રોબોટ્સ એટેક 13 Kishor Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રોબોટ્સ એટેક 13

રોબોટ્સ એટેક

ચેપ્ટર 13

અરે ચલો.. ચલો જલ્દી ચાલો આપણા મસિહા આવી ગયા છે, ”અરે, શુ વાત કરો છો સ્વયં મસિહા અહિંયા પધાર્યા છે જેની આપણે વર્ષોથી રાહ જોઇ રહ્યા છે તે ભગવાન સાક્ષાત આજે અહીં આવ્યા છે!” મને તો મારા કાનો પર વિશ્વાસ જ નથી આવી રહ્યો શુ કહ્યુ, તે સ્વયં મસિહા આવ્યા છે? હુ કોઇ સપનુ તો નથી જોઇ રહ્યોને? મને મારા કાનો પર વિશ્વાસ નથી થઇ રહ્યો. એકવાર ફરીથી કહે, શુ સાચે જ આપણા મસિહા પધાર્યા છે? અરે, હેરી સાચે જ ભગવાન પધાર્યા છે. મને પણ પહેલા તો વિશ્વાસ નહોતો આવી રહ્યો પણ મે સ્વયં મારા કાનોથી સાંભળ્યુ છે. રાજ અને વંશ કાલે રાત્રે જ આપણા મસિહાને લઇને આવ્યા છે અને અત્યારે તે બન્ને આખા નગરમાં બધાને મસિહાના દર્શન માટે પ્રાર્થનામેદાનમાં એકઠા થવા માટેનો સંદેશ આપી રહ્યા છે. ડૉ. સાહેબ અને મેજર સાહેબ આપણા મસિહાને લઇને ત્યાંજ આવી રહ્યા છે. તેમને જ બધાને એકઠા કરવા માટેનો સંદેશ લઇને રાજ અને વંશને મોકલ્યા છે. તુ જલદી ચાલ અને તારી જાતે જ જોઇ લેજેને જો પાછળ રહી ગયા તો મસિહાના સારી રીતે દર્શન પણ નહી થાય. છેલ્લા થોડા સમયથી ઇશ્વરમા શ્રદ્ધા અને વિશ્વાસ ખોઇ બેસેલા શહેરમાં આજે અચાનક જ જાણે હવા જ બદલાઇ ગઇ હતી. ”લોકો જોર જોરથી નગારા વગાડીને જાણે કોઇ ઉત્સવ હોય તેમ તેમના મસિહાના આવવાના સમાચાર સાંભળીને આનંદ નાચી રહ્યા હતા” અને આ અવસર આનંદનો જ તો હતો જે લોકો આટલા વર્ષોથી તેમના મસિહાની પ્રતિક્ષા કરી રહ્યા હતા તે આજે સાક્ષાત તેમની સામે આવી રહ્યા હતા! પછી તેઓ શાંત કઇ રીતે રહી શકે? તેઓ માટે તો વીસ વર્ષોની કઠીન તપસ્યાનુ ફળ આજે મળી રહ્યુ હતુ તેના આનંદ અને ઉલ્લાસમાં બધુ જ દુખ ભુલીને હર્ષોલ્લાસથી ખુશીઓ મનાવી રહ્યા હતા. પાર્થ અને નાયક તો જ્યારથી આ શહેરમાં આવ્યા ત્યારથી બસ આ શહેરની રચનાને જ જોઇ રહ્યા હતા. 31મી સદીનુ આ શહેર અત્યારે એવી હાલતમાં હતુ જાણે 19મી સદીનુ કોઇ નગર જ જોઇલો ! ના કોઇ આધુનિક સુખ સુવિધાઓ કે ના કોઇ બાહ્ય આડંબરો બસ કફ્ત સામાન્ય જીવન જીવવા માટેની સામાન્ય સુવિધાઓ વાળુ આ શહેર કે જેનુ બાંધકામ પહેલાની સરખામણીમાં તદ્દન અલગ જ કરવામાં આવ્યુ હતુ અને તેના માટે તેમને વધારે સમય પણ મળ્યો ન હતો છતાં પણ તેની રચના જુના જમાનાના કોઇ ભવ્ય નગર જેવી હતી. ”અત્યારના યુગમાંથી જાણે તેઓ કોઇ ઐતિહાસિક નગરમાં જુના જમાનાના ભવ્ય નગરમાં આવી ગયા હોય તેવુ તેમને લાગી રહ્યુ હતુ!” કારણ કે રોબોટ્સની સાથેની લડાઇ પછી તેની સામે રક્ષણ માટેની જરુરીયાતને ધ્યાનમાં રાખીને આ શહેરને ફરીથી બાંધવામાં આવ્યુ હતુ. શહેરની અંદર એકદમ સાદાઇવાળા એક માળીયા મકાનો હતા. જેમાં જીવન જરુરી વસ્તુઓ સિવાયની કોઇ જ આધુનિક વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. શહેરના રસ્તાઓ અને મકાનોની રચના હારબંધ કરવામાં આવી હતી. શહેરના મુખ્ય દસ રસ્તાઓ હતા અને તે દરેક રસ્તાઓને કાટખુણે કાપતા વીસ પેટા રસ્તાઓ હતા. જેથી શહેરના કોઇ પણ સ્થળેથી શહેરના મુખ્ય દરવાજા સુધી જવા માટે આસાની થઇ જાય. શહેરની રચના વખતે આ બધી બાબતોનુ ખુબ જ બારીકીથી ધ્યાન રાખવામાં આવ્યુ હતુ. સાથે સાથે સુરક્ષાની દ્રષ્ટીએ પણ આ શહેર એક અભેદ કિલ્લા જેવી રચના ધરાવતુ હતુ. શહેરની ચારે તરફ એક અભેદ લોખંડી દિવાલની રચના કરવામાં આવી હતી જેમાં ચોવીસે કલાક કરંટ વહેતો રહેતો હતો જે તેમની સુરક્ષા માટે ખુબ જ અનિવાર્ય હતુ. આ સિવાય ઉપરની બાજુના હુમલાને ખાળવા માટે એક એવા શેડ્ની રચના કરવામાં આવી હતી જે જ્યારે ખોલવો હોય ત્યારે ઉપરથી ખુલીને બન્ને સાઇડની દિવાલો તરફ નીચે આવી જાય અને જ્યારે બંધ કરવો હોય ત્યારે ફરીથી ઉપરની તરફ ઢંકાઇ જાય પણ મુખ્યત્વે તે શેડ નીચેની તરફ રહેતો હતો. કારણ કે હજુ સુધી તેમને તેની જરુર પડી ન હતી. આ શેડને ખુબ જ મજબુત ધાતુમાંથી બનાવવામાં આવ્યો હતો જેથી ગમે તેવા હવાઇ હુમલાની અસર શહેર પર ના થઇ શકે. પાર્થ અને નાયક તો આ પ્રકારની રચના જોઇને દંગ જ રહી ગયા હતા!!. શહેરને જોતાં જોતાં ક્યારે તે પ્રાર્થનામેદાન સુધી આવી પહોચ્યા તેની તેમને ખબર જ ન રહી.

***

તેઓ જ્યારે પ્રાર્થનામેદાનમાં પહોચ્યા ત્યારે લોકોની ભીડ થઇ ચુકી હતી. તેમને જાહેરાત કર્યાની ગણતરીની મિનિટોમાં જ લોકો તેમનુ બધુ જ કામ છોડીને પ્રાર્થનામેદાન તરફ આવવા માટેના પ્રવાહમાં જોડાઇ ગયા હતા. જ્યારે ડૉ. વિષ્નુ અને તેમના બધા સાથીદારો જ્યારે પાર્થને લઇને ત્યાં પહોચ્યા ત્યારે તેમને પણ આશ્ચર્ય થયુ કે વાત આટલી જલદી લોકો સુધી પહોંચી ગઇ અને લોકો આવી પણ ગયા!. તેમને મંચ પર પહોચતાં જ કલબલાટ કરતી માનવમેદની શાંત થઇ ગઇ. તેમને મંચ પર આવીને કોઇ જ વિલંબ વગર તરત જ તેઓ હમણા જ તેમના મસિહાને તેમની સામે પ્રસ્તુત કરશે તેવી જાહેરાત કરી. પાર્થ ત્યારે મંચની પાછળના ભાગમાં હતો અને નાયક પણ તેની સાથે હતો. પાર્થના મનમાં હજુ પણ એજ દ્વંદ ચાલી રહ્યુ હતુ કે તે લોકોની સામે આવીને તેમને શુ કહેશે? નાયક એ વાત સમજી ગયો. પાર્થે અહીં આવતા રસ્તામાં જ તેને આખી વાત જણાવી દીધી હતી. તેથી તે પણ આખી પરિસ્થિતીથી હવે વાકેફ થઇ ગયો હતો. તેને પાર્થને કહ્યુ, પાર્થ તુ ચિંતા છોદી દે અને બસ એટલુ યાદ રાખ કે આટલા બધા લોકો અહિંયા તારા માટે આવ્યા છે પછી તારી બધી જ ચિંતાઓ અને ડર દુર થઇ જશે.લોકોએ તેમના મસિહાના પ્રસ્તુત થવાની વાત સાંભળી તેથી બધા આનંદની ચીચીયારીઓ પાડવા લાગ્યા. અને ફરી ડૉ.વિષ્નુએ વાત આગળ વધારવા હાથ ઉંચો કર્યો અને ભીડ અચાનક એકદમ શાંત થઇ ગઇ. બધાને એ જ જાણવાની ઉત્સુકતા હતી કે તેમનો મસિહા કોણ છે? તે કેવો હશે ?અને એ ઉત્સુકતાએ જ તેમને બધાને શાંત કરી દીધા. લોકોના શાંત થયા બાદ ડૉ.વિષ્નુએ પાર્થને મંચ પર બોલાવ્યો અને બધાની સામે લાવીને કહ્યુ, જુઓ “આ જ છે આપણો મસિહા અને મારો પુત્ર”. બધાને એ જાણીને આશ્ચર્ય થયુ કે તેમનો મસિહા ડૉ.વિષ્નુનો પુત્ર છે! અને આજે પહેલીવાર બધાએ તેમના મસિહાને જોયો જેના વિશે તેમને ફક્ત વાતો જ સાંભળી હતી જેના વિશે તેમને કેટલીય કલ્પનાઓ કરી હતી તે તેમનો મસિહા તેમનો તારણહાર તેમનો મુક્તિદાતા અત્યારે તેમની સામે હતો!! તેને જોતાની સાથે જ બધાએ જમીન તરફ ઝુકીને તેને પ્રણામ કર્યા. સમગ્ર ભીડમાં કફ્ત એક છોકરી જ હતી જેને પાર્થને ઝુકીને પ્રણામ ન કર્યા. મંચ પર ઉભેલા અને તેની આજુબાજુના બધાએ તે જોયુ, તેની આજુબાજુના કેટલાકે તો તેને કહ્યુ પણ ખરુ કે, ”એ છોકરી આ આપણા મસિહા છે એમને ઇજ્જત આપ તેમને પ્રણામ કર” પણ તેને કોઇની વાત કાન પર ન લીધી તે તો એમ જ ઉભી રહી. પાર્થે પણ તેને જોઇ હતી. આધુનિક જમાનામાંથી આવેલા પાર્થને બધા લોકોનો આ વર્તાવ થોડો વિચિત્ર લાગ્યો! પણ હવે તે એ વાત જાણી ચુક્યો હતો કે તેના આવવા માટે આ લોકોએ કેટલી રાહ જોઇ છે.વળી, તેના આવવાની રાહમાં જ આ લોકો જીવી રહ્યા હતા અને તે આ બધા લોકો માટે તેમનો મસિહા છે તેથી તેનુ આશ્ચર્ય થોડુ ઓછુ થયુ. કારણ કે તેમના માટે તો જીવવાનુ એક કારણ જ એ હતુ કે તેઓ તેમના મસિહાને જોઇ શકે, જે સમસ્ત માનવજાતિને તેનો હક અપાવવા માટે સ્વયં ઇશ્વર દ્વારા મોકલેલ છે. તે દુતના દર્શન કરીને તેઓ આજે પોતાની જાતને ધન્ય સમજતા હતા.હવે તેમને લાગ્યુ કે તેમની અત્યાર સુધીની તપસ્યા સાર્થક થઇ.

બધા લોકો તેને નજીકથી જોવા માટે ખુબ જ ઉત્સુક હતા. ડૉ.વિષ્નુએ તેમને શાંત પાડીને બધાને સંબોધીને કહ્યુ, આટલા વર્ષો સુધી અમુક કારણોસર આપણે તેને આપણાથી દુર મોકલવો પડ્યો હતો. પણ હવે તે પાછો આવી ગયો છે, આપણને આ કેદની જીંગદીમાંથી આઝાદ કરાવવા માટે અને આપણો જે હક છે તે અપાવવા માટે, હવે તે આપણી પાસે જ અહિંયા જ રહેવાનો છે તેથી તમે બધા તેને શાંતિથી મળી શકશો અત્યારે તો તે જેઓ તેની વર્ષોથી રાહ જોઇ રહ્યા છે તેવા તમોને બધાને મળવા આવ્યો છે અને હવે તે કંઇક કહેવા માગે છે તો બધા તેને શાંતિથી સાંભળો. તેમના મસિહાને સાંભળવાની વાત આવતા ફરીવાર જનમેદની પર કોઇ જાદુ છવાઇ ગયો અને આખી ભીડમાં એકદમ શાંતિ છવાઇ ગઇ. પાર્થ મંચ પર આગળ આવ્યો.

પાર્થે તેના કાશીમાં આવ્યા પછી પહેલીવાર જ લોકો સમક્ષ આવી રહ્યો હતો અને પોતાના વિચારો રજુ કરવા માટે જઇ રહ્યો હતો. તે નહોતો જાણતો કે તેને શુ કહેવુ જોઇએ છતા પણ થોડી ઝીઝક સાથે તેને તેના પિતાના અંદાજમાં જ શરુઆત કરી, “જુઓ મિત્રો મને અહિંયા આવ્યા પહેલા આવુ કોઇ નગર છે અને એ નગરના લોકો તેમના મસિહાની એટલે કે મારી આટલી આતુરતાથી રાહ જોઇ રહ્યા છે એ પણ ખબર નહોતી. પણ આ બધી વાત મને અહિંયા આવ્યા પછી જાણવા મળી, હુ તો ફક્ત મારા માતાપિતા કોણ છે? અને તેમને મને આટલા વર્ષો સુધી તેમનાથી દુર કેમ રાખ્યો? તે જાણવા માટે જ અહિંયા આવ્યો હતો. અહિંયા આવ્યા પછી જ્યારે મે આખી હકીકત જાણી અને કેવી રીતે આ રોબોટ્સે આપણને ગુલામ બનાવ્યા અને આપણી પાસેથી આપણુ સર્વસ્વ છીનવી લીધુ તે બધી વાત જાણી ત્યારે મને રોબોટ્સ પ્રત્યે જે નફરત હતી તે પહેલા કરતા પણ વધી ગઇ અને એ વાત જાણ્યા પછી એજ ક્ષણે મે નક્કી કર્યુ કે હુ તમારો મસિહા હોઉ કે ના હોઉ પણ આજ પછી હવે આ ફક્ત તમારી લડાઇ નથી. તમારા બધાની પહેલા આ મારી લડાઇ બની ચુકી છે એ શાકાલના કારણે મે મારુ આખુ બાળપણ મારા માતાપિતા હયાત હોવા છતા તેમના વગર વિતાવ્યુ છે અને મારા માતાપિતાએ તો મારા કરતા પણ વધારે કષ્ટ સહન કર્યુ છે. કેમકે તેમને જાણી જોઇને તમારા અને માનવજાતિના કલ્યાણ માટે તેમના પુત્રને તેમનાથી દુર મોકલી દીધો. આનાથી મોટો ત્યાગ કયો હોઇ શકે?? અને એટલે જ આજે તે તમારા દ્વારા તેમને અપાતી આટલી ઇજ્જતના હકદાર છે. પણ હવે એ શાકલનો સમય પુરો થઇ ગયો છે. માનવજાતિ પાસેથી તેને છીનવી લીધેલી આઝાદી તેમને પાછી અપાવવાનો સમય આવી ચુક્યો છે, અને આ લડાઇમાં હુ તમારી સાથે જ નથી પણ હુ તમારા બધાની સૌથી આગળ ઉભો છુ. તેથી હવે તે શેતાનથી ડરવાની કોઇ જ જરુર નથી. હવે તેને ડરાવવા માટેનો સમય આવી ગયો છે”. તે હજુ પણ આગળ કંઇક કહેવા માગતો હતો પણ ડૉ.વિષ્નુએ તેને ઇશારામાં જ કહ્યુ, અત્યાર માટે આટલુ જ કાફી છે. તેથી તેને તેની સ્પીચ ત્યાંજ પુરી કરી અને લોકોને પ્રણામ કરીને તે પાછો તેની જગ્યાએ આવી ગયો. લોકોએ તેની વાતને તાળીઓના ગડગડાટથી મેદાન ગુંજવીને વધાવી લીધી.

ડૉ.વિષ્નુએ ફરીથી સ્ટેજ સંભાળતા આગળ વાત વધારી અને કહ્યુ, “જુઓ મિત્રો તમારા મસિહાને તો તમે હવે જોઇ ચુક્યા છો, અને તેના વિચારોને પણ જાણી ચુક્યા છો.વળી હવે તે આપણી વચ્ચે જ રહેવાનો છે તેથી તેને વધારે જાણવાનો પણ તમને મોકો મળશે. પણ હવે મુખ્ય વાત પર આવુ તો આપણો મસિહા હવે આવી ચુક્યો છે અને હુ જે રોબોટ્સની સામે લડવા માટે જે હથિયાર બનાવી રહ્યો હતો તે પણ તૈયાર થઇ ચુક્યુ છે. આ હથિયાર આ યુદ્ધમાં આપણા માટે બ્રમાસ્ત્રનુ કામ કરશે.વળી હવે આપણી સાથે આપણો મસિહા પણ છે. તેથી આપણી જીત નિશ્ચિત જ છે પણ એ માટે આપણે આપણા તરફથી બધી તૈયારી તો કરવી જ પડશે. તેથી બધા આજથી જ તૈયારીમાં લાગી જાઓ. તમારુ પસંદીદા હથિયાર તૈયાર કરીને તેના પર પ્રેક્ટીસ કરવાની શરુ કરી દો, કારણકે હવે યુદ્ધ જ એકમાત્ર વિકલ્પ છે અને એ યુદ્ધ ખુબ જ નજીકના ભવિષ્યમાં થવાનુ છે. તેથી તમારી તૈયારી બે ગણી કરી દો. કારણ કે હારવુ આ વખતે આપણને પોષાય તેમ નથી”. ડૉ. વિષ્નુની વાતની હંમેશા લોકો પર ધારી અસર થતી હતી અને આજે તો ડૉ.વિષ્નુની સાથે લોકોના મસિહાએ ખુદ તેમને પ્રોત્સાહિત કર્યા હતા. તેથી લોકોનુ જોશ બમણુ થઇ ગયુ અને બધા જ્યારે મેદાનમાંથી ઘર તરફ જઇ રહ્યા હતા ત્યારે તેમનામાં એક અલગ જ જોશ અને જુનુન આવી ગયા હતા. અત્યારે તેમનામાં એટલુ જોશ આવી ગયુ હતુ કે એક શું હજાર શાકાલ પણ તેમની સામે આવી જાય તો પણ તે ડર્યા વગર તેનો સામનો કરવા માટે તૈયાર થઇ જાય. પછી તે યુદ્ધનુ પરિણામ ભલે ગમે તે આવે! અને ડૉ.વિષ્નુ આજ જોશ, જુસ્સો અને વિશ્વાસ લોકોમાં જોવા માગતા હતા. એ જોઇને તેમને લાગ્યુ કે તેમની અત્યાર સુધીની મહેનત સફળ થઇ છે.