Robots attack - 10 books and stories free download online pdf in Gujarati

રોબોટ્સ એટેક 10

રોબોટ્સ એટેક

ચેપ્ટર 10

ડૉ.વિષ્નુએ તેને અહિંયા મુકાવ્યો ત્યારે તેની ઉમર હજુ માંડ ત્રણ જ વરસની હતી.પાર્થ હવે શાકાલની દુનિયામાં આવી ગયો હતો.એવી દુનિયામાં જ્યાં માણસોની હાલત નરક કરતા પણ ખરાબ હતી.આટલી આધુનિક દુનિયાની વચ્ચે પણ માણસો ભુખમરીનો શિકાર બની રહ્યા હતા.અને ખોરાકની જરુરીયાત માટે તેમને શાકાલ માટે કામ કરવુ પડતુ હતુ.રોબોટ્સ રોજબરોજના કામો માટે માણસોનો ઉપયોગ કરતા હતા એ સિવાય દરેક શહેરોમાં વિજળીની પુરતી સપ્લાય માટે શાકાલ દરેક શહેરમાં નવા પાવરહાઉસ બનાવી રહ્યો હતો.તે કામ માટે તે માણસોનો મજુર તરીકે ભરપુર ઉપયોગ કરી રહ્યો હતો.કારણ કે રોબોટ્સને વિજળી સિવાય ચાલી શકે તેમ ન હતુ.

પાર્થ જ્યારે શાકાલની આ દુનિયામાં આવ્યો ત્યારે તે એકલો જ હતો.જે અનાથ આશ્રમમાં તેને મુકવામાં આવ્યો હતો ત્યાં તે બાર વરસનો થયો ત્યાં સુધી તેને રાખવામાં આવ્યો.બાર વરસ થઇ ગયા પછી નિયમ પ્રમાણે અનાથાઅશ્રમ વાળા હવે તેને રાખી શકે તેમ ન હતા.આટલા વર્ષોમાં તેનો એક ખાસ મિત્ર બની ગયો હતો તે પણ તેની જ ઉમરનો હતો તેનુ નામ નાયક હતુ.નાયક અને પાર્થ અનાથઆશ્રમમાં પહેલા દિવસથી જ દોસ્ત બની ગયા હતા.પાર્થ અનાથાઆશ્રમમાંથી નિકળી રહ્યો હતો ત્યારે નાયકને ત્યાંથી નિકળવા માટે હજી થોડા સમયની વાર હતી છતાં પણ તે પણ પાર્થની સાથે અનાથાઅશ્રમમાંથી નિકળી ગયો.તેમના બન્ને માટે આ દુનિયામાં એકબીજા સિવાય કોઇ ત્રીજુ ન હતુ.ત્યાંથી નિકળીને તેઓ કામની તલાશ કરી રહ્યા હતા કારણ કે કામ વગર તો તેઓ આ દુનિયામાં જીવી શકે તેમ ન હતા કેમકે અહિંયા કામના બદલામાં જ ખાવાનુ મળતુ હતુ.

તેઓ શહેરની બહાર આવેલા શાકાલના પાવરહાઉસમાં કામ કરવા લાગ્યા.અહિંયા આવ્યા પછી પાર્થને ખબર પડી કે રોબોટ્સ માણસો પર કેવા અત્યાચાર કરી રહ્યા છે.તેના દિલમાં રોબોટ્સ પ્રત્યે નફરત પેદા થવા લાગી.પાવરહાઉસમાં કામ થોડુ અઘરુ હતુ.આખો દિવસ મજુરી કર્યા પછી પણ પુરતા ખાવાની વ્યવસ્થા થઇ શકે એટલુ પણ વેતન મળતુ ન હતુ.શાકાલના પાળેલા આ રોબોટ્સ માણસોનુ શોષણ કરી રહ્યા હતા.તે એકલો તેમની સામે થાય તો પણ તેમની વિરુદ્ધ કંઇ કરી શકે તેમ ન હતો પણ જેમ દિવસો વિતી રહ્યા હતા તેમ તેમ તેના દિલમાં શાકાલ પ્રત્યે નફરતની આગ વધુને વધુ ભળકી રહી હતી.ડૉ.વિષ્નુ જે ઇચ્છતા હતા તે પરિણામ પાર્થને અહિંયા મુકવાનુ મળી રહ્યુ હતુ.એકાદ વરસ જેવુ પાવરહાઉસમાં કામ કર્યા પછી તેઓએ ત્યાંથી કામ છોડી દીધુ અને એક રોબોટના ઘરે કામ કરવા લાગ્યા.તેનો નંબર હતો 566.અહિંયા રોબોટ નંબરથી જ ઓળખાતા હતા તેમના કોઇ નામ ન હતા.નંબર જ તેમની ઓળખ બની ગયા હતા.એક રીતે નંબરના લીધે કોઇ પણ રોબોટ્સનો ડેટા જોવો સહેલો થઇ જતો હતો.નંબર પરથી સિસ્ટમમાં કોઇ પણ રોબોટ્સની ડિટેઇલ્સ મેળવી શકાતી હતી.આ તરફ જ્યારે પાર્થ અને તેનો મિત્ર નાયક રોબોટ્સની દુનિયામાં તેમની વચ્ચે રહીને તેમના વિશે ઘણુ જાણી ચુક્યા હતા.તેઓ રોબોટ્સની સામે લડવા માગતા હતા પણ તેમની પાસે કોઇ સપોર્ટ ન હતો.તેથી તેઓ કંઇજ કરી શકે તેમ ન હતા છતા પણ તેઓ રોબોટ્સની કમજોર કડીઓ શોધવામાં લાગેલા હતા.તેમને હતુ કે ભવિષ્યમાં ક્યારેક રોબોટ્સ સામે લડવુ પડે તો તેની કમજોરીઓ વિશે માહિતી હોય તો તેને હરાવી શકાય.પણ તેમને એ વાતની ખબર ન હતી કે આ માહિતી ખરેખર તેમને ભવિષ્યમાં ખુબ જ ઉપયોગી થવાની હતી.તેઓ તો એમ જ રોબોટ્સના વિરુદ્ધ તેમના ગુસ્સાના લીધે આવુ કરી રહ્યા હતા.

***

પાર્થને રોબોટ્સની વચ્ચે મુક્યા પછી ડૉ.વિષ્નુ તેમના કામ પ્રત્યે વધારે સજાગ બની ગયા હતા.હવે તેમને માટે આ લડાઇ પર્સનલ બની ચુકી હતી.તેમને આ લડાઇમાં તેમનુ સર્વસ્વ ઝોંકી દીધુ હતુ તેમના માટે હવે આર યા પાર કર્યા સિવાય કોઇ આરો ન હતો.પાર્થને ત્યાં મુકી આવ્યા પછી તરત જ તેમને ભવિષ્યમાં થનારી લડાઇ માટેની તૈયારી કરવાની શરુઆત કરી દીધી હતી.તેમને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોબોટ્સ સામે લડવામાં કામમાં આવે તેવા હથિયાર બનાવવાનુ શરુ કરી દીધુ હતુ તેમના માટે બસ હવે જીવનનુ એક જ લક્ષ્ય હતુ ગમેતેમ કરીને શાકાલને હરાવવો.કારણ કે તેને બનાવવા વાળા પણ તે જ હતા.તેથી તેમનુ માનવુ હતુ કે તે તેમની ભુલના કારણે આ બધુ થઇ રહ્યુ છે તેમને તે ભુલ સુધારવી હતી તેમને શાકાલને અને તેના સામ્રાજ્યને ખતમ કરીને જ જંપવાનો નિર્ણય કર્યો હતો. હથિયાર બનાવવા માટેની ટેકનોલોજી તો તેમની પાસે હતી પણ એ માટે જરુરી ખર્ચ અને સાધનોનો તેમની પાસે અભાવ હતો.તેથી તેમને એ માટે મિ.સ્મિથનો એકવાર ફરીથી સંપર્ક કર્યો અને તેમને રોબોટ્સ વિરુદ્ધ લડાઇમાં ઉપયોગી થઇ શકે તેવા હથિયાર બનાવવા માટે તેમની મદદ માગી.મિ.સ્મિથને પણ ખબર હતી એ અત્યારે શાકાલની વિરુદ્ધ જવામાં કોઇ સાર નથી તેથી તે શાકાલનો વિશ્વાસ જીતીને તેમના ટેલેંટના લીધે શાકાલની ટીમમાં સામેલ થઇ ગયા હતા.જેથી તે તેની પર નજર રાખી શકે અને ભવિષ્યમાં મોકો મળતા જ તેની વિરુદ્ધ તેની કમજોરીઓનો ઉપયોગ કરી શકે.શાકાલે મિ.સ્મિથને તેમના દેશમાં સર્વોચ્ચ હોદ્દા પર રાખ્યા હતા કારણ કે માણસોને સંભાળવા માટે રોબોટ્સને પણ ઇંટેલીજંટ માણસોની જરુર હતી તેથી જ તેમને ઉચ્ચ હોદ્દો આપ્યો હતો પણ રોબોટની નોકરી કરતા હોવા છતા મિ.સ્મિથની માનવજાત પ્રત્યેની ઇમાનદારી હજુ પણ હતી.તેથી જ તેમને ડૉ.વિષ્નુને ગુપ્ત રીતે મદદ કરવા માટેની હા પાડી અને તેમને જે પણ વસ્તુની જરુર પડે તે પુરી પાડવાનુ આશ્વાસન આપ્યુ.ત્યારબાદનુ કામ ડૉ.વિષ્નુ માટે ખુબ જ આસન થઇ ગયુ તેમને તેમનુ સમગ્ર ધ્યાન હથિયારો બનાવવામાં લગાવી દીધુ.આ કામમાં તેમને મેજર પણ જરુર પડ્યે મદદ કરતા હતા.વચ્ચે વચ્ચે તેમને તેમના પુત્રના સમાચાર તેમને મળતા રહેતા હતા.

જ્યારે ડૉ.વિષ્નુ તેમના હથિયાર બનાવવાના કામમાં લાગેલા હતા,તે સમયે મેજર તેમના કેટલાક સાથીઓને લઇને બાકીના લોકોને યુદ્ધ માટેની ટ્રેનિંગ આપવાનુ કામ કરી રહ્યા હતા.કારણ કે હવે પરિસ્થિતી બદલાઇ ચુકી હતી હવે તેઓની પાસે એક સુરક્ષીત જગ્યા હતી જ્યાં અત્યારે તો રોબોટ્સ આવી જાય તો પણ તેમને હરાવી શકે તેમ ન હતા.પણ ભવિષ્યમાં લડાઇ થવાની જ હતી અને તે અનિવાર્ય પણ હતી કારણ કે આમ જ તેઓ તેમની વસાવેલી આ દુનિયા કોઇ રોબોટને ચલાવવા દેવાના ન હતા.તેથી જ મેજર લડાઇ માટે નાના મોટા દરેકને તૈયાર કરી રહ્યા હતા.લડાઇની ટ્રેનિંગની સાથે સાથે તેઓ લોકોને ભગવાન પર ભરોસો રાખવા માટે અને તેમનો મસિહા તેમને બચાવવા માટે જરુર આવશે તે વિશ્વાસ પણ આપી રહ્યા હતા.એજ વિશ્વાસ લોકોનો પ્રેરણાસ્ત્રોત બની ચુક્યો હતો.સાંજ સવાર બધા કાશીવિશ્વનાથના મંદીરમાં એકઠા થઇને પ્રાર્થના કરતા હતા.હવે બધા માટે કાશીવિશ્વનાથ તેમની આસ્થાનુ પ્રતિક બની ચુકયા હતા.જેમ દિવસો વિતતા જતા હતા તેમ લોકોની ભગવાન શિવ પ્રત્યેની આસ્થામાં વધારો થઇ રહ્યો હતો.બધા બસ એક જ પ્રાર્થના કરતા હતા પ્રભુ અમારા મસિહાને જલદીથી જલદી અમારી મદદ માટે મોકલી આપો અને તેને ક્રુર રાક્ષસ સામે લડવાની શક્તિ આપજો.અહિંયા કાશીમાં બધા લોકો શાકાલને રાક્ષસ તરીકે જ ઓળખતા હતા.

***

સમય બસ એમ જ ચાલ્યે જતો હતો બધા પોતપોતાની ચાલો ચાલવામાં અને ભવિષ્યમાં થનારા બીજા યુદ્ધ માટેની તૈયારીઓમાં લાગેલા હતા.એક તરફ શાકાલ પોતાની યુદ્ધ ક્ષમતા વધારવામાં અને રોબોટ્સની ટેકનોલોજીને વધારે એડવાંસ બનાવવામાં લાગેલો હતો તો બીજી તરફ ડૉ.વિષ્નુ અને મેજર રોબોટ્સની સામે લડાઇમાં તેમને ઉપયોગી થઇ શકે તેવા હથિયાર બનાવવામાં લાગેલા હતા તો ત્રીજી દિશામાં આ બધાથી સાવ અજાણ પણ આ બધાનો ભવિષ્યમાં હિસ્સો બનનાર પાર્થ અને તેનો મિત્ર નાયક પણ રોબોટ્સની કમજોર કડીઓ શોધવામાં લાગેલા હતા.બધા પોતપોતાની તૈયારીઓમાં વ્યસ્ત હતા અને દરેક જણ તેમાં પોતાની જાન લગાવીને કામે લાગેલા હતા પણ ભવિષ્યના ગર્ભમાં શુ છુપાયેલુ છે તે કોઇ નહોતુ જાણતુ બધા બસ પોતાના અનુમાનના આધારે પોતાનુ કર્મ કર્યે જતા હતા.કોણ સફળ થશે અને કોની જીત થશે તેના વિશે કંઇજ કહી શકાય તેમ ન હતુ.એમ જ વર્ષો વીતી રહ્યા હતા અને એમ કરતા કરતા સોળ વરસનો સમય વીતી વીતી ગયો. હવે લોકોની ધીરજ ખુટી રહી હતી તેઓ મેજરને વારંવાર એક જ પ્રશ્ન પુછી રહ્યા હતા કે આપણો મસિહા ક્યારે આવશે? ડૉ.વિષ્નુ એકાંતવાસમાં જ રહેતા હતા તેઓ રોબોટ્સ વિરુદ્ધની લડાઇ માટે એક એવુ હથિયાર બનાવી રહ્યા હતા જેના ઉપયોગથી એક જ વારમાં સમગ્ર રોબોટ્સ સેનાનો સફાયો કરી શકાય સતત પંદર વર્ષથી તેઓ રોબોટ્સને ટક્કર આપી શકે તેવુ હથિયાર બનાવવાની કોશીશ કરી રહ્યા હતા પણ તેમને તેમાં કામયાબી મળી ન હતી.તેઓ જાણતા હતા કે કેટલાક રોબોટ્સને મારવાથી તે યુદ્ધ નહી જીતી શકે જો તેમને શાકાલને હરાવવો હશે તો તેમને તેની સમગ્ર રોબોટ્સ સેનાને એક જ ઝટકામાં સમાપ્ત કરવી પડશે.જો એમ થશે તો જ તેની તાકાત કમજોર પડશે અને તેના પછી જ તેના પર વાર કરી શકાશે.તેથી છેલ્લા એક વરસથી તેઓ એકાંતવાસમાં ચાલ્યા ગયા હતા અને એવુ હથિયાર બનાવવામાં વ્યસ્ત હતા.તેમની ગેરહાજરીમાં મેજર ઉપર જ સમગ્ર કાશીની જવાબદારી હતી.જો મેજરને કંઇક ખુબ જ અગત્યનુ કામ હોય તો તેઓ તેમને મળવા જતા હતા એ સિવાય એક વર્ષથી તેમને કોઇએ જોયા નહોતા.તેના લીધે લોકોની શ્રદ્ધા પણ ડગી રહી હતી.તેથી આખરે મેજરે આજે તેમને મળવા જવાનો નિશ્ચય કર્યો.ઘણા સમયથી તેઓ ડૉ.વિષ્નુને મળ્યા નહોતા પણ આજે તેમને નક્કી કર્યુ કે આજે તો તેઓ તેમને મળીને જ રહેશે.

રાત્રે બધાના સુઇ ગયા પછી લગભગ રાતના બાર વાગ્યાની આસપાસ મેજર તેમના ઘરેથી નિકળ્યા અને ડૉ.વિષ્નુના ઘરની પાછળના ભાગેથી એક ભોયરાનો દરવાજો ખોલીને તેમાં દાખલ થયા.તેમને અંદર આવતા જોઇને ડૉ.વિષ્નુએ પુછ્યુ,શુ ખુબ જ અગત્યનુ કામ છે? મેજરે કહ્યુ હા મામલો ખુબ જ ગંભીર છે.ડૉ.વિષ્નુએ પુછ્યુ,કેમ શુ થયુ? મેજરે કહ્યુ.લોકોની ધીરજ હવે ખુટી રહી છે,તેમની શ્રદ્ધા કમજોર પડી રહી છે વળી,તમે પણ ઘણા સમયથી તેમને મળ્યા નથી તેથી તેમનો વિશ્વાસ ઓછો થઇ રહ્યો છે.ડૉ.વિષ્નુએ કહ્યુ, હમ્ તો એમ વાત છે તમને શુ લાગે છે આપણે શુ કરવુ જોઇએ? મેજરે કહ્યુ.મને લાગે છે કે આપણે પાર્થને હવે અહિંયા બોલાવી લેવો જોઇએ અને છેલ્લા જે સંદેશ આવ્યા તેના પરથી એ સાફ થઇ ગયુ છે કે તેને શાકાલથી આપણા કરતા પણ વધારે નફરત થઇ ગઇ છે કારણ કે તે ત્યાં કોઇ પણ સપોર્ટ વગર પણ રોબોટ્સની વિરુદ્ધ હોય તેવા કામો કરી રહ્યો છે.તે રોબોટ્સની ખામીઓને શોધી રહ્યો છે અને તેમની સામે લડવાની તૈયારી કરી રહ્યો હોય તેવુ લાગે છે.આપણે હવે તેને વધારે સમય ત્યાં ન રાખવો જોઇએ નહી તો તે કાંઇ ખોટુ પગલુ ભરી બેસસે તો આપણી આટલા વર્ષોની તપસ્યા એળે જશે.હવે તમે જ નક્કી કરો શુ કરવુ છે? મને તો લાગે છે કે તે હવે તૈયાર થઇ ચુક્યો છે તેના જન્મનુ અને તેને કરવાના કર્મનુ રહસ્ય જાણવા માટે. એની તો આપણે રાહ જોતા હતા અને એ મારો પુત્ર છે તેને શાકાલથી નફરત તો થવાની જ હતી.તે જ તેની નિયતી છે પણ તમારી વાત પણ સાચી છે મેજરસાહેબ આપણે તેને અહિંયા લાવી દઇએ લોકોને હમણા જણાવવુ કે નહિ તે વિશે પછી વિચારીશુ અત્યારે તો હુ લોકોને કાલે મળીશ અને મારે પણ હથિયાર બનાવવા માટે થોડો સમય લાગશે.પણ હવે હુ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છુ તેથી હથિયાર હવે ખુબ જ જલદી બની જશે.ત્યાં સુધી લોકોને ધીરજ રાખવા માટે હુ તેમને સમજાવી જોઇશ.તમે પાર્થને અહિંયા લઇ આવવા માટેનો સંદેશ રાજ અને વંશને મોકલી દો.બીજી વાત આપણે કાલે મળીને કરીએ.

હવે શુ પાર્થ જે શાકાલની દુનિયામાં વર્ષોથી રહી રહ્યો છે તેને રાજ અને વંશ સાથે તેની અસલી દુનિયામાં તેના માતા પિતા પાસે જવા માટે તૈયાર કરી શકશે? અને જો તે તેમની સાથે જવા તૈયાર થઇ જશે તો કાશીમાં વર્ષોથી તેમના મસિહાની રાહ જોઇ રહેલા લોકોનુ તેના પ્રતિ વર્તન કેવુ હશે? આ બધુ જાણવા માટે રોબોટ્સ એટેકનુ આગળનુ ચેપ્ટર અચુક વાંચો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED