રોબોટ્સ એટેક 15 Kishor Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રોબોટ્સ એટેક 15

રોબોટ્સ એટેક

ચેપ્ટર 15

પાર્થ જ્યારે ઘરે પાછો ફર્યો ત્યારે ડૉ.વિષ્નુએ તેને તેમની રુમમાં બોલાવ્યો.આવી ગયો બેટા? હા, “પિતાજી આજે હુ નગરમાં ફરીને નગરની રચના અને વિવિધ સ્થળો જોવા માટે ગયો હતો”.ડૉ.વિષ્નુએ કહ્યુ.જો પાર્થ તુ નગરમાં ફરે તેની સામે મને કોઇ વાંધો નથી પણ તારા લક્ષ્યને હંમેશા યાદ રાખજે. હંમેશા એ યાદ રાખજે કે તુ અહિંયા શા માટે છે? આટલા વર્ષો સુધી તુ અમારાથી દુર શા માટે હતો? તુ એ વાત યાદ રાખજે કે કેટલા લોકોનો ભરોસો,આશાઓ, શ્રદ્ધા અને વિશ્વાસ તારા પર ટકેલા છે. પાર્થને તેમની વાત સમજાઇ રહી હતી. તે સમજી ગયો હતો કે આજે આખો દિવસ તે અદીતીની સાથે હતો તે વાત પિતાજી જાણી ચુક્યા છે. તેથી તેને સ્પષ્ટ વાત કરતા કહ્યુ. પિતાજી મારી જવાબદારી અને કર્તવ્યો હુ સારી રીતે જાણુ છુ અને એને નિભાવવામા હુ કોઇ જ કસર નહી છોડુ. પણ હુ અદીતીને પણ એટલી જ ચાહુ છુ તે મને ચાહે છે કે નહી તેની મને ખબર નથી પણ હુ તેના વગર નહી જીવી શકુ. તેથી હુ તેને તો નહી જ છોડી શકુ. ડૉ.વિષ્નુએ કહ્યુ, હુ તને એને છોડવા માટે નથી કહી રહ્યો, કે નથી તને તેનાથી દુર જવાનુ કહી રહ્યો. પણ તારુ પહેલુ કર્તવ્ય આ દુનિયાની રક્ષા કરવાનુ છે એ તને યાદ દેવડાવી રહ્યો છુ. પાર્થ થોડો ગુસ્સે થઇને બોલ્યો. હા મને એ ખબર છે કે મારે દુનિયાને બચાવવાની છે પણ કેવી રીતે? હુ અહિંયા આવ્યો ત્યારથી તમે બધા અને લોકો મને મસિહા.. મસિહા કહીને બોલાવી રહ્યા છો પણ હુ આ દુનિયાને બચાવીશ કેવી રીતે? હુ પણ તમારા જેવો જ સામાન્ય માણસ છુ. મારામાં એવુ શુ ખાસ છે જેના દ્વારા હુ દુનિયાને શાકાલથી બચાવી શકીશ? મને કંઇજ સમજમાં નથી આવતુ કે મારે કરવાનુ શુ છે? ડૉ.વિષ્નુ પાર્થની પરિસ્થિતિ સમજી ગયા. તેમને તેને બેસાડીને તેની પીઠ પર હાથ રાખીને કહ્યુ, જો બેટા પરિસ્થિતિ કેવી પણ હોય તુ તારુ ધૈર્ય ક્યારેય ના ખોતો. તારે ફક્ત ભગવાન શિવ પર વિશ્વાસ રાખીને આપણી સેનાના સેનાપતિ બનવાનુ છે. બાકીનુ બધુ તુ ભગવાન પર છોડી દે. એની લીલા એજ જાણે છે આપણે તો આપણુ કર્મ કરવાનુ છે ફળની વાત ભગવાન પર છોડી દેવાની છે. આજ સુધીનો ઇતિહાસ છે સત્યનો હંમેશા વિજય જ થયો છે. જો આપણે સત્યના પક્ષે છીએ તો પછી આપણે ડરવાની કોઇ જ જરુર નથી. ડૉ.વિષ્નુના સાંત્વનના લીધે પાર્થ થોડો શાંત થયો અને તેનામાં હિમ્મત આવી. તેને કહ્યુ, “મને માફ કરી દો પિતાજી હુ ગુસ્સામાં થોડુ વધારે જ બોલી ગયો.પણ પિતાજી આજ પછી તમને શિકાયતનો મોકો ક્યારેય નહી આપુ”. ડૉ.વિષ્નુ પણ તેની હિમ્મત જોઇને ખુશ થઇ ગયા. પાર્થની વાત સાંભળીને ડૉ.વિષ્નુને પણ હાશ થઇ તેમને જે ટેન્શન હતુ તે દુર થઇ ગયુ.

તેના પિતાજીને મળ્યા પછી જ્યારે પાર્થ તેના રુમમાં ગયો ત્યારે નાયક તેની રાહ જોઇને જ બેઠો હતો. તેને જોઇને પાર્થને ફરીથી ટેંશન આવી ગયુ. કારણકે આજે સવારે તે નાયકને ઉંઘતો મુકીને નિકળી ગયો હતો અને તેને હજી સુધી અદીતી વિશેની વાત પણ ન કરી હતી. વળી અત્યાર સુધીમાં તેના અને અદીતીના સાથે ફરવાની વાત તેના સુધી પણ પહોચી જ ગઇ હશે તેથી હવે તેને મનાવવો ખુબ જ મુશ્કેલ પડવાનુ હતુ તે વાત તે જાણતો હતો તેથી જ તેને ટેંશન થઇ રહ્યુ હતુ. તે નાયકની બાજુમાં જઇને બેઠો તો નાયક તેની તરફ પીઠ કરીને બેસી ગયો.પાર્થે કહ્યુ, અરે યાર એમાં આટલા નારાજ થવાની શુ જરુર છે? હુ તને આવીને જણાવવાનો જ હતો. અને હું કોઇ છોકરી સાથે પહેલી વાર ફરવા ગયો હતો ત્યાં તને સાથે પણ લઇ જઇ શકુ તેમ ન હતો. હું તેની સાથે થોડો એકલો જ સમય વિતાવવા માગતો હતો. તુ સમજને યાર તુ જ તો મારો એકમાત્ર મિત્ર છે તુ નહી સમજે તો મને બીજુ કોણ સમજશે? નાયક હજુ પણ મો ફેરવીને જ બેઠો હતો.તેથી પાર્થે આખરી તીર માર્યુ, અરે યાર હુ અદીતીને ખુબ જ પસંદ કરુ છુ તેથી હુ એકલો તેની સાથે ગયો હતો. યાર હવે તો માની જા.હવે નાયક થોડો પીગળી રહ્યો હતો.તો અદીતી નામ છે એનુ? જેને મારો દોસ્ત મારી પાસેથી છીનવી લીધો છે. અને તુ એકલો ગયો તે તો બરાબર પણ તે મને કહ્યુ પણ નહી અને એમ જ મને ઉંઘતો મુકીને ચાલ્યો ગયો. પાર્થે કહ્યુ, અરે યાર તુ વાતને સમજતો નથી તેને મને વહેલો સવારમાં મંદીરે બોલાવ્યો હતો. હવે હુ સવારમાં તને જો આ બધી વાત કરવા રોકાયો હોત તો ત્યાં પહોચવામાં મોડુ થઇ જાત તેથી તને કહેવા માટે ના રોકાયો. પણ હુ તને આવીને બધી વાત કરવાનો જ હતો. ‘એક જ તો દોસ્ત છે મારો’.પણ એ પહેલા તો વાત બધે ફેલાઇ ગઇ. સોરી યાર હવેથી હુ તને કહ્યા વગર ક્યાંય નહી જાઉ હવે તો માફ કરી દે!? બસ નાયક માટે આટલુ કાફી હતુ. તેને કહ્યુ, “ઓકે ચલ હવે નાટક કરવા રહેવા દે અને કહે ક્યાં ક્યાં ફરીને આવ્યો?”. છેવટે પાર્થનો જીગરી દોસ્ત માની ગયો એથી તે ખુબ જ ખુશ થઇ ગયો અને પછી તેને આખા દિવસની દરેક વાત નાયકને કહી. નાયકે કહ્યુ, મને લાગે છે કે તને તેનાથી પ્રેમ થઇ ગયો છે. પાર્થે કહ્યુ, હા યાર મને તે ખુબ જ ગમે છે પહેલી જ નજરમાં હુ તેના પ્રેમમાં પડી ગયો હતો. નાયકે કહ્યુ, તો કહી દે તેને કે તુ તેને પ્રેમ કરે છે. તારા જેવો છોકરો તેને બીજે ક્યાં મળવાનો છે? “ના યાર હુ એને પુરતો સમય આપવા માગુ છુ તે મારા વિશે શુ વિચારે છે એ વિશે હજુ પણ મને ખબર નથી.મને જ્યાં સુધી ખાતરી ના થાય કે તે પણ મને પસંદ કરે છે ત્યાં સુધી હુ તેની સાથે એક દોસ્ત તરીકે જ રહીશ. પણ મને ખાતરી છે અને ભગવાન ભોળાનાથ પર પુરો વિશ્વાસ છે કે મારો પ્રેમ એક દિવસ જરુર સફળ થશે” પાર્થે કહ્યુ.નાયક મનોમન તેના દોસ્તને સલામ કરી રહ્યો અને તેના દોસ્તનો પ્રમ સફળ થાય તેવી ભોળાનાથને પ્રાર્થના કરી.

*** બીજા દિવસથી જ પાર્થે અને નાયક મેજરવર્માની સાથે તેની ટ્રેનિંગમાં લાગી ગયા. હવે પાર્થનુ એક જ લક્ષ્ય હતુ શાકાલને ખતમ કરીને દુનિયાને આઝાદ કરાવવી.એ નહોતો જાણતો કે તે આ કામ કરી શકશે કે નહી? પણ તેને તેની પુરી તાકાત આ કામ માટે લગાવવાનુ નક્કી કરી લીધુ હતુ. દિવસો વિતતા જતા હતા. વચ્ચે જ્યારે તેને ટ્રેનિંગમાંથી સમય મળતો હતો ત્યારે તે અદીતીને મળી લેતો હતો. અદીતી પણ તેને પસંદ કરતી હતી અને તે વાત તે ઘણો વખત સુધી છુપાવી શકી ન હતી. આખરે પાર્થે એક દિવસ અદીતીને પુછી લીધુ, “હુ તને પ્રેમ કરુ છુ.શુ તુ પણ મને પ્રેમ કરે છે?” તેને જવાબ તો ખબર જ હતો પણ તે અદીતી પાસેથી તેનો જવાબ સાંભળવા માંગતો હતો. અદીતીએ તરત જ તેના પ્રમનો સ્વીકાર કરી લીધો અને તેના પ્રેમની ગાડી પાટા પર આવી ગઇ.હવે તેને જીંદગીથી કોઇ શિકાયત રહી ન હતી. અત્યાર સુધી તેને ભોગવેલી તકલીફોના બદલામાં તેને ભગવાને ઘણુ બધુ આપી દીધુ હતુ. અને કદાચ તેથી જ તેની ભગવાન કાશીવિશ્વનાથ પ્રત્યેની શ્રદ્ધા વધારે દ્રઢ અને મજબુત થઇ હતી. તેના આત્મવિશ્વાસમાં ગજબનો વધારો થયો હતો. થોડા સમય પહેલાનો પાર્થ હવે બદલાઇને એક સુદ્રઢ શરીર અને મજબુત મનોબળવાળો બની ચુક્યો હતો. તે રોજ નવી નવી ટેકનિક અને દાવ શિખતો હતો. ધીરે ધીરે તે એક પરીપક્વ યોદ્ધા બની રહ્યો હતો. નાયક પણ તેની સાથે જ ટ્રેનિંગ કરી રહ્યો હતો અને તે પણ પાર્થના જેટલી જ ઝડપથી નવા નવા કૌશલ વિકસાવી રહ્યો હતો. નાયક પણ ખુબ જ મન લગાવીને ટ્રેનિંગ કરી રહ્યો હતો કારણ કે જેમ પાર્થનુ એક જ લક્ષ્ય હતુ શાકાલને ખતમ કરવાનુ. તેમ નાયકે પણ તેનુ લક્ષ્ય નક્કી કરી લીધુ હતુ. તેને પાર્થને શાકાલને હરાવવામાં તેની મદદ કરવા માટે તેના ખભાથી ખભો મિલાવીને તેની સાથે દરેક કદમ પર તેનો સાથ આપવાનુ લક્ષ્ય બાનાવી લીધુ હતુ. તેને તેનુ સમગ્ર ધ્યાન ટ્રેનિંગમાં જ લગાવી દીધુ હતુ. તેના લીધે જ તે થોડા જ વખતમાં મેજરનો માનીતો શિષ્ય બની ગયો હતો. પાર્થ પર તો ઇશ્વરના આશિર્વાદ હતા જ! અને સેંકડો લોકોની જીંગદી તેના હાથમાં હતી. તેના લીધે તે તો ખુબ જ ઝડપથી તૈયાર થઇ રહ્યો હતો ફક્ત બે જ મહિનાના ગાળામાં તેને સંપુર્ણ ટ્રેનિંગ લઇ લીધી હતી અને તે લડવા માટે તૈયાર હતો. તેની ટ્રેનિંગ પતી ગયાને બે ત્રણ દિવસ વીતી ગયા તો પણ ડૉ.વિષ્નુએ હજુ સુધી યુદ્ધ કરવા માટેની કોઇ સુચના આપી ન હતી. તે હવે બેબાકળો થઇ રહ્યો હતો. તેથી તે સીધો ડૉ.વિષ્નુ પાસે ગયો અને તેમને પુછ્યુ, “પિતાજી હવે તો મારી ટ્રેનિંગ પણ પુરી થઇ ગઇ છે અને તમારી પાસે તમે બનાવેલુ હથિયાર પણ તૈયાર છે તો આપણે હવે કોની રાહ જોઇ રહ્યા છીએ? આપણે શાકાલ પર હુમલો કેમ નથી કરી રહ્યા? આપણી પાસે હથિયાર, લોકો અને તેમનો શાકાલ પરનો ગુસ્સો બધુ જ તો છે. તો પણ હજુ તમે શેની રાહ જોઇ રહ્યા છો?” ડૉ.વિષ્નુએ ખુબ જ શાંતિથી કહ્યુ, “બેટા આ કોઇ નાની લડાઇ નથી જે એમ જ શરુ કરી દેવાય આ લડાઇ એવી છે જે એકવાર ચાલુ થયા પછી આપણે તેને ચાહવા છતા પણ રોકી શકીશુ નહી. તારી વાત સાચી છે કે આપણી તૈયારીઓ પુરી થઇ ગઇ છે પણ આપણે આ ક્ષણ માટે આટલા વર્ષો રાહ જોઇ છે અને અહિંના દરેક જણે પોતાના તરફથી પુરી મહેનત કરી છે પણ આપણે એ પણ ધ્યાનમાં રાખવુ જોઇએ કે દુશ્મન આપણા કરતા પણ ચાલાક છે અને તે પણ આટલા વર્ષો સુધી શાંત નથી બેસી રહ્યો. તેને પણ નવા નવા હથિયારો બનાવ્યા હશે. આપણે યુદ્ધ શરુ કરતા પહેલા દુશ્મન વિશે પુરી માહિતી મેળવવી પડશે અને યોગ્ય સમય જોઇને જ હુમલો કરવો પડશે”.

પાર્થે કહ્યુ, તમારી વાત એકદમ સાચી છે પિતાજી. મે ફક્ત આપણી તૈયારીઓ વિશે જ વિચાર્યુ હતુ પણ તમે સાચુ કહો છો શાકાલે આટલા વર્ષોમાં તેના રોબોટ્સમાં કેટલાય ફેરફાર કર્યા છે અને હવે તેના રોબોટ્સ ખુબ શક્તિશાળી છે. હુ તેના કેટલાક રોબોટ્સ જે જાહેરમાં દેખાયા છે તેના વિશે જાણુ છુ અને એવા રોબોટ્સ પર મે ઘણુ સંશોધન કર્યુ હતુ. તેને કંઇ રીતે ખતમ કરી શકાય તે માટે પણ મે કેટલાક પ્રયોગો શહેરમાં કર્યા હતા. તેમાંથી મોટાભાગના પ્રયત્નોમાં મને સફળતા જ મળી હતી. પણ મે એવુ સાંભળ્યુ છે કે, શાકાલની પાસે કેટલાક એવા રોબોટ્સ છે જેને તે ક્યારેય બહાર નથી કાઢતો તેના પર તે તેની પર્સનલ લેબમાં જ પ્રયોગો કરે છે. તેથી જો તે રોબોટ્સ તેને યુદ્ધમાં ઉતાર્યા તો તેની સામે આપણી સ્ટ્રેટેર્જી કોઇ જ કામની નહી રહે. ડૉ.વિષ્નુએ કહ્યુ, એની ચિંતા તુ ના કર મારી પાસે એવા કોંન્ટેક્ટ પણ છે જે છેક શાકાલની લેબમાં ચાલતી બધી વાતો મારા સુધી પહોચાડી શકે તેમ છે.જરુરત પડે ત્યારે આપણે તેમનો પણ ઉપયોગ કરીશુ પણ અત્યારે તે જે વાત કરી કે તુ ત્યાંના લેટેસ્ટ રોબોટ્સની ટેકનોલોજી વિશે અને તેને ડેસ્ટ્રોય કરવા માટેની તેની ખામીઓ વિશે પણ જાણે છે તુ તે વાત બધાને સમજાવી દે.બધાને એ નવા પ્રકારના રોબોટ્સને કઇ રીતે કાબુમાં લાવવા તે શિખવાડી દે ત્યાં સુધીમાં હુ શાકાલના કિલ્લાની અંદરની અગત્યની માહિતી એકઠી કરીને રાખુ છુ. જ્યારે આપણને લાગશે કે હવે આપણી પાસે બધી જ માહિતી છે અને તેના બધા જ રસ્તા છે ત્યારે આપણે હુમલો કરીશુ. આપણને ફાયદો એ વાતનો મળશે કે આપણી પાસે તૈયારી કરવાનો સમય છે જ્યારે તેમની પાસે તે સમય જ નહી બચે જે આપણા માટે ખુબ જ લાભદાયી થશે. પાર્થને હવે ડૉ.વિષ્નુનો આખો પ્લાન સમજાઇ ગયો હતો તેથી તે શાંત થયો અને પ્લાન પ્રમાણે બધાને નવા પ્રકારના રોબોટ્સ સામે લડવા માટે ટ્રેનિંગ આપવાના કામમાં લાગી ગયો. ડૉ.વિષ્નુ પણ તેમના સૌથી વિશ્વાસપાત્ર સોર્સ એવા મિ.સ્મિથનો સંપર્ક કરીને તેમની પાસેથી શાકાલ વિશેની બધી માહિતી એકઠી કરવામાં લાગી ગયા.

*** બીજા થોડા દિવસો એમ જ વિતી ગયા તે દરમ્યાન પાર્થ તેના મિત્ર નાયકની સાથે મળીને તેમને શહેરમાં જે રોબોટ્સ વિશે માહિતી એકઠી કરી હતી તેના આધાર પર તેઓ બધાને રોબોટ્સની ખામીઓ અને તેના દ્વારા રોબોટ્સને કેવી રીતે ડેસ્ટ્રોય કરી શકાય તે વિશેના દાવ શિખવાડી રહ્યા હતા. બધા ખુબ જ ધ્યાનથી પાર્થની વાતને સાંભળી અને સમજી રહ્યા હતા. એમાના કેટલાક જ એવા હતા જેઓ રોબોટ્સ સામે એકવાર લડી ચુક્યા હતા. બાકીના બધા માટે આ લડાઇ પહેલીવારની હતી. પણ પાર્થને જોઇને તેમનામાં હિમ્મત આવી ગઇ હતી. બીજી તરફ ડૉ.વિષ્નુએ પણ મિ.સ્મિથ પાસેથી ખુબ જ અગત્યની માહિતી મેળવી હતી. તેમને શાકાલના રહેવાની જગ્યાનો આખો નકશો મળી ગયો હતો. તે જ્યાં રહેતો હતો ત્યાંની સુરક્ષાને તેને ખુબ જ મજબુત બનાવી દીધી હતી. તેના સુરક્ષા ઘેરામાં ઘુસવુ નામુમકીન જણાઇ રહ્યુ હતુ. ડૉ.વિષ્નુ પાસે એ નક્શો ક્યારનો આવી ગયો હતો પણ તેઓ હજુ સુધી તેના સુરક્ષિત કિલ્લામાં ઘુસવા માટેની કોઇ કમજોર કડી શોધી શક્યા ન હતા. ઘણુ વિચાર્યા પછી પણ તેમને કોઇ ઉપાય ન મળતા આખરે તેમને પાર્થને બોલાવ્યો અને તેને નકશો બતાવીને કહ્યુ, પાર્થ આ શાકાલનો મજબુત કિલ્લો છે. જેને ભેદીને આપણે અંદર જવાનુ છે પણ મને અંદર પ્રવેશવા માટે કોઇ જ રસ્તો સુઝી રહ્યો નથી. પાર્થે નકશાને ખુબ જ ધ્યાનથી જોયો. તેને પણ લાગ્યુ કે અંદર જવા માટે ખરેખર કોઇ જ એવો રસ્તો નથી જ્યાંથી કોઇની પણ નજરમાં આવ્યા વગર બચીને અંદર જઇ શકાય.પણ અચાનક તેને એક વાત યાદ આવી તેને તેના પિતાજીને કહ્યુ, “પિતાજી રોબોટ્સ વિજળી પર ચાલે છે બરાબર? તેથી તેને બનાવેલા દરેક ઉપકરણો પણ વીજળીથી જ ચાલવાના બરાબર? ડૉ.વિષ્નુએ કહ્યુ, હા એ વાત તો સાચી છે પણ તુ કહેવા શુ માગે છે? પાર્થે કહ્યુ, શાકાલે તેના ઘર માટે ભલે ગમે તેટલી મજબુત સુરક્ષા બનાવી હોય પણ તેને એક ભુલ કરી છે તેને તેના આ સુરક્ષિત બિલ્ડિંગના બધા દરવાજા પણ વીજળીથી ચાલતા હશે. આપણે જો અંદર પ્રવેશવુ હોય તો આપણે તેના આ બિલ્ડિંગની વીજળી જ્યાંથી આવે છે ત્યાંથી તેને કટ કરવી પડશે અને જેટલા સમયમાં વીજળી પાછી આવી જાય તે પહેલા આપણે અંદર ઘુસી જવુ પડશે.અરે! હા એ તો મે વિચાર્યુ જ નહી તુ ખરેખર જીનિયસ છે દિકરા! ડૉ.વિષ્નુએ કહ્યુ. પાર્થે કહ્યુ, અરે ના પિતાજી આતો રોબોટ્સના શહેરમાં રહેવાને કારણે મને આ વસ્તુનો આઇડિયા આવ્યો પણ મને ત્યાં મુકવાનો આઇડિયા તો તમારો જ હતો. જો હુ ત્યાં ન ગયો હોત તો રોબોટ્સ વિશે આટલી જાણકારી ન મેળવી શક્યો હોત. અને આટલો વખત તમારી સાથે રહીને પણ હુ ઘણુબધુ શિખ્યો છુ. ડૉ.વિષ્નુએ કહ્યુ, તારી વાત સાચી છે દિકરા હવે આપણને અંદર જવાનો રસ્તો તો મળી ગયો પણ આપણને એ માટે સમય ખુબ જ ઓછો મળશે તેથી આપણે વધારે લોકો અંદર નહી જઇ શકીએ. એ માટે આપણે અત્યારથી રિહર્સલ કરવુ પડશે. હુ અત્યારે જ નકશા પ્રમાણેનુ ડમી ઘર તૈયાર કરવા માટે કહી દઉ છુ પછી આપણે કાલથી જ તેના પર કામ કરવાનુ શરુ કરી દઇશુ. હુ હજુ શાકાલના નવા બનાવેલા તેની લેબમાં રહેલા રોબોટ્સની માહિતી મેળવવાની કોશીશ કરી રહ્યો છે તે માહિતી હજુ સુધી મળી નથી. તેથી અત્યારે આપણે કાલથી આ પ્લાન પર જ કામ ચાલુ કરી દઇએ. ડૉ.વિષ્નુના સવાલનુ સમાધાન થઇ ગયુ હોવાથી પાર્થ ફરી તેના કામ પર ગયો.

ડૉ.વિષ્નુને એક સવાલનો તો જવાબ મળી ગયો હતો પણ તેમને હજુ પણ શાકાલ જાતે જ તેની લેબમાં જે નવા રોબોટ્સ બનાવતો હતો તેના વિશે હજુ તેમને જાણવાનુ બાકી હતુ. એ વિશે જાણ્યા પછી જ તેઓ તેના વિશે કંઇક કરી શકે તેમ હતા. તેમને હોટલાઇન દ્વારા સીધો જ મિ.સ્મિથ સાથે સંપર્ક કર્યો અને શાકાલના નવા બનાવેલા રોબોટ્સ વિશ કંઇ માહિતી મળી કે નહી તે પુછ્યુ? મિ.સ્મિથે તેમને કહ્યુ કે, તે અત્યારે એના પર જ કામ કરી રહ્યા છે અને બેત્રણ દિવસમાં જ તેમની પાસે બધી માહિતી આવી જશે. તેથી ડૉ.વિષ્નુને થોડી હાશ થઇ. તેમનુ એક તરફનુ ટેંશન દુર થઇ ગયુ. હવે તેઓ નકશામાં વિજળીનો સોર્સ શોધીને તેને ડેસ્ટ્રોય કરવા માટેના ઉપાયની શોધમાં લાગી ગયા.