કોફી હાઉસ - પાર્ટ-૩૭ Rupesh Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોફી હાઉસ - પાર્ટ-૩૭

કોફી હાઉસ પાર્ટ – 3૭

વિષય – લવ સ્ટોરી

રૂપેશ ગોકાણી

(આપણે આગળના પ્રકરણમાં જોયુ કે કલા મહોત્સવમાં માન્યતા અને તેનુ ગૃપ “ઓ પીયા” ના ગીત પર નૃત્ય કરી બધાને મંત્રમુગ્ધ કરી દ્યે છે. અંતમાં જ્યારે માન્યતા પર પ્રેયની નજર પડે છે ત્યારે પ્રેય તેને કુંજ માની બેસે છે અને કુંજના નામની બૂમો પાડતો તે સ્ટેજ તરફ દોડે છે પણ પોલીસકર્મીઓ તેને ત્યાં સુધી પહોંચવા દેતા નથી. ઓઝાસાહેબ અને બાકીના બધા તેને બળજબરી પુર્વક બહાર લઇ જાય છે અને તેને ખુબ ખીજાય છે, હવે વાંચીએ આપણે આગળ......)

“હું જાણું છું માન્યતા, તારા માટે આ સાજ-શ્રીંગાર સજવા કેટલા કઠીન હતા આજે અને સાથે સાથે માંગમાં લાલ કુમકુમ સજાવવો એ અસહ્ય વેદનાસભર હતુ, છતા તે આ બધુ તારા પ્રિતમ માટે કર્યુ અને તેના જ માટે આ ગીત ઉપર તુ ઝુમી ઉઠી. હેટ્સ ઓફ ટુ યુ ડીઅર. આઇ એમ સો પ્રાઉડ ઓફ યુ.” કલા મહોત્સવનો આજનો શો પુર્ણ થયા બાદ રાત્રીના બે વાગ્યે જ્યારે માન્યતા તળાવની પાળે એકલી ઉભી હતી ત્યારે શ્યામાએ જઇ તેને સાંત્વના આપતા કહ્યુ. “આટલુ સાંભળતા જ માન્યતા શ્યામાને વળગી પડી અને ચોધાર આંસુએ રડી પડી. શ્યામા પણ તેને દિલાસો આપવા લાગી પરંતુ આજે આટલા વર્ષોથી સંઘરી રાખેલા આંસુઓનો બાંધ ટૂટી પડ્યો હતો. શ્યામાએ પણ આજે તેને મન મૂકીને રડવા દીધી જેથી માન્યતાનુ દિલ હલ્કુ થઇ શકે.

“બેસ અહી, આપણા હાથમાં આ દુનિયા હોત ને તો આપણે દુઃખ લેવાના જ ન હતા. બધુ ભગવાનનુ ગોઠવેલુ જ હોય છે જેમા આપણે કાંઇ કરી શકવાના નથી. આ દુનિયા એક સ્ટેજ જ છે એમ સમજી લે, પેલો ઉપરવાળો લેખક જેમ લેખ લખે છે એ રીતે આપણે માત્ર પાત્રમાં ઢળવાનુ છે, સમજી કે નહી?” “મારી એવી તે શું પાપની સજા કે હું આ રીતે અધવચ્ચે અટકેલી છું. મને તો એ પણ ખબર નથી કે મારો પતિ જીવે છે કે પછી.....??? હું એ જ નક્કી કરી શકું એમ નથી કે તેના સુહાગની નિશાનીને મારા અંગે શોભાવુ કે પછી તેની વિધ્વા બની હું શોક મનાવું. એ ગોજારી ઘટનાને ભૂલવી મારા માટે બહુ અસહ્ય છે શ્યામા. જીવનને ટુંકાવી પણ શકુ તેમ નથી અને એકલવાયુ જીવન જીવી પણ શકું તેમ નહી.” “બસ આ જ તારુ પાત્ર છે આ દુનિયામાં એમ સમજી લે તું. આ જ રીતે તારે બન્ને પરિસ્થિતિ સાથે સુસંગત બની તાણા-વાણા સાધીને જીવન જીવવાનુ છે અને ભગવાને તારા માટે આ દુનિયામાં નક્કી કરેલો રોલ તારે ભજવી જવાનો છે. જગતના સર્જનહારને પડકાર આપવો એ કાંઇ શાણપણ નથી માન્યતા.”

“તુ જાણે છે શ્યામા, આજે મારી માંગ ભરતી વેળા મારા માટે સૌથી કપરી કસોટી હતી, હું એવી તે સુહાગન છું કે જેના પતિનો કાંઇ અત્તોપતો જ નથી. બહુ મથામણના અંતે મે આજે મારા મનને કાબુ કર્યુ હતુ, નહી તો તુ જાણે જ છે કે મારા શરીર ઉપર શ્વેત રંગ સિવાય બીજો કોઇ રંગ ચડ્યો નથી. તુ પણ આજે મને મન ભરીને જોઇ લે, ફરી ક્યારેય આ અવનવા રંગ તને મારા શરીર કે મારી દુનિયામાં કદાચ જોવા ન પણ મળે.”

“માન્યતા યાર ડૉન્ટ બી સેડ યાર. હું તો તને એટલુ જ કહીશ કે ભૂતકાળને ભૂલીને તુ એક નવી જ દુનિયા વસાવ. સંગીત અને નૃત્યને તુ તારી તાકાત બનાવ અને તેના આધારે તું ધારે તો તારા જીવનમાં નવા રંગ ભરી શકે છે.” “સોરી ડીઅર, આઇ થીન્ક એ તો ક્યારેય શક્ય જ નહી બને. આજ સુધી તે મને કાંઇ ને કાંઇ બહાનુ કરીને ડાન્સ તરફ મારુ મન વાળ્યુ પણ હવે બસ છે. આજે અને અત્યારથી જ હું એ પ્રણ લઉ છું કે મારા પગ સંગીતના સથવારે ક્યારેય નહી થરકે. આજથી મારા પ્રણરૂપી બેડીઓ મારા પગે હું ખુદ જ બાંધુ છું” બોલતી રડતી રડતી માન્યતા ત્યાંથી નીકળી ગઇ. “હે ભગવાન, માન્યતાના આ દુઃખનો કોઇ ઉકેલ તારી પાસે ન હોય એ તો હું માનતી નથી. હવે તુ જ કાંઇક ચમત્કાર બતાવ જેથી તેની બેરંગ દુનિયામાં અવનવા રંગોના અમીછાંટણા વરસી જાય અને તે પોતે એ રંગમાં તરબોળ થઇ ઉઠે.” મનોમન પ્રાર્થના કરતી તે પણ માન્યતા જે બાજુ નીકળી હતી એ તરફ દોડી ગઇ.

“મારી આંખો ક્યારેય ખોટી ન હોઇ શકે. ૧૦૦% એ કુંજન જ હતી. હજારો લાખોની સંખ્યામાં હું કુંજને એક નજરમાં ઓળખી શકુ તેમ છું અને આ લોકો બધા એમ કહે છે કે એ કુંજન નહી બીજુ કોઇ હતુ. પણ કુંજન શા માટે પોતાનુ નામ બદલીને અહી સુધી આવી હતી? એવી તે શું તેને મજબુરી છે કે તે પોતાની પહેચાન છુપાવી રહી છે? અને જો તે કુંજન જ છે તો તેના પિતાજીએ શા માટે એમ કહ્યુ કે કુંજન આ દુનિયામાં નથી?” ચારે બાજુથી પ્રશ્નોએ પ્રેયને ઘેરી લીધો હતો જેમાંથી નીકળવાનો તેને કોઇ ઉપાય મળતો ન હતો.

“હેલ્લો ધ્વની, સોરી આટલી રાત્રે તને કોલ કર્યો.”

“ઇઝ એવરીથીંગ ઑલરાઇટ પ્રેય? આઇ થીન્ક યુ વરીડ. વ્હોટ હેપ્પન્ડ?”

“યાર, આજે બહુ અજીબોગરીબ ઘટના ઘટી મારી સાથે. તુ જાણીશ તો સાયદ તુ પણ નહી માને.....” પ્રવીણે તેને મહોત્સવની બધી વાત અક્ષરશઃ સંભળાવી. “આઇ કાન્ટ બીલીવ યાર. હું પણ તને એમ જ કહીશ કે તે જે જોયુ તે તારી આંખોનો ભ્રમ જ હોવો જોઇએ. એક પિતા તેની પુત્રી માટે ક્યારેય આવુ અમંગળ ન બોલે.” “યાર તુ પણ મારા પર જ શક કરે છે? આઇ એમ ૧૦૦% શ્યોર કે એ કુંજ.........” “પ્લીઝ યાર, કુંજ પાસે જ તારા જીવનની ગાડી અટકી છે તેને હવે આગળ ધપાવ. જે આ દુનિયામાં જ નથી તેને યાદ કરીને શું વળવાનુ? પ્લીઝ યાર કન્ટ્રોલ યોરસેલ્ફ એન્ડ ટેઇક કેર.” કહેતા ધ્વનીએ ફોન કટ કરી દીધો. “હે ભગવાન, આ કોઇ મારી વાતને કેમ સાચી માનતુ જ નથી” ગુસ્સાથી લાલચોળ થતા પ્રવીણે પોતાના ફોનને ઘા કરતા બોલી ગયો. આખી રાત પ્રવીણે આમથી તેમ પડખા ઘસવામાં કાઢી નાખી પણ તેને કાંઇ કડી મળતી જ ન હતી. વહેલી સવારે જરા તેને ઊંઘ આવી ગઇ.

“માન્યતા, આજે શું પ્લાન છે તારો? આઇ હેવ એન આઇડિયા ફોર યુ, અહી સામે જ જામનગરનું બહુ ફેમસ કોફીહાઉસ છે, લેટ્સ ગો ધેર એન્ડ હેવ અ બ્રેકફાસ્ટ. ધ ટેસ્ટ ઇઝ સો યમ્મી યાર. ચલ એ બહાને તારો કાંઇક મુડ પણ સારો થઇ જશે.” “પ્લીઝ યાર, તમે જઇ આવો. મારો નાસ્તો કરવાનો જરા પણ મુડ નથી.” “ચલ ને યાર પ્લીઝ. અમે બધા કાલે પણ ગયા હતા ત્યાં. બહુ ફાઇન ટેસ્ટ છે. યુ વીલ એન્જોય.”

“ઠીક છે. હું જરા ફ્રેશ થઇ આવું પછી આપણે ત્યાં જઇએ.” “ડીઅર, આ શું? ગઇ કાલની માન્યતા અને આજની માન્યતા વચ્ચે આટલુ અંતર??? કાલે ભારે પોષાકના સ્થાને શ્વેત ડ્રેસ, કાલે ખુલ્લા વાળ અને આજે ગુંથેલો ચોટલો? , કાલે કાનને શોભાવતા રત્નજડિત ઝુમ્મર ના સ્થાને આજે અડવા કાન? કાલે પગમાં ઝાંઝરના સ્થાને આજે માત્ર ઝીણી પાયલ? કાલે દસેય આંગળીમાં રીન્ગ્સ હતી જ્યારે આજે કેમ ખાલી? કાલે કલાઇમાં ચુડીઓના ખન્નકાર હતો જ્યારે આજે આ નાનુ બ્રેસલેટ?” “એ બધો સાજ શ્રીંગાર કોના માટે????? કોણ છે મને જોવા વાળુ? મને જોઇને મારી સુંદરતાને વખાણનારુ?” માન્યતા આટલુ બોલી ચાલવા લાગી. “ચલો શ્યામાજી, કોફીહાઉસ નથી જવાનુ???” પાછુ વળીને માન્યતા બોલી ત્યાં વિચારમાં પડેલી શ્યામા તેની સાથે કોફીહાઉસ જવા નીકળી ગઇ.

To be continued……

માન્યતાના જીવનમાં પણ કાંઇક એવુ બન્યુ છે જેના લીધે તે અત્યંત દુઃખી જણાઇ આવે છે. શું પ્રેય અને માન્યતા એક બીજાને મળશે? મળીને એકબીજાના આધાર બની શકશે? કે પછી પ્રેય કુંજને શોધતો શોધતો માન્યતાને પણ ખોઇ નાખશે.??? જાણવા માટે વાંચજો આગળનો ભાગ.......