Half Love - Part - 3 books and stories free download online pdf in Gujarati

હાલ્ફ-લવ ભાગ-૩

આગળ જોયું.

૨ જા ભાગ માં તમે જોયું કે બંસરી ની હાર્ટ-બીટ એકદમ ફાસ્ટ થઇ ચુકી હતી અને બંસરી ની તેણી ના પપ્પા સાથે વાત થઇ રહી હતી અને એ વાત જાણવા માટે તમારે વાંચવો પડશે હાલ્ફ-લવ ભાગ-૩ અને હાજર છે હાલ્ફ-લવ ભાગ-૩.

‘ભાગ-૩’

પપ્પા આમ ના ચાલે હજુ તો હું નાની છું. “બંસરી બોલી.”

થોડી જ ક્ષણ પહેલા.

પપ્પા શું વાત છે બોલો ને? મને થોડું તો કહો હવે તમેં કહી જ દીધુ છે એટલે મારા થી એ વાત સાંભળ્યા વગર તો નહી જ રહી શકાય. “બંસરી બોલી.”

હા, તારે સાંભળવું જ છે ને કે વાત શું છે? “પપ્પા બોલ્યા.”

હા.

તો સાંભળ તારા માટે એક માગું આવ્યું છે અને મને તો તે ગમે છે કે મારી છોકરી તેમના ઘરે જાય પણ તારી મમ્મી સાથે વાત કરવી પણ જરૂરી છે. “પપ્પા બોલ્યા.”

બસ એટલું સાંભળતા જ બંસરી નું બોલવાનું અચાનક જ બંધ થઇ ગયું જાણે કોઈ મોટું આકાશ ભાંગી ને બંસરી પર ના પડ્યું હોય એવી હાલત બંસરી ની થઇ ગઈ હતી અને બંસરી ના કપાળ પર પરસેવો જામી ગયો હતો જે બંસરી એક હાથ થી સાફ કરી રહી હતી. તે અમુક અંશે શરમાઈ રહી હતી તો બીજી બાજુ થી ગભરાય રહી હતી પણ તે માત્ર તેણી ના ચેહરા પર થઈ એટલું દેખાઈ રહ્યું હતું હકીકત માં બંસરી ની અંદર શું ચાલી રહ્યું હતું તે બંસરી સિવાય બીજું કોઈ જાણતું ના હતું અને કદાચ કોઈ જાણતું હતું તો માત્ર તેની એક ડાયરી.

બંસરી ની સ્થિતિ અજુગતી બની ચુકી હતી આમ પણ તેણી નું આ ૨૩ મુ વર્ષ ચાલી રહ્યું હતું એટલે તે પોતાના પપ્પા ને પણ ના બોલી શકે તેમ ના હતી. બંસરી વધુ કઈ બોલી નહી અને માત્ર તેના પપ્પા સામે અને ટી.વી સામે પોતાની નજર રાખી એટલી જ વાર માં મમ્મી પોતાનું કામ પતાવીને હોલ તરફ આવી ગઈ.

કેમ બધા ચુપ ચાપ બેઠા છો? કોઈ કાઈ બોલતું કેમ નથી? “મમ્મી બોલ્યા.”

બસ એમ જ સાથે બેઠા હોઈએ એટલે શું વાતચિત ચાલુ જ હોવી જરૂરી છે? “બંસરી હલકા એવા ગુસ્સા માં બોલી.”

અરરે વાહ અત્યાર સુધી તો તારો મૂડ એકદમ શાક માં નખાતા ગરમ મસાલા જેવો હતો જે ઠંડો હોવા છતા શાક ને ગરમ કરી દે, અને અચાનક એવું તે શું થઇ ગયું કે ગુસ્સો મમ્મી પર ઉતરે છે? તારા પપ્પા એ જ કાઈ કર્યું હશે. “મમ્મી બોલ્યા.”

જાહીર સી બાટ હૈ . અહી કોઈ બીજું તો હતું નહી અમારા સિવાય કે આપણી બંસરી નો મૂડ તે બગાડી જાય મારા સિવાય તો એ હું જ છું શર્મીલાબેન. અરરે બેન કેમ નીકળી ગયું સોરી, શર્મિલા જી. “પપ્પા બોલ્યા.”

બોલો શું કર્યું તમે કે એ આમ ઉદાસ થઇ ને બેથી છે? “મમ્મી બોલ્યા.”

હું કહીશ તો મને ખબર છે ત્યાં સુધી તું મારી બાજુ જ થઇ જઈશ. બંસરી નો પક્ષ નહી લે. “પપ્પા બોલ્યા.”

હા, જે વાત હોય તે સરખી રીતે કહો. “મમ્મી બોલ્યા.”

હમમ, તું પેલા મારા મિત્ર જીતુભાઈ ને તો ઓળખતી જ હોઈશ?

હા.

તો એમના ભાઈ નો છોકરો જે હમણાં જ સોફ્ટવેર ઇજનેર બન્યો છે અને કાલે એ જીત્યો મને મળેલો અને વાત વાત માં બંસરી ની વાત નીકળી તો એ બોલવા લાગ્યો કે હું વાત ચાલવું તારી બંસરી ની મારા ભાઈ ના છોકરા જોડે. “પપ્પા બોલ્યા.”

હમમ, વાત એમ છે મારી નાની પરી માટે માગું આવ્યું છે એટલે નારાજ થઇ ને બેથી છે. “મમ્મી બોલ્યા.”

પોતાની જ કાલી-વાલી ભાષા માં તે બંસરી ને હસાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પણ બધા પ્રયત્ન નિષ્ફળ જ જઇ રહ્યા હતા. બંસરી બસ બેઠી બેઠી ટી,વી જ જોઈ રહી હતી મમ્મી સામે જોઈ પણ નહોતી રહી.

અરરે પણ તમને લાગે છે કે આપણી બંસરી ને તે છોકરો હેન્ડલ કરી શકશે? “મમ્મી થોડું હસી ને બોલ્યા.”

તને શું લાગે આપણી બંસરી કાઈ સાવ એવી છે કે કોઈ ના પર બોજ બની ને રહે? “પપ્પા વાત માં સાથ આપતા બોલ્યા.”

હા, વાત તો તમારી પણ સાચી છે બંસરી હજુ સુધી આપણા પર બોજ નથી બની ક્યારેય તો એ છોકરા પર તો શું બનવાની? “મમ્મી બોલ્યા.”

આ બધા નાટકો બંસરી ના ચેહરા પર બસ એક સ્માઈલ લાવવા માટે જ થઇ રહ્યા હતા અને બંસરી તો એ જાણતી જ હતી પણ તે હજુ વધારે મમ્મી પપ્પા ના નાટકો જોવા માગતી હતી અને મમ્મી એ ફરી ચાલુ કર્યું.

પણ એક વાત છે આપણી બંસરી રૂપાળી છે તો છોકરો તો રાજકુમાર જેવો હોવો જોઈએ બાકી આપણી બંસરી આ ઘર માંથી લગ્ન કરી ને નહી જાય. “મમ્મી બોલ્યા.”

હા થોડીક જાડી છે પણ રૂપાળી છે આપણી બંસરી, સાથે થોડી કાળી પણ છે પણ નમણી છે આપણી બંસરી કોઈ દીવો લઇ ને શોધવા જાય તો પણ ના મળે એવી લાખો શું કરોડો માં એક છે આપણી બંસરી અને એના માટે તું તો માત્ર રાજકુમાર કહે છે એક રાજા જેવો જ છોકરો હોવો જોઈએ, જેવો શું રાજા જ હોવો જોઈએ. “પપ્પા બોલ્યા.”

પપ્પા થોડું ઓવર માં જતું હોઈ એવું નથી લાગતું? “સ્માઈલ ને છુપાવતી બંસરી બોલી.”

ઓવર ને તે આજે જમાડી જ એટલો દીધો કે બસ મજા જ આવે છે ફેંકવાની. “પપ્પા બોલ્યા.”

અને ફાયન્લી બંસરી ના ચેહરા પર સ્મિત આવ્યું અને એ સ્મિત જોઈ ને પપ્પા અને મમ્મી ના ચેહરા પર પણ સ્મિત આવી ગયું.

દીકરા વાત સાંભળ જયારે કોઈ ના ઘરે થઈ માગું આવે અને તે સારું હોઈ તો એમને ના પાડી ના દેવાય. તને કોણ કહે છે કે તું એ છોકરા સાથે જ લગ્ન કરી લે? એકવાર જોઈ લે પસંદ આવે તો જ આગળ વાત ચાલશે બાકી છોકરો ઘરે થઈ જાય અને તું કહે મને પસંદ નથી તો ૨ જી સેકંડ એ ફોન કરી ને એમને ના કહી દઈશ. આપણે એવા લગ્ન નથી કરવા જ્યાં તને કોઈ મજબૂરી કે પરાણે કરવા પડે તારી હા હશે તો જ આગળ વાત ચાલશે બાકી ત્યાં જ વાત બંધ થઇ જશે.

એટલે આ જે ઉદાસી નું પોટલું ચેહરા પર છે તે ફેકી દે અને પછી પેહલા જેવી થઇ જ અને આમ પણ આજે ભી તો કાલે તારા માટે છોકરા ના માંગા તો આવ વાન જ છે અને હું કેટલા ને ના પાડતો ફરતો રહીશ? તું જ બોલ મને? “પપ્પા પોતાની મજબૂરી બતાવતા બોલ્યા.”

હા, પપ્પા તમારી વાત પણ સાચી જ છે પણ હું હજુ લગ્ન માટે તૈયાર નથી. “બંસરી બોલી.”

“તને મેં એકવાર પણ કહ્યું કે તું લગ્ન કરી લે?”

“ના.”

તો ટેન્શન કઈ વાત નું છે માત્ર છોકરો જોવા આવ વાનો છે કોઈ લગ્ન ની કંકોતી લઇ ને નહી આવવાનો. “પપ્પા બોલ્યા.”

બંસરી ના ચેહરા પર થઈ હવે થોડું ટેન્શન હળવું થઈ રહ્યું હતું. પહેલા તો એ ટેન્શન હતું કે અચાનક જ આ બધું કઈ રીતે શક્ય બનશે જેના માટે હજુ તે તૈયાર જ નથી પણ હવે લાગી રહ્યું હતું કે ૨ દિવસ પછી છોકરો તો જોવો જ પડશે તો એ પહેલા પપ્પા માટે ૧ છોકરો જોવા માં શું વઈ જવાનું? બંસરી એ પોતાના ચેહરા પર થઈ પ્લાસ્ટિક વાળી સ્માઈલ દુર કરી અને રીઅલ વાળી સ્માઈલ લાવી.

વાહ, મળી ગઈ મને મારી બંસરી પાછી. “પપ્પા જોર થી બોલ્યા.”

અને મમ્મી અને બંસરી સાંભળી ને મંદ મંદ હસ્યા.

ચાલો આજે મારા તરફ થી બધા ને આઇસ્ક્રિમ ની પાર્ટી. “પપ્પા બોલ્યા.”

આઇસ્ક્રિમ બંસરી નો ફેવરીટ હતો અને તે શિયાળો હોઈ તો પણ ગમે ત્યારે મન થાય એટલે દોડી ને આઇસ્ક્રિમ લઇ આવે, પછી ભલે ને શરદી, ઉધરસ થઇ જાય પણ ખાવો તે ખાવો. એમાં પણ “અમેરિકન ડ્રાઈફ્રૂટ” તો બંસરી નો હોટ ફેવરીટ આઇસ્ક્રિમ છે. જયારે પણ “અમેરિકન ડ્રાઈફ્રૂટ” આઇસ્ક્રિમ જ્યાં પણ જોઈ જાય એટલે બંસરી ના મોં માંથી લાળ ટપકવા લાગે એકદમ નાના છોકરા ની જેમ અને પહોંચી જાય સીધી તે આઇસ્ક્રિમ વાળા પાસે અને ક્યારેક તો માત્ર આઇસ્ક્રિમ ખાઈ ને જ પેટ ભરી લે અને ડકાર પણ ના મારે રાક્ષસ ની જેમ.

મારા માટે અમેરિકન ડ્રાઈફ્રૂટ પપ્પા. “આ વખતે બંસરી નો વારો હતો જોર થઈ બોલવાનો.”

પપ્પા બહાર ગયા અને ફટાફટ આઇસ્ક્રિમ લઇ ને આવ્યા અને આઇસ્ક્રિમ ની પાર્ટી શરુ થઇ.

આ છે એકદમ હેપી ફેમેલી જેમણે દુખ તો જોયા જ છે પણ તેઓ હંમેશા સાથે મળી ને તેને દુર કરવાની કોશિશ કરે છે અને હંમેશા તેમાં સફળ પણ નીવડે છે. સફળતા ની કોઈ વ્યાખ્યા હોતી નથી તમે જ્યાર થી તમારું કામ શરુ કરું અને જયારે તમારું ધાર્યું, તમારું વિચારેલું કામ ‘સફળ’ થઇ જાય અને તમે ‘ભાવ-વિભોર’ બની ને તમારી એ ‘સફર’ માં જેટલા નો સાથ રહ્યો હોય એમનો આભાર માનો અને ‘અહંકાર’ તો થોડો પણ ના બતાવો, તો એ જ ‘સફળ’ નીવડેલા કામ ની ‘સફર’ એ જ તમારી સફળતા ની વ્યાખ્યા બની જતી હોય છે જે હર એક, દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે.

કોઈ પણ કામ માટે ‘ટીમ વર્ક’ જરૂરી છે જેમ અહી બંસરી ના મમ્મી અને પપ્પા એ ખીજાવાની કે બીજું કાઈ કરવાની જગ્યા એ એક ‘ટીમ વર્ક’ કરી બંસરી ને મનાવી તો લીધી જ બસ એવી જ રીતે.

આઇસ્ક્રિમ ની પાર્ટી લગભગ પટવા જ આવી હતી અને બંસરી નું ધ્યાન અત્યારે માત્ર આઇસ્ક્રિમ ખાવા માં જ હતું એટલે મમ્મી અને પપ્પા શું વાત કરી રહ્યા હતા એમાં પણ તેણે નજર નાખવાનું મન ના થયું અને પૂરું ધ્યાન બસ આઇસ્ક્રિમ પર જ.

લગભગ રાત ના ૧૧ વાગી ગયા હતા અને બંસરી ના પપ્પા એ કહ્યું હવે આપણે સુઈ જવું જોઈએ અને આમ પણ કાલે રવિવાર જ છે એટલે બંસરી ને તો ક્લિનિક પર જવાનું નહી હોય પણ મારે સવારે ૭ વાગ્યે જવાનું જ હોય છે એટલે મારે તો સુવા જવું જ પડશે તો સાથે સાથે બધા જ સુઈ જઈએ તો સારું રેહશે.

બધા પોત પોતાની રૂમ તરફ આગળ ચાલ્યા. સાથે સાથે બંસરી એ મમ્મી અને પપ્પા ને ગુડ નાઈટ વિશ કર્યું.

બંસરી પોતાની રૂમ માં આવી ગઈ હતી અને આજે તો બંસરી ને લેટ નાઈટ સુધી ઊંઘ નહોતી આવવાની. કાલે રવિવાર છે એટલે સવારે વહેલા જાગવાની તો કોઈ માથાકૂટ જ ના હતી એટલે આજે તે રાત્રે જાગી ને એકલી એકલી એન્જોય કરવાની હતી અને આ લગભગ તેનું બધા શનિવાર ની રાત નું ટાઇમ-ટેબલ હતું.

શનિવાર ની રાતે મોડે સુધી જાગવાનું અને રવિવારે સવારે ૧૦ વાગ્યા પહેલા નઈ ઊઠવાનું અને જો કોઈ રવિવારે કદાચ વહેલા ઊઠાય જાય તો એ સવારે ઊંઘ પૂરી ના થયા ની ભડાસ બપોરે ૩-૪ કલાક સુઈ ને કાઢવાની.

બંસરી રૂમ માં આવી ને બેડ પર બેથી અને ગરમી બહુ જ થઇ રહી હતી એટલે પહેલા તેણી એ એ.સી ચાલુ કરવાનું વિચાર્યું, પણ પછી તેને પોતાના શરીર માંથી થી જ થોડી પરસેવા ની ગંધ આવી જે લગભગ બીજા કોઈ પણ છોકરા ને માદક બનાવી શકે તેવી હતી એટલે બંસરી એ એ.સી શરુ કરવાનું માંડી વાળ્યું અને પહેલા બાથ લેવા નું વિચાર્યું. આમ પણ આખો દિવસ કામ કરી ને એટલી ગન્ધ હોવી તો યથાવત જ છે. દરરોજ ની જેમ પથારી માં જઇ ને સુઈ જવાનું હોય તો બાથ ના લઈએ એ તો ચાલે પણ આજ તો જાગવાનું હતું અને એ ગંધ સુવડાવી શકે તેવી હતી એવું વિચારતા વિચારતા અને મન માં આવું ગંદુ વિચાર વાના લીધે હલકા એવા સ્મિત સાથે બાથરૂમ તરફ વળી.

અને હવે શરુ થવાનું હતું એક હોટ અને રોમેન્ટિક સ્નાન.

ધીરે ધીરે શરીર પરથી એક એક કપડા ઉતરી રહ્યા હતા. પહેલા ઉપર ની ટોપ અને પછી લેગીસ ઉતારવામાં આવી અને હવે બંસરી માત્ર અંદર ના કપડા માં જ હતી જે જુના જમાના ના રાજા મહારાજા ઓના ફિલ્મો માં આવતા ગીત માં નર્તકી જે કપડા પહેરતી લગભગ તેના કરતા થોડા જ ઓછા રહ્યા હતા અને કહેવાનું એમ હતું કે બંસરી હવે તે ફિલ્મો ની નર્તકી જેવી જ લાગી રહી હતી માત્ર થોડા આભૂષણો ની ઓછપ વર્તાય રહી હતી.

એક હાથ થઈ ફુવારો શરુ કર્યો અને ફુવારા માંથી ધીમે ધીમે ગરમ પાણી આવ્યું સીધા જ બંસરી ના શરીર પર અને પછી શીતળ પાણી નો વરસાદ શરુ થયો. જેમ જેમ પાણી શરીર પર આવી રહ્યું હતું તેમ તેમ બંસરી વધુ જ માદક બની રહી હતી. વાળ પણ ભીના કરવા માં આવ્યા અને શરીર પર ચીપકેલું પાણી ચમકી રહ્યું હતું અને જાણે એ પાણી ચાંદી ના બની ગયું હોય એવું વર્તન કરી રહ્યું હતું.

હવે ધીમે ધીમે અંદર ના વસ્ત્રો પણ ઉતારવામાં આવ્યા અને એ ફુવારા માંથી પડતું પાણી, એ બાથરૂમ અને એક હાથ માં લીધેલો સાબુ દરરોજ ની જેમ આજે પણ પોતાને ભાગ્યશાળી માની રહ્યા હતા. સ્નાન પૂર્ણ કરીને બંસરી માત્ર એક ટોવેલ માં જ બાથરૂમ ની બહાર આવી. હજુ તેને વાળ ભીના જ હતા અને ગળા ની બાજુ માં ખભા પર પાણી ના બુંદ ખભા પર થી નીચે ના પડી જાય એવી રીતે ચોંટેલા હતા. બંસરી બાથરૂમ માંથી બહાર આવી ને સીધી જ કાચ સામે આવી ને ઊભી રહી ગઈ. એક હાથ માં હીટર લઇ ને વાળ ને સૂકવવા લાગી. હવે વાળ તો લગભગ અડધા સુકાઈ ગયા હતા એટલે સીધી જ નાઈટ વેર પહેરી ને કાચ સામે આવી ને ફરી ઊભી રહી ગઈ. હવે તે તેના ચેહરા સામે જ જોઈ રહી હતી. એ ગાલ પર નું સહેજ એવું મોટું તલ જાણે બંસરી ને પોતાના જ પ્રેમ માં પડી રહ્યું હતું.

બંસરી એ હળવેક થી એક હાથ અરીસા પર રાખ્યો અને બીજો હાથ પોતાના જ ગાલ પર અને અરીસા માં દેખાતી બંસરી અને અરીસા ની સામે ઉભેલી બંસરી ને નીરખવા લાગી. અરીસા ની સામે ઉભેલી બંસરી ભલે પોતાનું પ્રતિબિંબ હતું પણ બંસરી ને અરીસા વાળી બંસરી માં પોતાના માં જ છુપાયેલા સપના દેખાઈ રહ્યા હતા જે હજુ પુરા કરવાના બાકી હતા.

બંસરી ને એવા કોઈ પ્રેમ ની જરૂર પણ ના હતી અને એક તરફ થઈ બહુ જરૂર પણ હતી. એક તરફ એમ થઇ જતું એક કેરીંગ પાર્ટનર મળી જાય તો મજા પડી જાય તો બીજી તરફ ફરી સપના ઓનો પડી ભાંગવા નો ડર. આવતીકાલ બંસરી માટે શું લઇ ને આવવાની હતી તે બંસરી જાણતી નહોતી પણ હંમેશા બધા પોતાના માટે સારું જ વિચારે એમ બંસરી પણ પોતાના મારે એક સારા જ ભવિષ્ય ની રાહ જોય ને બેઠી હતી.

કાલે જ છોકરો જોવા આવવાનો છે. ખબર નથી શું થશે? કેવો હશે? સ્વભાવ સારો તો હશે ને? સ્વભાવ સારો મળશે તો દેખાવ માં ગમશે કે નહી? અને સૌથી પહેલા તો હું કાલે આ બધું હેન્ડલ કરી શકીશ કે નહી એ જ વિચાર આવતો હતો. બંસરી ની હાલત તો એકદમ નર્વસ થઈ ચુકી હતી અને આવા જ હજારો વિચાર સાથે બંસરી બેડ પર આંખ બંધ કરી ને સુતી હતી.

બંસરી નર્વસ છે પણ તમે નર્વસ ના થઇ જતા. આવતી કાલે જયારે છોકરો જોવા આવે ત્યારે બંસરી ની હાલત શું થશે એ જોવા માટે આગળ ના ભાગ ની રાહ જોવી પડશે.

આભાર મારી સ્ટોરી ને વાંચવા માટે અને જો કોઈ ભૂલ હોય તો એકવાર મેસેજ કરી ને જણાવશો જરૂર અને જો મારી સ્ટોરી તમને વાંચવા મજબુર કરતી હોય તો દિલ માં આવતો એક મીઠો કડક રીવ્યું જરૂર આપજો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED