Baapne Khatar books and stories free download online pdf in Gujarati

બાપને ખાતર

વાર્તા; બાપને ખાતર -અશ્ક રેશમિયા

“અ‍રવિદ! મને લાગે છે કે હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ. લોગાર્ડનની હરિયાળી લોન પર પોતાના નિતંબપ્રદેદશ પર માથું નાખીને હળવો રોમાંસ કરતા અરવિંદના ગાલને પંપાળતી અરવિના માદક સ્વરે બોલી. જે સંભાળતા જ કૈક દિવસોથી આ વાત મનમાં લઈને ફરતો અરવિંદ સફાળો ઉભો થઇ ગયો. તેણે રીતસર અરવિનાને ઊંચકીને તેણીના બેય ગાલે ચુંબનોની ઝડી વરસાવી દીધી.ઘડીકમાં તો અરવીનાના ગાલ લાલ ગુલાબી જેવા બની ગયા.

‘અરવીના ! ખરેખર તે આ વાત કહીને મારા મનની અનેક મુંજવણને દુર કરી નાખી . તે મારા મનના વિષાદને સાવ-સાવ કોરે મૂકી દીધો. પણ અરવીના એક વાત કહું ? આપના માવતર આ લગ્નને માન્ય રાખશે ખરા ?’ તું એ ચિંતા છોડી દે એની વ્યવસ્થા મેં કરી રાખી છે. એના માટે તારી તૈયારી હોવી ઘટે. ‘હું તૈયાર છું તું ઝટઝટ બોલી જા. મારાથી હવે ધીરજ ખમાતી નથી.’ ‘તારી જોડે લગ્ન કરવા માટે થઈને જેમ હું મારા માવતરને છોડવા તૈયાર છું. એમ તારે પણ તારા માવતરને કાયમ માટે રેઢા મૂકી દેવા પડશે. બોલ તારી આ તૈયારી છે ? ‘જાણે અરવિંદની કસોટી કરતી હોય એમ અરવીના નફ્ફટાઈભરી અદાઓથી બોલી ગઈ. જે સંભાળીને અરવિંદની આંખોના પોપચા છે કે ભાલપ્રદેશમાં પહોચી ગયા . હૈયામાં ભારે ભુપ્રપાત થઇ ગયો. દિશાઓ જાણે ધૂંધળી બની ગઈ હોય એમ એની આંખે અંધારા આવી ગયા. કહેવત છે ને કે પ્રેમ આંધળો હોય છે આ કહેવત ને સાર્થક કરતો હોય એમ અરવિંદે માવતરના પ્રેમને છોડીને અરવીનાના તરફના પ્રેમમાં આંધળુકીયું કર્યું . જો એ પોતાના સાવ ઘરડા માવતરને ઠુકરાવીને અરવીનાને પરની ગયો. એકાદ બે મહિના સુધી તો નાના ભાઈ અને માવતરને સંભાળ્યા પછી તો એય વિસરાઈ ગયા. આવતા દિવસે એણે જગતને પણ વિસરાવી દીધો. આખો દિવસ બસ અરવીના જ અરવીના.

અરવીના મૂળ એ ગામડાની પણ એના શિક્ષણ સાથેનો ઉછેર અમદાવાદમાં થયો હતો . તેના માવતર ગામડે રહેતા હતા . તેના પિતાએ તો અમદાવાદ ને ફક્ત જોયું જ હતું . જયારે માતાએ આખા શહેરને મન ભરીને માન્યું હતું . પાંચ વર્ષની થયા બાદ અરવીનાને અમદાવાદમાં મામાના ઘેર મૂકી દેવામાં આવી હતી . પછી તો તેને છેક કોલેજ વટાવી ત્યાં લાગી આખા શહેરને પોતાનું કરી લીધું હતું . હજુ એ સહેરની માયા ક્યાં છુટ્ટી હતી .

કોલેજ નું ભણતર પૂરું કાર્ય બાદ તેણીએ પાલડી વિસ્તારમાં આવેલી મોટી શોપિંગ મોલમાં નોકરી ચાલુ કરી . આ માટે થઈને બાપુનગર થી ૫૬ નંબર ની બસ માં અપડાઉન કરતી હતી . આ દરમિયાન એક સાંજે અરવિંદ થી એની મુલાકાત થઇ ગઈ .

અરવિંદ શહેરનો ફાંકડો યુવાન હતો. માઈકલ જેક્સનને ક્યાંય પાછળ પાડી દે તેવો એનો મધુરો મોહક સ્વર, અદાઓ, સલમાનખાન ચડિયાતું એનું શરીરસૌષ્ઠવ હતું. મિસ વલ્ડ વખતની એશ્વર્યાનેય શરમાવે એવી લાવણ્યમયી એનામાં સુંદરતા હતી . આજની કેટરીનાને ટક્કર મારે એવી એની લવચીક અને લોભામણી અદાઓ હતી . વાળ અને વાળની સ્ટાઇલ તો એવી કે આજની વિશ્વ સુંદરીઓ એને જોઇને ગાંડી ગાંડી થઇ જાય . આંખોમાં ગજબની રોનક હતી. ચહેરામાં ગજબની ખુમારી હતી . અને હોઠો ઉપર સંગેમરમરી લાલીમાં હતી. એની ચાલ તો એવી કે એને ચાલતા જોઇને મુંબઈ જેવું ધમધમતું શહેર પણ ઘડી ભર તો થોભી જાય . અરવિંદ એ પુરુષ હોવા છતાય કુદરતે એનામાં શકુન્તલા જેવી સુંદરતા, ઉર્વર્શી જેવી કમનીયતા, મેનકા અને રંભા જેવી મોહકતા તથા વિક્રમ અને પુરુરવા જેવી દિવ્યતા ઠાંસી ઠાંસી ને ભરી હતી .

દુનિયાના ઇતિહાસની ,વર્તમાનની અને ભાવિની શ્રેષ્ઠ સુંદરતા, મોહકતા, માદકતા, રોનકતા અને અપ્રતિમ દિવ્યતા એનામાં ભરેલી હતી . એને જોઇને એમજ લાગે કે જાણે શાક્ષાત કામદેવ ! કદાચ કુદરતે એને પુરુષ બનાવવામાં ભૂલ કરી હશે .

અરવિદને પોતાની આ દિવ્ય વિવિધતાઓંનું ભાન નહોતું, પરંતુ જયારે એણે કોલેજના પટાંગણમાં પગ મૂક્યો ત્યારે પોતાની આસપાસ ઉપર નીચે ફૂલોને ચૂમવા મથતી મધમાખીઓની જેમ બણબણતી યુવતીઓનું ઝુંડ જોયું ત્યારે એ ભાનમાં આવ્યો. એવો ભાનમાં આવ્યો કે પોતાને સર્વથી શ્રેષ્ઠ માનવા લાગ્યો. જો કોઈ ને ભાવ ના આપે ! કહેવાય છે ને કે જ્યાં સુંદરતા હોય છે ત્યાં અભિમાન હોય જ છે.આ અભિમાનમાં રાચતાં અરવિંદ કોલજ પૂરી કાર્ય લગી એકેય યુવતીના પ્રેમને પામી ના શક્યો. હજીયે અભિમાનમાં જ હતો. એને યુવતીઓ રૂપથી તૃછ લાગતી હતી .

પચીસ વર્ષ થવા છતાય પોતે કોઈનો પ્રેમ પામી ના શક્યો. એ વાતનો અભાવ એને ખુબ કઠતો હતો . છતાય એ ખુશીમાં રહેતો હતોકે પોતે ભલે કોઈ દુનિયાની યુવતીનો પ્રેમ પામી શક્યો નહોય કિન્તુ માવતરનો પ્રેમ એને ઘુઘવતા

સાગરની પેઠે મળતો રહેતો હતો.સામે એક અફાટ આસમાન જેટલો પ્રેમ એનાં માવતરને આપતો હતો. ઘણીવાર એના મનમાં થતું કે માવતરને ચાહવાથી વધારે પ્રેમ દુનિયામાં ક્યાં હોઈ શકે છે ?

કિન્તુ એક સાંજે જયારે એણે ૫૬ નંબર ની બસમાં અરવિનાને જોઈ એવો જ એ મ્હો ફાડી બેઠો .એનીકમનીય સુંદરતાને તોલે આવે એવું મળ્યું ખરું !જેમ શહેરભરના યુવાનોમાં અરવિદ અલગ હસ્તી હતી,તેમ અરવિના પણ શહેર આખાની યુવતીઓમાં અલગ હસ્તી હતી. કિન્તુ એય અભિમાની હતી. એનેય રૂપના અભિમાને આજ લગી કોઈ યુવકનો પ્રેમ પામવા નહોતો દીધો.આજે રૂપની સાથે રૂપ, કમનીયતાની સાથે કમનીયતા,સૌષ્ઠવની સાથે સૌષ્ઠાવતા,અદાઓ સાથે અદાઓ અને અભિમાનની સાથે અભિમાનનો જબરો મેળાપ થઇ ગયો. ક્ષણેક પહેલા જેમણે એકબીજાને કલ્પ્યા શુદ્રા નહોતા.એ બે જીવ ક્ષણમાત્રમાં એકમેકમાં ઓગળીને પીગળી ગયા .

એક દિવસ બપોરની વેળાએ કાંકરિયાના વોટર પાર્કમાં સ્નાન ક્રિયા કરતી વખતે અરવિંદને પોતાની બાહુમાં દાબીને અરવીનાએ કહ્યું; ‘ડીયર, આ નાની-શી કાળી કીકીઓમાં આટલા સોનેરી સપનાઓ કોને ભર્યા હશે?. જે ખુટવાનું નામ જ નથી લેતા.’ તે સમયે પોતાની નવી નવી પ્રેયસીના ભીંજાયેલા લથ બથ શરીર પર પોતાનું આખું શરીર ઢાંકીને અરવિંદ બોલ્યો; ‘પ્રિયે, સ્વપ્નાઓ એ બીજું કઈ નથી કિન્તુ હકીકતોનું મરણ છે મરણ. મેં આજ લાગી સપનાઓનું વિશાળ વાવેતર કરીને આખું જીવતર ધૂળ કરી નાખ્યું.પણ હકીકતોનું એક બી ના મળ્યું. એક તું મળી તો એય સપનાઓથી ભરેલી કીકીઓ લઇને મળી.’ આ સાંભળીને અરવીના પોતાના શરીર પર પડેલા પોતાના માણીગરને બેય હાથે દબાવતા અરવીના બોલી; ‘મારી સગી આંખોના નુર અરવિન, ભલે મારી આંખોમાં અઢળક સપનાઓ હોય અને ભલે તારા સપનાઓના વાવેતર રૂપે હકીકતોના બી ના મળ્યા હોય. પરંતુ હવે મારી સાથેના દિવ્ય જોડાણથી તારા સપનાઓના ફળ રૂપે ઢગલે ઢગલા બી મળશે .’ આમ વાતો કરતા એ બંને ક્યાય લગી સ્નાન ક્રિયાનો ભરપુર આનંદ માનતા રહ્યા.

પ્રેમ લગ્ન કર્યાને ચાર મહિના વીતી ગયા હતા.દરમિયાન અરવીનાને ગામડે જવાનો કોલ આવ્યો. ગામડું જેને જેર લાગતું હતું તે અરવીનાને માવતરના ખાસ આગ્રહને વસ થઈને ગામડે જવાનું બન્યું . બે દિવસમાં તો એણે આખું ગામ ફરી ફરીને જોઈ લીધું. ગામની સીમ અને લીલીછમ વિશાળ વાડીઓ જોઇને એ વરસાદી ઢેલ બનવા લાગી હતી . જે ગામડાને એને જેર સમું કલ્પ્યું હતું એ ગામડું હવે એને ગમવા માંડ્યું હતું. પોતાના ગામની મખમલી હરિયાળી માણીને શહેર એને સુકુભઠ્ઠ લાગવા માંડ્યું. ઘણી વા તો એને થતું કે અહીની લીલીછમ વાડીઓની રમણીયતા અને અપાર નીરવતા આગળ શહેરના એકેય બાગનું કઈ પણ ચાલે. આવા વિચારે તે અરવિંદને પોતાના ગામ બોલાવી લેવાનું વિચારતી પણ પછી કૈક વિચારે માંડી વળતી .

અરવીના પ્રફ્ફૂલ્લિત બનીને પોતાના ગામની પ્રકૃતિને ખોળે ખુંદતી હતી. તો અરવિંદ શહેરની એકલી શુશ્ક્તામાં પળેપળ સુકાઈ રહ્યો હતો . આવી એકલતામાં ઘણીવાર એને પોતાના માવતરને મળી આવી જવાની ઈચ્છા થતી પણ પેલું વચન ! અરવીનાને આપેલું વચન અને અવરોધતું હતું.અરે, માવતરને મળવા સારું વચનની અને પ્રેમનીયે ઐસિતેસિ કરી દેવાય. પણ એવાય માવતરિયા પુત્ર હોવા જોઈએ ને ! જયારે જયારે એને માવતરની યાદ આવતી ત્યારે-ત્યારે એ વિચારતો રહેતો કે એ માવતર જોડે પચીસ-પચીસ વરસ સુધી પ્રેમની લાગણી આપ –લે કરી હવે શું? જિદગીભર એમના જ સાનિધ્યમાં રહેવાનું ?અન્યનો પ્રેમ પામવાનો શું કોઈ અવસર જ નહી લેવાનો ? અને આ વિચારીને અરવીના ...........અરવીના .........અરવીના ...પોકારી ઉઠતો.

‘દીકરી અરવીના, હવે તારું ભણતર પૂરું થઇ ગયું હોય તો આવતે ઉનાળે તારા લગ્ન લેવાનો અમારો વિચાર છે. વેવાઈ બહુજ ઉતાવળ કરે છે.’ આ બીજું વાક્ય સાંભળતા જ અરવીનાના મોઢામાંથી કોળીયો બહાર નીકળી આવ્યો. જાણે ઉબકા આવ્યા ના હોય. અરવીનામાં ગામડિયા લક્ષણો કે ગ્રામ્ય સંસ્કૃતિના સભ્યતા ભરેલા સંસ્કારો તો હતા જ નહિ . જેથી તેને ફટાંકકરતુકને બધાની વચ્ચે પિતાજીને સંભળાવી દીધું . ‘પપ્પા, લગ્નનું ભાર મેં તમારા માથેથી હળવું કરી રાખ્યું છે. તમે નિશ્ચિંત બની જાઓ. અને તમારા વેવાઈને પણ સત્વરે વાવડ પહોચાડી દો કે અરવીનાને આ લગ્ન માં કોઈ રસ નથી.’

દીકરીના મોઢે આવું સંભાળીને બિચારો ગામડિયો બાપ હામ્ફલો – ફામ્ફલો થઇ ગયો . મોટો પુત્ર મહેશ એક પુત્રીનો બાપ થઇ ગયો હોવા છતાએ આજ લાગી પોતાની સામે એક લબ ઉચ્ચારી શક્યો નથી.જયારે આ કપાતર દીકરીની નફ્ફટાઈભરી વાત બાપને ગળે કેમ ઉતરે? છતાયે એમને અપાર ધીરજ કરી દીકરીને સમજાવતા એમને ફરી કહેવા માંડ્યું; ‘ દીકરી, આવું ગાંડું ના કરાય. લગ્ન તો કરવા જ પડે. ‘

‘પપ્પા, મેં લગ્ન કરી લીધા છે અને એ પણ પ્રેમ લગ્ન !’ ફિલ્મી અદાઓથી અરવીના બોલી ગઈ. જે સાંભળતા જ બાપને માથે જાણે સાતે આસમાન તૂટી પડ્યા હોય એમ તે બોલ્યા; ‘ દીકરી! દીકરી! તે બહુ જ hkarખરાબ કરી નાખ્યું! તે મારી સાતે ભવોની આબરૂ ધૂળમાં રગડોલીને ઠેબે ચડાવી દીધી. તે મારું જીવતર કોડીનું કરી નાખ્યું . દીકરી ... દીકરી ..... !’ અને ધ્રુશ્કે ધ્રુશ્કે રડી પડ્યો. ભેગી તેની મમ્મી પણ રડી પડી.

શિશિર ઋતુ બરાબર જામી હતી. કડકડતી ઠંડી હોવા છતાયે અરવીનાના આખા ઘરમાં ભાદરવા મહિના જેવી ઉગ્રતા વ્યાપી ગઈ હતી. થોડી વાર પછી અરવીનાના પિતાજી અશ્રુભીની આંખે બોલી ઉઠ્યા; ‘ દીકરી, ! આવું કાળું કામ કરવા તને શહેરમાં નહોતી મોકલી .અરે અમને ખબર હોત કે તું આવું કાળું કરવાની છે તો તને ક્યારેય કુવે દઈ દીધી હોત! હાય રે હાય,મારા કરમ ફૂટ્યા રે મારા કરમ ફૂટ્યા રે’ અરવીનાના કાર્યથી સમાજમાં થનારી પોતાની નાલેશી અને બેઈજ્જ્તીથી બાપ બિચારો ધ્રુજી ઉઠ્યો હતો .

માવતરને ધરાઈને રડી લેવા દીધા બાદ અરવીનાએ મૌન તોડ્યું ; ‘પણ પપ્પા ! મેં લગ્ન કર્યા એમાં ખોટું શું કર્યું ?’ ‘ખોટું તો દીકરી તને જન્મ આપીને અમે કર્યું છે.અરે તારે પ્રેમ લગ્નના ઊંડા ખાડામાં પડવું જ હતું તો માવતરને ખાતર અમને પુછવુ તો હતું?’ ‘સોરી,મમ્મી પપ્પા!’ સાવ હળવાશથી અરવિનાએ કહ્યું. ugghuoiojjjhyuતેના મનમાં કોઈ હતું નહિ ને એના માવતરને શેરશેર લોહી ઉડી રહ્યું હતું . ‘શું ઉકરડાની ધૂળ નું સોરી ! અરે તારો બાપ તારી સગાઇ કરીને બેઠો છે એનું શું ?’ ‘તો પપ્પા ! તમારે પણ મને પુછવું તો હતુંને કે મારી સગાઇ ફલાણાની ઘેર કરવાની છે.’ અભણ બાપ કરતા ભણેલી દીકરી સવાઈ થતી જતી હતી .

આખરે ઘણી ઘણી મથામણને અંતે માવતરનું દર્દ જોઇને અરવીના તેના પિતાએ નક્કી કરેલી જગ્યાએ અબઘડી લગ્ન કરી લેવા તૈયાર થઇ. ઘડીના ચોથા ભાગમાં તેણે અરવિંદની યાદોને અને એની સાથેના અતીતને ધૂળ ચાટતો કરી મૂક્યો.

અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલા પોતાના ભવ્ય બંગલામાં બેઠા બેઠા અરવિંદ ચાતકની નજરે અને કાગની ડોળે અરવીનાની રાહ જોઈ રહ્યો હતો જયારે અહી અરવીના લગ્નનું પાનેતર પહેરીને ચોરીમાં મહાલતી હતી .લગ્નના ત્રીજે દિવશે તેને અરવિંદને પત્ર લખ્યો ......

પ્રિય અરવિંદ.....

‘મને ખબર છેકે તું રસ્તા ઉપર પડતી બારીએ બેઠો બેઠો કાગના ડોળે મારી રાહ જોતો હોઈશ . ત્રણ દિવસ માટે તારાથી દુર જવાનું કહીને ગયેલી હું આજે દશ-દશ દિવસ થવા છતાયે પાછી નથી ફરી એથી તું વિરહગ્નીના ભડાકે બળતો હોઈશ. ત્રણ દિવસ માટે મારા આવવાની રાહ જોતો હઈશ. પણ તારી અમર આશાઓ ઉપર પાણી ફેરવી જનારી હવે હું પાછી નથી ફરવાની.’

આટલું લખ્યું ત્યાં તો એની આંખોએ અતિવૃષ્ટિ કરવા માંડી છતાયે તેને આગળ લખ્યું

‘અરવિંદ ! તું જે તારી અરવીનાની રાહ જોતો બેઠો છે એ અરવીના એના બાપને ખાતર,માવતરને ખાતર થઈને તારી નથી રહી શકી. આ વાત મને કરવતની જેમ ચીરી રહી છે તો તને શું થશે ? એની કલ્પના માત્ર થી હું ધ્રુજી રહી છું. પરંતુ મારા માવતરની આબરુને ખાતર મેં તને તીવ્રતાથી સળગતો ઉમરભરનો વિરહ – વિયોગ આપ્યો છે. એ બદલ બની શકે તો મને અને મારા માવતરને માફ કરી દેજે. મને ખબર છે કે તું બીજા લગ્ન તો નહિ કરે. પરંતુ બને તો મારા ખાતર આપના પ્રેમને ખાતર તું કોઈ કાળું કરતો નહિ.

અરવિંદ ! મને એય ખબર છે કે આ વાંચીને તને વિશ્વાસ નહિ આવે પરંતુ આ સાચું છે. મારા આ કુકર્મથી તારા પર કરોડો હિમાલય તુંટી પડ્યા હોય એવી ઘવાયેલી વિરવિખેર તારી હાલત થશે . કિન્તુ મારા અને મારા બાપને ખાતર મેં આપેલો આ અસહ્ય બોજ તું સહી લેજે.’

અને છેલ્લે ......

બની શકે તો માફ કરજે. નહિ તો માંરું કત્લ કરવા વહેલાસર આવી જજે. જેથી આ ભવમાં મારો છુટકારો થાય.

લિ.

તારા સપનાઓના મોલ (પાક)ને ઉભો ને ઉભો બાળી મૂકતી.....અરવીના .......!

આટલું લખતા તો તે લખી ગઈ. કિન્તુ તે રુવે-રુવે અરવિંદ નામના વિરગ્નીથી સળગી રહી હતી. છતાય માવતરની આબરુને ખાતર તેણે મન મક્કમ કર્યું.

પોતાનાથી દુર થયેલી અરવીનાનો બાર–બાર દિવસે પત્ર આવતા અરવિંદના જીવમાં જીવ આવ્યો.પત્ર ખોલતા તો ખોલી દીધો.કિન્તુ વાંચતા-વાંચતા એને સાત તરી એકવીશ ભવ સુઝી આવ્યા.મૃત્યુની બાણશૈયા પર પડેલા ભીષ્મની હાલત કરતાય એની હાલત અને વેદના દોઢ ઘણી વધી ગઈ હતી. એ બેભાન થઈને ઢાળી પડ્યો. એ બેભાનીમાંથી બે દિવસે કળ વળતા એણે અરવીનાને પત્ર લખ્યો....

પ્રિય અરવિના.......

‘હરઘડીએ જિંદગીને હું હળવાશથી લેતો હતો. કિન્તુ આજે મને જિંદગીનું ખરું રહસ્ય–સત્ય સમજાયું.તે જે કઈ કર્યું એનો દોષ હું તને નથી આપતો. પણ મારા કિસ્મતને દોષિત ઠેરવું છું.મારા કરમે જ કથીર હતું ,તો પછી હું તને દોષ આપીને શું કામ પાપમાં પડું?’

‘પણ અરવીના ! તારે એક વાત તો સમજવી હતી કે તારા ખાતર થઈને મેં મારા પરિવારને- માવતરને ઠુકરાવી દીધો. એજ તું આજે તારા માવતરને ખાતર તારા-પ્રેમને તારા પ્રેમીને-મને છોડીને ચાલતી થઇ ગઈ! અરર ! હું કેવો અભાગી કે મને મારા માવતરનો પ્રેમ પામતા ના આવડ્યું ? ને તું કેવી બડભાગી કે માવતર તરફની લાગણીને ખાતર આપણી વચ્ચેના પ્રણયને લીલે લાકડે બાળી ગઈ!વાહ ! અરવિના વાહ ! આજે તું મને પ્રેમની લાગણીભીની જિંદગીનું કડવું સત્ય સમજાવતી ગઈ.’

લિ.

તે તરછોડી દીધેલો અરવિંદ

અને આખરે તે જિંદગીભર ચાલે એટલું લાંબુ રડી પડ્યો .

©-અશ્ક રેશમિયા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED