Dhingali Tanatan re... books and stories free download online pdf in Gujarati

ઢીંગલી ટનાટન રે...

ઢીંગલી ટનાટન રે....

અશ્ક રેશમિયા...

બે બોલ....

બાળક એટલે કુદરતની સદાબહાર કવિતા! બાળક અને બાળકવિતા એકબીજાના પર્યાય છે.જીવન જીવવાનો, એની આહ્લાદકતાને માણવાનો ખરેખરો આનંદ બાળપણમાં જ છે.મોટો થયા પછી તો માણસ મોટાપાના અભીમાને જીવનની બરબાદી જ કરે છે.

બાલ્યાવસ્થા એ જીવનની સર્વોત્તમ તથા સદાબહાર કવિતા છે.નિસર્ગના પ્રત્યક્ષ અનુભવે કુદરતની લીલામાં રમમાણ થવુ એમાં જ બાળપણની સાર્થકતા છે.

બાળપણ એટલે જીવનની મોઘમ વસંત...જય હો...!

1.પ્રાર્થના....

પ્રભું તું મારા જીનની નૈયાને પાર લગાવી દે.2

મારી સઘળી સૃષ્ટિ ને મારી સઘળી દ્રષ્ઠિને..

મારા અંતરાત્માને તું તારી સાથે જોડાવી દે...

પ્રભું તું .....

મારા પાપ બાળીને તું સુંદર કરમો કરાવી દે2

મારા સઘળાં ધર્મો ને તું મારા હીન કરમોને

મારા હસ્ત હસ્તીને તું પુણ્યના માર્ગે વળાવી દે

પ્રભું તું....

તારા પવિત્ર શાસ્ત્રોને તારા તજોમય વસ્ત્રોને

તારા મધુરકવ્યોને તું મારી કલમે લખાવી દે

તારા દિવ્ય ચક્ષુને તું મારા મારગે બિછાવી દે..

પ્રભુ તું....

***

2. ઢીંગલી લાડકી...

ઢીંગલી મારી લાડકી ઘણી..

ઢીંગલી મારી લાડકી ઘણી..ઢીંગલીને ભણાવજો..

સુંદરતા બતાવજો એને સદગુણો શીખવજો..

જીંદગીના મોંઘા એને મૂલ્ય રે ભણાવજો..

ઢીંગલી મારી....

એકડા રે લખાવજો એને બારાક્ષરી શીખવજો..

અંગ્રેજી બોલાવજો એને સંસ્કૃત ભણાવજો..

ઢીંગલી મારી....

પ્રાર્થના શીખવાડજો એને સંગીત સુણાવજો

ટપલી એના ગાલે ધરી લાડ રે લડાવજો...

ઢીંગલી મારી...

પતંગા બતાવજો એને ઝરણામાં નવડાવજો..

કુદરત તણી લીલાના એને દર્શન કરાવજો...

ઢીંગલી મારી....

માણસાઈ શીખવાડજો એને સંસ્કાર શીખવાટજો...

જીંદગીના મોંઘા એને મૂલ્ય રે ભણાવજો..

બાળપણનો નિર્દોસ એને લ્હાવો લૂંટવા આપજો..

સંસાર સાગર એને તરતા રે શીખવાડજો..

ઢીંગલી મારી લાડકી ઘણી....

ઢીંગલીને ભણાવજો...

***

3. પરોઢ થયું છે....

અરૂણ ચડ્યો છે આકાશ....

અવની પર પરોઢ થયું છે.

ફૂલડાં ખીલ્યા ને પંખીઓ જાગ્યા છે,

કુંજમાં થયો રે કલશોર...

અવની પર પરોઢ થયું છે...

મહિયારણ જાગી ને વલોણા ગાજે છે

કૂકડે પોકારી છે બાંગ....

અવની પર પરોઢ થયું છે..

અરૂણ ચડ્યો છે આકાશ....

અવની પર પરોઢ થયું છે...

ગુંજ્યાં પ્રભાતિયા ને રાતરાણી ભાગી!

મંદિરમાં વાગી રે ઝાલર....

અવની પર પરોઢ થયું છે...

ઝાડવા ઝૂલ્યા ને છોડવા જવાન થયા

ઝાકળને ફૂટી ગઈ પાંખ...

અવની પલ પરોઢ થયું છે

અરૂણ ચડ્યો છે આકાશ..

અવની પર પરોઢ થયું છે....

***

4. ઝરણું...

ગીત ગુંજન ભરતું આવ્યું,

કલકલ કરતું આવ્યું ઝરણું..

ડુંગરેથી ઉછળતું કૂદતું આવ્યુ,

કલકલ કરતું જાય ઝરણું..

પથ્થર ઝાંખરા ફોડતું આવ્યું,

કલકલ કરતું જાય ઝરણું..

ડિસ્કો ડાન્સ કરતું આવ્યું,

કલકલ કરતું જાય ઝરણું..

વનલતાને નવરાવતું આવ્યું આવ્યું,

કલકલ કરતું જાય ઝરણું...

***

5. વસંત કૅરી હેલી..

આવી વસંત કૅરી હેલી રે

આંબા ડાળે કોયલ બોલે...

લાવી સંગંધ તણી દાબડી રે

આંબા ડાળે કોયલ બોલે...

ચોફેર ઉડે ચૈતન ફૂવારા રે

આંબા ડાળે કોયલ બોલે..

ઝાડવા રંગાણા ને કુસુમો મ્હેંકાણા

નવા છોડવા સાજ સજ્યા રે

આંબા ડાળે કોયલ બોલે...

ચંપા ચમેલીએ છૅડી રૂડી ફોરમ

મોગરો માંડ્યો નાચવા રે

આંબા ડાળે કોયલ બોલે..

ઉડે પતંગા મારી શેરીએ રે

આંબા ડાળે કોયલ બોલે..

આવી વસંત તણી હેલે રે

આંબા ડાળે કોયલ બોલે...

***

6. મજાની ઢીંગલડી....

તું નિશાળએ ભણવા આવ,મજાની મારી ઢીંગલડી..

તને દઉં હું પાટી ને પેન મજાની મારી ઢીંગલડી..

નિરાંતે ભણજે ને હોંશે હોંશે શીખજે

તને ડાંસ શીખવાડું હું રોજ મજાની મારી ઢીંગલડી..

તું નિશાળે ભણવા આવ....

તને દઉં હું કમ્પ્યુટર ને નેટ મજાની મારુ ઢીંગલડી..

તું ફેસબૂકમાં તસવીર તારી મૂક મજાની મારી ઢીંગલડી..

તું નિશાળે ભણવા આવ..

તું ટપલાં કૂદ ને કબડ્ડી રમ મજાની મારી ઢીંગલડી...

તને શીખવાડું યોગયોગાશન મજાની મારી ઢીંગલડી..

તું નિશાળે ભણવા આવ...

તું નિરાંતે ભણવા આવ મજાની મારી ઢીંગલડી..

તને ખવડાવું લાડ તણા લાડવા મજાની મારી ઢીંગલડી..

તુ નિશાળે ભણવા આવ મજાની મારી ઢીંગલડી...

***

7. ઉનાળો...

ઉના ઉના વાયરા વાયા રે

આવ્યો બળબળતો ઉનાળો

વૈશાખી વાયરા વાયા રે

આવ્યો બળબળતો ઉનાળો...

ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ,

ગરમી ચાર માસ લાયો રે

આવ્યો બળબળતો ઉનાળો...

આઈસ્ક્રીમ ખાશું,કુલ્ફી ખાશું,

ફ્રીજ લાવશું,ઍરકૂલર લાવશું,

બરફના ગોળા અમે ખાશું રે

આવ્યો બળબળતો ઉનાળો...

ઉની ઉની લૂ માં નાહ્યો રે

આવ્યો બળબળતો ઉનાળો..

તરબૂચ ખાશું કેરીઓ ખાશું,

ઠંડી ઠંડી માટલીનું પાણી પીશું,

શેરડી રસ પીવા લાયો રે

આવ્યો બળબળતો ઉનાળો...

રસ્તાઓ ઉકળશે જંગલ દાઝશે,

સર્વે પશુઓ છાંયડે જઈ બેશસે..

શૅરીઓ સૂની સૂની લાગશે રે...

આવ્યો બળબળતો ઉનાળો.....

ઉના ઉના વાયરા લાવ્યો રે

આવ્યો બળબળતો ઉનાળો....

***

8. પારેવડા....

પારેવડા આવજો હો...

રંગીલા મારે આંગણિયે...

ચણો બંટી ને બાજરો રે

રંગીલા મારા આંગણિયે...

ફોટા હું પાડું ને વિડિયો ઉતારું

મારા ભેરૂઓને બતાવું રે

રંગીલા મારે આંગણિયે....

ઘુ....ઘુ....ઘુઉઉ..કરજો ને ગૉળ ગૉળ ઘુમજો

પ્યારી પાંખોને રૂડી ફફડાવજો રે

રંગીલા મારે આંગણિયે...

રાખોડી આંખડી ને ભૂરી છે પાંખડી

નમણી ડોકને ઘૂમાવજો રે

રંગીલા મારે આંગણિયે...

પારેવડા આવજો રે

રંગીલા મારે આંગણિયે...

***

9. મંકોડાની જાન...!

મંકોડાભાઈના લગન થાય રે

ધુમધડાકા ધૂમ રે...

શૂટ બૂટમાં શોભે રૂપાળા

ધૂમધડાકા ધૂમ રે...

ગામના છોરાં જોવા હાલ્યા રે

ધૂમધડાકા દૂમ રે...

કેડે કટારી માથે મોળિયા

ધૂમધડાકા ધૂમ રે...

કીડીબાઈ તો નાચવા લાગી રે

ધૂમધડાકા ધૂમ રે..

મચ્છરભાઈ તો વગાડે શરણાઈ

ધૂમધડાકા ધૂમ રે...

કરોળિયાભાઈ તો શરણાઈ વગાડે

ધૂમધડાકા ધૂમ રે...

મંકોડાભાઈ તો પરણી ગયા રે

ધૂમધડાકા ધૂમ રે...

***

10. ગુલબદન ઢીંગલી...

ગુલબદન ગુલબદન મારી ઢીંગલી

લાગે ટનાટન રે

નાજુક નમણી મારી ઢીંગલી

લાગે ટનાટન રે..

મારી ઢીંગલે એક નાક નમણું

નાકમાં નથણી પહેરાવું રે

ગુલબદન ગુલબદન મારી ઢીંગલી..

મારી ઢીંગલીને બે નયન રૂપાળા

બંનેમાં કાજળ લગાવું રે...

નાજુક નમણી મારી ઢીંગલી....

મારી ઢીંગલી મને ખૂબ વહાલી

એને નાના નાના કાન રે

રમતી ભણતી,ભણતી રમતી

ગાતી મધુરા ગાન રે

ગુલબદન ગુલબદન મારી ઢીંગલી...

મારી ઢીંગલીને કેવી કેડ લચકતી

કેડમાં કંદોરો પહેરાવું રે

કંદોરામાં ત્રણ ત્રણ ઘુઘરી મૂકાવું રે

નાજુક નમણી મારી ઢીંગલી....

મારી ઢીંગલીને બે હાથ રૂપાળા

હાથોમાં ચાર ચાર બંગડી રે

બંગડી સુંદર સોના રૂપાની

લાગે ઢીંગલી રાજકુમારી રે

ગુલબદન ગુલબદન મારી ઢીંગલી...

મારી ઢીંગલીને પૂરા પાંચ આંગળા

પાંચેયમાં લીસા નખ રે

નખ કાપીને નિશાળે આવતી

હું લગાવું નેલપૉલીશ રે...

નાજુક નમણી મારી ઢીંગલી...

લાગે ટનાટન રે...

11. આગે ધસો...

આગે ધસો ભેરૂ આગે ધસો...

મંઝીલ હવે સાવ નજીક છે..

આગે ધસો આગે ધસો....

યૌવનની તેજ આંખ લઈને,

શમણાઓની મહા પાંખ લઈને,

સૂતેલા ભાગ્યને જગાડો હો ભેરૂ...

આગે ધસો ભેરૂ ..આગે ધસો...

પરિશ્રમ જ કરિશ્મો છે આજનો,

પ્રેમ એ જ છે પારસમણિ,

સ્નેહથી જગ જીતી લો હો ભેરૂ...

આગે ધસો...ભેરૂ આગે ધસો....

વિશાળ ભુખરૂ આભ ભેદીને,

પહોંચો ક્ષણમાં ક્ષિતિજ પારે,

ખીણ કંદરા, ડુંગર દરિયાનું..

ઉપજે ન કાંઈ તમ હામ સામે...

આગે ધસો ભેરૂ આગે ધસો...

મંઝીલ હવે છે સાવ નજીક

આગે ધસો....આગે ધસો...

12. મંઝીલ વાટ જુએ છે....

તું જાગ મુસાફર મંઝીલ તારી વાટ જુએ છે

તું ચાલ તેજકદમ મંઝીલ તારી વાટ જુએ છે..

એકલ છો તો ભલેને હો તું

તારી હાંકે હાંકે વન વન તણાં શેર રૂએ છે

તું જાગ મુસાફર

મંઝીલ તારી વાટ જુએ છે...

ધોમ ધખે કે આભ તપે રે

વાદળ વરસે કે વીજળી ચમકે રે

હૈયામાં જેના હામ ભરી છે એ નરબંકા ક્યાં સૂએ છે?

તું જાગ મુસાફર

મંઝીલ તારી વાટ જુએ છે....

નયનોમાં તવ પરમતેજ મુસાફર

મંઝીલ ભજે તવ માળા મુસાફર

તું ઉઠ! મૂક દોટ મુસાફર

જુએ મંઝીલ તારી વાટ મુસાફર

તું જાગ મુસાફર...

મંઝીલ તારી વાટ જુએ છે...

એકલ ભાસ્કર એકલ ચંદરવો

ભાઈ પછી તારે ભે કોનો રાખવો?

થા ઊભો,ને પકડ મંઝીલની વાટ મુસાફર

હિંમતે મર્દાનગીવાળા જે છે એમના તો..

સુખ સમૃધ્ધિ ને શાંતિ સ્નેહે પગ ધએ છે...

તું જાગ મુસાફર....

મંઝીલ તારી વાટ જુએ છે...

*****

બીજા રસપ્રદ વિકલ્પો