Half Love - Part - 9 books and stories free download online pdf in Gujarati

હાલ્ફ લવ-૯

હાલ્ફ લવ

ભાગ-૯

પિયુષ કાજાવદરા

આગળ જોયું.

બંસરી આખો દિવસ રાજ ના ફોન કે મેસેજ ની રાહ જુવે છે પણ રાજ નો કોઈ ફોન કે મેસેજ નથી આવતો અને થોડી મુડલેસ થઇ જાય છે અને પછી રાતે બંસરી ની રાજ જોડે વાત થાય છે અને આવતી કાલે સવારે મુલાકાત ગોઠવાય છે. હવે આગળ જોઈએ બંસરી અને રાજ ની મુલાકાત...

બંસરી ની રાજ સાથે વાત તો થઇ ગઈ હતી અને બંસરી ખુશ પણ હતી. રાજ ના વિચારો માં ખોવાયેલી બંસરી વિચારી રહી હતી કે આવતી કાલે સમય તો મેં આપ્યો છે રાજ ને પણ મને રાજ મળવા ક્યાં બોલાવશે? મારી અને રાજ ની પહેલી મુલાકાત કેવી રહેશે? રાજ સાથે હું વાત શું કરીશ? અને સૌથી મોટો સવાલ એ હતો અને લગભગ બધી છોકરીઓને એ સવાલ મન માં ફરતો જ રહે છે જયારે કાઈ પણ બહાર ફરવા જવાનું થતું હોય છે કે હું કપડા ક્યાં પહેરીશ? કારણ કે બંસરી ને પહેલી જ મુલાકાત માં રાજ પર એક છાપ છોડવાની હતી જેથી બંસરી રાજ ને પહેલી જ નજર માં પસંદ આવી જાય. બસ આવા જ વિચારો માં બંસરી સુઈ ગઈ.

સપના માં પડેલી બંસરી ને સવારે જાગવાની જલ્દી ના હતી, એટલે બંસરી ને પહેલી વાર નહી આમ તો આ દરરોજ નું જ હતું. અલારામ એની જગ્યા એ વાગતું રહે અને બંસરી મસ્ત સુતી રહે, બંસરી માટે તો તેણી ના મમ્મી જ અલારામ હતું અને એની બૂમ સાંભળી ને જ બંસરી ની ઊંઘ ઉડે અને આજ પણ એવું જ થયું. બંસરી ના મમ્મી એ બૂમ મારી અને અચાનક જ બંસરી ની આંખ ખુલી અને આંખ ખુલતા ની સાથે બંસરી ના મન માં પહેલો જ વિચાર એ આવ્યો કે આજે તો રાજ ને મળવા જવાનું હતું અને મેં આજે જ ઉઠવામાં મોડું કરી દીધું એમ પોતાને જ કોસતી કોસતી જલ્દી થી પોતાનો ફોન હાથ માં લીધો ચેક કરવા કે કોઈ રાજ નો મેસેજ કે ફોન નથી આવ્યો ને એ.

બંસરી હાથ માં ફોન લઇ ને લોક ખોલે છે, અને જોવે છે રાજ નો કોઈ મેસેજ આવેલો જોવા મળતો નથી કે પછી કોઈ ફોન પણ નથી આવેલો હોતો રાજ નો. થોડો મૂડ ઓફ થઇ જાય છે અને ફોન મૂકી ને નાહવા જવાની તૈયારી જ કરતી હોય છે ત્યાં બંસરી ના ફોન માં મેસેજ ટોન વાગે છે અને બંસરી હાથ માં ફોન લઇ ને જોવે છે કે અત્યારે કોનો મેસેજ આવ્યો.

મેસેજ રાજ નો હતો અને બંસરી ના ફેસ પર એક રોમેન્ટિક સ્મિત આવી જાય છે અને મેસેજ ખોલે છે.

“ગુડ મોર્નિંગ બંસરી, હેવ એ ગૂડ ડે. એન્ડ ડોન્ટ ફોરગેટ અવર મિટિંગ. કોલ મી વેન યુ આર ફ્રી. બાય.”

બંસરી બસ એટલું વાંચી ને ખુશ ખુશાલ થઇ જાય છે અને ફટાફટ નાચતી નાચતી બાથરૂમ તરફ ચાલી જાય છે.

બંસરી તૈયાર થઇ ને રસોડા તરફ આવે છે અને નાસ્તો તૈયાર જ હોય છે. નાસ્તો કરી ને મમ્મી ને બાય બોલી ને બંસરી ઘર ની બહાર નીકળે છે. બહાર નીકળી ને પહેલા તે રાજ ને મેસેજ કરે છે.
“હલો રાજ, હું ફ્રી થઇ ગઈ છું અને તું ફ્રી ના હોય તો જલ્દી ફ્રી થઇ જજે કારણ કે મારે પછી ક્લિનિક પર જવાનું છે એટલે મારી પાસે વધુ માં વધુ ૧ કલાક નો સમય છે એના થી વધારે સમય મારી પાસે નથી.

બંસરી ધીમે ધીમે ચાલતી થઇ રાજ ના મેસેજ ની રાહ જોતી જોતી એ બસ સ્ટેન્ડ સુધી તો પહોચી ગઈ અને બસ સ્ટેન્ડ પાસે બસ ની રાહ જોય રહી હતી અને એટલા માં જ રાજ નો ફોન આવ્યો.

“હલો બંસરી ક્યાં છે તું?” રાજ એ પૂછ્યું.

હું, મારા ઘર થી થોડા આગળ ચાલતા એક બસ સ્ટેન્ડ છે ત્યાં ઉભી છું. “બંસરી બોલી.”

કેમ ત્યાં? “રાજ બોલ્યો.”

તારા ફોન ની રાહ જોય રહી હતી અને જો તારે લેટ થાય એમ હોય તો થોડી વાર ક્લિનિક પર જઈ આવેત એવું વિચાર્યું હતું મેં. “બંસરી એ જવાબ આપ્યો.”

હા, પણ બસ સ્ટેન્ડ પર કેમ? ગાડી ક્યાં ગઈ? “રાજ એ ફરી સવાલ કર્યો.”

ગાડી મેં કાલે સર્વિસ માં આપી છે, બોવ અવાજ કરતી હતી ને એટલે, માટે આજે બસ માં જવાનું વિચાર્યું. “બંસરી એ જવાબ આપ્યો.”

તો હું ત્યાં બસ સ્ટેન્ડ પર થી જ તને પીક કરી લવ? કોઈ વાંધો તો નથી ને? તને? “રાજ એ ઈમાનદારી ભર્યો સવાલ કર્યો.”

ના, વાંધો તો નથી પણ કાઈ નહી ચાલ તું આવી તો જ અહી. પછી જોઈએ. “બંસરી થોડી મૂંજવણ સાથે બોલી.”

હા, બસ હું ત્યાં થી થોડો જ દુર છું, લગભગ ૫ થી ૭ મિનીટ માં ત્યાં પહોચી જઈશ. ત્યાં સુધી તારે મારી રાહ જોવી પડશે, અને ચલ હવે ફોન મુક નહિતર હજુ વધુ લેટ થશે. “રાજ થોડું હસતા હસતા બોલ્યો.”

હા, હું રાહ જોવ છું. બાય. “બંસરી બોલી.”

બંસરી હવે બસ સ્ટેન્ડ પર ઉભી ઉભી રાજ ની રાહ જોય રહી હતી અને રાજ ના આવે ત્યાં સુધી તેણી પાસે બીજું કાઈ કામ પણ ના હતું અને બંસરી ની એક ટેવ હતી એ જયારે એકલી ઉભી હોય અને એની પાસે કાઈ કામ ના હોય ત્યારે તે આજુ બાજુ નું વાતાવરણ સ્કેન કરવા લાગતી કે આજુ બાજુ માં શું થઇ રહ્યું છે.

અને આજે પણ બંસરી એ એ કામ બખૂબી કર્યું.

લગભગ સવાર ના ૯.૩૦ વાગ્યા હતા એટલે માહોલ બહુ શાંત હતો. રસ્તા પર થી ૨-૩ ગાડી ઓ નીકળી રહી હતી. સામે થી ૨ ભિખારી છોકરા બધા પાસે ૧-૨ રૂપિયા માંગી રહ્યા હતા. અમુક શાકભાજી વાળા લારી ઓ લઈને વેચવા જઈ રહ્યા હતા અને એટલા માં બંસરી ને એક કપલ દેખાયું. જે એક બીજા ના હાથ માં હાથ પરોવી ને ચાલી રહ્યું હતું, લગભગ મોર્નિંગ વોક પતાવી ને પોતાના ઘર તરફ જઈ રહ્યા હોય એવું બંસરી ને લાગ્યું, પણ બંસરી ને એમનો પ્રેમ જોઇને અંચબો ના લાગ્યું કારણ કે બંસરી જાણતી હતી કે દુનિયા માં પ્રેમ નામ ની વસ્તુ પણ છે અને જે કામ કોઈ થી ના થાય એ કામ હંમેશા પ્રેમ થી થઇ જતું હોય છે અને એ કપલ માં સ્ત્રી હતી એ પ્રેગ્નેન્ટ હતી અને એનો પતિ એમનું પૂરું ધ્યાન રાખી રહ્યો હતો. બસ ત્યાં જ બંસરી ના મન માં વિચાર નો તણખલો દોડ્યો કે શું રાજ પણ તેણી નું આવું જ ધ્યાન રાખશે? અને વિચાર ને કોઈ રોકી શકતું નથી. તમે જે વ્યક્તિ ને પ્રેમ કરતા હોવ છો એ વ્યક્તિ ની યાદ તમને એટલી વખત આવશે જેટલી વખત તમે તમારી સામે પ્રેમ કરનારા વ્યક્તિ ને જોશો કે પ્રેમ ન વાત કરનારા વ્યક્તિ ને સાંભળશો નહિતર પ્રેમભરી વાતો લખનારા મારી જેવા ને વાંચશો. એકવાર તો એમનો ચેહરો તમારી આંખ આડો આવશે જ અને અત્યારે બંસરી ને રાજ નો ચેહરો યાદ આવી ગયો.

અને એટલા માં જ રાજ ત્યાં પહોચી ગયો, પણ બંસરી નું ધ્યાન હજુ પેલા ચાલી ને જતા કપલ ની સામે જ હતું અને રાજ બોલ્યો.

“શું જોવે છે એટલું બધું કે હું દેખાતો પણ નથી તને?”

બંસરી શરમાય ગઈ અને બોલી. “કાઈ નઈ, બસ એમ જ અને તને મળી ગયું બસ સ્ટેન્ડ? “

ના, તારી સોસાયટી ના ગેટ પર પૂછ્યું તો એમને મને રસ્તો બતાવી દીધો એટલે મારે તને ફોન ના કરવો પડ્યો. “રાજ બોલ્યો.”

હમમ, સારું. “બંસરી બોલી.”

બંસરી હવે રસ્તા મૂકી ને રાજ નું નિરિક્ષણ કરવા લાગી. બ્લુ શર્ટ અને ફોર્મલ પેન્ટ પહેરી ને આવ્યો હતો રાજ. વાળ માં સરખી પેથી પાડેલી અને કોઈ માદક સ્પ્રે બંસરી ના નાક માં જઈ રહ્યો હતો અને વાતાવરણ પણ પ્રફુલિત કરી રહ્યો હતો. ઇન શર્ટ મારી ને એકદમ પરફેકટ તૈયાર થઇ ને આવ્યો હતો, અને પછી વળી ને તે પોતાની તરફ જોવે છે. રેડ કુર્તી અને બ્લુ પટિયાલા પહેરીને બંસરી આવી હતી. સ્પ્રે તો માર્યો જ હતો પણ ઉતાવળ માં તૈયાર જ નહોતી થઇ, ના આંખ માં કાજળ, ના કાન માં બુટી કે પછી નખ પર કોઈ રંગ. બસ જેમ તે ઘર માં રહેતી એમ જ દોડી ને રાજ ને મળવા પહોચી ગઈ હતી, પણ એમાં પણ એક ફાયદો હતો જો રાજ એના રૂપ ને જ પસંદ કરતો હશે તો વાત અહી જ પતી જશે અને જો બંસરી જેવી છે એવી જ એને પસંદ આવશે તો બંસરી માટે એ સારી જ વાત હતી, અને આમ પણ બંસરી કોઈ પણ પ્રકાર ના સજ્યા ધ્જ્યા વગર પણ કોઈ અપ્સરા થી ઓછી નહોતી લાગતી.કોઈ પણ છોકરા માટે બંસરી ના એક ગાલ પર નું તલ અને બીજા ગાલ પર નો ડીમ્પલ જ કાફી હતો બંસરી ના પ્રેમ માં પાડવા માટે.

ચાલો તો આપણે જઈએ? “રાજ બોલ્યો.”

જવાનું ક્યાં છે પણ આપણે? “બંસરી એ સામો સવાલ કર્યો.”

એ તારા માટે સરપ્રાઈઝ છે માટે તું બેસી જ અને હા તારી પાસે થી હું માત્ર તારી ૩૦ મિનીટ જ લઈશ વધુ નહી. “રાજ બોલ્યો.”

હમમ, બંસરી એ થોડું વિચાર્યું પણ પછી રાજ ની બાઈક પાછળ બેસી જાય છે વધુ વિચાર્યા વગર.

બાઈક પર બેસી ગયા પછી બંસરી અને રાજ વચ્ચે વધુ કાઈ ખાસ વાતો નથી થતી. રાજ બાઈક ચલાવવા માં મશગુલ હતો અને બંસરી આજુ બાજુ ના દ્રશ્ય જોવા માં તલ્લીન. બંસરી બસ એટલું વિચારી રહી હતી કે રાજ તેણી ને લઇ ક્યાં જાય છે એ, અને હવે બંસરી ને જાણીતો રસ્તો આવી રહ્યો હતો અને બંસરી ને હવે અંદાજો આવી ગયો હતો કે માત્ર ૩૦ મિનીટ માટે રાજ તેણી ને એક જ જગ્યા પર લઇ જઈ શકે અને એ છે ‘કર્મા કોફી કાફે’ એટલે બંસરી ના એરિયા માં આવેલું એક એવું સ્થળ જ્યાં મોસ્ટ ઓફ બધા યુવાનો જ આવતા અને મસ્ત કોફી લઈને બેસી ને આરામ થી પીતા અને કર્મા કોફી કાફે ની એક ખાસિયત હતી. મોટી એવી વિશાળ જગ્યા જ્યાં બધા આવી ને પોતપોતાના કામો કરે, કોઈ ને પણ કાઈ પણ કરવાની ના નહી, કોઈ ચિત્રો ચીતરે, તો કોઈ સંગીત વગાડે અને કોઈ આવીને પેન ચોપડી લઈને કાઈ ને કાઈ લખ્યા કરે એવી રમણીય જગ્યા એટલે કર્મા કોફી કાફે. ત્યાં બહુ ભીડ ના રહેતી પણ જેટલા આવતા તે બધા માં કાઈ ને કાઈ ટેલેન્ટ છુપાયેલું રહેતું બસ ત્યાં આવી ને એ ટેલેન્ટ ને બધા બતાવતા, એટલે જ એનું નામ કર્મા કોફી કાફે રાખવામાં આવ્યું હશે.

અને બંસરી એ જેમ વિચારેલું એવું જ બન્યું, રાજ એ બાઈક કર્મા કોફી કાફે પાસે જ ઉભી રાખી, પણ બંસરી કાઈ બોલી નહી બસ રાજ ની પાછળ ચાલતી રહી. બંને જઈને ખુરશી પર બેઠા અને ત્યાં કોઈ વેઈટર નહોતા રાખેલા બધું સેલ્ફ સર્વિસ જ હતું.

તારે કોલ્ડ કોફી ચાલશે કે પછી હોટ? “રાજ એ બંસરી ને પૂછ્યું.”

મારે હોટ કોફી મને કોલ્ડ કોફી નથી પસંદ. “બંસરી એ જવાબ આપ્યો.”

અને રાજ બંસરી ને બેસવાનું કહી કોફી લેવા માટે ગયો અને થોડી જ વાર માં કોફી લઈને પાછો ટેબલ પાસે આવ્યો. રાજ ટેબલ પર કોફી મુકે છે અને થોડી વાર માટે માત્ર આજુ બાજુ નું વાતાવરણ જ બોલે છે, બંસરી અને રાજ બંને શાંત બેઠેલા રહે છે ક્યારેક ચોરી છુપે થી બંસરી રાજ ની સામે જોય લે છે તો ક્યારેક રાજ બંસરી ની સામે.

સો, કેવું લાગ્યું સરપ્રાઈઝ? “રાજ ચુપ્પી તોડી ને બોલે છે.”

સરપ્રાઈઝ શું? આતો મને ખબર જ હતી, આટલું બંસરી બસ મન માં જ વિચારે છે રાજ સામે બોલતી નથી.
મસ્ત, અને મને અહી ની કોફી પસંદ છે ખાસ કરીને હોટ કોફી. “બંસરી બોલી.”

હા, મને પણ. “રાજ એ પણ બંસરી ની હા માં હા મિલાવી.”

અને સોરી. “રાજ ફરી બોલ્યો.”

“સોરી ફોર વોટ?”

મેં જ તારા મમ્મી પપ્પા ને જવાબ આપ્યો એના માટે જો તને કાઈ ખોટું લાગ્યું હોય તો. “રાજ બોલ્યો.”

હમમ, ના ના સોરી ની કાઈ જરૂર નથી અને તને એવું લાગે છે કે મને ખોટું લાગ્યું હોત તો આ સવાર ના ૧૦ વાગ્યે હું તારી સાથે અહી કોફી પીવા માટે બેઠી હોવ એવું? “બંસરી હલકા એવા સ્મિત સાથે બોલી.”

હા, એ વાત પણ છે. “રાજ હસતા બોલ્યો.”

મારે પણ તને પહેલા જાણવો જ હતો સરખી રીતે મારા ભૂતકાળ વિષે કેહવું હતું, મારા વર્તમાન વિષે જણાવવું હતું અને મારા ભવિષ્ય ને સમારવું હતું. માટે જ તમારી હા માં મેં હા મિલાવી. “બંસરી એ મોટા સ્મિત સાથે કહ્યું.”

તમારું સ્મિત આ કોફી કરતા પણ હોટ છે. “રાજ એ પહેલી લાઈન ફેંકી.”

લાઈન મારે છે? “બંસરી થોડું શરમાતા બોલી.”

હવે આને તું લાઈન કહે તો એ જ, પણ હકીકત એ જ છે. “રાજ બંસરી ને એક નજરે જોતા બોલ્યો.”

થોડી વાર માટે બંસરી અને રાજ ની નજર મળી ગઈ હવે બંને ના હોઠ વાત કરતા બંધ થઇ ગયા અને આંખો એક બીજા સાથે વાતો કરવા લાગી. કોફી પણ ધીમે ધીમે ઠરી રહી હતી પણ બંને ની એકબીજા સામે થી નજર હટતી જ નહોતી. રાજ લગભગ એવું કહી રહ્યો હતો કે શું પહેલી નજર માં પ્રેમ થતો હશે? અને બંસરી ની આંખ સામે જવાબ આપતી હતી. “હા, કદાચ.”

એટલા માં બંસરી નો ફોન રણકે છે અને બંને ની નજર એક બીજા થી હટી જાય છે. બંસરી ફોન ચેક કરે છે અને ફોન પર વાત કરે છે.

રાજ આપણે પહેલી મુલાકાત અહી જ અટકાવી પડશે. “બંસરી થોડી નિરાશા સાથે બોલી.”

કેમ, શું થયું? કોનો ફોન હતો? “રાજ બોલ્યો.”

બોસ નો અત્યારે તો બીજા કોનો ફોન આવે. “બંસરી મશ્કરી કરતા બોલી.”

હમમ, વાંધો નહી હવે આપણે મળીશું ત્યારે થોડો વધુ સમય મળે એ રીતે જ મળીશું. “રાજ બોલ્યો.”

હા, હવે એમ જ કરીશું અને હવે ફોન કરીશ હું નિરાતે ફ્રી થઈને ત્યાં સુધી બાય બાય. “બંસરી નશીલી મુસ્કાન સાથે બોલી.”

હા, ચાલ હું તને તારા ક્લિનિક સુધી ડ્રોપ કરી દવ. “રાજ બોલ્યો.”

બંસરી અને રાજ કર્મા કોફી કાફે માંથી બહાર નીકળ્યા અને રાજ બંસરી ને ડ્રોપ કરવા માટે નીકળી ગયો.

અહી થી શરુ થાય છે હવે રાજ અને બંસરી ની લવ સ્ટોરી, જે તમને હસાવશે, રડાવશે, પ્રેમ કરતા શીખવાડશે. ટૂંક માં થોડા માં ઘણું બધું આપી જશે, તો મારી આ સ્ટોરી વાચવા જોડાય રહો હાલ્ફ-લવ નોવેલ સાથે અને તમારો અભિપ્રાય મને મેઈલ કરી શકો છો અથવા મને મેસેજ પણ કરી શકો છો. મારો નંબર છે ૦૯૭૧૨૦-૨૭૯૭૭.

વધુ આવતા અંકે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED