હાલ્ફ લવ-૮ Piyush Kajavadara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાલ્ફ લવ-૮

હાલ્ફ લવ

ભાગ-૮

પિયુષ કાજાવદરા

બંસરી ને રાજ ને મળવા માટે ની છુટ્ટી તો મળી જ ગઈ હતી અને બધું લગભગ બંસરી એ જે રીતે વિચાર્યું હતું એ જ રીતે થઇ રહ્યું હતું. બંસરી એ રાજ પહેલી વાર જોવા આવ્યો ત્યારે જ વિચારેલું હતું કે સીધી જ સગાઈ થઇ જાય એના કરતા પહેલા થોડી ઘણી મુલાકાત થાય અને એકબીજા ને જાણે પછી થોડી વાત આગળ ચાલે તો ઘણું સારું રહે ભવિષ્યમાં અને અત્યારે બિલકુલ એં જ થવા જઈ રહ્યું હતું પણ બંસરી હોવી જોઈએ એટલી ખુશ ના હતી.

હવે આગળ જોઈએ.

બંસરી પોતાના રૂમ માં સુવા માટે ગઈ અને ધીમે ધીમે કરતા સમય કરવટ બદલવા લાગ્યો અને આમ પણ સમય જતા ક્યાં કોઈ ને વાર લાગે જ છે.બંસરી બેડ પર સુતા સુતા એકદમ વિચારો માં ગરકાવ થઇ ચુકી હતી અને ખુદ એ પણ જાણતી ના હતી કે તેણી ના પોતાના જ મગજ માં કેટલા વિચારો ફરી રહ્યા છે, પણ લાસ્ટ માં બંસરી એટલું માનતી હતી કે જે થવું હોય એ થાય હું મારી જિંદગી મારા વિચારો અને મારા જ કરેલા નિર્ણયો પર જીવીશ, જેથી કરીને મારી જિંદગી માં આવતી ભરતી કે ઓટ ને હું કોઈ બીજા ના ખભા પર ના નાખી શકું કે એના માટે કોઈ બીજા ને જવાબદાર ના સમજુ એટલે આ બધા વિચારો કરવા અત્યારે તો નિર્થક જ છે. હું મારી આવતીકાલ માટે મારી આજ ને તો નહી જ બગાડું.

બંસરી ફેસ પર મોટું સ્મિત લઇ ને આંખ બધ કરી ને આડી પડી. સુવા ની ભરપુર તૈયારી સાથે અને ઊંઘ પણ આવી જ ગઈ, પણ આજે આ દુનિયા માં મેં અને ‘હું’ ખુદ પણ મારી આવતીકાલ ની ચિંતા માં આજ ને ખરેખર માની નથી શકતો. ડર છે મને કે આવતી કાલે મેં જે વિચાર્યું છે એવું નહી થાય તો? પણ, પણ હું એ બધા થી બને એટલો દુર રહેવાની મારી ભરપુર કોશિશ કરું છું અને હા બચી પણ જાવ છું આવતીકાલ ની ચિંતાઓ અને પરિતાપ થી, પણ હજુ બોવ બધા એવા છે કે જે નથી બચી શકતા તો એમના માટે હું એટલું જ કહીશ કે ભાઈ/બહેન જો આવતીકાલે શું થવાનું છે એ તારા કે મારા બંને માંથી કોઈ ના હાથ માં નથી એ માત્ર સમાજ માં કહેવાતા ઉપરવાળા એટલે કે ભગવાન ના જ હાથ માં છે એટલે તું ગમે એટલી ચિંતા કર કે માથા પછાડ જે થવાનું હશે એતો થઇ ને જ રહેશે. માત્ર એક જ વસ્તુ એવી છે જે તમારું ધાર્યું ફળ તમને આપી ને જ રહેશે બસ તમારી થોડી રાહ તો જોવી જ પડશે. તમને ખબર છે? તમે માં કે પિતા બનવાના છો એ તમે પણ જાણો જ છો ને તો પણ તમારે ૯ મહિના રાહ તો જોવી જ પડે છે ને તમારા બાળક નો ચહેરો જોવા માટે તો બસ આમાં પણ એવું જ છે થોડો સમય આપશો તો જરૂર થી સારું જ ફળ મળે છે અને એ વસ્તુ એ છે તમારું ‘કર્મ.’ ‘કર્મ ને કોઈ ના પહોચી વળે, ખુદ ભગવાન પણ નઈ.’

બંસરી સુઈ ગઈ અને એક વાર સુતા પછી સવાર પડતા કોઈ વાર તો લગતી નથી. દરરોજ ની સવાર માં બંસરી ના મમ્મી ની બુમો ચાલુ થઇ અને એ જ બુમો સાંભળતા સાંભળતા બંસરી ફ્રેશ થવા માટે બાથરૂમ માં ગઈ. બંસરી ની સવાર હંમેશા આ રીતે જ થતી. ફ્રેશ થઇ ને બંસરી ક્લિનિક પર જવા માટે નીકળી. છેલ્લા થોડા દિવસો કરતા આજે બંસરી ના મગજ માં સ્ટ્રેસ ઓછો હતો અને આજે એ ખુશ પણ દેખાય રહી હતી.

ચેહરા પર નુર, હોઠો પર સ્મિત અને આંખ માં કરામત બોવ ઓછા લોકો ના ચેહરા પર દેખાતું જોવા મળે છે. જે આજે બંસરી ના ચેહરા પર દેખાઈ રહ્યું હતું. કોઈ પણ બંસરી ને જોય ને લસરી પડે પણ અત્યારે તો ખુદ બંસરી રાજ ના વિચારો માં પડેલી હતી.

બંસરી જઈ ને પોતાની જગ્યા પર બેઠી અને પોતાના કામ ચાલુ કર્યા. બંસરી ની નર્સિંગ ની ટ્રેનીંગ બસ હવે થોડા સમય માં જ પૂરી થવાની હતી પછી તે એક નર્સ બનવાની હતી.

બંસરી આજે વારંવાર ફોન પર નજર કરી રહી હતી. તેણી ને લાગતું હતું કે આજે રાજ નો ફોન તો આવશે જ અને ફોન નહી આવે તો કદાચ એક મેસેજ આવી જાય. બંસરી બસ હવે રાજ ના ફોન કે મેસેજ ની જ રાહ જોય રહી હતી.

થોડી જ વાર માં બંસરી ના ફોન માં એક મેસેજ આવ્યો અને બંસરી ખુશ થઇ ગઈ કે હાશ! મેસેજ તો આવ્યો અને ખુશ થતા થતા ફોન નો લોક ખોલ્યો અને બંસરી નું મો જેટલું ખુશ અને જેટલું ફૂલ્યું હતું એ માત્ર ૧ જ સેકંડ માં નાનકડું થઇ ગયું. લોક ખોલી ને જોયું તો કંપની માંથી મેસેજ હતો ‘માત્ર ૯૯ રૂપિયા માં મેળવો ૧ GB 3G’ બંસરી એ પૂરો મેસેજ વાંચ્યો પણ નહી અને મેસેજ ડીલીટ મારી દીધો અને થોડા ગુસ્સા સાથે ફોન ને ખાના માં મૂકી દીધો.

બંસરી ફરી પોતાના કામ માં લાગી અને દર્દી ઓ પણ આવવા લાગ્યા એમાં બંસરી કામ પરોવાઈ ગઈ એટલે બંસરી પાસે હવે ફરી વિચારવાનો સમય ના રહ્યો. પણ કોઈ ના વિરહ ની વેદના માણસ ને મર્યા પહેલા ઘણી વાર મારી નાખે છે. બંસરી ની હાલત અત્યારે આવી તો નહોતી અને આમ પણ ૨ દિવસ નો પ્રેમ એ પ્રેમ નથી હોતો માત્ર આકર્ષણ જ હોય છે અને એ બંસરી સારી રીતે જાણતી હતી પણ આકર્ષણ એક વાર થઇ જાય પછી એ વ્યક્તિ ને વધુ જાણવા આપણું મન બેચેન થઇ જાય છે અને જાણ્યા પછી સંભવિત જ છે પ્રેમ થઇ જ જાય છે અને ૯૯% તો થઇ જ જાય છે અને બાકી ૧% માં અપવાદ રહી જાય છે, જેમના માટે પ્રેમ બન્યો જ નથી એવું સમજવું.

કામ માં ને કામ માં ક્યારે લંચ નો સમય થઇ ગયો બંસરી ને ખબર જ ના રહી. બંસરી એ ખાનું ખોલ્યું અને ફોન અને ટીફીન બોક્ષ લઇ ને લંચ કરવા માટે રવાના થઇ અને ટીફીન ખોલી લંચ કરવા લાગી એટલા માં જ બંસરી નો ફોન રણક્યો. બંસરી ના ચેહરા પર ફરી પછી હલકી એવી મુસ્કાન આવી અને એ જ મુસ્કાન સાથે બંસરી એ પોકેટ માંથી ફોન કાઢી ને જોયું ત્યાં ફરી વખત બંસરી નું પોપટ થઇ ગયું કારણ કે ફોન ફરી કંપની નો જ હતો અને ગુસ્સા માં જ બંસરી ને ફોન કાપ્યો અને બાજુ માં મૂકી ને લંચ પતાવવા લાગી.

તેના મન એ હવે એવું જ નક્કી કરી લીધું હતું કે આજે રાજ નો ફોન નહી આવે એ ખાલી ખોટી રાજ ના ફોન કે મેસેજ ની રાહ જોય રહી છે અને આમ પણ દુનિયા નો નિયમ એ જ છે ‘આશા જ ‘નિરાશા’ આપે છે. એના કરતા બહેતર એ જ છે કે આશા જ ના રાખવી.

બંસરી પોતાના એ ઢાળી ગયેલા ચેહરા સાથે ફરી થી કામ પર લાગી.

અને ધીરે ધીરે સમય વહેતો થયો અને બંસરી ન જોબ નો સમય હવે પૂરો થવા આવ્યો હતો અને બંસરી બસ બધું બંધ કરી ને ઘર તરફ જવા જ નીકળી રહી હતી અને ફરી થી બંસરી ના ફોન ની રીંગ વાગી અને બંસરી એ જોવા માટે ફોન પોકેટ માંથી કાઢ્યો. નંબર સેવ ના હતો એટલે બંસરી ને ખબર ના હતી કે કોનો ફોન હોઈ શકે, અને આમ પણ હવે રાજ નો ફોન આવે એવી આશા બંસરી એ મૂકી દીધી હતી.

બંસરી એ ફોન રીસીવ કર્યો સામે થી અવાજ આવ્યો. “હલો”

કોઈ છોકરા નો અવાજ હતો પણ બંસરી ને ખબર ના પડી કે કોણ હતું એ.

કોણ બોલો? “બંસરી એ સવાલ કર્યો.”

અરરે એટલું જલ્દી બધું ભૂલાય ગયું? “સામે થી અવાજ આવ્યો.”

શું ભૂલાય ગયું? “બંસરી બોલી.”

“હમમ, લાગે છે તમારી યાદ શક્તિ ઓછી છે.”

મારી યાદ શક્તિ જેટલી હોય એટલી તમારે કામ કોનું છે અને બોલો છો કોણ એ મને કહો મારી પાસે એવી નવરાઈ નથી કે હું ફોન પર ગમે એની સાથે વાતો કરવા લાગુ. “બંસરી બોલી.”

હમમ, સારું જયારે યાદ આવે ત્યારે કહેજો એમ કહી ને ફોન સામે થી કટ થયો અને બંસરી એ પણ રોંગ નંબર હશે એમ વિચારી ને ફરી થી કોઈ ફોન ના કર્યો અને ઘરે જવા માટે નીકળી ગઈ.

ઘરે જઈને બંસરી સીધી સોફા પર આડી જ પડી, એટલા માં મમ્મી આવ્યા અને બંસરી ની બાજુ માં જઈને બેઠા.

કેમ બેટા આજે થાકી ગઈ છે કે શું? “મમ્મી બોલ્યા.”

ના, મમ્મી બસ એકધારું કામ કર્યું એટલે થોડી પીઠ દુખતી હતી એટલી થોડી સોફા પર સુતી. “બંસરી બોલી.”

બંસરી બીજું તો કાઈ કહી શકે એમ હતી નહિ કારણ કે આજે બંસરી માનસિક એ=રીતે થાકી ગઈ હતી અને શરીર ના થાક કરતા માનસિક થાક વધુ ગંભીર હોય છે. માનસિક થાક માણસ ને બેચેન બનાવી દે છે અને અંદર થી તોડી પણ નાખે છે.

પીઠ દબાવી દવ હું? “બંસરી ના મમ્મી બોલ્યા.”

ના, મમ્મી હમણાં ૫ મિનીટ આરામ કરીશ એટલે બધું બરાબર થઇ જશે એટલી બધી ચિંતા લેવા જેવું કાઈ છે નઈ. “બંસરી એ મીઠા સ્મિત સાથે જવાબ આપ્યો.”

બંસરી ના મમ્મી ફરી પાછા પોતાના કામ એ લાગ્યા અને બંસરી થોડી વાર આંખ બંધ કરી ને આરામ કરી રહી હતી. બંસરી ના મગજ માં આખો દિવસ શું શું કર્યું એ બધા વિચારો ચાલી રહ્યા હતા અને રાજ ના ફોન ની રાહ હતી પણ આવ્યો નહી. રાજ બોવ ભાવ ખાતો હોય એવું લાગ્યું, પણ ભાવ શેનો ખાઈ એને તો ખબર જ છે કે મારી પાસે તો એનો નંબર જ નથી તો હું એને ફોન કેમ કરવાની? આ બધા વિચારો માં બંસરી ના મગજ માં અચાનક જ એક ચિનગારી જબકી. શું હતું એ? બંસરી જયારે ઘરે આવી રહી હતી એ ફોન કોનો હતો ? અચાનક જ બંસરી ના મગજ માં એ સવાલ જાગ્યો, અને પાછુ એમને એ પણ કહ્યું કે સારું તમને જયારે યાદ આવે ત્યારે ફોન કરજો તમને ખબર પડી જશે કે હું કોણ છું એ. બંસરી ના મગજ માં અનેક વિચારો દોડી રહ્યા હતા અને બંસરી ને ૯૯ ટકા લાગી રહ્યું હતું કે એ ફોન રાજ નો જ હોવો જોઈએ, પણ બંસરી એ વિચારી લીધું હતું કે જેમ એને મને આખો દિવસ રાજ જોવડાવી છે એમ હું પણ તેને રાહ જોવડાવીશ અત્યારે તો ફોન નથી જ કરવો પછી એ ફોન રાજ નો હોય કે બીજા કોઈ નો જોયું જશે.

ફોન રાતે જમીને પછી જ કરીશ એમ વિચારી ને બંસરી હવે થોડી ખુશી સાથે ઉભી થઇ ને રસોડા તરફ ગઈ.

રસોડા માં જઈને બંસરી એ થોડું પાણી પીધું.

લાવો મમ્મી તમારી હેલ્પ કરાવું, બોલો શું કરું હું? “બંસરી બોલી.”

ના, તું આરામ કર હમણાં બધું થોડી વાર માં જ થઇ જશે અને હવે દુખે છે પીઠ તને? “બંસરી ના મમ્મી એ પૂછ્યું.”

ના મમ્મી બધું બરાબર જ છે, એતો બસ ૫-૧૦ મિનીટ આરામ ની જરૂર હતી અને આરામ થઇ ગયો એટલે પાછુ બધું રેડી. “બંસરી બોલી.”

“તો સારું.”

બંસરી અને બંસરી ના મમ્મી કામ કરવા લાગ્યા. એટલા માં બંસરી ના પપ્પા પણ આવી ગયા અને જમવાનું પણ લાગી ગયું. કામ પત્યું બધા જમી ને ફ્રી પણ થઇ ગયા અને બંસરી તેણી ના મમ્મી ને આજ વેહલા સુઈ જવું છે એમ કહી ને પોતાના રૂમ તરફ ચાલી નીકળી.

બંસરી જઈને સીધી ફ્રેશ થવા માટે બાથરૂમ તરફ ગઈ,

બાથરૂમ માંથી આવી ને નિરાતે વાળ ને સુકવ્યા અને આમ પણ બંસરી એ રાજ ને રાહ જોવડાવવા નું વિચારી જ લીધું હતું એટલે બધા કામ નિરાતે નિરાતે જ કરી રહી હતી અને લગભગ રાત ના ૧૦ વાગ્યા હતા અને બંસરી ને લાગ્યું કે હવે ફોન કરવો જોઈએ નહિતર વધુ લેટ થઇ જશે, બંસરી એ પોતાનો ફોન હાથ માં લીધો અને એ નંબર શોધી ને ફોન લગાવ્યો. બંસરી નું શરીર થોડું ધ્રુજારી મારી રહ્યું હતું કારણ કે એ જ રાજ છે એ ખબર પડી ગઈ હતી એટલે બંસરી થોડી નર્વસ હતી.

રીંગ વાગી પણ સામે થી કોઈ ફોન રીસીવ કરી નહોતું રહ્યું ૮-૧૦ સેકંડ સુધી રીંગ વાગી, બંસરી ને કોઈ ફોન રીસીવ નહી કરે એટલે તે ફોન કટ કરવા જ જઈ રહી હતી એટલા માં અવાજ આવ્યો “હલો”

હલો, કોણ બોલો તમે? બંસરી એ ફરી થી એ જ સવાલ કર્યો.”

હજુ, તને યાદ નથી આવ્યું તો કેમ ફરી ફોન કર્યો? “સામે થી જવાબ મળ્યો.”

રાજ? રાજ બોલે છે? “બંસરી એ સવાલ કર્યો.”

હમમ, થોડું ઘણું તો યાદ આવી ગયું લાગે છે. “સામે થી જવાબ આવ્યો.”

હા, યાદ આવ્યું એટલે જ તો ફોન કર્યો. “બંસરી હસતા હસતા બોલી.”

સામે થી પણ હલકી હસી નો અવાજ આવ્યો.

શું કરે છે? “રાજ બોલ્યો.”

બસ જમી ને ફ્રી થઇ અને લાગ્યું કે ફોન રાજ નો જ હોવો જોઈએ એટલે ફરી થી તમને ફોન કર્યો. “બંસરી બોલી.”

સારું થયું ને લાગ્યું તો ખરા નહિતર કાલે મારે ફોન કરી ને બધું યાદ કરાવવું પડેત. “રાજ હસતા હસતા બોલ્યો.”

બંસરી થોડું હસી અને પૂછ્યું. “શું કરો છો તમે?”

હું પણ બસ જમી રહ્યો અને આશા હતી કે તારો ફોન આવશે. “રાજ બોલ્યો.”

હમમ, બંસરી કાઈ બોલી ના શકી.

સારું અત્યારે તો મારે થોડું કામ થી બહાર જવાનું છે આપણે કાલે વાત કરીએ? “રાજ બોલ્યો.”

હા, વાંધો નહી, તમારે કામ હોય એ પતાવી લ્યો આપણે કાલે વાત કરીશું. “બંસરી બોલી.”

અને હા, એક સવાલ હતો મારા મન માં પુછુ? “રાજ બોલ્યો.”

હા, પૂછો ને. “બંસરી બોલી.”

કાલે મળવાનું શક્ય છે? “રાજ બોલ્યો.”

કાલે? હમમ, કાલે તો શક્ય તો છે પણ વધુ સમય નહી રહે મળવામાં, ચાલશે? “બંસરી બોલી.”

ચાલશે શું દોડશે અને વધુ સમય તો મારી પાસે પણ નથી બસ નાનકડી એવી એક મુલાકાત કરવી છે કાલે એટલે પૂછ્યું જો શક્ય હોય તો જ. “રાજ બોલ્યો.”

હા, થઇ જશે, પણ સવાર માં જ થશે બપોર પછી વધુ સમય નથી રહેતો એટલે. “બંસરી બોલી.”

હા, વાંધો નહી ચાલશે. સમય તું જે કહે તે પણ જગ્યા હું નક્કી કરીશ. ચાલશે ને? “રાજ હસતા હસતા બોલ્યો.”

“હા.”

ચલ હવે હું જાવ કાલે વાત કરીએ. “રાજ બોલ્યો.”

હા, બાઈ. “બંસરી બોલી.”

વધુ આવતા અંકે.