મૃદુતા
આજે રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગઈ.હોસ્પિટલ પોહચી ફાઈલ રિસેપ્શન પર આપી.ત્યાં બેઠેલા બેને મને બેસવા કહ્યું.મને બોલાવે તેની રાહ જોતી, બેચ પર બેઠી.સામે દિવાલ પર `નારી તું નારાયણી’ નું મોટું પોસ્ટર લગાવેલું હતું.જે જોતા દિવાલ ને અઢેલી બેઠી. ત્યાં ` જે... બેચરાજીની ....’ એમ બોલતા તોબાળા પાડતા કેટલાક વ્યંઢળ પ્રવેશ્યા.અને રીસેપ્શન પર આવી તેમના અંદાજ થી,અને ભારી અવાજ થી પુછપરછ કરવા લાગ્યા. `એ બોન ... બોલતો...કોના કોના ઘેરમાં પોયરા આયવા છે? જોઇને કે જોમ......’
હું ત્યાંથી થોડે દુર જઈ બેઠી, ત્યાં મુકેલી મેગેઝીન વાચવા લાગી, ત્યાં મને કઈક ડુસકા સંભળાયા.મને થયું હોસ્પિટલ છે, માટે કોઈ ને કોઈ દુઃખ હોય તો રડવાનો અવાજ તો આવવાનોજ ?
પરંતુ આ અવાજ માં કરુણતા,વિવશતા ની પ્રતીતિ સંભળાતી હતી. મન તે અવાજ તરફ વધુ ખેચાવા લાગ્યું.. બેંચ પરથી ઊઠી અવાજ જે બાજુથી આવતો હતો ત્યાં, દીવાલની પાછળ ની બાજુ બે સ્ત્રીઓં બેઠી હતી.એક સ્ત્રી મોઢા ને રૂમાલ વડે દબાવી રડી રહી હતી, જેથી તેનો અવાજ કોઈને આવે નહી. પરતું તેના દુઃખ ની ચિચ્યારી તેના રૂદન ને ભેદી રહી હતી.
તેની બાજુમાં બેઠેલી સ્ત્રી તેના ખભા પર હાથ ફેરવી, પોતાની આંખોની કિનારી સાડી ના પલ્લું થી લુછતી અને
તેણે શાંત થવા સમજાવી રહી હતી. તેંઓ ને જોતા હું થોડી વાર વિચારતી રહી, શું થયું હશે ? શા માટે આ બન્ને સ્ત્રી આ રીતે દુખી હશે. બન્ને ને આ રીતે જોઈ મારું મન દુખી થઈ ગયું.
તેંઓ પાસે જતા મારા પગને હું રોકી ના શકી. મારા પર્સ માંથી પાણી ની બોટલ કાઢી તે બહેનો તરફ ધરી. આશ્વાસન આપતા બહેને પાણી લીધું અને હાથ ફેરવતા રડતી બહેનને આપ્યું, રૂમાલ મોઢા પરથી ખસ્યો ,પણ ડુસકા થોભતા ના હતા. થોડા પોતાના પર કાબુ કરી પાણી પીધું. અને થોડા ડુસકા શાંત થયા. બન્ને બહેનો થોડા સ્વસ્થ થયા.
હું થોડા સંકોચથી બોલી; તમને યોગ્ય લાગે તો..., તમારો પ્રોબ્લમ મને કહો, કદાચ હું કઈક મદદ કરી શકું, આ હોસ્પિટલ ના મેઈન ડોક્ટર મારી ફેન્ડ છે. પેલા બહેન ફરી ધુર્સકે ધૂસકે રડવા લાગ્યા. સાથે આવેલ બહેને મારી તરફ જોઈ શાંતિ થી કહ્યું;`ના ..ના આમ તો મદદની જરૂર નથી.’
તેંઓ ને જોઈ મારું મન બેચેન થઈ ગયું ,આ બહેન શા માટે રડે છે? મને તેમના રુદનમાં કઈક કરુણતા જણાતી હતી, મેં ભાવુક થઈ પેલા રડતા બહેન ની બાજુમાં બેસતા, ખભા પર હાથ મુકતા કહ્યું; ભગવાન પર વિશ્વાસ રાખો તે બધાનું ભલું જ કરે છે.મારા આ શબ્દો થી ખબર નહી શું થયું કે તેઓનું રૂદન શબ્દોમાં ફેરવાઈ ગયું.
ભગવાન ને હું જ દેખાવ છું. તેણે બીજી કોઈ માં ના મળી ? મારી ગરીબી, નિર્બળતા,તેનાથી ક્યાં છુપાયેલી છે? અને ફરી તેમનું રૂદન.......
સાથે આવેલા બહેન બોલ્યા:”મારું નામ શાંતા,અને આનું નામ જાનકી છે. તેણે ત્રીજો મહિનો જાય છે.તેણે એક બાર વર્ષની દિકરી છે. તેણે ટેસ્ટ કરાવતા ખબર પડી છે કે, ફરી દિકરી છે.અને અમે તેના ઓપરેશન માટે આવ્યા છીએ .અને અહી ડોક્ટર કહે છે કે, આમાં જાનકીને જોખમ છે.
આ સાંભળી મારા પર મારો કાબુ ના રહ્યો.અને હું ખુબ ગુસ્સે થઈ બોલી: તમે એક સ્ત્રી થઈ આ રીતે સ્ત્રીના દુશ્મન બનો છો.?
અરે, દિકરી તો વ્હાલ નો દરિયો કહેવાય. ઘરનો તુલસી ક્યારો કહેવાય.,દિકરી તો ઘરની રોનક કહેવાય.તમે આવનાર જીવ ને તેના સ્ત્રી હોવાના ને કારણે આ દુનિયા માં નહી આવવા દો... હું ભાવુકતાથી બોલી ઊઠી.
ત્યાંજ જાનકી ની આંખ માં આંસુની સાથે લાચારી, અને શબ્દોમાં ગુસ્સો ઉપસ્યો.:`તમે એક સ્ત્રી સાથે એક માં પણ હ્શોજ, પણ એક ગરીબ માં બાપ ને ત્યાં બે દિકરી ની પરવરીશ કેવી રીતે થઈ શકે ? આજ ની મોઘવારીને કારણે કેટલીય ઈચ્છા મારી દિકરી દિલમાં જ દબાવી દે છે. તેણે ત્યારે જોઈ મારું કલેજું ચીરય જાય છે.
`તો શું દીકરો આવશે તો રૂપિયા લઈ ને આવશે...?’ હું તેમની આવી વાત સાંભળી તડુકીને બોલી..જાનકી લાચાર નજરે મારી સામે જોઈ રહી.... અને શાંતાબેન વાકું હસી બોલ્યા,`કમાવા જશેને..! અને પરિવારને પણ રાખશેને....! દિકરી તો પારકે ઘેર જહે...
કેમ દિકરો તમને રાખશે તેની ગેરંટીકાર્ડ લઈને આવશે..? મેં જરા હસતા કહ્યું.શાંતાબેન કપાળે હાથ ફેરવતા બોલ્યા.`એ બધું તો નસીબ ની વાત છે.’ હું કઈં બોલું ત્યાતો ટેબલ પર પડેલા પેપર તરફ જોતા બોલ્યા: જો... આજે જમાનો તો જો, કેટલો ખરાબ છે...! છોકરી એટલે ખુલ્લી તિજોરી. થોડી મોટી થાય એટલે તેની ફિકર થવા માંડે કઈ કોઈ ચક્કરમાં ના પડી જાય, કોઈ ખરાબ નજર તેના પર ના નાખે તે બધું પણ જોતારેવું પડે.
અને જાનકી તરત બોલી:
આજકાલ કેવા કેવા કિસ્સાઓં બને છે...? ગુનો બીજા કરે પણ આખી જીદગી તેની સજા સ્ત્રીએ જ ભોગવવી પડે છે. આ સાંભળી હું પણ વિચારમાં પડી ગઈ. થોડીવાર અમે ત્રણે તદન ચુપ થઈ ગયા.
ત્યાં મોબાઇલ રીગ વાગી અને જાનકી એ ફોન ઉચક્યો. `હા મમ્મી,
હા સોની એ કંઠીના પંદરહજાર આપ્યા છે.
હં...,આજે માયાને ગયાને પંદર દિવસ થઈ ગયા.
,ના,
હું કાલે ઘરે આવીશ.’
ના રડ,માયા ને દુઃખ થાય.
રામ રામ, કહી ફોન મૂકયોં. અને એક ઊંડો નિસાસો નાખી બોલી,:`સમાજમાં દિકરા કરતા દિકરી માટે એટલા રિતી રીવાજો છે, જે દિકરીને સાપનો ભારો બનાવે છે. દિકરી પારકેઘરે જાય છતાં તેના પ્રસગે,વાર તહેવારે રીત પિયરમાંથી કરવાની હોય.અરે મરી જાય ત્યારે પણ પિયરના કપડા, અને બીજો સામાન આપવાનો. આ તે કેવા રિવાજો?. જેના માટે,જેમના ત્યાં આખી જીદગી ખર્ચી કાઢી હોય તેંઓ વારતહેવારે વહુ ના પિયર ની આશા કેમ રાખતા હશે.? અરે... એક જોડી કપડા પણ તેઓં મરેલી વહુ ને ના આપી શકે...?’ દિકરીના મરી ગયા પછી પણ દિકરીના માબાપનો છુટકારો નથી થતો. તેના વર અને બાળકોને માટે તો રીત કરવાની જ હોય. ભલે પછી તેઓની શક્તિ હોય કે ના હોય.
અને આવા રીવાજો પુરા કરવા માટે માબાપની ગેરહાજરીમાં ભાઈ જોઈએ,કે જેણે આ રીવાજો નિભાવાના હોય છે. અને જો દિકરીનો ભાઈ ના હોય તો તેનુ તો નસીબ જ બગડી ગયું સમજો .....! શાંતાબેન જાનકી તરફ જોઈ બોલ્યા.અને જાનકી મોઢા પર રૂમાલ ઢાંકી ઝુકી ગઈ.
તેમની આ બધી વાતો સાંભળી મારૂ મન અનેક વિચારોમાં ભમવા લાગ્યું. શું સમાજ ના રીવાજો જ સમાજ માટે બેડીરૂપ હોય શકે..?સમાજ ની રચના તો માનવ ના જીવન ને બહેતર બનાવવા માટે હોય છે. તેણે મદદરૂપ બને તે માટે હોય છે.પણ આજે સમાજના રીવાજોએ એક માતા ને આરીતે ઘાયલ કરી છે તે જોઈ મન હચમચી ગયું. .મોબાઇલ ની રીંગ નો અવાજ આવતા હું વિચારો માંથી બાહર આવી. શાંતાબેન ફોન લઈ થોડા દુર જઈ રહ્યા.., શાંત વાતાવરણ ને કારણે તેમનો અવાજ અમારા સુધી આવ્યો,‘જો રીટા રડ નહી, કાલે પપ્પા સાથે અમે વકીલને મળી કઈક રસ્તો કરશું. ભલે સાસરેવાલા તને પારકી કહે. પણ તું તો અમારી જ છે ને, જો શાંત થઈ જા. થોડી વાર પછી આવ્યા, અને સાડીના પલ્લુથી આંખ લુછતા જાનકીની બાજુમાં બેઠા. જાનકી ને ખભે હાથ ફેરવી બોલ્યા,:જાનકી તારા પેટ પર ભાર પડે સીધી થઈજા.
જાનકી રડતા રડતા સીધી થતા બોલી: `મારા માટે દિકરી ભારરૂપ નથી પણ આ જાલીમ સમાજ ના રીતિ રીવાજો તેને મારા માટે ભારી બનાવે છે.’ મેં તેના ખભે હાથ ફેરવતા,આશ્વાસન અને હિમત આપતા કહ્યું;તમે આટલા દુઃખી ના થાવો, હિંમત રાખો આમ સમાજના ડર થી દરેક સ્ત્રી પોતાનીજ દિકરી ની હત્યા કરશે તો........ અને ત્યાંજ અચાનક શાંતાબેન તડુકી ને બોલ્યા,;અરે, દીકરીને ઘર વર સારા મળ્યા તો બેડો પાર, પણ જો કોઈ નકામા સાથે પનારો પડી ગયો તો દિકરીની જીદગી તો બગડે સાથે માબાપના તો બન્ને ભવ બગડા સમજો....! આટલું બોલતા.....તેમનો ડૂમો ભરાઈ ગયો,અને તેંઓ રડી પડ્યા.
તેમની કર્કશતા તેમની વેદના દર્શાવતી હતી. દિકરી ની માં બનવું દરેક સ્ત્રીનું સપનું હોય છે પણ શું તેની આટલી મોટી કિમત ચૂકવવી પડે.....? હું નિ:શબ્દ થઈ, આ ઘાયલ નારાયણી ને જોઈ રહી..........!
થોડીવાર પછી હું રીસેપ્શન પાસે ગઈ. ત્યાં માસીઓં ખુબ ખુશ હતી. `આજે તો...લોટરી લાગી છે....’, બધેથી પોયરા ના હમાચાર છે.
એક ડોસા માસી એ પૂછ્યું; પોયરી કેટલી...?
એકે જવાબ આપ્યો: બધેથી મલીને તન ચાર જ..
પેલા માસી નિસાસો નાખતા બોલ્યા: `લોકો પોતાની જ ઘોર ખોદી રિયા છે..... ને આમારા પેટ પર પન લાત મારી રયા છે.’
લિ. એસ.એસ.જોગી.
[કતારગામ ]