હાલ્ફ લવ-૬ Piyush Kajavadara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાલ્ફ લવ-૬

હાલ્ફ લવ

ભાગ-૬

પિયુષ કાજાવદરા

‘હાલ્ફ લવ’ ભાગ-૫ માં આપણે જોયું કે બંસરી અને રાજ ની પહેલી મુલાકાત માં જ બંસરી ને તો રાજ પસંદ આવી જ ગયો હતો પણ હવે રાજ નો જવાબ શું હશે એ જાણવા માટે અહી હાજર છે ‘હાલ્ફ લવ’ ભાગ-૬.

જયારે જયારે દિલ માં ફીલિંગ્સ નો જન્મ થાય છે ત્યારે ત્યારે કાઈ નવું જ થતું જોવા મળે છે પણ એમાંથી જે લોકો પોતાની ફીલિંગ્સ ને કાબુ માં રાખી શકે છે તેમના માટે આ જીવન ‘મસ્ત’ અને ‘અલૌકિક’ બની જાય છે અને જે જે પોતાની ફીલિંગ્સ માં એકવાર ઘુસી જાય છે અને પછી બહાર નીકળી નથી શકતા તે લોકો માટે આ દુનિયા એટલી જ ‘ખરાબ’ અને ‘દુખિયારી’ બની જાય છે.

મન ને કાબુ માં રાખો આખી દુનિયા તમે કાબુ માં કરી શકશો.

હવે એ જ હાલત અહી હતી બંસરી ની, પણ બંસરી જાણતી હતી પહેલી વાર માં કોઈ દિવસ કોઈ સાથે પ્રેમ થતો જ નથી એ તો માત્ર ફિલ્મો માં જ જોવા મળે છે ‘લવ એટ ફ્રસ્ટ સાઈટ’ બાકી રીઅલ લાઈફમાં એવું કશું હોતું જ નથી, પણ હા એક વાત તો હતી જ કે બંસરી નું મન રાજ માં ચોંટી તો ગયું જ હતું પણ બંસરી હજુ રાજ ને વધુ સારી રીતે જાણવા માગતી હતી, હજુ તેને ઓળખવા માગતી હતી. આ બધું થયા પછી જ એ રાજ ના સપના જોવા માગતી હતી એના પહેલા તો બંસરી એક કદમ પણ આગળ વધારવા નહોતી માગતી.

બંસરી જાગી ને ફ્રેશ થઇ અને ટાઈમ પાસ કરવા માટે અગાશી પર ગઈ. બંસરી ની ફેવરીટ જગ્યા એટલે અગાશી જ્યાં તે ખુલા દિલ સાથે દુર આકાશ સાથે વાતો કરતી. પંખી ઓની જેમ આકાશ માં ઉડવાના સપના જોતી. કોઈ ઘર માં ખીજાય જાય તો ઉપર આકાશ ને જઈને ફરિયાદ કરતી અને જયારે બહુ ખુશ હોઈ ત્યારે ગગન સામે જોઇને મસ્ત મુસ્કાન આપતી.

બંસરી ની જિંદગી બસ આમ જ ચાલી રહી હતી અને વળાંકો તો બંસરી ની જિંદગી માં હવે આવવાના હતા અને કેવા વળાંકો આવવાના હતા એતો ખુદ બંસરી ને પણ ખબર નહોતી.

અને આમ પણ જો બધા ને પોતાની આવનારી જિંદગી વિષે પહેલે થી જ ખબર પડી જાય તો આ દુનિયા માં લગભગ ખુશી કાઈ જોવા મળેત જ નહી માત્ર દુખ જ જોવા મળેત, કારણ કે હમેશા અણધારી ખુશી જ આપણને ખુશી આપી શકે છે.

બંસરી અગાશી પર બેઠી બેઠી બધું નિહાળી રહી હતી. થોડી ઠંડી હવા તેના મુલાયમ શરીર ને સ્પર્શ કરતી ખુશ થતી થતી જઈ રહી હતી. આકાશ માં ઉડી રહેલા પંખીઓ બંસરી ને જોય ને જોર જોર થી બોલી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું.

લગભગ સાંજ ના ૬ વાગ્યા નો સમય હતો, અને બંસરી ની એકદમ સામે જ સુરજ આથમતો બંસરી જોય રહી હતી. આખો દિવસ સફેદ દેખાતા વાદળો એકદમ લાલચમ બની ગયા હતા. સુરજ ની ગરમી હવે વાદળો પુરતી જ સીમિત બની ગઈ હોય એઉ લાગી રહ્યું હતું અને નહિતર સુરજ ને આથમતા જોય ને વાદળો સુરજ ને રોકવા પોતાના ગાલ ગુલાબી કરી દીધા હોય એઉ લાગી રહ્યું હતું.

બંસરી પોતાની આંખો વડે બધું નિરિક્ષણ કરી રહી હતી. પક્ષીઓ અને પંખીઓ પોતાના બાળકો માટે ચણ લઇ ને પોતાના માળા તરફ ઉડી રહ્યા હતા. અંધારું થઇ જાય એ પહેલા બધા નું પોતાના ઘરે પહોચવું જરૂરી જ હોય છે.

બંસરી બેટા નીચે આવ હવે. “મમ્મી એ જોર થી બુમ મારી.”

બંસરી ને નીચે જવાની એવી કાઈ ખાસ તો ઈચ્છા ના હતી પણ આ વાદળો, સુરજ અને ઉડતા પંખીઓ પણ ક્યાં બંસરી ની રાહ જોવાના હતા. એ પણ પોતાના સમય ચક્ર મુજબ પોતાનું કામ ચાલુ જ તો રાખવાના હતા એટલે બંસરી બધા ને ટાટા બાય બાય બોલી ને નીચે આવી ગઈ.

બોલો મમ્મી શું કામ પડ્યું મારું તમને? “બંસરી બોલી.”

કામ તો કાઈ નહોતું બેટા, પણ વિચાર્યું આજે રવિવાર છે તો તારા અને તારા પપ્પા માટે કઈ સારી વાનગી બનાવું. બોલ? શું ખાવું છે? “બંસરી ના મમ્મી બોલ્યા.”

તમને જે ઈચ્છા પડે એ બનાવો મમ્મી. મારે તો બધું ચાલશે. “બંસરી બોલી.”

હમમ, અને એક વાત તે કશું વિચાર્યું છે? “બંસરી ના મમ્મી બોલ્યા.”

શેના વિષે મમ્મી?

શેના વિષે શું? સવાર માં છોકરો જોવા માટે આવ્યો હતો એના વિષે. “બંસરી ના મમ્મી બોલ્યા.”

એટલી બધી શું ઉતાવળ છે મમ્મી? હજુ તો આજે જોવા માટે આવ્યો અને આજે જ જવાબ? “બંસરી થોડું મોઢું ચડાવતા બોલી.”

અહી આવ તું મારી પાસે બેસ. “બંસરી ના મમ્મી એ પ્રેમ થી બંસરી ને પોતાની પાસે બોલાવી.”

બંસરી ઉભી થઇ ને પોતાની મમ્મી ની બાજુ માં જઈને બેસી ગઈ.

“જો દીકરા, એતો બસ એક છોકરો છે અને તારી હા, વગર તો વાત બિલકુલ આગળ ચાલવાની નથી એ વાત તો નક્કી જ છે, કારણ કે તાળી હમેશા બન્ને હાથે જ વાગે, અને બીજી વાત હું જાણું છું કે પહેલી વાર જોવા થી કે મળવાથી છોકરો કેવો છે એ જાણવું મુશકેલ છે પણ આ જ આપના સમાજ નો એક નિયમ છે. તમારા ભાગ્ય એટલા સારા છે કે તમને પહેલા છોકરો જોવા તો મળે છે અમારા સમય માં તો અમારા મમ્મી-પપ્પા જ જોય આવતા અને અમારા લગ્ન ક્યારે હોય એની જાણ અમને પણ નહોતા કરતા, હજુ એક ખાસ વાત છે કદાચ તું તારા પપ્પા ને ના કહી શકતી હોય તો મને ગભરાયા વગર કહી શકે છે. કદાચ જો તારા મન માં કોઈ પહેલે થી જ છોકરો ધ્યાન માં હોય તો એ પણ તું બિન્દાસ ડર્યા વગર મને જણાવી શકે છે. આપણે ત્યાં પહેલા જોય લઈશું.” બંસરી ના મમ્મી બોલ્યા.

“ના, મમ્મી એવું કઈ પણ નથી અને આજ સુધી એવી કોઈ વાત નથી કે જે મેં તમને ના કહી હોય. જ્યાર થી હું સમજણી થઇ છું ત્યાર થી જ તમે મારા મમ્મી કરતા એક મિત્ર તરીકે મારી સાથે ઉભા રહ્યા છો, એટલે તમારા થી વાત છુપાવવાનો કોઈ ચાન્સ જ નથી અને મિત્ર થી કોઈ દિવસ કોઈ વાત નો ડર તો હોતો નથી, પણ એક ડર છે એ જ કે તે બરાબર તો હશે ને, બાકી મને છોકરો પસંદ છે.” બંસરી થોડી શરમાતી બોલી.

બસ બાકી બધું તું અમારા પર મૂકી દે હવે અને તું ચિંતા ના કર. અમને પણ ખબર જ છે ને લગ્ન એ આખી જિંદગી નો સવાલ છે કોઈ રમકડા ની રમત તો નથી જ ને બંસરી. “બંસરી ના મમ્મી બોલ્યા.”

બંસરી એ બસ હકાર માં માથું જ હલાવ્યું.

બોલ હવે તો કોઈ ચિંતા નથી ને? “બંસરી ના મમ્મી બંસરી ના માથા પર હાથ ફેરવતા ફેરવતા બોલ્યા.”

તમે જ્યાં સુધી મારી સાથે ઉભા છો ત્યાં સુધી મને શું ચિંતા હોવાની મમ્મી? “બંસરી મોટા એવા સ્મિત સાથે તેણી ની મમ્મી સામે જોતા જોતા બોલી.”

હવે બોલ તારા માટે શું બનાવું? પાણી-પૂરી, સેન્ડવિચ કે પછી બીજું કાઈ? “બંસરી ના મમ્મી બોલ્યા.”

બંને મારું ફેવરીટ છે પણ આજે તો મને સેન્ડવિચ ખાવા ની ઈચ્છા છે અને હું તમારી સાથે તમારી મદદ પણ કરાવીશ એટલે જલ્દી બની જાય. “બંસરી બોલી.”

વાહ, બંસરી આજકાલ તો તું મને બહુ મદદ કરાવવા લાગી છે ને? મને આળસુ બનાવવાનો વિચાર છે હા તારો? “બંસરી ના મમ્મી હસતા હસતા બોલ્યા.”

આળસુ શું એમાં આવી જુવાન છોકરી ઘર માં હોય અને એના મમ્મી એકલા એકલા કામ કરતા હોય એ કાઈ સારું થોડી ને લાગે? “બંસરી થોડી હવા માં ઉડતી ઉડતી બોલી.”

હા, પણ તમારા બંને ના લગ્ન થઇ જશે પછી તો મારે જ બધું કરવાનું છે ને. ત્યારે મને કોણ મદદ કરાવવા આવશે હમમ? “બંસરી ની મમ્મી ની આંખ માં હલકા એવા આંસુ આવી ગયા.”

અરરે મારી વ્હાલી મમ્મી આપણે ઘર જમાઈ લઇ આવશું. “બંસરી હસતા હસતા બોલી.”

બંસરી ના મમ્મી ના હોઠ પર પણ સ્મિત આવી ગયું.

બંસરી તેણી ના મમ્મી સાથે અંદર રસોડા તરફ ગઈ મમ્મી ને હેલ્પ કરાવવા માટે.

બંને એ હસતા હસતા અને મસ્તી કરતા કરતા કામ શરુ કર્યું.

અદભુત મિસાલ એક માતા અને દીકરી ના સબંધ ની. જ્યાં માતા એ કોઈ દિવસ પોતે દીકરી ની માતા છે એમ કહી ને કોઈ રોફ નથી જમાવ્યો, અને આમ પણ દીકરા કે દીકરીઓ જયારે જવાની માં પગ મૂકી દે છે ત્યારે માતા અને પિતા એ પછી માતા-પિતા મટી ને એક મિત્ર બની જવું જોઈએ તો જ દીકરો કે દીકરી ખરાબ કામ કરતા પહેલા કહેશે, કોઈ ભૂલ થઇ હશે તો સ્વીકારશે.

અને એક માતા માટે બહુ કઠીન હોય છે પોતાની દીકરી ને સાસરે મોકલવી અને એવી અવસ્થા માં જયારે તેને પોતાને એક પણ દીકરો નથી. દીકરી ના ગયા પછી ઘર ફરી સુન-સાન પડી જવાનું હોય છે. દીકરી ના પગ ના ઝાંઝર નો અવાજ ફરી ક્યારેય તે ઘર માં ગુન્જ્વાનો હોતો નથી. ઘર માં ફરી અંધકાર છવાય જાય છે ત્યારે એક માં ને જરૂર દુખ થાય છે કારણ કે ૨૦-૨૨ વર્ષ સુધી દીકરીઓ નો એ કિલકાર ૨ ઘડી માં જ છીનવાય જાય છે. કોઈ બીજું આવી ને તેને પોતાની ઘર ની શોભા વધારવા લઇ જાય છે જેમ પોતે પણ આ ઘર ની શોભા વધારવા આવેલી એવી જ રીતે, તો પણ એક માં હમેશા પોતાની દીકરી ને ઝેર પીય ને પણ પોતાના સાસરિયા ની શોભા કઈ રીતે વધારવી એ જ શીખવે છે. માં હમેશા પોતાની દીકરી ને વધુ સહન શીલ બનાવે છે. કેમ? કેમ કે સાસરિયા માં જઈ ને તેને નાની નાની વાતો મૂંજવી ના નાખે, તે નવા લોકો સાથે જલ્દી થી હળીમળી ને રહેવા લાગે. બીજા ની ભૂલો ને જલ્દી થી નજર અંદાજ કરી નાખે અને તો જ નવા લોકો સાથે જલ્દી થી હળી-ભળી જવાય છે બાકી તો એક જન્મ શું ૭ જન્મ પણ ઓછા પડે પારકા ને પોતાના બનાવવામાં, અને આ તાકાત માત્ર એક સ્ત્રી માં જ હોય શકે.

હવે આપણે ક્યાં હતા? હા, બંસરી અને તેણી ના મમ્મી રસોડા માં બંસરી ની ફેવરીટ સેન્ડવિચ બનાવી રહ્યા હતા અને એટલા માં જ બેલ વાગે છે અને બંને ને ખબર જ હતી કે અત્યારે ઘરે કોણ આવે એ હતા બંસરી ના પપ્પા.

બંસરી એ રસોડા માંથી હોલ તરફ જઈને દરવાજો ખોલ્યો અને પપ્પા ને પાણી આપ્યું.

ઓહ આજે તો બહુ સારી સુગંધ આવી રહી છે ને, શું બનાવ્યું છે? “બંસરી ના પપ્પા પાણી પીતા પીતા બોલ્યા.”

સેન્ડવિચ બનાવી છે. “બંસરી એ જવાબ આપ્યો.”

વાહ, ચાલો જલ્દી જલ્દી બનાવો, બહુ ભૂખ લાગી છે મને તો. “બંસરી ના પપ્પા બોલ્યા.”

હા, હમણાં બસ તૈયાર થઇ જ જશે. માત્ર ૧૦ મીનીટમાં. “બંસરી એ હસતા હસતા જવાબ આપ્યો.”

સારું છે ચાલ તો મને ટી.વી. તો ચાલુ કરી આપ ત્યાં સુધી માં કાઈ ટાઇમ-પાસ તો કરું. “પપ્પા એ સામે હસતા હસતા કામ આપી દીધું.”

બંસરી એ ટી.વી. ચાલુ કર્યું અને પાછી રસોડા તરફ ચાલી ગઈ.

મમ્મી, પપ્પા એ જલ્દી બનાવવાનું કહ્યું એમને બોવ ભૂખ લાગી છે એમ કહે છે. “બંસરી એ જઈને મમ્મી ને કહ્યું.”

હા, તારા પપ્પા નું પહેલે થી જ એવું છે એના નાક માં કાઈ પણ સારી સુગંધ જાય એટલે એમની ભૂખ ફટાફટ ઉઘડી જાય. “બંસરી ના મમ્મી હસતા હસતા બોલ્યા.”

અને આ વાત યાદ રાખવા જેવી છે જો તમારા પતિ ને ખુશ રાખવા હોય તો એમના હર્દય ની નસ પેટ તરફ થી જાય છે એટલે આ અત્યાર થી યાદ રાખી લેજે તું.

બંસરી થોડી હસી.

અરે હશે છે કેમ? એકદમ સાચી વાત છે આ, પતિ ને સારું ખવરાવી ને કોઈ પણ વાત મનાવી શકાય છે. “બંસરી ના મમ્મી બોલ્યા.”

હા, મમ્મી યાદ રાખી લીધી. “બંસરી શરમાતા શરમાતા બોલી.”

જ હવે તારા પપ્પા ને બોલાવી આવ એટલે એમને ગરમ ગરમ જ આપી દઈએ. “બંસરી ના મમ્મી બોલ્યા.”

બંસરી ઉભી થઇ ને હોલ તરફ ગઈ. તેણી ના પપ્પા ને બોલવા માટે.

બધા ગરમ ગરમ જમવા માટે બેસી ગયા, અને બંસરી ના ઘરે પહેલે થી જ એવું હતું કે જમતા જમતા વાતું ઓછી કરે. જે પણ કઈ મહત્વ ની વાતોએ નહિવત કરતા અને જમી ને પછી નિરાતે ફ્રિ થઇ ને બધા એક સાથે હોલ માં બેસી ને વાતો કરતા.

જમવાનું પૂરું થયું અને બંસરી અને તેણી ના મમ્મી એ ફટાફટ કામ પતાવી ને હોલ તરફ બેસવા માટે આવ્યા.

કોઈ ફોન આવ્યો એમનો? “બંસરી ના મમ્મી એ પૂછ્યું.”

કોનો? “બંસરી ના પપ્પા બોલ્યા.”

આજે જે જોવા આવ્યા હતા એમનો બીજા તો કોનો હોય? “બંસરી ના મમ્મી બોલ્યા.”

ના, હજુ તો નથી આવ્યો પણ હવે આવવો જોઈએ ખરા. ચાલ ને હું જ ફોન કરી ને પૂછી લવ કે શું થયું એ? “બંસરી ના પપ્પા બોલ્યા.”

હા, સારું પૂછી જુઓ.

બંસરી બધું ચુપચાપ સાંભળી જ રહી હતી, અને એના ભવિષ્ય માટે લેવાતા નિર્ણયો પર થોડું ઘણું વિચારી પણ રહી હતી. જે ચાલતું હતું એ જોવામાં જ ધ્યાન આપી રહી હતી અત્યારે તો.

બંસરી ના પપ્પા એ કિશોર કાકા ને ફોન કર્યો અને વાત કરતા કરતા ધીમે ધીમે ઘર ની બહાર ચાલ્યા ગયા. લગભગ ૧૦ મિનિટ પછી તે પાછા ઘર માં આવ્યા.

કેમ વાત કરતા કરતા બહાર જવું પડ્યું તમારે? “બંસરી ના મમ્મી બોલ્યા.”

ના, એવી કોઈ ખાસ વાત તો નથી પણ હા થોડી વાત ખાસ તો છે. “બંસરી ના પપ્પા બોલ્યા.”

અરે તમે વાત ને આમ ગોળ કેમ ફેરવો છો? જે હોય તે સીધું સીધું કહો ને. શું જવાબ આવ્યો છે કાઈ? “બંસરી ના મમ્મી બોલ્યા.”

હા, જવાબ તો આવી ગયો છે પણ કિશોર મને કહેવું ભૂલી ગયો હતો. “બંસરી ના પપ્પા બોલ્યા.”

શું જવાબ આવ્યો છે?

છોકરા તરફ થી તો હા છે. “બંસરી ના પપ્પા બંસરી તરફ જોઈ ને બોલ્યા.”

બંસરી થોડી શરમાય, કારણ કે અંદર થી બંસરી ની પણ ઈચ્છા તો એવી જ હતી કે રાજ તરફ થી હા જ આવે, અને એવું જ થયું.

પણ એમની એક શરત છે. “બંસરી ના પપ્પા વાત ઉમેરતા બોલ્યા.”

બંસરી નું દિલ થોડું જોર થી ધડકવા લાગ્યું અને તેણી ના મમ્મી નું મોં પણ થોડું ખૂલું રહી ગયું.

શરત? કેવી શરત? “બંસરી ના મમ્મી ખુલા મોં સાથે બોલ્યા.”

બંસરી ના મન માં પણ આ સવાલ ચાલી રહ્યું હતો. આમાં વળી કોઈ શરત આવતી હશે? અને શરત હશે તો કેવી શરત હશે?

આ શરત શું છે? તે જાણવા માટે તમારે રાહ જોવી પડશે હાલ્ફ લવ ભાગ નંબર ૭ ની.

ત્યાં સુધી જો બીજા ભાગ ના વાચ્યા હોય તો ફટાફટ ડાઉનલોડ કરો અને વાચો આગળ ના બધા ભાગ અને હા, તમારો પ્રતિભાવ આપવાનું ભૂલશો નહી.