હાલ્ફ લવ ભાગ-14 Piyush Kajavadara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાલ્ફ લવ ભાગ-14

હાલ્ફ લવ-૧૪

પિયુષ કાજાવદરા

આગળ જોયું:

રાજ બંસરી ને સરપ્રાઈઝ આપે છે અને બંસરી એ સરપ્રાઈઝ થી ખુશ પણ એટલી જ થાય છે પણ હજુ એક સરપ્રાઈઝ બંસરી ના ઘરે રાહ જોય રહ્યું હતું એટલે બંસરી ની ઘરે જવાની ઉત્સુકતા વધુ હતી હવે આગળ જોઈએ ઘરે જઈને બંસરી ને શું સરપ્રાઈઝ મળવાનું હતું..

રાજ બંસરી ને ઘર ની બહાર ઉતારી ને ચાલ્યો જાય છે અને બંસરી દોડતી દોડતી અંદર જાય છે.

અંદર પહોંચતા ની સાથે જ મમ્મી મમ્મી ક્યાં છે તું? બૂમ મારતી જાય છે.

અરરે થોડી ધીમી પડ, આવતા ની સાથે જ આટલી બૂમાબૂમ કેમ કરે છે? “મમ્મી બોલ્યા.”

મમ્મી કોઈ કાઈ દેવા માટે આવેલું ઘરે? “બંસરી થોડી ખુશ થતા થતા બોલે છે.”

ના, કેમ કોઈ આવ વાનું હતું? “મમ્મી થોડા આશ્રય સાથે બોલે છે?”

કોઈ જ નથી આવ્યું? મારા ગયા પછી ઘરે? “બંસરી ફરી થોડી બેચેની સાથે બોલે છે.”

ના, તારા ગયા પછી કોઈ જ નથી આવ્યું. “મમ્મી એ સીધો જ જવાબ આપ્યો.”

પણ તું કે તો ખરા કોઈ આવ વાનું હતું? “બંસરી ના મમ્મી ફરી બોલ્યા.”

બંસરી મનોમન વિચારી રહી હતી કે રાજે મારું પોપટ કર્યું, મળવા દે હવે ફરી વાર, બોલવું જ નથી એની સાથે, આવા બધા વિચારો સાથે બંસરી થોડી વાર એ જ અવસ્થા માં ત્યાં જ ઉભી રહી.

અરરે તું હવે બોલીશ શું ચાલી રહ્યું છે આ બધું? “મમ્મી એ બંસરી ના હાથ પકડી ને બંસરી ને હલાવતા કહ્યું.”

ના, મમ્મી કાઈ નહી પૂજા મારો ડ્રેસ લઇ ગયેલી એ દેવા માટે આવવાની હતી, બસ એ જ પૂછતી હતી. “બંસરી બોલી.”

બંસરી ઘણા બધા વિચારો સાથે રૂમ તરફ જઈ રહી હતી, આવી ત્યારે કેટલી ખુશ હતી અને મને રાજ એ ૨ જ સેકંડ માં એક શબ્દ બોલવા જેવી ના રેહવા દીધી. થોડી ગુસ્સે હતી રાજ પર. પગ પછાડતી પછાડતી તેણી પોતાની રૂમ તરફ ગઈ અને જેવું રૂમ નો દરવાજો ખોલે છે અને સામે બેડ પર કાઈ વસ્તુ જેવું દેખાય છે પણ તેના પર કાઈ ઢાંકેલું હતું એટલે બંસરી ને પહેલા ખબર ના પડી કે શું હોય શકે એ. બંસરી બેડ ની નજીક જાય છે અને ઉપર થી ઓઢાડેલી ચાદર ને દુર કરે છે અને બંસરી ખુશ ખુશાલ થઇ જાય છે એને ખબર પડી ગઈ હતી કે રાજ તેણી ને શું સરપ્રાઈઝ આપવાનો હતો.

૨ મિનીટ પહેલા જે ગુસ્સો રાજ માટે હતો એ બધો ગાયબ અને એ ગુસ્સા થી ૧૦૦ ગણો વધુ પ્યાર અત્યારે બંસરી ને રાજ પર આવી રહ્યો હતો, કારણ કે એ ચાદર નીચે થી ટેડી નીકળ્યું હતું જે બંસરી ને ખુબ જ પસંદ હતું.

બંસરી ટેડી ને હાથ માં લે છે અને થોડી વાર પોતાના ગળે લગાડે છે અને પછી ગાંડા ની જેમ એ ટેડી ને જ એક લાંબી કિસ કરી લે છે.

બંસરી ના મો પર બોવ મોટી સ્માઈલ હતી, અને આજે તેણી હદ વગર ની ખુશી મળી રહી હતી, પણ ખુશી ઓના સરનામાં નથી હોતા, એતો આવે ને જાય, પણ અત્યારે બંસરી ને રાજ સિવાય કશું દેખાતું જ ના હતું.

બંસરી એ ટેડી ને બેડ પર જ મુક્યું અને થોડી ફ્રેશ થવા માટે ગઈ અને પછી સીધી જ મમ્મી પાસે રસોડા માં પહોચી.

કેમ મમ્મી? આજે તું પણ રાજ સાથે મળી ગઈ? “બંસરી અંદર થી ખુશ અને બહાર થી ગુસ્સે હોવાના દેખાવ સાથે બોલી.”

હા, પહેલા તારી ખુશી ને છુપાવી લે નહિતર ગુસ્સા ને સરખો બતાવી દે. “મમ્મી હસતા હસતા બોલી.”

એટલે? તું શું કહે છે એ મને સમજ ના પડી. “બંસરી ખાલી મગજ સાથે બોલી.”

એટલે એમ જ કે અંદર થી ખુશ છે અને બહાર થી મારા પર ગુસ્સો કરે છે. “મમ્મી બોલ્યા.”

હમમ, ના એવું નથી હું ખરેખર તારા પર ગુસ્સે છું. “બંસરી મંદ હસી સાથે બોલી.”

પહેલા જા અને ગુસ્સે થતા શીખી ને આવ, પછી બોલ.

હા, વાંધો નહી. “બંસરી મોં ચડાવી ને બોલી.”

તો બોલ હવે.

શું? “બંસરી બોલી.”

અરેરે શું, શું કરે? તમારી બંને ની સગાય નઈ કરવી પડે? “મમ્મી હસતા હસતા બોલી.”

લે કેમ? એટલી પણ શું જલ્દી છે? “બંસરી શરમાતા બોલી.”

જલ્દી તો હોય જ ને અને ખોટું ના બોલતી કારણ કે તારી આંખો જ કઈ દે છે કે તને રાજ સાથે રહેવું ગમે છે. તને રાજ સાથે પ્રેમ થઇ ગયો છે. “મમ્મી થોડા કડક શબ્દો માં બોલ્યા.”

હમમ, હવે મમ્મી આને પ્રેમ કહેવાય કે બીજું કાઈ એની મને પણ ખબર નથી, પણ હું તારી સાથે બધું શેર કરું છું એટલે તારા થી કશું છુપાવીશ પણ નહી, રાજ ગમે છે મને, એની સાથે ફરવું પણ ગમે છે, એની થોડી શરમાય ને વાતો કરવાની ટેવ, અને સ્પેશ્યલી આજે મને આપેલું સરપ્રાઈઝ. એની ઘણી બધી વાતો એવી પણ છે કે મારા કીધા પહેલા જ એને ખબર પડી જાય છે. કદાચ પછી એ બધી છોકરીઓ માં કોમન હોય એવું પણ હોય શકે, પણ લાસ્ટ માં હું એ જ નિર્ણય પર આવી ને ઉભી રહીશ કે એ મને ગમે છે. આ પ્રેમ છે કે શું છે એની હજુ મને ખબર નથી કદાચ આ આકર્ષણ પણ હોય શકે કારણ કે અત્યારે અમે એ સમજી ને જ મળીએ છીએ કે ભવિષ્ય માં અમે સાથે જ રહેવાના છીએ એટલે એક બીજા પ્રત્યે પરાણ ની લાગણીઓ પણ હોય શકે એટલે હું હજુ આને પ્રેમ નથી માનતી. પ્રેમ ત્યારે જ કહેવાશે જયારે મને રાજ વગર થોડું પણ ચેન નહી મળે અને અત્યારે લગભગ એવું નથી. અત્યારે બસ મને હજુ એનો ‘સાથ’ ગમે છે ‘સંગાથ’ ગમશે કે નહી હજુ એ કહેવું થોડું મુશ્કેલ છે. “બંસરી એ એના દિલ માં રહેલી બધી વાતો આજે કહી દીધી.”

બંસરી એટલું બધું એક સાથે બોલી ને પછી એક ઊંડો શ્વાસ લીધો.

હા, હજુ એક બે શ્વાસ લઇ લે, અને મને તો ખબર જ ના પડી કે મારી દીકરી ક્યારે એટલી મોટી થઇ ગઈ કે જેને સાથ અને સંગાથ ની પણ ખબર પડવા લાગી. હવે તી ખરેખર મોટી થઇ ગઈ છે અને તું તારી જિંદગી ના નિર્ણય પણ જાતે લઇ શકે એટલી, પણ હા સાથે સાથે એ નિર્ણયો પર ખરી ઉતરવાની તાકાત પણ રાખજે બસ તારી મમ્મી પાસે થી તને એટલી જ સલાહ છે. “બંસરી ના મમ્મી ગર્વ લેતા લેતા બોલ્યા.”

બંસરી ના મમ્મી બંસરી ને ગળે લગાડી લે છે અને વાતાવરણ માં શાંતિ છવાય જાય છે. બંને એક બીજા ની ધડકનો સાંભળી શકે એટલી. થોડી વાર માટે બન્ને મૌન રહે છે અને પછી ફરી પાછા પોતાના કામ પર લાગી પડે છે.

સ્ત્રી ને સમજવી જેટલી અઘરી એટલી જ સહેલી પણ છે. જો તમે સ્ત્રી ને લોજીક લગાડી ને સમજવા માગશો તો આખી જિંદગી નીકળી જશે પણ તમે ૧ ટકા જેટલી પણ નહી સમજી શકો, એની સામે જો તમે એની સામે ખુલી ને દિલ થી સમજશો તો તમને ખુલ્લી કિતાબ લાગશે. સ્ત્રી એવી જ હોય છે નટખટ, નાજુક, નિરાળી અને નમણી. એક સ્ત્રી જ એવી છે આ દુનિયા માં જે પોતાની જાત ને બીજા ને સમર્પણ કરવાની તાકાત ધરાવે છે, ભગવાને આ તાકાત પુરુષો ને નથી આપી કે પોતાની જાત ને કોઈ ને સમર્પણ કરી શકે, તો પણ હોય છે અમુક એવા પુરુષ જે આ કરવાની પણ તાકાત ધરાવે છે. આજ કાલ કોઈ ને પણ એટલા સમજવા સહેલા નથી. યુગ બદલાય છે માણસો બદલાય છે, પણ એક માં અને દીકરી નો પ્રેમ યથાવત જ રહે છે.

વાતાવરણ ઘણું બદલાયું, પહેલા ગુસ્સા વાળું, પછી મસ્તી ભર્યું અને છેલ્લે ઈમોશનલ થઇ ને ત્યાં જ અટક્યું હવે થોડી મસ્તી થઇ જાય તો વાતાવરણ ફરી થી હરું ભરું થઇ જાય. જે બંસરી હોય ત્યાં હોવાનું જ.

બંને ફરી પાછા પોતાના કામ માં લાગ્યા, બંસરી પણ મમ્મી ની મદદ કરાવતી હતી અને બસ સાથે સાથે ફોર્મલ વાતો થઇ રહી હતી. કામ કરી અને જમવાનું પતાવી ને બંસરી પોતાની રૂમ તરફ ગઈ, અને ફરી પાછુ ટેડી જોયું અને ફરી એ જ રોમેન્ટિક સ્મિત ચેહરા પર ખીલી ઉઠ્યું.

બંસરી ટેડી ને હગ કરી ને સુતી અને આંખો બંધ કરી ને આજે થયેલી રાજ સાથે ની રોમેન્ટિક મુલાકાત વિશે વિચારી રહી હતી. એ વિચારી રહી હતી કે કદાચ મારો અને રાજ નો સથવારો આવો ને આવો જ રહે, હું જેવી છું એવી જ એને ગમી જાવ, અને મને એ જેવો છે એવો જ ગમી જાય, અત્યારે જેટલો એ મને સમજે છે એના કરતા થોડો વધુ સમજવા લાગે, બસ રાજ મને એટલો સમજવા લાગે કે મારે રાજ ને કોઈ દિવસ ફરિયાદ ના કરવી પડે અને તેને મારા કીધા પહેલા જ બધી ખબર પડી જાય..

વિચારો નો સિલસિલો ચાલુ જ રહ્યો અને બંસરી ની આંખો બંધ જ હતી પણ સાથે સાથે વિચારો શાંત થઇ રહ્યા હતા. દિલ ની ધડકન ધીમી ધીમી ચાલી રહી હતી અને વાતાવરણ માં પ્રેમ ના રંગો ઉમેરાય રહ્યા હતા અને આજે કશું અલગ થવાનું છે એવું બંસરી ને લાગતું હતું.

થોડી જ વાર માં બંસરી ના દરવાજા નો બેલ વાગ્યો, પણ બંસરી દરવાજો ખોલવા ના ગઈ કારણ કે તેણી ને એ હતું કે મમ્મી ઘરે જ છે ને તો એ જ ખોલી ને જોય લેશે કે કોણ આવ્યું છે. બંસરી એમ જ સુતી રહી, પરંતુ બેલ નો અવાજ બંધ જ ના થયો, બંસરી થાકી ને દરવાજો ખોલવા ગઈ અને બંસરી દરવાજો ખોલી ને સામે જોવે છે ત્યાં તો બંસરી ની સુતેલી ધડકનો દોડવા લાગે છે. રાજ હતો એ.

રાજ તું? અત્યારે અહી? “બંસરી અચંબા સાથે બોલી.”

“હા, કેમ ના આવી શકુ?”

ના, એવું કાઈ નથી, પણ સવારે હજુ આપણે મળ્યા અને તું અત્યારે પાછો ઘરે આવ્યો એટલે થોડી અચરજ તો મને થવાની જ ને, ચાલ અંદર તો આવ નહિતર હું તો બધું બહાર જ પૂછી લઈશ. “બંસરી હસતા હસતા બોલી.”

રાજ અને બંસરી અંદર ઘર માં જાય છે. બંસરી અંદર જઈને બૂમ મારે છે અને મમ્મી ને બોલાવે છે પણ મમ્મી કાઈ જવાબ નથી આપતી, એટલે તેણી રાજ ને હોલ માં બેસાડી ને અંદર ચેક કરવા જાય છે પણ મમ્મી નજર નથી આવતી, તો વિચારે છે કે કાઈ બહાર ગઈ હશે કામ થી એટલે વધુ વિચાર્યા વગર રાજ માટે પાણી લાવે છે અને રાજ ને પાણી આપે છે, પછી ત્યાં જ બેસી જાય છે રાજ ની બાજુ માં. રાજ અને બંસરી વચ્ચે લગભગ ૨-૩ ફૂટ જેટલું અંતર છે. બન્ને વાતો કરે છે.

તારા મમ્મી નથી ઘરે, મારે એમનું જ કામ હતું. “રાજ બોલ્યો.”

ના, મમ્મી તો બહાર ગયા છે અને ક્યાં ગયા છે એ પણ મને નથી ખબર હું મારા રૂમ માં હતી અને બહાર આવી ત્યાં મમ્મી ગાયબ. “બંસરી એ જવાબ આપ્યો.”

રાજ એ ખાલી હમમ કર્યું.

ઘરે રાખેલું સરપ્રાઈઝ કેવું લાગ્યું બંસરી? “રાજ બોલ્યો.”

અદભુત, એના માટે મારી પાસે બસ એક જ શબ્દ છે, એકદમ અદભુત. તને ખબર છે મને ટેડી બોવ ગમે છે મારી પાસે ૩-૪ તો પહેલે થી જ છે અને તે જે ટેડી આપ્યું એતો સૌથી વધુ ક્યુટ છે, તારી જેમ. “બંસરી લાસ્ટ માં થોડી રોમેન્ટિક થઇ ને બોલી.”

હા, મને ખબર છે તને ટેડી બોવ ગમે છે અને એ ટેડી પણ બિલકુલ તારા જેવું જ છે સ્વીટ અને ક્યુટ. “રાજ એ પણ લાઈન મારવાનો ચાન્સ મુક્યો નઈ.”

બંને વચ્ચે થોડું અંતર ઓછુ થતું જઈ રહ્યું હતું. રાજ ને બંસરીની મહેક નજીક ખેંચી રહી હતી, બંસરી ના વાળ માંથી નીકળતી એ ખુશ્બુ અને લચકતું બદન, બંને ની આંખો ચાર થઇ રહી હતી અને બંસરી ને થોડો અફસોસ પણ હતો સવાર ની મુલાકાત પછી, કદાચ એ દુર થઇ જાય એમ હતો અત્યારે.

રાજ એક હાથ બંસરી ના ચેહરા તરફ લઇ જાય છે અને તેણી ના ચેહરા પર લટકતી લટ ને એક આંગળી વડે કાન ની પાછળ ગોઠવી દે છે. થોડી વાર માટે બંસરી રાજ ને જ જોતી રહી જાય છે. રાજ નો હાથ બંસરી ના કોમલ ગાલ પર ફરવા લાગે છે. બંસરી ની આંખો બંધ થઇ જાય છે અને તેણી રાજ ને ના પણ પાડી શકતી નથી અને બસ માત્ર તે રાજ નો એ પ્રેમભર્યો સ્પર્શ માણવા લાગે છે.

અચાનક જ બંસરી રાજ ને હગ કરી લે છે. બંને એકબીજા ની બાહો માં સમાઈ જાય છે. આજે બંસરી ને પણ ખબર નહોતી કે તેણી એટલી ફોરવર્ડ કેમ છે પણ તેણી રાજ ની બાહો માંથી બહાર પણ નીકળવા નહોતી માગતી. થોડી વાર માટે બધું જ ઉભું રહી ગયું હોય એવું બંસરી ને લાગી રહ્યું હતું, સમય નો પ્રવાહ અટકી ગયો હોય, આજે પંખા ની હવા વધુ રેશમી લાગી રહી હતી, ધડકનો સંભળાય રહી હતી, બંને ની મહેક એક થઇ ગઈ.

રાજ ના હાથ બંસરી ના વાળ ને રમાડી રહ્યા હતા બન્ને એકબીજા ની બાહો માંથી છુટ્ટા પડે છે, રાજ બંસરી ના કપાળ પર કિસ કરે છે અને બંસરી ના શરીર માંથી હલકો એવો કરંટ પસાર થયો હોય એવું લાગે છે.

બંસરી ને થોડી શરમ આવે છે અને તેણી રાજ સાથે હવે આંખો મિલાવી શકતી નહોતી, થોડું નર્વસ પણ ફિલ થતું હતું. બંસરી નું મોં નીચે ની તરફ હતું, રાજ બંસરી ના મોં ને હાથ થી ઉપર કરે છે.

બંને ની આંખો મળે છે, ફરી પછી બંસરી મોં નીચે કરી દે છે અને ફરી રાજ ઉપર કરે છે. બંસરી આંખો બંધ કરી છે, રાજ બંસરી ની નજીક જાય છે. બંસરી રાજ ના શ્વાસો સાફ મહેસુસ કરી શકતી હતી. પણ આજ તેણી રાજ ને રોકવા નહોતી માગતી. રાજ અને બંસરી ના હોઠ ભેગા થયા, બંસરી ની ધડકનો ફરી પછી દોડવા લાગે છે, અને અચાનક જ બંસરી સોફા પર થી નીચે પડી જાય છે.

આગળ શું શું થાય છે એ જાણવા માટે હવે રાહ જોવી પડશે હાલ્ફ લવ ભાગ નંબર-૧૫ ની. ત્યાં સુધી તમને હાલ્ફ લવ કેવી લાગી એનો પ્રતિભાવ મને આપી શકો છો.

વધુ આવતા અંકે...