Half Love - Part - 10 books and stories free download online pdf in Gujarati

હાલ્ફ લવ ભાગ-10

હાલ્ફ લવ

ભાગ-૯

પિયુષ કાજાવદરા

આગળ જોયું..

રાજ બંસરી ને ડ્રોપ કરવા માટે બંસરી ના ક્લિનિક પર આવે છે અને ત્યાં ડ્રોપ કરીને બંસરી ને બાય બોલી ને પોતાના કામ પર ચાલ્યો જાય છે અને બંસરી પણ ક્લિનિક તરફ પોતાની પગ આગળ તરફ ચલાવે છે.

હવે આગળ જોઈએ.

બંસરી ક્લિનિક માં જઈને પોતાની જગ્યા પર બેસે છે અને આજે એનું મગજ ઓછુ અને મન વધુ ચાલતું હતું અને વ્યથા ઓછી અને મનોવ્યથા વધુ વહી રહી હતી બંસરી ના વિચારો માં કારણ કે આજે પહેલી જ મુલાકાત માત્ર મુલાકાત જેવી જ બની રહી. બંસરી ને હજુ વધુ રોકાવું હતું ત્યાં કર્મા કોફી કાફે માં અને હજુ વધુ રાજ સાથે વાતો કરવી હતી, રાજ ને વધુ જાણવો હતો પણ મુલાકાત માત્ર બસ એક મુલાકાત જ બની રહી જેવી પહેલી મુલાકાત બંસરી ના ઘરે થયેલી બસ એ જ માત્ર આ બીજી મુલાકાત હતી, પણ બંસરી એ હવે પોતાને જ કોસવાનું બંધ કર્યું અને કામ કરવા પર ધ્યાન દેવું જોઈએ એ વિચાર્યું બાકી ના વિચાર હવે લંચ માં કરીશ એવું વિચારી, મન અને મગજ બંને ને બાજુ માં મૂકી કામ માં મન ને પરોવ્યું.

સમય જતા વાર નથી લાગતી અને સમય કોઈ નો સગો નથી નથી, સમય આજ આપણો છે તો કાલ બીજાનો, માટે કોઈ દિવસ પોતાનો સારો સમય જોઇને બીજા ના ખરાબ સમય પર હસવું નહી. આપણો સમય બદલાય ને ક્યારે ખરાબ થશે એ આપણે પણ નથી જાણતા, માટે હંમેશા સમય ને નમસ્કાર કરવા પોતાના સમય ને પણ અને બીજા ના સમય ને પણ. સમય વહેતો થયો અને બંસરી નો લંચ નો સમય થઇ ગયો હતો અને હવે લગભગ બંસરી ૪૫ મિનીટ માટે જે મજા આવે તે વિચારી શકે તેમ હતી અને કોઈ ના પણ મન માં નવરાશ ના સમય માં વિચારો નો મારો થવાનો જ હોય છે અને એ વિચારો જો થોડા જ સમય માં કોઈ સારું કામ થયું હોય તો એને લગતા વધુ આવે અને ખરાબ કામ થયું હોય તો નવરાશ ના હોય તો પણ વિચારો તો ચાલુ જ રહે છે.

બંસરી વિચારી રહી હતી કે રાજ ને આજે હું મળી અને અચાનક જ જલ્દી જલ્દી માં અમે જુદા પડ્યા એને કાઈ ખોટું તો નહી લાગ્યું હોય ને? અને ઉપર થી પાછી એને મળવાની ઉતાવળ માં લઘર વઘર તૈયાર થઇ ને ગઈ હવે એના મન માં અત્યારે કેવા વિચારો ચાલી રહ્યા હશે કોણ જાણે? પણ બંસરી જાણતી હતી કે આ બધા સવાલો નો જવાબ એને રાજ સિવાય બીજું કોઈ પણ આપી શકે એમ નથી એટલે બંસરી એ વધારા ના ઉલટ ફુલટ આવતા વિચારો ને થોડા દુર જ રાખ્યા અને થોડું જમવામાં ધ્યાન આપ્યું.

આપણે બધા જાણીએ જ છીએ જયારે કોઈ પણ માણસ પ્રેમ માં પડે છે ત્યારે એમના મન માં હંમેશા એક જ વિચાર ઘૂમ્યા કરતો હોય છે કે સામે વાળી પાર્ટી અત્યારે કરતી શું હશે, એ પ્રેમ પછી જાતે થયેલો હોય તો પણ અને સગાઇ પછી નો હોય તો પણ, દિલ, મન અને વિચારો હમેશા ત્યાં જ અટકેલા રહે છે, લગભગ બધા ના મત મુજબ આવો પ્રેમ લગ્ન સુધી જ રહે છે લગ્ન પછી બધું બદલાય જતું હોય છે એવું જાણવા મળ્યું છે અને જો લગ્ન પછી જો આ બધું ના બદલાય તો એ કપલ ને સમજવું કે એમને દુનિયા નો સૌથી બેસ્ટ પાર્ટનર મળ્યો છે. બંસરી પણ એ જ વિચારી રહી હતી કે રાતે રાજ નો ફોન આવશે તો બધું જાણી લઈશ કે એને કાઈ ખોટું તો નથી લાગ્યું ને. અને બીજા બધા નું પણ એવું જ હોય છે પહેલા મુલાકાત અને મુલાકાત પછી ના બીજા ફોન પર ફરી પછી વાતો ને વાગોળવાની કે આજે તો બહુ મસ્ત લગતી હતી. તારા એ છુટ્ટા વાળ અને ગાલ પર નું ના દેખાતું એ તિલ, મન તો થતું હતું કે તને બધા વચ્ચે એક જપ્પી સાથે એક પપ્પી ફ્રિ આપી દવ, પણ પછી બધા વચ્ચે થોડો કાબુ રાખ્યો. બસ પ્રેમી ઓની આવી વાતો કોઈ દિવસ ખૂટતી નથી. ચાલ્યા જ રાખે..

હવે અહી થી હાલ્ફ લવ થોડી સ્પીડ પકડશે કારણ કે કોઈ ને પણ કોઈ ની રૂટીન બોરિંગ લાઈફમાં રસ નથી હોતો. જીવન માં કાઈ એવું બને કે આખી જિંદગી બદલાય ને તમને જોર થી સપના ની દુનિયા માંથી હકીકત ની ખીણ માં ધકેલી દે અને તમે એ ખીણ માંથી ધીમે ધીમે પગપાળા બહાર આવો અને દુનિયા ને બોલો કે હું આવું છું, હું જીવું છું હજુ બસ ત્યારે જ ખરી જિંદગી ચાલુ થાય છે જે ખુબ જ સંઘર્ષમય હોય છે, જે જિંદગી અનુભવો થી ભરાઈ ચુકી હોય છે અને એ જિંદગી ને કોઈ પછી હરાવી થી શકતું, બસ તે આગળ જ વધતી જાય છે પણ જો એ જિંદગી ને તમે ખરા અર્થ માં જીવો તો.

બંસરી નું ક્લિનિક પર નું કામ પત્યું અને હવે એ ઘરે જવા માટે નીકળી. આજે પણ બંસરી એ દરરોજ ભરેલા સમય જેટલો સમય જ ક્લિનિક માં વિતાવ્યો હતો પણ આજે બંસરી ના મન અને મગજ પર કોઈ લોડ કે પછી કોઈ થાક નજર નહોતો આવતો બસ આજ અસર હતી રાજ સાથે ની મુલાકાત ની. બંસરી એ રિક્ષા પકડી અને બેસી ને ઘર તરફ રવાના થઇ.

દરરોજ ના નિત્યક્રમ મુજબ પહેલા તો બંસરી અને તેણી ના મમ્મી વચ્ચે થોડી વાતો થઇ, અને પછી બંસરી ફ્રેશ થવા માટે તેણી ના રૂમ તરફ ગઈ અને ફ્રેશ થઇ ને ખુલતા કપડા પહેરી ને પાછી હોલ તરફ આવી અને બંસરી ના મમ્મી હજુ ત્યાં જ બેઠેલા હતા.

મમ્મી, આજે શું થયું તને ખબર છે? “બંસરી બોલી.”

ના, જ્યાં સુધી તું મને કહીશ નહી ત્યાં સુધી મને કેમ ખબર પડશે કે આજે શું થયું? “બંસરી ના મમ્મી ટીખળ કરતા કરતા બોલ્યા.”

આજે છે ને હું ક્લિનિક જવા માટે નીકળી તો રસ્તા માં રાજ નો ફોન આવ્યો તો અને એ મને મળવા માંગતો હતો બસ એમ જ કલાક માટે. તો પછી મેં એને હા પાડી અને એ મને મળવા માટે આવ્યો અને લગભગ અમે ૨૦-૩૦ મિનીટ જેટલું જ સાથે રહ્યા પછી મારા સર નો ફોન આવ્યો એટલે હું પાછી ક્લિનિક પર આવી ગઈ. મમ્મી મેં કાઈ ખોટું તો નથી કર્યું ને રાજ ને મળીને? “બંસરી બોલી.”

હમમ, ખોટું તો નથી કર્યું કાઈ અને આમ પણ તારા પપ્પા એ તને રાજ ને મળવા માટે ની છૂટ તો આપી જ છે ને, તો પણ તારે એક વાર અમને પૂછવું જોઈતું હતું, પણ જવા દે આમ પણ તને ખબર જ હતી કે અમારી હા જ હશે, પછી પૂછ કે ના પૂછ શું ફર્ક પડવાનો અને આમ પણ તારી અને મારી વચ્ચે એ બધી પૂછવાની ફોર્માલીટી શું કરવી? “બંસરી ના મમ્મી બોલ્યા.”

આ વાત મને ગમી, બોવ ગમી ઘર માં કોઈ દિવસ ફોર્માલીટી જેવી વસ્તુ ના હોવી જોઈએ. ફોર્માલીટી ઘર માં શું બીજા કોઈ સબંધો પણ ના હોવી જોઈએ, અને હવે આપણી જિંદગી તો ફોર્માલીટી પર જ ચાલે છે. પેલા એ મને આમ ના કહ્યું અને અહી ના બોલાવ્યો કે બોલાવી, પછી ભલે ને એ ત્યાં જવાનો કે જવાની હોય જ નહી, પણ ફોર્માલીટી તો જોઈએ જ. ફોર્માલીટી હટાવો અને હકિકત માં જીવો. દુખ પણ નહી લાગે અને આરામ થી જીવી શકશો.

બંસરી ના પપ્પા આવી ગયા અને બધા એ જમી લીધું અને બંસરી પછી આરામ કરવા માટે તેણી ની રૂમ માં ગઈ.

બંસરી સુતા સુતા રાજ સાથે થયેલી મુલાકાત વિશે જ વિચારી રહી હતી અને હવે પછી મુલાકાત થાય ત્યારે શું શું પૂછવાનું છે એનું લીસ્ટ મન માં જ બનાવી રહી હતી, અને એટલા માં જ બંસરી ના ફોન ધ્રુજ્યો. બંસરી એ કોનો મેસેજ છે એ જોવા માટે ફોન હાથ માં લીધો. મેસેજ રાજ નો હતો.

હેય, ડીનર થઇ ગયું? શું કરે છે? “બંસરી એ રાજ નો મેસેજ વાંચ્યો.”

હા, ડીનર તો થઇ ગયું અને તારું? હું બસ બેડ પર સુતી છું તું શું કરે છે? “બંસરી એ જવાબ આપ્યો.”

બંસરી એ થોડી વાર ફોન હાથ માં જ પકડી રાખ્યો પણ સામે થી રાજ નો કોઈ જવાબ આવતો નથી અને બંસરી ની આંખ હવે બંધ થવા લાગી હતી અને અચાનક જ બંસરી ના ફોન નો રીંગ વાગે છે. બંસરી જોયા વગર જ ફોન રીસીવ કરે છે.

હેલો. “સામે છેડે થી અવાજ આવે છે.”

હેલો, કોણ? “બંસરી પૂછે છે.”

સુઈ ગઈ કે શું એટલી વાર માં. “પાછો સવાલ.”

કોણ? બંસરી ફોન તેણી ની આંખ સામે કરે છે અને જોવે છે તો રાજ નો ફોન હોય છે. રાજ? હા તારા મેસેજ ની રાહ જોતાજોતા ઊંઘ આવી ગઈ. “બંસરી બોલે છે.”

હા, સોરી એ મહેમાન આવી ગયા તો એમની સેવા ચાકરી માં તને મેસેજ કરતા વાર લાગી એટલે વિચાર્યું હવે સીધો ફોન જ કરી દવ એટલે વાત પણ જલ્દી થઇ જાય અને મેસેજ ની જેમ રાહ પણ ના જોવી પડે અને હા, તને ઊંઘ આવતી હોય તો તું સુઈ જ આપણે કાલે વાત કરીશું. “રાજ બોલ્યો.”

ના હવે થોડી વાર વાત કરી જ લઈએ તે ફોન કર્યો છે તો. “બંસરી બોલી.”

હમમ, કેવો રહ્યો આજ નો દિવસ? “રાજ એ પૂછ્યું.”

બસ દરરોજ જેવો જ ને મસ્ત, સુંદર અને અંત માં થાકી જઈએ એવો. “બંસરી એ રાજ ને મળીને જે ખુશી થઇ એ છુપાવતા બોલી.”

અને મારી સાથે થયેલી મુલાકાત? “રાજ એ સમય ના બગાડતા સીધી મુદ્દા ની વાત જ કરી.”

મુલાકાત તો સારી રહી પણ જેવી જોઈતી હતી એવી નહી, અને એ પણ મારા લીધે જ થયું સોરી રાજ ફોર ધીસ, મને નહોતી ખબર એટલુ જલ્દી મારે જવાનું થશે નહિતર હું તને પછી ક્યારેક જ મળવાનું કહેત. “બંસરી બોલી.”

ના ના, સોરી કહેવાની જરૂર નથી, તને પણ ક્યાં ખબર હતી કે આવું કાઈ થશે અને જો તારે બરાબર જ મળવું હોય તો એક દિવસ ક્લિનિક પર રજા મૂકી દે અને પછી આપણે મસ્ત નિરાતે જ મળીયે. “રાજ મંદ મંદ હસતા બોલ્યો.”

હવે બંસરી ની હાલત થોડી અસમંજસ જેવી બની ગઈ કે હવે રાજ ને શું કહેવું?

રજા ને? ચાલ ને કાઈ વિચારું જો એવું કશું પોસીબલ બનશે તો હું તને એક દિવસ પહેલા જરૂર કહી દઈશ એટલે તને પણ વિચાર વાની ખબર પડે. “બંસરી બોલી.”

હા, બરાબર છે અને આજે તું બ્લુ કુર્તી માં મસ્ત દેખાઈ રહી હતી એકદમ સ્વિટ અને સિમ્પલ. “રાજ બંસરી ની તારીફ કરતા કરતા બોલ્યો.”

બસ હવે રહેવા દે ખોટું ના બોલ. “બંસરી હસતા હસતા બોલી.”

તું લાઈન જબરજસ્ત ખેંચે છે. “બંસરી ખડખડાટ હસી રહી હતી.”

રાજ બસ બંસરી ને હસતા સાંભળી રહ્યો હતો અને કશું બોલતો નહોતો.

કેમ તને હું જૂઠું બોલતો હોય એવું લાગે છે? “રાજ એ બંસરી ના હસવાના અવાજ થી થાકી ને કહ્યું.”

કારણ તો સામે જ છે અને હું કારણ કહીશ તો તને પણ હસવું આવશે જ. “બંસરી બોલી.”

શું કારણ છે? “રાજ બોલ્યો.”

હસવાનું કારણ એ જ છે કે મેં સવાર માં બ્લુ કુર્તી નહી પણ રેડ કુર્તી પહેરી હતી અને બ્લુ પટિયાલા હતું. “બંસરી બોલી.”

હમમ, રાજ ધીમે થી હસી ને બોલ્યો તો એમાં શું થયું કપડા ના કલર ઉપર નીચે બદલાય ગયા છે બાકી બધું તો સાચું જ કહ્યું છે ને મેં. “રાજ બોલ્યો.”

હા, એતો બસ એમ હસવું આવતું હતું એટલે અને હા તું પણ ફોર્મલ કપડા માં મસ્ત દેખાય છે. “બંસરી એ પણ કોમ્પ્લીમેન્ટ આપતા કહ્યું.”

થેંકસ. “રાજ બોલ્યો.”

સારું ચાલો હવે સુઈ જઈએ અને વહેલી પડે સવાર આમ પણ ૧૧ વાગી ગયા છે સવારે જલ્દી ઊઠવાનું છે એટલે. “બંસરી બોલી.”

હા સારું, શુભરાત્રિ. “રાજ બોલ્યો.”

અને બંસરી એ પણ ગુડ નાઈટ કહી ને ફોન કટ કર્યો.

બંસરી એ ફોન માં ૭:૩૦ નું એલારામ મુક્યું અને ફોન ને બાજુ માં મુકીને આંખ બંધ કરી.

બંસરી આંખ બંધ કરીને કાઈ અલગ જ કરવાનું વિચારી રહી હતી, બંસરી ને આજે રાજ સાથે થયેલી વાત પર થી એટલો તો અંદાજો આવી જ ગયો હતો કે રાજ પણ તેણી ને પસંદ તો કરે જ છે અને જો આમ ને આમ જ મુલાકાત અને વાતો રાજ સાથે ચાલતી રહેશે તો હું રાજ ને જે રીતે જાણવા માગું છું એ જાણી નહી શકું, અને પછી કદાચ મને પણ એની સાથે પ્રેમ થઇ જશે તો હકિકત અને સપના ની દુનિયા માં અંતર મોટું થઇ જશે અને જ્યાંથી પાછુ હકિકત ની દુનિયા માં આવી જવું સહેલું તો છે પણ જીવવું એટલું બધું સહેલું નહિ લાગે, જિંદગી કદાચ બગડી જશે, બધા થી અણગમો થઇ જશે, હું મને તો જોઈ શકીશ પણ હું મને નહી જોય શકું એવી રીતે, માટે બંસરી આ વખતે કશું અલગ જ કરવાનું વિચારી રહી હતી. તેણી રાજ ને પસંદ કરતી હતી કે પ્રેમ એ નહોતી જાણતી અને જાણવા પણ નહોતી માગતી કારણ કે જયારે દિલ ને પસંદ અને પ્રેમ વચ્ચે નું અંતર ખબર પડી જાય છે ત્યારે જ બેચેન બની ને ફર્યા કરે છે. ઉ.દા. તરીકે તમે ફિલ્મ ની હેરોઈન ને પસંદ કરો છો પ્રેમ નહી માટે એને તમે દુર થી જોય ને પણ ખુશ જ રહો છો એની સાથે શું થઇ રહ્યું છે કે શું થતું હશે એના થી તમને કોઈ મતલબ નથી હોતો પણ જયારે તમે પસંદ ની જગ્યા એ પ્રેમ કરો છો ત્યારે તમારા પર એમની હર એક મૂવમેન્ટ અસર કરવા લાગે છે.

હવે બંસરી બીજી મુલાકાત માં રાજ સાથે શું કરવાની હતી એ માત્ર બંસરી એક જ જાણતી હતી અને તમારે જાણવા માટે રાહ જોવી પડશે હાલ્ફ લવ ભાગ-૧૦ ની.

વધુ આવતા અંકે...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED