હું...તું...અને વાતો.. BHAVESHSINH દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું...તું...અને વાતો..

  રોજની જેમ આજે પણ બસ એ જ જગ્યા હતી, એ જ ખાલીપો અને એ જ સ્ટુલ અને એજ હાઈ-વે ની સાઈડની ચાની નાની કેબીન. હું લગભગ રોજ આવું છું, રોજ કશું નવું અનુભવું છું, ક્યારેક ચા પીવા આવેલા બેચાલરની મસ્તી,ક્યારેક કોઈનું ફોન પર ગુસ્સે થવું તો ક્યારેક કોઈ કપલનો ઉભરાતો પ્રેમ...આ બધામાં કોમન હોય તો એ હું છું , બસ દૂરથી પણ એ બેચલરની મસ્તીમાં હું પણ હસતો હોઉં,એ વ્યક્તિના ગુસ્સામાં હું પણ બેચેન બની જાઉં તો ક્યારેક કપલનો પ્રેમ જોઈ હું પણ આ ચા ને પ્રેમથી હોઠે લગાડી લઉં...

      આ કેબીનની આજુબાજુ બનતી ઘટના રોજ કઈક કહી જાય મને. ક્યારેક લોકોની ગેરહાજરીમાં પણ સડક પરથી જતા વાહનો મને તેની તરફ ખેંચી લે છે. અહીં બનતી રોજની ઘટના મને એકલો છું એવો અહેસાસ નથી થવા દેતી. પત્નીના ગયા પછી જાણે હું બધું ખોઈ બેઠો એવો અહેસાસ થયા કરે,આમ પણ એના સિવાઈ મારુ હતું કોણ ??? બસ હવે તો હું રોજ એ રાતના એકલપણા ના સન્નાટાથી ડરું છું , કદાચ એટલે જ હું રોજ અહીં આવી લોકોની ખુશીમાં ખુશ અને દુઃખમાં દુઃખી થાઉં છું .

  
       રોજની જેમ બસ હું ને મારી ચા બસ એ રસ્તા ને નિરખતા જ હતા અને વિચારતા જ હતા કે આ સડક પણ મારી જેમ છે, એની ઉપરથી પસાર બધા થાય છે,પણ એનું કોઈ પોતાનું નહીં...બધા એને ત્યાં જ છોડી ચાલ્યા જાય છે, કદાચ તે પણ ત્યાં બેઠી બેઠી મને નિરખતી હશે.. બસ હું મારી જ અંદર ખોવાયેલો હતો ત્યાં બાજુમાંથી આવાજ આવ્યો 'કેમ આ રસ્તા પર જતાં વાહનો ને જોઈ શુ વિચાર આવે છે?' આ  અવાજ સાંભળી મેં મારું ધ્યાન દોર્યું તો એક યુવતી મારી બાજુમાં જ સ્ટુલ રાખી બેઠી હતી, મેં  ફરી મારુ ધ્યાન રસ્તા તરફ કરી જવાબ આપ્યો 'બસ આ વાહનોની ગતિ જોઈ આ રસ્તાની સ્થિરતા પર તરસ આવે છે'. સામેથી ફરી જવાબ મળ્યો, ' એ તો વાહનોનો સ્વભાવ છે '. મેં તરત સવાલ કર્યો  ' કોઈને એકલા મૂકી જવું ?' મારા આ પ્રશ્ન પછી શાંતિ છવાઈ ગઈ.. થોડીવાર પછી ચા ની ચૂસકી સંભળાઈ અને જવાબ આવ્યો ' ના એકલા મૂકી જવું નહિ, કોઈને મંઝીલ સુધી પહોંચાડવું '.

  
        આ પ્રશ્નો - જવાબો થયા પછી વિચાર આવ્યો કે આ કોણ છે ? મેં તેના તરફ નજર નાખી તો તે બે હાથે કાચના કપને પકડી ચા પીતી હતી, કદાચ 20થી 23વર્ષની હશે. હું થોડો અચકાયો, પણ તેને મારી સામે જોઈ સ્મિત કર્યું. હું પણ એને જોઈ થોડું મો મલકાવ્યું. 

   થોડીવાર અમારી વચ્ચે શાંતિ પથરાય ગઈ, બન્નેએ ફરી પોતાનું ધ્યાન રસ્તા પર ટેકવ્યું. તેને ફરીથી પૂછ્યું ' જિંદગીથી નિરાશ લાગો છો' મેં થોડો સમય લીધો અને ચા ની ચૂસકી લીધી અને બોલ્યો 'જિંદગીથી નહિ બસ ખુદથી'. કેમ ખુદથી?
મેં જવાબ આપ્યો ' જિંદગી તો ઘણી સારી તક આપે છે બસ આપણાં અમુક નિર્ણય આપણે જિંદગી ભરનો બોજ આપી જાય'.
તે સાવ અંદરથી બોલી ' નસીબદાર હોય છે એ લોકો જેની પાસે નિર્ણયો તો ખુદના છે ' એના આ જવાબથી અમારી વચ્ચે સન્નાટો છવાઈ ગયો, એક એવો સન્નાટો કે કદાચ તેનો અંત જ શક્ય નહતો. કેમ કે આ વાતો થકી અમે ઓછા સમયમાં કદાચ એકબીજાને વધુ જાણી ગયા હતા. એ યુવતી સ્ટુલ પરથી ઉભી થઇ અને પર્સમાંથી પૈસા આપતા બોલી આ બે ચા ના પૈસા લઈ લ્યો, મેં પાછળ ફરી
કેબીન વાળાને કહ્યું ' હું તો અહીં રોજનો છું, મેડમ નવા  છે મહેમાન પાસેથી પૈસા ના લેતા' પછી શું..  પહેલીના ખૂબ પ્રયાસ પછી પણ ચા વાળા એ પૈસા ના લીધા 'હવે આને ચા વાળાનું મારા પ્રત્યે પોતીકાપણું કહું કે પહેલી પ્રત્યેનું મહેમાનપણું??..

             બીજો દિવસ તે જ જગ્યા , તે જ સ્ટુલ બસ પણ ત્યાં હું નહતો બેઠો, આજે પેલી છોકરી ત્યાં બેઠી હતી. મેં  તેને જોઈ મારો હાથ તેના તરફ લંબાવી દીધો,' હાઈ હું ત્રિશ્વ... અને તમે ?' સામેથી જવાબ આવ્યો 'હાઈ હું અદ્વિતી' . મેં બાજુના સ્ટુલ પર બેસી ચા મંગાવી, અદ્વિતી ચા પીતા પીતા બોલી ' કાલ વાતો ખૂબ થઈ પણ ઇન્ટ્રો રહી જ ગયું નહિ?' મેં ફક્ત તેના તરફ સ્મિત જ કર્યું... અદ્વિતી બોલી 'કેમ તમારે ઇન્ટ્રો ના આપવું હોય તો વાંધો નહિ... હું જ મારું ઇન્ટ્રો. આપી દઉં., 'હું અદ્વિતી, અને અહીં અમદાવાદમાં જ રહું છું, રાતે બેસી ખુદને ખંખેરવાની મજા આવે છે, અને એમાં પણ કોઈ તમારા જેવાના સાથ મળી જાય તો તો... અને હા હું બી.ઈ. ઇલેક્ટ્રોનિક્સ કરું છું 3 યર... ' મેં તરત જ પૂછ્યું કઈ કોલેજ? 'એલ.ડી.' આ સાંભળી મારી સ્માઈલ બહાર કુદી ને આવી ગઈ... પહેલી એ તરત જ પૂછ્યું કેમ આ સ્માઇલનું કશું ખાસ કારણ... મેં તરત પૂછ્યું આ એ જ કોલેજ કે જ્યાં ' દરેક બીજી બેંચે તમને લેખક મળે છે... અને એક લેક્ચર નહિ આખું સેમેસ્ટર બંક મારવાની આદત છે... રજા અને ફેસ્ટિવલ પર ભીડ દેખાય છે અને ચાલુ સેમેસ્ટરે સન્નાટો... આખું સેમેસ્ટર , કોઈ લખે છે..કોઈ ગાય છે...કોઈ ડાન્સ કરે છે...કોઈ રખડે છે... બસ ખાલી એકસમાન હોય તો એ છે કે એક દિવસ પહેલા આ બધા સાથે બેસી વાંચે છે...આ જ  એલ.ડી. કે ??

        અદ્વિતી સ્તબ્ધ બની ગઈ, તમને કેમ ખબર ?? અરે હું પણ એલ.ડી. પાસઆઉટ જ છું...
ઓહ....જોરદાર...
અદ્વિતી એ તરત જ પૂછ્યું, 'તમારી ઉંમર કઈ બહુ લાગતી નથી...' કેટલા યર થયા તમારા???
મેં હસી ને કહ્યું 27..  અને હા બહુ મોટો ઉંમરે છું,વિચારોથી હજુ હું વૃદ્ધ થયો નથી તો તમે મને તું કહી જ કહી બોલાવશે તો સારું રહેશે... આમપણ ઠોકરો ખાધેલી હોય તેને બહુ માનની આદત ના હોય...
    અદ્વિતી તરત જ બોલી,આ સારું કહેવાય તમે મને તમે કહી બોલાવો ને હું તું ???
    અરે ભૂલ થઈ ગઈ.... બસ હવે હું પણ તું કહીશ ને 'તું' પણ તું જ કહેજે... આમ પણ સુખ- દુઃખની વાતોમાં માન સમ્માનની શુ જરૂર... અને આપણે તો નિસ્વાર્થ છે.. માન સન્માન તો અનુભવના આધારે આપવાના હોય...અને હું પણ હજુ તારા જેટલો જ અનુભવી છુ, so....નો તમે-તમે...આટલું બોલી તેના તરફ જોઈ હું હસ્યો...

   બસ આ દિવસતો ઇન્ટ્રો. માં જતો રહ્યો.. એની સાથે બેસવાની મજા જ કંઈક અલગ હતી, દુઃખની વાતમાં પણ એક સુખ હોય કે કોઈ સાંભળવા વાળું તો છે...બસ પછી ધીમે ધીમે મળવાનું ચાલુ રહ્યું... ટાઈમ અને જગ્યા ફિક્સ.. એ જ રસ્તો, એ જ અંધકાર અને એ જ શાંતિ ....

    આજે તે કંઈક હલબળીમાં હોય એમ લાગતું હતું, કપ તો એટલો જ ભરેલો હતો પણ એ પ્યાલીને પકડવાની રીત આજ જુદી હતી,આજે ચા ને તે પ્રેમથી માણતી ન હતી , ચા પીતા-પીતા રસ્તા પર ધ્યાન નહતું એ જાણે કપને ગળી જવાની હોય એમ જોરજોરથી ચા પીતી હતી.. મારાથી રહેવાયું નહિ મેં પૂછી નાખ્યું.. તો તમારો....ઓ... સોરી તારો... ચા સાથેનો પ્રેમનો જ નહીં પણ ક્રોધનો પણ સારો એવો સંબન્ધ લાગે છે...મારુ તો માનવું છે 'કોઈનો પ્રેમ અને કોઈનો ગુસ્સો કોઈ પર જાતાવવો સારું ના કહેવાય'...
આ સાંભળી અદ્વિતી ભભૂકી ને બોલી...સાચી વાત... કોઈનો પ્રેમ... અને ક્રોધ.... અચાનક જોરથી એને કપને નીચે ફેંકી દીધો... એ અધૂરી ચા અને કપના ટુકડા જમીનભેર હતા.. આ જોઈ આજુબાજુનું વાતાવરણ થોડું ગરમ થયું , અદ્વિતી દુકાન વાળાને પૈસા પછાળી ને આપી સીધી જતી રહી.... હું કઈ કહું કઈ સમજુ એ પહેલાં તો આ બધું થઈ ગયું, હું સ્ટુલથી નીચે ઉતરી તૂટેલા કાચને એકઠા કરવા લાગ્યો, દુકાનમાં ઉભેલા લોકોની વાતોનો આછો આછો પડઘો મારે કાને પડતો હતો..'અમીર બાપની ઓલાદ લાગે છે, બાકી આટલો ગુસ્સો હોતો હશે ??' હું આ વાતો સાંભળી વિચારમાં પડી ગયો કે લોકો માણસના ભાવો ને પણ કેવો રીતે વહેંચી દીધા નહિ? 'વધારે ગુસ્સાવાળો તો અમીર ઓલાદ, કોઈને પગે લાગે તો સંસ્કારી અને મધ્યમ વર્ગનો , વાત કરવાની રજૂઆત સારી ના હોય અને બોલવામાં તુકારો હોય તો કાં સંસ્કાર વગરના અમીર અથવા સાવ નીચી કક્ષાના ગરીબ'... આજે આ કાચ પણ મને વાગતા ન હતા જાણે એને પણ ખબર હોય કે હું તો તેને એકઠા કરું છું , તોડવા વાળું તો બીજું કોઈ છે...

            એના પછીનો દિવસ અને એવી જ રાત અને રોજની જેમ હું જ પહેલો આવી સ્ટુલ રોકી રસ્તા તરફ બેઠો હતો... તરત જ અવાજ આવ્યો એક ચા... અને કાકા કાલ માટે સોરી... હું થોડી ગુસ્સે હતી, અરે બેટા વાંધો નહિ જિંદગી છે ચાલ્યા કરે... મારા મગજમાં આ જ શબ્દ ઘૂમતો હતો 'ચાલ્યા કરે...' પેલી આવી અને મારી બાજુમાં સ્ટુલ રાખી બોલી તો શું ચાલે ત્રિશ્વ...ઓહો... આવો...આવો... આજે મગજ બરોબર છે ને.. ક્યાંક કાલ કપ પછી આજ મારો તો વારો નથી ને...અરે ના ... ના.. તમારો...ઓ સોરી...તારો વારો કેમ લઈ શકું.. આ તો નિર્જીવ વસ્તુ બિચારી કશું કરી શકતી નથી એટલે બધું તેના પર ... ચાલ્યા કરે....હું ફરી આ વાક્યમાં ખોવાઈ ગયો 'ચાલ્યા કરે'... અદ્વિતી તને ખબર આ કપની જેમ આપણી દુનિયામાં પણ અમુક નિર્જીવ લોકો હોય છે...  નિર્જીવ... હોય તો સજીવ પણ સાવ મૌન... કોઈની વાતનું એને બૂરું નથી લાગતું અને કોઈની વાતનું એને સારું.. કોઈ એના પર કારણ વિનાનું ગુસ્સે થાય કે ખુશ થાય એના મનમાં એક જ વાત દોડતી હોય, ' બસ ચાલ્યા કરે'....અદ્વિતી તરત બોલી એટલે તારું માનવું એમ છે કે આપણે નિર્જીવ માણસ બની જવું જોઈએ?... અદ્વિતી તને ના પણ નહીં કહું અને હા પણ નહીં... આ બધું પરિસ્થિ અને સ્થાન પર આધાર રાખે...જેમ કે કાલે તારે અહીં નિર્જીવ બનવાનું હતું અને જેને અથવાતો જ્યાં ગુસ્સો આવ્યો ત્યાં સજીવ... પણ બધું ઉલટું... તું ત્યાં નિર્જીવ બની રહી અને અહીં....
અદ્વિતી ઉડા વિચારોમાં ખોવાઈ ગઈ... ત્યાં પાછળથી અવાજ આવ્યો ચા.....

          ત્રિશ્વ આમ તો ઘણા દિવસથી મળીએ છે અને મને સારું પણ લાગે છે તારી જોડે, હાલ હું મારી લાઈફથી બહુ કન્ફ્યુઝ છું. મારે જેમ જિંદગી જીવવી છે એમ હું જીવી નથી શકતી... મને ઘણા પ્રશ્નો છે... હું ઇચ્છુ કે તું મારી મદદ કર... મેં કહ્યું કઈ રીતે?? હાલ પૂરતું તો તું મને એક વાતનું  સોલ્યુશન જોઈએ મદદ કરીશ ને?...સમસ્યા અંગત છે પણ મારે સલાહની જરૂર છે... અરે શુ કામ નહીં...બનતી કોશિશ જરૂર કરીશ.. જો હું તારાથી કશું છુપાવતી નથી બધું કહી દઉં...કોલેજનો એક છોકરો મને બહુ પસન્દ છે, અને અમે વચ્ચે ખૂબ નજીક પણ આવી ગયા હતા પણ પરિસ્થિતિ એવી પલટી કે અમારી વચ્ચે તકલીફો ઉભી થઈ,તે મારા વિશે ઊંધું સમજી બેઠો અને હવે એને બીજી કોઈને સ્થાન આપી દીધુ...અને બન્ને મને ગિલ્ટી ફિલ કરાવવા એ ખૂબ પ્રેમ કરે એવો મારી સામે દેખાવો કરવાનો પ્રયત્ન કરે... અને કાલે એ બન્નેની હરકતોથી હું એટલી હતાશ અને ગુસ્સામાં હતી કે....
    મેં એને અહીં જ રોકી ... એટલે તે બન્ને જીતી ગયા એમ ને? અદ્વિતી બોલી જીતી ગયા? કશુ સમજાયું નહીં... હા અદ્વિતી એ જીતી ગયા તારા કહેવા મુજબ એ ચાહતા હતા કે એ તને ગુસ્સે કરે અને તું થઈ ગઈ... પણ ત્રિશ્વ સામન્ય વ્યક્તિને પણ ગુસ્સો આવી જાય , એ મને એટલા માનસિક ટીતે ટોર્ચર કરે ને કે.... મેચિંગ કપડા પહેરે... રોજ મારી સામે આવીને ફોટો પાડે... મારી સામે પેલીને ગિફ્ટ આપે.... હું નથી જોઈ શકતી આ...

   તો નિર્જીવ બની જા.... અને જો તને આટલો જ ગુસ્સો આવતો હોય...અને આટલો જ ખુદ પર વિશ્વાસ હોય કે તું સાચી હતી તો સજીવ બની જા... અને અદ્વિતી તું કહે છે કે તમને પ્રેમ હતો...જો સાચો પ્રેમ જ હોય તો આ અવિશ્વાસ ક્યાંથી.... કે પછી એટરેક્શન હતું.???

   Continue........