ઈસ્ત્રીના એન્જીનીયર Sweety Jariwala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઈસ્ત્રીના એન્જીનીયર

અસ્ત્રી ના એન્જીનીયર

સાધના ને શાકમાર્કેટથી આવતા આવતા પોણાબાર થઈ ગયા હતા.સુધીર ને આજે બપોરે મુંબઈ જવાનું છે.જમવાનું,નાસ્તો બધું તૈંયાર કરવાનું છે.સુધીર આવશે એટલે ઉતાવળ કરશે.તેના કપડા પણ અસ્ત્રી કરવાના બાકી છે.અરે, અસ્ત્રી તો રીપેરીંગ માંથી લાવવાની છે.પણ,ઘણું મોડું થઈ ગયું હતું, માટે સાધના ફટાફટ ત્રીજા માળે ચઢી ગઈ. અને તેણે ,બરાબરની હાંફ ચડી ગઈ અને તે પરસેવે રેબજેબ થઈ ગઈ.તેણે ઘરમાં આવતા જ સીધા રસોડામાં જઈ પંખો ચાલુ કરી, શાક સુધારવાનું કામ કરવા માંડયુ. શરીર માં થોડી ઠંડક થઈ એટલે બહાર નો ઉકળાટ સંભળાયો.

બિલ્ડીંગમાં વાસણો નો ખખડાટ,સ્ત્રીઓં નો કકળાટ,બાળકો નો એટલો કોલાહલ હતો કે જાણે ધરતીકંપ આવ્યો હોય !

વિચાર્યું,અત્યારે સ્કુલ નો સમય છે માટે સ્કુલવેન,રીક્ષા,સ્કુટર અને બાળકો ની અવર જવર ની ચહલપહલ,કકળાટ તો હોય જ છે,પણ અત્યારનો કોલાહલ કંઈક જુદો પ્રતીત થઈ રહ્યો છે.

ઘણું મોડું થઈ ગયું હતું માટે વધારે ધ્યાન ના આપ્યું.

સુધીરને ફોન કર્યો,અને કહ્યું,`આવતી વખતે તમે અસ્ત્રી લેતા આવજો.’

સાધના રસોડાની બધી બારીઓ ખોલીને રસોઈ કરવામાં પરોવાઈ ગઈ. બારીઓ ખોલતા જ એક અવાજ સંભળાયો.,

`ઓ સુશીલા...ઓ..સુશીલા... આજે ૧૧’વાગ્યાની ગ્યાસલાઈન બંધ થઈ ગઈ છે, ક્યારે ચાલુ થહે ?’

નીચેવાળા ફ્લેટના કોકીલાભાભીએ તેમની સામેવાળા સુશીલાભાભીને પૂછ્યું.

એપાર્ટમેન્ટમાં બધાના રસોડાની બારી સામસામે હોવાથી બધા એકબીજાને જોઈ અને સાંભળી શકે છે.મારી સામેની બારી હંમેશા બંધ રહેવાથી મારું ધ્યાન નીચેના અવાજોમાં વધારે રહેતું.

મારે ત્યાં રસોડામાં ગ્યાસ નો બાટલો હોવાથી આ મુશ્કેલી ની મને ખબર ના પડી.,પણ આ બે ભાભીની વાતો સાંભળતા જાણ થઈ.

સુશીલાભાભી જરા અકળાતા બોલ્યા;`હા, જોની આ મારી ભાણીની રીક્ષા અમના આવહે ને ભોપું ભોપું કરહે, હજી રોટલી બાકી છે ને આ ગ્યાસલાઈન બંધ થઈ ગઈ છે.હુ કરું,કઈ હમજ પડતી નથી.’

તરત હસતાંહસતાં કોકીલાભાભી બોલ્યા:`હુ., તમે પણ, રોટીમેકર તો છે તમારી પાસે,ઝટપટ કાઢી બનાવી,જમાડી દો ને, હુ વાર લાગવાની.?’

`અરે, હા..! એ તો યાદ જ ની આય્વું, હારું થયું તમે યાદ અપાય્વું.’`ચલ ફટાફટ ઉપરથી પાડી દઉ.’

આ બંને ફ્લેટના ભાભીઓની વાતો સાંભળવામાં મારે ઘણીવાર રેડિયાની પણ જરૂર નથી પડતી.

મને યાદ આવ્યું કે નીચે ગુડ્ડી ને તાવ આવે છે.કોકીલાભાભી ની આ ત્રીજી દિકરી.બેવાર ના સિઝર પછી ડૉકટરોની ના છતાં, પરિવારના દબાણમાં આવી ત્રીજીવાર જીવ જોખમમાં નાખ્યો. દીકરા માટે કંઈ કેટલી બાંધા,ઉપવાસ,દવા કરાવીને શરીરની પાયમાલી કરી. ત્રીજી દિકરી સિઝરથી લેવી પડી. જયારે પણ એ દિવસ યાદ આવે ત્યારે રુંવાડા ઊભા થઈ જાય, પરિવારમાં આટલા સ્વાર્થી લોકો પણ હોય?

“ઘણી કટોકટી થઈ હતી ત્યારે......”

આ માં અને દિકરી ના જન્મનો માત્ર તે બે ને જ ખુશી હતી. તે સિવાયના બધાના નાક ઊચા થઈ ગયા હતા.

ગુડ્ડીના જન્મ ને દસ મહિના થઈ ગયા હતા,પણ કોકીલાભાભી એ ક્યારે પણ પરિવાર ના વર્તણુક વિષે કોઈને નિંદા, ફરિયાદ કરતા નહી.

આ બધા વિચારો માં યાદ આવ્યું, ગુડ્ડી ની તબિયત નથી સારી તો તેની તબિયત વિષે પૂછી, અને કદાચ ભાભીની રસોઈ બાકી હોય તો તેમને કહું ,કે તેંઓ મારે ત્યાં રસોઈ બનાવી દે.

એમ વિચારી તેમના ઘરે ગઈ.

કોકીલાભાભી ના ઘરનો દરવાજો બંધ હતો. મેં વિચાર્યું ગુડ્ડી સૂતી હશે.પણ વાસણ ના ખખડાટ નો અવાજ આવ્યો એટલે મેં ડોરબેલ વગાડી.

`ટીંગ...ટોંગ....’ , `બારણું લોક નથી,આવતા રો..’

અંદર થી અવાજ આવ્યો. દરવાજા ને ધક્કો મારી હું અંદર ગઈ. હોલમાં ભાભી ના હતા, તેથી હું સીધી રસોડામાં જતી રહી.

અંદર નું દ્રશ્ય જોઈ હું આભી જ થઈ ગઈ. હું તેમણે ફાટેલી આંખે જોતી જ રહી ગઈ.

કોકીલાભાભી હસતાં-હસતાં બોલ્યા: `બોલો, તમારી રોટલી બાકી છે, બનાવી દઉં?’

`ના...ના... હું તો તમને કહેવા આવી હતી ,કે તમારી રસોઈ બાકી હોય તો મારે ત્યાં બનાવી જજો ,અને ગડ્ડી ની તબિયત નથી સારી તો તમારે કોઈ મદદની જરૂર હોય તો મને કહેજો.’

બાળક ને ગોખાવી ને બોલવાનું કહે તે રીતે હું બોલી ગઈ.

`અરે..,આટલામાં તમને કા.. હેરાન કરું., તમને તો ખબર છે ને ગુડ્ડી કેટલી તોફાની બનેલી છે. મારી તો બધી રસોઈ થઈ ગઈ છે.આ ગુડ્ડી ને તાવ હતો તો ડૉક્ટર ને બતાવવા જવાનું હતું, ડૉકટરે આજથી થોડું થોડું દૂધ ને રોટલી આપવાની કીધું છે. તો આ તેના માટે તૈયારી કરી રઈ છું.’

આમ બોલી ગુડ્ડી ને જમાડવાની ડીશ બનાવવા લાગ્યા. અને હું યંત્રવત્ બોલી ,`આવજો,..હું જાઉં છું.

મારે ત્યાં આવી સોફા પર બેઠી, મન કંઈક કેટલા વિચારો માં ભમવા લાગ્યું, નજર સામે જોયેલું દ્રશ્ય ખસતું ના હતું. બાળકના ઉછેર માટે,સાર-સંભાળ માટે ટીચર કે એન્જીનીયર બનવાની ની જરૂર નથી પડતી , માતૃત્વ જ બધું શીખવી દે છે.

ટીંગ ટોંગ......., બેલ વાગતા વિચારો માંથી બહાર આવી. સોફા પરથી ઊઠી, દરવાજો ખોલ્યો. વોચમેનેકાકા હતા. તેમને એક થેલી આપી અને કહ્યું,`સાબજીને દિયા હે.’

થેલી ખોલી જોયું,અંદર અસ્ત્રી હતી.હું સ્થિર થઈ, બે ઘડી જોતી જ રહી, ત્યાં જ સુધીર આવ્યા. અને બોલ્યા,`અરે, તું હજુ અસ્ત્રી લઈ ઊભી છે. મારી બપોરની ૩વાગ્યાની ટ્રેન છે ત્યાંસુધીમાં મારા કપડાં અસ્ત્રી કરી તૈંયાર કરી દે.’

એમ બોલી એ અંદર ગયા,તેમની પાછળ હું પણ ગઈ.

`સુધીર.., અસ્ત્રીથી શું માત્ર કપડા જ અસ્ત્રી થાય ?’ મેં અસ્ત્રી હાથમાં લઈ, જોતા પૂછ્યું.

`કેમ તારે, અસ્ત્રીથી બીજું શું કરવું છે?’ સુધીરે પોતાની ફાઈલો સરખી કરતા પૂછ્યું.

`આનો કોઈ બીજી રીતે પણ ઉપયોગ કરી શકે ?’ મેં ગંભીર થઈ પૂછ્યું.

`શું થયું,?’ તેની આંખોમાં આશ્ચય હતું.

`ના,આજે માતૃત્વ નો સાક્ષાત્કાર થયો.’

`કઈક સમજાય એવું બોલ,’ જરા અકળાતા સુધીર બોલ્યો.

તો, શાંતિથી સાંભળ, આજે અગિયાર વાગ્યાની ગ્યાસ લાઈન બંધ છે. મને મોડેથી ખબર પડી. કોકીલાભાભી ની ગુડ્ડી ની તબિયત સારી ના હતી, માટે હું ભાભી ને મદદ ની જરૂર હોય અને ગુડ્ડી વિષે પૂછવા ગઈ. ત્યાં જઈ જોયું તો.... ભાભી, બે પાટલા વચ્ચે અસ્ત્રી ચત્તી ગોઠવી તેના પર રોટલી શેકતા હતા.”

સુધીર આ સાંભળી સ્તબ્ધ જ થઈ ગયો.

મારી નજર સામે ફરી તે દ્રશ્ય તરી આવ્યું.

થોડીવાર પછી સુધીર માથું ખંજવાળતા બોલ્યો:`કોઈ અન્જિનિયર ને પણ ના સુઝે, અરે..,અસ્ત્રી ની શોધ કરનાર ને પણ આવી ઉપયોગીતા વિષે ના વિચાર્યું હશે.

બોલ સુધીર તારા માટે આ અસ્ત્રી થી શું કરું....?અને પછી, બન્ને એકબીજાને જોઈ ખડખડાટ હસી પડ્યા. લિ. સ્વીટી જરીવાલા