબિત થઈ ગયો. પેલી છોકરીએ ટેબલ પર ચમચી પછાડી અને મિલનની બાજુમાં આવી બોલી આ શું છે બધું?મિલન મેગી ખાવામાં વ્યસ્ત હોય તેવો ઢોંગ કરવા લાગ્યો અને આ જોઈ પેલી છોકરી વધારે ગુસ્સે થઈ અને જોરથી બોલી આ શું છે. મિલને શાંતિથી ઊંચે જોયું ને બોલ્યો મજાક અને ફરીથી મેગી ખાવા માંડ્યો આ સાંભળી મારાથી હસવાનું રોકાયું નહીં હું હસવા લાગ્યો. મને લાગ્યું કે હવે તે શરમાય ને ચાલી જશે પણ તેણૅ તો જાણે હવે રુદ્ર રૂપ લઈ લીધું હોય તેમ ટેબલ પર હાથ પછાડ્યો અને મેગીની ડીશ ફગાવી દીધી અને તેના ટેબલ પર ચાલી ગઈ. ઉનાળાનો બપોર હતો એટલે લોકોની ભીડ ન હતી જો લોકોની ભીડ હોત તો ચોક્કસ આ જોઈ લોકોનું ટોળું ભેગું થઈ જાત અને કાઈ પૂછ્યા વગર છોકરાએ છેડતી કરી એમ કહી ને મિલન પર તૂટી પડેત. આને ટોળાના લોકોની છોકરી પરની દયા કહો કે છોકરા પ્રત્યેની ઘૃણા કહો. પણ ઉનાળાની બપોર હોવાથી બધું સુમસાન હતું. મિલન શાંતિથી મોટા અવાજે બોલ્યો બિચારા મારા મિત્રએ કાલે આવું જ કર્યું તું બસ બીજા દ્વારા કરાવ્યું હતું માટે હું આજે નવો પેતરો અજમાવતો હતો કે આપણે કઈ રીતે મદદ કરીએ તો લોકો આપણો આભાર માને આટલું બોલતા જ અમે બન્ને હસી પડ્યા. હું અને મિલન હસતા હસતા ઉભા થયા અને હું જતા જતા તેના ટેબલ પાસે જઈ બોલ્યો મેને ખુશી છે કે હવે નારી પણ પ્રબળ બનતી જાય છે અને તેના અપમાનનો બદલો ખુદ લે છે, બસ આ તો મજાક હતી પણ જ્યારે કોઈ તારા ચરિત્ર પર પ્રશ્ન ઉઠાવે કે પછી તને દુનિયા સામે રમકડું સિદ્ધ કરતા લોકોને ગુસ્સા સાથે તમાચાનો પણ સ્વાદ આપીશ તો ટેસ્ટ સારો આવશે જેમ સ્પેશ્યલ તીખી મેગીનો આવે તેવો અને જો તું જ બીજાને દુઃખ આપે અને પછી તું કોઈ આગળ સુખની આશા કરે એ વસ્તુ ખોટી છે એમ કહી મેં તેના ટેબલ પર પડેલી મેગી નીચે ફેંકી અને હસતો હસતો તરત જ બહાર નીકળી ગયો પેલી છોકરી કંઈક વિચારોમાં પડી હોય તેમ ખાલી ચમચી ટેબલ પર નિરાંતે અથડાવતી અથડાવતી વિચારોમાં ખોવાઈ ગઈ હોય તેવું લાગતું હતું. હું અને મિલન હસતા હસતા મેગી હાઉસ માંથી બહાર આવ્યા ને કલાસ તરફ આગળ વધ્યા.

રોજની જેમ અમે લેક્ચરોની રમઝાટ પતાવી મેગી હાઉસ આગળ પહોંચ્યા. આ જગ્યા પર પહોંચતાની સાથે જ કંઈક નવો જ અહેસાસ થતો. આમ તો રોજ એક ને એક વસ્તુ ખાઈએ તો કંટાળી જઈએ પણ મિલનને અને મને આનું વ્યસન થઈ ગયું હતું. અમે રોજની જેમ અમારુ ટેબલ પકડ્યું અને હું ચા પીતો પીતો આમ તેમ નજર ફેરવતો હતો અને મિલન મેગીની ડીશમા જ ઊંધો પડ્યો પડ્યો મેગીમાં મશગુલ હતો. ત્યાં સાઈડ માંથી કોઈ આવી અને અમારા ટેબલ પરની ખુરશી પર બેસી ગયું, જોયું તો તે પેલી એક્સ્ટ્રા તીખી હતી. મિલન હજુ મેગીમાં જ મશગુલ હતો. મેં મૉટેથી કહ્યું 'મિલન મેગીની ડીશ જોરથી પકડી રાખ મને લાગે કે કોઈ બદલો લેવા આવ્યું'મેં મસ્તી ભર્યા અવાજ માં કીધું આ સાંભળી મિલન પેલી એક્સ્ટ્રા તીખીને જોઈ હસવા લાગ્યો,અને અમારા ટેબલ પર બેસેલી જોઈ મિલન બોલ્યો, ભાઈ લાગે છે આને તેની ભૂલનો પછતાવો થયો છે માટે માફી માંગવા આવી છે. આ સાંભળી પેલી ધીમે ધીમે હસવા લાગી. તે કંઈ બોલે તે પહેલાં હું બોલ્યો 'આવારા કી બસ્તિમેં કેસે આના હુવા?'આ સાંભળી પેલી ફરી હસવા લાગી અને બોલી બસ મને ઈચ્છા થઈ કે કોલેજમાં આવી છુ અને જો મસ્તીખોર મિત્રો નહિ બનાવી તો જિંદગી મારી વ્યર્થ ગઈ. બસ મસ્તીખોર નામ આવ્યું એટલે મગજમાં તમારા દર્શન થયા બસ એટલે આવી ગઈ આવરાઓની વસ્તીમાં,ફિલ્મી અંદાજમાં બોલી એ ધીમું ધીમું હસવા લાગી. આ સાંભળી મેં પૂછ્યું બીજા વર્ષમાં?પેલીએ ફક્ત હકારમાં માથું ઘુમાવી જવાબ આપ્યો, મેં પૂછ્યું કયો ડિપાર્ટમેન્ટ? તેણૅ ફક્ત એટલું જ બોલી પર્યાવરણ . હું આતુરતાથી બોલ્યો અમે તો ઈલેક્ટ્રિકલ માંથી સેમ યર . તે થોડી ક્ષણો ઉભી અને બોલી હું દીપ્તિ અને તમે?? મિલન બોલ્યો હું મિલન અને આ મારો પરમમિત્ર ભાવેશ. આટલુ બોલતાની સાથે શાંતિ પ્રસરી ગઈ અને આ શાંતિમાં ભંગાણ પાડવા હું બોલ્યો,યાર આ નામ અમને નઇ પોસાય આ સાંભળો દીપ્તિ બોલી કેમ ? મેં કીધું કે તારું નામ આ ટેબલ પર નક્કી થયેલ છે અને તે જ નામથી અમે બોલાવશું,આ સાંભળી દીપ્તિ બોલી શુ નામ પાડ્યું મારું ત્યાં મિલન બોલ્યો 'એક્સ્ટ્રા તીખી' આ સાંભળી દીપ્તિ જોર જોર થી હસવા લાગી. આ ઇન્ટ્રોડંક્શન પાછળ તમે ઓર્ડર દેતા ભૂલી ગયા એમ કહી ને મેગીવાળા એ દીપ્તિની સામે ટેબલ પર મેગી મૂકી. મેગીવાળો હજી મેગી મૂકી જતો હતો ત્યાં મિલન બોલ્યો ઉભો રે યાર, પછી મિલન દીપ્તિ સામે જૉઈ બોલ્યો આવરાની વસ્તીમાં આભાર વિના નહી ચાલે આ સાંભળી દીપ્તિ બોલી સોરી ભૈયા થેન્ક્સ, આ થેન્ક્સ મગજ માં રહેતું જ નથી. આ સાંભળી હું બોલ્યો જો મિત્રોનો આભાર ના માનીએ તો ચાલે પણ કોઈ નાનો અને લાચાર વ્યક્તિ જયારે મદદ કરે તો એના માટે આટલું તો બને . આ સાંભળી દીપ્તિ આંખોના નેણ ઊંચા હોઠ બીડી બોલી આવરા કી બસ્તી મેં અપના પન ગુડ યાર. આટલું બોલી તેને પોતાનું ધ્યાન મેગી પર કેન્દ્રિત કર્યું. આ બધું પૂરું કરી અમે મેગી હાઉસ માંથી બહાર નીકળ્યા. અને સાથે ચાલતા ચાલતા કોલેજની અંદર પહોંચી ને દીપ્તિ પોતાના રસ્તે અને અમે અમારા કલાસ તરફ જવા નીકળ્યા. અમારા બન્નેના મસ્તીસ્કમાં આ નવા મિત્ર વિશેના જ વિચારો ચાલતા હતા.

હવે તો રોજ અમે ત્રણેય મેગી હાઉસમાં બેઠા બેઠા મજાક મસ્તી સાથે પેટનો ખાડો પૂરતા, દીપ્તિ ઘણીવાર મજાકમાં કહેતી કે તું મારા ને મિલન માટે એલિયન છે કેમ કે અમે મેગીવાળા અને તું એકલો ચા વાળો,ત્યાં મિલન બોલતો યાર તારે આ ટેબલ પર બેસવાનું ભાડું આપવું પડે હો, ચા ત્યાંની અને હવા અહિયાની એ ના ચાલે આ બન્નેને હું વળતો જવાબ આપતો આ મેગી વેગી આપણું કામ નહીં તમે એકવાર કસુંબો પીય તો જુવો. ત્યાં દીપ્તિ મોઢું બગાડી કહેતો ઈ. . આવો કસુંબો હોય??

કોલેજની બહાર પોતાની કંપનીનું નામ ફેલાવવા ક્યારેક ક્યારેક ખુલ્લી સડક પર ગેમ રમાડતા અને ગેમ પાર કરનાર ને ઇનામ આપતા. અમે એકબીજાને ચેલેંજ આપતા અને ખુલ્લી સડક પર ગેમ રમતા અને જે વિજેતા થાય એ મળેલ ઇનામ જો ખાવાની વસ્તુ હોય તો ત્રણેયને સાથે મળીને ખાવાનું અને જો કોઈ પણ ના જીતે તો પહેલા ખોટો શોક મનાવાનો અને ગેમ બનાવવા વાળને દોષ આપી ને એકબીજાની સામે જૉઈ હસવાનું. અમારી દોસ્તી રોજ ને રોજ ગાઢ બનતી જતી હતી. ધીરે ધીરે કરતા એક સેમેસ્ટર કેમ પૂરું થવા આવ્યું એનો ખ્યાલ જ ન રહયો.

કોલેજની પરીક્ષાઓ પૂર્ણ કરી અમે ફરવા જવાનો પ્લાન તૈયાર કર્યો. અમારી મિત્રતા એટલી ગાઢ હતી કે દીપ્તિ ને અમારા બન્નેની સાથે આવામાં જરા પણ સંકોચ ન હતો કારણ કે અમે વિશ્વાસના પાયે જ આ મિત્રતાની ઇમારત ચણેલી. અમે ફરવા માટે આ શહેરના ઘોંઘાટથી દુર એક ગામ નક્કી કરેલું. હું સ્વછતા અભિયાન વખતે આ ગામમાં ગયેલો માટે હું બધી જગ્યાથી વાકેફ હતો, ત્યાં એક નાના પર્વત પર એક મોટું મંદિર હતું અને આ મંદિર વૃક્ષોથી ઘેરાયેલું હતું અને આજુબાજુ ના વૃક્ષો અને શીતળ છાંયો કુદરતની પ્રેમાળ કૃતિઓ ને અહીં આકર્ષતો હતો. અમે ત્યાં પહોંચી અને મંદિરમાં ભગવાનના દર્શન કરી અને આજુબાજુ ના વૃક્ષોથી ઘેરાયેલ મંદિરના પ્રાંગણમાં બેઠા, અહીં કંઈક અલગ જ શીતળતા હતી. હું થોડીવાર બેસી ને બહાર જવા નીકળ્યો ત્યાં મિલને પૂછ્યું કઈ બાજુ?મેં કહ્યુ એક મિનિટ હું કંઈક લાવું છું. હું બહાર નીકળીને આગળ ગયો તો મને ત્યાંથી મોરના ખરેલા પીછાં મળ્યા, મેં જમીન પર પડેલા પીંછા એકઠા કર્યા અને હાથમાં લીધા,આ પીંછા માનું એક પીંછું મારી આંખો સામે આવ્યું, કુદરતે બધા પીંછામાં પોતાની છાપ લીલો કલર મૂકી છોડી હતી,આ પીંછું કઈક અલગ હતું, એ પીંછાની ઉપરના ભાગમાં વચ્ચે દોરેલુ ચિત્ર જાણે મને જોઈ હસતું હોય એવું લાગ્યું, મેં એ પીંછું અલગ કાઢી લીધું અને પ્રેમથી મારા બેગમાં મૂકી દીધું, આ બધા પીંછા લઈ હું મિલન અને દીપ્તિ પાસે પહોંચ્યો. પીંછા જોઈ મિલને મારી સામે દોટ મૂકી અને બધા પીંછા લઈ લીધા અને બેગમાં મુકવા લાગ્યો. આ જોઈ દીપ્તિ બોલી આમ કરવાનું તારા ભાઈ માટે જ વસ્તુ લાવવાની અમારા માટે નહિ. આ સાંભળી હું બોલ્યો મિલન થોડા તો દીપ્તિને આપ, મિલનને નકારમાં માથું ઘુમાવ્યું . આ જોઈ મેં મારા બેગમાં મુકેલુ પીંછું કાઢ્યું અને બોલ્યો આ કોણે જોઈએ છે? મિલને મારા હાથમાં સુંદર પીંછું જોઈ અને બેગ પડતું મૂકી મારી પાછળ દોટ મૂકી, હું પણ ભાગ્યો અને અંતે મિલન થાકી અને બેસી ગયો ત્યાં અમારી નજર મિલનના બેગ આગળ ગઈ. દીપ્તિએ મિલનએ મુકેલા બધા પીંછા કાઢી અને તેની બેગમા મુકતી હતી. આ જોય મેં કીધું જો મિલા લાલચ બુરી બલા હે, તારા હાથમાંથી બધું ગયું આ જોઈ મિલન દીપ્તિની પાછળ પીંછા લેવા દોડ્યો પણ થાકેલો હોવાથી તેને પકડી શક્યો નહિ અને ફરી બેસી ગયો, આ જોઈ હું તેની પાસે ગયો અને મારી પાસે રહેલું સુંદર પીંછું તેના હાથમાં આપી દીધું, આ જોઈ થોડીવાર મિલન મારી આંખોમાં જ તાકતો રહ્યો અને આ દ્રશ્ય જોઈ દીપ્તિ બોલી ખરેખર સાચા મિત્રો હોય તો તમારા બન્ને જેવા . આ સાંભળી હું ને મિલન સાથે બોલ્યા અને દુશ્મન હોય તો તારા જેવા આ સાંભળી અને દીપ્તિએ નીચે પડેલી નાની લાકડી લઈ અમારી તરફ હસતા હસતાં દોટ મૂકી અને આ જોઈ મેં અને મિલને પણ દોટ મૂકી.

હવે અમારું નવું સેમેસ્ટર ચાલુ થઈ ગયું હતું,અને ઉનાળાના તડકામાંથી પણ, હવે તો ચોમાસુ ચાલુ થયું હતું. ક્યારેક ક્યારેક માવઠું આવતું અને તડકાને પછાડી અને ઠંડીનું સર્જન કરતું નીકળી જતું. એમાં હું તો ધોમધાર વરસાદની રાહ જોતો બેસું છું કે ક્યારે ધોમધાર વરસાદ આવે અને બધું પાણી પાણી કરી મૂકે,અને આ મુશળધાર વરસાદની તેજીથી પડતી બુંદોને નીરખીને જોવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. હવે આ વરસાદની ઋતુમાં મિલન અને દીપ્તિ નો મેગી પ્રત્યેનો પ્રેમ ઓર વધી જતો અને સાથે મારો ચા સાથેનો સબંધ ગેહરો બની જતો, હું જ્યારે ચા પીવું ત્યારે તેની એક એક બુંદનો અહેસાસ કરું અને તેમાંથી નવી ઉર્જા મેળવું .

અમારું નવું સત્ર ચાલુ થયું અને આજે સત્રનો પહેલો દિવસ,હું અને મિલન મેગી હાઉસના ટેબલ પર બેઠા હતા પણ આજે દીપ્તિ દેખાતી ન હતી. હજુ તો અમે બસ એના વિશે વિચારી રહ્યા હતા ત્યાં દીપ્તિ પોતાનું બેગ એક ખભા પર રાખી અને વાળ આગળ તરફ કરતી કરતી આવતી હતી. તે અમારી બાજુમાં આવી અને ત્યાં તેની પાછળ કોઈ છોકરો જોયો, મારુ અને મિલનનું ધ્યાન તેના તરફ જ હતું ત્યાં દીપ્તિ બેસતા બેસતા બોલી અરે દર્પણ અહીં બેસ એમ કહી સામે પડેલી ખુરશી પર ઈશારો કર્યો.

દીપ્તિ દર્પણનો પરિચય કરાવતા બોલી આ દર્પણ મારો. . . . બોયફ્રેન્ડ અને હું આને પ્રેમ કરું છું. આ બોયફ્રેન્ડ શબ્દ અટકતો અટકતો બોલી અને નીચી નજર કરી શાંત બેસી રહી. આ સાંભળી અને મિલન ચકિત થઈ ગયા,ચકિત થવાનું કારણ એ ન હતું કે તેને બોયફ્રેન્ડ છે પણ કારણ એ હતું કે ઓચિંતાનો આટલા સમયમાં!!

આ મસ્તીખોરોના ટેબલ પર આજે સન્નાટો હતો,આજે મસ્તી નહતી,આજે બધા એકબીજાને જોય અને અજાણ્યા બનતા હોય તેવું લાગ્યું. મેગી આવતાની સાથે જ મેગી ચાહકો આજે ઊંધું જોય ને ફક્ત ખાવામાં ધ્યાન હોય એવો બાહ્ય ઢોંગ કરવા લાગ્યા. હું ચા પીતો પીતો આ નવા વ્યક્તિના આગમનને લીધે થઈ રહેલા બદલાવ નિહાળી રહ્યો હતો. એ દિપ્તીનો બોયફ્રેન્ડ હતો એ માટે આ નહોતું થઈ રહ્યું પણ અમે એનો સ્વભાવ ઓળખતા ન હતા એ માટે અમે ચૂપ હતા. અમારે લેક્ચર ન હોવા છતા લેક્ચરનું બહાનું કરી અને મિલન જલ્દી નીકળી ગયા. અમારું દર્પણને લીધે જલ્દી જવું એ કદાચ દીપ્તિ પારખી ગઈ. અમારું ત્યાંથી જવાનું કારણ દર્પણ ન હતો પણ અમને એમ લાગતું હતું કે અમારે લીધે આ બન્નેના પ્રેમમાં અડચણ આવે એ ઇચ્છતા ન હતા.

બીજે દિવસે હું અને મિલન મેગી હાઉસમાં બેઠા હતા ત્યાં દીપ્તિ આવી અને હું અને મિલન તેની પાછળ તેના બોયફ્રેન્ડને અમારી નજરોથી ગોતવા લાગ્યા. ત્યાં દીપ્તિ પાછળ જૉઈ બોલી આજે કોઈ નહિ હોય. મેં પૂછ્યું કેમ દર્પણ બહાર ગયો?દીપ્તિ બોલી હા હંમેશા માટે, આ સાંભળી મેં શંકા ભરેલા શબ્દોથી પૂછ્યું તું કેવા શુ માંગે છે.

દીપ્તિ બોલી મેં કાલે અનુભવ્યું કે જેને હું આ વેકેશનમાં જ જાણવા લાગી છું અને પ્રેમ કરવા લાગી તેના લીધે મારી અમૂલ્ય દોસ્તીમાં સાઈડ ઈફેક્ટ આવી રહ્યો હતો માટે. . . . .

મેં તરત જ કીધું કે આવું કઈ નહિ બસ આ તો દર્પણ નવો હતો માટે એને સમજવામાં થોડીવાર તો લાગે ને, અને તું શું કામ કરે છે અમારા માટે આવું ?તને જે પસંદ છે એમાં અમે આડા આવીએ તો તું અમને જણાવ, પણ તું આમ અમારા લીધે આવા નિર્ણય ના લે. હજુ કશું આગળ બોલું તે પહેલાં દીપ્તિ મારી વાત કાપી બોલી જો યાર તમે જ મારા માટે બધું છો, તમારી સાથે અહીં બેસ્યા સિવાય મારો દિવસ નથી જતો,તમારી સાથે મસ્તી કર્યા સિવાય ચાલતું નથી,તમે મારી જીવનજરૂરિયાત ચીજો માની એક અમૂલ્ય ચીજ છો. જ્યારે કાલે મેં આ મસ્તી આ મજાક દૂર જતું જોયું તો ભાસ થયો કે આ દર્પણ તરફનો પ્રેમ ફક્ત અટ્રેકશન હતો. અને તમે ખુદને દોષ ના આપો, જે થાય એ સારા માટે થાય, મને સમય આવતા સમજાય ગયું કે મારા માટે શું યોગ્ય છે. અમે બસ દીપ્તિને ધ્યાન પૂર્વક બસ સાંભળતા જ હતા,ત્યાં મિલન બોલ્યો ચાલો જે થયું તે ઠીક હવે દીપ્તિના પ્રેમના ગમ માં એક ઓર એક્સ્ટ્રા મેગી હો જાયે . ત્યાં દીપ્તિ બોલી અને સ્પોન્સર બાય મિલન આ સાંભળી હું બોલ્યો તો હું પણ આજે મેગી અજમાવી જુવું. બસ પછી તો મેગી સાથે ફરી મસ્તી અને ધમાલ ચાલુ. હું મિલન અને દીપ્તિને મેગી સાથે નાના બાળકની જેમ ગમ્મત કરતા જોતો હતો.

રોજની જેમ અમે જેવા મેગી હાઉસ પર પહોંચ્યા ત્યાં ધોમધાર વરસાદ ચાલુ થયો, આ વરસાદની સાથે જ આખું વાતાવરણ ખૂબ જ ઠંડુ બની ગયું અને મેં આ વાતાવરણનો લુપ્ત ઉઠાવવા ખુરશી સંપૂર્ણ રસ્તા પર કરી અને ચા ને અનુભવવા લાગ્યો. હું વાતાવરણ નિહાળવામાં મશગુલ હતો ત્યાં મેં મારી આજુબાજુ જોયું તો મિલન અને દીપ્તિ તેની મેગી સાથે મારી પાસે આવી બેસી ગયા. પછી મારી નજર મિલનના મુખ તરફ પહોંચી તો તે વરસાદને નજરોથી પ્રશ્ન પૂછતો હોય તેવું લાગ્યું . ઓચિંતો મિલન સમાધિ તોડી મારી સામે જોવા લાગ્યો,મેં મારી નજર બાજુમાં બેઠેલી દીપ્તિ પર કરી તો તે જાણે મિલનને સંબોધી આંખોથી કંઈક સલાહ આપતી હોય તેવું લાગ્યું.

આ બધું જોય મેં મિલનને પ્રશ્ન કર્યો ભાઈ તને કઈ વાંધો તો નહીં ને ?? મિલને આશાભરી નજર મારી સામે કરી અને બોલ્યો યાર મેં તારાથી એક વાત છુપાવી છે અને આજે હું મારા દિલ પરનો બોજ ઉતારવા માંગુ છું. મને લાગ્યું કે મિલન કશી મશ્કરી કરશે માટે મેં મોં વરસાદ તરફ કરી અને ચા ની ચૂસકી લેવામાં મશગુલ થઈ ગયો અને વાતને અવગણી નાખી. મિલન બોલવા લાગ્યો પણ બોલતા બોલતા તેની જીભ અટકતી હતી માટે મેં તેના તરફ મારુ ધ્યાન ખેંચ્યુ, મિલન બોલ્યો હું અને દીપ્તિ બન્ને એકબીજાને જાણ્યે છે ત્યાં વાત કાપી હું બોલ્યો યાર એમાં શુ નવું એ તો હું પણ જાણું છું, મિલન તીવ્રતાથી બોલ્યો પેલા વાત તો સાંભળ,હું દિપ્તીને પહેલા વર્ષથી જાણું છું,અમારી પ્રથમ મુલાકાત કોલેજની પહેલી પરીક્ષામાં થયેલી તે પોતાનો રૂમ શોધતી હતી અને મને પૂછ્યું તો મારો નંબર પણ તે જ ખંડમાં આવેલો માટે આ રીતે વાત થઈ, મેં કીધું તો શું એ તો સારું છે ને કે તમે પહેલાથી જ એકબીજાને જાણો છો, પણ. . . તો પછી તે જ્યારે પહેલીવાર બન્નેને મળી ત્યારે તે મને કેમ ના કીધું?મારા પ્રશ્નોનો ઉમળકો રોકી મિલન બોલ્યો અમે બન્ને એકબીજાને પ્રેમ કરીએ છે અને હું નહતો ઈચ્છતો કે આ પ્રેમને લીધે આપણા બન્નેની દોસ્તીમાં કોઈ ફર્ક પડે માટે મેં પહેલા એને આપણી મિત્ર બનાવી જેથી હું દોસ્ત અને પ્રેમ બન્નેને સમય આપી શકું, મેં શંકા ભર્યો સવાલ કર્યો કે મિત્ર તને એવું લાગતું હતું કે દિપ્તીને લીધે આપણી દોસ્તીમાં તફાવત આવશે ? એકવાર તે મને સાચું કીધું હોત તો તારે આ ઢોંગ ન કરવો પડેત, આટલું સાંભળી મિલન જોરથી બોલ્યો કઈ રીત અઓચિંતું કહું કે હું પ્રેમ કરું છું અને કદાચ મેં કહી દીધું હોત તો પણ દીપ્તિની હાલત દર્પણ જેવી થાત,મેં આનું પરિણામ ચકાસવા માટે જ દીપ્તિને કહ્યું હતું કે તું બોયફ્રેન્ડ ને લઈ આવ અને ઢોંગ કર જેથી ખબર પડે કે જો મેં ઓચિંતી તને મારા મિત્ર સામે લાવી હોતતો પરિણામ શુ આવેત. અને નજરે જોયું આપણે કે દર્પણ અજાણ્યો બની ને રહી ગયો અને આપણી મજાક મસ્તી બધું જ ઠપ. હું આ પરિણામ ઈચ્છતો ન હતો. આ સાંભળી મેં મનમાં વિચાર્યું કે આ જે થયું તે મારે લીધે થયુ, અને મિલન મારા માટે તેની પ્રેમિકાને પણ છોડી શકે,કદાચ આ ઢોંગ પણ મારે લીધે જ રચાણો, મિલન હવે મારા માટે કશું કરે તે પહેલાં મારે એને છોડી દેવો પડશે જેથી એ તેના પ્રેમને સમય આપી શકે. આટલું વિચારી હું કશું બોલ્યા વગર ચા ની પ્યાલી ટેબલ પર મૂકી અને નીચે પડેલું બેગ લઈ સાફ કરી ચાલી નીકળ્યો અને મેં મારા ડગલાં જલ્દીથી કલાસ તરફ ચલાવ્યા, મારા મનમાં મેં આ કરેલી પ્રતિક્રિયાનું પરિણામ શુ હશે તેના જ વિચારો દોડતા હતા. આ રીતે હું મિલનને છોડી પહેલીવાર જતો હતો . હું સીધો કલાસ રૂમમાં જઈ ને બેસી ગયો અને વિચારોના વમળમાં ઘુમવા લાગ્યો . ક્યારે લેક્ચર પૂરો થઈ ગયો મને તેનો અંદાજો જ ન હતો . મેં ક્લાસમાં નજર ફેરવી પણ મિલન દેખાયો નહિ. અને આજે તો તે બધા લેક્ચર પુરા થઈ ગયા છતાં દેખાયો નહિ, મેં આજે પહેલીવાર કોલેજમાંથી છૂટ્યા પછી પણ નિરાશા ભર્યા પગલા ઘર તરફ વાળ્યા. મારી જિંદગીના ખરાબ દિવસોમનો આ એક મહત્વનો ખરાબ દિવસ હતો.

બીજે દિવસે લેક્ચર પૂરો કરી હું જલ્દી ચા પીવા નીકળી ગયો જેથી મિલનનો સામનો ન થાય. મેં ચા તરત પતાવી અને ત્યાંથી નીકળવાનો જ હતો ત્યાં પાછળથી મારા નામનો અવાજ સંભળાયો, મર થોડું વિચારી અને પાછળ જોયું તો મેં વિચાર્યું એનાથી વિપરીત પરિસ્થિતિ હતી, પાછળ મિલન એકલો જ બેઠો હતો, મેં વિચાર્યું હતું કે દીપ્તિ સાથે હશે પણ અહીં મિલન નિરાશ ચહેરે એકલો બેઠો હતો. તેને મને ઇશારાથી નજીક બોલાવ્યો, હું અચકાતો અચકાતો એની નજીક ગયો અને પ્રશ્ન કરવા જતો હતો કે દીપ્તિ. . . . .,ત્યાં મિલને જવાબ આપ્યો કે અમે બન્નેએ દોસ્તીને તોડે એવા પ્રેમને ભગાડી મુક્યો છે અને અમે એકબીજાને છોડી દીધા છે. આ સાંભળી થોડીવાર અમારી વચ્ચે શાંતિ પ્રસરી ગઈ અને મારુ મન ફરી વિચારોમાં વીંટાયું. હું વિચારતો હતો કે મિલને અમારી દોસ્તી માટે દીપ્તિને અમારામાં ભેળવી અને પછી મારા મનને સમજાવવા દીપ્તિનો બોયફ્રેન્ડ લાવી અને પરિસ્થિતિથી વાકેફ કર્યો અને મેં તેને એક કરવા માટે એ પ્રેમનો આધાર એટલે દોસ્તી જ છીનવી લીધી!!મારાથી મોટી ભૂલ થઈ છે. હું આટલું વિચારી ત્યાંથી જતો રહ્યો,અને હું સીધો દીપ્તિના કલાસ આગળના ગાર્ડનમાં ગયો ત્યાં દીપ્તિ સાવ એકલી વિચારોમાં ગુમ થઈ ગઈ હોય તેમ બેઠી હતી,તેની આંખોમાં નમી હતી કારણકે મેં તો ફક્ત દોસ્તી જ ગુમાવી હતી પણ તેને પ્રેમ અને દોસ્તી બન્ને ગુમાવ્યું હતું. હું તેની પાસે ગયો અને દીપ્તિને કહ્યું ચાલ મારી સાથે, મારો અવાજ સાંભળી દીપ્તિના મુખ પર ચમક આવી પણ પછી ઓચિંતી ચમક ઝાંખી પડી ગઈ . મેં ફરી કહ્યું ચાલ મારે કામ છે. આ સાંભળી દીપ્તિ ઉભી થઇ અને મારી સાથે ચાલતી થઈ, અને રસ્તે ચાલતા ચાલતા કહેવા લાગી યાર તને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો ન હતો. . . આમાં મારો જ વાંક હતો કે હું તમારી દોસ્તીની વચ્ચે પડી. તું મને માફ ના કર તો ચાલશે પણ મિલનને માફ કરી દે. હું ચાલતા ચાલતા તેની વાતો સાંભળતો જ હતો કશો પ્રત્યોતર આપતો ન હતો. એ મારી સાથે ચાલતી ચાલતી મેગી હાઉસ સુધી આવી અને ત્યાં મેં મિલન આગળ ટેબલ પર બેસવાનો ઈશારો કર્યો અને હું ચા લઈ અને ટેબલ પર બેઠો. થોડીવાર તો અમે બધા ચુપ રહ્યા. અંતે મેં બોલવાનું ચાલુ કર્યું જો હું મિલનથી દૂર ભાગ્યો કારણકે હું ઈચ્છતો હતો કે તમે નજીક આવો,મિલન દીપ્તિથી દુર ભાગ્યો કારણકે તે આ દોસ્તી ટકાવી રાખવા માંગતો હતો અને દીપ્તિ દૂર ભાગી કારણ કે એ મારી અને મિલનની દોસ્તી ટકાવી રાખવા માંગતી હતી. અરે યારો આ જ તો છે આપણી મિત્રતા, મિત્રતાએ આપણામાંથી સ્વાર્થી પણું મુકાવી દીધું છે,આપણે એકબીજાની ફિકર તો કરીએ છે પણ આપણૅ એવું નથી ઇચ્છતા કે મારો મિત્ર પણ મારી ફિકર કરે અને આ જ કારણે આપણે અલગ થયા. સૌ પોતાની જગ્યા પર સાચા હતા, બસ બીજાને ખોટા ઠહેરાવવા માંગતા ન હતા. આપણે તો અલગ થઈ ગયા પણ આપણું મન આ મેગી હાઉસ પર ચોટયું રહ્યું અને કદાચ આ જગ્યામાં જ કશું છે કે જેણીએ આપણે ભેગા કર્યા. આટલું બોલી મેં મૌન ધારણ કર્યું ત્યાં મેગીવાળો આવ્યો અને મેગી આપતા બોલ્યો ધૂળ. મેં પૂછ્યું શુ ધૂળ તો તે બોલ્યો તે તો કીધું કે આ જગ્યામાં કંઈક છે તો મેં કીધું કે આ જગ્યામાં નીચે ધૂળ છૅ, આ સાંભળી ધીરે ધીરે અમ ત્રણેય હસી પડ્યા ને મિલને મેગીવાળા ને કહું લાવ્યો હો બાપુ નવું લાવ્યું. આ સાંભળી દીપ્તિ બોલી આ જો મિલન કેવો હસે છે, જ્યારે તું અહીંથી ઉભો થઇ જતો રહ્યો હતો ત્યારે એનું મોં જોયા જેવુ હતું,આ સાંભળી હું બોલ્યો અને દીપ્તિ હું તને બોલાવવા આવ્યો ત્યારે તારું મોં પણ જોયા જેવું હતું હો. . આ રીતે અમે ફરી એકબીજાની ઉડાળવા લાગ્યા અને હું બધાની મુસ્કાન મન ભરીને જોતો જ જતો હતો અને આ મુસ્કાનની લાંબી ઉંમરની દુવા કરતો હતો.

*ભાવોનો ભાવાર્થ*

મારી આંખો ક્યાં તારા સિવાય ક્યાંય ઉભે છે,

પણ તારા પ્રેમના પાણીમાં આપણી દોસ્તીની નાવ ડૂબે છે,

એવી તો શી વાત થઈ ગઈ આપણી,

જેને જોઈ પ્રીત બંધાણી ને આ દોસ્તી શરમાણી,

ક્યાં કહું છું હું કે પ્રેમમાં હોવું ખોટું છે,

પણ શું તને લાગતું હતું કે દોસ્તીમાં કઈ ખૂટે છે,

હવે તો આ તારા પ્રેમના પાણીમાં આપણી દોસ્તીની નાવ ડૂબે છે,

માનુ છું હું કે પ્રેમ એ મિલન આત્માનું,

પણ શું તું નથી માનતી કે દોસ્તી ફળ પરમાત્માનું,

અહીં તો એક મ્યાનમાં બે તલવાર

પ્રેમ અને દોસ્તીમાં કોણ હારવા તૈયાર

પ્રેમ જીવાડે છે તો દોસ્તી ક્યાં મારે છે,

હવે લાગે છે આ પ્રેમ દોસ્તીની નાવ ડુબાળે છે,

જોયું ઘણું બસ હવે જીરવવાનું છે,

એક ને જીવવાનું અને બીજાને મરવાનું છે,

લાગે છે કે આ પ્રેમના પાણીમાં દોસ્તીને જ ડુબાવનનું છે,

જ્યારે કર્યું આંતર મને અજવાળું,

ત્યારે શું ખોટું શું સાચું એ મને સમજાણું,

મેં જોયું એ તો મૃગજળનું પાણી,

જેને મારા મનની આ નાવ ને તાણી,

એક અજય તો બીજો અકબંધ શુ કામ કરી આની સરખામણી,

જિંદગીમાં મને જો પાણી જ નડે તો,

ક્યાંથી મને દરિયામાંથી મને મોતી જડે,

અલગ જ દ્રષ્ટિથી જોતા આમા સમાનતા ક્યાંથી મળે,

જો શોધો તો આ દુનિયામાં ભગવાન પણ જડે છે,

પ્રેમમાં મિત્રતા શોધું તો એ આસાનીથી મળે છે,

હવે વિચારું કે આ મૃગજળમાં નાવ કેમ તરે છે,

આંતર મનનો ઉજાસની આગળની સ્ટોરીઓ. . . . (2) પરિપક્વ (૩) બન્ની દી બાયોપિક