રોબોટ્સ એટેક 9 Kishor Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રોબોટ્સ એટેક 9

રોબોટ્સ એટેક

ચેપ્ટર 9

કાશીના પુનઃનિર્માણનુ કામ તો જોરશોરથી ચાલી રહ્યુ હતુ.પણ આ બધામાં મેજર એ વાત તો ભુલી જ ગયા હતા,જે ડૉ.વિષ્નુએ તેમના પુત્ર માટે કાગળ લખીને જણાવી હતી.એક દિવસે રાત્રે જ્યારે ડૉ.વિષ્નુ અને મેજર એકલા બેઠા હતા.ત્યારે મેજરને આ વાત યાદ આવતા જ તેમને ડૉ.વિષ્નુને પુછ્યુ.તો ડૉ.વિષ્નુએ કહ્ય,. અત્યારે એ વાત એટલી મહત્વની નથી અત્યારે આપણે આ નગરનુ કામ જલદીથી જલદી પુરુ કરવાનુ છે જેથી આપણા લોકો સુરક્ષીત થઇ જાય.મેજરે કહ્યુ,પણ એના માટે તમે કાંઇક તો વિચાર્યુ હશે ને? ડૉ.વિષ્નુએ કહ્યુ,હા મે એ માટે એક વિચાર કરી રાખ્યો છે.આ નગરનુ કામ પતી જાય પછી આપણે પાર્થને અહિંયાથી દુર રોબોટ્સની વચ્ચે મુકી આવવાનો છે.ડો.વિષ્નુની વાત સાંભળીને મેજરને ખુબ જ આશ્ચર્ય થયુ! તેમને ડો.વિષ્નુને વચ્ચેથી જ અટકાવીને પુછ્યુ,શુ કહ્યુ રોબોટ્સની વચ્ચે? હુ કાંઇ સમજ્યો નહિ?.ડૉ.વિષ્નુએ વાત આગળ વધારતા કહ્યુ.તમે મારી પુરી વાત તો સાંભળો.જો આપણે પાર્થને અહિંયા જ આપણી વચ્ચે રાખીશુ તો તે હંમેશા સુરક્ષીત વાતાવરણમાં રહેશે અને તેને રોબોટ્સ કેવા છે અને તેઓ શુ ખોટુ કરી રહ્યા છે અને તેમનો નાશ કરવો કેમ જરુરી છે તે બધી વાત પુરી રીતે સમજી નહિ શકે.એ માટે તેને જાતે જ એવી પરિસ્થિતીમાં જીવન જીવવુ પડશે.તેને લોકોની સાથે થઇ રહેલા અન્યાયને તેની નજરે જ જોવો પડશે.તેને લોકોને પડતી તકલીફો જાતે અનુભવવી પડશે.તો જ તે તેની સામે અવાજ ઉઠાવવા માટે તૈયાર થશે અને એક સારો અને સાચો મસિહા બની શકશે.યોગ્ય સમય આવે આપણે તેને ત્યાંથી નિકાળી લઇશુ અને પછી આપણે તેને લડાઇ માટે તૈયાર કરીશુ.હુ જાણુ છુ કે આ વાત તેની મમ્મી માટે ને મારા માટે પણ કષ્ટદાયક છે.પણ આપણે જો આ શાકાલના પંજામાંથી દુનિયાને આઝાદ કરાવવી હશે તો મારે અને મારા પરિવારે આ બલિદાન આપવુ જ પડશે.મેજરે કહ્યુ,પણ આ સમય દરમ્યાન તેને ત્યાં જ કંઇક થઇ ગયુ તો? રોબોટ્સે તેને ઓળખીને તેને મારવાનો પ્રયત્ન કર્યો તો? ડૉ.વિષ્નુએ ખુબ જ દ્રઢતાથી કહ્યુ,ના એવુ કંઇજ નહિ થાય મને ઇશ્વર પર અને તેના આપેલા સંકેત પર પુરો વિશ્વાસ છે.મારો પુત્ર જ એ શેતાન શાકાલ અને તેના સામ્રાજ્યનો નાશ કરશે.વળી એ જ તેનો નાશ કરનાર છે એ વિશે આપણા બે સિવાય કોઇને પણ ખબર નથી,તેથી તે ત્યાં એકદમ સુરક્ષીત રહેશે.હવે આપણે સુઇ જઇએ કાલે હજુ ઘણુ કામ કરવાનુ છ.હજુ આ બધી વાત માટે આપણી પાસે ઘણો સમય છે અને ડૉ.વિષ્નુએ એ વાતને ત્યાંજ અટકાવી દીધી.મેજર મનોમન ડૉ.વિષ્નુના આ બલિદાન માટે તેમને સલામ કરી રહ્યા હતા.

બીજા દિવસે ફરીથી રોજની દિનચર્યા પ્રમાણે બધા જ લોકો કામ કરવામાં લાગી ગયા હતા.ડૉ.વિષ્નુ પણ દિવાલના કામમાં લાગેલા હતા.દિવાલનુ કામ ખુબજ ઝડપથી ચાલી રહ્યુ હતુ છતાં પણ હજુ અડધે સુધી જ કામ પહોચ્યુ હતુ.કામ શરુ કર્યાને બે મહિના વીતી ચુક્યા હતા.દિવાલ બનાવવા માટેનો બધો જ સામાન આવી ચુક્યો હતો અને ટુંક જ સમયમાં વરસાદની ઋતુ આવી રહી હોવાથી તેમને કામની ઝડપ વધારી દીધી હતી સાથે કામના કલાકો પણ વધારી દીધા હતા.નગરમાં લોકોના રહેવા માટેના મકાનનુ કામ પણ ખુબ જ ઝડપથી ચાલી રહ્યુ હતુ.તે કામ મેજર સાથે રહીને કરાવી રહ્યા હતા.મકાનોને ખુબ જ સાદગી પુર્ણ રીતે અને બધા જ મકાનો એકસરખા ડૉ.વિષ્નુના કહેવા પ્રમાણે જ બનાવવામાં આવી રહ્યા હતા.ડો.વિષ્નુએ કાશીને પૌરાણિક નગરની જેમ બનાવવા માગતા હતા.તેથી જ તેમને એકદમ જુના જમાનાના કોઇ વિશાળ નગરના જેવા મકાનોની એક હારમાળા અને વચ્ચેથી નિકળતા જાહેર મર્ગોની રચના ગોઠવી હતી.નગરની બહાર નિકળવા માટે એક જ મુખ્ય દરવાજો રાખવામાં આવ્યો હતો.

જ્યારે શાકાલ દુનિયાના મોટા મોટા શહેરોને જીતવામા અને તેને તેના કબજામાં લેવામાં વ્યસ્ત હતો ત્યારે ડૉ.વિષ્નુ ખુબ જ સિફતથી કાશીના પુનઃનિર્માણનુ કામ ખુબ જ ઝડપથી કરી રહ્યા હતા.જ્યારે શાકાલ લગભગ દુનિયાના તમામ દેશો અને તેના મોટાભાગના વિસ્તારોને તેના કબજામાં લઇ ચુક્યો હતો.તે દરમ્યાન અહિંયા કાશીમાં પણ બધુ જ કામ પુરુ થવા આવ્યુ હતુ.નગરની અંદરનુ બધુ જ કામ પુર્ણ થઇ ગયુ હતુ અને લોકો તેમના નવા ઘરોમાં રહેવા પણ લાગ્યા હતા.હવે ફક્ત દિવાલનુ થોડુ કામ જ બાકી રહ્યુ હતુ. અંદરનુ કામ પતી ગયા પછી બધા માણસો દિવાલના નિર્માણના કામમાં લાગી ગયા હતા,તેથી હવે બસ બે ત્રણ દિવસમાં તે કામ પણ પતી જવાનુ હતુ.આજે તેઓએ ખુબ જ કામ કર્યુ હતુ.તેથી જમ્યા પછી ડૉ.વિષ્નુ સીધા જ આરામ કરવા માટે ચાલ્યા ગયા હતા.ડૉ.વિષ્નુ ઉંઘવાની તૈયારી જ કરી રહ્યા હતા,ત્યાં જ મેજર તેમના ઘરમાં આવ્યા.ડૉ.વિષ્નુએ તેમને આવતા જોયા એટલે તેમને કહ્યુ અરે મેજર સાહેબ આવો આવો કેમ અત્યારે અહિંયા કંઇ પ્રોબલેમ તો નથી થયોને? મેજરે કહ્યુ,કેમ કંઇ પ્રોબલેમ હોય તો જ હુ તમારા ઘરે આવી શકુ? શુ એક મિત્રના ઘરે આવવા માટે કોઇ કારણ જરુરી છે? ડૉ.વિષ્નુએ કહ્યુ,અરે હુ તો એમ જ પુછતો હતો. હમણાથી તમે આ બાજુ રાત્રે આવતા નથી એટલે બાકી મારા ઘરના દરવાજા તમારા માટે ચોવીસ કલાક ખુલ્લા જ છે.મેજર અને ડૉ.વિષ્નુ અંદરના રુમમાં જઇને બેઠા.થોડીવાર આડીઅવળી વાતો કર્યા પછી મેજરે ડૉ.વિષ્નુને સીધો જ પ્રશ્ન કર્યો.કામ તો હવે લગભગ બે ત્રણ દિવસમાં પુરુ થઇ જશે તો પછી પાર્થ વિશે તમે શુ વિચાર્યુ છે? તેને બહાર જ મોકલવો છે? અને ભાભીને એ વિશે વાત કરી કે નહિ? ડૉ.વિષ્નુને હતુ જ કે મેજર આ સવાલ પુછશે જ.તેઓ કેમ પુછી રહ્યા છે તે પણ તે જાણતા હતા.મેજરને હતુ કે ભાભીને આ વાત મનાવવી મુશ્કેલ પડશે.ડૉ.વિષ્નુએ કહ્યુ.હજુ મે આ વિશે પ્રિયાને કોઇ વાત નથી કરી.પણ હુ વાત કરી લઇશ તે મારી વાત જરુર માની જશે હુ તેને મનાવી લઇશ.તમે એની ચિંતા ન કરો.પણ હા તમારે એક કામ કરવાનુ છે,તમારા કોઇપણ બે સૌથી વિશ્વાસુ,મજબુત અને ચાલાક માણસોને તૈયાર રહેવા માટે કહી દો.આપણે પાર્થને તો ત્યાં એકલો જ મુકવાનો છે પણ આપણા માણસો સતત તેના પર નજર રાખશે અને જો તે કોઇ તકલીફમાં હશે તો તેની સહાયતા કરવા માટે તેની આસપાસ જ તેને ખબર ના પડે તે રીતે રહેશે.પાર્થની સુરક્ષા આપણા માટે ખુબ જ જરુરી છે માટે તમારા સૌથી બેસ્ટ બે માણસો તમે તૈયાર રાખો.

*** એક તરફ જ્યારે ડૉ.વિષ્નુ અને તેમના સાથેના લોકો કાશીના પુનઃનિર્માણના કામમાં વ્યસ્ત હતા ત્યારે શાકાલ આખી દુનિયાના બધા જ શહેરોને તેના કબજામાં લેવા માટેની ભાગદોડમાં લાગેલો હતો,પણ સાથે સાથે તેને ડૉ.વિષ્નુને શોધવા માટે પણ તેના રોબોટ્સને કામ પર લગાડી દીધા હતા.કેટલાય સમય સુધી તેને ડૉ.વિષ્નુને શોધવાનો પ્રયત્ન કર્યો પણ તેના હાથમાં કંઇજ ના આવ્યુ.તેના કબજામાં હતા તે બધા જ શહેરોમાં તો તેને ડૉ.વિષ્નુને શોધવાનો પ્રયત્ન કરી લીધો હતો પણ તેઓ ક્યાંય મળ્યા ન હતા.પરંતુ હજુ પણ જે શહેરો તેના કબજામાં લેવાના બાકી હતા તેમાં પણ તેના જાસુસો દ્વારા તે તેમની શોધ ચલાવી રહ્યો હતો.દુનિયાના દરેક ખુણે જ્યાં માનવ વસ્તીનુ નિશાન પણ હતુ તે દરેક જગ્યાએ તેના જાસુસો તેમની શોધ ચલાવી રહ્યા હતા.પણ હજુ સુધી તેમના હાથ ખાલી જ હતા.પણ તે એક ભુલ કરી રહ્યો હતો જે જગ્યાઓ તેમના કબજામાં આવી ન હતી અને તેને બરબાદ કરી દીધી હતી તેવી જગ્યાઓ પર તે નહોતા ગયા. કારણકે ત્યાં હવે કોઇ માનવો બચ્યા ન હતા,તેથી ડૉ.વિષ્નુ ત્યાં ન હોઇ શકે તેવુ તેનુ માનવુ હતુ.આખરે ઘણી શોધખોળ પછી પણ કંઇ જ પરીણામ ન મળતા તેને તેમને શોધવાનુ પડતુ મુક્યુ.તેને વિચાર્યુ કે ડૉ.વિષ્નુને તે ભલે શોધી ના શક્યો પણ ક્યારેક ને ક્યારેક તો તે સામેથી જ તેની સામે આવશે.તેને વિશ્વાસ હતો કે તેના અત્યાચારને રોકવા માટે ડૉ.વિષ્નુ સામેથી જ તેની સામે આવશે.પણ સમય વિતતો જતો હતો અને ડૉ.વિષ્નુનુ કાશીનુ કામ પણ પતી ગયુ હતુ,છતાં પણ હજુ સુધી તે તેમને શોધી શક્યો ન હતો.ના તો ડૉ.વિષ્નુનો કોઇ પતો લાગી રહ્યો હતો કે,ન તો તે સામેથી તેની સામે આવી રહ્યા હતા.તેથી તેને લોકો પર અત્યાચાર વધારી દીધા હતા.હવે તે જાનવરોના કામો પણ માણસો પાસે કરાવતો હતો.

સમય વિતતો જતો હતો.ધીમે ધીમે શાકાલના કબજામાં હવે પુરી દુનિયા આવી ચુકી હતી અને હવે તેનો વિરોધ કરી શકે કે તેને ટક્કર આપી શકે તેવુ કોઇ જ તેની સામે બચ્યુ ન હતુ. હા, ડૉ.વિષ્નુને હજુ સુધી તે શોધી શક્યો ન હતો.પણ હવે તેમના વિશે ચિંતા કરવાની છોડી દીધી હતી.તેને તેની તાકાત પર એટલુ અભિમાન આવી ગયુ હતુ કે તેને ડૉ.વિષ્નુના તરફથી હવે કોઇ ડર રહ્યો ન હતો.તેને હતુ કે હવે જો ડૉ.વિષ્નુ તેની સામે આવી પણ જશે તો તેનો મુકાબલો નહી કરી શકે.તેથી તે હવે નિશ્ચિંત થઇને શહેરોને વધુ આધુનિક ઢબે વિકસાવવામાં અને નવી નવી ટેકનોલોજીની શોધ કરવામાં લાગી ગયો હતો.તેને શહેરોની કાયાપલટ કરી નાખી હતી.શહેરોની રચના ખુબ જ ઝડપથી બદલાઇ રહી હતી.ઉંચી ઇમારતો તો પહેલા પણ હતી જ પણ હવે તેની ઉંચાઇ ધાર્યા કરતા પણ વધી ગઇ હતી.અને તે ઉંચી ઇમારતોની વચ્ચે આવવા જવા માટે ઉપર જ રસ્તા બનાવ્યે જતો હતો.રસ્તા પર ચાલતી ગાડીઓની જગ્યા હવે હવામાં ઉડી શકે તેવી ગાડીઓએ લઇ લીધી હતી.હવે લોકોને પણ તેની કોઇ જ નવાઇ ન રહી હતી.શસ્ત્રોમાં પણ તે આધુનિક પ્રકારના હથિયારો બનાવવા લાગ્યો હતો.ભલે તેની સામે લડવા માટે કોઇ જ દુશ્મન ન હતા છતા પણ તે તેની યુદ્ધ ક્ષમતા વધારવાના કામમાં લાગેલો હતો.હથિયારોના વપરાશમાં અને તેની ટેલનોલોજીમાં પણ ખુબ જ મોટા ફેરફારો ઝડપથી થઇ રહ્યા હતા.પહેલાના શહેરોમાં અને અત્યારના શહેરોમાં આસમાન અને જમીન જેટલુ અંતર આવી ગયુ હતુ.શહેરોની સાથે સાથે તે રોબોટ્સની ટેકનોલોજીમાં પણ નવા નવા સુધારા કર્યે જતો હતો.રોબોટ્સ તેના બનાવેલા આધુનિક શહેરો પર ચોવીસ કલાક નજર રાખી રહ્યા હતા.તેની શક્તિઓની હવે કોઇ જ સીમા રહી ન હતી.પણ એક જુની કહેવત પ્રમાણે,”અતિની કોઇ ગતિ નથી હોતી” તેમ હવે તેના વિનાશનો પણ સમય નજીક આવી રહ્યો હતો.

***

જ્યારે શાકાલ શહેરોમાં આ બધા નવા નવા ફેરફારો કરી રહ્યો હતો ત્યારે ડૉ.વિષ્નુએ તેમના પુત્રને તેના જ સામ્રાજ્યની વચ્ચે ઉછરવા માટે મુકવા માટેની તૈયારીમાં લાગેલા હતા.કાશીનુ નિર્માણ કાર્ય હવે પુરુ થઇ ગય હતુ.ત્યારબાદ તેમને તુરત જ તેમના પત્નીને પાર્થના વિશે તેમને આવેલા સ્વપ્નની અને નિયતીએ તેને શાકાલ સામે લડવા માટે અને દુનિયામાં માનવતા ફરીથી કાયમ કરવા માટે જ અહિંયા આ ધરતી પર મોકલ્યો છે એ બધી વાત વિસ્તારથી સમજાવી.તેને શાકાલ સામે લડવા માટે તૈયાર કરવા માટે તેના સામ્રાજ્યમાં જ મુકવો પડશે એ વાત પણ તેમને જણાવીને તેમને મનાવવા માટેના તમામ પ્રયત્નો કર્યા. છતા પણ તે કોઇ વાતે માનવા તૈયાર ન હતા.આખરે ડૉ.વિષ્નુએ આખરી તીર છોડ્યુ અને કહ્યુ,પ્રિયા હવે સમસ્ત દુનિયા અને અને દુનિયાના લોકોના ભવિષ્યનો ફેસલો તારા હાથમાં છે.જો તુ તારી મમતાનો ત્યાગ નહિ કરે તો ભવિષ્યમાં તારા આ નિર્ણય માટે તને પસ્તાવો થશે.તારા આ નિર્ણયમાં સમસ્ત માનવજાતિનુ કલ્યાણ રહેલુ છે અને કંઇક મેળવવા માટે કંઇક તો ખોવુ જ પડે છે.આજે તારા આ નિર્ણય વિશે કોઇ નહિ જાણી શકે પણ ભવિષ્યમાં જ્યારે આપણે આપણી દુનિયા પાછી મેળવી લઇશુ,ત્યારે તારા આ નિર્ણયની કિંમત લોકોને સમજાશે અને તને પણ તારા નિર્ણય પર અને તારા પુત્ર પર ગર્વ થશે.તુ પાર્થની જરા પણ ચિંતા ના કર ભગવાન શિવના આશિર્વાદ તેની સાથે છે આટલા બધા લોકોની દુવાઓ તેની સાથે છે.હુ પણ તેનો પિતા છુ મને પણ તેની ચિંતા છે પણ નિયતીએ જે ધાર્યુ હશે તે તો થશે જ.તુ આમ તારા પુત્રને તારી પાસે છુપાવીને રાખીશ તો તેની નિયતી નહી બદલાય તેને એક દિવસ શાકાલનો સામનો કરવો જ પડશે. તે માટે તેને તૈયાર થવુ પડશે અને એ માટે જ હુ તેને આપણાથી દુર મોકલી રહ્યો છુ.વળી હુ તેના પર સતત નજર રાખવા અને તેના પર કોઇ ખતરો આવે તો તેની સામે નિપટવા માટે બે માણસોને પણ તેની સાથે જ મુકી રહ્યો છુ.આખરે તેમને ડૉ.વિષ્નુની વાત માની લીધી અને સમગ્ર દુનિયાના ભવિષ્યને ખાતર તેમની મમતાનુ બલિદાન આપી દીધુ.

જ્યારે ડૉ.વિષ્નુના પત્ની માની ગયા પછી ડો.વિષ્નુએ મેજરને બોલાવીને તેમને સિલેક્ટ કરેલા બન્ને માણસોને તેમની પાસે લઇને આવવા માટે કહ્યુ.તેમને હવે વિલંબ કરવો પોષાય તેમ ન હતો.મેજર તરત જ ગયા અને તેમની સાથે તેમને પાર્થની સુરક્ષા માટે નક્કી કરેલા બન્ને માણસોને લઇને આવ્યા.તેમાથી એકનુ નામ હતુ રાજ અને બીજાનુ નામ હતુ વંશ.બન્ને ખુબ જ ઇંટેલીજંટ,બહાદુર અને ચાલાક હતા.તેઓ પણ મિલીટરીમાં કામ કરતા હતા.તાકાતની સાથે બુદ્ધીનો સુભગ સંયોગ તેમને મળેલો હતો.બન્ને સગા ભાઇઓ હતા.તેમના પિતા મેજરની સાથેની બેચમાં જ હતા,તેથી મેજર તેમને બન્નેને નાનપણથી જ ઓળખતા હતા.અહિંયા આવ્યા પછી તેમની ટ્રેનિંગમાં મેજરે વિશેસ ધ્યાન આપ્યુ હતુ અને તેમને જાસુસી માટેના બધા જ પાઠ શિખવાડ્યા હતા.વળી મેજર તેમને પહેલેથી સારી રીતે ઓળખતા હતા.તેથી તેઓ સૌથી ભરોસાલાયક હતા.આ બધી વાત તેમને ડૉ.વિષ્નુને પહેલેથી જણાવી દીધી હતી.એટલે તેમના વિશે જાણવાની તેમને કોઇ જરુર ન હતી.તેમને બસ તે બન્નેને મળવા અને તેમના પુત્રની વિશેસ સારસંભાળ રાખવા માટે અને તેમને જોવા માટે જ બોલાવ્યા હતા.તેમના આવ્યા પછી થોડી તેમના મિશન વિશેની વાત કરી અને તેમને કઇ રીતે તેમનુ કામ કરવાનુ છે અને શાકાલથી બચીને રહેવા માટેની સલાહ આપીને તેમને રવાના કર્યા.તેમના જવા માટેની વ્યવસ્થા પહેલેથી કરી દેવામાં આવી હતી.તેમને એક ટ્રક જે અહિંયા ખાવાપિવાનો અને બીજો જરુરી સામાન લાવવા માટે રાખવામાં આવી હતી તેમાં બેસાડીને રવાના કરી દીધા.ડૉ.વિષ્નુએ તેમના પુત્રને બહાર મોકલી દીધો તે વાત તેમના પત્ની,મેજર અને તે ખુદ અને પેલા બે માણસો સિવાય કોઇ જાણતુ ન હતુ.થોડા આગળ જઇને તેઓ ટ્રકમાંથી ઉતરીને બીજા વાહનમાં ચડી ગયા. તેમ વાહન બદલતા બદલતા તો ક્યારેક પેદલ ચાલીને તેઓ શાકાલના વસાવેલા એક શહેરમાં આવી ચડ્યા.આ શહેર હતુ મુમ્બઇ.જે એક સમયે ભારતનુ બિઝનેશ કેપીટલ હતુ.રોબોટ્સના હાથમાં આવ્યા પછી આ શહેરમાં ઘણા ફેરફારો થયા હતા.શહેરની લાઇફસ્ટાઇલ પહેલા કરતા પણ ફાસ્ટ થઇ ગઇ હતી.તેમને આ શહેર એટલા માટે પસંદ કર્યુ હતુ કે આ શહેર તેમનાથી દુર તો હતુ,પણ ખુબ વધારે દુર ન હતુ.વળી તેમને કોઇ મોટા શહેરની જ પસંદગી કરવાની હતી.તેથી તેમને આ શહેર પસંદ કર્યુ હતુ.શહેરમાં આવીને રાત્રે તેમને એક અનાથાઅશ્રમ શોધીને ત્યાં પાર્થને મુકી દીધો.હવે તેમને દુરથી જ પાર્થ પર નજર રાખવાની હતી.તેઓ તેમના કામમાં માહિર હતા.આ રીતે પાર્થની શાકાલની દુનિયામાં એંટ્રી થઇ.

પાર્થની શાકાલના શિકંજામાં રહેલી દુનિયામાં એંટ્રી થઇ ચુકી હતી.પણ હવે શુ પાર્થ શાકાલની બનાવેલી આ નવી દુનિયામાં પોતાની જાતને તકાવી શકશે? શુ તેને ડૉ.વિષ્નુએ જે ઇરાદાથી અહિંયા મુક્યો છે તે સિદ્ધ થઇ શકશે? આ બધુ જ જાણવા માટે વાંચો રોબોટ્સ એટેકનુ આગળનુ ચેપ્ટર.