અશ્કના ઝરણાં - 1 Ashq Reshmmiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અશ્કના ઝરણાં - 1

અશ્કના ઝરણાં

જગત ! તારા હાથમાં ‘અશ્કના ઝરણા’ છે,

કાં ભીંજાઈ જા,

કાં પીને પાવન થઇ જા !

____________________________________________________________

મને તરજો ઓ શબ્દ દેવ

તમ ચરણોમાં તરવા આવ્યો છું

મારી વાહે પડ્યા છે અઢળક દગાઓ;

જડ્યો ના જગમાં ક્યાય આશરો ,

દેવ ! તમોને એટલે યાચવા આવ્યો છું.

____________________________________________________________

મારી વેરાન આંખોમાં આવીને

રોજ રોજ રડે છે,

તે સજાવેલા મધુ મધુર સપનાઓ.

____________________________________________________________

તારા અઘરોના જામને જો

પહેલી જ મુલાકાતમાં પી લીધા હોત મેં ,

તો શુરાલયને ક્યારનુંયે

શુળીએ ચડાવી દીધું હોત મેં .

____________________________________________________________

અલ્યા ! તું કરે છે કેમ ?

આટલી કત્લ ..?

તને કોણે મોકલ્યો છે ?

જરા એટલું તો કહે ?

____________________________________________________________

અભાવોના દર્દનું એજ કારણ છે ‘ અશ્ક’

કે મળે એને માણીએ નહિ,

ને ઝાંઝવાની વાહે ઉમ્રભર દોડતા રહીએ.

____________________________________________________________

સંયોગની સરિતા પીનારને

શું ખબર કે?

કે વિયોગના દરિયામાં

કેટલી ખારાશ છે! ___________________________________________________________-

ન પૂછો કે દર્દ કેટલું છે દિલમાં

જો ગણવા બેસું તો,

દરિયાય ન આવે કઈ હિસાબમાં.

____________________________________________________________

એક જ વાતનો અજયો છે મને,

કે ખીલી જાય છે અરુણની ઉગ્રતામાંય જે,

એ પુષ્પો

શશીની શીતળતામાંય ..

કેમ કરમાઈ જતા હશે ?

____________________________________________________________

જેના જવાથી ઉરનો ભાર હળવો થયો ,

ને આંખોના અસહ્ય ઉજાગરા ટળ્યા ,

‘અશ્ક’ કોઈના એ ઉપકારનેય

આખરે બેવફાઈ કહેવું પડ્યું .

____________________________________________________________

મળે છે કયારેક

અજાણે એ માર્ગમાં ,

તો,

જખ્મો સઘળા નવા થઇ જાય છે ,

ને

હૈયું પાછું જવા થઇ જાય છે.

____________________________________________________________

ન પૂછો કે ..

કેવી ખુશહાલીમાં ગુજરે છે તહેવારો,

અહી તો

રોજ સળગે છે હૈયામાં હોળી ,

ને અધર પરે ઝબકે છે રોજ દિવાળી .

____________________________________________________________

ઝળહળે છે એટલે આટલી રોશની

ઉરભવનમાં;

કે

સળગે છે ચિત્તમાં કૈક મશાલ ..

એમની યાદો તણી.

____________________________________________________________

સાચવી રાખી’તી જે વફાઓને

મેં મારા પવિત્ર ઘરમાં;

બેવફાઈનો વંટોળ બનીને

એ જ ઉડાવી ગઈ મારા ઘરને.

____________________________________________________________

આપણે જેને ભૂકંપ કહીએ છીએ

એ બીજું કઈ નહી હોય ‘અશ્ક’,

માનવતાના ચિંથરેહાલ જોઈને ,

ધરતીમાતાય કદાચ કંપી ઉઠતી હશે.

____________________________________________________________

ઓ સનમ, એક વાર તું આવે તો

પ્રાણ પંખેરું અમે છોડી દઈએ,

સાક્ષી માગી રહ્યા છે યમદુતો

મારી કને તારી ...

પાનખરની વિદાય વેળાએ

ચમનને એમ થાતું;

કે રખેને આવે

ઉજ્જડ સુ આ ભૂત પાછું.

અકસ્માતે ઉજરડા પાડીને

ત્વરાએ વહી ગયું કોઈ;

જુઓ..

ગાલ પર એટલે

અશ્રુઓની ભીડ જામી છે.

અતીતમાં એમણે ચોડેલા

મારા ગાલ પરના

ચુંબનોના ડાઘ ધોવા,

બેઠી છે આંખો મારી રોવા

____________________________________________________________

એની આંખોના

સાવ ઢીલા પડી ગયા છે મિજાગરા;

એથી જ તો

ઉડાવે છે એમાણસાઈના ધજાગરા.

____________________________________________________________

ચાલ ‘અશ્ક’ હવે

ઉંઘી જઈએ આપણે

નિરાંતે જી કબ્રમાં,

ભલા ઇન્તઝારનીએ કઈ હદ હોય છે.

____________________________________________________________

દર્દની કબરમાં

‘અશ્ક’ ઊંઘ્યો તો નિરાંતે

જખ્મો લઈને બાથમાં;

અચાનક આ કોણ?

બરબાદીના અશ્વ ઉર પર દોડાવી ગયું.?

____________________________________________________________

શાયદ,પનાહ ના મળી હોત

દિવાનાઓને જો મદીરાલયમાં;

તો

જગતભરની કબરો

ઉભરાઈ ગઈ હોત..

____________________________________________________________

કાશ,ખબર હોત મને બચપનમાં

કે

જવાની ને જમાનો આટલા ક્રૂર હશે,

તો જવાનીને હું દેશવટો આપી દેત,

ને

જમાનાથી જોજનો દૂર ચાલ્યો જાત..

____________________________________________________________

ભલું થયું એમનું

કે

રુશ્વા કરીને

કરી મુજથી બેવફાઈ;

નહી તો

શાયરી હું લખી શક્યો ના હોત,

કે ન જાણી શક્યો હોત જમાનો મને.

____________________________________________________________

એકવાર મને જો

સ્વર્ગની હકુમત મળી જાય,

તો જગતના સઘળા દર્દોને

શુળીએ ચડાવી દઉં.

____________________________________________________________

નજીક ગયો

તો

આંખો આ વરસી પડી,

હસ્યો’તો ’તો ‘અશ્ક’

દૂરથી જે ઝાંઝવા જોઈને!

____________________________________________________________

દર્દની ખુશ્બુ ભરીને

ફૂલોની છાબ ન આપ ઓં ખુદા,

ઉર મહી ઉઝરડાં અહી તો હજાર છે.

____________________________________________________________

ખુદા તારી કરુણા કેવી ?

વૃક્ષો આ મૂંગા રહ્યા ,

લઈ કુહાડી કર મહી

આ કઠિયારા આવી ઉભા.

____________________________________________________________

એથી જતો

આંખો બેરંગી બની છે,

કે રહેતું’તું જે પતંગિયું

ખ્વાબ બનીને,

એ મુકામ છોડી ગયું છે.

____________________________________________________________અશ્રુઓથી તરબોળ આંખોમાં

પાંપણો મારી

ક્ષણેક્ષણ

પાડે છે તારા અસંખ્ય ફોટાઓ.

____________________________________________________________

એમ ધારીને આદરી’તી મેં

યાત્રા અનંતની

કે

એ વારસે મને,

કિન્તુ એ તો ખુદ

ઝાંપા લાગી વળાવી ગયા!

____________________________________________________________

તડપન કેટલી હશે ઉરમાં?

કે

એમને જતા જોઈને

હું આવજો કહેવાનું વિસરી ગયો.

____________________________________________________________

જેમને યાદ કરીને જીવતો હતો,

એમણે કહ્યું;કે ભૂલી જા મને,

એટલે ‘અશ્ક’ હવે કબ્રમાં છે.

____________________________________________________________

શબ્દે-શબ્દે રડ્યો છું,

પાને-પાને છવાયો છુ;

કેવી સર્જાઈ છે લીલાઓ મહોબ્બતની?

હર મંઝીલે છેતરાયો છું.

____________________________________________________________

પંપાળતા હતા જે હાથ

મારા કોમળ કાળજાને,

એ જ હવે

તીક્ષ્ણ ખાંડું ધરીને ઉભા છે.

____________________________________________________________

કહેતા’તા કાલ લગી જેઓ

‘અશ્ક’ તારા કાજે જાન છે ભલા;

મારી બદનામભરી બરબાદી કાજે

એજ હવે

ઉઘાડી તલવાર લઈને ઉભા છે.

____________________________________________________________

જુઠા દિલાસાઓ હતા

ને મળતી હતી દિલને સાંત્વના ;

નજરો સામે રહીને એ

દિલાસાઓ હવે અન્યોને આપે છે.

____________________________________________________________

માંડ-માંડ ઉભું કર્યું છે મેં

ભાંગી પડાયેલું ‘ અશ્ક્ભવન’

ને પુનઃ એ

મહી ઉતારો કરવા આવ્યા છે.

____________________________________________________________

મેં જર્જરિત સમજીને

ત્યજી દીધેલ છત્રીએ જ,

આ ઝંઝાવાતી વાવાઝોડામાં

મને હેમખેમ ઘેર વળાવી દીધો.!

____________________________________________________________

લ્યો,હું જ વહાવી ગયો

‘અશ્કના ઝરણાં’!

જે કહેતો ફરતો હતો જગતને

કે

‘અશ્ક’ને વ્યર્થ ખાળશો નહી !

©-અશ્ક રેશમિયા