રોબોટ્સ એટેક 14 Kishor Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રોબોટ્સ એટેક 14

રોબોટ્સ એટેક

ચેપ્ટર 14

પ્રાર્થનામેદાનથી નિકળીને ડૉ.વિષ્નુ અને તેમના ખાસ સાથીદારોની ટીમ તેમના ઘરે આગળના પ્લાનની ચર્ચા કરવા માટે તેમના ઘર તરફ રવાના થયા. પાર્થે કહ્યુ કે, તે કાશીવિશ્વનાથનુ મંદીર જોવા માગે છે અને તે એકલો જ ત્યાં જવા માટે નિકળી ગયો.

પાર્થ કાશીના પહોળા રસ્તાઓ પરથી જેટલુ બને તેટલો લોકોથી નજર બચાવીને કાશીવિશ્વનાથના મંદીર તરફ જઇ રહ્યો હતો. જેથી વળી તે ભીડ વચ્ચે ફસાઇ ન જાય અને તેને અત્યારે ફક્ત કાશીવિશ્વનાથના દર્શન કરવા હતા. તેને એ મંદીરની ભવ્યતા અને ઇતિહાસ રોબોટ્સના શહેરમાં ઘણા લોકો પાસેથી સાંભળ્યો હતો. મહાદેવનુ મંદીર શહેરના મુખ્ય દરવાજાથી વિરુધ્ધ દિશામાં ઇશાન ખુણે નગરની સૌથી ઉંચી જગ્યા પર હતુ. તેથી જ તે મંદીરનુ ખાસ આકર્ષણ પાર્થને હતુ. તે જ્યારથી આવ્યો ત્યારથી ત્યાં જવા માગતો હતો. પણ આ બધી જંજાળમાં તેને મોકો જ ન મળ્યો. રોબોટ્સના શહેરમાં તો ક્યાંય ભગવાનના મંદીરો હતા જ નહી. જ્યાં પહેલા મંદીરો હતા તે પણ રોબોટ્સે તોડીને તેની જગ્યાએ શોપીંગ મોલ બનાવી દીધા હતા. તેના લીધે પણ તેને મંદીર પ્રત્યે વધારે આકર્ષણ હતુ. પ્રાર્થનામેદાનથી તે ઘણુ દુર ન હતુ, તેથી રસ્તામાં તેને મળતા લોકોથી નજર બચાવતો તે મંદીર સુધી પહોચી ગયો.તેને લાગતુ હતુ કે ભગવાન કશીવિશ્વનાથ પાસેથી જ તેને આગળ શું કરવુ અને તે લોકોનો મસિહા બની શકશે કે કેમ? એનો જવાબ મળશે તેને ભગવાન પર પુરો ભરોંસો હતો કે ભગવાન કોઇને કોઇ રસ્તો જરુર બતાવશે. આટલા બધા લોકોનો તેના પર જે વિશ્વાસ છે એ તુટી ના જાય તે માટે તે ભગવાનને પ્રાર્થના કરવા માગતો હતો. જ્યારે તે મંદીરમાં પહોચ્યો ત્યારે બપોરનો સમય હતો તેથી ત્યાં કોઇ જ ન હતુ. એકદમ શાંત વાતાવરણમાં તેને આહલાદક આનંદની અનુભુતી થઇ. તેને ભગવાન કાશીવિશ્વનાથને દંડવત પ્રણામ કર્યા અને લોકોની આશા પર ખરા ઉતરવા માટે આશિર્વાદ માગ્યા. પછી તે મંદીરના એક ખુણે જ્યાં બેસવા માટેની વ્યવસ્થા હતી ત્યાં જઇને બેઠો. ત્યાં બેસીને તે મંદીરની સુંદરતાનુ દર્શન કરી રહ્યો હતો. તેને રોબોટ્સના શહેરમાં રોબોટ્સની પહેલા જ્યારે માણસોનુ શાસન હતુ તે સમયની ઘણી વાતો અનેક લોકો પાસેથી સાંભળી હતી. તેને ઇતિહાસની કેટલીય અમર જગ્યાઓ અને સ્થળો વિશે ઇતિહાસના જાણકાર લોકો પાસેથી સાંભળ્યુ હતુ. “કાશી” પણ તેમાંની એક જગ્યા હતી જેના વિશે તેને સાંભળ્યુ હતુ, પણ તેની જાણકારી પ્રમાણે રોબોટ્સે આ શહેરને અને તેની સાથે અહીની પુરાની સંસ્ક્રુતિને નષ્ટ કરી દીધી હતી. પણ અહિંયા આવીને તેને જોયુ કે, “કાશી એક એવુ નગર છે જેને કોઇ પણ નષ્ટ ના કરી શકે. વર્ષોથી જળવાયેલા અમુલ્ય સાંસ્ક્રુતિક વારસાનુ આ નગર હતુ”. આ શહેરને જીવંત જોઇને અને પહેલા કરતા પણ વધારે સાંસ્ક્રુતિક વારસાવાળુ જોઇને તેને ખુબ જ આનંદ થયો હતો.

પાર્થ મંદીરની સુંદરતાને જોઇ રહ્યો હતો. ડૉ.વિષ્નુએ અહિંયા આવ્યા પછી મંદીરમાં ઘણા સુધારા વધારા કરાવ્યા હતા. જેથી મંદીરની સુંદરતામાં ખુબ જ વધારો થયો હતો. અચાનક જ પાછળથી કોઇના આવવાનો અવાજ આવ્યો. તેને પાછળ ફરીને જોયુ તો તેની પાછળ એક સુંદર છોકરી ઉભી હતી. આ એજ છોકરી હતી જેને બધાની વચ્ચે તેને પ્રણામ કર્યા ન હતા. પણ પાર્થને તેમાં કંઇજ ખોટુ ન લાગ્યુ હતુ, ઉલટા તેને તો આનંદ થયો હતો કે કોઇ તો છે જે તેને ભગવાનના દરજ્જો આપવાના બદલે માણસની દ્રષ્ટીથી જુએ છે. તે તેની સાથે દોસ્તી કરવા માગતો હતો. તેથી સભા પત્યા પછી તેને તે છોકરીને શોધવાનો પ્રયત્ન પણ કર્યો હતો પણ એટલી ભીડમાં તે મળી ન હતી અચાનક જ તે આમ સામે આવી ગઇ! જ્યારે સભામાં તેને જોઇ ત્યારે તે ખુબ જ દુર ઉભી હતી તેથી ત્યારે તેને ઠીકથી જોઇ ન હતી પણ અત્યારે આટલા નજીકથી તેને જોઇને તેની સુંદરતાને જોઇને તે આભો જ બની ગયો!!. અને તેને શુ બોલવુ તેનુ કંઇ ભાન જ ન રહ્યુ. જે છોકરીને શોધીને તેને તેની મિત્ર બનાવવા માગતો હતો તે અત્યારે તેની સામે ઉભી હતી ત્યારે તેના મોઢામાંથી કોઇ શબ્દો જ નિકળી રહ્યા ન હતા. છેવટે પેલી છોકરીએ જ વાતની શરુઆત કરી, ‘મારુ નામ અદીતી છે, અને તમારુ તો અત્યારે આખુ નગર જાણે છે’. પણ તમે અત્યારે અહિંયા કેમ બેઠા છો? અત્યારના સમયે અહિંયા કોઇ નથી હોતુ. સવારે અને સાંજે અહિંયા નગરના બધા લોકો આવે છે. અહિંયાના લોકોને ભગવાન કાશીવિશ્વનાથમાં ખુબ જ આસ્થા છે. અત્યાર સુધી ચુપ જ બેઠેલો અને અદીતીને જ જોઇ રહેલો પાર્થ અચાનક કોઇ ઉંઘમાંથી જગાડે તેમ અદીતીના સવાલથી વિક્ષિપ્ત થયો. હા...હા... હુ તો બસ એમ જ મંદીર જોવા માટે આવ્યો હતો, આતો શહેરમાં હતો ત્યારે મે આ મંદીર અને તેના ઇતિહાસ વિશે ખુબ જ સાંભળ્યુ હતુ. તેથી મારી જાતને અહિંયા આવતા રોકી ન શક્યો.પણ તમે અહિંયા? અદીતીએ પાર્થ તેનો સવાલ પુરો કરે તે પહેલા જ કહ્યુ, “જુઓ હુ કાંઇ તમારો પીછો નથી કરી રહી આતો મે તમને અહિંયા આવતા જોયા તો મને થયુ કે અત્યારના સમયે મંદીરમાં કોણ ગયુ તેથી બસ જોવા માટે જ આવી હતી. હુ અહિંયા બાજુમાં જ રહુ છુ, મારા પિતાજી આ મંદીરના પુજારી છે”. પાર્થેને લાગુ કે તેને તેની વાત સમજવામાં કંઇક ભુલ થઇ લાગે છે તેથી કહ્યુ. ના...ના... હુ એમ નથી કહેવા માંગતો, આતો તમે કહ્યુ કે, અહિંયા બપોરના સમયે કોઇ આવતુ નથી એટલે ખાલી એમ જ પુછ્યુ. પાર્થે તેની ભુલ સુધારવા પ્રયત્ન કર્યો.અદીતીએ કહ્યુ. ઓકે.. ઓકે કંઇ વાધો નહી.

અદીતીએ વાત આગળ વધારતા કહ્યુ, બધાએ આજે તમને પ્રાર્થનાસભામાં પ્રણામ કર્યા ત્યારે મે તમને પ્રણામ ન કર્યા તેથી શુ તમને ખોટુ લાગ્યુ? પાર્થે કહ્યુ,ના મને તો ઉલટાનુ ગમ્યુ, કારણ કે અહિંયા બધા લોકો મને તેમનો મસિહા અને ભગવાન કહીને ખુબ જ ઉંચે બેસાડી દીધો, પણ જ્યારે તમે એવુ ના કર્યુ તેથી મને તે ગમ્યુ. માણસ માણસ બનીને જીવી જાણે તો પણ ઘણુ છે. અદીતીએ કહ્યુ, તમારી વાત સાચી છે મે તમને જેવા ધાર્યા હતા તેના કરતા તો તમે ઘણા સારા છો. મને હતુ કે જે માણસ શહેરમાંથી હજી કાલે જ આવ્યો છે તે અમારી આટલા વર્ષોની તકલીફ કઇ રીતે સમજી શકશે. પણ શહેરમાં રહેવા છતા તમારો સ્વભાવ ખુબ જ સરળ છે. તમારો સ્વભાવ તમારા પિતાજી જેવો જ છે અને તમારુ ભાષણ સાંભળ્યા પછી તો મને પણ લાગ્યુ કે મે તમને ઓળખવામાં ભુલ કરી હતી. પાર્થે મજાક કરતા કહ્યુ,શુ ભાષણ? શુ મારી વાતો તમને ભાષણ જેવી લાગી? અદીતીએ તેની ભુલ સુધારતા કહ્યુ, અરે..ના..ના એટલે કે તમારી વાતો.. પાર્થે તેને વચ્ચે જ અટકાવીને કહ્યુ, “અરે તમે તો સીરીયસ થઇ ગયા હુ તો મજાક કરતો હતો અને તમે એવુ ના કહો એમાં તમારો કોઇ જ વાંક નથી અને એ તો તમારી મોટાઇ છે અને સાચી વાત કહુ તો હુ પણ મારી જાતને કોઇ મસિહા નથી માનતો. પણ આટલા બધા લોકોની આશાઓ મારા સાથે જોડાયેલી છે તેથી તેમની આશાઓને એક ઝટકે તોડી નાખવી પણ યોગ્ય ન ગણાય. તેથી મારે તેમની સામે એવુ વર્તન કરવુ પડે તેમ હતુ.પણ જો ભવિષ્યમાં રોબોટ્સ સામેના યુદ્ધમાં ક્યારેય પણ જો હુ મારી જાન આપીને આ બધા લોકોને બચાવી શકુ તેમ હશે તો હુ તેમ કરવામાં ખચકાઇશ નહી”. હવે અદીતીને પાર્થ પ્રત્યે પહેલા જેટલુ માન હતુ તેના કરતા પણ વધી ગયુ. પાર્થે વાત આગળ વધારતા કહ્યુ, આ નગરમાં બધા મને જાણે છે પણ હુ અહિંયા ખાસ કોઇને ઓળખતો નથી. તમે આ નગરમાં વર્ષોથી રહો છો, શુ તમે મારી સાથે દોસ્તી કરશો? અને મને આ નગર ઘુમાવશો? અદીતી પણ પાર્થને જાણ્યા પછી તેની સાથે દોસ્તી કરવા માગતી હતી. તેને તરત જ હસીને કહ્યુ, કેમ નહી અમારા મસિહા સાથે દોસ્તી કરવી એતો અમારુ સદભાગ્ય ગણાય. પાર્થ પણ તેની વાત સાંભળીને હસી પડ્યો. ત્યારબાદ તો ક્યાંય સુધી તે બન્ને વાતો કરતા રહ્યા. અદીતી તેને આ નગરના વિશિષ્ટ બાંધકામ અને નગરની અન્ય વિશેષતાઓ વિશે વાતો કરી રહી હતી. પાર્થ પણ ખુબ જ ધ્યાનથી તેની વાતો સાંભળી રહ્યો હતો. પાર્થ તો જાણે અદીતીમાં જ ખોવાઇ ગયો હતો. વાતો કરવામાં બે કલાક ક્યાં જતા રહ્યા તેની તેમને ખબર જ ન રહી. અદીતીને અચાનક! કઇંક યાદ આવ્યુ કે તે કેટલાય સમયથી અહિંયા બેઠી છે અને તેના પિતાજી તેને શોધતા હશે. તેથી તેને પાર્થને કહ્યુ કે, હવે તે જાય છે અને કાલે સવારે તે તેને અહિંયા જ મળશે અને નગર ઘુમાવવા માટે લઇ જશે. પાર્થને તે જરા પણ ન ગમ્યુ કે અદીતી તેને છોડીને જાય પણ તે કંઇ કરી શકે તેમ ન હતો. અદીતીના ગયા પછી પણ તે ઘણીવાર સુધી ત્યાંજ બેસી રહ્યો. હજુ પણ તે તેના વિશે જ વિચારી રહ્યો હતો. કદાચ પહેલી જ મુલાકાતમાં અદીતી તેને ગમવા લાગી હતી કે, પછી તેને અદીતી સાથે પ્રેમ થઇ ગયો હતો.

આ તરફ અદીતી પણ ઘરે આવીને તેના કામમાં લાગી ગઇ હતી. પણ તેનુ મન પણ કામમાં લાગતુ ન હતુ. તેનુ મન પણ વારંવાર પાર્થ પાસે દોડી જતુ હતુ. મનને ઘણુ કાબુમાં રાખવા પ્રયત્ન કરવા છતા તેને પાર્થના જ વિચારો આવ્યા કરતા હતા. પાર્થ સાથે ફક્ત બે જ કલાક વિતાવ્યા હોવા છતા તે તેને જાણે ખુબ પહેલાથી જાણતી હોય તેવુ તેને લાગી રહ્યુ હતુ. અદીતીને પણ હજુ સુધી એજ સમજમાં આવતુ ન હતુ કે તેની સાથે આવુ કેમ થઇ રહ્યુ છે? તેને પાર્થ પ્રત્યે આટલો લગાવ કેમ થઇ ગયો છે? તેને હમણા જ મળીને આવી છે તો પણ અત્યારે તે કેમ તેને યાદ કરી રહી છે? તેને સમજાઇ રહ્યુ ન હતુ પણ તેને પણ પાર્થ સાથેની પહેલી જ મુલાકાતમાં પ્રેમ થઇ ગયો હતો.

*** બીજા દિવસે સવારે વહેલા ઉઠીને તૈયાર થઇને પાર્થ મંદીર જવા માટે નિકળી ગયો. તે અદીતી સાથે એકલો સમય વિતાવવા માગતો હતો. તેથી તેને નાયકને ઉંઘવા દીધો અને તે ઉઠે તે પહેલા જ તે ઘરેથી નિકળી ગયો.તેને તેની મમ્મીને કહ્યુ કે, “હુ મંદીર જાઉ છુ અને ત્યાંથી સીધો નગરમાં જ ચાલ્યો જઇશ એટલે સીધો બપોરે જ આવીશ”. રસ્તામાં જ તેને વેશ પરીવર્તન કરી લીધો જેથી કોઇ તેને ઓળખી ના શકે અને તે આરામથી એકલો અદીતી સાથે ફરી શકે. ત્યાંથી તે મંદીરે પહોચ્યો અને ત્યાં જઇને જોયુ તો તે ગઇકાલે બપોરે આવ્યો હતો ત્યારે જ્યાં એકદમ શાંતિ હતી તે મંદીર અત્યારે લોકોથી ઉભરાઇ રહ્યુ હતુ. તે પણ સીધો મંદીરમાં ગયો ભગવાન શિવના દર્શન કરીને તે મંદીરની બહાર આવીને અદીતીની રાહ જોવા લાગ્યો.થોડી જ વારમાં અદીતી પણ આવી ગઇ. અદીતી આમતેમ તેને શોધી રહી હતી. તેના બદલાયેલા વેશને લીધે તે પણ તેને ઓળખી શકી ન હતી. તે ધીરેથી અદીતીની નજીક આવ્યો અને તેનો હાથ પકડીને સાઇડમાં લઇ ગયો. અને અદીતી કંઇ બીજુ સમજે કે કરે તે પહેલા જ તેને કાનમાં તે પાર્થ છે અને લોકોના ઘેરાથી બચવા તેને વેશ બદલ્યો છે એ વાત તેને વાત જણાવી દીધી.અદીતી પણ બે ઘળી તેને જોઇ જ રહી.તેને હવે ધ્યાનથી પાર્થ તરફ જોયુ ત્યારે તેને સમજાયુ કે પાર્થ સાચુ જ કઈ રહ્યો છે. ત્યારબાદ અદીતીએ પાર્થને કહ્યુ, ચાલો જઇએ, બોલો ક્યાંથી શરુઆત કરવી છે? પાર્થે કહ્યુ, તમે આ નગરના જાણકાર છો, તમને જ્યાંથી યોગ્ય લાગે ત્યાંથી કરીએ. અદીતીએ થોડુ વિચારીને કહ્યુ, ઓકે તો પહેલા સંકટમોચન મંદીરથી શરુઆત કરીએ.પાર્થે કહ્યુ, ઓકે તો નિકળીએ.

સંકટમોચન મંદીરથી નિકળીને તેઓ નગરની સૌથી ઉંચી જગ્યા તરફ જઇ રહ્યા હતા. તેઓ જ્યાંથી નગરની ફરતે કરેલી ઉંચી દિવાલ પર ચડવા માટે જ્યાં વ્યવસ્થા કરેલી હતી ત્યાં જઇ રહ્યા હતા. અદીતી પાર્થને નગરની સૌથી ઉંચી જગ્યા પર એટલા માટે લઇ જઇ રહી હતી કે ત્યાંથી તે તેને આખુ નગર અને તેની રચના બતાવવા માગતી હતી અને નગરની દિવાલ પરથી ગંગામૈયાના દર્શન પણ કરી શકાય તેમ હતા. પહેલાના નગરમાં અને અત્યારના કાશીમાં બસ આ એક જ ફરક હતો કે અત્યારે અહિંયા જે તરફ ગંગા નદી હતી તે તરફ સુરક્ષા માટે દિવાલની રચના કરવામાં આવી હતી. અહિંયાના લોકો ગંગાનુ પાણી તો વાપરી શકતા હતા જે પાઇપલાઇન દ્વારા નગરમાં આવતુ હતુ પણ તેમનુ દુર્ભાગ્ય એ હતુ કે પવિત્ર ગંગામૈયાની આટલા નજીક રહેતા હોવા છતા, તેમને ગંગાદર્શન ક્યારેક કોઇક તહેવાર પર જ ખુબ સઘન સુરક્ષા વચ્ચે કરવા મળતા હતા. પાર્થ અને અદીતી દિવાલ ચડીને ઉપરની તરફ આવી ગયા. પાર્થે જે દિવાલ વિશે સાંભળ્યુ હતુ તે ઉપરની તરફ બંદ થતી દિવાલને જ્યારે તેને ઉપરથી જોઇ ત્યારે તેને જોઇને તે અચંબીત થઇ ગયો!. તેને આશ્ચર્ય થઇ રહ્યુ હતુ કે આવી દિવાલ કેવી રીતે બનાવી હશે! ત્યાંથી આગળ ચાલીને દિવાલની બરાબર મધ્યમાં પહોચ્યાં, જ્યાંથી એક તરક આખુ નગર દેખાતુ હતુ અને બીજી તરફ પવિત્ર ગંગા નદી દેખાતી હતી. પાર્થ તો એ દ્રષ્ય જોઇને ચકિત થઇ ગયો. તેને પ્રથમ ગંગામૈયા તરફ ફરીને એ પવિત્ર નદીને હાથ જોડીને વંદન કર્યા અને ત્યારબાદ તેને જ્યારે નગરની રચના જોઇ ત્યારે તે હેરત પામી ગયો!. આટલુ આયોજન પુર્વકનુ નગર તેને આજ સુધી જોયુ ન હતુ. રોબોટ્સ પણ આટલુ આયોજન પુર્વક શહેર વસાવી શક્યા ન હતા. આવા નગર વિશે તો તેને ઇતિહાસના જાણકાર લોકો પાસેથી પણ સાંભળ્યુ ન હતુ. નગરની આવી સુંદર રચના જોઇને તેને આ નગરનુ આયોજન કરનાર તેના પિતા પર ગર્વ થઇ આવ્યો. તે પોતાની જાતને ભાગ્યશાળી સમજતો હતો કે આવા હોનહાર પિતાનો તે પુત્ર છે. પણ સાથે સાથે તેવા હોનહાર પિતાના પુત્ર હોવાના લીધે અને લોકોની આશાનુ તે કેન્દ્ર હોવાના લીધે તેને ડર પણ લાગતો હતો કે તે લોકોની આશા પર ખરો નહી ઉતરે તો.? તેને વિચારમાં પડેલો જોઇને અદીતીએ પુછ્યુ, શુ વિચારમાં પડી ગયા? પાર્થે વાત બદલી નાખતા કહ્યુ, નહી.... કંઇ નહી....હુ તો એ વિચારતો હતો કે આ શહેરની રચના ખુબ જ બારીકાઇથી અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. અદીતીએ કહ્યુ, હા તમારી વાત સાચી છે તમારા પિતાજી ખરેખર જીનિયસ છે અને હવે તો તેમને રોબોટ્સને ટક્કર આપી શકે તેવુ હથિયાર પણ બનાવી લીધુ છે. તેથી આપણી આઝાદી હવે હાથવેંત માં જ છે અને મને તમારા પર પણ પુરો વિશ્વાસ છે કે તમે મસિહા હોય કે નહી પણ તમે જ્યાં સુધી આપણા લોકોની સાથે ઉભો છે ત્યાં સુધી લોકો હિમ્મત હારશે નહી અને રોબોટ્સને લડાઇ આપતા રહેશે. પાર્થ અને અદીતી ઘણીવાર સુધી ત્યાંજ બેસી રહ્યા અને નગરને જોતા રહ્યા. સાંજ સુધી પાર્થ અદીતીની સાથે નગરમાં વેશ બદલીને લોકોની નજરમાં આવ્યા વગર વિવિધ જગ્યાએ ઘુમતો રહ્યો. છેક સાંજે તે ઘરે પાછો ફર્યો.