ખાડો ખોદે તે પડે Sweety Jariwala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખાડો ખોદે તે પડે

"ખાડો ખોદે, તે પડે"

મારા દાદાજી ની સોસિયલ લેગ્વેજ" મા ઉમેરો કરતી એક વાતૉ. જે તમને પણ ગમશે.

એક સમૃદ્ધ, અને કુદરતી સંપતિ થી ભરપૂર ગામ, નામ તેનું અવઠ. લોકો સુખી, અને કામકાજ માં વ્યસ્ત રહેતા. પરદેશથી આવતા લોકો ને પણ અહી કઈક ને કઈક કામ મળી જ રહેતું.

આ ગામમાં એક ખુબ ધનવાન જાગીરદાર. નામ ઠાકુર પ્રતાપસિંહ. તેના દાદા પરદાદા ની અઢળક જમીન, સોનું, માલ મિલકત હતી. અને રહેવાની આલીશાન હવેલી હતી, તેનો તે એક માત્ર વારસદાર હતો. તેણે પોતાની આ ધનસંપતિનું ખુબ અભિમાન હતું. તે ગામના લોકો સાથે ખુબ ખરાબ વર્તન કરતો. નાની સરખી વાત હોય છતાં, મોટો ઝઘડો કરતો, મારપીટ કરવા ઉતરી પડતો. જેથી તે લોકો પર ધાક જમાવી શકે. આ કારણે લોકો તેનાથી દુર જ રહેતા, તેના સગા સંબધી પણ તેના ઝગડાળું, ઈર્ષાળુ, લોભી સ્વભાવ ને કારણે તેનાથી દુર જ રહેતા.

આ ગામમાં રામચન્દ્ર નામનો એક માણસ આવ્યો. તે તેના નાના ગામમાં મજુરી કરી જે રૂપિયા ભેગા કર્યા હતા, તે લઈ આ ગામમાં ખુબ આશાથી આવ્યો હતો. તે ખુબ મહેનતુ, વિનમ્ર, અને સરળ સ્વભાવ નો હતો. તે થોડા સમયમાં જ ગામલોકો સાથે હળીમળી ગયો. તેના મિલનસાર સ્વભાવથી તેણે ખુબ ઝડપથી પ્રગતિ કરી. રામચંદ્રની કાબિલિયત ની વાત પ્રતાપસિંહ ના કાને પડી. કામ બાબતે બજારમાં એક બે વાર મુલાકાત થઈ હતી, અને ત્યારે જ પ્રતાપસિંહ તેના સ્વભાવ મુજબ બોલાચાલી કરી દીધી હતી. પરંતુ રામચંદ્ર તેના સ્વભાવ પ્રમાણે ગુણ ધરાવતો હોવાથી બધું ઠરીઠામ થઈ ગયું હતું.

ગામવાસીએ રામચંદ્રને ચેતવણી આપતા કહ્યું: તમારે પ્રતાપસિંહ થી દુર જ રહેવાનું, તે બીજાની પ્રગતિ જોઈ નથી શકતો, અને પોતાનો ધાક જમાવા બધા સાથે ઝઘડો કરતો રહે છે.

પ્રતાપસિંહ રામચંદ્ર ના ખેતરોમાં નુકશાન કરવા ઢોર છોડી દેતો, રામચંદ્ર ઉશ્કેરાયા વગર ઢોર હાકી કાઢતો. એકવાર પ્રતાપસિંહે રામચંદ્રના ખેતરમાં પાણીની પાઈપ નું કનેક્સન જ તોડી નખાવ્યું. પાણી વેડફાવા લાગ્યું. રામચંદ્રએ તરત તેનું રીપેરીંગ કરાવી લીધું. આવી રીતે અનેકવાર પ્રતાપસિંહ રામચંદ્ર ને હેરાન પરેશાન કરતો રહેતો. રામચંદ્ર સમજદાર હતો તે ઝગડો કરી પોતાનો સમય અને શક્તિ વેડફવા માં માનતો ના હતો. રામચંદ્ર ના ઠંડા પ્રતિભાવથી પ્રતાપસિંહ ખુબ જ અકળાઈ ગયો હતો. તે ગુસ્સામાં નીતનવી યુક્તિ લગાવા માંડ્યો. પણ તે નિષ્ફળ જતો.

ચોમાસાની ઋતુ આવી પ્રતાપસિંહે એક યોજના ઘડી, પ્રતાપસિંહે રામચંદ્ર ના ખેતર જવાના રસ્તા ની પાસે મોટો ખાડો ખોદ્યો પથ્થર, કાંટા, વીંછી, કટાયેલ પતરાં, બધું ભેગું કર્યું અને ખાડામાં નાખ્યું, તેને ઘાસથી ઢાંકી દીધું. તેણે તૈેયાર થયેલ ખાડા ને જોઈ વિચાર્યું, રામચંદ્ર અહીંથી પસાર થશે, અને તે આ ખાડામાં પડી જશે. અને તેના રામ રમી જશે.અને ખડખડાટ હસવા લાગ્યો. અને ખુશ થતો ઘરે ગયો. તે દિવસે સાંજથી ખુબ વરસાદ પડવા લાગ્યો હતો. અને ખાડામાં કીચડ ભેગું થવા માંડ્યું. કોઈક કારણસર રામચંદ્ર તેના નિયમ મુજબ ખેતરે જઈ ના શક્યો. રાત્રે પણ વરસાદ બંધના થયો.

મુશળધાર વરસાદ પડતા, ચારેબાજુ પાણી પાણી થઈ ગયું હતું, પ્રતાપસિંહને રાતના વિચાર આવ્યો, આજે તો રામચંદ્ર ના રામ રમી ગયા હશે. આટલા વરસાદમાં તેણે બચાવવા પણ કોણ આવવાનું ? તે મનમાં વિચારી વિચારી ખુશ થવા લાગ્યો.અડધી રાત થઈ પણ તે તો રામચંદ્ર ના વિચારમાં જ હતો, તેણે ઊંઘ આવતી ના હતી, તે રામચંદ્રની દુર્દશા જોવા આતુર બની રહ્યો હતો. સવાર પડે ક્યારે ને હું તેણે અધમુવો જોઉ ક્યારે? એમ વિચારી અડધી રાતે જ ખેતર જવા નીકળી ગયો. ઘોળ અંધકાર અને મુસળધાર વરસાદને કારણે બધું વેરવિખેર થઈ ગયું હતું, તે જે રસ્તા પર પહેલા આવ્યો હતો તે રસ્તે આવ્યો, પણ તેણે ખબર જ ના પડી કે ખાડો હતો ક્યાં? ચીકણી માટીમાં તેનો પગ પડ્યો અને સીધો તે પથ્થર, કાંટા, વીંછી, કટાયેલ પતરાં, ભરેલ ખાડામાં જ પડ્યો. પડતાની સાથેજ તે ખુબજ ઘાયલ થઈ ગયો. અને બૂમ બરાડા પાડવા માંડ્યો. પણ તેનો અવાજ વરસાદમાં કોણ સાંભળેે? સવાર પડતા વરસાદ શાંત પડ્યો.

રામચંદ્ર તેના ખેતરે આવ્યો,તો તેણે જોયું, પ્રતાપસિંહ અધમુઓ ખાડામાંથી સિસકારા બોલાવતો હતો. રામચંદ્ર તરત ગામવાસીઓને બોલાવી લાવ્યો. બધા રામચંદ્રના કહેવાથી આવ્યા પણ પ્રતાપસિંહની હાલત જોઈ બધા ખુશ થયા. રામચંદ્ર એ બધાને તેણે બહાર કાઢવા કહ્યું, પણ ગામલોકો પ્રતાપસિંહની હાલત જોઈ હસતાજ રહ્યા. પ્રતાપસિંહે બધાને હાથ જોડી વિનંતી કરી, ”મને બહાર કાઢો,” એક યુવાને પૂછ્યું: કે તમે અહી પડ્યા કેવી રીતે, અહિયાં આવો ખાડો હતો પણ નહી પછી આ બધું થયું કેવી રીતે? ત્યારે જાતે જ બધી વાત કરી અને પોતાની ભૂલ સ્વીકારી. તેના શરીર પર ચાલતા કરડતા વીંછી, વાગેલા પથ્થર,પતરાં એ તેણે જીંદગીભર નો સબક શીખવી ગયો. તે રડતા રડતા હાથ જોડી કરગરવા લાગ્યો, પ્રતાપસિહ ના પસ્તાવાના આંસુથી બધા ના મન પીગળી ગયા, અને બધા ગામવાસીઓં એ તેણે બહાર કાઢ્યો.

તેની હાલત જોઈ એક વડીલે ગામવાસીને સમજાવતા કહ્યું: જોયુ...., જે બીજાનું બુરું કરે, તેનું ક્યારેય ભલું થતું નથી. જે ખાડો બીજા ને પાડવા ખોડયો હતો, તેમા તે પોતે જ પડી ગયો. "જે ખાડો ખોદે, તે પડે” અને ત્યારથી આ કહેવત લોકબોલી માં વણાઈ ગઈ.

આજે ઘણી વ્યક્તિઓં ઈર્ષ્યા, અભિમાનથી પીડાય છે, બીજાની પ્રગતિ, ઉન્નતી જોઈ ઈર્ષા કરે છે. અને સારા વ્યક્તિનું પણ બુરું બોલે છે અને બુરું થાય તેવી પ્રવૃત્તિ કરતા હોય છે. પરંતુ છેવટે ખરાબ કરનાર નું જ ખરાબ થાય છે.

દુનિયા ગમે તેટલી આધુનિક થઈ જાય પણ જે સત્ય છે તે કદી પણ અસત્યમાં ફેરવાતુ નથી.