રોબોટ્સ એટેક
ચેપ્ટર 2
એક તરફ ડો.વિષ્નુ પોતાના કામમાં વ્યસ્ત હતા,તો બીજી તરફ તેમના ઇર્ષાળુમાંનો એક ડો.સાકેત ડો.વિષ્નુને કઇ રીતે બરબાદ કરવા અને તેમને કંપનીમાંથી કઇ રીતે કાઢવા તેની ગોઠવણમાં પડ્યો હતો. તેની નજર ડો.વિષ્નુ પર સતત રહેતી હતી.ડો.વિષ્નુ તેમની લેબમાં રોબોટનુ કામ કરતા હતા તેની પર પણ તેની નજર હતી તેને બસ એક મોકાની જરુર હતી.જે મોકાની રાહ તે છેલ્લા પાંચ વરસથી જોઇ રહ્યો હતો તે મોકો આજે સામે ચાલીને તેની પાસે આવ્યો હતો.ડો.વિષ્નુનો આસીસ્ટંટ નિક જે એમની લેબમાં તેમની સાથે કામ કરતો હતો તે આજે સામે ચાલીને ડો.સાકેતની પાસે આવ્યો હતો. નિક ડૉ.વિષ્નુ સાથે ઘણા સમયથી કામ કરતો હતો.એક દિવસ તેને ડૉ.વિષ્નુએ ડ્રોઇંગ પ્રમાણે રોબોટ્સની સરકીટના ઇંટર્નલ પાર્ટ્સનુ વાયરીંગ કામ સોંપ્યુ હતુ.સાંજનો સમય હતો તેથી તેને ઘરે જવાની જલદીમાં તેને વાયરીંગમાં થોડી ગડબડ કરી દીધી.અને જ્યારે ડૉ.વિષ્નુએ રોબોટ્સને ચેકીંગ માટે ઓન કર્યો ત્યારે આખી સરકીટ બળી ગઇ.ડૉ.વિષ્નુની વર્ષોની મહેનત પર પાણી ફરી ગયુ.જોકે એ સરકીટની બ્લુપ્રિંટ તેમને બનાવી લીધી હતી,પણ હવે તેમને આખુ કામ નવેસરથી કરવુ પડે તેમ હતુ.તે માટે તેમને બીજુ એક અઠવાડિયુ લાગી જવાનુ હતુ.તેના લીધે હંમેશા શાંત રહેતા અને ક્યારેય ગુસ્સો ન કરતા ડૉ.વિષ્નુને નિક પર ખુબ જ ગુસ્સો આવી ગયો અને તેને લાફો મારીને તેજ વખતે કામ પરથી કાઢી મુક્યો.બીજા દિવસે ડૉ.વિષ્નુનો ગુસ્સો શાંત થતા જ તેમને નિકને ફરીથી કામ પર આવવા માટે ફોન લગાવ્યો.પણ નિકે ગુસ્સામાં તેમનો ફોન ઉઠાવ્યો જ નહી.તે પછી પણ ડૉ.વિષ્નુએ તેના જુના ઘરે તપાસ કરી અને તેને સંપર્ક કરવાના ઘણા પ્રયત્નો કર્યા પણ તેનો સંપર્ક ક્યાંયથી ના થઇ શક્યો.તે તેનુ જુનુ ઘર છોડીને ચાલ્યો ગયો હતો.ડૉ.વિષ્નુ તો તેને ફરીથી કામ પર રાખવા માગતા હતા પણ વિધીને કંઇક બીજુ જ મંજુર હતુ.નિકને તો બસ તેના અપમાનનો બદલો લેવો હતો.અત્યારે તે ગુસ્સાની આગમાં બળી રહ્યો હતો અને તે માટે તેની મદદ કોણ કરશે તે વાત તે સારી રીતે જાણતો હતો.તેને ખબર હતી ડૉ.સાકેતને ડો.વિષ્નુની ઇર્ષા છે તે તેની પાછળ કંપનીમાં આવ્યા હતા,છતાં પણ અત્યારે તેના કરતા ઉંચી પોસ્ટ પર હતા.તેથી જ તે તેની પાસે ગયો હતો.તેને ડો.સાકેતને સામેથી ફોન કરીને રેસ્ટોરંટમાં મળવા માટે બોલાવ્યા હતા.તેથી ડો.સાકેતને પણ આશ્ચર્ય થયુ હતુ કે આ નિકે કેમ તેને બોલાવ્યો હશે? આખા રસ્તે તે એજ વિચારોમાં હતા.
રેસ્ટોરંટમાં પહોંચીને તેમને જોયુ તો નિક પહેલેથી જ ત્યાં બેઠો હતો.ડો.સાકેત નિકને પહેલાથી જ ઓળખતા હતા.તેઓએ તેને ડો.વિષ્નુની સાથે એક બે વાર જોયો હતો.તે સીધા તેની પાસે જઇને બેસી ગયા અને પુછ્યુ,હાય નિક કેમ છે? આજે આમ અચાનક તે મને કેમ અહિંયા બોલાવ્યો? નિકે પણ આડીઅવળી વાત કરવાના બદલે સીધી વાત કરવી શરુ કરી.જુઓ સાહેબ હુ જાણુ છુ કે,તમારે ડો.વિષ્નુથી નથી બનતુ અને તેનુ કારણ પણ હુ જાણુ છુ.તમે તેને સબક શિખવાડવા માગો છો,પણ હજુ સુધી તમને એવો મોકો જ નથી મળ્યો.આજે હુ પણ એ જ ઇચ્છુ છુ જે તમે ઇચ્છો છો.અને જો તમે ઇચ્છતા હોય તો આ પોસીબલ થઇ શકે તેમ છે.મારી પાસે ડૉ.વિષ્નુને સબક શિખવાડવા માટે એક સોલીડ પ્લાન છે જે સાંભળીને તમે ઉછળી પડશો.સીધી જ આવી વાત કરવાથી ડો.સાકેત પણ ગભરાઇ ગયા.પણ હવે તે સમજી ગયા કે નિક તેમના વિશે બધુ જ જાણે છે અને સાથે સાથે એમને એ વાતની પણ ખબર પડી ગઇ કે નિક હવે તેમના પક્ષમાં આવવા માગે છે,તેથી તેમને તરત જ સ્વસ્થ થઇને કહ્યુ,મારી વાત તો તે કરી દીધી પણ તુ કેમ તેને સબક સિખવાડવા માગે છે તે વાત તે ના કહી.મારા માટે પહેલા એ વાત જાણવી જરુરી છે,એના પછી જ હુ આગળની વાત કરી શકુ.
નિકે કહ્યુ,અત્યાર સુધી હુ ડો.વિષ્નુની ખુબ જ ઇજ્જત કરતો હતો.પણ હમણા થોડા દિવસો પહેલા મારાથી રોબોટના કામમાં એક નાનકડી ભુલ થઇ ગઇ તો તેમને મને લાફો માર્યો અને ફક્ત એક ભુલ માટે થઇને મને કામ પરથી કાઢી નાખ્યો.શુ માણસથી એક ભુલ થઇ ગઇ તો એમા એને કામ પરથી જ કાઢી નાખવાનો? બસ એ દિવસથી મે નક્કી કર્યુ કે,એને હુ જોઇ લઇશ અને આજે એ મોકો મારી પાસે આવ્યો છે.હવે જો તમને મારા પર વિશ્વાસ હોય તો ઠીક છે નહી તો હુ જાઉ છુ.ડો.સાકેતે કહ્યુ અરે ઉભો રે ભાઇ મને તારા પર વિશ્વાસ છે જ,પણ આતો વાત શુ બની હતી તે હુ જાણવા માગતો હતો.એટલા માટે જ મે તને પુછ્યુ.હવે એ વાત કહે કે તારા પાસે એવી તો કઇ વાત છે જેના લીધે તે મને અત્યારે અહિંયા મળવા માટે બોલાવ્યો છે? નિકે વાત આગળ વધારતા કહ્યુ,વાત એમ છે કે ડો.વિષ્નુના શેડ્યુલ પ્રમાણે આજે તેમનો રોબોટ બનીને તૈયાર થઇ ગયો હશે અને એક બે દિવસમાં જ તે તેને કંપની સામે પ્રેઝન્ટ કરવા માટે લઇ જશે.જો એ રોબોટ માર્કેટમાં આવી ગયો તો એ એવી જગ્યાએ પહોચી જશે કે,પછી હુ કે તમે તો તેના સુધી પહોચવાનુ સપનામાં પણ ના વિચારી શકીએ.ડો.સાકેતે કહ્યુ,શુ તે રોબોટ એટલો જબરદસ્ત છે? નિકે કહ્યુ, અરે માણસ કરતા પણ વધારે બુધ્ધીશાળી,ફાસ્ટ અને દેખાવમાં પણ માણસ જેવો જ એ રોબોટને ગમે તેમ કરીને માર્કેટમાં આવતો રોકવો પડશે.જો તમે એના બ્લુપ્રિંટ લેવા માગતા હોય તો તે પણ તમને એની લેબમાંથી મળી જશે.એ કામ હુ કરી શકુ તેમ છુ પણ એ માટે મને યોગ્ય કિંમત ચુકવવી પડશે તો જ હુ આ કામ કરીશ.
નિકની વાત સાંભળીને ડો.સાકેત પણ વિચારમાં પડી ગયા.નિકની વાત પર વિચાર કરતા તેમને પણ એ જ લાગ્યુ કે આટલો પાવરફુલ રોબોટ જો ડો.વિષ્નુ માર્કેટમાં લાવી દેશે,તો ડો.વિષ્નુ તો ક્યાંયના ક્યાંય પહોચી જશે અને તે તો હતા ત્યાંને ત્યાં જ રહી જશે.થોડુ વિચારીને તેમને નિકને કહ્યુ,નિક જો આ ખુબજ મોટુ કામ છે,આમાં આપણા બેથી એકલાથી કાંઇ નહી શકે.આપણે બીજા પણ કેટલાક માણસોને આમાં સામેલ કરવા પડશે.એ માટે થોડો સમય તો લાગશે જ હુ કાલ સાંજ સુધીમાં બધી વ્યવસ્થા કરીને તને કાલે સાંજે ફોન કરુ છુ.નિકે કહ્યુ,એ જે હોય તે કાલ સાંજ સુધીમાં જો કાંઇ ન કર્યુ તો પછી આવો મોકો ફરી મળવાનો નથી.ઓકે તો કાલે સાંજે મળીએ,એટલુ કહીને તે નિકળી ગયો.
નિકના ગયા પછી ડો.સાકેત એવા લોકોના નામ વિચારવા લાગ્યો જે ડો.વિષ્નુની ઇર્ષા કરતા હતા કે તેમને નફરત કરતા હતા.ઘણુ વિચાર્યા પછી તેમને ત્રણ નામ ફાઇનલ કર્યા.ડો.શેખ,ડો,શાહ અને ડો.યશ.તેમને આશા હતી કે આ ત્રણ તો તેને આ કામમાં જરુર સાથ આપશે.કારણ કે જો ડો.વિષ્નુનો કાંટો નીકળી જાય તો તેમની સાથે સાથે આ ત્રણેયને પણ ફાયદો થવાનો જ હતો.તરત જ તેમને ત્રણેયને મળવાનુ નક્કી કર્યુ.રાતના નવ વાગી ગયા હતા,તેથી તેમને કાલે મળવાનુ વિચારીને તે પણ ઘરે જવા માટે નીકળ્યા.
*
બીજા દિવસે સવારે ઉઠીને ડો.સાકેતે સૌથી પહેલા પેલા ત્રણેયને ફોન લગાવીને તેના ઘરે બોલાવી લીધા. તેમને સામેથી પુછ્યુ તો કહ્યુ કે,અરજંટ કામ છે તમે આવી જાઓ પછી મળીને વાત કરીશ.ત્યારબાદ તે પણ જલદી જલદી તૈયાર થવા લાગ્યા.તેમની મિટીંગ માટે તેમને તેમના ઘરના ઉપરના માળે આવેલા રુમને સાફ કરીને તૈયાર કરવા માટે તેમના નોકર તરીકે રાખેલા એક રોબોટને કમાંડ આપી દીધો.રોબોટને તો કમાંડ મળતા જ તે તેના કામે લાગી ગયો.એક કલાકમાં તો બધા ઉપરના રુમમાં એકઠા થઇ ગયા હતા.બધા આવીને ગોઠવાઇ ગયા પછી ડો.સાકેતે તેમને નિક સાથેની મિટીંગ,અને તેમા થયેલી તમામ વાતો કહી.અને આ કામમાં સાથે જોડાવા માટે બધાને કહ્યુ.અને સાથે જો તે બધા આ કામમાં તેની સાથે જોડાશે તો તેમના બધાને શુ ફાયદો થશે તે વાત પણ તેમને સારી રીતે સમજાવી.હવે વિચાર કરવાનો વારો પેલા ત્રણેયનો હતો.બધાને વિચારમાં પડેલા જોઇને ડો.સાકેતે વિચાર્યુ કે,જો આ લોકોને વધારે ટાઇમ સુધી વિચારવા દેશે તો કદાચ કોઇ ડરીને પાછળ પણ હટી જાય.તેથી તે આગળ બોલ્યા જુઓ દોસ્તો જો અત્યારે આ મોકો ચુકી ગયા તો આખી જીંદગીમાં આવો મોકો ફરી મળે કે ના પણ મળે.શુ તમે આખી જીંદગી એ વિષ્નુના હાથ નીચે જ કામ કરવા માંગો છો? બધા એક સાથે જ બોલી ઉઠ્યા ના...તો બસ પછી વધારે વિચારવાની જરુર નથી.તમે ખાલી હા પાડો,બાકીનુ બધુ મારા પર છોડી દો.ડો.સાકેતે એમને એ રીતે કન્વેન્સ કર્યા કે કોઇ ના કહી જ ના શક્યુ,કે પછી એમ કહો તો પણ ચાલે કે તેને કોઇને ના કહેવાનો મોકો જ ના આપ્યો.અહિંયાથી શરુ થયો એક ભયંકર ખેલ કે જેના ભયંકર પરિણામો સમગ્ર માનવજાતિએ ભોગવવા પડ્યા.
*
એક તરફ ડો.વિષ્નુ તેમના રોબોટને તેમની કંપની સામે પ્રેઝન્ટ કરવા માટેની તૈયારીઓમાં લાગેલા હતા. તો બીજી તરફ ડૉ.સાકેત અને તેમના સાથીઓ તેને કઇ રીતે રોકવો તેની પેરવીમાં લાગેલા હતા.ડો.વિષ્નુ સવારના જ તૈયાર થઇને કંપનીને બતાવવા માટેનુ પ્રેઝન્ટેશન રેડી કરવામાં લાગી ગયા હતા. જ્યારે આ બાજુ તેમને કઇ રીતે રોકવા તે માટેનો પ્લાન તૈયાર થઇ રહ્યો હતો.ડો.સાકેતના ત્યાં બપોરના સમયે ફરી એક મિટીંગ ગોઠવવામાં આવી હતી.આ વખતે મિટીંગમાં નિક પણ સામેલ હતો.નિકે જ વાતની શરુઆત કરતા કહ્યુ,જુઓ આમ તો તમે બધા મારા સિનીયર છો પણ હવે આપણે સાથે કામ કરવાનુ છે,તેથી હવે તમે મારા સિનીયર નહી પણ આપણે બધા જ આ કામમાં પાર્ટનર છીએ.નિકની વાત પર બધાએ હકારમાં જવાબ આપ્યો.તેને વાત આગળ વધારતા કહ્યુ,હવે પ્લાન તમને બધાને સમજાવી દઉ...ડો.વિષ્નુનો રોબોટ જો કાલે જ પુરો થઇ ગયો હશે,તો પણ તે તેને આજે જ કંપની સામે પ્રેઝન્ટ નહી કરે કારણકે તે એક દિવસ તો તેમને પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં જ લાગી જશે અને જો પ્રેઝન્ટેશન તૈયાર પણ થઇ જાય તો તે એક દિવસ તેની ખાતરી કર્યા વગર કે,તે બરાબર કામ કરે છે કે નહી?તે તેને કંપનીમાં લઇને નહી જાય. માટે આપણી પાસે આજ રાત સુધીનો સમય છે.આજે રાત્રે આપણે ડૉ.વિષ્નુની લેબમાં ઘુસીને એ રોબોટ કોઇ કામનો ના રહે તેવુ કરવુ પડશે.એ માટે મે એક પ્લાન તૈયાર કરીને રાખ્યો છે.મારી પાસે તેમની લેબની એક ડુપ્લીકેટ ચાવી છે તે લઇને આપણે આજે રાત્રે એની લેબમાં ઘુસીને તેના રોબોટને ડેમેજ કરવાનો રહેશે.હા પણ આપણે ખુબજ સાવધાની રાખવી પડશે.કારણકે લેબની પાછળ જ તેનુ ઘર છે,જો જરા પણ અવાજ થયો તો આપણે બધા જેલમાં હશુ. ડૉ.સાકેતે કહ્યુ,પણ જો આપણે તેના રોબોટને ડેમેજ કરીશુ તો તે સીધો પોલીસ પાસે જશે અને એમાં આપણે ફસાવાનો પણ ચાંસ રહેશે.આપણે એના રોબોટ સાથે એવુ કંઇક કરવુ પડશે કે તેને ખબર જ ના પડે કે એમાં થયેલો પ્રોબ્લેમ કોઇ બીજાએ કર્યો છે.એ માટે મારી પાસે એક રસ્તો છે,આપણે એક ચીપ બનાવવી પડશે,કે જેમાં રોબોટ કોઇ કમાંડ જ એક્ષેપ્ટ ના કરે.મોકલેલો કમાંડ તેના સિસ્ટમ સુધી પહોચે જ નહી.પછી તે રોબોટ ભલેને કેટલો પણ સારો ના હોય તે કોઇ કામનો નહી રહે! અને ડૉ.વિષ્નુને તેમાં થયેલો પ્રોબ્લેમ શોધવામાં જ કેટલાય દિવસો નિકળી જશે.અને એટલા સમયમાં આપણને આગળ કંઇક પ્લાન કરવા માટેનો ટાઇમ મળી જશે.આપણે ફક્ત લેબમાં જઇને તે ચીપને એવી જગ્યાએ ફિટ કરવી પડશે,કે તે ડૉ.વિષ્નુને જલદી ધ્યાનમાં ના આવે અને તે બીજી જ જગ્યાએ મથતો રહે.નિકે વચ્ચે જ પુછ્યુ,પણ તમારી પાસે એવી ચીપ છે? ડૉ.સાકેતે કહ્યુ,ના એવી ચીપ તો નથી પણ આપણે એવી ચીપ બનાવવી પડશે અને એ માટે આપણી પાસે વધારે ટાઇમ પણ નથી.તેથી આપણે અત્યારથી જ કામે લાગી જવુ પડશે તો તે સાંજ સુધીમાં બની જશે.ડૉ.શાહ કે જે અત્યાર સુધી શાંત બેઠા હતા તેમને કહ્યુ,ડૉ.વિષ્નુ આજે તો રોબોટ કંપનીમાં નહી જ લઇ જાય,છતાં પણ આપણે તેમના પર નજર રાખવી જરુરી છે.નિક એક કામ કર તુ તેમના પર નજર રાખવા માટે જા,અને કઇ પણ થાય તો અમને ખબર કરજે.ત્યાં સુધીમાં અમે ચીપ બનાવવાના કામમાં લાગે જઇએ છીએ.ડો.શાહની વાત સાંભળીને નિકે કહ્યુ,હા ડૉ. તમારી વાત તો સાચી છે.આપણે થોડુ પણ રિશ્ક ના લઇ શકીએ,નહી તો આખો પ્લાન ફેઇલ થઇ શકે છે.હુ નિકળુ છુ,તમે બધા કામ શરુ કરી દો.નિકના ગયા પછી ડૉ.શેખે કહ્યુ,ડૉ.સાકેત આ નિક પર ભરોસો તો કરી શકાય તેમ છેને? જો તે આ બધી વાત જાહેર કરી દેશે તો આપણા બધાનુ કેરીયર તો ચોપટ થઇ જશે અને જેલમાં જઇશુ તે અલગથી.ડૉ.સાકેતે કહ્યુ અરે ડૉ.તમે કાંઇ ચિંતા ન કરો તે એવુ કાંઇ નહી કરે અને જો તે એવુ કાંઇ કરે તો આપણી પહેલા તે ફસાસે.કારણ કે,નિક જ્યારે મને પહેલી વાર મળવા આવ્યો ત્યારે તેને જે કંઇ કહ્યુ તે બધુ મે હિડન કેમરાથી રેકોર્ડ કરી લીધુ હતુ.આ નિક તો આપણી સામે હજી બચ્ચુ છે તેની ફિકર છોડી દો.ચલો જલ્દીથી ચીપ બનાવાની તૈયારી કરીએ.
* રાતના બાર વાગી ચુક્યા હતા.ડૉ.સાકેત અને તેમના સાથી ડૉ. હજુ સુધી તેમના ઘરે જ હતા.તેઓ નિકના ફોનની રાહ જોઇ રહયા હતા.છેલ્લે તેમને નિક સાથે સાંજના છ વાગે વાત કરી હતી,ત્યાં સુધી ડૉ.વિષ્નુ તેમની લેબમાં જ હતા તેથી હવે તે આજે તો કંપનીમાં રોબોટ લઇ જઇ શકે તેમ ન હતા.ત્યાં સુધીમાં તેમને પેલી ચીપ પણ તૈયાર કરી દીધી હતી.હવે રાતના 11 વાગ્યા પછી ગમે ત્યારે નિકનો ફોન આવે પછી ત્યાંથી નિકળીને ડૉ.વિષ્નુની લેબ પર જવા માટે નિકળવાના હતા.પણ હજી સુધી નિકનો ફોન આવ્યો ન હતો.તેથી ડૉ.સાકેતે જ નિકને ફોન લગાવ્યો તો નિકે તેમને કહ્યુ કે,ડૉ.વિષ્નુ હજુ સુધી લેબમાં જ છે,તે નિકળે પછી તમને ફોન કરુ છુ.રાતના લગભગ એક વાગ્યા પછી જ્યારે ડૉ.વિષ્નુ ઘરે ગયા પછી ડૉ.સાકેત અને તેમના સાથીઓને નિકનો ફોન આવ્યો.નિકનો ફોન આવતા જ તે બધા ડૉ.વિષ્નુની લેબ પર જવા માટે નિકળ્યા. નિક ડૉ.વિષ્નુની લેબથી થોડેદુર એક દિવાલની આડશે ઉભો હતો.થોડીવાર પહેલા જ તેને ડૉ.સાકેતને ફોન કરીને બધાને અહીંયા બોલાવી લીધા હતા.તે બસ એ લોકોની રાહ જોઇને જ ઉભો હતો,ત્યાંજ એક ગાડીના આવવાનો અવાજ સંભળાયો! તે તરત સાવધ થઇ ગયો.લગભગ તો તે ડૉ.સાકેતની જ ગાડી હોઇ શકે.પણ જો બીજુ કોઇ હોય અને તેને અત્યારે અહીં જોઇ જાય તો તેના માટે ખુબજ મોટી મુસીબત ઉભી થઇ શકે તેમ હતી.તેથી જ તે દિવાલની જોડે વધારે લપાઇને રસ્તા પરથી બિલકુલ દેખાય નહી તે રીતે છુપાઇ ગયો.તેને જોયુ કે થોડેદુર જ તે ગાડી ઉભી રહી ગઇ અને તેનુ એંજીન બંધ કરીને અંદરથી ચાર જણ બહાર નિકળ્યા. અંધારામાં તેમના ચહેરા તો દેખાતા ન હતા પણ તેમના કદ કાઠી પરથી નિકે તેમને ઓળખી લીધા.તે ડૉ.સાકેત,ડૉ.શેખ,ડૉ.શાહ અને ડૉ.યશ જ હતા.તે ધીમે ધીમે તેમની તરફ ગયો અને બિલકુલ અવાજ કર્યા વગર તેમની સામે પહોચી ગયો.આવી ગયા તમે લોકો? ડૉ.વિષ્નુ હમણા જ તેમના ઘર તરફ ગયા છે આપણે હજુ થોડીવાર રાહ જોવી પડશે.તેમનુ ઘર પાછળ જ છે એટલે તે ઉંઘી જાય ત્યાં સુધી આપણે અહીંયા દિવાલ પાછળ છુપાઇને રહેવુ પડશે.ગાડીને પણ સાઇડમાં કોઇને શક ના જાય તે રીતે પાર્ક કરી દો. ડૉ.સાકેત ગાડી પાર્ક કરવા લાગ્યા અને બીજા કંઇ પણ સવાલ કર્યા વગર નિકની પાછળ જવા લાગ્યા. અડધો કલાક જેવો સમય વિતી ગયો હતો.તે પાંચે જણ કંઇ પણ અવાજ કર્યા વગર દિવાલ પાછળ ઉભા હતા.નિકે એકદમ દબાયેલા અવાજે કહ્યુ,હવે આપણે જવુ જોઇએ.બીજાઓએ પણ ફક્ત હકારમાં ડોકુ હલાવ્યુ. સૌથી પહેલા નિક એકલો ગયો અને તેને લેબ પાસે જઇને આજુબાજુ નજર કરી લીધી.ત્યાં કોઇ જ નથી તેની ખાતરી કરીને પછી તેને ઇશારાથી જ બધાને દિવાલ પાછળથી નિકળીને ત્યાં આવી જવા માટે કહ્યુ.બધા આવી ગયા પછી નિકે તેને લાવેલી ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલ્યુ.બધા એક પછી એક એમ જલદીથી લેબની અંદર ઘુસી ગયા.અંદર પહોચીને સીધો જ સામે ડૉ.વિષ્નુનો બનાવેલો રોબોટ જોઇને બધા દંગ જ રહી ગયા! થોડીવાર કોઇ કંઇ બોલ્યુ જ નહી,બધા બસ રોબોટ જોવામાં જ વ્યસ્ત થઇ ગયા.નિક માટે આ રોબોટને જોવાનુ પહેલી વારનુ ન હતુ.તેને બધાને ધીમા અવાજે કહ્યુ,રોબોટને જોયા વગર જે કામ કરવા માટે આવ્યા છો તે કરવા લાગો.હુ બહાર જઇને નજર રાખુ છુ અને હા જરા પણ અવાજ ન થાય તેનુ ધ્યાન રાખજો.ડૉ.સાકેતે તેને ઇશારામાં જ જવા માટે કહીને તે હવે આગળનુ કામ સંભાળી લેશે તેમ કહ્યુ.
નિકના બહાર ગયા પછી તુરત જ ડૉ.સાકેત અને તેમના સાથીઓએ તેમનુ કામ ચાલુ કરી દીધુ.તેમને રોબોટની પાછળના ભાગેથી જેવી સરકીટ ખોલી,બધા જ તે જોઇને દંગ જ રહી ગયા! તેમને આજ પહેલા આ પ્રકારની સરકીટ જોઇ ન હતી.આ સરકીટમાં ખુબજ માઇક્રો ઇક્વિપમેંટ લગાવવામાં આવ્યા હતા અને તેની ડિઝાઇન ખુબ જ ઓકવર્ડ હતી.બધા જ ડૉ. ખુબ જ મુંઝવણમાં આવી ગયા.ડૉ.યશે કહ્યુ આ ડિઝાઇન તો એકદમ અલગ છે,આમાં આપણી બનાવેલી ચીપ લાગશે અને કામ કરશે કે નહી? ડૉ.સાકેત પણ થોડીવાર વિચારમાં પડી ગયા.પછી તરત જ સ્વસ્થ થતા કહ્યુ,તમે ટેંશન ના લો કોઇ પણ નવી ડિઝાઇન હોય તો શુ થયુ? તેનો બેજિક કોંસેપ્ટ તો એક જ હોય છે.આપણે બસ કમાંડ માટેની સરકીટ શોધવાની છે,બધા ચેકીંગમાં લાગી જાઓ.પછી કોઇ પણ કંઇ પણ બોલ્યા વગર કામે લાગી ગયા.આખરે બે કલાકની મહેનત બાદ તેમને કમાંડ માટેનો કેબલ મળ્યો પછી તે કેબલ ને વચ્ચેથી થોડો ક્રેક કરીને ખુબ જ બારીકાઇથી જ જોઇ શકાય તેવી ચીપ વચ્ચે લગાવી દીધી જેથી મેઇન સરકીટ સુધી કમાંડ ન પહોચી શકે.પરંતુ તેમ કરવામાં તેમની એક ભુલ થઇ ગઇ અને જે ચીપ તેમને કમાંડને રોકવા માટે બનાવી હતી તે આ સરકીટની ડિઝાઇન પ્રમાણે જાતે જ કમાંડ જનરેટ કરવા લાગી.એના લીધે રોબોટ પોતાની જાતેજ કમાંડ આપીને એક્ટીવેટ થઇને તે જાતેજ પોતાના ડિસીઝન લઇ શકે તેવા મોડમાં આવી ગયો.રોબોટ એક્ટીવેટ થઇ ચુક્યો હતો,તેને એક્ટિવેટ થતાની સાથે જ જોયુ કે કેટલાક લોકો તેની સરકીટને ખોલીને તેની સાથે છેડછાડ કરી રહ્યા છે.એટલે તે તરત જ પ્રતિકાર મોડમાં આવી ગયો અને ચારે ડૉકટર પર હુમલો કરવા લાગ્યો.ચીપ લગાવીને રોબોટના પાછળના હિસ્સાને બંધ કરવામાં લાગેલા ડૉક્ટરો તો અચાનક તેમના પર હુમલો થવાથી હેબતાઇ ગયા.શુ થઇ રહ્યુ છે,અને શુ કરવુ,તેની કંઇ સમજણ ન પડતા તે પણ તેની સામે વસ્તુઓ ફેકવા લાગ્યા.આમ તેમ ભાગવા લાગ્યા પણ બધુ નિરર્થક હતુ.કારણ કે તેમનો મુકાબલો દુનિયાના સૌથી ઇંટેલીજંટ રોબોટ સાથે હતો અને આખરે તેમના બચાવના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા.થોડી જ વારમાં બધા જ ડૉક્ટર મોતના શરણમાં ચાલ્યા ગયા.પણ આટલુ બધુ બની ગયુ છતા પણ નિકને ના તો તેની ખબર પડી,અને ના તો તેને અંદરથી કોઇ જ અવાજ સંભળાયો! કારણ કે નિકને કે બીજા કોઇને પણ એ વાતની ખબર ન હતી કે ડૉ.વિષ્નુએ આ લેબને એવી રીતે સાઉંડપ્રુફ બનાવી હતી કે બહારના અવાજો તો અંદર આવી શકે પણ અંદરનો કોઇ પણ અવાજ બહાર ન સંભળાઇ શકે.જેથી અંદર ચાલતા તેમના રિસર્ચની ગોપનિયતા જળવાઇ રહે.બધુ જ એટલુ ઝડપી બની ગયુ કે રોબોટે ક્વીક સેકંડમાં જ તે લોકો તેની પર હુમલો કરવા લાગ્યા એટલે સ્વબચાવમાં તેમને મારવા માટેનુ ડિસીઝન લઇ લીધુ અને તે ચારેયને મોતની શરણમાં પહોચાડી દીધા.બસ અહીંયાથી શરુ થઇ માનવજાતિના ભવિષ્યને સંપુર્ણ રીતે બદલી નાખનાર એક દરીંદા સમાન મશીનની સફર.
હવે આગળ જઇને આ રોબોટ શુ કરશે? અને એના લીધે સમગ્ર માનવજાતિ પર તેની શુ અસરો પડશે? તે જોઇશુ આગળના ચેપ્ટરમાં.તો જરુરથી વાંચજો રોબોટ્સ એટેકનુ આગળનુ ચેપ્ટર.