રોબોટ્સ એટેક 12 Kishor Chavda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રોબોટ્સ એટેક 12

રોબોટ્સ એટેક

ચેપ્ટર 12

આજે એક મહિનાની મુદ્દત પુરી થવાનો આખરી દિવસ હતો.લોકો આજે ખુબ જ ખુશ હતા જેને જુઓ તે બસ એકજ વાત કરી રહ્યુ હતુ,કાલે તો આપણા મસિહા આવવાના છે આપણને અને આખી દુનિયાને પેલા રાક્ષસના ચુંગાલમાંથી બહાર નિકાળવા માટે તે આવી રહ્યા છે.તે કેવા લાગતા હશે?તેઓ શુ આપણા જેવા જ હશે?તેમની ઉમર કેટલી હશે?બધાના મનમાં તેમના મસિહા વિશે તરહ તરહની કલ્પનાઓ હતી.તેમના મનમાં આનંદ સમાતો ન હતો.એજ ઉત્સાહમાં આજનો દિવસ કેવી રીતે જતો રહ્યો તેની પણ લોકોને ખબર ના રહી.પણ ડૉ.વિષ્નુનો દિવસ ખુબ જ કઠીન રહ્યો હતો.બે દિવસથી તેમને પુરતી ઉંઘ પણ ન લીધી હતી. રાત્રે મોડા સુધી જાગતા હતા અને સવારે વહેલા ઉઠીને તે કામ પર લાગી જતા હતા,પણ આખરે તેમની મહેનત રંગ લાવી હતી.જ્યારથી તેઓએ લોકોને એક મહિનાનો વાયદો કર્યો હતો તે દિવસથી જે હથિયાર બનાવવા માટે તેઓ આટલી મહેનત કરી રહ્યા હતા તે હથિયાર આખરે તેમને બનાવી લીધુ હતુ.સાંજ પડી ચુકી હતી તેઓ હથિયાર ને આખરી વાર ચેક કરી રહ્યા હતા.ત્યારબાદ તેનો ઉપયોગ સીધો યુદ્ધમાં થવાનો હતો.ભગવાન કાશીવિશ્વનાથે તેમના પરમ ભક્તની લાજ રાખી લીધી હતી.

***

તેઓ પહોચ્યા ત્યારે અંધારુ થવાની તૈયારીમાં જ હતુ,તેથી રાજ અને વંશ તેમને મેજરના ઘર તરફ લઇ ગયા.જ્યારે તેઓ મેજરના ઘરે પહોચ્યા તો તેમને જોઇને મેજર આશ્ચર્યચકિત થઇ ગયા!! છેલ્લે જ્યારે તેમને પાર્થને જોયો ત્યારે તે ખુબ જ નાનો હતો અને આજે તે વીસ વર્ષનો યુવાન બની ચુક્યો હતો.થોડીવાર તો તેઓ સ્થળ કાળ બધુ ભુલીને તેને એમ જ જોતાજ રહ્યા.કારણ કે હવે તે એ પાર્થ ન રહ્યો હતો જેને તે નાનપણમાં તેમની ગોદમાં રમાડતા હતા.એક છોડ હવે એક વ્રુક્ષનુ રુપ લઇ ચુક્યો હતો.તેના મુખની ક્રાંતિ અને તેનુ કસાયેલો અને રોબોટ્સના શહેરમાં પેટ માટે મહેનત કરીને તપાવેલો મજબુત શારીરીક બાંધો જોઇને તેઓ અચંબીત થઇ ગયા!! તેમને એને જોઇને એજ ક્ષણે વિશ્વાસ આવી ગયો કે આજ આપણો મસિહા બનશે.વર્ષો પહેલા તેમના મિત્રની કહેલી વાત તેમને સાચી પડતી જણાઇ રહી હતી.તેઓએ વર્ષો બાદ તેને જોયો તેને જોઇને તેઓ ખુબ જ ખુશ થઇ ગયા.તેમને તેને ગળે લગાવ્યો અને તેના ખબરઅંતર પુછ્યા અને તેની સાથે આવેલો આ યુવાન કોણ છે? એ વિશે પુછ્યુ.ત્યારે પાર્થે કહ્યુ,આ મારો મિત્ર નાયક છે.નાનપણથી જ અમે બન્ને સાથે રહીએ છીએ.પણ તમે કોણ છો? તમે મને કઇ રીતે ઓળખો છો?મને અહિંયા શુ કામ લાવ્યા છો? આ લોકો કહે છે કે તે મને મારા પિતા પાસે લઇ જઇ રહ્યા છે શુ તમે મારા પિતા છો?!! એકસાથે તેને કેટલાય સવાલ પુછી લીધા.મેજરે કહ્યુ,અરે શાંત થઇ જા પાર્થ હુ તારો પિતા નથી,પણ તને તારા બધા જ સવાલોના જવાબ કાલે મળી જશે.પણ તમે લોકો ખુબ જ લાંબી મુસાફરી કરીને આવ્યા છો તમે લોકો પહેલા જમી લો અને પછી આરામ કરો સવારે આપણે શાંતિથી વાત કરીશુ અને તને તારા બધા સવાલોના જવાબ પણ મળી જશે.ત્યારબાદ પાર્થ થોડો શાંત થયો અને પછી બધા જમીને આરામ કરવા ગયા.પણ પાર્થને ઉંઘ નહોતી આવી રહી તે હજી પણ એજ વિચાર કરી રહ્યો હતો કે શુ સાચે જ તેને અહિંયા તેનો પરિવાર મળી જશે અને જો તેનો પરિવાર અહિંયા છે તો તેને શા માટે આટલા વર્ષો સુધી તેમનાથી દુર રાખ્યો હતો,તે ઉંઘવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પણ આ બધા સવાલો તેને ઉંઘવા દેતા નહોતા.અડધી રાત વીતી ગયા પછી તેને ઉંઘ આવી.

સવારે તે જ્યારે ઉઠ્યો ત્યારે નાયક પહેલાથી ઉઠી ગયો હતો અને તૈયાર પણ થઇ ગયો હતો.પણ તે ઉંઘી રહ્યો હતો તેથી નાયકે તેને ડિસ્ટર્બ કર્યો ન હતો.આખરે જ્યારે જાતે જ તેની આંખ ખુલી ત્યારે તેના ઉઠતાની સાથે જ નાયકે કહ્યુ,ચાલ જલદી તૈયાર થઇ જા આપણે તારા પિતાને મળવા જવાનુ છે.તેના પિતાને મળવાની અને તેને કેટલીય રાતોથી ઉંઘવા દેતા નથી તે સવાલોના જવાબ જાણવાની તેનાથી વધારે ઉતાવળ કોને હોય? તે ખુબ જ ઝડપથી તૈયાર થઇ ગયો.ત્યારબાદ મેજર,રાજ,વંશ અને નાયક બધા જ ડૉ.વિષ્નુને મળવા તેમના ઘર તરફ રવાના થયા.મેજરે રાત્રે જ ડૉ.વિષ્નુને સંદેશ પહોચાડી દીધો હતો કે તેમનો પુત્ર તેમની પાસે પહોચી ગયો છે અને અત્યારે લાંબી મુસાફરીથી આવ્યો હોવાથી તેને તેમના ઘરે જ આરામ કરવા માટે રોક્યો છે તે સવારે જ તેને લઇને તેમના ઘરે આવશે. ડૉ.વિષ્નુએ આ વાત તેમની પત્નીને પણ સવારે જ જણાવી હતી.કારણ કે તે જાણતા હતા કે જો તેમના પત્નીને આ વાત અત્યારે જ જણાવશે તો તે અત્યારે જ પાર્થને મળવાની જીદ કરશે.અને તે જાણતા હતા કે પાર્થ ખુબ જ લાંબી મુસાફરી કરીને આવ્યો છે તેથી તે તેને સવારે ફ્રેશ થઇને જ મળવા માગતા હતા.પણ તેઓ પણ આખી રાત બરાબર ઉંઘી શક્યા ન હતા.તેઓ પણ એજ વિચાર કરી રહ્યા હતા કે તેમનો પુત્ર કેવો હશે તે અત્યારે કેવો દેખાતો હશે? અને તે તેમને મળ્યા પછી તેમની વાત સમજી શકશે કે તેને આટલા વર્ષો સુધી ન ચાહવા છતા તેમનાથી દુર કેમ રાખ્યો હતો?

મેજર અને તેમની સાથે બધા ડૉ.વિષ્નુના ઘરે પહોચ્યા ત્યારે ડૉ.વિષ્નુ અને તેમના પત્ની દરવાજા પર જ તેમની રાહ જોઇને ઉભા હતા.જ્યારે બધા તેમના ઘરે પહોચ્યા ત્યારે ડૉ.વિષ્નુના પત્નીએ પાર્થની આરતી ઉતારી અને તેને ઘરની અંદર પ્રવેશ કરાવ્યો.ડૉ.વિષ્નુના પત્ની જુના સંસ્કારોને આધુનિક યુગમાં પણ જાળવી રાખ્યા હતા.ઘરની અંદર પ્રવેશતાની સાથે જ તેમને આટલા વર્ષોથી રોકી રાખેલા આંસુનો દરિયો છલકાઇ ઉઠ્યો.તેમને પાર્થને ખુબ જ વહાલથી તેના માથે ચુમ્યો અને તેને ગળે લગાવીને તેના પર વહાલનો વરસાદ કરી દીધો.એક માએ આટલા વર્ષોથી જે વેદના તેના દિલમાં દબાવી રાખી હતી તેને આજે દુનિયાની કોઇ તાકાત રોકી શકે તેમ ન હતી. ડૉ.વિષ્નુ અને બીજા બધા આ મિલનને જોઇ રહ્યા હતા. મા અને દિકરાનુ આ મિલન જોઇને બધાની આંખો ભરાઇ આવી.પાર્થ તો હિબકે ભરાઇને રોઇ રહ્યો હતો.વર્ષોથી જે વહાલ અને પ્રેમ માટે તે તડપી રહ્યો હતો તે આજે તેને આ રીતે મળશે તેને વિચાર્યુ પણ ન હતુ.તે પણ તેના મમ્મીની સાથે ભાવનાના દરિયામાં તણાઇ રહ્યો હતો.ડૉ.વિષ્નુ કે કોઇ બીજુ કોઇ આ ઘળીમાં કાંઇજ બોલ્યુ નહી તેઓ બસ ચુપચાપ ઉભા રહીને મા દિકરાના મિલનના આ દ્રષ્યને જોઇ જ રહ્યા.કેટલીય ક્ષણો એમ જ વીતી ગઇ તેનુ તેમને ભાન જ ન રહ્યુ.જ્યારે તેમના આંસુઓ રોકાયા ત્યારે ગળેથી ડુમો ઉતારીને પાર્થે કહ્યુ.મમ્મી તમે મને આટલો સમય તમારાથી દુર કેમ રાખ્યો? મે એવો તો શુ ગુનો કર્યો હતો કે જે વહાલ અને પ્રેમ મને આજ સુધી મળવો જોઇતો હતો તેનાથી મને આટલો સમય વંચિત કેમ રાખ્યો? પણ અત્યારે તે પાર્થના કોઇ પણ સવાલનો જવાબ આપી શકે તેમ ન હતા.હવે ડૉ.વિષ્નુએ પરિસ્થિતીને તેમના હાથમાં લઇ લીધી અને બોલ્યા.પાર્થ એમાં તારી મમ્મીનો કોઇ જ વાંક નથી એ હુજ હતો જેને તને તારી મમ્મીથી આટલા વર્ષો સુધી દુર રાખ્યો હતો.એ હુ જ તારો પિતા છુ જેને એના દિકરાને તેમનાથી દુર મોકલ્યો હતો.તુ મારી સાથે અંદર આવ હુ તને બધી જ વાત સમજાવુ છુ.તેમને મેજર તરફ ફરીને કહ્યુ.તમે બધા બેસો હુ પાર્થ સાથે થોડી વાત કરીને આવુ છુ.પછી તે પાર્થને અંદરના રુમમાં લઇ ગયા.મેજર અને બીજા બધા બહારના હોલમાં બેસીને તેમની રાહ જોવા લાગ્યા.

અંદર જઇને તેમને પાર્થને આખી વાત વિસ્તારથી કહેવી શરુ કરી.પાર્થ હુ જાણુ છુ કે તારા દિલ પર અત્યારે શુ વીતી રહી છે,તુ હવે એ જાણી જ ચુક્યો હોઇશ કે હુ જ તારો એ કમભાગી પિતા છુ જેનો પુત્ર હયાત હોવા છતાં તેને પોતાના વહાલ અને પ્રેમથી વંચિત રાખીને આટલા વર્ષો સુધી પોતાનાથી આટલો દુર રાખવો પડ્યો.પણ સમય અને સંજોગો સામે માણસને હંમેશા ઝુકવુ પડે છે.હુ તને પહેલેથી આખી વાત સમજાવુ છુ.પછી તેમને પાર્થને રોબોટ્સે કઇ રીતે દુનિયા પર કબજો કર્યો અને તેની શરુઆત તેમના દ્વારા બનાવેલા રોબોટથી કેવી રીતે થઇ અને પછી કેવી રીતે તે શહેરના લોકોને લઇને જંગલમાં ગયા અને ત્યારબાદ શાકાલ સાથે થયેલા યુદ્ધ અને યુદ્ધની રાત્રે તેમને આવેલા સ્વપ્નની અને ત્યાંથી કઇ રીતે ભાગીને તેઓ અને શહેરના તેમની સાથે જંગલમાં આવેલા લોકોને લઇને અહિંયા આવ્યા અને અહિંયા આવ્યા પછી આ જગ્યાનુ પુનઃનિર્માણ અને તેને શહેર શા માટે મોકલ્યો તે બધી જ વાતો તેમને પાર્થને વિસ્તારથી જણાવી.પાર્થ આખી વાત સાંભળતો ગયો તેમ તેમ તેને આખી વાત સમજાઇ રહી હતી.હવે તેને તેના બધા સવાલોના જવાબ મળી રહ્યા હતા અને સાથે સાથે આખી વાત સાંભળીને તેના ચહેરા પર આશ્ચર્યના ભાવો ઉમડી રહ્યા હતા.હવે ડૉ.વિષ્નુએ કહ્યુ,અત્યાર સુધી ઘટેલી અને તારા જીવન સાથે જોડાયેલી બધી જ વાતો મે તને જણાવી દીધી છે.બેટા હવે તુ જ નક્કી કર કે મે જે કર્યુ તે યોગ્ય હતુ કે નહી? અહીં રહેલા બધા લોકોનુ અને સમગ્ર દુનિયાનુ ભવિષ્ય તારી સાથે જોડાયેલુ છે.તેથી અમારે તને રોબોટ્સની ક્રુરતાને જાણવા અને લોકોની તકલીફોને સમજવા માટે અમારાથી દુર મોકલવો પડ્યો અને જો હજુ પણ તને લાગતુ હોય કે મે મારા કોઇ સ્વાર્થ માટે આવુ કર્યુ છે તો મને માફ..... ડૉ.વિષ્નુ હજુ આગળ બોલવા જતા હતા ત્યાંજ તેમને અટકાવીને પાર્થ તેમના પગમાં પડી ગયો અને કહ્યુ,તમે ખરેખર મહાન છો પિતાજી હુ ખરેખર ખુબ જ ભાગ્યશાળી છુ કે મને તમારા જેવા પિતા મળ્યા.માફી તો મારે માગવાની છે તમારા જેવા મહાન અને લોકોનુ હંમેશા ભલુ ચાહનાર પિતા પર મે શંકા કરી,મને માફ કરી દો પિતાજી અને તે ફરીવાર રડી પડ્યો.આજે તેની આંખોમાથી વર્ષોથી રોકાઇ રહેલા આંસુ વહી રહ્યા હતા.ડૉ.વિષ્નુએ તેને ઉભો કર્યો અને ગળે લગાડ્યો.ડૉ.વિષ્નુ પણ તેમના આંસુ રોકી શક્યા નહોતા.પિતા પુત્રનુ તે મિલન ખરેખર એક દર્શનીય દ્રષ્ય હતુ.હવે પાર્થના મનમાં કોઇ સવાલ ન હતા.છેલ્લા કેટલાય સમયથી તેના દિમાગમાં જે દ્વંદ ચાલી રહ્યુ હતુ તેનો આજે સુખદ અંત આવ્યો હતો અને હવે તેનુ ચિત્ત એકદમ શાંત થઇ ગયુ હતુ.થોડીજ વારમાં બન્ને સ્વસ્થ થઇને બહાર આવ્યા.અંદર જતી વખતનો પાર્થ અને બહાર આવેલા પાર્થમાં જમીન આસમાનનો ફેર પડી ગયો હતો.હવે તેને તેના પિતાની સચ્ચાઇની ખબર પડી ગઇ હતી.તેને ડૉ.વિષ્નુ જેવા પિતાનો પુત્ર હોવાનો ગર્વ હતો જે તેના ચહેરા પરની મુશ્કાન દ્વારા સાફ દેખાઇ રહ્યો હતો.ડૉ.વિષ્નુ અને પાર્થ જ્યારે હસતા હસતા બહાર આવ્યા ત્યારે મેજર,રાજ અને વંશ તો સમજી ગયા કે પાર્થ હવે બધી જ સચ્ચાઇ જાણી ચુક્યો છે અને તેને તે સચ્ચાઇ સહર્ષ સ્વીકારી છે.તેથી તેમના ચહેરા પણ ખીલી ઉઠ્યા.પણ નાયકના ચહેરા પર હજુ પણ મુંજવણના ભાવ હતા.તેને હજુ સુધી આ બધુ શુ થઇ રહ્યુ છે તેની કંઇજ સમજ પડતી ન હતી.પણ પાર્થના ચહેરાને પરની હસી જોઇને તેને લાગ્યુ કે તેને તેના સવાલોના જવાબ મળી ચુક્યા છે.તેથી તેને પણ આનંદ થયો.

પાર્થના આવવાના સમાચાર મળ્યા અને પછી પાર્થ મળ્યો તેથી તેની સાથે વાતો કરવામાં ડૉ.વિષ્નુ એ વાત સાવ ભુલી જ ગયા કે આજે તેમને લોકોને આપેલો એક મહિનાનો વાયદો પુરો થઇ ગયો છે અને આજે તેમને લોકો સમક્ષ તેમના મસિહા એટલે કે પાર્થને લાવવાનો છે.જ્યારે મેજરે તેમને એ વાત યાદ દેવડાવી ત્યારે તેમને યાદ આવ્યુ.તેથી તેમને પાર્થને તરત જ લોકો સમક્ષ આવવા માટે તૈયાર રહેવા માટે કહ્યુ.અને લોકોને પ્રાર્થનામેદાનમાં એકઠા કરવા માટે રાજ અને વંશને કહ્યુ.રાજ અને વંશના ગયા પછી પાર્થે કહ્યુ, પિતાજી આપણે અત્યારે જ લોકો સમક્ષ જવાનુ છે? હુ અત્યારે તેમની સામે આવીને શુ કહીશ? હજી થોડીવાર પહેલા જ મે અહિંયાની આખી પરિસ્થિતી વિશે સાંભળ્યુ છે,અહિંયાના લોકોને હજુ સુધી હુ સરખી રીતે જાણી પણ શક્યો નથી,શુ આ થોડી ઉતાવળ નથી થઇ રહી? ડૉ.વિષ્નુએ તેને સમજાવતા કહ્યુ.પાર્થ અહિંયાના લોકો ઘણા લાંબા સમયથી તેમના મસિહાના આવવાની રાહ જોઇ રહ્યા છે અને તેમના સબ્રનો બાંધ હવે તુટી ચુક્યો છે એટલે જ એક મહિના પહેલા મે એ લોકોને વાયદો કર્યો હતો કે એક મહિના પછી હુ તેમની સામે તેમના મસિહાને લાવીને ઉભો કરીશ.પાર્થે દલીલ કરતા કહ્યુ,પણ પિતાજી મને ફક્ત બે ત્રણ દિવસ મળી જાય તો હુ આ જગ્યા અને અહિંના લોકોને સારી રીતે જાણી શકુ અને તેમને હુ સારી રીતે સમજાવી શકુ અને હજુ હુ આટલી મોટી જવાબદારી લેવા માટે તૈયાર પણ નથી. ડો.વિષ્નુએ કહ્યુ,એ બધાની કોઇ જ જરુર નથી એ માટે તો તને સમય મળવાનો જ છે પણ અત્યારે ફક્ત તેમને તેમના મસિહાના દર્શન કરાવવાના છે અને તારે તેમને આશ્વાસન આપવાનુ છે કે તુ તેમની સાથે ઉભો છે અને હવે તેમને ડરવાની કોઇ જ જરુર નથી.આખરે પાર્થે ડૉ.વિષ્નુની વાત માનવી પડી.અને તે લોકોને શુ કહેવુ તે વિશેના વિચારમાં પડી ગયો.ડૉ.વિષ્નુ અને બીજા બધા સભાની તૈયારીમાં લાગી ગયા.

હવે પાર્થ એ લોકોની સામે જવાનો હતો જે વર્ષોથી તેની રાહ જોઇ રહ્યા હતા,જેઓ ફક્ત એક જ આશા પર જીવી રહ્યા હતા કે તેમનો મસિહા આવશે અને તેમને અને આખી દુનિયાને આઝાદ કરાવશે.શુ પાર્થ તેમની આશાઓ પુરી કરી શકશે? લોકોના મસિહા બનીને આવેલા પાર્થની લોકો સાથેની પહેલી મુલાકાત કેવી હશે? એ જાણવા માટે જરુરથી વાંચજો રોબોટ્સ એટેકનુ આગળનુ ચેપ્ટર.