સિયાસત BHAVESHSINH દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સિયાસત

સિયાસત

દિલ અને દિમાગ નો ખેલ?

લક્ષ્મીકાંત અને ચંદ્રકાંતના મૃત્યુ પછી તેની ઘરેણાંની દુકાનો અને નાના નાની મોટી ફેક્ટરીઓ સંભાળવા વાળા તો હતા પણ તેમનું વર્તન વાણિજ્ય અને બુદ્ધિ લક્ષ્મીકાંત અને ચંદ્રકાન્ત ના પુત્રો પાસે ન હતી

લક્ષ્મીકાંત ને એક પુત્ર હતો અને ચંદ્રકાંતને એક પુત્ર અને પુત્રી હતા. લક્ષ્મીકાંતે અને ચંદ્રકાંતે સાથે મળી ઘરેણાંની દુકાનથી વેપાર ચાલુ કર્યો હતો અને ત્યાર બાદ બંનેની મિત્રતા અને વેપારનીતિથી તેમને આ વેપાર મોટા પાયે લઈ ગયા અને ત્યાર બાદ ઘણી નાની મોટી ફેક્ટરી ખોલી હતી હવે તે બંને નું કાર અકસ્માતમાં મૃત્યુ થતા આ બધો ભાર ઓચિંતો તેના પુત્ર નિમેશ અને હિરેન પર આવ્યો નિમેશ લક્ષ્મીકાંતનો પુત્ર હતો અને હિરેન ચંદ્રકાંત નો પુત્ર હતો.

પૈસા કમાવા પાછળ લક્ષ્મીકાંત અને ચંદ્રકાંત તેના પુત્રોને કદાચ સમય આપવાનું ચુકી ગયા અને તેના એક પણ ગુણ તેના પુત્રોમાં જોવા મળતો નહીં. વેપાર બુદ્ધિથી ચાલે પણ અહીં નિમેશ અને હિરેન પોતાના મોજ શોખ માં જ વ્યસ્ત રહેતા. પિતાના મૃત્યુ પછી હવે કોઈ તેને રોકવા વાળુ પણ ન હતું.

દિવસેે દિવસે ધંધો મંદ થતો ગયો અને નિમેશ અને હિરેન વચ્ચે હવે ઝગડા વધતા જતા હતા અને ઝગડાનું મુખ્ય કારણ હતું હોદ્દો,હવે બને હંમેશા એકબીજાને નીચે દેખાડવાના પ્રયત્નો કરતા હતા અને મરજી મુજબ કાર્ય કરવા માંગતા હતા.

એક દિવસ નિમેશ અને હિરેન તેની દવાની ફેક્ટરીમાં મિટિંગમાં ગયા ત્યાં સેક્રેટરી કંપની ની ઘટતી આવક વિશે ચર્ચા કરી રહ્યા હતા અને સેક્રેટરીએ નફો વધારવા મંતવ્ય આપવા જણાવ્યું અને હિરેન અને નિમેશ બન્ને એકબીજા ને સેક્રેટરી સામે પોતેને શ્રેષ્ઠ બતાવા એક બીજાના મંતાવ્યો ખંડિત કરી પોતાના મંતવ્યો સારા આપવામાં ને આપવામાં ઝઘડી પડ્યા

હિરેન બોલ્યો તને ખબર છે ને મોટાભાગની કંપની મારા પપ્પાને નામે છે આતો મારો આભાર માન કે મેં મારા પપ્પાની લાજ રાખી અને તેનું વચન પાળ્યું અને તું મને આજે શીખવાડે છે હિરેનની આંખોમાં આક્રોશ દેખાતો હતો . નિમેશ બોલ્યો તો તેમાં કાઈ દયા નથી કરી કમાણીમાં મારા પપ્પાનો પણ ફાળો તેટલોજ હતો પણ આ તો મારા પપ્પાની ભૂલ કે વિશ્વાસ કર્યો,આમ પણ લોકો સાચું કહે છે સિયાસત અને શતરંજ માં આગળ ની ચાલ વિચારવી જોઈએ એમ કહી નિમેશ ગુસ્સામાં જતો રહ્યો.

આ બધી વાત સેક્રેટરી સાંભળી સ્તબ્ધ બની ગયો અને તેને આચકાભેર કાંઈક યાદ આવ્યું હોય તેમ બહાર નીકળી ને ગાડી માં ચાલ્યો ગયો. અને હિરેન બોલ્યો હવે રામજીકાકાની રામાયણ ચાલુ.

પેલો સેક્રેટરી રામજીકાકા પાસે જઈ ને બધી ઘટના વર્ણવી. રામજીકાકા એ હિરેન અને નિમેશના પપ્પાના વખતથી બધો હિસાબ સાચવતા અને ઉંમરના માનથી હિરેન અને નિમેશ તેને આદર આપતા

રામજીકાકા હિરેન અને નિમેશ ની સામે ઊભા હતા અને રામજીકાકાએ કહ્યું તમારા પપ્પા ની જિંદગીમાંથી કાંઈક શીખો તે એક બીજાના કેવા સારા અને સાચા ભાઈબંધ અને તમે? તમારે તમારા મોજશોખ પુરાકરવા છે પણ આ મિલકત આગળ નથી વધારવી અને હિરેન તું જો એમ કહેતો હોય કે તારા પપ્પાને નામે છે તો એક વાત સાંભળ તારી બહેન નિરાલી પણ તેની બરાબરની હકદાર છે અને તેના લગ્ન નિમેશ સાથે થવા ને છે અને આ વાત સ્ટેમ્પ પેપર પર છે સમજ્યો. આ વાત સાંભળી હિરેન હક્કો બકકો થઈ ગયો અને ગુસ્સાથી બોલ્યો કાકા લાગે છે તમે સિયાસતના દાવ પેચ શીખી ગયા છો યાદ રાખજો હું પણ ચંદ્રકાંતનો પુત્ર છું હવે તમે જુઓ હું કેવો ખેલ રમુ.હિરેન તું સમજે એવું નથી પણ હું નથી ઈચ્છતો કે તમે અલગ થાઓ,મારા માટે તમે બન્ને સમાન છો રામજીકાકાની વાતમાં સચ્ચાઈ હતી પણ નિમેશ તરફ હોવાનો સંકેત હોય તેવું લાગતું હતું.આ વાત સાંભળી નસાંભળી કરી જતો રહ્યો.

હિરેન ઘરે ઝૂલતી ખુરશી પર બેઠો બેઠો હાથમાં પેન લઈ અને કપાળ પર ધીરે ધીરે અથડાવતો હતો જાણે કંઈક ઊંડા વિચારમાં પડ્યો હોય, ઓચિંતો વિચારની ગહેરાઈમાં થી બહાર નીકળી બૂમ પાડી નિરાલી.... . તેની સામે એક પ્રેમાળ, સુંદર અને સાદા વસ્ત્રમાં એક સુંદર મૂર્તિ તેની સામે આવી ઉભી તે હિરેન ની બહેન નિરાલી હતી તે બાવીસ વર્ષની અને તે ઉમરમાં હિરેનથી નાની હતી અને તે મોટા ભાઈની દરેક વાત માનતી હતી.જી ભાઈ તમે મને બોલાવી. હા નિરાલી મારે તારી સાથે વાત કરવી હતી.જી ભાઈ બોલો નિરાલીના મધુર અવાજમાં આદર અને પ્રેમ દેખાતો હતો.

હિરેન બોલ્યો જો નિરાલી લગભગ પપ્પાની પ્રોપર્ટી પપ્પાના નામે છે અને આપણે બંને તેના સરખા હકદાર છે,નિરાલી વચ્ચે બોલી પણ ભાઈ મારે કાઈ જોતું નથી,મને તારી પાસે આ જ આશા હતી,પણ નિમેશ આડો આવે છે અને પપ્પાએ તારા લગ્ન તેની સાથે નક્કી કરી અને સિક્કો લગાવેલો છે,પણ ભાઈ એમ મારી પરવાનગી વગર ગમે તેવો સિક્કો મરેલો હશે તો પણ લગ્ન નહીં થાય અને કોર્ટ પણ કાઈ કરી નહીં શકે.

હિરેન: હમમ,પણ જો નિમેશ અને આપણા પપ્પાએ વેપાર સાથે ચાલુ કર્યો હતો અને તેમાં જમીનથી લઈ અને દુકાનનો સમાન માટે પપ્પાએ પૈસા રોકેલો માટે આખી મિલકતના મલિક આપણે છીએ અને પેલો નિમેશ આજે મારી પાસે ભાગ માંગે છે. જો મારે કોઈ સંજોગમાં આખી પ્રોપર્ટી જોઈએ છે અને તારે તેના માટે નિમેશ સાથે જુઠા પ્રેમનું નાટક કરી દિલ જીતવાનું છે બાકી બધું હું સંભાળી લઈશ.

નિરાલી ફક્ત હા કહી જતી રહી.

બીજી તરફ નિમેશ અંદરો અંદર ખુશ થતો કરણ કે તેના બંને હાથમાં લાડુ હતા કરણ કે તે નિરાલીને પસંદ કરતો હતો અને નિરાલી સાથે અડધી પ્રોપર્ટી આવશે. તેણે તરત હિરેન ને કોલ કરી બીજે દિવસે મિટિંગ ગોઠવી.

બીજે દિવસે નિમેશ અને હિરેન બન્ને મિટિંગ માટે પોહાચી ગયા અને વાર્તાલાપ કરવા લાગ્યા

નિમેશ: જો હિરેન હું નિરાલીને પસંદ કરું છું અને....

હિરેને તેંને અડધી વાતે રોક્યો અને ગુસ્સેથી બોલ્યો

હિરેન:તું ભૂલી રહ્યો છે તે મારી બહેન છે અને જો તારા અને મારા વિચાર નથી મળી રહ્યા તો મારી બહેનને તું શું ખુશ રાખવાનો

નિમેશ:તને તો ખબર છે કે આ વાત પર તારા પપ્પાએ જ મોહર લગાવેલી

હિરેન:પણ તું નિયમ ભૂલી રહ્યો છે તારે લગ્ન મારી બહેન સાથે કરવાના છે પપ્પા જોડે નહિ તેના માટે મારી બહેન ની પરવાનગી જોઈએ અને હું કોઇ મૂલ્ય પર આ થવા નહિ દઈશ અને જો તારે લગ્ન કરવા હોઈ તો મારી બધી શરતો માનવી પડશે

નિમેશ:ઓહો હો તો તું મારી પસંદ સાથે સિયાસતનો ખેલ ખેલવા માંગે છે પણ હું તારી જાળ માં નહીં ફસાવ હું આ ખેલ પણ જીતીશ અને પસંદ પણ

હિરેન:નિમેશ હુકમનો એક્કો ક્યારેય ન હારે ખબર તો છે ને

નિમેશ: પણ આખી ગેમ હુકમના એકકાથી ના જીતાય

બન્નેના મતભેદો ચાલુ હતી ત્યાં નિમેશ સામે એક સુંદર પ્રભુની કલાકૃતિ સામે આવી ઉભી કાળી અને ભવરદાર આખો જાણે કોલસાની ખાણમાં એક હીરો ચમકી રહ્યો હોય તેમ તેની આંખો ચમકી રહી હતી,તેના ગાલ પર હોઠની બાજુમાં પડતા ખાડાઓ પૃથ્વી પર ઉલ્કા પડી સુંદર સરોવરની રચના કરે તેમ શોભી રહ્યા હતા,વસ્ત્રો સાદા પણ તે બહુ જ સુંદર લાગતી હતી,તેના ખુલ્લા આગળ રાખેલા કેશ માંથી કુદરતની કંઈક અલગ જ મહેક આવતી હતી કપાળ પર કરેલો કંકુનો ચાંદલો પૃથ્વી પર હિમાલય જેમ શોભે તેમ શોભી રહ્યો હતો તે બીજું કોઈ નહિ નિરાલી હતી.

શાંત અને પ્રેમાળ નિરાલી આજે ઉગ્ર દેખાતી હતી તેના પગમાં પહેરેલી મોજડીનો અવાજ ધીરે ધીરે નિમેશ તરફ આગળ વધી રહ્યો હતો.નિરાલીએ નિમેશનો હાથ પોતાના હાથમાં લઈ અને વીંટી પહેરાવી બોલી હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું.આ શબ્દોએ નિમેશના મો પર સ્મિત રેલાવી દીધું અને કહ્યું, હું તને કોલ કરી વિધિવત સગાઈ કરવાની તારીખ આપી દઈશ એમ કહી બહાર જતા પગલાં સાથે બોલતો ગયો આ વખતે તો મારા પાસા એની મેળાયે ચાલ ચલે છે હવે જીત તો મારી જ છે.

નિમેશ જતા હિરેન ભભુક્યો નિરાલી મેં તને પ્રેમ કરવાનું નાટક કરવા કહ્યું તું સગાઈ કરવા નહિ.નિરાલીના હાવભાવ આ વખતે કાઇક અલગ હતાં તે ઉગ્ર અવાજે બોલી મને ખબર તમારું નુકશાન થશે ,કાલે રાતે રામજીકાકા મળવા આવેલા તેને પપ્પાના મૃત્યુનું રહસ્ય કહ્યું અને મને બધી ખબર પડી ગઈ છે અને તમે મને એમ હતું કે પપ્પા ની જેમ તમે મારો ઉપયોગ નહીં કરો પણ તમે , તમે પણ જાયદાત મેળવવા મારો ઉપયોગ કરવા માંગતા હતા હવે બસ હવે હું નહિ સહન નહિ કરીશ.

આમતો હવે દુનિયાનો નિયમ થઈ ગયો છે કે મુશ્કેલી સમયે નારીને યાદ કરે અને કામ થઈ ગયા પછી દુનિયા સામે ઉપહાસ કરે અને મુશ્કેલીનું આવવાનું માધ્યમ નારીને આપી પોતે નીકળી જાય તમે પણ આવું જ કરવા માંગતા હતા પણ હું હવે સહન નહિ કરીશ.

હિરેનના મગજમાં બે જ વાત ઘૂમી રહી હતી 'પપ્પાના મૃત્યુનું રહસ્ય' અને 'પપ્પાની જેમ તમે પણ ઉપયોગ કરેલો' હિરેનને હવે ગરમી થવા લાગી અને પૂછ્યું શુ જાણે છે તું પપ્પાના મૃત્યુ વિશે અને પપ્પાની જેમ ઉપયોગ કરવા માગું તું કેહવા શુ માંગે સાફ સાફ બોલ તું..

આગળ. . . પાર્ટ 2

પથ્થરને પ્રેમ કરતી દુનિયા આજે પથ્થર મારે છે,

દુનિયાને પોતાનું ઘર સમજતા આજે કોકની ગરજ સારે છે

હાથ મિલાવતો હાથ આજે હાથ ઉપાડે છે,

પોતે રમતો માણસ આજે પોતાના માટે દુનિયા રમાડે છે,

સેવા કરવા જુકવા વાળા આજે સત્તા માટે લડે છે,

સારા કામ કરનારા આજે આખી દુનિયાને નડે છે,

Bhaveshsinh parmar

For any suggestions and enquiry

Whatsapp no.8140812356